ઈચ્છા એવી બિલકુલ નથી, કે વખાણ બધા જ કરે... પણ પ્રયત્ન એ જરુર છે, કે ખોટો છે એવુ કોઈ ના કહે...!

જાણું છું મારી વધારે પડતી કદર જ મને નડે છે...

શું કરું મારા શ્વાસને ચાલવા
એની યાદની જ જરૂર પડે છે...

તારું એક સપનું શું જોવાઈ ગયું...

એ તો મારી આંખોમાં જ રોકાઈ ગયું...

માત્ર જીતનારો જ સિકંદર નથી,

પણ ક્યાં હારવું છે એ જાણનારો
પણ સિકંદર જ હોય છે...

નિયતિ સત્કારવાની હોય છે,
હર ઘડી શણગારવાની હોય છે;

તું બધી ફરિયાદ મૂકી દે હવે,
જિન્દગી સ્વીકારવાની હોય છે.

વધુ વાંચો

કલમ પકડી કરું છું હું અનોખા પ્રાસની ઈચ્છા,
જગતની સર્વ ઊર્મિના સખત અહેસાસની ઈચ્છા.

પ્રતિભા સ્હેજ ઓછી છે છતાં હું એજ રાખું છું,
હતી જે વ્યાસની ઈચ્છા ને કાલિદાસની ઈચ્છા.


#સૌમ્ય_જોષી

વધુ વાંચો

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું;

માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

વધુ વાંચો

તારી મહાનતાને છંદથી શણગારવાની જરૂર નથી એ દેશ,

'હિંન્દુસ્તાન' નામ જ અભિમાન કરવા જેવી ગઝલ છે...


#HappyIndependenceDay

#War_Memorial
#Darjeeling

વધુ વાંચો

અમે પુસ્તકો જેવા છીએ દોસ્તો...

જેમાં શબ્દો તો ઘણા છે,
તો પણ હમેશાં ખામોશ રહે છે...

કિંમત ના હોય ત્યાં વેહચાવું નહીં

અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં

ચાલવાનું ક્યાં સુધી? શ્વાસ ચાલે ત્યાં સુધી...

શ્વાસ ચાલે ક્યાં સુધી? તું હાથ ઝાલે ત્યાં સુધી...