થોડો લખવાનો શોખ ખરો જીવ લાગણીનો શબ્દ શાયરીમાં ખરો

તાલ થી શું વધુ તવઝુ હોય,
પ્રેમ થયો એજ આરઝુ હોય.
દિનેશ પોકાર

દરિયા ને જાણે અમે ખારા,
વાદળ શું પીધા પાણી સારા.
દિનેશ પોકાર

છે ગોળ એટલે દોડાવે છે,
રુપિયો વહેવાર નચાવે છે.
દિનેશ પોકાર

તલાશી દરમિયાન આંસુ હાથ લાગ્યું છે,
ઝાંઝવા ની પાછળ યાદો
સાથ લાગ્યું છે.
દિનેશ પોકાર

પરિચય ને આવી જાણે પાંખ છે,
નજરો મળે પ્રેમ માં જાણે આંખ છે.
દિનેશ પોકાર

વાત દરિયા ની કિનારે ખબર પડે,
મોજ છે સરિતા માં અસર જડે.
દિનેશ પોકાર

ઉદય આખરે દેખાઇ આવે છે,
ચાંદની પુનમ થ‌ઇ ભેટાઇ જાય છે.
દિનેશ પોકાર

અંધારું નથી એનો પુરાવો છે,
ચાંદ ચાંદની માં ઘેલો ઘેરાવો છે.
દિનેશ પોકાર

કુદરત નો આલાપ,
સુરજ તપે મિલાપ.
દિનેશ પોકાર

હાલત આમ તો બે તરફ સરખા હતા,
તમે હસ્તા વધુ હતા મારા સપના હતા.
દિનેશ પોકાર