Hey, I am on Matrubharti!

નૂતન વર્ષાભિનંદન.....

સર્વ મિત્રો ને.....
નૂતન વર્ષાભિનંદન....

સ્ટ્રીટલાઈટ.......... (લઘુવાર્તા)

રાત્રિનો દોઢ વાગી ચૂક્યો હતો. તેણે દૂર નજર નાખી સાઈકલ પર કોઈ માણસને આવતો જોયો
તે સતેજ બનીસ્ટ્રીટલાઇટ નીચે  દેખાય તે રીતે અંગ પ્રદર્શન કરતી ઉભી રહી નજીક આવેલા પુરૂષની નજર તેની પર પડી...

અને... તે તેણીની તરફ ખેંચાયો.

              તે ગરીબ સ્ત્રી હતી તેનો પતિ તેને છોડીને ચાલી ગયો હતો. તેના દીકરાને ભણવાની ખૂબ ધગશ હતી ,આથી તેને સારી રીતે ભણાવવા માટે પૈસા ભેગા કરવા જરૂરી હતા  જેથી દીકરાને ખૂબ સારી રીતે ભણાવી શકે . હોસ્ટેલની અને સ્કૂલની ફી ભરવાનો આજે જ કાગળ આવ્યો હતો જે   નહીં ભરવામાં આવે તો પરીક્ષામાં બેસવા દેશે નહિ  તેવુ  કાગળમાં લખેલું હતું.

       બંગલામાંઘરકામ કરતી આ સ્ત્રી  સમયસર સ્કૂલની ફી ભરવાના ટેન્શનમાં,હોસ્ટેલ માં ભણતા દીકરા ને ખબર ના પડે  તે રીતે ખાનગીમાં આ કામ  કરવા આવી હતી...

               તેણે જોયું રોડની સામેની તરફ આવેલી સ્ટ્રીટલાઇટ  નીચે એક ગરીબ બાળક વાંચી રહ્યું છે. તેને જોઈને પોતાનો દીકરો યાદ આવી ગયો.

  હજુ તે ... આગળ કંઈ વિચારે તે પહેલા અચાનક  વીજળી ચાલી  ગઈ..... અંધકારમાં પેલા બાળકને   ચાલી જતું.. અને પેલા પુરુષને સાઈકલ પર ચાલ્યા  જતો... અનુભવી રહી.. તેની આંખમાં ઉભરી આવેલા આંસુ અંધકારમાં ભળી ગયા.

   તેના બાળક ના અને રોડની સામેની તરફ વાંચતા બાળકના ભવિષ્યમાટે  સ્ટ્રીટલાઇટ  આજે અવરોધ બનીને ઊભી હતી.. .

                                               ******

દિનેશ પરમાર" નજર" (લખાણ સમય મે ૧૯૮૨)

વધુ વાંચો

 અંધકાર.............. (લઘુવાર્તા)
-------------------------------------------------------------------------
રાત્રી પડી ગઈ.....
તેની બહેન માગી હતી. તેનું દુર્ભાગ્ય તો જુઓ?,  આવતીકાલે રક્ષાબંધન હતી અને તેની  બહેન આજ હોસ્પિટલમાં કણસતી હતી. તેનું ઓપરેશન કરવાની  તાતી જરૂરિયાત હતી . ગરીબ હતો આથી તે પૈસાની વ્યવસ્થા કરવા જાય છે તેવું જણાવી, ડોક્ટરને ઓપરેશન કરવાનું   કહીને તે નીકળી પડ્યો.

શહેરમાંથી પસાર થતા એક રાખડી ની દુકાન પાસે  અટક્યો. આવતીકાલે રક્ષાબંધન હોવાથી દુકાનમાં ખૂબ જ ભીડ હતી.  રસ્તાનીસામેના છેડે ઉભા રહી તે દુકાનમાં પૈસાથી ઉભરાતા કાઉન્ટરને જોઈ રહ્યો.
      આખાયે શહેરની વીજળી ગુમ થતા અંધકાર છવાઈ ગયો. પોતાની બેન ને યાદ કરતા તેનું મન બગડ્યું. ને રાખડી ની દુકાનમાં ઘૂસી ગયો.
     બીજી પળે" ચોર ...ચોર ..  પકડો ...પકડો..." એવા અવાજો ઊઠ્યા અંધકારનો લાભ  તે નાસી છુટયો.

  કાઉન્ટર પર નો ગલ્લો બે હાથમાં ઝાલી એ ક્યાં સુધી અંધકારમાં હોસ્પિટલ તરફ દોડતો રહ્યો...

