ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન
-ઃ પુરુષોત્તમપ્રકાશ :-
૧
દ ા ે હ ા - ભ િ ક્ ત ધ મર્ સ ુ ત શ્ર ી હ િ ર , સ હ જા ન ં દ સ ુ ખ રૂ પ ।
વિનય સહિત વંદન કરું, પાવન પરમ અનૂપ ।।૧।।
ચિંતવિ ચરણનખચંદ છટા, લખી ઉર અમિત૨ પ્ર ત ા પ ।
વંદુ વિઘ્ન વિનાશકર, હરણ વિપત અણમાપ ।।૨।।
સ્ વ ા િ મ ન ા ર ા ય ણ સ ુ ખ દ , પ્ર ગ ટ િ વ િ દ ત જ ગ સ ૂ ર ।
ત્રિવિધ તાપ અજ્ઞાન તમ, કળિમળ મત કર ચૂર ।।૩।।
અ ા પ ા ે વ ા ણ ી ર સ ભ ર ી , િ વ મ ળ મ િ ત અ િ વ ન ા શ ।
ચરણ વંદી આદર કરું, પુરુષોત્તમપ્રકાશ ।।૪।।
ચોપાઇ=રચુ ગ્રંથ પ્રગટ ગુણ જાુક્તરે,કૃપા કરો હરિજન મુક્તરે ।
આ ગ્રંથ પ્રગટ પર જાણીરે, લેજ્યો પ્રગટ મહિમા ઉર આણીરે ।।૫।।
નામ પુરુષોત્તમ પ્રકાશ રે, પુરુષોત્તમ મહિમા નિવાસ રેે ।
પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે ।।૬।।
એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન પાર રેે ।
નવ પો’ચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મકુમાર રે ।।૭।।
જેને નિગમ નેતિ નેતિ કહે રે, અલ્પબુદ્ધિ પાર કેમ લહે રેે ।
એના ચરણ કમળ પરતાપ રે, કરું કંઇક અમાપનો માપ રે ।।૮।।
લખું દિશમાત્ર તે વિચારી રે, કૃપા કરજ્યો સંત સુખકારી રે ।
જ્યાં રે’છે સદા સુખકારી રે, વરણવું ધામ તે મૂર્તિ સંભારી રે ।।૯।।
શ્રીગોલોક ધામ મોઝાર રે, અક્ષરધામ છે હરિનું સાર રે ।
કોટિ રવિ શશિ તડિત અનળ રે, તેમના તેજથી અતિ નિર્મળ રે ।।૧૦।।
એ છે પરમ દિવ્ય અતિશ્વેત રે, સચ્ચિદાનંદ રૂપનિકેત રે ।
જેને બ્રહ્મપુર કહે અમૃતધામ રે, પરમપદ આદિ અનંત નામ રે ।૧૧।।
જેને કે’છે બ્રહ્મ ચિદાકાશ રે, એમાં સદાય શ્રીહરિનો વાસ રે ।
એ શ્રીકૃષ્ણનું અક્ષરધામ રે, પરમ પાવન પૂરણ કામ રે ।।૧૨।।
એમાં સદાય શ્રીહરિ વિરાજે રે, નિરખિ કોટિ કામ છબિ લાજે રે ।
એ છે પુરુષોત્તમ અધિરાય રે, વાસુદેવ નારાયણ કે’વાય રે ।।૧૩।।
પરમાત્મા પરબ્રહ્મ નામ રે, બ્રહ્મ ઇશ્વર પરમેશ્વર શ્યામ રે ।
કહે વિષ્ણુ વૈકુંઠપતિ સ્વામી રે, એ છે અનંત નામના નામી રે ।।૧૪।।
એ છે અક્ષરપર અવિનાશ રે, સર્વકર્તા નિયંતા નિવાસ રે ।
કારણકારણ કળા વિકાશ રે, અંતરજામી નિર્ગુણ સ્વયંપ્રકાશ રે ।૧૫।।
એ છે સ્વતંત્ર સર્વાધાર રે, એવા ભક્તિ ધર્મના કુમાર રે ।
અનંત કોટી મુક્ત બ્રહ્મરૂપ રે, તેમને ઉપાસ્યા યોગ્ય અનુપ રે ।।૧૬।।
અનંત કોટિ બ્રહ્માંડની જેહ રે, ઉત્પત્તિ સ્થિતિ લય કહિએ તેહ રે ।
એવી લીળા જેની અતિ સાર રે, એવા ધર્મકુંવર કિરતાર રે ।।૧૭।।
માયા પુરુષ કૃતાંત અનાદિ રે, પ્રધાનપુરુષ મહત્તત્ત્વ આદિ રે ।
એ આદિ અનંત શક્તિધાર રે, એના પ્રેરક ધર્મકુમાર રે ।।૧૮।।
અનંત કોટી બ્રહ્માંડના જેહ રે, સ્વામી રાજાધિરાજ છે તેહ રે ।
સદા કિશોરમૂર્તિ શોભાધામ રે, પરમ પાવન પૂરણકામ રે ।।૧૯।।
દેખી કોટિ રતિપતિ૫ લાજે રે, મેઘ નવીન શ્યામ છબી છાજે રે ।
ભક્તવત્સલ મહા ભયહારી રે, એવા ધર્મકુંવર સુખકારી રે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ
વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પ્રથમઃ પ્રકારઃ ।।૧।।
દ ા ે હ ા - સ ુ ં દ ર મ ૂ ર્િ ત શ્ર ી હ િ ર , લ ા વ ણ્ ય ત ા ન ુ ં ધ ા મ ।
દયાસુધા પૂરિત નયન, નટવર છબી ઘનશ્યામ ।।૧।।
શ ા ે ભ ા ક ી ર િ ત ઉ દ ા ર ત ા , અ ન ં ત ભ ુ વ ન ન ી અ ા ય ।
ઉમંગ ભરિ ઉદે થઇ, નવ નીરદ તનમાંય ।।૨।।
ન વ ર સ ન વ મ ૂ ર્િ ત ધ િ ર , અ ા િ ણ અ ન ુ પ મ હ ે ત ।
સજલ જલદ શ્યામ તનુ, મન કર્મ કર્યું નિકેત ।।૩।।
વ સ્ ય ા વ ા સ જ ુ ક ત ે ક િ ર , ન વ ર સ ન વ ે પ્ર ક ા ર ।
ભ્રકુટિ નેત્ર મુખહાસ ગતિ, ઉર તન બાહુ ઉદાર ।।૪।।
ચોપાઇ-નવ રસને જાણિ નિજ દાસરે, આપ્યો નિજ તનમાંહિ નિવાસરે
રૂદ્ર વીર ભયાનક તિનરે, વસે ભ્રકુટિમાંહિ પ્રવિન રે ।।૫।।
રસ શૃંગાર વસે તનમાંઇ રે, કરુણા શાંતિ નેણે સુખદાઇ રે ।
રસ હાસ્યને અદ્ભુત કા’વે રે, હરે ચિત્ત હરિ હેતે બોલાવે રે ।।૬।।
રસવિષે અસુર રહ્યા મોઇ રે, હરિનાં દિવ્ય ચરિત્રને જોઇ રે ।
એમ રસને અમિત અલંકાર રે, ધર્યા નિજ ઇચ્છાએ અપાર રે ।।૭।।
રસ અલંકાર તે વિનાય રે, હરિનું રમણીય રૂપ સદાય રે ।
દિવ્ય અમાયિક અભિરામ રે, હરિનું રૂપ સદા છબિધામ રે ।।૮।।
કરે ગ્રણ જ્યારે કિરતાર રે, શોભા પામે રસ ને અલંકાર રે ।
વસ્ત્ર ભૂષણ વાહન જેહ રે, કરે ગ્રહણ શોભે ત્યારે તેહ રે ।।૯।।
સદા પુરણકામ મોરાર રે, કરે ભક્તભાવે અંગીકાર રે ।
ઉપમા અલંકાર દેવાની રીત રે, ભક્તભાવ જણાયે પ્રીત રે ।।૧૦।।
કોટિ કામતણી છબિ છાજે રે, હરિનું હસવું જરા જોઇ લાજે રે ।
હરિનાં દિવ્ય વસ્ત્રને જોઇ રે, લાજે તડિત ચામીકર દોઇ રે ।।૧૧।।
હરિનાં અમૂલ્ય આભૂષણ જોઇ રે, રહ્યા સુર નર મુનિ મન મોઇ રે ।
કરણે કુંડળ મકરાકાર રે, મહાતેજતણો અંબાર રે ।।૧૨।।
નિરખિ લાજ પામ્યા વારમવાર રે, વસ્યા રવિ શશિ ગગન મોઝારરે ।
શોભાસાગર શોભાના ધામ રે, ભક્તવત્સલ દીનબંધુ નામ રે ।।૧૩।।
રસરૂપ ગુણાકર દેવ રે, મહામુક્ત કરે જેની સેવ રે ।
સર્વ સુખમય મૂર્તિને જાણિ રે, મહામુક્ત ધારે ઉર આણિરે ।।૧૪।।
જોઇ રૂપછટા સુખદાઇ રે, રમા રાધા કરે સેવકાઇ રે ।
તજી ચંચળતા રમા પ્યારી રે, સેવે સ્થિર થઇ સુકુમારી રે ।।૧૫।।
શું હું વર્ણવું રસના એક રે, અલ્પ બુદ્ધિ વિચાર વિવેક રે ।
સહસ્રવદન પાર નહિ પાવે રે, શુક નારદ નિગમ નિત્ય ગાવે રે ।।૧૬।।
એવા કૃષ્ણ કમળ દલ નેણ રે, મુખ મધુર મનોહર વેણ રે ।
અઘમોચન લોચન વિશાળ રે, કૃપાસિંધુ શ્રીકૃષ્ણ કૃપાળ રે ।।૧૭।।
ચાલે સુંદર ગજગતી ચાલ રે, લાજે નિરખીને રાજ મરાલ રે ।
કર લટકાં જોઇને જન રે, પામે આનંદ સ્થિર થાય મન રે ।।૧૮।।
એવા દિવ્યવિગ્રહ દીનાનાથ રે, ભેટે મુક્ત મુનિને ભરિ બાથ રે ।
સદા પ્રસન્ન પ્રપન્ન પ્રતિપાળ રે, કરે ચરિત્ર દીનદયાળ રે ।।૧૯।।
વા’લો અક્ષરધામના ધામી રે, અસંખ્ય મુક્તતણા એક સ્વામી રે ।
સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે રે, સર્વોપરિ શ્રીહરિ છાજે રે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વિતીયઃ પ્રકારઃ ।।૨।।
