...#.... ચાલો તો કાંટાળા માર્ગે જ ,પણ ચીલો એવો ચિતરવો કે એ માર્ગે બીજો સરળતાથી ચાલ્યો જાય ...#....

આ જિંદગી પણ ગજબ મશ્કરી કરે છે...

હંમેશા બે ડગ આગળ થઇ ,

મળેલી ખુશીઓની તસ્કરી કરે છે...

#ઠઠ્ઠો

એ મારી યોગમાયાઓને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ...

...#...શિવ મહાપુરાણ...#...

૧૮ પુરાણોમાંનું એક અનન્ય પુરાણ એટલે શિવપુરાણ.... માહાત્મ્ય એટલું કે આને મહાપુરાણની સંજ્ઞા આપે છે સંતો અને ઋષિ-મુનિઓ.
શિવજીએ સ્વયં શિવમહાપુરાણની રચના કરી છે.અને શ્રી વેદ વ્યાસજીએ તેનું સંક્ષિપ્ત સ્વરુપ આપ્યું છે.આ પુરાણ ૭ સંહિતા,૨૯૭ અધ્યાય અને ૨૪૦૦૦ શ્લોક દ્વારા રચાયેલું છે.
જેનાથી જીવની દશા સુધરે છે.આ કથાના શ્રવણ માત્રથી ભવેભવના પાપોનો નાશ થાય છે.અને જીવ સંસારના સર્વે સુખ પામી અંતે શિવના પરમ પદને પામે છે.જીવની ગતિ શિવમય થાય છે.શિવ અર્થાત કલ્યાણ.જેના નામ માત્રથી સર્વે અભિલાષા પૂર્ણ થાય છે.
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે.ભગવાન શિવના દર્શનની કથા છે.જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે.આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. હત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્‍પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે.શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્‍યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્‍યવસ્‍થાને જોડવાનો રામબાણ ઇલાજ,ભગવાન શિવના ચરિત્રની કથા,એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે.જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે.તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે.બધાના સ્‍વભાવ જુદા જુદા હોવા છતાં ભેગાં મળી કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે.
આજના સમયમાં મોટાભાગના લોકો પૈસાને લગતી સમસ્યાઓથી પીડાય છે,દરેક વ્યક્તિ વધુને વધુ પૈસા કમાવવા માંગે છે,જેના માટે તે સખત મહેનત કરે છે પરંતુ તેમને તેમની મહેનત પ્રમાણે તેમણે ફળ મળતું નથી. પૈસાની અછત રહે છે,પરંતુ શિવપુરાણમાં, આવા કેટલાક ચમત્કારિક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જો કોઈ વ્યક્તિ કરે છે,તો તે તેના જીવન સાથે સંબંધિત સંપત્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.શિવપુરાણ એ એક એવું શાસ્ત્ર છે જેમાં શિવજી અને આ સમગ્ર સૃષ્ટિને લગતા ઘણા રહસ્યો બતાવવામાં આવ્યા છે.
જો તમે તમારા જીવનમાં રોજ શુભ સમય મેળવવા માંગતા હો,અને દરેક મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માંગતા હો,તો રોજ રાત્રે શિવલિંગ સામે દીવો જરૂર પ્રગટાવવો અને જીવનમાં આવતા તમામ કષ્ટો હરવા સાચા મનથી મહાદેવ સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ.

આ વિષયમાં એક કથા પણ કહેવામાં આવે છે,એવું કહેવામાં આવે છે કે,પ્રાચીન સમયમાં ગુણાનિધિ નામનો નિર્ધન માણસ હતો,એકવાર તે ખોરાકની શોધમાં ભટકતો હતો અને રાત પડી ગઈ હતી ,પછી તે એક શિવ મંદિરમાં જાય છે. ગુણાનિધિએ વિચાર્યું કે આ મોડું થઈ ગયું છે, તેથી આ મંદિરમાં આરામ કરવો યોગ્ય રહેશે,પરંતુ રાત્રિનો સમય હતો અને અંધકાર ઘણો હતો, તેથી તેણે મંદિરમાં પોતાના શરીર પરનું વસ્ત્ર કાઢી જલાવી દીધું અને મંદિરમાં અજવાળું કર્યું,એ રાત્રે ભગવાન શિવરાત્રીએ શિવલિંગ સામે પ્રકાશ થયો જેના કારણે ગુણાનિધિને તેના આગલા જન્મમાં ભગવાન કુબેરનું પદ મળ્યું.
આ કથા અનુસાર,વ્યક્તિએ દરરોજ રાત્રે શિવ મંદિરમાં જઇ ભગવાન શિવ સામે દીવો કરવો જોઈએ,પ્રભુ તેને ધન અને સંપત્તિ આપશે,જો તમે નિયમિતપણે રાત્રે શિવલિંગની સામે દીવો પ્રગટાવો.અને દીવો પ્રગટાવતી વખતે “ૐ નમ: શિવાય” મંત્રનો જાપ કરવો.માત્ર આ એક જ પ્રયોગથી તમારા જીવનમાંથી પૈસાની કમી હશે તો દૂર થશે અને મહાદેવના આશીર્વાદ મળશે.
આવા તો અનેકવિધ દ્રષ્ટાંતો અને મનુષ્ય જીવનને ઉત્તમ બનાવવાના સૂચનો આ પુરાણમાં દર્શાવવામાં આવ્યા છે...
તો બસ,મહાદેવની મસ્તીમાં મસ્ત રહો..
ભોળાનું નામ જપતા રહો...શિવમહાપુરાણનો મહિમા ગાતા રહો...

જય ભોળાનાથ...
હર...હર...મહદેવ...હર...

વધુ વાંચો

...#...ભવિષ્યપુરાણ...#...

શિલુજીના સૌજન્યથી...