તે હોસ્પિટલ પાસે પહોંચ્યો ત્યાં જ અચાનક ડુલ થયેલી વીજળી ચાલુ થઈ . તેણે જોયું તો તેના હાથમાં જે પૈસાનો બોક્સ હતો તેની સાથે દુકાનમાં લટકતી એક રાખડી ખેંચાઈને આવેલી  ઝોલા ખાતી હતી. તે હસ્યો...

   ઓપરેશન  થિયેટર પાસે આવતાં જ  શ્વેત ચાદરમાં  લપેટેલી પોતાની બહેનની લાશને જોતા" નહીં... બેન.... નહીં... ." કહીને ચીસ પાડી. તેના હાથમાંથી પૈસાનો બોક્સ અને રાખડી  ફર્શ પર પટકાઈને વેરવિખેર થઈ  પડ્યા.

              જે અંધકારે  તેને પૈસા ચોરી કરવાની તક આપી હતી તે જ અંધકારે તેની બહેનના ઓપરેશનમાં અવરોધ પેદા કર્યો હતો.

                                            ******
દિનેશ પરમાર" નજર" (લખ્યા સમય મે ૧૯૮૨)

વધુ વાંચો

     વિમો.....(લઘુવાર્તા)
------------------------------------------------------------------------
ને જ્યારે તેનો પતિ  ટ્રક અકસ્માતમાં  મૃત્યુ પામ્યો ત્યારે તે માથું પટકી ને ખૂબ જ  રડી......

સગાવ્હાલાઓએ ખૂબ ખૂબ  આશ્વાસન આપ્યા. એક મહિના પછી તેના રૂમની કોલબેલ ગુંજી ઉઠી.

તેણે દરવાજો ખોલ્યો.

સામે કોઈ પડછંદ પુરુષ ઉભો હતો.

  "આપણો હિસાબ???" પુરુષ બોલ્યો.

તે કશું ન બોલી, ચૂપચાપ તિજોરીમાંથી રૂપિયા  15 હજાર  કાઢી તેની સામે ધરી દીધા.

"  15 થી કામ નહીં ચાલે. મને પાછળથી ખબર પડી  કે તમારા પતિને એક લાખ રૂપિયાનો વીમો  હતો." પેલો
પડછંદ પુરુષ બોલ્યો કે જે ટ્રક ડ્રાઇવર હતો.
                   
                                          *****

દિનેશ પરમાર" નજર" ( લખ્યા તા. મે 1982)

વધુ વાંચો

શોર્ટકટ.......... વાર્તા...
-------------------------------------------------------------------------------
“મમ્મી”  પીંન્ટુ એ ઘરમાંથીજ  , બહાર આંગણે ઉભાઉભા પાડોશી રમિલા બેન સાથે વાત કરતા શારદાબેન ને બુમ પાડી
.
શારદાબેનની વાતોમા ભંગ પડતા , વાતો કરતા કરતા જ મોં બગાડી બોલ્યા , “ શું છે તારે ? “

પીંન્ટુ બારણામા ઉભા ઉભા બોલ્યો , “મને પચાસ રુપિયા જોઇયે છે .“

“ હજી ગઈ કાલે તો આપેલા ? શુ કામ છે .? “

“મારે પાર્થ ના ઘરે હોમવર્ક ની નોટ લેવા  જવુ પડસે , એક્ટિવામા પેટ્રોલ નથી “

“ પૈસા નથી ચાલતો જા “ બોલી શારદાબેન ફરી વાતે વળગ્યા
.
પીંન્ટુ ઘર મા ગયો , છાનામાના તેના પપ્પાનુ દ્રોઅર ખોલી પચાસ ની નોટ સેરવી લીધી . બહાર આવી એક્ટિવા કાઢતા જ શારદાબેન બોલ્યા , “ અલ્યા તુતો કેહ્તો તો ને પેટ્રોલ નથી ને ? “

“મમ્મી થોડુ ઘણું છે , પાર્થ બાજુની સોસાયટી મા તો રહે છે એટલે વાંધો નહી આવે આવતીકાલે પુરાવી દઇશ“જુઠ્ઠુ કહીને પીંન્ટુ સોસાયટી ની બહાર નિકળ્યો . 