દોહા - શોભા સાગર સુખ સદન, રમા રમણ ઘનશ્યામ ।
કંદર્પ દર્પ વિમોચન, પરમપુરુષ અભિરામ ।।૧।।
રાજત મસ્તક દિવ્ય અતિ, કિરીટ મુગટ કમનીય ।
અતિ ચતુરાઇએ જુક્ત છે, શોભા સરસ બનીય ।।૨ ।।
ન ા ન ા ર ત્ ન વ ૈ દ ૂ યર્ મ િ ણ , ક ા ૈ સ્ ત ુ ભ સ્ ફ િ ટ ક પ ી ત ।
ઇંદ્રનીલ મર્કતમણી, મણિગણ કણ અગણિત ।।૩।।
ગ જ મ ા ે ત ી ગ ણ છ ી પ સ ુ ત , પ ન્ન્ ા ા પ ી ર ા ે જા લ ા લ ।
વર પોખર માણિક મધ્યે, કંચન જડીત પ્રવાલ ।।૪।।
ચોપાઇ-એવી શોભા મુગટની જોઇ રે, રહ્યાં મુક્ત તણા મન મોઇ રે।
એવો મુગટ ધર્યો છે માથ રે, રૂડા શોભે છે મુક્તોના નાથ રે ।।૫।।
કર્યું કેસર તિલક ભાલ રે, વચ્ચે કુંકુમ ચંદ્રક લાલ રે ।
શોભે અધર અરુણ પ્રવાલ રે, મૃગમદની ટીબકડી છે ગાલ રે ।।૬।।
શરદઋતુ તણું જે કમળ રે, પરમ પુનિત અરુણ અમળ રે ।
તેની પાંખડી સરખાં શોભિત રે, અણીયાળાં લોચન ચોરે ચિત્ત રે ।૭
નેણે વરષે અમૃત અવિનાશ રે, કરે પાન નિત્યે નિજ દાસ રે ।
નિરખી નેણાં તૃપ્ત ન થાય રે, તેમને કલ્પ પલક સમ જાય રે ।।૮।।
શોભે ગલુબંધ કૌસ્તુભ મણિ રે, શોભા સરસ જોયા જેવી બણિ રે ।
રૂડું સરસ સુગંધીમાન રે, એવું શિતળ ચંદન ગુણવાન રે ।।૯।।
તેણે ચરચ્યાં છે સર્વે અંગ રે, નિરખિ લાજે કોટિ અનંગ રે ।
એવી શોભાને ધરતા શ્યામ રે, પુરુષોત્તમ પૂરણકામ રે ।।૧૦।।
આજાનુ ભુજા અભિરામ રે, બાંધ્યા બાજુ શોભે સુખધામ રે ।
મણિનંગ જડીત બાજુ રાજે રે, જોઇ કોટી રવિ શશિ લાજે રે ।।૧૧।।
કર પોંચી કનક કડાં શોભે રે, વેઢ વીંટી જોઇ મન લોભે રે ।
ઉર ઉતરી મોતિની માળા રે, શોભે રાજીવ નેણ રૂપાળાં રે ।।૧૨।।
જોઇ શોભા અંગોઅંગ તણી રે, થયો મૂર્છિત રતિનો ધણી રે ।
મલ્લિકા માલતી રાય વેલી રે, જાઇ જુઇ ને ચંપા ચંમેલી રે ।।૧૩।।
ક ુ ં દ ક ે ત ક ી બ ક ુ લ ન ે ન ુ ત ર ે , પ ા ે પ પ ા િ ર જા ત પ્ર સ ૂ ત ર ે ।
નવ કંજ કેસર સેવતિ રે, ગુલછવિ ગુલદાવદી અતિ રે ।।૧૪।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
એવાં પુષ્પ સુગંધિ સાર રે, ગણતાં ન આવે વાર ને પાર રે ।
એનાં ભૂષણ રચિ અતિ ભારી રે, પૂજે રાધા રમા સુકુમારી રે ।।૧૫।।
એવી શોભાને ધરતા દયાળ રે, શોભે ભક્તતણા પ્રતિપાળ રે ।
ગ્રહિ કર વર વેણુ મુરારી રે, ધરી અધર મધુર સ્વર કારી રે ।।૧૬।।
કરે મધુરે મધુરે સ્વર ગાન રે, સુણી શ્રવણ છુટ્યાં મુનિ ધ્યાન રે ।
સપ્ત સ્વર સરસ ત્રણ ગ્રામ રે, એકવીસ મુર્છના વિશ્રામ રે ।।૧૭।।
તાળ કાળ માન ગતિ જાણિ રે, બાવિશ સુરતિના ભેદ આણિ રે ।
આરોહિ અવરોહિ લેછે રે, અસ્તાઇ સચાઇ કે’છે રે ।।૧૮।।
છો રાગ ને બત્રિશ રાગણિ રે, છત્રીશ કે’છે કવિ ભણિ રે ।
તેના નામ રીતુ સ્વર તાલ રે, વસ્ત્ર ભૂષણ રૂપ રસાલ રે ।।૧૯।।
એમ વેણુમાં ગાયે વિહારી રે, સુખ આપે છે શ્રી ગિરિધારિ રે ।
એમ ગોપ ગોપીના નાથ રે, શ્રીદામાદિ સખા છે સાથ રે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે તૃતીયઃ પ્રકારઃ ।।૩।।
દ ા ે હ ા - ચ ક્ર સ ુ દ ર શ ન અ ા િ દ જ ે , અ ા ય ુ ધ મ ૂ ર્િ ત મ ા ન ।
દિવ્ય દેહે સેવે સદા, પ્રભુપદ પરમ સુજાન ।।૧।।
ન ં દ સ ુ ન ં દ શ્ર ી દ ા મ વ ર , શ ક્ર ભ ા ન ુ શ િ શ ભ ા ન ।
એ આદિક અસંખ્ય ગણ, રૂપ ગુણ શીલવાન ।।૨।।
સ ે વ ત પ્ર ભ ુ પ દ પ્ર ી ત ક ર ી , પ ા ષ્ ાર્ દ પ ર મ પ્ર િ વ ર ।
રાજત સદા સમીપમાં, મહા સુભટ રણધીર ।।૩।।
ક ા ે િ ટ ચ ં દ્ર ર િ વ સ મ દ્ય ુ િ ત , ન વ ન ી ર દ ત ન મ ા ં ય ।
નિરખિ નાથ શોભાનિધિ, આનંદ ઉર ન સમાય ।।૪।।
ચોપાઇ-અનંતકોટિ કલ્યાણકારી ગુણરે, તેણે યુક્ત છે મૂરતિ તરુણરે।
ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય આદિ રે, નવ નિધિ સિદ્ધિ અણિમાદિ રે ।।૫।।
એ આદિક ઐશ્વર્ય અપાર રે, સેવે પ્રભુપદ કરી પ્યાર રે ।
મૂર્તિમાન વેદ ચારે ગાય રે, હરિનાં ચરિત્ર કીર્તિ મહિમાય રે ।।૬।।
વાસુદેવાદિ વ્યૂહ અનુપ રે, કેશવાદિક ચોવીશ રૂપ રે ।
વારાહાદિક બહુ અવતાર રે, એ સર્વના હરિ ધરનાર રે ।।૭।।
એવા શ્રીહરિકૃષ્ણ ભગવાન રે, પુરુષોત્તમ કૃપાનિધાન રે ।
આજે ઐશ્વર્ય સર્વે કે’વાય રે, તેણે યુક્ત થકા હરિરાય રે ।।૮।।
ભુવિપર એકાંતિક ધર્મ રે, તેને પ્રવર્તાવવો એ છે મર્મ રે ।
બદ્રિકાશ્રમને માંઇ રે, થયો શાપ અતિ દુઃખદાઇ રે ।।૯।।
ઋષિ દુર્વાસાને શાપે કરી રે, ભુવિ પ્રગટ્યા મનુષ્ય તનુ ધરી રે ।
નિજ એકાંતિક ભક્ત જાણી રે, ભક્તિ ધર્મ ઉપર હેત આણિ રે ।૧૦
વળિ મરિચ્યાદિક ઋષિરાજ રે, હરિના એકાંતિક ભક્ત સમાજ રે ।
અસુરગુરુ રૂપ થકી ભારી રે, તેમની રક્ષા કરવાને મુરારી રે ।।૧૧।।
ભક્તિ ધર્માદિકને દયાળ રે, સુખ આપવા પરમ કૃપાળ રે ।
નિજ પ્રબળ પ્રતાપે કરિ રે, અસુરગુરુ નૃપનો મદ હરિ રે ।।૧૨।।
એમનો નાશ કરવાને કાજ રે, શસ્ત્ર ધાર્યા વિના મહારાજ રે ।
કરવા નાશ તે સર્વે ઉપાય રે, નિજ બુદ્ધિબળે મુક્તરાય રે ।।૧૩।।
ગ્રહિ કળીબળને વારમવાર રે, પામ્યો અધર્મ વૃદ્ધિ અપાર રે ।
તેનો કરવા અતિશે નાશ રે, કરવા સુખિયા સર્વે નિજદાસ રે ।।૧૪।।
નિજ દર્શ સ્પર્શાદિકે કરી રે, વળી રચી વચનરૂપ પતરી રે ।
કરવા અનેક જીવનોે ઉદ્ધાર રે, ઇચ્છા કરી ધરવા અવતાર રે ।।૧૫।।
નિજધામ પમાડવા સારુ રે, દેવા અખંડ સુખ ઉદારુ રે ।
ઉર ધારી અચળ એવી ટેક રે, એવા પરમ દયાળ છે એક રે ।।૧૬।।
કરવા કરુણા કળિમધ્યે ભારી રે, દીનબંધુ દયા દિલ ધારી રે ।
મોટો અર્થ વિચાર્યો છે એહ રે, કરવા અભય નારી નર તેહ રે ।।૧૭।।
એમ પૂર્ણ પુરુષોત્તમ રાય રે, દિધો કોલ વૃંદાવનમાંય રે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
ભક્તિ ધર્મને આપ્યું વચન રે, સત્ય કીધું તે જગજીવન રે ।।૧૮।।
કોશળદેશ અયોધ્યા પ્રાંત રે, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત રે ।
ધર્યો નર વિગ્રહ સ્વછંદ રે, પરમ પાવન પરમાનંદ રે ।।૧૯।।
શ્રીનારાયણ ઋષિરૂપ રે, થયા પ્રગટ તે પરમ અનુપ રે ।
થયા ભક્તિ ધર્મના બાળ રે, શ્રીકૃષ્ણ ભક્ત પ્રતિપાળ રે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્થઃ પ્રકારઃ ।।૪।।