ભવિષ્યપુરાણ આશરે ૧૪૫૦૦/- શ્લોકો દ્વારા નિર્મિત અને વેદ વ્યાસજી દ્વારા લખાયેલ છે.
ભવિષ્યપુરાણમાં સૂર્યની મહિમા અને વર્ષના ૧૨ મહિના કેવી રીતે થયા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બધા પુરાણોમાં ઘણાં કરીને શિવ-પાર્વતી તથા બ્રમ્હાજી -વિષ્ણુજીની મહિમાનું વર્ણન જોવા મળે છે. પરંતુ ભવિષ્યપુરાણ જ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેમાં "પ્રત્યક્ષ દેવ" એવા "સૂર્ય દેવ"ની મહિમા બતાવવામાં આવી છે.
આ પુરાણમાં સૂર્યદેવને જગતના પાલનકર્તા અને વિધ્વંસકર્તા પૂર્ણબ્રમ્હના રુપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. જેમાં સૂર્યદેવના પરિવાર,એમની અદ્દભુત કથાઓ અને એમને પ્રસન્ન કરવાના તમામ વિધિ-વિધાન બતાવવામાં આવ્યા છે.સાથે સાથે સૂર્યદેવના વિરાટ સ્વરુપનું વર્ણન,દ્વાદશ મૂર્તિઓનું વર્ણન તથા સૂર્યદેવની રથયાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે.

તદુપરાંત આ પુરાણમાં બ્રમ્હા,ગણેશ,કાર્તિકેય,અને અગ્નિ આદી દેવોનું વર્ણન અને એમની વચ્ચે થયેલા સંવાદો દર્શાવવામાં આવ્યા છે.
જુદી જુદી તિથિઓ-નક્ષત્રો અને એમના અધિષ્ઠાતા દેવ તથા એમને પ્રસન્ન કરવાની રીતો -વ્રતો બતાવવામાં આવ્યા છે.
એવી જ રીતે બ્રમ્હચારીધર્મનું નિરુપણ, ગૃહસ્થધર્મનું નિરુપણ,સ્ત્રી-પુરુષોના શુભાશુભ લક્ષણ,સ્ત્રીઓના કર્તવ્ય,ધર્મ,સદાચાર તથા ઉત્તમ વ્યવહારની વાતો દર્શાવવામાં આવી છે
આમાં વિક્રમ-વેતાળના સંવાદો છે.
 આ પુરાણમાં નંદ વંશ, મૌર્ય વંશ, મુગલ વંશ, છત્રપતિ શિવાજી અને મહારાણી વિક્ટોરિયાનું વર્ણન મળે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને સાંબ આખ્યાન છે.
શ્રી કૃષ્ણ - યુધિષ્ઠિર સંવાદ છે...
રાજા શતાનિક અને સુમન્તુ ઋષીના સંવાદ છે.
આમાં નાગપંચમી વ્રતનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. સાત પાતાળ લોક તથા નાગ જાતીના ઉદ્દભવની માહિતી, નાગોના સ્વભાવ તથા એમની વિવિધ જાતી તથા વિષની તિવ્રતા અને ઉપચાર બતાવવામાં આવ્યા છે...
મહાન કથા શ્રી સત્યનારાયણ કથા -વિધિઓનું વર્ણન આમાં જ કરવામાં આવેલું છે.આ કથા સ્કંદપુરાણની કથા કરતાંય વધુ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે.
ભવિષ્યપુરાણનો પ્રતિસર્ગપર્વનો ત્રીજો ખંડ અત્યંત રોમાંચક અને વિસ્મયકારી છે. આમાં રાજા "શાલિવાહન" તથા "ઇસામસિહ"(ઇસુ ખ્રિસ્ત) ની કથાનું વર્ણન છે. એક વખત રાજા શાલિવાહને હિમશિખર પર શ્વેત વસ્ત્ર ધારણ કરેલા સુંદર પુરુષને જોયો. રાજાએ કુતુહલવશ એમનો પરિચય પૂછ્યો તો એ પુરુષે પોતાને "ઇસામસિહ " બતાવ્યો. અને એમના સિદ્ધાંતોનું વર્ણન કર્યું.
રાજા શાલિવાહનની દશમી પેઢીએ "રાજા ભોજ" થયા. એ મહાદેવના અનન્ય ભક્ત હતા.
એમણે મદીનાના(મક્કા) મરુસ્થલમાં ભગવાન મહાદેવના દર્શન કર્યાં.એમની પૂજા-અર્ચના કરી.
ભગવાન શિવના આદેશથી એમણે એ મરુભૂમિનો ત્યાગ કરી ઉજ્જૈનના મહાકાલેશ્વર તિર્થમાં વાસ કર્યો...
આમ આ પુરાણમાં એ સમયે હજુ થઇ પણ નહોતી એ ઘટનાઓનો વિસ્તારપૂર્વક અંદેશો આપવામાં આવ્યો છે. અને હજુ પણ જે નથી થયું એ થવાના અણસાર આપેલા છે..
જો યોગ્ય રીતે આ પુરાણના શ્લોકોનું વિશ્લેષણ કરવામાં આવે તો માણસ ભવિષ્યદર્શન કરી શકે છે...

શુભસ્તુ...

જય ભોળાનાથ....
હર... હર... મહાદેવ.... હર...

વધુ વાંચો

गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा, आ के यहाँ रे।

उस पर रूप तेरा सादा, चंद्रमा ज्यों आधा, आधा जवाँ रे।।

#आधा

વધુ વાંચો

માસિકધર્મ...(પિરિયડ્સ)...
માન્યતાઓ અને તથ્ય....

મહાન પુરુષપ્રધાન સમાજની ઓછી વિચારધારા...સંકુચિતતા...

