Hey, I am reading on Matrubharti!

કયાંક હ્રદય એટલું સાંકડું છે કે કોરોનાવાયરસના ભયનાં કારણે માતા પિતાના મૃતદેહ સ્વીકારતા અચકાય છે તો કયાંક હ્રદય એટલું વિશાળ છે કે માતૃભૂમિની રક્ષા કાજે મસ્તકની ભેટ ચડાવાય છે.
#વિશાળ

વધુ વાંચો

શક્તિશાળી બનવામાં માટે શક્તિનો આદર કરવો જોઈએ. શક્તિની કૃપા પ્રાપ્ત થાય તો જ શક્તિશાળી બની શકાય..... બીજા શબ્દોમાં...
દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. 😊
#શકિતશાળી

વધુ વાંચો

જો અશ્રુ તોડી શકે પાંપણની પાળ તો ધૈર્ય નો અર્થ શું છે?
જો શત્રુ આપી શકે કોઈ આળ તો શૌર્ય નો અર્થ શું છે?

લઈ શસ્ત્ર કરમાં કર્તવ્ય કેરું
મોં પર ખુશીનો મુખવટો પહેરું
પીડા આવે અધરોની બહાર તો મર્યાદાનો મર્મ શું છે?

સૌને સમજતી અને સ્વને સમજાવતી
સદૈવ પોતાના અસ્તિત્વને ઓગાળતી
જીત આપી ન મેળવે હાર તો સ્ત્રીનો ધર્મ શું છે?


#અર્થ

વધુ વાંચો

નિયતિ નીતિની રક્ષા કરે છે અને નીતિથી જ નિયતિ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે.
#નિયતિ

શૂન્ય થી જ હંમેશા શરુઆત થાય છે અને અંત પણ હંમેશા શૂન્ય જ હોય છે . આ બે શૂન્ય ની વચ્ચે આખા જીવનના ગણિતનો સમાવેશ થઈ જાય છે.
#શૂન્ય

વધુ વાંચો

વ્યાપાર, વાણિજ્ય મુલ્યવાન હતું કાલે
આજે ઘરનું મુલ્ય સમજાય છે
પીત્ઝા, પાસ્તા , પાઉંભાજી ખુબ ખાધા
હવે ઘરના ભોજનનું મુલ્ય સમજાય છે.
મિત્રો, કર્મચારીઓ અને માલિકના બદલે
પત્ની અને સંતાનોનું મુલ્ય સમજાય છે.
પૈસા પદ અને પ્રતિષ્ઠાની પુજા કરનારને
સંબંધો અને સમયનું મુલ્ય સમજાય છે.
બેંક બેલેન્સ, રોકડ અને રોકાણ કરતા વધુ
સ્વાસ્થ્ય અને સ્વચ્છ હવાનું મુલ્ય સમજાય છે
વિજ્ઞાનના અભિમાનમાં રાચનારને આજે
પ્રકૃતિ અને પરમેશ્વર સમજાય છે.
દેહધર્મમા ગળાડૂબ માનવને હવે
આત્માનો અવાજ સંભળાય છે.
#મૂલ્ય

વધુ વાંચો

#અંતિમ
અંતિમ ચેતવણી છે આ પ્રકૃતિ ની
અંતિમ તક છે ભૂલની સ્વિકૃતિ ની

અટકી જાય તુ અહીંથી જ માનવ
માનવ છે તું........તું નથી દાનવ

પૃથ્વી પર સૌથી તું નિરાળો
તું ના કર પ્રકૃતિ નો ચાળો

જીવજંતુ, પશુ અને પંખી
અનેક પ્રજાતિ અહીં વિચરતિ

સૌનો અધિકાર અહીં સમાન
મિથ્યા ના કર તું અભિમાન

અહ્મ ન કોઈનો રહ્યો ન રહેશે
કુદરત આ ભાર કદી ન સહેશે

આપત્તિ જ્યારે તુજ પર આવશે
ત્યારે જ તને સત્ય સમજાશે

માટે તું જરા થોભી જા
અહીંથી પાછો વળી જા

બુદ્ધિબળમાં તુ સૌથી ઉત્તમ
જગાવ આજ તારો આતમ

ના બન તું હવે વધુ લોભી
પણ બની તું અવનીનો મોભી


#અંતિમ

વધુ વાંચો

કયારેક કોઇ પણ પગલું ન ભરવાનું પગલું જ સૌથી ડહાપણભર્યું પગલું હોય છે.
#પગલું

આપણે બીજાના મનમાં આપણું ચિત્ર ઊભું કરવા જેટલી મહેનત કરીએ છીએ અેટલી મહેનત આપણાં ચરિત્રને ઉભી કરવા કરીએ તો ભાવિ જગતનું ચિત્ર ઘણું ઉજ્જવળ બની શકે.
#ચિત્ર

વધુ વાંચો

#બ્લોગ #ઉદય

થયો તિમિરનાં નાશ, નવા સૂર્યનો ઉદય થયો.
દૂર થયો અલગાવ, ફરી સમન્વય થયો.

કાલ સુધી જે હતો શત્રુ, આજે તે પક્ષ ઉભય થયો.
મનમાં હતો જે અહંકાર, તે આજે વિનય થયો.

જે હારતો હતો પોતાનાથી, તે આજે અજય થયો.
કારણકે માણસ હવે મગજ મટી હ્રદય થયો.
#ઉદય

વધુ વાંચો