દોહા - ભક્તિ ધર્મને ભુવને, થયા પ્રગટ પૂરણ બ્રહ્મ ।
આપ ઇચ્છાએ આવિયા, જેને નેતિ કહે નિગમ ।।૧।।
સ ુ ં દ ર દ ે શ સ ર વ ા ર મ ા ં , છ પ ૈ ય ા છ બ ી ન ુ ં ધ ા મ ।
તિયાં પ્રભુજી પ્રગટ્યા, પુરુષોત્તમ પૂરણકામ ।।૨।।
સંવત અઢાર સાડત્રિશના, ચૈત્રશુદિ નવમીને દિન ।
તે દિન જીવન જનમ્યા, ભક્ત ભયહારિ ભગવન ।।૩।।
વસંત ઋતુ વિરોધિ સંવત્સર, ઉત્તરાયણ અર્ક અનૂપ ।
શુક્લ પક્ષ પુષ્ય નક્ષત્રે, સોમવાર તે સુખરુપ ।।૪।।
ચોપાઇ-વૃશ્ચિક લગ્ન ને કૌલવ કરણરે, યોગ શુક્રમાં દુઃખ હરણરે
દશ ઘડી રૂડી રાત્ય જાતાં રે, સુખ સેજમાં સુતાં’તાં માતા રે ।।૫।।
તે સમે પ્રગટ્યા મહારાજ રે, કરવા અનેક જીવનાં કાજ રે ।
વ્યોમે વિબુધ વાજાં વજાવિ રે, કરે દર્શન વિમાન લાવિ રે ।।૬।।
સુરવનિતા ગાય વધાઇ રે, અતિ મોદ ભરી મનમાંઇ રે ।
મંદ સુગંધ શીતળ વાય રે, વાયુ સુંદર જન સુખદાય રે ।।૭।।
સ્વર્ગ શોભી રહ્યું છે અપાર રે, થાય જયજય શબ્દ ઉચ્ચાર રે ।
કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે, વર્ષે સુગંધિ સુમન સુંદર રે ।।૮।।
તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે, ગાયે ગાંધર્વ અપ્સરા ગાન રે ।
થયા નિર્ધૂમ યજ્ઞ હુતાશન રે, હવાં નિર્મળ જનનાં મન રે ।।૯।।
એમ અમર પામ્યા આનંદ રે, તેમ ભૂમિ મગન જનવૃંદ રે ।
ગાય ઘરઘર મંગળ વધાઈ રે, હરષ ભરી માનિની મનમાંઇ રે ।।૧૦।।
રહ્યો ચૌદિશે આનંદ છાઇ રે, પ્રભુ પધારિયા ભૂમિમાંઇ રે ।
કરવા કોટિકોટિનાં કલ્યાણ રે, પોતે પધાર્યા પરમ સુજાણ રે ।।૧૧।।
માત તાત પામ્યાં છે આનંદ રે, જોઇ પુત્ર તે પૂરણ ચંદ રે ।
મનોહર મૂર્તિ મરમાળી રે, થાયે મન મગન જન ભાળી રે ।।૧૨।।
જેજે જુવે છે નયણાં ભરિને રે, તેનાં મન ચિત્ત લેછે હરિને રે ।
મુખ મૃગાંકસમ સુખ દેણ રે, શોભે કર ચરણ ચારુ નેણ રે ।।૧૩।।
અંગોઅંગ શોભા છે અનૂપ રે, નખ શિખ છબી સુખરૂપ રે ।
જોઇ સફળ કરે જન જન્મ રે, એવિ રૂપાળી મૂર્તિ છે રમ્ય રે ।।૧૪।।
જુવે હેતે જે જન હુલસિ રે, તેના અંતરમાં જાયે વસિ રે ।
પછી વિસાર્યા પણ ન વિસરે રે, સુતાં બેઠાં સદાયે સાંભરે રે ।।૧૫।।
એવી મૂર્તિ આજ અલૌકિક રે, ધરી બહુની ટાળવા બીક રે ।
સહુ ભક્તજનને સુખ દેવા રે, આપે અક્ષરપતિ થયા એવા રે ।।૧૬।।
દિન દિન પ્રત્યે જો દયાળ રે, વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે ।
મુખહાસે જુક્ત છે હમેશ રે, શોભે છે બહુ બાલુડે વેષ રે ।।૧૭।।
રુવે નહિ રાજી રહે ઘણું રે, તેણે મન હરેછે સહુતણું રે ।
સુખમય મૂર્તિ મહારાજ રે, આવ્યા સૌને સુખ દેવા કાજ રે ।।૧૮।।
મોટે ભાગ્યે આવ્યા ભગવાન રે, દેવા સૌ જનને અભેદાન રે ।
જેમ આવ્યા છે ધામથી ધારી રે, તેમ તારશે નર ને નારી રે ।।૧૯।।
સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઇને દુઃખી રે ।
સહુ જીવની લેવીછે સંભાળ રે, એહ અર્થે આવ્યા છે દયાળ રે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચમઃ પ્રકારઃ ।।૫।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
દોહા - જનમિ જનક જનની ઘરે, રહ્યા દયા કરી કાંઇક દિન ।
રમ્યા જમ્યા રૂડિ રીત્યશું, ભક્તિ ધર્મને ભવન ।।૧।।
ત્યાં બાળચરિત્ર બહુ કર્યાં, પછી આઠમે વર્ષે આપ ।
પિતાથકી તે પામિયા, ઉપવીત અતિ નિષ્પાપ ।।૨।।
ત્રણ વર્ષ તપાસિને રહ્યા, તાતભવન શ્રીઅવિનાશ ।
પછી પ્રભુજી પધારિયા, જઇ કર્યો વનમાંહિ વાસ ।।૩।।
સાત વરષ વન વેઠિયું, વળતો વાલમે કર્યો વિચાર ।
જે અર્થે આ અવતાર છે, તે કરું હવે નિરધાર ।।૪।।
ચોપાઇ-પછી જોગી ગોપાળને મળીરે, કરી એની ઇચ્છા પૂરી વળી રે
મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, તજી તન ગયા અક્ષરધામ રે ।।૫।।
પછી નવલખે પર્વત પધાર્યા રે, બહુ જોગીને મુદ વધાર્યા રે ।
જોગી નવલાખ જોઇ જીવન રે, થયા નાથ નિરખિને મગન રે ।।૬।।
તેપણ તન તજી નિરધાર રે, અવધે ગયા અક્ષર મોઝાર રે ।
એમ જીવ ઉદ્ધારવા કાજ રે, ફરે હદ્ય બેહદ્યે મહારાજ રે ।।૭।।
જેજે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે ।
દરશે સ્પરશે કોઇ દેહધારી રે, થાય અક્ષરના અધિકારી રે ।।૮।।
નર અમર ને જે અસુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે ।
એમ જીવ જક્તના જેહરે, પામે અક્ષરધામને તેહરે ।।૯।।
તીર્થ શહેર પુર નગ્ર ગ્રામ રે, ફર્યા જેજે ધરણિપર ધામ રે ।
ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘનશ્યામરે, તેતે પામિયા અક્ષરધામરે।।૧૦।।
ગિરિ ગુફામાં જે ગેબ હતા રે, કઇ સમુદ્ર તટ સેવતા રે ।
તેનું કર્યું છે પરમ કલ્યાણ રે, પોતે મળી પ્રગટ પ્રમાણ રે ।।૧૧।।
નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે, કર્યાં અનેક જીવનાં કાજરે ।
એમ ઉદ્ધારતા બહુ જન રે, આવ્યા સોરઠમાં ભગવન રે ।।૧૨।।
સોરઠદેશે સોયામણું ગામ રે, મન લોભે શોભે લોજ નામ રે ।
તિયાં અલબેલો આવી રહ્યા રે, કરી બહુ જીવપર દયા રે ।।૧૩।।
એમ પધારિયા પ્રાણનાથ રે, પછી સંભારિયો મુક્તસાથ રે ।
કરી સુરત્યને જોયા સંભાળી રે, મુનિ મુક્તની મંડળી રૂપાળી રે ।૧૪
જ્યારે નાથે કર્યું ચિંતવન રે, આવ્યા જ્યાં હતા ત્યાંથી જન રે ।
આવી મળ્યા મહારાજ સંગ રે, મુક્ત મંડળ અતિ ઉછરંગ રે ।।૧૫।।
લાગ્યા પાયે જોડી જુગ પાણ રે, બોલ્યા વિનતિ કરી મુખ વાણ રે ।
આવ્યાં હર્ષનાં નયણે નીર રે, જોઇ બોલીયા શ્યામ સુધીર રે ।।૧૬।।
મુનિ સર્વે સુખી છો તમે રે, તમે મળે રાજી થયા અમે રે ।
પછી મરિચ્યાદિ મુનિ સાથ રે, રહ્યા પ્રભુ પાસે જોડી હાથ રે ।।૧૭।।
પછી મુનિ કહે મહારાજ રે, જેમ કો’ તેમ કરિએ આજ રે ।
ત્યારે નાથ કે’ તારવા જંત રે, દેશો દેશ ફરો બુદ્ધિવંત રે ।।૧૮।।
અહિંસાદિક નિયમ પળાવો રે, જન્મ મર્ણનાં ખાતાં વળાવો રે ।
વળિ અન્ન જળ દેશે જે તમને રે, તે સહુ પ્રાણી પામશે અમને રે ૧૯
દરશ સ્પરશ કરી પડશે પાય રે, તેની જરૂર કરીશ હું સા’ય રે ।