ઇશ્વરભાઇ... સમાજનું નાક... બોલ્યો વેણ ઝિલવા આખોય સમાજ ખડેપગે. ઇશ્વરભાઇનો બોલ એટલ ઇશ્વરનો બોલ.ખુબ મોભાદાર જીવન જીવ્યું. બધાંમાં અવ્વલ રહ્યા. હવે ઇશ્વરભાઇની ઉંમર થઇ,ઇશ્વરને ઇશ્વરના ધામે જવાના ટાણાં આવ્યા. જીવનકાળની બધી વાતનો સંપૂર્ણ સંતોષ. એટલે જીવ તો મોક્ષ પ્રાપ્તિને આરે આવી જ ગયો...
થયું કે લાવને એકની એક દિકરીના માથે હાથ ફેરતો જાઉં,એટલે જીવ સદ્‌ગતે જાય. બસ અંતિમ ઇચ્છા પૂરી કરવા પહોંચ્યા દિકરીના સાસરે. હોંશે હોંશે ડેલીએ પહોંચ્યા અને સાદ પાડ્યો,"ઢિંગલી ઓ ઢિંગલી..." દિકરી ઘણા વર્ષે પિતાનો સાદ સાંભળી દોડતી આવી અને ઓસરીમાં જ જડ બની ઉભી રહી ગઇ.આંખો ચોધારે વહેવા માંડી....
ઇશ્વરભાઇ પોતાની અંતિમ ઇચ્છા પુરી કરવા દિકરીને હાથ ફેરવા જેવા સમીપ ગયા એવા તો દિકરી બે પગ પાછી ખસી ગઇ...
"હં હં બાપુ મને ના અડતા..."
પણ કેમ દિકરી???
"હું ધર્મમાં છું..."

અહોહો!!! આ શું !!!???
ઇશ્વરભાઇને તો "કાપો તો લોહી ના નિકળે" આવી પરિસ્થિતિ થઇ ગઇ...
જીવનભર સમાજના ખોટા દંભમાં રાચીને આખુંય આયખું બગાડ્યાની અનુભૂતિ થઇ. પોતે જો ધારે તો એક સાદે સમાજને આ "આભડછેટ"ના દૂષણ માંથી બહાર કાઢી શક્યા હોત... હવે તો કયા ભવે છૂટશું? એય મોટો પ્રશ્ન બની ઉભો રહી ગયો,એમની સામે. પોતાના જ બનાવેલા કે ચલાવી લીધેલા સમાજના આવા દૂષણો સામે "આંખ આડા કાન કર્યા ",એણે જ આજે એકના એક કાળજાના કટકાને હાથ ફેરવા ના દીધો...


શું ખરેખર એ સમયે સ્ત્રી અપવિત્ર હોય છે?
શું ખરેખર એની આભડછેટ લાગે?
શું આજના મોર્ડન યુગમાં પણ આ શક્ય છે?
શું આમાં કંઇ સાચું છે? કે બસ માન્યતાઓ?
આવા તો અનેકવિધ પ્રશ્નો છે...
તો સૌથી પહેલાં  આપણે  માસિક  વિશેની  માન્યતાઓ  અથવા ગેરમાન્યતાઓ  અને  આ  સમય દરમિયાન જે તે સ્ત્રી  પર મૂકવામાં આવતા  પ્રતિબંધો  વિશે વાત કરીએ.

માસિક ધર્મ  આવે ત્યારે મહિલા પોતાના પરિવારના પુરૂષોને ન મળી શકે. તેમને રસોડામાં જવાની કે રસોઈને અડવાની ન હોય. એમ પણ  માનવામાં આવે છે કે જો તે અથાણાંનો અડે તો અથાણાં  બગડી જાય. 

માસિક  આવ્યાના  પ્રથમ  બે દિવસ  વાળ  ધોવાની કે કપાવવાની મનાઇ.  તે મંદિર  કે  અન્ય કોઈ  પ્રાર્થના સ્થળે ન જઈ શકે.  આ બધી  પાબંદીઓ  પાછળ  એવી માન્યતા કામ કરે છે કે માસિકમાં  આવેલી સ્ત્રી "અશુદ્ધ"  કે પછી "અપવિત્ર" થઈ  જાય છે.

એવું  નથી  કે આવી  માન્યતાઓ  માત્ર આપણા દેશમાં જ છે. દુનિયાભરના  લોકો આ  બાબતે  જુદી  જુદી  માન્યતાઓ  ધરાવે છે. જેમ કે  પોલેન્ડના  લોકોના મતે પિરિયડ્સ  દરમિયાન  જો  સ્ત્રી  તેના પતિ  સાથે સમાગમ  કરે તો  તેના પતિનું  મૃત્યુ થાય.

અમેરિકા  અને બ્રિટનના  લોકોના  મતે "મહિલાઓ માસિક દરમિયાન  કેમ્પમાં ન જઈ શકે. રખેને રીંછને  દૂરથી જ  તેની વાસ આવી જાય તો ??"
"તમારું  માસિક શરૂ ન થાય ત્યાં સુધી  તમે તમારા વાળને વાંકડિયા ન કરી શકો."

રોમાનિયાના  લોકો માસિકમાં  આવેલી મહિલાઓને  ફૂલોને અડવા નથી દેતા. તેમની માન્યતા પ્રમાણે,"આવા વખતે જો કોઈપણ  મહિલા ફૂલોને  સ્પર્શ કરે તો તે ઝટ મૂરઝાઈ  જાય."

ફિલિપાઈન્સના લોકોની પ્રથમ માસિક  વિશેની માન્યતા તો સાવ અવિશ્વસનીય છે. તેઓ  માને  છે કે,"સૌપ્રથમ વખત આવેલા  માસિકના  રક્તથી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા સુંદર-  સ્વચ્છ બને છે."

કોલંબિયાની  પ્રજાની માન્યતા  મુજબ  પિરિયડ્સ દરમિયાન  ઠંડા પીણાં  પીવાથી પેટમાં  વળ  પડે  છે. 

ઈઝરાયલના  લોકો મહિલાને માસિક  આવે ત્યારે તેના આખા  ચહેરા  પર તમાચા  મારે છે. તેઓ  માને  છે કે આમ કરવાથી  જે તે યુવતીના  ગાલ કાયમ માટે  મઝાના લાલ  લાલ થઈ જાય છે.

મલેશિયાની  પ્રજા  માને છે કે જે  તે સ્ત્રીએ  તેનું ઉપયોગમાં  લેવાયેલું  સેનિટરી  પેડ  ફેંકવા પહેલા ધોઈ નાખવું જોઈએ.  જો તે પોતાનું પેડ ધોયા વિના ફેંકી દે તો તેને ભૂત વળગે  છે.

