એક નવી શરૂઆત
ગીવ મી સમ સનસાઈન, ગીવ મી સમ રેઈન
ગીવ મી અનધર ચાન્સ, વાના ગ્રો અપ વન્સ અગેઇન.
જન્મ થી લઈને અત્યાર સુધી જીવાયેલી આ એક વાર ની જિંદગી માં દરેક લોકો એ ઘણા રંગો જોયા હશે. આ જિંદગી ની આખી Full of Life તો એક વાર જાય છે તે પાછી નથી આવતી. પણ આ ની અંદર સર્જાયેલ કદાચ દરેક વસ્તુ મેળવી શકાય છે, આમાં અમુક રંગો અત્યાર સુધી જોવા ગમ્યા હશે, મતલબ કે સારો સમય આવ્યો હશે, ક્યારેક એવું પણ બન્યું હશે કે જીવવાની ક્ષણો માં આપણે તે આનંદ ન માણી શક્ય હોય, દિલ હસવાનું કહે તો હસી ન શક્ય હોય, ટૂંકમાં જિંદાદિલી થી જીવી ન શક્ય હોય. જિંદગી ને મરજી નહી પણ મજબુરી ની જેમ જીવ્યા હોય. પણ ધિસ ઇસ નોટ રાઈટ વી. આવા ભુતકાળ માં આપણે નિર્ણયો લઇ તો લઈએ છીએ કે મારા માટે આ બરાબર છે પણ, ક્યારેક અડચણો આવી જાય છે, અંદર ગયા પછી ખબર પડે છે કે આ રસ્તો તો મારા માટે હતો જ નહી, આપણી દિશા માં વિકાસ અટકી ગયો હોય તેવું તે સમયે લાગે છે. ત્યારે માણસ પોઝીટીવ ન રહે તો નિષ્ફળતા ઝળકતી દેખાવા લાગે છે. ત્યારે પોતાના ભુતકાળ ને કોષવા લાગે છે. પરંતુ, આ પણ સાચો રસ્તો નથી. ત્યારે એવા વિચારો મગજ માં ઘુસી જાય છે કે, તે સમયે મને થયું તું શું કે મે આવા નિર્ણયો લીધા.
આવા સમયે નીચેની પંક્તિ યાદ રાખવા જેવી છે.
મારાથી થાય શું એ કદી ના વિચારું,
શક્તિ મારી બધી કામે લગાડું,
સંતાન આખર તો સૂર્ય તણું છું. !
કોડિયું નાનું ભલેને હું, સદાયે રહું છું ઝગમગતું !
જિંદગી માં અમુક સમયે ક્યાંક પહોચ્યાં પછી એમ જણાય કે આમાં આપણે નિષ્ફળ ગયા, આ મારા માટે નથી, તો નેવર ગીવ અપ. પરંતુ, ઉપર ની પંક્તિ માં કહ્યું તેમ બધી જ શક્તિ, જેમ મેગ્નીફાયર ગ્લાસ ને એક જ જગ્યા એ સ્થિર પકડી રાખવામાં આવે તો તેની સામેની વસ્તુ માં તે આગ લગાવી મુકે છે, તેમ બધી જ શક્તિ ને એકથી કરી યા હોમ ! કરીને કામે લગાડવાની જરૂર હોય છે. જો સફળતા નાં સોનેરી રંગ ની આડે કોઈ ડાર્ક રંગ પડ્યો હોય તો તેણે હંમેશા માટે હટાવવા માં વ્યસ્ત રહેતા માણસ ને સફળતા ની એ ઝળકતી ઝલક દેખાય છે.બસ.. પાછળ પડી જવું પડે. તો ... ઉઠ હજી તને કોણ રોકે છે... ચલ મંઝીલ કી તરફ ચલે...
ઘણા સેમિનારો અને બુક માં સાંભળ્યું છે કે સફળતા મેળવવી સહેલી છે. પરંતુ, સફળતા સુધી ની જર્ની કદાચ બધા માટે સરખી નથી હોતી.. કોઈક મોડા પડે છે તો બસ છુટી જતી હોય છે.. પરંતુ, ત્યાંથી ઉદાસ થનાર માં ખામી છે, કારણ કે, આ પેલા બિલ ગેટ્સ એ કહ્યું તેના જેવું છે કે,
“તમે ગરીબાઈ માં જન્મ્યા છો તો તેમાં તમારી કોઈ ભુલ નથી,
પણ ગરીબાઈ માં જ મૃત્યુ થઇ જાય તો તે તમારી ભૂલ છે.”