તમારા ને મારા જે મળેલ રે, તેને થાશે કહું બહુ સે’લ રે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષષ્ઠઃ પ્રકારઃ ।।૬।।
દોહા - વળતા મુનિ બોલિયા, શું શું ધરાવિએ વ્રતમાન ।
કયી પેર્યે ભજન કરાવિએ, કયી પેર્યે ધરાવિએ ધ્યાન ।।૧।।
કેવિ રીતે અમે વરતિએ, કેવો રાખીએ વળિ વેષ ।
કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઉપદેશ ।।૨।।
જગમાં જે જિજ્ઞાસુ જન, નર નારી હશે અપાર ।
કે’શું નરને કલ્યાણનું, નહિ કહિએ નારીને નિરધાર ।।૩।।
મ ુ ક્ ત ન ે મ ા િ ન ન ી મ િ ળ , વ િ ળ ક ર ે પ ર સ્ પ ર વ ા ત ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
દર્શ સ્પર્શ દારા હાસ્યથી, થાય નરને જ્ઞાનની ઘાત ।।૪।।
ચોપાઇ-માટે નર આગે નિરધારરે, કે’શું વાત કરી અતિ પ્યારરે ।
પુરુષ પ્રમોદશું બહુ પેરરે, ફરી દેશોદેશ ગ્રામ શહેરરે ।।૫।।
રુડો રહસ્ય પુરુષને કે’શું રે, દારા સંગ થકી દૂર રે’શુંરે ।
આજ મોર્યની અમે સાંભળિરે, ખાધી મોટે મોટે ખોટ વળિરે ।।૬।।
બ્રહ્મા ભુલ્યા તનયા તન જોઇરે, તેણે ખરી લાજ વળી ખોઇરે ।
શિવ મોહિની જોઇ મન મોહ્યુંરે, તેણે જોગકળા બળ ખોયુંરે ।।૭।।
ઇંદ્ર અહલ્યા રૂપ નિહાળીરે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળીરે ।
જોઇ મોહિની રૂપને અસુરરે, નેણે વેણે થયા ચકચુરરે ।।૮।।
પરાશર ઋષિ તપોધનરે, મોહ્યા મત્સ્યગંધા જોઇ મનરે ।
એકલશ્રુંગી વસે વનમાંઇરે, જેને ભામિની ભાન ન કાંઇરે ।।૯।।
દેખી સુંદરીને દિલે ડૂલ્યારે, જેણે જ્ઞાન ધ્યાન નિ’મ ભૂલ્યારે ।
ઋષિ સૌભરિ શફરી સંગરે, જોઇ તર્ત વ્રત કર્યું ભંગરે ।।૧૦।।
નારદ પર્વતે નિરખી સુંદરીરે, ઇચ્છા બેઉએ વરવા કરીરે ।
દેવગુરુ ભૂલ્યા દિશ પોતેરે, નિજ અનુજવધૂ રૂપ જોતેરે ।।૧૧।।
યયાતિ સુંદરી સુખ આશરે, માગ્યું જોબન પુત્રને પાસરે ।
આગ્નિધ્ર ને દીર્ઘતમા જેવારે, એહ આદ્ય બીજા કઈ એવારે ।।૧૨।।
નર અમર નારીને સંગેરે, કોય રહ્યા નહિ શુદ્ધ અંગેરે ।
જોગી જતિ તપસી સંન્યાસીરે, વનવાસી નિરાશી ઉદાસીરે ।।૧૩।।
ડાહ્યા શાણા ચતુર સુજાણરે, કવિ કોવિદ નારીના વેચાણરે ।
ભટ પંડિત પ્રવીણ પુરાણીરે, જેની સુધા સમાન છે વાણીરે ।।૧૪।।
હોય જશ જગતમાં જેનોરે, નારી ન મળી ત્યાં લગી તેનોરે ।
ઋષીશ્વર મુનીશ્વર મનેરે, ડરી વનિતાથી વસે વનેરે ।।૧૫।।
જાણે એનો સંગ છે એવો રે, ભારે હેડ્યબેડી બન્ધ જેવો રે ।
માટે એથી ઉગારી લેજોરે, બિજું કેવું ઘટે તે સુખે કે’જોરે ।।૧૬।।
નથી એવું કઠણ કાંઇ કામ રે, તમે કો’ને ન થાય ઘનશ્યામરે ।
જેજે કહો તેતે અમે કરીયેરે, સર્વે વચન શિશપર ધરિયેરે ।।૧૭।।
તન મનના સુખને ત્યાગીરે, રે’શું વચનમાં અનુરાગીરે ।
જેહ અર્થે મોકલ્યા છે આંઇરે, તેમાં કસર ન રાખીએ કાંઇરે ।।૧૮।।
પણ અરજી કરી તમને અમેરે, દીલ ધારજો દીનબંધુ તમેરે ।
અમે કહ્યો તે અમારો આશેરે, મારા પ્રાણપતિ તમ પાસેરે ।।૧૯।।
એમ બોલ્યા મુનિ સહુ મળિરે, લીધું સર્વે પ્રભુએ સાંભળીરે ।
પછી હસિ બોલ્યા અવિનાશરે, ધન્ય નિરમોહી મારા દાસરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તમઃ પ્રકારઃ ।।૭।।
દોહા - શ્રીહરિ કહે સંત સાંભળો, એવો કરવો નથી ઉપાય ।
જેણે કરીને જક્તનું, બંધન તમને થાય ।।૧।।
અ ે વ ી ર ી ત ન ે ર ા ખ શ ુ ં , જ ે હ ર હ્ય્ ા ા ન ર ે ’ શ ે ક ા ે ય ।
શાસ્ત્રમાં પણ શોધતાં, કિયાં હોય કે વળિ નો’ય ।।૨।।
જ ે મ અ લ ા ૈ િ ક ક અ વ ત ા ર છ ે , ત ે મ ક ા ઢ ુ ં અ લ ા ૈ િ ક ક ર ી ત ।
સહુ ઉપર શિરોમણિ, વળિ ઘણી પરમ પુનિત ।।૩।।
ત ે ર ી ત ક હ ુ ં ત ે હૃ દ ે ધ ર ી , સ હ ુ ર હ ા ે થ્ ા ઇ સ ા વ ધ ા ન । એમ મુનિ મંડળને આગળે, શ્રીમુખે કહે ભગવાન ।।૪।।
ચોપાઇ-રે’જો પંચ વ્રત પ્રમાણરે, ધારી વિચારી સહુ સુજાણરે ।
પંચ વ્રત છે સહુને પારરે, નથી એથી બીજું કાંય બા’રરે ।।૫।।
જોશો વિધવિધે જો વિચારીરે, ભર્યા અર્થે છે એ અતિ ભારિરે ।
તેમાં ધન ને ત્રિયાનો ત્યાગરે, ઘણો કહ્યો છે કરી વિભાગરે ।।૬।।
અ ષ્ટ પ્ર ક ા ર ે ત જ વ ી ન ા ર ી ર ે , ત ે મ ધ ન ત જ વ ુ ં િ વ ચ ા ર ી ર ે । કોઇ દેશ કાળ ક્રિયા સંગેરે, એથી અળગું રે’વું અષ્ટ અંગેરે ।।૭।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
સહુ જાણજો જન એમ પંડ્યેરે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડેરે ।
એમ નકી કરી નિરધારરે, ફરો પરહિતે પૃથવી મોઝારરે ।।૮।।
અંગે રાખજો અંબર એટલાંરે, શીત ઉષ્ણ ન પીડે તેટલાંરે ।
કંથા કૌપીન ને કટિપટરે, એટલાં તો રાખજો અમટરે ।।૯।।
તેપણ જાચિને જીરણ લેજોરે, એવી રીત્યે સહુ મુનિ રે’જોરે ।
અન્ન માગિને જમજો મધ્યાહ્નેરે, રસે રહિત સહિત જળ પાનેરે ।।૧૦।।
સર્વે મેળવી ભેળું તે કરીરે, જમજો એકવાર ભાવભરીરે ।
એમ રહી સહુ મુનિરાયરે, ફરજો દેશ પરદેશને માંયરે ।।૧૧।।
કરજો પુરુષ આગળે વાતરે, જેમ છે તેમ વળી સાક્ષાતરે ।
જ્યારે નિ’મ ધારે જાણો જનરે, કે’જો કરે પ્રગટ ભજનરે ।।૧૨।।
ધરે પ્રગટ પ્રભુનું ધ્યાનરે, જેવા ભૂમિયે છે ભગવાનરે ।
ધરતાં ધ્યાન થાશે પ્રકાશરે, તેણે મગન થાશે મને દાસરે ।।૧૩।।
અ ા પ ે દ ે ખ શ ે અ ક્ષ્ ા ર ધ ા મ ર ે , દ ે ખ ી મ ા ન શ ે પ ૂ ર ણ ક ા મ ર ે । એમ અનંત જીવ આશરીરે, જાશે અખંડ ધામે કામ કરીરે ।।૧૪।।
તેના સંગી બીજા જે જનરે, કરશે ભાવ કરીને ભજનરે ।
તેતો પામશે એ ધામ આપરે, એવો મોટો છે આજ પ્રતાપરે ।।૧૫।।
વળી અન્ન જળ તમને જે દેશેરે, આપી અંબર અક્ષર ઘર લેશેરે ।
જેહ ધામના અમે રે’નારરે, લઇ જાશું તે ધામ મોઝારરે ।।૧૬।।
નથી જોવી જીવની કરણીરે, રીત આવારની દોષ હરણીરે ।
જ્યારે ભરવું હોય મોટું વા’ણરે, વો’રે શાલ દાળ્ય લોહ પાષાણરે ૧૭
જેવો માલ મળે તેવો વો’રેરે, તોયે ઠાલું છે કહી બકોરેરે ।
એવો આજ મોટો છે અવતારરે, બહુ જીવ કરવા ભવપારરે ।।૧૮।।
તેતો સર્વે જાણો છો તમે જનરે, સમઝી રહો મનમાં મગનરે ।
નિર્ભય નિઃશંક થૈ સહુ રે’જોરે, વાતો પ્રગલ્ભ મન કરી કે’જોરે ।૧૯
એમ મુનિને કહ્યું મહારાજેરે, સુખસાગર ગરીબ નિવાજેરે ।
