જીવનમાં તારું મહત્વ ને, મારા રાધેકૃષ્ણ નો વિશ્વાસ હંમેશા રહેશે.

જીવન ની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે,
મારે તારો તો ક્યારેક તારે મારો સાથ છોડવો પડતો હોય છે,
આ જ છે જો જીવનની વાસ્તવિકતા નિભાવવી પડતી હોય છે,
ક્યારેક આપણે કોઇ માટે થઈ જીવવું પડતું હોય છે,
ક્યારેક જીવનની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે,
ક્યારેક પોતાનાઓને છોડી પારકા નાં થવું પડતું હોય છે,
ક્યારેક પારકા માટે થઈ રાહને બદલવી પડતી હોય છે,
ક્યારેક નવી કેડી પણ શોધવી પડતી હોય છે,
જ્યારે જૂની કેડી ફક્ત તકલીફો આપતી હોય છે,
ક્યારેક કોઈ નાં માટે થઈ સપનાં તોડવા પડતાં હોય છે,
ક્યારેક સપનાં પૂરાં કરવા સાથ પોતાના નો છોડવો પડતો હોય છે.
જીવનની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે,
માબાપ ને પણ એકલા મૂકવા પડતાં હોય છે,
જ્યારે દીકરીને પારકા પોતાના કરવા પડતાં હોય છે,
એકપળ એવી પણ બની જાય છે ,એ પારકા દીકરી માટે પોતાના બની જાય છે ,
ત્યારે માબાપ એમની માટે પારકા બની જતાં હોય છે,
જીવનની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે.
વ્યસ્ત સમય હોય ત્યારે પોતાના ભૂલવા પડતાં હોય છે,
ક્યારેક સમયની અછત પોતાના ને કરેલાં અન્યાય યાદ અપાવતા હોય છે.
જીવનની કાંટાળી કેડી પર ચાલવું પડતું હોય છે.

      લિ. ધ્રુપા પટેલ

-Dhrupa Patel

વધુ વાંચો

રહસ્યની ખોજમાં જીવન ખોયું,
મળ્યું જ્યારે રહસ્ય જીવનનું,
       ત્યારે જીવન ના રહ્યું..
ભગવાનની ખોજમાં રસ્તા ઘસ્યા ,
મળ્યાં જ્યાં ભગવાન ઘરમાં માબાપરૂપે,
       ત્યારે માબાપ ના રહ્યાં..
સંબંધોની ખોજમાં ઘરેઘરે ફર્યો ,
મળ્યાં સંબંધો પોતાના જ ઘરમાં,
      ત્યારે સંબંધી ના રહ્યાં..
મિત્રતાની ખોજમાં આમતેમ ભટકી,
હતાં મિત્રો પાસેજ તો દુનિયા ફરી,
થયો અહેસાસ મિત્રતાનો ,
       ત્યારે મિત્રો ના રહ્યાં..
લાગણીનાં બંધન માટે તને શોધતી ફરી,
તું હતો પાસેને હું આમતેમ ખોજતી,
થયો અહેસાસ પ્રેમનો,
      ત્યારે લાગણી જ ના રહી..

     ✍️. ધ્રુપા પટેલ.

-Dhrupa Patel

વધુ વાંચો

તને સમજવા શબ્દોની જરૂર નથી મને,

તને એમજ મહેસૂસ કરી લઉં છું,
તને પામવા શબ્દોની જરૂર નથી મને.

તને ચાહવા તારા સાથની જરૂર છે,
તને ચાહવા શબ્દોની જરૂર નથી મને.

તને જોવા તારૂં હોવું જરૂરી છે,
તને બોલાવવા શબ્દોની જરૂર નથી મને.

તને સમજવા તારી લાગણીની જરૂર છે,
તને સમજવા શબ્દોની જરૂર નથી મને.

તને જીવન બનાવવા તારાં પ્રેમની જરૂર છે,
તને જીવવા શબ્દોની જરૂર નથી મને.

✍️.ધ્રુપા પટેલ.

-Dhrupa Patel

વધુ વાંચો

તારી જ ખુશી માટે કરૂ છું 'ધુપ્સ '..
બાકી મારી પાસે બધું જ છે...

ધ્રુપા પટેલ.

સંબંધો ની આંટીગૂંટી માં
હંમેશાં અટવાઈ જાઉં છું,
ક્યારેક કોઈ ની ને
ક્યારેક પોતાની એમ..
વાતો માં ગુંચવાઈ જાઉં છું..

-Dhrupa Patel

વધુ વાંચો

#દુષ્ટ

દુષ્ટતા ની પણ એક હદ હોય છે,
જે બેહદ દૂર હોય છે......
' ધુપ્સ ' દૂર રહેવા સૂચવે આવાથી,
જે બેહદ દુષ્ટ હોય છે...

વધુ વાંચો

કાન્હાજી એકવાર મારા ઘેર આવજો,
તમ કાજે મિસરી કરું તૈયાર ....કાન્હાજી...

કાન્હાજી રાધાજીને રૂકમણીજી સાથે લાવજો,
એમને દેખાડું મારા કાન્હાજીની પાર્ટી...કાન્હાજી..

કાન્હાજી એકવાર ગોપીઓ સંગ લાવજો ,
રાસ રમવા મૂકુ ડી જે ડાંડિયા...કાન્હાજી...

કાન્હાજી એકવાર મિત્રો સંગ આવજો ,
મારાં ઘેર છૂપાવીને માખણ રાખિયું....કાન્હાજી...

કાન્હાજી આભાર ઘણો તમારો આવીયા તે,
મારે ઘેર બાળસ્વરૂપ લઈ પધારિયા....કાન્હાજી...

✍. ધ્રુપા પટેલ.

વધુ વાંચો

#સંકટ

સંકટ સમયની રાહ હતો તું...
એકલવાઈ જિંદગીનો સહારો હતો તું...
આખરી શ્વાસ સુધીનો આશરો હતો તું...
એક વિશ્વાસ ન કરી મારા રાહનો કંટક બન્યો તું....
મારાં જીવનની રાહ પર કંટક બન્યો તું...

વધુ વાંચો

*લખું તો કેમ લખું તને શબ્દમાં*
*તું તો નિઃશબ્દ છે મારા મૌનમાં*

ધ્રુપા પટેલ

खफा हे वो यह कह के की हमें उनकी कद्र नहीं,
     खफा हे वो यह कहके की हमे उनकी कद्र नहीं।

हम आज भी वहीं खडे हैं जहां वो छोड़ के गये
      हम आज भी खडे हैं वहा......।

जा ए हवा बोल उस बेखबर को.....
     जो तु छोड़ आया ..आज भी वो वहीं हैं।

कम समय हैं अब उसके पास....
     मना ले उसे...।

कहीं ऐसा ना हो....जब होश आए तुम्हें
       तो वो ना रहे..... जो कल तक सिर्फ तेरा था।

मना ले उसे ए हवा....
    कही टूट ना जाए मेरे जाने के बाद ।

ध्रुपा पटेल

વધુ વાંચો