અહીં એ જાણવું પણ આવશ્યક  થઈ પડે  છે કે મહિલાઓના  પિરિયડ્સ  વિશે  ધાર્મિક પુસ્તકો  શું  કહે  છે.  વિદ્વાનો  કહે  છે કે ધાર્મિક પુસ્તકોમાં  ચોક્કસપણે  કહેવામાં આવ્યું  છે કે માસિકમાં  આવેલી સ્ત્રીએ    સમાગમ  તેમ જ ગૃહકાર્યોથી  દૂર રહેવું  જોઈએ.  તેણે  ઘરના અન્ય સભ્યોથી  અલગ રહેવું જોઈએ. 

પરંતુ તેનો અર્થ એવો  નથી કે આ સમય દરમિયાન  જે તે સ્ત્રી  અપવિત્ર થઈ જતી હોવાથી  તેણે અલગ  રહેવું  જોઈએ.  વાસ્તવમાં  પિરિયડ્સ  દરમિયાનના સ્ત્રીના  સ્વાસ્થ્ય   અને કાર્યશક્તિને  ધ્યાનમાં લઈને આ  પ્રકારની સલાહ આપવામાં આવી  છે. 

પરંતુ આપણે   તેનું  ખોટું  અર્થઘટન  કરીને તે સ્ત્રીને  અપવિત્ર  ગણીએ  છીએ.ધર્મ કહે છે કે આ સમય  દરમિયાન  સ્ત્રી કોઈપણ  જાતની ખલેલ વિના  આરામ કરી શકે એટલા માટે તેને બધાથી  અલગ રહેવાની  ભલામણ  કરવામાં આવે છે. આધુનિક  તબીબો  પણ  ઘણા અંશે  આ  વાત સાથે સહમત  થાય  છે. જો કે તેઓ  ચોક્કસ  પ્રતિબંધો દૂર  કરવાની  તરફેણ  કરતાં  કહે  છે કે, "અગાઉના  સમયમાં  સેનિટરી  પેડ્સ  નહોતા  તેથી જે સ્ત્રીને માસિક  આવે  તેને અલગ  ઓરડામાં  રાખવામાં  આવતી."
પરંતુ  જો આજે પણ આ પ્રથા જારી રાખવામાં  આવે, તો "માસિકમાં આવેલી સ્ત્રી  અપવિત્ર  હોય છે",એ માન્યતાને  બળ મળશે.  વળી આજે  બજારમાં  કંઈકેટલીય  બ્રાન્ડના  સેનિટરી  પેડ્સ  ઉપલબ્ધ  છે. તેનો ઉપયોગ કરતી સ્ત્રીઓ  આસાનીથી  સર્વત્ર હરીફરી  શકે  છે,  કામ કરી શકે  છે, નૃત્ય કે અન્ય સ્ટંટ પણ  કરી  શકે  છે. તેથી તેને ઘરના એક ખૂણામાં  બેસી રહેવાની જરૂર નથી.  હા, તેને  ચોક્કસ  પ્રકારનો આહાર ન આપવા  પાછળનું   કારણ એ છે કે અમુક આહાર  હોર્મોન્સનું   સંતુલન  ખોરવી  નાખે છે. બહેતર  છે કે આ સમય  દરમિયાન  સંતુલિત  આહાર લેવામાં આવે. વધુ પડતા રક્તસ્ત્રાવને લીધે કમજોરી જેવી સમસ્યાઓ આવે છે,એટલે સંપૂર્ણ આરામ અને આહારની એને જરુર છે.
બાકી તો પ્રકૃતિનું રજસ્વલા થવું એટલું પવિત્ર અને આવશ્યક છે જેટલું પુરુષનું ઉત્પન્ન થવું અને થતાં રહેવું. સૃષ્ટીની નિરંતરતા માટેનું આ અતિ પવિત્ર ચરણ છે.આ સમયે સ્ત્રી અપવિત્ર નહીં અપિતુ પૂજનીય છે. ઇશ્વરે આપેલ વરદાનને ધારણ કરનાર એ છે એટલે જ આપણું અસ્તિત્વ છે.
તો મિત્રો, માસિકમાં આવેલી બહેન,દિકરી,વહુને ખોટી માન્યતાઓનો ભોગ ના બનાવતા એ કઠીન સમયમાં એનો સાથ આપવો એ આપણું કર્તવ્ય છે. સમાજને સુધારવો છે તો શરુઆત સ્વયંથી કરો,સમાજ સ્વયં સુધરી જશે.ખરેખર મેન્સીસ એ કોઇ શર્મનાક વાત નથી. બરાબર કાળજી લેવાય તો થોડા આરામ સાથે સ્ત્રી બધા જ કામો કરી શકે છે. નોકરી કરતી સ્ત્રીને દર મહિને ચાર દિવસની રજા કોણ આપવાનું છે? ભણેલી ગણેલી યુવતીને સ્વચ્છતાના પાઠ પઢાવવાની પણ જરૂર નથી. તે બધું સમજે છે અને યોગ્ય રીતે વર્તે છે.

માસિક ધર્મના ૪ દિવસોમાં સ્ત્રીને સહાનુભૂતિ અને થોડા આરામની જરૂર છે,જો આટલું સમાજ સમજી લે તો પણ ઘણું છે.

સ્ત્રી પોતે સમજીને કે તેની શ્રદ્ધારૂપે મંદિરમાં કે રસોડામાં ના પ્રવેશે એ તેની મરજીની વાત છે. પણ તેના પર પ્રતિબંધ મૂકવો એ અન્યાય છે. 


હું તો આ અન્યાય હવે નહી થવા દઉં...
અને તમે?
શ્રાવણમાસમાં આ એક શુભ સંકલ્પ લેશો?

વિચારજો એકવાર...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...

વધુ વાંચો

પ્રભુ શ્રી રામ વંશાવળી...
સોનલજી અને શિલુજીના સૌજન્યથી...