આવ્યા લેર્ય મેર્યમાં આ વારરે, પરમ સનેહી પ્રાણ આધારરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટમઃ પ્રકારઃ ।।૮।।
દોહા - પછી મુક્તને આપી આગન્યા, તમે ફરો દેશ પ્રદેશ ।
જેમ કહ્યું તેમ વર્તજો, રાખજો સાધુનો વેષ ।।૧।।
પ છ ી મ ુ િ ન પ ર વ ય ાર્ , જ ે મ હ ા લ્ ય ા ં હ ુ િ ડ ય ા ં વ ા ’ ણ ।
ભારે વા’ણને ભરવા, સહુ સજ્જ થયા છે સુજાણ ।।૨।।
પ છ ી પ ા ે ત ે પ્ર ભ ુ જી અ ે , ઉ ર િ વ ચ ા િ ર ય ુ ં અ ે મ ।
બહુ જીવ જેમ ઉદ્ધરે, મારે કરવું તર્ત તેમ ।।૩।।
બ ં ધ ા વ ુ ં બ હ ુ પ ે ર ે ક ર ી , સ ુ ં દ ર સ દ ા વ ર ત ।
જે જમે અન્ન અમતણું, તે પામે પરમ ગતિ તરત ।।૪।।
ચોપાઇ-એમ કૈ’ બંધાવ્યાં અન્નક્ષેત્રરે, જમે જન અન્ન પવિત્રરે ।
ઝાઝે હેતે જનને જમાડેરે, કરી વાત આનંદ પમાડેરે ।।૫।।
સુણી વાત રળીયાત થાયરે, પછી સમજી રહે સત્સંગ માંયરે ।
એમ સદાવ્રત બાંધ્યાં બહુરે, તેહ ગામ તણાં નામ કહુંરે ।।૬।।
લોઝ માંગરોલ અગત્રાઇરે, સદાવ્રત માણાવદ્ર માંઇરે ।
મેઘપુર ધોરાજી શાંકળીરે, અન્ન આપે ભાડેરમાં વળીરે ।।૭।।
જાંમવાળી ને નવેનગરેરે, બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરેરે ।
ફણેણી ને જાણો જેતપરરે, જમે જન સરધાર સુંદરરે ।।૮।
કોટડું ગઢડું કારિયાણીરે, જમી બોલે જેજે જન વાણીરે ।
માણેકવાડે ને મેથાંણ માંઇરે, જેતલપુર શ્રીનગર ત્યાંઇરે ।।૯।।
એહ આદિ ગામે આપે અન્નરે, જેહ જમે તે થાય પાવનરે ।
તેણે તજે બીજું ભજે શ્યામરે, તન મુકે પામે પર્મ ધામરે ।।૧૦।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
એમ અનેક જીવ ઉદ્ધાર્યારે, ભય ટાળી ભવજળ તાર્યારે ।
તોયે ન માન્યું નાથનું મનરે, કર્યા જન તારવા જગનરે ।।૧૧।।
જાણ્યું જગ્નમાં જમશે જે અન્નરે, જાશે ધામે તે થાશે પાવનરે ।
એમ જગ્ન કર્યા બહુ જાગેરે, જમ્યા દ્વિજ અતિ અનુરાગેરે ।।૧૨।।
ક્ષત્રી વૈશ્ય ને શુદ્ર વળીરે, જમ્યા બહુ જન એઆદિ મળીરે ।
લેખું ન થાય લાખ હજારેરે, એમ જમાડ્યા જગ આધારેરે ।।૧૩।।
જેજે જમ્યા એ જગનનું અન્નરે, પામ્યા પરમ પ્રાપ્તિ પાવનરે ।
એમ વે’તી કીધી છે જો વાટરે, બ્રહ્મમોહોલ માંહિ જાવા માટરે ।।૧૪।।
જેજે જીવ પામીયા સંબંધરે, તેના છોડાવિયા ભવ બંધરે ।
આપ પ્રતાપે અક્ષરધામેરે, સહુને પો’ચાડિયા ઘનશ્યામેરે ।।૧૫।।
કેના જોયા નહિ ગુન્હા વાંકરે, એવો આજ વાળ્યો આડો આંકરે ।
આ સમામાં જેનો અવતારરે, તેના ભાગ્ય તણો નહિ પારરે ।।૧૬।।
ત્યાગે કરી તપી ખપી જાયરે, તોયે પણ એ ધામે ન જવાયરે ।
સર્વે પાર છે સુખની સીમારે, જન સે’જે સે’જે જાય તેમાંરે ।।૧૭।।
સે’જે સે’જે આપેછે આનંદરે, સમરથ સ્વામી સહજાનંદરે ।
સિંધુ પર્યંત ભૂમિના વાસીરે, સહુ થયા એ ધામના નિવાસીરે ।।૧૮।।
એવો પ્રગટાવ્યો પોતે પ્રતાપરે, તેણે ઉદ્ધારિયા જન આપરે ।
એવાં કર્યાં અલૌકિક કાજરે, તોયે રિઝયા નહિ મહારાજરે ।।૧૯।।
જાણે હજીયે કાંયે ન કીધુંરે, મને સેવીને સુખ ન લીધુંરે ।
પામે સુખ મારી પૂજા કરીરે, અશન વસન ભૂષણે ભાવ ભરીરે ૨૦
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમલ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે નવમઃ પ્રકારઃ ।।૯।।
દોહા - પ્રેમે કરીને પૂજા તણી, હરિજને ન પૂરિ હોંસ ।
સેવિ ન શક્યા સ્વામીને, અતિ રહિ ગયો અપશોષ ।।૧।।
મ ત્ સ્ ય ા િ દ ક મ ા ે ય ેર્ ધ ય ાર્ , અ સ ં ખ્ ય ા ત અ વ ત ા ર ।
કારજ નિમિત નવાં નવાં, તન ધર્યાં નિરધાર ।।૨।।
જળ સ્થળમાં જાણજો, અવતાર ધર્યા છે અનેક ।
સર્વે જીવને સુખ આપવા, હોય ન હોય એ એક ।।૩।।
સ ે વ ક ન ે સ ે વ ી સ ુ ખ લ ે વ ુ ં , ક ે વ ુ ં થ્ ા ય ા પ ુ ર ણ ક ા મ । એમ ન માન્યું જન મન, ત્યારે પ્રગટિયા ઘનશ્યામ ।।૪।।
ચોપાઇ-મહા મોટા મત્સ્ય અવતારરે, પણ રહ્યા તે જળ મોઝારરે ।
માનવીએ તેને ન મળાયરે, વણ મળે અજ્ઞાન ન જાયરે ।।૫।।
અન્ન જળ અંબર આભૂષણરે, તેલ ફુલેલ સુગંધિ પણરે ।
અત્તર ચંદન પુષ્પની માળારે, તેણે પૂજી શું થયા સુખાળારે ।।૬।।
કર્યાં કાંયેક જીવનાં કાજરે, પછી પધાર્યા ધામ મહારાજરે ।
કચ્છ પ્રભુ પણ કૃપા કરીરે, આવ્યા જન અર્થે તન ધરીરે ।।૭।।
જે અર્થે આવ્યા અવિનાશરે, કર્યો તે તને તેવો સમાસરે ।
બહુ જીવને અર્થ ન આવ્યારે, આવી દેવ દાનવ સમજાવ્યારે ।।૮।।
વ પ ુ વ ા ર ા હ વ ા લ મ ેં લ ી ધ ુ ં ર ે , પ ૃ થ્ વ ી ન ુ ં ત ે ક ા યર્ ક ી ધ ુ ં ર ે । તેને પણ બીજાં બહુ મળીરે, સુખ ન લીધું સેવિને વળીરે ।।૯।।
નૃસિંહ રૂપ નઉત્તમ તનરે, ધારી ઉધ્ધારિયા નિજજનરે ।
પણ ક્રોધે ભર્યા ભયંકારરે, કેમ સેવિ શકે નરનારરે ।।૧૦।।
વામનજીએ વપુને ધારીરે, લીધી પૃથવી પિંડ વધારીરે ।
બલી બોલે બાંધ્યો બહુપેરરે, પછી વર દઇ વસિયા ઘેરરે ।।૧૧।।
પરશુરામ રૂપે પ્રગટ થઇ રે, કરી નક્ષત્રિ પૃથવી લઇરે ।
તેમાં સહુનો ન થયો સમાસરે, સેવી સુખ ન પામિયા દાસરે ।।૧૨।।
રામરૂપ ધરી થયા રાજરે, કર્યાં મોટાં મોટાં બહુ કાજરે ।
તેતો લખાણાં લાખો ઠેકાંણેરે, દેવ દાનવ માનવ જાણેરે ।।૧૩।।
પણ દીન દાસ રહી પાસરે, પૂજી પુરી કરી નહિ આશરે ।
શું આપીને ઓશીંગલ થાયરે, રાંકે રાજાને કેમ પૂજાયરે ।।૧૪।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
કૃષ્ણાવતારમાં ક્રીડા કરીરે, બહુ તાર્યા એ અવતાર ધરીરે ।
તે છે વાત પુરાણે પ્રસિદ્ધરે, લખી વ્યાસજીએ બહુ વિધરે ।।૧૫।।
દિધાં સેવકને સુખ ભારીરે, સેવી સુખ પામ્યા નરનારીરે ।
પણ એમના એમ ન રહ્યારે, પછી રાજાઅધિરાજ થયારે ।।૧૬।।
ત્યારે સહુને મળ્યાનું સુખરે, ન રહ્યું થયું દાસને દુઃખરે ।
બુદ્ધ કલકિ બે અવતારરે, પ્રયોજને પૃથવી મોઝારરે ।।૧૭।।
તેતો કરીલિયે જ્યારે કામરે, પાછા પધારે પોતાને ધામરે ।
એહ આદિ બહુ અવતારરે, તેતો અવતારીના નિરધારરેે ।।૧૮।।
પણ સર્વે રીતે સુખકારીરે, તેતો પુરુષોત્તમ અવતારીરે ।
તેહ પોતે પધાર્યા છે આજરે, અક્ષરધામના ધામી મહારાજરે ।।૧૯।।
માટે સર્વે રીતે સેવ્યા જેવારે, આજ અલબેલો થયા છે એવારે ।
સહુ જનની પુરવા હામરે, આવ્યા આપે કહું ઘનશ્યામરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે દશમઃ પ્રકારઃ ।।૧૦।।
