''પવિત્રતાની ચમક કે પ્રતિષ્ઠાની તાકાત''
આજ આપણે એવા બે શબ્દને આપણા ચર્ચાનો વિષય બનાવીએ જે શબ્દનો નકાબ હંમેશા દરેક વ્યકિતને પહેરીને ફરવો ગમે છે. ગમે છે શું ? દરેક વ્યકિતના હૃવનમાં તે બે શબ્દોની શ્વાસની જેમ જરૂરીયાત હંમેશાને માટે રહેલી હોય છે. હ્મણે હંમેશાને માટે ભુખ જ હોય છે. પછી તે અમીર હોય કે ગરીબ અમીરને વધારે તો ગરીબને તેમની જરૂરીયાત પ્રમાણે, સુખી હોય કે દુઃખી કોઈપણ વ્યકિતને, દરેક વ્યકિતને બીહ્મે શબ્દ પ્રિય છે, પ્રિય શું અતિપ્રિય છે. બીહ્મે શબ્દ માણસ માટે એક બુરખો, એક નકાબ છે.
આ બે શબ્દ એટલે પવિત્રતા અને પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠાની ભુખ દરેકને છે. નાનો હોય કે મોટો. પ્રતિષ્ઠીત વ્યકિત તરીકે ઓળખાવાની દરેકને ઝંખના છે. કોઈપણ રીતે કોઈપણ કાર્ય ારા કે પછી કોઈપણ રીતે અથવા તો કોઈના સહારારૂપે માણસને પ્રતિષ્ઠાનો હાર પહેરવો ખુબ જ ગમે છે, અને કેમ ન ગમે પ્રતિષ્ઠા તો છે જ એવી કે, પ્રતિષ્ઠા બોલતાં પણ શબ્દ પ્રતિષ્ઠાથી ભર્યો લાગે છે.
પરંતુ હૃવનમાં દરેક કાર્યને પ્રતિષ્ઠા પહોંચી વળતી નથી. પવિત્રતા અને પ્રતિષ્ઠામાં પવિત્રતા હોય તો જ પ્રતિષ્ઠા આવે અને ટકી રહે છે. પ્રતિષ્ઠા હોય ત્યાં પવિત્રતા આવેય ખરી અને ન પણ આવે, કોઈપણ મોટા કાર્યને પ્રતિષ્ઠત વ્યકિત કદાચ પુરુ ન પણ કરી શકે, પરંતુ પવિત્ર પુરુષ જરૂર પુરુ કરી શકે છે. પ્રતિષ્ઠા માણસને ધન, વૈભવ, કિર્તી મેળવ્યા પછી મળે છે. જે મેળવવા માટે મહેનત કરવી પડે છે, પરંતુ દરેક પ્રતિષ્ઠત વ્યકિતએ પ્રતિષ્ઠા મહેનતથી જ મેળવી હોય તે શકય ન પણ હોય. પરંતુ પવિત્રતતા માટે, પેલી કહેવત છે ને કે, આપ મુવા વગર સ્વર્ગે ન જઈ શકાય, તમે તમારે ખુદને જ ખુદને પવિત્ર સાબીત કરવી પડે છે.
પ્રતિષ્ઠા પોતાની સાથે અહક્ષમને પણ લઈને જ આવે છે. જેથી કરીને પ્રતિષ્ઠ માણસને કયાંય ને કયાંય તો આ અહક્ષમ ઠોકર ખવરાવે જ છે. પછી તે કોઈનું મંદિર હોય કે મન, કારણ કે અહક્ષમ પોતાનો સ્વભાવ છોડતો નથી. પ્રતિષ્ઠીત માણસને પોતાની પ્રતિષ્ઠા ખરડાવાનો એટલે કે પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર હંમેશા માટે રહેલો હોય છે. કયારેક પ્રતિષ્ઠા મેળવવા માટે માણસ પોતાના રસ્તા પરથી ઉતરતી જતો હોય છે. જયારે પવિત્રતા પોતાની સાથે નમ્રતા, માફી, સમજદારી, જ્ઞાન તેમજ તેજમય હૃવનનો રસ્તો ખોલી આપે છે. પવિત્ર માણસને કોઈની સાથે વેર–ઝેર–રાગ–ેષ રહેતો નથી. તે હંમેશા પોતાની પવિત્રતાથી મહેકતો રહે છે જયાં જશે તેને પણ પોતાની મહેકથી સુગંધીત કરે છે. તે બિનદાસ્ત અલગારીની જેમ હૃવન હૃવી હ્મય છે.