બ્રમ્હાજીના પુત્ર મરીચી
મરીચીના પુત્ર કશ્યપ
કશ્યપના
વિવસ્વાન
વૈવસ્વતમનુ (જળપ્રલય આવ્યો)
ઇક્ષ્વાકુ (અયોધ્યાને રાજધાની બનાવી)
કુક્ષી
વિકુક્ષી
બાણ
અનરણ્ય
પૃથુ
ત્રિશંકુ
ધુન્ધુમાર
યુવાનશ્વ
માંધાતા
સુસન્ધિ
ધૃવસન્ધિ
ભારત
અસિત
સાગર
અસમંજ
આંશુમાન
દિલિપ
ભગીરથ (ગંગાજીને પૃથ્વી પર લાવ્યા )
કુકત્સ્થ
રઘુ (રીતી - પ્રાણ જાય પર વચનના જાય)
પ્રવૃદ્ધ
શંખણ
સુદર્શન
અગ્નિવર્ણ
શિઘ્રગ
મારુ
પ્રશુશ્રુક
અંબરીશ
નહુષ
યયાતિ
નાભાગ
અજ
દશરથ
રામ,લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન


#જ્યોત

વધુ વાંચો

આજનો સમાજ છતી આંખે આંધળો થયો છે...
"શિક્ષાના એકમો બદલાયા,
જ્ઞાનીના માપદંડ બદલાયા...
પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ,
આર્યાવર્તી પ્રજા તરંગી થતાં અતરંગી થઇ..."

કહે છે કે અંગ્રેજો આવ્યા પહેલાં ભારતવર્ષ
ગુરુઓ,ઋષિઓની છત્રછાયામાં વેદજ્ઞાનનું કેન્દ્ર હતું.
નાલંદા,વલભી જેવી મહાન મોટી મોટી વિધ્યાપીઠો ભારતમાં હતી,તો એ દોઢસો વર્ષમાં એવું શું બન્યું કે સમગ્ર વિશ્વને શૂન્ય આપનાર ભારતનો જ્ઞાનભંડોળ શૂન્ય થઇ ગયું. આર્યાવર્તની માતૃભાષા અથવા તો એમ કહું કે સમગ્ર ભાષાઓની જનની એવી "સંસ્કૃત ભાષા" જ વિલુપ્ત થઇ ગઇ? ક્યાં ગયા ચારેય વેદ? ક્યાં ગયા બધા ઉપનિષદ?
ક્યાં ગયા જગતભરથી આર્યાવર્તમાં જ્ઞાન પ્રાપ્તિ માટે આવતા શિષ્યો??
પ્રશ્ન ઘણા છે,ઉત્તર એકપણ નહીં....
બધું બદલાઈ ગયું...
દેશ ગુલામ થયો...
પાછો આઝાદ તો થયો પરંતુ પાંગળો...
"ધડ-માથું/હાથ-પગ વગરનો...
વેદ-પુરાણ/ભાષા-ગુરુ વગરનો..."

નવો દેશ/નવી સવાર/ નવી સંસ્કૃતિ /નવા સંસ્કાર...
આજની પેઢીની ભાષામાં કહું તો -"હાઇબ્રિડ"....
જેમાં કોઇ કસ નહીં,કોઇ સ્વાદ નહીં,
કોઇ સંસ્કાર નહીં,કોઇ જ્ઞાન નહીં"
હા વિજ્ઞાન આવ્યું - શાનું? અરે જ્ઞાનનું જ ને બીજા શાનું?
જેમકે,વિજ્ઞાનમાં શોધ થઇ અને જાણવા મળ્યું કે,"સૂર્ય તો પૃથ્વીથી ૧૪,૯૬,૦૦,૦૦૦ કી. મી. દૂર આવેલો છે...
જે આપણા વેદ-પુરાણોએ સદીઓ પહેલાં જ શિખવ્યું છે કે,"જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ "...
હશે,નવી બોતલમાં પુરાની શરાબ...
અરે તો જ કેફ ચઢે નેએએએએ???
નહીંતર શું... કે મઝ્ઝા ના આવેએએ...

પણ કેફ એવો ચઢ્યો... એવો ચઢ્યો... એવો ચઢ્યો...
કે હજુ ઉતરવાનો નામ નથી લેતો...
સમાજ જાણે છે કે આજ શાળાઓમાં જે ઇતિહાસ
ભણાવવામાં આવે છે એ જીવનમાં ક્યાંય પણ ઉપયોગી નથી. આ તો આપણે બધી ઇ.સ. યાદ ના રાખી શક્યા ને એટલે ચાલો આપણા છોકરાવનેય ધંધે લગાડીયે,એનેય ખબર પડે કે ગાંધીજી કઇ સાલમાં જન્મ્યા એ કેમ યાદ રખાય...
પણ એ'લા... એ'ય...
પાછો વળને...
ગાંધીજી, કઇ સાલમાં જન્મ્યા કે કયા ગોદડામાં જન્મ્યા?
તને યાદ રહ્યું કે ભૂલાઈ ગયું... જે હોય તે...
પણ આજ સુધી કોણે તને પુછ્યું? જ્યારથી તું ભણીને પાછો આવ્યો ત્યારથી કરીને આજ સુધી?
કોઇએ નહીં?
અરરરરર....ભારે કરી આતો...
તો જે ભણ્યો એ નક્કામું જ ને?
હાઆઆઆ...
તું તો જાણીયે ગયો.... કે હારુ લોચો થઇ ગયો...
પણ ફરી પાછું એનું એ... બાળકને તો એજ ઇતિહાસ ભણવાનો જે આપણી એ વખતની સો'કોલ્ડ સરકારે ભણાવવાનો કહ્યો તે...
સૌ કોઇ જાણે છે કે," વગર હથિયારે યુદ્ધ ના જીતાય...
પછી એ કુરુક્ષેત્ર હોય કે ગુલામ ભારત..."
ભગવાન શ્રીકૃષ્ણને જો યુદ્ધક્ષેત્રમાં વિજય માટે શસ્ત્ર ઉઠાવવા પડતા હોય તો "સાબરમતી ના સંત" વગર હથિયારે યુદ્ધ જીતી જાય!!!!??? ખરેખર???
તો નેતાજી સુભાષચંદ્ર બોઝે તો સાવ અમથા જ સેના તૈયાર કરી,જર્મનીમાં હિટલરનો સાથ આપ્યો,અંગ્રેજોને ચારેબાજુથી વેરણ-છેરણ કર્યા..."તુમ મુઝે ખૂન દો,મૈં તૂમ્હે આઝાદી દૂંગા"... આ બધું તો શું હતું???ધતિંગ???
હોઇ શકે... ઇતિહાસ ભણીને આવીયે તો ધતિંગ જ માનવું પડે ને? જો "દેદી હમેં આઝાદી,બીના ખડગ બીના ઢાલ"
આ ભણેલ શિષ્ય તો નેતાજીને" સાવ જ" કહેશે ને???
"સાવજ"તો નહીં જ કહે... સ્વાભાવિક છે...
પણ એ જ શિષ્ય કે વિદ્યાર્થી ભણી ગણીને સમાજમાં આવે. હવે આ સમાજના સામાજિક પ્રાણીઓ આ નવશિખિયાને ગીતાનું જ્ઞાન લેવાનું સૂચવે....
એટલે આ તો ભાઇ એવો ઘૂમરે ચઢે કે ના પૂછો વાત...
બિચ્ચારો એવો અટવાય કે" શસ્ત્ર ઉપાડું કે બીના ખડગ બીના ઢાલ લડું??"
પાછો વિચારે... જો બકા,"બાપુએ ઢાલ વાપરી હોત તો ગોળી ના વાગેત"...બાપુ બે-ચાર વરહ હજુ ખેંચી જાત...
તો ઉઠ અર્જુન,ચલાવ તીર....
લે... હ.... આ તો પાછો અટવાયો...