..આ સાચું છે, પણ તેવું ન પણ બને. ખુદ, સૃષ્ટી નાં સર્જનહાર કૃષ્ણ ને પણ અંતે કાઈ તેની જોડે હતું જ નહી તો, આ તો જિંદગી જ નક્કી કરે છે. પણ, આપણે સફળતા નાં સંકલ્પ ની જ જરૂર છે. સફળ થવા માટે તો સફળતા ની જર્ની સહેલી બની શકે જો આત્મ વિશ્વાસ અને કોઈ પણ હદ સુધી કોઈ નાં થી પણ ડર્યા વિના લડી લેવાની તાકાત હોય તો. આવા જ એક ઉદાહરણ છે કેરેલી (karoly takacs) નું. જે ઓલમ્પિક માં નિશાનબાજી શુટર માં પ્લેયર હતો. તે તેમાં નંબર વન ખેલાડી હતો. જે જમણા હાથ થી રમતો હતો, પરંતુ, કમનસીબે તેમનો જમણો હાથ કોઈ એક્સીડેન્ટ માં ન રહ્યો. તેના ભરપુર આત્મવિશ્વાસ થી તેમણે સંકલ્પ કર્યો કે તે હવે પછી ની ઓલમ્પિક ડાબા હાથ થી રમશે, અને જીત મેળવશે. તે જે હાથ થી લખી પણ ન શકતો હતો તેવા હાથ થી તેણે શુટીંગ ની પ્રેક્ટીસ ચાલુ કરી. લોકો એ હવે માની જ લીધું હતું કે હવે કેરેલી ક્યારેય મેદાન માં નહી આવે પણ તે ઓલમ્પિક માં આવશે તેવા સમાચાર થી તેના ફેન માં પાછી ઉત્સુકતા જાગી. પણ કમનસીબે વર્લ્ડ વોર ને લીધે તે ઓલમ્પિક બંધ રહી. કેરેલી તો પણ નારાજ ન થયો તેનું સ્વપ્ન તેણે પૂરું કરવું જ હતું. હવે, તેની ઉંમર પણ વધતી જતી હતી, તો પણ તેણે હિંમત ન હારી, તેણે પછીની ઓલમ્પિક ની રાહ જોય. અને તેમાં બધા પ્લેયર ની સાથે ડાબા હાથ થી રમનારો અને મોટી ઉંમર નો એક માત્ર પ્લેયર હતો. તેમાં તેણે તેનું સ્વપ્ન પૂરું કર્યુ. તેણે તે સ્પર્ધા જીતી લીધી. તે નહિ પણ તેની પછીની પણ બે સ્પર્ધાઓ જીતી લીધી. આ રેકોર્ડ ને આજ સુધી કોઈ તોડી નથી શક્યું. આ હોય છે શરીર ચૂસાય જાય તો પણ અંતિમ હદ સુધી લડી લેવાનો જ્સ્બા. નેવર ગીવ અપ.. ફાઈટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ.
ક્યાંક ખુબ જ સરસ વાચ્યું હતું કે, “એ જ ઉન્નતી કરે છે, જે પોતાની જાત ને ઉપદેશ આપે છે.” ખુબ જ સાચી વાત. પોતાની સફળતા મેળવવાં ની છે તે વાત નજર સમક્ષ રાખી જે વસ્તુ સેહદ માટે સારી નથી તેનો સમજણ પૂર્વક છોડી દેવી તે જ સમજદારી છે. સફળતા મેળવવા માટે વિકાસ નો સંકલ્પ કરનાર શ્રી કૃષ્ણ ભગવાન ખુદ આવા જ હતા. જે રાધાજી ની યાદ માં રડી લેતા. પણ ખુદ ને વિકાસ કરવો હતો, નવું નવું જાણવું હતું. હજુ આગળ જ જવું હતું, તે માટે તેઓ ક્યારેય ફરી પાછા ગોકુળ-વૃંદાવન પાછા ગયા ન હતા. તો આપણે પણ સફળ થવા માટે રોજ રોજ નવું શીખતા રહેવાની અપગ્રેટ થતા રહેવાની ટ્રાઈ કરતી રહેવી પડશે.
આજે તમે ક્યાંક નિષ્ફળ ગયા છો કે પૂરી સફળતા નથી મળતી તો તેના માટે હું માનું છું ત્યાં સુધી સારા માં સારું મોટીવેશન તમારી નજર સામે જ દેખાતું હોય છે. તમે સફળ થઇ ને બદલવા માંગતા હોય, તે પરિસ્થિતિ જ તમારું મોટીવેશન છે. આપણે આગળ હજુ વધવાનું છે. તે જ સાચું, સારું અને અખંડ રહેતું મોટીવેશન હોય શકે.