પ્રતિષ્ઠાની બોલી જે કામ નથી કરતી તે પવિત્ર પુરૂષનો આચાર કરી બતાવે છે. પ્રતિષ્ઠા કરતાં પવિત્રતા હંમેશાને માટે આગળ રહેલી છે. આપણે રામાયણમાં પણ હ્મેઈએ છીએ કે, રાવણ અને રામ, રામ પવિત્ર છે તો તેમની પાસે પ્રતિષ્ઠા પણ છે. જયારે રાવણ પ્રતિષ્ઠ છે, તેમની પ્રતિષ્ઠા કયાં કયાં સુધી ફેલાય છે, તેમની સોનાની લંકા, તેમની પાસે દસ માથાની બુધ્ધી. તેમણે કાળને પોતાના ખાટલે બાંધી રાખેલ હતો. કંઈ કેટલીય પ્રતિષ્ઠાના માલીક રાવણ હતા છે અને હંમેશા રહેશે. ખરેખર તે ખુબ જ બુધ્ધીશાળી હતો. તમે કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વગર કહી શકશો કે, તે રામ કરતાં પણ બુધ્ધીશાળી હતો. દસ માથાની બુધ્ધી એટલે વિચારો હ્મેઈએ...
કાળને ખાટલે બાંધેલો હતો આ રાવણે, ત્રણેય લોકના સ્વામી તરીકે પુહ્મતા. તમે જ વિચારો આ કાંઈ ઓછી પ્રતિષ્ઠા કહેવાય ? પરંતુ તેમની પ્રતિષ્ઠાની સાથે અહક્ષમ પણ આગળ આગળ ચાલતો હતો. જે અહક્ષમે તેમના હૃવનમાં આંધીઓનો વરસાદ વરસાવ્યો. તે વરસાદ અને આંધીને અસર તેમને એકને નહીં તેમની સાથે કેટલાયને ડુબાડતી હ્મય છે. હવે હ્મેઈએ તેમની સામે હતા જે વ્યકિત પણ તે સમયના રાહ્મ કહેવાતા જે વનવાસી હતા અને રાહ્મ રામ તરીકે ઓળખાતા હતા. પરંતુ તે પવિત્ર માણસ હતા. વચનના પાા, શાંત અને મર્યાદાની મહેકની છલકતાં શ્રી રામ.
જે રાવણ પાસે પવન માર્ગે જવા માટેનું સાધન પણ હતુું , તે સમયે તેમની લંકા સોનાની હતી તેવું કહેવાતું, તેમજ પ્રતિષ્ઠાની સાથે સધ્ધરતા પણ સમાયેલ હતી. એટલે કે, રૂપીયા, ઝવેરાત પણ અનહક્ષદ હતા. જયારે રામ પાસે તો હતી વાનર સેના તેમ છતાં પણ લંકા નગરી પહોંચવા માટે એક પવિત્ર પુરુષના નામ લખેલ પથ્થરોએ પણ પાણી પર તરીને રામને મદદ કરી. આ પવિત્રતાની તાકાત નહિ તો બીજુ શું. ખરેખર જે કાર્ય એક પવિત્ર માણસ કરી શકે છે તે પ્રતિષ્ઠા નથી કરી શકતી. જયાં પવિત્રતા છે તેનો રસ્તો તો પ્રતિષ્ઠા ગોતી જ લેશે. પવિત્રતા વગરની પ્રતિષ્ઠા તો નુગરી કહેવાય, તેથી તેમનું રહેવું અશકય જ છે. પરંતુ જયાં પ્રતિષ્ઠા હોય ત્યાં પવિત્રતા હોવી જરૂરી પણ નથી. હોય પણ ખરી અને ન પણ હોય ખરી.