દોહા - પુરુષોત્તમ પધારિયા, સર્વે અવતારના આધાર ।
અગણિત જીવ આ જગતના, તે સહુની લેવા સાર ।।૧।।
સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે, જીયાં જીયાં રહ્યા’તા જન ।
તિયાં તિયાંથી તારિયા, આવી ભૂમિપર ભગવન ।।૨।।
ક ા ે ઇ પ્ર ક ા ર ન ા ે પ્ર ા ણ ધ ા ર ી , પ ા િ મ ય ા જ ે પ્ર સ ં ગ ।
તે સહુ સુખીયા થયા, ગયા અક્ષરે થૈ શુદ્ધ અંગ ।।૩।।
જેમ અર્કને ઉગવે કરી, રહે નહિ અણુએ અંધાર ।
તેમ સહજાનંદ સૂર્યથી, જન પામિયા સુખ અપાર ।।૪।।
ચોપાઇ-બહુ અવતારના જે દાસરે, તેની પુરી કરવાને આશરે ।
ધર્યું રૂપ અલૌકિક એવુંરે, સહુને પૂજવા સેવવા જેવુંરે ।।૫।।
સહુ લોકને આવિયો લાગરે, મળ્યો મહાસુખ લેવાનો માગરે ।
મત્સ્યાદિકના રહ્યા’તા મુંઝાઇરે, સેવી સુખ લેવા મનમાંઇરે ।।૬।।
તે સહુનું ઉઘાડિયું બારરે, નાના મોટાનું એકજ વારરે ।
લિયો લાવો દાવો ભલો આવ્યોરે,આવ્યો અવસર આજ મન ભાવ્યોરે. ।।૭।।
જેવી સમૃદ્ધિ જેવી સામગરિરે, તેવે પૂજો પ્રસન્ન થાશે હરિરે ।
અશન વસન ભૂષણે ભાવ ભરીરે, પૂજો ફળ ફુલ મૂળ કંદે કરીરે ।૮।।
જળ દળ જે જે કાંઇ મળેરે, પૂજો પૂજાશે આજ સઘળેરે ।
કુંકુમ કસ્તુરી કપૂર કેસરરે, અર્ઘ્ય અગર ચંદન અત્તરરે ।।૯।।
ધન ધાન્ય વૃક્ષને વાહનેરે, ગાય ગવા મહિષી સદનેરે ।
વાડી ખેત્ર વસુંધરા વળીરે, સેજ પલંગ પાથરણાં મળીરે ।।૧૦।।
ગાદી તકીયા ઓછાડ ઓસિસેરે, જેજે આપશો તે આજ લેશેરે ।
કમળનાળ ડોડાં ડોડી પાન રે, લઇ રાજી થાશે ભગવાનરે ।।૧૧।।
દ ુ ધ મ ધ દ હ ી ં મ હ ી વ ળ ી ર ે , ઘ ી ગ ા ે ળ શ કર્ ર ા ગ ળ ી ર ે । ઇક્ષુદંડ ખાંડ ને ખારેક રે, એહ આદી વસ્તુ જે અનેકરે ।।૧૨।।
પાન બીડી લવીંગ સોપારીરે, જાયફળ એલા તજ સારીરે ।
એહ આદી જમવાનાં જેહરે, આવે ઉત્તમ પૂજવામાં તેહરે ।।૧૩।।
જેજે શુધ્ધ વસ્તુ સુખદાઇરે, તેતે આવે સર્વે સેવામાંઇ રે ।
એવો આજનોછે અવતારરે, સહુ જીવને સુખ દેનારરે ।।૧૪।।
હળી મળી પાસે રહીયેરે, પગ પૂજી સ્પર્શી સુખ લૈયેરે ।
એમ સહુને બહુ સુગમરે, થયા પોતે તે પૂરણ બ્રહ્મરે ।।૧૫।।
સર્વે અવતારનો જે સંકોચરે, ભાગ્યો ભક્તનો ન રાખી પોચરે ।
મત્સ્ય કચ્છ વરાહ નરસિંગરે, તેતો મનુષ્યથી વિજાતિ અંગરે ।।૧૬।।
સજાતિ વિના સુખ ન આવેરે, માટે નરપ્રભુ ભક્તને ભાવેરે ।
ધરે નરતન હોય નરેશરે, તોય બહુને ન હોયે ઉપદેશરે ।।૧૭।।
વિપ્ર ક્ષત્રિ ન સાંભળે વાતરે, વૈશ્ય શુદ્ર કરે વાત ઘાતરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
માટે આ જે લીધો અવતારરે, શોધી સારતણું ઘણું સારરે ।।૧૮।।
સૌને સુગમ અગમ નહિ અણુંરે, સર્વે આગમે નિગમે ઘણુંરે ।
થયા એવા પોતે પૂર્ણકામરે, પુરી સર્વે જીવની હામરે ।।૧૯।।
તોય વળતું વિચાર્યું છે એમરે, બહુ જીવ તે ઉધ્ધરે કેમરે ।
દઇ દર્શન દોષ નિવારુંરે, તેણે પામે પરમ ધામ મારુંરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકાદશઃ પ્રકારઃ ।।૧૧।।
દ ા ે હ ા - મ ા ે ટ ી મ ે ’ ર ક ર ી હ િ ર , પ ધ ા િ ર ય ા પ ૂ ર ણ ક ા મ । અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ ।।૧।।
દ ય ા િ ન િ ધ દ ય ા ક ર ી , જી વ જ ક્ ત ન ા ઉ પ ર જા ે ર ।
તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર ।।૨।।
અહોનિશ એ ઉપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ ।
અમિતને અભય કરવા, સોંપવા સુખ સમાજ ।।૩।।
પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન ।
જે જન નિરખે નાથને, તે પામે સુખ નિદાન ।।૪।।
ચોપાઇ-એહ અર્થે કરે છે ઉપાયરે, નિત્ય નવાનવા મનમાંયરે ।
જાણે સૌજન દર્શન કરેરે, ભાવે અભાવે નામ ઓચરેરે ।।૫।।
લેતાં સ્વામિનારાયણ નામરે, થાયે પ્રાણી તે પૂરણકામરે ।
લેશે નામ નિરખશે નેણેરે, પરમ પ્રાપ્તિ પામશે તેણેરે ।।૬।।
માટે મોટા ઉત્સવ સમૈયારે, કરું જાય નહિ કેણે કૈયારે ।
પછી ફુલદોલ રામનૌમીરે, પ્રબોધની એકાદશી સૌમીરે ।।૭।।
તેદિ આવે લાખોલેખે જનરે, કરે મહાપ્રભુનાં દરશનરે ।
જાુવે સભા સામું સુખકંદરે, અમૃતદ્રષ્ટિએ આપે આનંદરે ।।૮।।
સ હ ુ જ ન ત ણ ા ત ા પ હ ર ે ર ે , સ ુ ખ શ ા ં િ ત અ ં ત ર મ ા ં ક ર ે ર ે ।
સહુ સુખિયા થઇ જન મનેરે, જાય પોત પોતાને ભવનેરે ।।૯।।
રાત્યદિ સાંભરે સ્વામી સંતરે, તેણે રાજી રહેછે અત્યંતરે ।
કરતાં એ લીળાનું ચિંતવનરે, તેણે પામે પરમ ધામ જનરે ।।૧૦।।
એવા સમૈયા વરસો વરસરે, કરે એકબીજાથી સરસરે ।
તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસેરે ।।૧૧।।
નિત્ય નવી કરે નાથ લીળારે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળારે ।
સંત બટુ સન્યાસી સમોહરે, જેને કામ લોભ નહિ મોહરે ।।૧૨।।
જોઇ એવાને જક્તનાજનરે, સહુ કે’છે કરી ધન્ય ધન્યરે ।
સંત શ્રીહરિને દરશનેરે, પામે મહામોટો આનંદ મનેરે ।।૧૩।।
એવા જન જગતમાં જેહ રે, પામ્યા અક્ષરધામને તેહરે ।
એવો કર્યો મોટો ઉપકારરે, બહુ જીવ કરવા ભવપારરે ।।૧૪।।
બંધ થઇ ગયાં બીજાં બારરે, પરમપદ પામ્યા નરનારરે ।
જીવ સંયમનીએ શીદ જાયરે, પ્રગટ પ્રભુજી છે પૃથવી માંયરે ।।૧૫।।
આજ શક્કો સહજાનંદ તણોરે, બેઠો બળવંત બળિયાનો ઘણોરે ।
જ્યારે પ્રગટિયા પ્રભુ પોતે રે, જોયા નજરે આવ્યા જીવ જોતેરે ।।૧૬।।
સ્વર્ગ મર્ત્યલોક ને પાતાળરે, દિઠા તેને દુઃખિયા દયાળરે ।
તેને છોડાવ્યા બંધથી છેકરે, ગયા એ પણ ધામે અનેકરે ।।૧૭।।
બેસે રાજા ગાદિ પર કોયરે, છોડે બંધીવાનના બંધ સોયરે ।
તેમ બંધથી છોડાવ્યા બહુ જનરે, પોતે પ્રગટી શ્રીભગવનરે ।।૧૮।।
મહા મોટો પ્રતાપ પ્રગટાવીરે, રીત નૌતમ ન્યારી ચલાવીરે ।
જેને ઉપર નહિ બીજો કોયરે, તેતો જેમ કરે તેમ હોયરે ।।૧૯।।
સૌના નાથ નિયંતા સ્વામીરે, સૌ ધામતણા પણ ધામીરે ।
તેતો અઢળક આજ ઢળિયારે, થયા સુખી જન જેને મળિયારે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વાદશઃ પ્રકારઃ ।।૧૨।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
દોહા - દેશોદેશથી આવે દરશને, નિ’મ ધારી સહુ નરનાર ।
આવિને નિરખે નાથને, તેણે લિયે સુખ અપાર ।।૧।।
