ન સારથી ન સહયાત્રી

જુવાન થૈ છે
ભલે જિંદગી આજ;
શૈશવ મળે?
#જુવાન

બન્યો છે જુવાન આજે કોરોના
કયારે થશે એ ઘરડો ખબર નથી!
હતો એક વખત એ પણ બાળક!
ત્યારે ધ્યાન આપ્યું નહિ!
બાળકમાંથી થયો કિશોર
હાહાકાર મચાવવાની શરૂઆત કરી એણે!
લાગ્યું દુનિયાને આવડો આ વાયરસ
કાલનો બાળક આજે કરી શું લેવાનો?
જોતજોતામાં તો જન્મભૂમિમાંથી નીકળી
પહોંચી ગયો એ વિશ્વના ફલક પર!
એક સમયનો એ નાનકડો બાળક
આજે દુનિયાને હંફાવી રહ્યો છે પોતાના તાલ પર!!!
#જુવાન

વધુ વાંચો

મુલાયમ લાગણીઓના આ પ્રદેશમાં
કોઈ પોતાનું લાગે છે.
મીઠી આ વીરડીમાં જાતને પંપાળવા
સૌની મથામણ લાગે છે.
કયાં કોઈની લાગણીઓમાં અંતર છે
ભેદ બધા મનના માનેલા છે.
હોવા ન હોવાનો ભેદ છે બધો
બાકી સહુ આસપાસ જ છે.
મારા તારા વચ્ચેનો અહમ્ ઓગાળવાનો છે
પછી બધુ સમુ સૂતરું છે.
એ પછી જ ભીના મનની ભીની લાગણીઓ
જીવન ભીનું કરી જાય છે.
#ભીનું

વધુ વાંચો

ઉન્નતિ થશે કે અધોગતિ,
આ દેશની ખબર નથી.
પતન કે પુનરૂત્થાન સમજાતું નથી,
કેમકે,બરબાદ થઈ રહ્યું છે મુલ્ક.
વધતી હતી મોંઘવારી ને ભ્રષ્ટાચાર,
સેન્સેક્સનો આખલો'ય ક્યાં કાબુમાં હતો!
વાવાઝોડું ને સુનામી તો છાશવારે આવ્યા,
ધરતીકંપ પણ કેમ બાકી રહી જાય.
સૈનિક પરના હુમલા એ તો દેશ ધ્રુજાવ્યો,
તો વળતો જવાબ આપી હાજા આપડેય ગગડાવ્યા.
બોલિવૂડે કલાકારો ગુમાવ્યા ને ,
માતાઓએ વીર સપૂત ગુમાવ્યા.
પથરાયો છે અંધકાર દેશ પર કોરોનાનો,
ત્યારે કોણ કોને બચાવશે?
બસ, બહુ થયું હવે જાગવાનો સમય છે,
ખાલી કોલરટયુનથી જાગૃતિ આવવાની નથી.
#ઉન્નતિ

વધુ વાંચો

જન્મ જીવન મરણ એ વ્યથા છે
આમ અને ખાસ સૌની કથા છે.
કોઈની મશહૂર છે ને કોઈની બદનામ છે
તેમ છતા પોતાની ને પુનિત છે.
કથા છુપાવ્યે એ વ્યથા ચર્ચાશે
જાહેર કરે એ ચોરે ને ચૌટે બોલાશે.
ન ગમતા કિરદાર નિભાવી ,
કોઈ અમર થાય છે;
ગમતાં અભિનયમાં પણ ;
કોઈ ઠેસ ખાઈ જાય છે.
કોઈક જ નિભાવી જાણે છે,
એ અનન્ય ને અજોડ કથા.
અદ્વિતીય હોય છે એ નાટક
જેના અંતની જાણ નથી હોતી.
#અનન્ય