               સોસાયટી થી બહાર નિકળતાજ મેઈન રોડ પડતો હતો. રોડ વચ્ચે ડિવાઇડર હોઇ , પેટ્રોલપંપ જમણી બાજુ નજીક્મા હોવા છતા  પેટ્રોલ પુરાવવા રોડ ક્રોસ કરી આગળ જઈ યુ ટર્ન લઈ પરત આવુ પડે તેમ હોઈ , પીંન્ટુ એ શોર્ટકટ પકડ્યો .

                      સાંજ ના સમયે  થોડેક જ આગળ જતા શિકાર ની રાહ જોતા શિકારી જેવા ટ્રાફિક પોલીસે સિટિ મારી તેને રોક્યો . “ચાલ તારુ લાઇસંન્સ બતાવ , પી યુ સી છે ? કેટ્લી ઉંમર છે તારી? “ 
        ગભરાઇ ગયેલા પાર્થ ને પરસેવો છુટી ગયો , “સાહેબ જવા દો ને પ્લીઝ “ કહી ને ગજવામાંથી પચાસ ની નોટ કાઢી પોલીસ ના હાથમા સેરવી દીધી . “ઠીક છે ચલ આજ રસ્તે પાછો જતો રે “ કહીને  પોલીસે પીઠ ફેરવી લી ધી .
                                                                                                                 .  
               છેલ્લા બે દિવસ થી પોલીસવાળા ની પત્ની શાક્ભાજી માટે ખખડાવતી હતી . પોલીસે  રોડ ની સામેની તરફ જોયું . પાથરણાવાળા બેઠા હતા . છુટવાનો ટાઈમ થઈ ગયો હતો . તે રોડ ક્રોસ કરી સામે ગયો .   

                એક શાકભાજીવાળી પાસે જઈ કહયું “ એક કિલો બટકા , કિલો ડુંગળી , પાંચસો રિંગણ , પાંચસો ફુલાવર જોખી દે “ શાકભાજીવાળી એ ગિન્નાઈ ને જોતા બોલ્યો , “ હવે તોલ ને પૈસા આપુ છું “

      પચાસ ની નોટ પકડાવી , રોડ ની સામેની તરફ તેની બાઈક પાર્ક કરી હોઈ ,તથા શિફટ પુરી થઈ હોઈ ,  ફરી ને ના જતા તેણે ડિવાયડરક્રોસ કરી શોર્ટ્કટ પકડ્યો , સાંજ નો સમય હતો . સામસામે ના ટ્રાફિક વચ્ચે  તે ઝડપથી પસારથતા , હાથ ના આંચકાથી વજનદાર શાક્ભાજી ની પ્લાસટીક ની થેલી રોડપર ફસકાઇ ગઈ .

          શોર્ટ્કટથી સામેની તરફ પહોંચી ગયેલો ટ્રાફિક પોલીસ મોં વકાસી , આંખો ફાડી , રસ્તા વચ્ચે વેરાયેલી શાકભાજી ને વાહનો ના કાળા ટાયર નીચે ચગદાતા જોતો જ રહી ગયો.
_______ ________________________________


      દિનેશ પરમાર “ નજર"

વધુ વાંચો

તકતી
ક્યાય તારા નામની તક્તી નથી
એ હવા તારી સખાવત ને સલામ
‌                            ધુની માંડ્લિયા
.................................................................................
ગામ મા રાખવામા આવેલ ધ્વજવંદન ના કાર્યક્રમમા અતિથીવિશેષ તરીકે હાજરી આપી, ગામ થી દૂર આવેલ પોતાના ફાર્મહાઉસ પર પરત ફરતાતખતસિંહ બાપુ નજીક પહોચતા 400 વિઘામા ફેલાયેલા પોતાના આ વૈભવને ગર્વ ભરી નજરે જોઇ રહ્યા.
મુખ્ય રોડ પર પડતા  ફાર્મહાઉસ  ની કમ્પાઉંડ પાસે થી પસાર થતા, પોતાની ગાડીની પાછળની શીટમા બેઠેલા બાપુ ડ્રાઇવરની સામે ના મિરર મા જોઇ પોતાની મુછ ને હાથ ફેરવી સરખી કરવા લાગ્યા.
કમ્પાઉંડ પુરી થતાજ જમણેહાથે વળતાજ મુખ્ય પ્રવેશ્દ્વાર પાસે આવી ડ્રાઇવરે બ્રેક મારી. થોડે દુર આવેલ લિમડાના ઝાડનીચે બેસી બીડી પીતા બે સિક્યોરીટીવાળા દોડતા આવ્યા.ને પ્રવેશ્દ્વાર ખોલી નાખ્યુ.
બાપુએ કરડાકીથી તેમની સામે જોયું.ગાડીનો ગ્લાસ ઉતારી ,પાસે બોલાવી કહયું”સા...હરામહાડ્કા ના..મફત નુ ખાવા ટેવાયા છો ? આખો દિવસ બેસી રેહવાનુ કેમ ? “ પછી પ્રવેશ્દ્વાર ની બાજુના કોલમ પર લગાડેલ તક્તી તરફ આંગળી ચિંધતા બોલ્યા,”આની ઉપર ચોંટેલી ધૂળ દેખાતી નથી ?

