Hey, I am reading and writing on Matrubharti...

એક અજવાળું મળી જાય અહીં....,
તો દીપકને જલાવવા કોણ રાજી છે...!
સૂરજ જો આથમી જાય હ્રદયનો...,
તો એક આશાનું કિરણ જ કાફી છે...@dharmishthajotaniya5039

વધુ વાંચો

આજેય આ દુનિયામાં હુ 'ગુમનામ' છું..,
કેમકે સ્વયંના અસ્તિત્વથી જ 'અજાણ' છું...

નથી કોઈ બિમારી મને ...,
છતાંય દુનિયાના ખેલોથી 'બેભાન' છું...
@dharmishthajotaniya5039

વધુ વાંચો

વરસાદ વરસ્યો ને બેધડક જીવી લીધુ,
એના એક એક ટીપાએ મે પણ રડી લીધુ...
વર્તાવા ના દીધોમે પણ અભાવ,
એના આવવાનુ મે પણ સ્વાગત કરી લીધુ...
કેટલુક મનમા ભરીને જીવીશ 'ધનૂ',
વગર કારણે આજે મે પણ હસી લીધુ...

વધુ વાંચો

જડી જાય શોધવા પર તો ઈશ્વર,

પણ એ ઈશ્વરના બનાવેલા માણસો નથી મળતાં...

કયારેક મળી જાય ભૂલેચૂકે માણસ;

પણ એ મંજિલ સુધીના સંગાથી નથી બનતા...

દુ:ખ આવે તો આંસુ વહાવે માણસ,

એ તો આત્માને જ ખબર કે માણસો નથી રડતા...

હૈયાના દર્દો સમજાવવા કોને અહીં;

પારકા તો મળે છે ઘણાં, પોતાના નથી મળતાં...

પાપ-પુણ્ય ના લેખા-જોખાં કરે છે માણસ,

પણ નથી સમજતા કે કર્મો નડે છે પિતૃ નથી નડતા...

વધુ વાંચો

લાગણીઓ અહીં કાગળમાં બંધ છે...

કેમકે દરેક વ્યક્તિ અહીં અંધ છે.....