સ મ ૈ ય ે સ મ ૈ ય ે સ ુ ખ દ ે વ ા , ઉ ત્ સ વ ક ય ાર્ અ ન ે ક ।
દયા કરી દીનબંધુએ, જીવ નિર્ભય કરવા નેક ।।૨।।
ત ે હ જ અ થ્ ા ેર્ ત ા ન છ ે , જી વ મ ા ે ક લ વ ા િ ન જ ધ ા મ ।
આવ્યા કારજ એ કરવા, ઘણે હેતે કરી ઘનશ્યામ ।।૩।।
એટલા માટે અનેક રીતે, કરે ઉપાય આઠું જામ ।
જ્યાંજ્યાં ઉત્સવ સમૈયા કર્યા, કહું તેતે ગામનાં નામ ।।૪।।
ચોપાઇ-સહુથી મોર્યે ઉત્સવ માંગરોલરે, થયા જન ત્યાં ભેળા અતોલરે ।
પછી લોજે કરી બહુ લીળારે, ત્યાં પણ થયા’તા જન બહુ ભેળારે ।।૫।।
અ ગ ત્ર્ ા ા ય ે અ ા ઠ મ ઉ ત્ સ વ ર ે , ક ર ી ત ા ય ાર્ જી વ ક ૈ ભ વ ર ે । ભલી ભાડેરે આઠમ ભજાવીરે, કરી લીળા માણાવદ્ર આવીરે ।।૬।।
મ ે ઘ પ ુ ર ન ા ઉ ત્ સ વ મ ા ં ઇ ર ે , િ દ્વ જ જ મ ા ડ ી ક ર ી ભ લ ા ઇ ર ે ।
પંચાળાનો સમૈયો પ્રસિદ્ધરે, આપ્યાં સુખ સહુને બહુવિધરે ।।૭।।
જૂનેગઢ જઇ મહારાજરે, કરી ઉત્સવ કર્યાં બહુ કાજરે ।
ધોરાજીની લીળા ધન્યધન્યરે, જોઇ જન થયા છે મગનરે ।।૮।।
કરિયાણામાં ઉત્સવ કીધોરે, બહુ જનને આનંદ દીધોરે ।
ગઢડાની તો નહિ આવે ગણતિરે, યાં તો ઉત્સવ કર્યા છે અતિરે ।।૯।।
કારિયાણીના કેટલાક કહુંરે, યાં તો લીળા કરી બહુ બહુરે ।
સારંગપુર છે સારું ગામરે, કરી ઉત્સવ સાર્યું સૌનું કામરે ।।૧૦।।
બોટાદમાં લીળા બહુ બનીરે, ભલી ભજાવિ છે હુતાશનીરે ।
લોયે લીધો સહુ જને લાવરે, પુરા કર્યા છે ભક્તના ભાવરે ।।૧૧।।
નાગડકાની લીળા જન જાણેરે, સારો સમૈયો સુંદરીયાણેરે ।
કરમડની વાત શું કહુંરે, નાથ નિરખી સુખી થયા સહુરે ।।૧૨।।
કાળુતળાવ માંડવી તેરારે, કર્યા ભુજે ઉત્સવ કઇ વેરારે ।
મછિયાવ્યમાં મહારાજ આવીરે, ભલિ હુતાશની ત્યાં ભજાવીરે ।।૧૩।।
જ ે ત લ પ ુ ર મ ા ં જ ગ ન ક ી ધ ા ર ે , ક ં ઇ જ ન ન ે શ ર ણ ે લ ી ધ ા ર ે । અમદાવાદની ચોરાશી કીધીરે, કર્યું ખોખરે કામ પરસિધિરે ।।૧૪।।
આદરોજનો અન્નકૂટ કીધોરે, કર્જીસણે જને લાવો લીધોરે ।
સિદ્ધપુરનો સમૈયો સુંદરરે, કર્યો અલબેલે આનંદભરરે ।।૧૫।।
વડથલ પિપળિ તવરા કાવ્યારે, થયા સમૈયા પોતે ન આવ્યારે ।
ડભાણની લીળા કહી દાખુંરે, જિયાં જન મળ્યા હતા લાખુંરે ।।૧૬।।
વડતાલની લીળા વખાણીરે, લખે લખતાં મેં ન લખાણીરે ।
વડોદરામાં વાલ્યમ જઈરે, તાર્યા જન દરશન દઇરે ।।૧૭।।
સુરત પધારિ શ્યામ સુંદરરે, તાર્યા દરશને કઈ નારી નરરે ।
ધર્મપુરમાં ધરિયો મુગટરે, કર્યો વાંસદે ઉત્સવ અમટરે ।।૧૮।।
એહ રીત્યે બીજે ઘણે ગામરે, સંગે સંત લઇ ફર્યા શ્યામરે ।
એમ પવિત્ર કરી પૃથવીરે, તાર્યા જીવ કાઢિ રીત નવીરે ।।૧૯।।
અતિ આનંદ જનને પમાડ્યુંરે, બ્રહ્મમો’લનું બાર ઉઘાડ્યુંરે ।
સહુ જાઓ ધામમાં આ સમેરે, સ્વામી સહજાનંદને હુકમેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોદશઃ પ્રકારઃ ।।૧૩।।
દોહા - એમ અનેક ઉત્સવ કર્યા, ફર્યા વળી ગામોગામ ।
આપી દરશન આપનું, જન કર્યા પૂરણકામ ।।૧।।
દ ે શ પ્ર દ ે શ ે પ ધ ા િ ર ય ા , જ ન હ ે ત ે જી વ ન પ્ર ા ણ ।
પરમારથ અર્થે કરી, પ્રગટ્યા શ્યામ સુજાણ ।।૨।।
દ ય ા ળ ે દ ય ા ક ર ી , ધ ર ી મ ૂ ર િ ત મ ં ગ ળ રૂ પ ।
જેજે પ્રસંગ જન પામિયા, તે થયા શુધ્ધ સ્વરૂપ ।।૩।।
નખશિખ રૂપ નાથનું, જાણો કલ્યાણના છે કોટ ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
જેણે નિરખ્યા નયણે ભરી, તેને ના રહી કંઇ ખોટ ।।૪।।
ચોપાઇ-જેણે જોયાં ચરણ રૂપાળાંરે, સોળે ચિહ્ન સહિત શોભાળાંરે ।।
પગ જમણા અંગુઠામાં રેખરે, જોઇ મિટે તે મેષોનમેષરે ।।૫।।
જેણે પગ આંગળી વળી પેખીરે, પામ્યા ધામ ધન્ય કમાઇ લેખીરે ।
નખ જોયા છે જેણે નિહાળીરે, જોઇ ફણાની શોભા રૂપાળીરે ।।૬।।
ઘુંટી પેની પીંડી પેખી હામેરે, તેતો પો’તા છે અક્ષર ધામેરે ।
જાનુ ઉરુ જોયા જેણે ઝાંખીરે, દુંદ ફાંદ જોઇ રૂદે રાખીરે ।।૭।।
કટિ જોઇ મોહ્યું મન જેનુંરે, થયું અક્ષરમાં ઘર તેનુંરે ।
જોઇ નાભિને નયણાં ભરીરે, વળી પેટ જોયું પ્રેમે કરીરે ।।૮।।
નળ સ્તન નિરખિયા જેણેરે, કર્યો વાસ અક્ષરમાં તેણેરે ।
છાતિ હૈયું જોયું જેણે હેરીરે, પામ્યા પ્રાપ્તિ તે ધામ કેરીરે ।।૯।।
કુખ પડખાં બે જે બગલુંરે, તે જોઇ કરી લીધું છે ભલુંરે ।
ખભા ભુજા જોઇ જેણે દ્રગેરે, તેહ પામ્યા ધામ ઉછરંગેરે ।।૧૦।।
બેઉ ડેડરિયો બહુ રૂપાળીરે, કોણી કલાઇ જેણે નિહાળીરે ।
કાંડાં કરભ જોઇ મન મોહ્યુંરે, હાથ હથેળીયે ચિત્ત પ્રોયુંરે ।।૧૧।।
જોઇ જે જને રેખા રૂપાળીરે, પામ્યા બ્રહ્મમોલ ભાગ્યશાળીરે ।
પોંચેપાંચ આંગળી પ્રવરરે, નિરખિ તસુ ટેરવાં સુંદરરે ।।૧૨।।
ન ખ િ ન ર િ ખ હ ર ખ શ ે ઉ ર ર ે , જા શ ે બ ્ર હ્મ મ ા ે ’ લ ે જ રુ ર ર ે ।
કર સુંદર જોશે બે સારરે, નિરખે પરમ સુખ દેનારરે ।।૧૩।।
કંઠ ખાડા વચ્ચે એક તિલરે, દાઢિ હોઠ દાંત જે અવલરે ।
જિહ્વાં નાસિકા કપોળ સારરે, જોયે પરમ સુખના દેનારરે ।।૧૪।।
ડાબા કાનમાં બિંદુ જે શ્યામરે, જે જાુવે તે પામે સુખધામરે ।
વાંસે તિલ મોટો જોયો જેણેરે, ખરું કર્યું ધામે જાવા તેણેરે ।।૧૫।।
આંખો પાંપણો ભ્રકુટિ ભાળીરે, ભાલ વચ્ચે રેખા જે રૂપાળીરે ।
નલવટ તાળુ છે રૂપાળું રે, જેણે જોયું મુખ મરમાળુંરે ।।૧૬।।
વળી કેશ જોયા શ્વેત શ્યામરે, તે સહુ પામીયાં પરમ ધામરે ।
જેણે નખશિખ નિરખ્યા નાથરે, તે તો સહુ જન થયાં સનાથરે ।।૧૭।।
એવા સર્વે અંગે સુખકારીરે, જેણે જોયા તેનાં ભાગ્ય ભારીરે ।
એવી મૂરતિ મંગળરૂપરે, નખશિખા લગી સુખ સ્વરૂપરે ।।૧૮।।
નથી એમાં અમંગળ અણુંરે, શું હું કહી દેખાડું ઘણુંઘણુંરે ।
મૂર્તિ મનોહર છે મરમાળીરે, બ્રહ્મ’મોલ જવાય એને ભાળીરે ।।૧૯।।
અતિ અનુપમ છે જો અકળરે, બહુ સહુથી છે જો સબળ રે ।
એ તો સર્વના કારણ આવ્યારે, જે કોઇ સ્વામી સહજાનંદ કા’વ્યારે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્દશઃ પ્રકારઃ ।।૧૪।।
દોહા - જગજીવન જગ કારણે, પોતે પ્રગટિયા પરબ્રહ્મ ।
સુખદાયક જન સહુના, પૂરણ પુરુષોત્તમ ।।૧।।
સ ુ ં દ ર મ ૂ ર્િ ત સ ા ે ય ા મ િ ણ , અ િ ત રૂ પ ા ળ ી ર ં ગ ર ે લ ।