*મારે કોઇથી કંઇ નથી મિત્રો...
બધા મહાન હતા,આદરણીય હતા,આપણા તો પૂર્વજો એટલે જે હતા એ.. આપણી માટે તો હંમેશા વંદનીય અને પૂજનીય છે. પ્રયાસ ભગતસિંહનો હોય કે ચંદ્રશેખર આઝાદ નો હોય,સુભાષચંદ્ર બોઝ હોય કે સરદાર વલ્લભભાઇ પટેલ હોય... ઉદ્દેશ્ય હતો આઝાદી...
તેઓ પોતપોતાની રીતે લડ્યા...
અને જીત્યા પણ...
પરંતું યોગ્ય શાસક ના અભાવે આપણે અજ્ઞાનતાની મોટી ગુલામીની કેદમાં બંદી બનીને રહી ગયા...
દુર્લભ એવી વેદ જ્ઞાન ની શિક્ષણ પદ્ધતિ નાશ પામી...
આજે આપણે આપણી જ સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાથી વિમુખ થયા છિયે...
૧૦૦ લોકોને પ્રશ્ન પૂછો કે "सीता कस्य सूता"?
૯૯ ઉત્તર - આડા/ ચત્તા/ કે ઊંધા સુતા... એવા જ મળે..
ઇતિહાસ મહારાણા પ્રતાપનો ઉતારવાનો હોય-અકબર નહિં...
છત્રપતિ શિવાજી મહારાજનો ઉતારવાનો હોય- ઔરંગઝેબનો નહિં...
ચંદ્રગુપ્ત મોર્ય,સમ્રાટ અશોક નો હોય- યવનોનો નહિં...
પૃથ્વીરાજ ચૌહાણ /વિર વિક્રમાદિત્ય /શ્રી ક્રિષ્નદેવરાય નો હોય- ફિરંગીઓનો નહીં...

* સારાંશ :-
તમે તમારી સંતાનને ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ આપો...
પણ સાથે સાથે વેદ-પુરાણ,ઉપનિષદ,અને ઉત્તમ ઇતિહાસ નું સર્વોચ્ચ શિક્ષણ પણ આપો...
આજે અકબર/બાબર/હુમાયુની ઓળખ છે આપણને...
પણ શ્રીરામના પિતા દશરથ અને એમના પિતા કોણ??
ખબર નઇ...
હશે કોઇક...
અરે.... હશે!! એટલે? આપણા પૂર્વજો છે યાર...
ચાલો માન્યું કે કોઇયે ભણાવ્યું જ નથી આના વિશે તો...
પણ શું તમેય ક્યારે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો??
આવા તો અનેકવિધ પ્રશ્નો છે મારી પાસે...
પણ એક પ્રશ્નનો
હા કે ના નો ઉત્તર આપજો કમેન્ટબોક્ષમાં...
શું આપ આપણી સંસ્કૃતિ તરફ વળશો ખરાં??

*જય ભોળાનાથ....
*હર હર મહાદેવ.... હર....

વધુ વાંચો

શું આત્માની અદલા-બદલી થઇ શકે?

ઘણા સમયે સમય મળ્યો છે,તો ચાલો આજે કંઈક નવું જાણીએ...

આત્મા...ચેતન...જીવ...
શું બે આત્માઓ એકબીજાના શરીરમાં પ્રવેશ કરી શકે?
ઉત્તર છે ... હા...અવશ્ય કરી શકે છે.
તો ચાલો આ ઉત્તરને યથાર્થ સાબિત કરે એવી કુદરતની અલૌકીક ઘટનાની આજે વાત કરું...

