હું વ્યયસાયે લેન્ડસ્કેપ આર્કિટેક છું. કુદરતનાં ખોળે જીવું છું. નવલકથા વાંચવી અને લખવી ખૂબ ગમે. કવિતાઓમાં શબ્દો થકી લાગણી પ્રેમ સાથે પ્રાણ પરોવું છું. હરિકિશન મહેતા અને રઘુવીર ચૌધરી મારાં ગમતાં લેખક છે. હરિકિશન મહેતાનાં લખાણનો ચાહક છું. હવે હું સંપૂર્ણ ફૂલ ટાઈમ લેખન કાર્યજ કરું છું ..ક્યારેક ગાર્ડનિંગ અને શિલ્પ બનાવી મન બહેલાવી લઉ છું. મને પ્રથમ શ્રેણીનો લેખક બનાવવા બદલ હું મારાં વાચક અને શુભેચ્છાકોનો ખૂબ ખૂબ આભારી છું. માતૃભારતી એક મંચ છે જેનાથી મને ઓળખ મળી છે.

સહુ વાચકોને વિનંતી આપનો મત અભિપ્રાય આપશો.🌹🙏🌹

🌹બાત દિલકી...મારા મત અનુસાર..🌹
ભયાનક...ભયંકર...હોરર...
વાત કરું વાર્તા નવલકથાની..
જીવનમાં કોઈ ઘટના બને એનાં ચોક્કસ કારણ હોય છે. પ્રકૃતિ સહુની જુદી જુદી હોય ભલે બધા શ્રુષ્ટિની એકજ પ્રકૃતિમાં જન્મ્યા અને જીવતા હોય.
ભયંકર કે ભયાનક . હોરર લખવું વિચારવું એ પ્રકૃતિની વિકૃતિ હોઈ શકે. કલ્પના અમાપ હોય છે અમર્યાદિત વિચારશીલતાનું નિરૂપણ હોય છે.
ભયાનકતાનું નિરૂપણ કે લખાણ કલ્પના શક્તિ છે એ શેતાની કથાઓનાં પાત્રનું નામ દેશી કે વિદેશી એનાથી ફરક નથી પડતો વાતની રસપ્રચુરતા પર આધાર રાખે છે. દરેકની લખવાની હથોટી જુદી જુદી હોય છે.
મારાં મતે અધારવિહીન કલ્પનાનું કારણ નથી હોતું. માનવજીવનને સ્પર્શતા પ્રસંગોને પ્રેમ લાગણી સાથે પરોવી ભયાનક બનતી ઘટના લખવી મને ગમે છે.અચાનક બનતી ઘટના વિકૃત રીતે શબ્દ શણગાર કરી લખી રજૂ કરવી નથી ગમતી.ભયાનકતા વધુ ભયંકર રીતે લખવી સરળ છે પણ વાસ્તવિકતાનાં સ્પર્શ સાથે લખવાથી એનો રંગ જુદોજ હોય છે એ કાલ્પનિક કરતા વધુ વાસ્તવિક લાગે છે. આપણામાંથી કોઈ સાથે સાચેજ બન્યું હોય એવું લાગે છે.
ભૂત, પલિત, પ્રેત, શેતાન,પિશાચ ,ડાકણ, રાક્ષસનું અસ્તિવ જાણે શ્રુષ્ટિમાં સાચેજ હશે? આવાં નામ ઉપનામ આપણા શાસ્ત્રોમાં કે સંસ્કૃતિમાં જોવા વાંચવા મળે છે. એક હકારાત્મક અને બીજી કાળી નકારાત્મક શક્તિ...પરદેશી ભાષાનાં શબ્દો..ઘોસ્ટ, ડેમન, મોન્સ્ટર ,વિચ,ઘાઉલ ,એવીલ સ્પિરિટ, વેમ્પાયર, આવાં નામ હોઈ શકે.
હોરર કથાઓમાં પણ કોઈ ચોક્કસ હાર્દ હોવું જરૂરી છે કોઈ ચોક્કસ કારણથી આવી નકારાત્મક શક્તિઓ ઉદભવે છે માત્ર ભયાનકતા કે હોરર એમજ વર્ણવી થતું લખાણ હાર્દ વિનાનું લાગે છે...પ્રેમ લાગણી અને વફાદારી કે એની વિરુદ્ધની ક્રૂરતા દગો મળે કે લાગણીને ઊંડો આઘાત પહોંચે પછી જ આવી શક્તિઓ ઉદભવે છે અને ક્રૂરતા ખૂન અને બળાત્કાર જેવી નકારાત્મક ગંદી ઘટનાઓ ઘટે છે.
આજ મારો મત છે એમજ હોરર કે ભયંકર લખાણથી વાર્તા લખવી એનાં કરતા ચોક્કસ કારણ અને હાર્દ સાથે લખવી વધું યોગ્ય લાગે છે જેમાં વાસ્તવિકતાનાં સ્પર્શ સાથે રસપ્રચુર મનોરંજન મળે છે..આવા હાર્દ અને તર્કભીની નવલકથા જરૂર વાંચો.
*ધ કોર્પોરેટ એવીલ અને લવ બાઇટ્સ..*
ખૂબ ખૂબ આભાર.

