દિલ ગુજરાતી છે. વાંચનપ્રેમી છીએ. થોડો લખવાનો શોખ પણ ખરી😃

People think its a bit creepy,
But i just love being Sleepy.

#Sleepy
#ઉંઘણસી

કરે છે સંબંધોને એ ધીમે ધીમે છેટું,
જયારે નિકળે છે આ મુખથી વચન કટું.

#કટું

શુષ્કસમયના ભોગવિલાસ પર કરે પ્રયાસ તું પામવા વિજય,
કયારેક તો જો વળીને પાછળ કેટલો બની ગયો તું નિર્દય?

#નિર્દય

વધુ વાંચો

અંદાજ એવા નખરાળા, કરી જાય દરેકના દીલમાં ટકોર,
અદાઓ તારી આ બળવાખોર, સળગાવે શહેર ચારેકોર.

#બળવાખોર

રંગ ચડે પ્રભુ તમારો એવો કે,
મદમસ્ત થઈ નાચું તો શું વાત છે ?

નાલાયક લાગતો આ જગતને,

તમારી ભક્તિને લાયક થઈ જવ તો,
એ જ મારા સાચા જીવનની શરૂઆત છે.

#લાયક

વધુ વાંચો

નિહાળવું છે તને મનભરી પણ, તું નિકળી જાય છે ઝડપી,
સોહામણી છે દુનીયા પણ, રહયો તારી ઝલક જોવા તડપી.

#ઝડપી

મનમાં મારી લાગણીઓને દબાવી ફરું છું છાને છાને,
બહુ સતાવે છે આ તારી યાદો એને દૂર લઈ જાને.

રોજ આવીને મુકી જાય છે એક વાત મારા કાને,
હદય કહે છે મનને પડી જા શાંત એ હવે નહી માને.

#શાંત

વધુ વાંચો

સોળે શણગારમાં પણ એની સાદગી મારી આંખોમાં ભમતી,
એની નટખટ અદાઓ હંમેશા મારા મનમાં જ રમતી.

લાખો છે દુનીયામાં તોય મને તો તુ જ ખૂબ ગમતી,
તારાથી વધુ આ જગતમાં નથી મારા માટે કોઈ કિંમતી.

#કિંમતી

વધુ વાંચો

બહુ કર્યા પ્રયાસ તોય લાગે છે ઘણું અપૂર્ણ,
મન પુછે શાને દોડે છે કરવા એને પૂર્ણ?,

થોડું છે બાકી હવે જીવન,
માણી લેને શાંતિપૂર્ણ.

#શાંતિપૂર્ણ

વધુ વાંચો

જીવનના પન્ના પરથી લોભ અહમને નાખીએ છેકી,
અવિશ્વાસના બદલે વિશ્વાસ ને મનમાં ટેકી.

ઈર્ષ્યાને દીલના દૂર કીનારે મુકી,
ચાલોને આજથી બનીએ થોડા વિવેકી.

#વિવેકી

વધુ વાંચો