એક ચોકીદાર દોડતો તકતી તરફ ગયો ને ગાભો ના મળતા પોતાના ગજવામાથી રુમાલ કાઢી લુછવા લાગ્યો. બાપુ બબડતા રહ્યા ને ધુળ ઉડાડતી ગાડી બન્ને તરફ ઉગાડેલ નારયેળી ની હારમાળા વચ્ચે ના રસ્તા માંથી ફાર્મહાઉસ મા દોડી ગઈ

થોડીકજ ક્ષણ થઈ હશે ને ધરતી ધ્રુજવા લાગી.400 વીઘામા ફેલાયેલા ફાર્મ ના વિશાળ મહેલ જેવી ઈમારત માંથી ચિસ સંભળાઈ પાછળ મોટે મોટે થી રોકકળ ચાલુ થઈ ગઈ.
26મી જાન્યુઆરી ના રોજ આવેલ ધરતીકંપની અસરના ભાગરુપ , ફાર્મહાઉસ ના દિવાન ખંડ ની સિલિંગ માંથી મોટુમસ ઝુમ્મર બાપુ ના માથે પડ્તા બાપુ નુ સ્થળ પર જ મ્રુત્યુ થયુ હતુ.
બાપુ મ્રુત્યુ પામ્યા છે તે સમાચાર વાયુ વેગે પસરી જતા  સગા , વ્હાલા ,મિત્રો , વિગેરે ફાર્મહાઉસ પર એકત્ર થવા લાગ્યા.
સાંજે 5 વાગે તેમની અંતીમ યાત્રાનિકળી ત્યારે લોકોના ટોળેટોળા તેની પાછળ મુક્તિ ધામ તરફ જવા લાગ્યા .
ધીમેધીમે ડૂબવાની તૈયારી કરતા સુર્યની હાજરીમા ફાર્મહાઉસ ની એક તરફ અવાચક બની ને ઉભા રહી ગયેલા ચોકીદારો નુ સહજ ધ્યાન જતા જોયુ તો , સવારે સાફ કરેલી ગ્રેનાઇટ્ની  તક્તી , ધરતીકંપ ની ધ્રુજારીમા પિલર થી છુટી પડી અનેક ટુકડા મા વેરાઇ પડી હતી ને તે ટુકડા , ભીડ ના પગલા ઓના તળિયા નીચે કચડાયે જતા હતા.

દિનેશ પરમાર “નજર”

વધુ વાંચો

          આ વરસે ચોમાસુ અનરાધાર વરસી પડયું હતુ.રાજ્યની ઘણી નદીઓ પુરથી ગાંડીતુર બની તોફાન મચાવી રહી હતી.
ઉપરવાસના વરસાદથી નાનપુર ગામની નદી આજ રણચંડી સ્વરુપ ધારણ કરી તાંડવ કરી રહી હતી.તે તોફાનમાં હડફેટે ચઢેલા કંઇક ઝાડ ધરાશયી થયાહતા.ને કઇંક ઢોર -ઢાંખર તણાતા દુર ફેંકાઇ ગયા હતા.
ઝાડીઝાંખરા મા ભરાયેલી લાશ પર બેઠેલા ગીધોને તો આજ મઝાની મિજબાની હતી.
ધોવાણ થયેલા રસ્તાના ખાડામાં દુધના ટેન્કરનું પાછળનુ વ્હીલ પછડાતા ઝાટકા સાથે સ્ટીયરીંગ છટકતા ડ્રાઇવર બહાર ફેંકાતાની સાથે તેનુ માથુ નાળિયેરની જેમ એક પથ્થર સાથે અથડાતા ત્યાંજ........
       બે દિવસથી દુઘ-અનાજ વગરના ભુખ્યાડાંસ નાનપુરના લોકો ડ્રાઇવર તરફ ઉપેક્ષિત નજર  કરી , તેમના ઘરેથી જે હાથમાં અાવ્યું તે વાસણ લઇ આડા થઇ ગયેલા ટેન્કર પાસે દુધ લુટવા દોડી ગયા....
____________________________________
દિનેશ પરમાર 'નજર'