વધુ વાંચો
epost thumb

Dakshesh Inamdar લિખિત નવલકથા "વાઇલ્ડ ફ્લાવર્સ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/23735/wild-flower-by-dakshesh-inamdar

સર સર કરતો ચઢે પતંગ સહુનો ઊંચે આકાશે.
માંજો અસલ એવો રંગાવ્યો કાપે પેચ સંગાથે.

મકારસંક્રાંતિની ચાલી હવા હર ધાબે અગાશીએ.
રંગબેરંગી પાવલો ઘેંસીયુ ઢાલ દોરીથી સજાવીને.

કિન્નર બાંધી ચઢાવે કાપે આજુબાજુ પેચ લઈને.
કાયપોની પાડીને બૂમ ગજવે ધાબુ દોર પકડીને.

કેટલા પકડે પતંગ સહુ આવે ધાબે બધાં કપાઈને.
ચીકી ઊંધિયું જલેબીની લહેજત ઉડે મકરસંક્રાંતે.

ફીરકી ખાલી કરે સહુ મનાવે ઉત્તરાયણ આનંદે.
"દિલ" જોઈ રહયું પતંગ ભર્યું આભ કોરી આંખે.
દક્ષેશ ઇનામદાર."દિલ".

વધુ વાંચો

પ્રાચીન અને અર્વાચીન સભ્યતા સંસ્કારને પરોવતી પુરાણોક્ત કથાઓનો રસથાળ અસલ સાતત્ય જાળવી *આસ્તિક* શ્રેણીમાં રસપ્રચુર રજુઆત થઈ રહી છે જે બાળકો મોટેરા અને વડીલોને પણ ખૂબ ગમશે જે હાથથી કરેલ ચિત્રોની મોજ સાથે વાંચો વંચાવો. વધાવી લો આસ્તિકને.
*આસ્તિક ધ વંડર બોય.*
https://www.matrubharti.com/book/19903980/astik-the-warrior

-- Dakshesh Inamdar

https://video.matrubharti.com/111638207/trending-video

વધુ વાંચો

*આસ્તિક એક શૂરવીર લડવૈયો..*
ગુરુ જરાતકારું નદી કિનારે હાથીનાં બચ્ચાને બચાવ્યા પછી વરસાદ રોકાયો અને એ આગળ પ્રયાણ કરી રહેલા અને એમને અગમ્ય કોઈ પીડાદાયક સ્વર સંભળાય છે..એ કોની છે પુકાર? મહર્ષિ શું કરે છે? વાંચો *આસ્તિક* શ્રેણીમાં આગળ...
https://www.matrubharti.com/book/19904512/believer-chapter-2

વધુ વાંચો
epost thumb

🌹ll બાત દિલકી...કિધી ક્ષણમાં ll🌹
"વ્યર્જ" ઘણું બધું હોય જીવનમાં.
નક્કી કરવું અઘરું કયું નિર્ણયમાં.
દક્ષેશ ઇનામદાર."દિલ"..

વધુ વાંચો