Hey, I am reading on Matrubharti!

નાટકના ગામડે જીવનનો ચોક છે
મને બનાયો જોકર,, એમા મારો શુ વાંક છે
અહીં ડગલે ને પગલે વળોક છે
સમજો તો સારું બાકી જોકરનો જોકસ છે.

વધુ વાંચો

मंजिल आपको मुबारक,,मै तो मुसाफिर हूं....
जिंदगीकी जंजीरे आपको मुबारक,,मै तो माहिर हूं।

* એકલું વાદળ *
આખા આકાશમાં હું એકલું વાદળ....
હું ભલું ને મારી મોજ ફકીરી,,
તને મુબારક તારી ભીડ રે....ઝાકળ
મને વાહલી મારા ગામની ભાગળ..

નથી મારે કોઈ આગળ-પાછળ..
જ્યાં રહું ત્યાં મારે રોજ અમીરી,,
તને મુબારક તારા રૂપિયા,,કાગળ
ફીકું લાગે બધું મને મારી મસ્તી આગળ..

દુનિયા દોડે ભલે જેટલી આગળ..
મારે રેવું રામ તારી પાછળ પાછળ
આખા આકાશમાં હું એકલું વાદળ..

વધુ વાંચો

* મિત્રો *
મિત્રો તારે પણ છે ને મિત્રો મારે પણ છે
મિત્રો અંજાવે પણ છે મિત્રો અંધારે પણ છે
મિત્રો મિત્રોને સુધારે પણ છે

મિત્રો વારે પણ છે મિત્રો હારે પણ છે
મિત્રો ધારે તો ઉગારે પણ છે

મિત્રો ભીતરે પણ છે મિત્રો ચીતરે પણ છે
મિત્રો જિંદગીના ખેતરે પણ છે

મિત્રો સહારે પણ છે મિત્રો સરાહે પણ છે
મિત્રો જીવનના કિનારે પણ છે. ----

( Happy friendship day )

વધુ વાંચો

કડવું છે પણ એક સત્ય મળ્યું
જેના મોબાઈલમાં જંગલ જીવતું મળ્યું
એના ઘર આગળ એકેય ઝાડ જોવા ના મળ્યું

હમણાં કદી ના વિચાર્યું એવું સૌને જોવા મળ્યું
શહેર વચ્ચે એક પોજરું મળ્યું
જોયું તો... મને એમાં માણસ મળ્યું

ખબર નઈ કેમ..દરેક વ્યક્તિ એકલું મળ્યું
ઝાડ તો સીધું મળ્યું પણ માણસ વોકુ મળ્યું__

વધુ વાંચો

⚫ बारिश ⚫

बारिश आईं थीं पर यु ही रुक गई
कहीं बरसी तो कहीं चुक गई

बहोत खुश हुआ जब पहली बूंद मेरे आंसू में मिल गई
ओर पसीना पोछती हुई हवा जैसे सिने तक उतर गई

पर अब क्यु रुक गई ये धरती तो आधी प्यासी रेह गई
सफर 4महिनो का था ओर इतनी जल्दी ये थक गई

ज्योतिष ने कहा समुद्र से निकलीं है लगता है रास्ता भटक गई
सुबह सपने में भी आईं थीं पर न जाने कहाँ अटक गई

वो काले बादल यही आते थे और ये हवा कहीं ओर ले गई
खेतों में खर्चा भी कर दिया है ओर ये तो धोखा दे गई

कितना सोच के रखा था जगाई हुई उम्मीद भी सो गई
में भी थक कर सो गया हु जैसे मन की मन में रेह गई

सुबह,,,
एक कडाके की आवाज मुझे नींद से जगा गई
फिर ये क्या,,? चमकती बिजली और बूंदोकी बौछार हुई
ओर फिरसे वो बेहती हवा ओर बारिश भी आ गई ।
....

વધુ વાંચો

* જંગલ - મંગલ *
શોધું એકાંતનું અંકુર માત્ર,,,, ને મને આખું જંગલ મળે
તને મુબારક તારી દુનિયા, મને તો જંગલમાં મંગલ મળે

મારા જંગલમાં..
વર્ષોથી અડગ અડીખમ ઉભા એવા ઝાડવાં જોવા મળે
એક બીજાને ટેકો દે ને જો સુકાઈ જાય તો બાળવા મળે
ને તારી દુનિયામાં..!
દેખા-દેખી ને ખેંચા-ખેંચી કરી એકબીજાને પાડતા મળે

મારા જંગલમાં..
રીંછ, દીપડા ને જરખા જતા આવતા સામી છાતીએ મળે
આભુ ભરીને પક્ષી મળે ને જીવ-જંતુ તો માટીએ માટીએ મળે
ને તારી દુનિયામાં..!
ડગલે પગલે દગો મળે ને,, વાતે વાતે વિશ્વાસઘાત મળે

મારા જંગલમાં..
ભમે એને ભોજન મળે ને રહેવા માટે ગુફા ને રાફડા મળે
કુદરતના સો-સો કલર મળે ને જોવા જેવા વન વગડા મળે
ને તારી દુનિયામાં..!
હવનમાંય હાડકા નાખે એવા કાગડા તો કેટલાય મળે

મારા જંગલમાં..
ભલે જોખમ સાથે જીવે જીવ,, તોય આનંદ મંગલ મળે
ને તારી દુનિયામાં..!
જંગલ બચાવાની ખાલી વાતો,,,, ને ડગલે પગલે દંગલ મળે
તને મુબારક તારી દુનિયા મને તો અહીં જંગલમાંય મંગલ મળે.
-- nag

વધુ વાંચો

jay hanuman dada

epost thumb

i love mom dad

epost thumb

ak like bas

epost thumb