વધુ વાંચો

આભારનો ભાર કેમ સહન કરું
તે આપી દીધું અઢળક.
હતા લોકો આસપાસ ઘણા
પણ એકની કમી હતી.
દુનિયા હતી મારી અધૂરી
કરી દીધી આજ પૂરી.
વર્ષો ભલે તપાવી જાતને
આજ મોકળું હસું છું.
હતી જે ફરિયાદ તારા ન્યાયથી
હવે તું બેકસૂર લાગે છે.
નથી કોઈ દોષ તારો જાણું છું
તોય તું મારો આરોપી હતો.
કર્મથી ચાલે છે જગત આખું
મારા નસીબ ખીલ્યાં છે આજ...
#આભારી

વધુ વાંચો

છે સ્વાભાવ ઉગ્ર એનો,
તો'યે પ્રેમ તો કરે જ છે ને!
કરે છે વાત કડકાઇથી,
તો'યે પ્રેમ તો કરે જ છે ને!
ક્યારેક આકરી સજા પણ કરે છે,
તો'યે પ્રેમ તો કરે જ છે ને!
અરમાન મારીને પણ ફરજ નિભાવે છે,
તો'યે પ્રેમ તો કરે જ છે ને!
બધાની સામે હસીને ઓશીકે રડે છે,
તો'યે પ્રેમ તો કરે જ છે ને!
બહારથી સખત અંદરથી નરમ છે,
તો'યે પ્રેમ તો કરે જ છે ને!
દુનિયા એને પુરુષ કહે છે,
તો'યે પ્રેમ તો કરે જ છે ને!
દીકરી એને પિતા કહે છે,
તો'યે પ્રેમ તો કરે જ છે ને!
#ઉગ્ર

વધુ વાંચો

लायक नही तुमसा इस जहाँ में मेरे लिए
तुझको पाकर लगा मिल गई खुशी जहाँ की।
उम्रभर तेरे साथ रहने की खवाईश है,
खुद से जुदा न करना कभी हमें पल के लिए भी ।
साथ रहना और साथ होना अंतर है बात में,
खुद को खोकर तेरी रुह तक जाना हैं ।
बेशक तु साथ है मेरे तो कमी नहीं होगी,
जालिम जमाने की बात सुनकर कभी
फैसला न लेना, मेरी अरज भी सुन लैना।
हो जाए खता तो मुझसे कह देना,
होना पड़ा फना तो गम नहीं होगा ।
#લાયક

વધુ વાંચો

કોણ વધુ ઝડપી; ચિત્તો કે મન?
ચિત્તો પ્રાણીઓમાં શ્રેષ્ઠ,
તો મન સર્વ અંગોમાં શ્રેષ્ઠતમ.
ચિત્તો ખાલી પગથી વેગવંતો,
મન સંપૂર્ણ શરીરથી વેગીલું.
ચિત્તો જીવ બચાવવા દોડે,
મન જીવન બચાવવા દોડે.
ચિત્તાની ગતિ અવરોધી શકાય,
મનની ગતિ અવરોધવી અશક્ય.
હોઈ શકે ચિત્તો ઝડપી જંગલમાં,
મન છે ઝડપી સમગ્ર સંસારમાં.
#ઝડપી

વધુ વાંચો

એ જીવન હતું શાંતિપૂર્ણ
જેમાં ઇન્ટરનેટની જંજાળ નહોતી. એ જીવન...
લોકો બેસતાં સાથે ને સામે. એ જીવન...
વારે ને તહેવારે ચોરે ને ચૌટે. એ જીવન...
સંબંધો નહોતા પ્લાસ્ટિકના. એ જીવન...
હાસ્ય હતું સો ટચના સોનાનું. એ જીવન...
મન મેળ હતો સૌહાર્દપૂર્ણ. એ જીવન...
રિસામણામનામણાના સીધા સંબંધ હતા. એ જીવન...
પરસ્પરનો વ્યવહાર હતો ને આત્મીયતા હતી. એ જીવન...
#શાંતિપૂર્ણ

વધુ વાંચો