હું ગૃહિણી છું,રેકી માસ્ટર હીલર છું,લખવાનો શોખ છે,થોડા મનમાં આવતા વિચારોને લખાણમાં ઢાળું છું.........

એકલતા અકબંધ અણનમ રહી....
મળે કોઇ સાથી સંગી તરસતી રહી...
ભીડે ભટકી તોય ક્યાં મળ્યું સંગાથી...
અંતરે ટુટી, રૂઠી આંખો ચોધારે વરસી ...
ખરચતા દમડી મળી દોસ્તી સઘળી...
ખીલી ઊઠી જીવનમાં જો હરીયાળી....
યંત્ર મળ્યું એવું ઘટી દુનિયાની દુરી...
ભરી લાવ્યો જાત ભાતના મિત્રોની લોરી...
યંત્ર ક્યાં એ મિત્ર હતો મોબાઈલ મારો....
સાથી બન્યો સંગાથી, ન કરી અંતરમા ઝાંખી....
પરિવાર કંઈ તોડ્યા, મિત્રો ઘણાં જોડ્યા...
ફોકટમા એ લઈ લેતો કોઈની ઉપાધી....
દૂનિયા ભરની એ રાખે છે જાણકારી....
પછી કરતા અમે મળી શું તારી શું મારી....
વર્ષો વિત્યા ગળે વળગી ... .....
...................ન છૂટે આદત જે લાગી..

-Dolly Modi

વધુ વાંચો

એકલપંથી અલગારી માલીક હું મરજીનો,
ઉડતા સુકા પતાને સહારો હવાની લહેરનો,
પડાવ ન મંઝીલ બસ કદમ કદમનો સરવાળો,
રહું ખુદની મસ્તીમાં ગુમ મુસાફરી મસ્તાનો,

-Dolly Modi

વધુ વાંચો

દેહના પિંજરે પંખી કૈદી,
ફર્ઝની લાગી છે હથકડી,
પાંપણ ખેંચી તંગ કરી,
ત્યાં ટુટી સપનાની કડીએ કડી,
મળી સજા ખૂટી માણસાઈ,
શું ભૂલ હતી શું હતી કઠણાઈ,
ન જામીન ન કેસની કારવાઈ,
મોતની હોડે હું ગઈ કચડાઈ,
રોતી રહી મા કરતી હાથ..હાય,
અદાલત ઉપરની મોટી ભરાઈ,
હોય જગ જો જાલીમ કસાઈ,
ન કરે એ અંતર મનની ઝાંખી,
ગમતું ઉડવું પાંખો ખુલ્લી રાખી,
હું તો છું મુક્ત ગગનનું પંખી........

-Dolly Modi

વધુ વાંચો

એ હવા ઉમંબરે ઊભી માને વાવડ તો દે,
સહીયરની ગલીઓમાં મારો સંદેશો તો દે,
બચપણે મેલી મેં ઈ મહીયરની ગલીયુને,
મારા પગલાની આહટે હૈયૈ ટાઢક તો દે...

-Dolly Modi

વધુ વાંચો

હાથમાં હાથ લઈ જન્મોની કસમ લઈશું,
એક બીજાના પગરવે સફરમાં સંગ રહીશું,
સાત ડગલે સાત ફેરે સાત જનમના બંધનને,
કરશે મૃત્યુ જુદા તો ફરી- ફરીને મળીશું ....

-Dolly Modi

વધુ વાંચો

એ..ય.. વાદળ મને તારી સાથે આવવું છે,
તારી સાથે મારે પણ અનરાધાર વરસવું છે......
અડગ અચલ કેટલું મુંઝાવુ મનમાંને મનમાં,
એ....ય.... વાદળ... સાંભળને.....
તારી સાથે દેશ વિદેશ સફર કરતા શીખવું છે......
તારી જેમ મારે એકવાર અનરાધાર વરસવું છે..........

https://www.matrubharti.com

-Dolly Modi

વધુ વાંચો

એવું તો આપણે વિચારીએ છીએ,-કે
ન થવાનું થઈ ગયું, પરંતુ
ઈશ્ર્વરની ઈચ્છા હોય તો જ બધું થાય છે. કહેવાનો અર્થ એ છે. જે થવાનું હોય એ જ થાય છે.

-Dolly Modi

વધુ વાંચો

લડાવે લાડ બાળને શીખવે પા..પા પગલી
રમત રમતા માણીલેતા પ્રેમની ધૂન સુરીલી
ક્યારે થઈ જાય મોટા, ડગર પકડે વીદેશી
મુકી માળો પ્રેમભર્યો એ ઉડતુ પાંખો ખોલી

-Dolly Modi

વધુ વાંચો

લીલુડી ધરતી ભીંજવતી ઝરમર,
જાદુગર કેવી તારી જાદુની રમત.....
સુકી ડાળી ન રાખે એના પાન,
નવ જીવન આપે જાદુગર કમાલ....
નદીના વહેણ બદલે પર્વતની ચાલ,
તારા સીવાય કોણ આપે જવાબ....
સુરજ પ્રભાતને ચમકે રાતે ચાંદ,
સમય નક્કી છે ન ચાલે કરામાત....
જન્મ મરણ છે પરમાત્માને હાથ,
જાદુ નહીં તો છે શું એ બીજી વાત.....
કરીલે કેટલીય માણસ ખુરાપાત,
પાને હલે નહીં ન લાગે કંઈ હાથ....
જીવન કઠપૂતળી દોરી એની પાસ,
રમાડે રમત સૌને એ બેઠો છે ક્યાં....
કોઈ તો કેહો એને જોયો છે ક્યાંય.?
બેમીસાલ જાદુગર છે એ ભોલેનાથ,
જાદુ તારા જોય મારું મન લલચાય....
જીવું ધરાએ ત્યાં દર્શન બસ થાય,
ડુગરે શોધું તને શોધું મંદિરમાય.....
આંખ બંધ કરૂં ત્યાં તું મુજને દેખાય.......

🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍️ ડોલી મોદી'ઊર્જા'
21/7/2022

વધુ વાંચો

ડુંગરો ડગમગાવ્યા નદિઓ થઈ ગાંડીતુર,
જીવ શું કોઈ આવે રસ્તે પથ્થરો કરતી ચુર.....
આવી તે કેવી આવી આકાશી આફત......
મોર પોપટને ચકલા છૂપ્યા વન વગડાની કોર,
માનવની શું વીસાત એમાં દેખાડે એનું જોર......
આવી તે કેવી આવી આકાશી આફત.....
સન્નાટાના સૂરમાં ગુંજે શાંતિ ચારે ઓર,
ઝાડ પાનને ઝંઝાવતી હવા આદમખોર........
આવી તે કેવી આવી આકાશી આફત......
અફરાતફરી મચી મનમાં કરું હું વિચાર,
નીરાધાર રાતનો હવે ગિરીધર છે આધાર....
આવી તે કેવી આવી આકાશી આફત....
દયાવાન દિન દયાલુ દયા કરો મહારાજ,
થાય તમારા આશિષે ડૂબતી નૈયા પાર ......
આવી તે કેવી આવી આકાશી આફત....

-Dolly Modi

વધુ વાંચો