પ્રાણં દેવા અનુપ્રાણન્તિ । મનુષ્ય પરાવરચમે ।

પ્રાણો હિ ભૂતાનુમાયુ: । તસ્મત્સર્વાયુષમુચ્યતે ।

સર્વમેવત આયુર્વન્તિ મે પ્રાણં બ્રહ્મો પાસતે ! પ્રાણો

હિ ભૂતાનામાયુ: તસ્માત્ સર્વાયુષમુચ્યતે ।

અર્થાત્....
દેવ, મનુષ્ય, પશુ અને સમસ્ત પ્રાણીઓ પ્રાણથી અનુપ્રમાણિત છે. પ્રાણ જ જીવન છે એટલે જ એને આયુષ્ય કહેવાય છે. આ જાણીને જે પ્રાણસ્વરૂપ બ્રહ્મની ઉપાસના કહે છે તે ચોક્કસ જ પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરી લે છે.
પ્રાણમય ચેતના અલૌકિક શક્તિથી યુક્ત છે અને નિરંતર અવનવા ચમત્કારો સર્જતી રહે છે. એ આપણા શરીર સાથે જોડાયેલી રહે છે ત્યાં સુધી આપણે જીવિત રહીએ છીએ. જ્યારે આ ચેતના શરીરથી છૂટી પડી પરમ તત્ત્વમાં ભળતી હોય છે ત્યારે કોઇવાર અપ્રત્યાશિત - માન્યામાં ન આવે એવી ઘટના બનતી હોય છે. આવી જ એક અદ્ભુત ઘટના પર દ્રષ્ટિપાત કરીએ...

# એક જ દિવસે, એક જ સમયે દુનિયાના બે વિપરીત છેડાઓ પર આવેલાં સ્થળોએ એકસમાન નામ ધરાવતા બે માણસો ગંભીર રીતે બીમાર પડયા અને મૂર્છિત અવસ્થામાં પહોંચી ગયા. એમના પ્રાણ શરીરમાંથી નીકળી જાય એવી દશા ઊભી થઇ ગઇ. છેલ્લી ઘડીઓ ગણાતી હતી ત્યાં એક ચમત્કાર થયો. એમના પ્રાણ પાછા આવી ગયા.
પણ એક વિચિત્ર બાબત પણ એ સાથે બની. બન્નેના આત્મા અને સૂક્ષ્મ દેહની અદલાબદલી થઇ ગઇ ! એકના પ્રાણ બીજામાં પ્રવિષ્ટ થઇ ગયા અને બીજાના પ્રાણ પહેલાના શરીરમાં પ્રવિષ્ટ થઇ ગયા ! સર્વોપરી ચેતનાથી સંચાલિત આત્માઓનો આ ખેલ વિસ્મયની પરાકાષ્ઠા સર્જે એવો બની રહ્યો... ચાલો, આપણે એ ઘટનાઓને વધારે વિગતવાર જોઇએ...
એ દિવસ હતો ૨૨ સપ્ટેમ્બર ૧૮૭૪નો અને સ્થળ હતું રશિયાના યુરાલ પર્વતીય પ્રદેશનું "ઓરનબર્ગ". ત્યાં રહેતી વ્યક્તિનું નામ હતું "ઈબ્રાહીમ ચારકો". ઈબ્રાહીમ ચારકો એક ધનવાન યહૂદી હતો. ગંભીર બીમારીને કારણે તે અર્થહીન લવારા કરવા લાગ્યો. તેની નાડી તૂટવા લાગી, શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, શરીર ખેંચાવા લાગ્યું અને થોડું તરફડિયાં મારવા લાગ્યું. પણ છેલ્લી ઘડીએ અચાનક પરિસ્થિતિમાં સુધારો આવવા લાગ્યો.
પ્રાણ પાછા આવ્યા હોય એવું લાગવા માંડયું. ભાનમાં આવ્યા પછી તે બધાની તરફ વિસ્મયભરી દ્રષ્ટિએ જોઇ રહ્યો હતો,કેમ કે તેને એ જગ્યા અને લોકો કોણ હતા એની ઓળખાણ પડતી નહોતી. તે લેટિન ભાષામાં બોલ્યો 'તમે કોણ છો ? આ કઇ જગ્યા છે ? મને અહીં કેમ લાવ્યા છો ?'' પણ તેના ઘરમાં કોઇને ય લેટિન ભાષા આવડતી નહોતી. તેમને લાગ્યું કે આ પહેલાની જેમ લવારો કરે છે.

એક દિવસ તેણે કાગળ પર પોતાની વાત લખી. એ કાગળ ભાષાવિશેષજ્ઞોને વંચાવ્યો ત્યારે ખબર પડી કે તે લેટિન ભાષામાં લખાયેલો છે. એ પછી એને સેન્ટ પીટ્સબર્ગની મેડિકલ યુનિવર્સિટીમાં લેટિન ભાષાના જાણકાર "ડૉ.ઓરેલો" પાસે લઇ જવામાં આવ્યો. ઈબ્રાહીમે તેની સાથે લેટિન ભાષામાં કડકડાટ વાતો કરી.

બધાને નવાઇ લાગી કે લેટિન ભાષાનો એક અક્ષરે નહોતો આવડતો એવો ઈબ્રાહીમ ચારકો લેટિનનો જબરદસ્ત જાણકાર કેવી રીતે થઇ ગયો ? તેણે ડૉ.ઓરેલોને કહ્યું - તમે કદાચ નહીં માનો, પણ સાચી હકીકત એ છે કે આ બધા માને છે કે હું ઈબ્રાહીમ ચારકો છું. પણ એ હું છું જ નહીં. હું તો ઉત્તર અમેરિકાના બ્રિટિશ કોલંબિયામાં રહેનારો "ઈબ્રાહીમ ઉરહમ"છું.
મારે એક પત્ની અને બાળક પણ છે.'
પ્રોફેસર ઓરેલોએ ઈબ્રાહીમ ચારકોના કુટુંબીઓને આ વાત કરી.
પણ તેઓ એ માનવા ક્યાંથી તૈયાર થાય ?
એમણે કહ્યું કે,"ઇબ્રાહીમને ભૂતબાધા(વળગાડ) થઇ છે"...
એક દિવસ "ઈબ્રાહીમ ચારકો" કંટાળીને ઘર છોડીને ભાગી ગયો. આજુબાજુમાં ક્યાંય મળ્યો નહીં. ઘરના લોકોએ માની લીધું કે તે વધારે ગાંડો થઇ ગયો હશે અને ક્યાંક નદી-નાળામાં પડીને મરી ગયો હશે. પણ વાસ્તવમાં તો તે બ્રિટિશ કોલંબિયામાં ન્યુવેસ્ટ મિનિસ્ટર જવા નીકળી ગયો હતો.