એટલે જ, હવે થી નહી પણ અત્યાર થી જ સફળતા સુધી જવાની એક નવી જ શરૂઆત કરીએ. આજ સુધી જે થઇ ગયું તે ભલે થઇ ગયું. પણ હવે મગજ નાં ચક્રો ને આપણી ગમતી દિશા માં ફેરવીએ. આજ સુધી થયેલું તે આપણે જવા દો, પણ આવતી કાલ નો સુરજ એ આપણી જિંદગી નો પહેલો સુરજ છે તેમ શરૂઆત કરીએ. ભુતકાળ ની ભૂલોમાંથી કઈક શીખીને, વર્તમાન ને ખુલ્લી આંખ અને જીવંત મગજ સામે રાખીને, ભવિષ્ય ની ભવ્ય થી ભવ્ય કલ્પનાઓ ને સાચેક માં આકાર આપવા માટે સંઘર્ષ રૂપી સફળતા સુધી પહોચવા માટે ધગધગતી શુભ શરૂઆત કરવી જ રહી. જેમાં દિલ થી મગ્ન થઈને, ખુદ ની જાત ને વિકાસ જ દેખાઈ તે રીતે, દરરોજ નું કામ રોજ કરીને, પુરા થતા દિવસે ગઈ કાળ કરતાં વધુ વિકાસ થયો તે જીત નું જશ્ન માનવતા હોવા જોઈએ.
આપણે કર્મયોગી બનવાની જરૂર છે. કામ માં વ્યસ્ત રહેતા શીખવાનું છે. રોજ ની કલાકો કામ કરવાનું છે. ક્યારેક ભુખ – તરસ પણ વેઠવી પડે.. એટલું વ્યસ્ત. અને એટલું મગ્ન થઇ કામ કરવું પડશે. સ્વમુલ્યાંકન કરવું પડશે. તો જ વિકાસ શક્ય છે આ ની સાથે જો સાચે જ પરિશ્રમ જોડાશે તો સફળતા નો સોનેરી રંગ જરૂર ઝબકી ઉઠશે.
તો ચાલો, આપણે એક નવી જ શરૂઆત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ. ભલે નાના માં નાના સ્ટેપ થી ચાલુ કરીશું. થાય તેનાથી વધુ કામ નહિ કરીએ. હાં, થોડું વધુ જરૂર કરીશું. નાના નાના કામ થી ચાલુ કરીશું તો તે પગથીયા બની જશે આ મંઝીલ સુધી પહોચવાના. આજે સંકલ્પ કરો કે ગમે તેવું તોફાન આવે પણ આ જહાજ ને હવે તો રાત અને દિવસ બરાબર પરફેક્શન ને જોડે રાખી ને ચલાવ્યા જ કરવું છે.આ વખતે પાછું વાળી ને નથી જોવું. આ વખતે ગોલ નિશ્ચિત છે. મારી પાસે સમય છે. હું જીત ને પામી ને જ રહીશ.
આ તમારી નવી શરૂઆત હશે એટલે, કદાચ માર્ગદર્શન નહિ પણ સલાહ આપનારા વધુ હશે. આવું જ થાય છે જે કોઈ મળે એ આપણા થી હોશિયાર હોય તેમ સલાહ આપે છે. પણ ત્યારે તમે બરાબર હો તમારી જગ્યા એ તો ક્યાં પ્રોબ્લેમ છે. બાકી તેવા સમયે Be Deaf. કારણ કે, આજે કૃષ્ણ ગીતા સંભળાવવા નથી આવવાના. તેથી આપણે જાતે જ આપણી જાત ને ગીતા નાં ૧૮ અધ્યાય સંભળાવવા નાં છે. યુદ્ધ નો શંખનાદ આપણા જ ઈશારા થી અને આપણા જ દ્વારા થશે. અને આ યુદ્ધ માં લડાશે પણ આપણા થી જ. આજે આપણે જ મહાબાહો છીએ, પોતાને નીચેની કક્ષા નાં ન માનો. પોતાની જાત ને એવું જ હંમેશા કહેતા રહો કે, નાં હું જીતી જ જઈશ. કારણ કે, જીત પણ ભરોસો હોય તો જ મળે છે. બાકી જહાજ થોડું એમ જ બન્યું હશે. વિચારી જો જો આ વિશે.
તો ચાલો થઇ જાઓ તૈયાર આ સફળતા મેળવવા માટે. તે આપણી રાહ જ જુએ છે. બસ, આપણે ઉઠકર ફિર સે ચલના હૈ. અને આ વખતે ખરેખર દોડવાનું છે. શરીર ચૂસાય જાય ત્યાં સુધી. Karoly ની જેમ. આ વખતે આપણે આપણા સફળતા નાં સોનેરી રંગ ને હાથ માં ઝબકતો જોઈ જ લેવો છે. તો, કરી દો શંખનાદ આજ થી જ, લઇ લો શસ્ત્રો હાથ માં. ગણી લો મહેનત ને મહાન. અને કાલ કે કપાલ પે લીખ દો યે ગુલાલ સે કી, “રોક શકતા હૈ કોઈ, તો રોક કે દિખા મુજે, હક છીનતા આયા થા વો અબ છીન કે બતા મુજે.”
સ્પાર્ક – “ચાહ રાહ બના દેતી હૈ”
હાર્દિક રાજા
Email –
Mo - 95861 51261