આપ જેવા મિત્રોના પ્રતાપે ઊગ્યો મારા જીવનમાં શબ્દોનો રવિ... એતો મારું પણ સદભાગ્ય છે કે આપ મને કહો છો કવિ...                      

શબ્દ પણ તમે અને અર્થ પણ તમેજ..
અક્ષરથી કલમનો સ્પર્શ પણ તમેજ..
#અર્થ

પોતે કર્યા ઉઝરડા મન પર
કામ ક્રોધ અને મોહ તણા
તોય ફરિયાદ પ્રભુને કરે
મને આપ્યાં કાં દુઃખ ઘણા?
#પોતે

સંવાદ શબ્દોનો સમજ્યા નહી
તો મૌન રહેતા શીખી લીધું
શોર કર્યો નદીએ ઘણો
સાગર બની સમાવતા શીખી લીધું
#શીખો

રાખવું હતું શું પાસે
કે આમ દૂર થઈ ગયો
માનવ બનાવ્યો તને
તું માધવને ભૂલી ગયો
ઘડીકનો સંગ ભોગોનો
તને એવો ભરખી ગયો
ભોમ તણી જંખના
ભીરુ બની ભુલી ગયો
સ્વપ્ન સેવ્યા અઢળક
સંસ્કૃતિએ તારા પર
સિંહ તણું સંતાન તું
સુર કાં ઢીલો થયો ?
ભાલો રાણાનો અને
તલવાર તું શિવા તણી
વાગ્યો શંખ મેદાને હવે
વીર થઇ કાં રડતો રહ્યો?


#રાખવું

વધુ વાંચો

જે ગોદમાં ઉછર્યા એ ગોદથી અળગા થઈ ગયા
જંગલથી દૂર જઈ પાછા જંગલી થઈ ગયા
#જંગલી

અંતિમ બાજી પણ હારી ગયો
તારા ચહેરાની એક મુસ્કાન જોવા...
#અંતિમ