હું ગીતકાર અને કવિયત્રી છું. મારું નામ દર્શિતા બાબુભાઇ શાહ છે . મેં કવિતા ૧૯૮૯ થી લખવાની ચાલુ કરી. ૧૯૮૯ માં મારી માતાનું અવસાન થયું . એકાંત લાગવા માંડયું. હું મારી માતાની વધારે નજીક હતી તેથી ઘણું દુઃખ થયું હતું . ત્યારે એક પંક્તિ લખી હતી. काटे नही कटता एक पल यहां । कैसे कटेगी एक उम्र भला ॥ “સખી” અને “ઐશ્વર્યા ” ના ઉપનામ થી લખું છું . ૨૫-જૂન- ૧૯૮૯. ત્યાર પછી લખવાનું ચાલું રહ્યું. પહેલા હિન્દી માં લખતી હતી. ૧૯૯૫ માં મેં નયનભાઇ પંચોલી સાથે સંગીત શીખવાનું ચાલું કર્યું.તેથી ગુજરાતીમાં લખવા માડયું. કવિતા ઓ અમદાવાદ ના લોકલ છાપામાં છપાવા માંડી. ૫૦૦ કવિતા લખી લીધા બાદ વિચાર્યુ કે તેની પુસ્તિકા છપાવી તેથી બે સંગ્રહ પ્રકાશિત કર્યા. અસ્તિત્વ અને પરસ્પર નામના બે કાવ્ય સંગ્રહ ગુજરાતી અને આરઝૂ અને કશિશ નામના બે કાવ્ય સંગ્રહ હિન્દી માં પ્રકાશિત કર્યા. અત્યાર સુધી લગભગ ૨૫૦૦ કવિતા લખી છે. જેની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં લેવામાં આવી છે . અમદાવાદ ના ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર માં કવિતા ઓ છપાતી રહે છે . તથા ફીલીંગ્સ મલ્ટીમીડીયા મેગેઝીન, સખી, જય હિન્દ માં પણ કવિતાઓ પ્રકાશિત થતી રહે

લાગણી બહુ તરફડે છે
રાત બિચારી રડે છે

હાથની રેખાઓમાં જુઓ
સામટા ગ્રહો નડે છે

તું પહેલો તું પહેલી
અંદરો અંદર લડે છે
દર્શિતા

વધુ વાંચો

રહેવા દે મને કેદી બની તારી સુંદર આંખોના પિજર માં,
સહેવા દે મને કેદી બની તારી સુંદર આંખોના પિજર માં.
दर्शिता

વધુ વાંચો

સમજે એ સ્વજન
અને
સ્વીકારે એ પ્રિયજન
दर्शिता

આપણે જે છીએ અને
જેવાં છીએ તે
દુનિયા માં
બે જ વ્યક્તિ
આપણ ને સ્વીકારી
શકે તે છે આપણાં
માં - બાપ
જેને કહેવાય સાચો પ્રેમ.
દર્શિતા

વધુ વાંચો

# kavyotsav- 2
કસોટી

વરસતા વરસાદમાં મનમીત વ્હાલા સનમનું ,
આગમન જો થાયને ભીંજાઇ જાઉં તો કહું .

જાગરણ માં છે તડપ આવો ન આવો બારણે ,
કલ્પનામાં જોઇને હરખાઇ જાઉં તો કહું .

આદરી છે કૂચ તો રસ્તે સૂરાલયના અમે ,
હોશમાં આવી પછી મલકાઇ જાઉં તો કહું .

પાંપણો ઝૂકી સખી ત્યાં તો મદભરી નીંદમાં ,
સ્વપ્ન થઇ આંખમાં છલકાઇ જાઉં તો કહું .

એકલો ભ્રમર ખુશ્બુ પાછળ ઘેલો પ્રેમથી ,
ફૂલની સાથે હું પણ લજવાઇ જાઉં તો કહું .

મૌસમો બદલાઇ સાકીને ચમનથી ખેલું છું ,
સાંકળોના સિતમથી ઘડવાઇ જાઉં તો કહું .

રુપનો ઘેલો દિવાનો આંખમાં ચકચૂર નશો ,
તે નશામાં નાખુદા બદલાઇ જાઉં તો કહું .

જાદુઇ કારીગરી દેખાય છે ચિત્રકાર ની ,
મૂર્તિની માટી બની લીંપાઇ જાઉં તો કહું .
સખી
દર્શિતા બાબુભાઇ શાહ
અમદાવાદ

વધુ વાંચો

કવિલોક માં મારી કવિતા

ફૂલ કાજે ફૂલ ફોરમ ફેલાવે ,
માગતા મનગમતું માણીગર આપે .

દૂર મંઝિલ ની તલાશે ઊંડી ને ,
આંખથી ઓઝલ સજન થઇ જાય છે.

મોગરા
ચોતરફથી કેટલા બાવળ મને ઘેરી વળે ,
તો ય ઉગાડયા અમે તો મોગરા આંખો મહી ,

વેદનાની વાંસળી વાગે પ્રતીક્ષા વલવલે ,
શ્ર્વાસની પી્છી લઇને હસ્તાક્ષરો ચમકે તહી .

યાદમાં મશગુલ થઇ કવિ પ્રેમનું કાવ્ય લખે ,
સૂર જોડે શબ્દને સંવેદનાની ઇચ્છા રહી .

મોન બેઠા છે મહેફિલમાં દિવાનાઓ ભૂલી ,
ભાન, પૈમાનો જલે શમ્મા ઝંખે ઝાંખી વહી .

આંસુમાં ડૂબેલ લથપથ હૈયું ઠામી પ્રેમને ,
લાગણીપૂર્વક સનમના કાનમાં વાતો કહી .

જો હું તારી યાદમાં ઝાકળ સંગે ઝૂર્યા કરું ,
લાખ કોશીશો કરી પણ પાંપણો ઝૂકી નહી .

વાયરા તો યાદ લાવે છે તમારી એટલે ,
સાંભળીને એમની વાતો કરી નાખી સહી .

નીરખું છું આયનાઓમાં હું મારી જાતને ,
સ્પંદનોમાં સ્મરણોને ચીતરી પાને અહીં

વધુ વાંચો

#
બંધનો

સત્ય ઘટનાઓ ને પણ અફવા લખું,
લાગણીના બંઘનો ભીતર લખું.

સમય વચાળે ભટકતો એકલો,
કલ્પનાની વાત ને અંદર લખું.

આજ ફુંટ્યું છે સરોવર આંખમાં,
ઝંખના વરસી હવે નવતર લખું.

કારણ વગર રેતમાં ચમકે બિદું,
મેઘહીન દીશે સમય સુંદર લખું.

પથ્થરોના બિજ ભેદી વિકસે,
મિત્રતાને આશરો કે ઘર લખું.

વધુ વાંચો