આ બાજુ બ્રિટિશ કોલંબિયાના ન્યુવેસ્ટ મિનિસ્ટર ખાતે રહેતો "ઈબ્રાહીમ ઉરહમ" પણ ૨૨ સપ્ટેમ્બર ૧૮૭૪ના રોજ એ જ સમયે ભારે બીમાર પડયો હતો અને બેભાન થઇ ગયો હતો. એની પણ અંતિમ ઘડીઓ ગણાતી હતી ત્યાં એના શરીરમાં જાણે પ્રાણ પાછા આવી ગયા હોય એમ એકાએક જીવંતતાં લક્ષણો દેખાવા લાગ્યા હતા.

એ જાગૃત અવસ્થામાં આવ્યો પછી ઈબ્રાહીમ ચારકોની જેમ જ બધાની સામે વિસ્મયથી જોયા કરતો હતો. તે લેટિન ભાષામાં બોલવાને બદલે યહૂદીઓની "હિબુ્ર ભાષા"માં બોલવા લાગ્યો હતો. તે ઘરના કોઇને ઓળખતો નથી એવું ઈશારાથી જણાવવા લાગ્યો હતો. ઘરના લોકોએ માન્યું કે એના રોગને  લીધે આવું થઇ ગયું હશે.

આમ થોડા દિવસો પસાર થયા બાદ રશિયાના ઓરનબર્ગથી ભાગી છૂટેલો ઈબ્રાહીમ ચારકો ત્યાં આવી પહોંચ્યો હતો. એનું શરીર તો ઈબ્રાહીમ ચારકોનું હતું પણ એનો આત્મા, મન અને વ્યક્તિત્વ ઈબ્રાહીમ ઉરહમનું હતું. તેણે લેટિનમાં વાત કરી અને એની પત્ની અને બાળકને ઓળખ્યા એટલું જ નહીં, એમની સાથે ભૂતકાળમાં વિતાવેલી જિંદગીની અંગત વાતો પણ કરી. એની પત્નીએ એ બધી વાતો સાચી છે એમ કબૂલ કર્યું.

તેણે ભારે વિમાસણ અનુભવતાં કહ્યું - 'ચહેરાથી અને શરીરથી તમે મારા પતિથી અલગ પડો છો. મારે તમારા બેમાંથી કોને મારા પતિ માનવા એ એક મૂંઝવણભર્યો પ્રશ્ન બની ગયો છે.' ઈબ્રાહીમ ઉરહમનું શરીર ભલે એનું એ જ હતું પણ એનું મન, ચેતના અને વ્યક્તિત્વ તો ઈબ્રાહીમ ચાહકોના હતા.

ઈબ્રાહીમ ચારકોના કુટુંબીઓ માટે એ પ્રશ્ન થઇ ગયો કે એમણે કોને ઈબ્રાહીમ ચારકો માનવો અને ઈબ્રાહીમ ઉરહમના કુટુંબીઓને માટે પણ એ પ્રશ્ન થઇ ગયો કે એમણે કોને ઈબ્રાહીમ ઉરહમ માનવો. શરીરને કે એની અંદર રહેલા વ્યક્તિત્વને ? કોને નિર્ણાયક સમજવા એનો ઉકેલ કોઇ લાવી ન શક્યું.

ઈબ્રાહીમ ચારકો વિરુદ્ધ ઈબ્રાહીમ ઉરહમના સમાચાર બ્રિટિશ કોલંબિયામાં છપાયા પછી ડૉ. ઓરેલોને ત્યાં બોલાવવામાં આવ્યા. તેમણે ઈબ્રાહીમ ચારકોને જોઇને કહ્યું - 'આ ઈબ્રાહીમને તો હું મળ્યો છું. રશિયન પ્રદેશની ખાસિયતવાળા શરીરમાં તે લેટિન ભાષા બોલતો હોવાથી તેને મારી પાસે લાવવામાં આવ્યો હતો. અને હવે અહીંનો ઈબ્રાહીમ હિબુ્રમાં બોલે છે !'

આત્માની અદલાબદલી કે પ્રાણ પરિવર્તનનો આ કિસ્સો અજબગજબનો છે. કોના અસ્તિત્વને સાચું માનવું ? ઈબ્રાહીમ ઉરહમની પત્નીએ કોને પોતાનો પતિ માનવો ? ઈબ્રાહીમ ઉરહમનું શરીર ધરાવે તેને કે તેના પ્રાણ જેનામાં હતા તે ઈબ્રાહીમ ચારકોને ? ઈબ્રાહીમ ઉરહમની પત્ની રશિયન દેહયષ્ટિવાળા ઈબ્રાહીમને પોતાના પતિરૂપે સ્વીકારવા તૈયાર ન થઇ ! એ રીતે રશિયન કુટુંબના લોકો લેટિન બોલતા ઈબ્રાહીમને પોતાના ઘરની વ્યક્તિ માનવા તૈયાર ન થયા !

એક જ દિવસે અને સમયે મૃત્યુની નિકટની અવસ્થામાં અનાયાસ એક નામધારી બે વ્યક્તિઓમાં થયેલી આત્માની અદલાબદલી એ એક રહસ્યમય ઘટના છે. ઉત્તર અમેરિકાના બ્રિટિશ કોલંબિયાનું ન્યૂવેસ્ટ મિનિસ્ટર અને ઓરનબર્ગ પૃથ્વીના ગોળામાં વિપરીત છેડા પર હોવા છતાં એકદમ સામસામે સીધી લાઇનમાં આવે છે. માનો કે કોઇ લાંબી ખીલી રશિયાના મુરાલના ઓરનબર્ગની ધરતીમાં મારવામાં આવે તો તેેે તેને ભેદીને ન્યૂવેસ્ટ મિનિસ્ટરમાં જ નીકળે !

વધુ વાંચો

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...