વધુ વાંચો

               વહેલી  સવારે ઘરેથી નિકળતાજ તેની પત્નીએ કાગારોળ મચાવેલી."ભાડું ઉઘરાવવા આવતા શેઠના મહેતાજી આગળ, બે દિવસથી ગપ્પા મારી બાજી સંભાળી છે,પણ હવે નહિ ચાલે આજે ખાલી હાથે ના આવતા ,નહિતર ચાલી ની આ ખોલી ખાલી કરવાનો વખત આવશે!!"
અજવાળુ થતા તે રેલ્વે સ્ટેશનના ખૂણે, ચાની કિટલી પર અડધી ચાની ચુસકી લેતા લેતા....
રેલ્વેયાર્ડના બહારના ભાગે મુસાફરોની જ્યાં અવર-જવર હતી તે ,ફ્લાયઓવર બ્રિજના પગથિયા પાસે સફેદ ચાદર ઢાંકેલી લાશની બાજુમાં પાથરેલા કપડામાં આવતાજતા લોકો ગજવામાંથી છુટા રુપિયા અને સિક્કા ને નાખતા જતા હતા  તેને આખો દિવસ લોલુપ નજરે જોતો રહ્યો.
                      ***********
રાત્રિના ઘેરા અંધકારમાં એક સફેદ વાન આવી ને ,લાશને ગોઠવતા પહેલા ,પાથરેલા કપડામાં  પૈસા એકત્ર કરી તે ડ્રાઇવરની બાજુની શીટમાં ગોઠવાયો.
                             થોડા સમય પછી વાન શહેરની સરકારી હોસ્પિટલના પોષ્ટમોર્ટમ રુમના પાછળના દરવાજે ઉભી હતી. ત્યાં ઉભેલા ઇન્ચાર્જના હાથમાં ,કપડામાંથી થોડા પૈસા આપી તે બોલ્યો," આ આજનુ ભાડું..."
ઘરે પરત ફરતા મનમાં બોલ્યો," હાશ....ખોલી ખાલી કરવી નહી પડે."
---------------------
દિનેશ પરમાર નજર

વધુ વાંચો

         ભિખારી.......................................
ફોન આવતા ચાલુ ગાડીએ ડેવલપરે ડ્રાઇવરને સુચના આપી,"  બાજુ પર ઉભી કર મોટા સાહેબનો ફોન છે."
"બોલો સર…હા…બપોર પછી આવુ છું.”
મોબાઇલ કટ કરી શ્રોફ એન્ડ શ્રોફના માલિક સંજયે ડ્રાઇવરને બપોર પછી આર એન્ડ બી ની ઓફિસે જવાની સુચના આપી.
__________________________________
                 સાહેબની ચેમ્બરમાં  બીલના હિસાબનુ કવર મુકી ઉભા થતા સંજયે
કહ્યું," સર...રજા લઉં ,બીજુ કંઇ કામ હોય તો કહેજો."
કંઇક યાદ આવતા જ સાહેબ બોલ્યા,અરે..સંજય ..  શ્રીમતીએ બાધા રાખીછે રવિવારે શ્રીનાથજી જવુ છે ,ગાડીની વ્યવસ્થા કરજે ને!!"
"સ્યોર સર.. ?" કહી સંજય કેબીન છોડી ગયો.
_____________________________________
          રસ્તામાં ,ગાડી ડિઝલથી ફુલ કરી ,સારામાં સારી હોટલમાં સાહેબ-મેડમને ફુલ નાસ્તો કરાવી , શ્રીનાથજી પહોંચ્યા ત્યારે લગભગ અગિયાર થયેલા .
જેવા સાહેબ ને મેમ  મંદિર તરફ જવા ફર્યા,કે  ત્યાં દોડતું ભિખારીનું ટોળુ આવી ચઢયું ને સામટા ભીખ માંગવા મંડી પડ્યા..
સાહેબ આંખ કાઢતા બોલ્યા ,"..સાલા....ભિખારી...  ભાગો.."
આ સાંભળી ગયેલો અબ્દુલ ભિખારીઓ તરફ અને સાહેબ તરફ વારાફરતી જોતો જ રહી ગયો.......
__________________________________
દિનેશ પરમાર 'નજર'

વધુ વાંચો