પ્રતિષ્ઠાનો સથવારો કયારેય પવિત્રતા નથી લેતી, પવિત્રતાનો હાથ પડકારને કોઈનો ડર રહેતો નથી. નિર્ભય, નિર્મળ બનીને વહેતી નદીની જેમ નિખાલસતાથી હૃવી શકે છે. જેવી રીતે નાના બાળકો હૃવે છે. તે એટલા પવિત્રત હોય છે તેથી તો બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. પવિત્રતાની હૃવતી હ્મગતી મીશાલ જે હંમેશાને માટે તેમના બાળપણમાં પ્રજવલિત રહે છે. જયાં સુધી અણસમજ છે ત્યાં સુધી દુનિયાથી અહ્મણ છે, દુનિયાના સાચા–ખોટાથી અહ્મણ છે, અને એક પાગલ માણસ, તે પણ દુનિયાના નિયમોથી પર હોય છે. શું સાચુ ? શું ખોટુ ? તેને કોઈ મતલબ નથી. તે તો બસ તેમના પાગલપનમાં હૃવે છે.
જેમ જેમ બાળક સમજદાર બનતું હ્મય તેમ તેમના મનમાં સવાલો ઉભા થતા હ્મય, સાચા અને ખોટાની હ્મણ થવા લાગે ત્યારથી તેમના મત–ભેદ ઉભા થવા લાગે છે, અને આ મત–ભેદ જ મનભેદ કરાવે છે, અને મનભેદ રાગ–ેષ–ઈર્ષાને જન્મ આપે છે ત્યારથી જ માણસ પોતાની પવિત્રતાને ખોવા માટે શરૂઆત કરવા લાગે છે, અને પ્રતિષ્ઠાનું બીજ તેનામાં રોપણ થાય છે, તેની ઉંમરની સાથે સાથે તે બીજ વટવૃક્ષ બનીને ઘટાટોપ વડવાઓ સાથે લચી પડે છે. બસ પછી તો તેમની દોડ ફકત પ્રતિષ્ઠા પાછળની હોય છે. તે હર હંમેશ પ્રતિષ્ઠાની પાછળ ભાગતો હરતો ફરતો માણસ બની હ્મય છે.
તમે જ વિચારો હ્મેઈએ જે પવિત્રતા તમને અને તમારી સાથે રહેનાર, તમારી આસપાસ રહેનાર તેમજ તમારા સંપર્કમાં આવનારને પણ અસર કરી શકતી હોય, પવિત્રતાના સહારે રામ જેવા રામ પાણી પર પાળ બાંધીને લંકાએ પહોંચી શકતા હોય તે પણ વાનરોની સેનાના સહારે તો પછી પવિત્રતાની તાકાત પાસે તો પ્રતિષ્ઠાની શું વિસાત. પવિત્રતા મેળવનાર વ્યકિતની પાસે પ્રતિષ્ઠા તો તેમની રીતે જ આવવાની છે. તેને કયાંય ગોતવા જવી પડશે નહિ.
પવિત્રતા તો એ પારસમણી છે કે, તે જેને પણ અડશે તે પણ પારસીમણીમાં રૂપાંતર થઈ જશે. અસ્થીર જળને પણ સ્થીર કરી શકે એટલી તાકાત છે પવિત્રતામાં. પવિત્ર ગંગાજળ નો દરેક સારા કાર્યમાં ઉપયોગ થાય છે, કોઈપણ વ્યકિતને અસર કરેલી અશુધ્ધ તાકાતને દુર કરવા માટે પણ ગંગાજળનો ઉપયોગ થાય છે. આ પવિત્રતાનું હૃવતુંં હ્મગતું ઉદાહરણ છે.
ખરેખર પ્રતિષ્ઠા અને પવિત્રતામાં ઘણો ફર્ક છે. પ્રતિષ્ઠા જેવી ચમકદાર કોઈ ચીજ નથી, કારણ કે પ્રતિષ્ઠાની ચમક પાસે તો કોહીનુરની ચમક પણ ઝાંખી પડે છે, અને પવિત્રતાની તાકાત સામે સાક્ષાત ભગવાનને પણ દર્શન દેવા આવવું જ પડે છે.
લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