મનભાવન મહારાજની, છબી શોભાએ ભરેલ ।।૨।।
અ ે વ ી મ ૂ ર્િ ત અ વ લ ા ે િ ક ન ે , ક હ ા ે ક ા ે ણ ન ક ર ે પ્ર ી ત ।
જન જુવે જે ઝાંખી કરી, તેનું ચોરાઇ જાય ચિત્ત ।।૩।।
જ ે જ ે િ ક્ર ય ા જ ગ દ ી શ ક ર ે , જ ન ધ ર ે ત ે ન ુ ં ધ્ ય ા ન ।
તે તે જાય હરિ ધામમાં, નકિ વાત નિદાન ।।૪।।
ચોપાઇ-જેજે રીતે જોયા જગપતિરે, તેતે પામિયા પરમ પ્રાપતિરે ।
સુતાં જાગતાં દાતણ કરતાંરે, તેલ ફુલેલ અત્તર ચોળતાંરે ।।૫।।
ના’તાં અંગે અંબર પે’રતાંરે, વળી ચાખડીપર ચડતાંરે ।
શ્વેત પછેડી અંગે ઓઢતાંરે, દીઠા જીવન જેણે જમતાંરે ।।૬।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
જમ્યા જે જાયગા જેને ઘેરરે, શાક પાક સુંદર સારી પેરરે ।
લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ભોજનરે, દિઠા જમતા જેણે જીવનરે ।।૭।।
એવી મૂર્તિ જે જને જોઇરે, પામ્યા પરમ ધામને સોઇરે ।
જોયા જીવનને પૂજ્યા જનેરે, કુંકુમ કસ્તુરી સુગંધિ ચંદનેરે ।।૮।।
અંગે દિગંબર વાઘાંબરરે, મૃગાજિન ને દિઠા ટાટાંબરરે ।
ગોેદડી ને ચાદર ચોફાળરે, દિઠા ઓઢેલે દીનદયાળરે ।।૯।।
ધોતી ગુડકિ ગૂઢે રંગે રેટેરે, કસિ કમર દૂસાલ ફેંટેરે ।
અંગરખી સુરવાળ જામેરે, જોઇ કૈક ગયા હરિધામેરે ।।૧૦।।
ડ ગ લ ી સ ા ે ન ે ર ી રૂ પ ે િ ર ય ે ર ે , િ ક ન ખ ા પ ન ી હ ૈ ય ેં ધ ા િ ર ય ે ર ે । ડગલી જરિની બોર કસુંબા વાળીરે,ચકમો પટુ પાંમરી રૂપાળીરે ૧૧।।
બોરી ચોફાળ સાલ દુસાલેરે, ડગલી ગર્મ પોસની રૂમાલેરે ।
પાઘ કસુંબી સોનેરી સારીરે, બાંધિ બોકાની લિયે ઉર ધારીરે ।।૧૨।।
મુગટ કુંડળ મનમાં ધારેરે, ટોપી કેવડા ફુલની સંભારેરે ।
ગુંજાહાર જોયા કરી હામેરે, તેતો જન ગયા હરિધામેરે ।।૧૩।।
ત ા ે ર ા ગ જ ર ા ન ે ક ં ક ણ ર ે , હ ા ર ફ ુ લ ન ા જા ે ય ા અ ન ક ણ ર ે ।
મોતી પરવાળાં ને કપૂરરે, તેના અતિ શોભે હાર ઉરરે ।।૧૪।।
વેઢ વીંટિ ને કડાં સોનાનેરે, ખોશ્યાં ફુલ સોનાનાં બે કાનેરે ।
એહ આદિ આભૂષણ ભારીરે, ધર્યાં અંગે એવી છબી ધારીરે ।।૧૫।।
જેહ જન કરે છે ચિંતવનરે, તે થાય છે પરમ પાવનરે ।
બેઠા ખાટ પાટ ને પલંગેરે, જોયા ખુરસી ઢોલિયે ઉમંગેરે ।।૧૬।।
સાંગામાંચી ગાદી ચાકળેરે, મેડે મંચે આસન સઘળેરે ।
ગોખ વાણ વંડી દેવોલેરે, કુબા ઘર મેડી આદિ બોલેરે ।।૧૭।।
મંદિર મંડપ દલિચા ચાદરેરે, તંબુ રાવટીયે બહુ વેરેરે ।
અટારી અગાશી ઓટે આંગણેરે, દિઠા તિયાં બેઠા ભાવ ઘણેરે ।।૧૮।।
ગાડી વે’લ્ય આદિ જે વાહનરે, ગજ બાજે બેઠા જોયા જનરે ।
તે જન જાશે બ્રહ્મમો’લમાંઇરે । તેમાં સંશય કરશો માં કાંઇરે ।।૧૯।।
એમ શ્રીમુખે કહ્યું તે સંભારિરે, વાત લખીછે સારી વિચારીરે ।
તેતો જુઠી નથી જરાભારરે, સહુ નિશ્ચે જાણો નિરધારરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચદશઃ પ્રકારઃ ।।૧૫।।
દોહા - એમ કહ્યું’તું કૃપા કરી, હરિજન પર કરી હિત ।
જે જે મેં લીળા કરી, તે જન ચિંતવજો નિત ।।૧।।
જનમ કરમ જે માહેરાં, ગાયે સાંભળે સંભારે સોય ।
તે જન જરૂર જાણજો, મારા ધામના વાસી હોય ।।૨।।
એમાં કાંઇ અટપટુ નથી, જાણી લેજો જન જરુર ।
અન્ય ઉપાય અળગા કરી, ધારી લિયો એટલું ઉર ।।૩।।
ભવજળ પાર ઉતરવા, જાણો મારાં ચરિત્ર છે ઝાજ ।
માટે સૌને સંભારવાં, એમ શ્રીમુખે કહે મહારાજ ।।૪।।
ચોપાઇ-એ છે વાત ધારવા જેવીરે, ધારી વિચારી સહુને લેવીરે ।
જોવા મુક્તને મધ્યે મહારાજરે, સહુ લઇ પોતાનો સમાજરે ।।૫।।
પૂજ્યા મુનિએ બહુ પ્રકારેરે, સુંદર લઇ ષોડશ ઉપચારેરે ।
કરે સ્તુતિ મુનિ જોડી હાથરે, એવી રીત્યે સંભારે જે નાથરે ।।૬।।
એતોેે ચિંતવન છે જો એવુંરે, બ્રહ્મમો’લે લઇ જાવા જેવુંરે ।
વળી મળતા મુનિને મહારાજરે, લેતા ચરણ છાતિયે મુનિરાજરે ।।૭।।
વળી જમાડતા મુનિ જનરે, ભાત્ય ભાત્યનાં લઇ ભોજનરે ।
પ્રેમે પિરસતા પોતે નાથરે, લઇ લાડવા જલેબી હાથરે ।।૮।।
નાના કરતાં જમાડતા જોરેરે, એવી મૂર્તિ સંભારો નિશ-ભોરેરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
આપે મુખમાં લાડુ જલેબીરે, આવે સુખ સંભારે એ છબીરે ।।૯।।
દ ે ત ા દ હ ી દ ૂ ધ દ ા ે વ ટ ર ે , ઢ ા ે ળ ી મ ા થ્ ા ે હ િ સ ચ ા લ ે ચ ટ ર ે । ખાંડ સાકર દેતા પોશ ભરીરે, એવી મૂર્તિ રાખો રુદે ધરિરે ।।૧૦।।
એમ સંભારતાં ઘનશ્યામરે, નિશ્ચે પામશો પરમ ધામરે ।
વળી ચિંતવો ચટકંતી ચાલરે, જોતાં લટકાં થાશો નિહાલરે ।।૧૧।।
હસવું બોલવું રમવું સંભારીરે, ત્રોડે તાન તાળી સુખકારીરે ।
અંગ દબાવતાં અવિનાશરે, બહુ બળે દાબતા તે દાસરે ।।૧૨।।
શીત ઋતુમાંહી સંભારતાંરે, જોયા છાતિ કાઢિને તાપતાંરે ।
ચકમો ચોફાળ ને રજાયેરે, એવા સંભારી રાખો ઉરમાંયેરે ।।૧૩।।
ઉષ્ણ ઋતુમાંહિ અવિનાશીરે, સંભારતાં મૂર્તિ સુખરાશીરે ।
નાખે પંખે શું દાસ પવનરે, શીતળ છાયાયે બેસી જીવનરે ।।૧૪।।
પ ી ત ા ન ી ર િ ન મર્ ળ ન ા થ્ ા ર ે , પ ે ટ ઉ પ ર ફ ે ર વ ત ા હ ા થ્ ા ર ે ।
પીતા પયશરકરા સારીરે, એવી મૂર્તિ રાખો ઉર ધારીરે ।।૧૫।।
ચોમાસામાં ઓઢેલ કામળીરે, ધરી છતરી શિરપર વળીરે ।
એમ સંભારી શ્યામ સુખકારીરે, થાયે અક્ષરધામ અધિકારીરે ।।૧૬।।
હૈયે હાર અપાર સહિતેરે, રાખે હરિ મૂર્તિ હેતે પ્રીતેરે ।
સુંદર ચાંદલા સહિત લલાટરે, જોવું બ્રહ્મમોહોલ જાવા માટરે ।।૧૭।।
જેજે રીત્યે જોયા જન જેણેરે, કરી લીધું નિજ કાજ તેણેરે ।
જેજે એમ ચિંતવેછે જનરે, તેતે પામે અક્ષર પત્તનરે ।।૧૮।।
એવો મોટો છે આ અવતારરે, સર્વે રીતે છે સહુને પારરે ।
ઘનશ્યામ નામનો એ અર્થરે, કરવા હરિ સહુને સમર્થરે ।।૧૯।।
તેમ સહુ જનને સુખ દેવારે, પ્રભુ પ્રગટ્યા આ સમે એવારે ।
આપ્યો બહુ જનને આનંદરે, સુખદાયક શ્રીસહજાનંદરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષોડશઃ પ્રકારઃ ।।૧૬।।
દોહા - વળી સંભારવા શ્રીહરિ, જેવી રીતે જોયા હોય ।
સુખ થાવાની સંપત્તિ, એહ જેવી બીજી નહિ કોય ।।૧।।
અન્ન વિના જેમ ભૂખ ન ભાગે, તૃષા જાય નહિ વણ તોય ।
શીત ન વીતે વહ્નિ વિના, તેમ નાથ વિના સુખ નોય ।।૨।।
ઇચ્છે સુખ કોઇ અંતરે, તે સંભારે સુંદર શ્યામ ।
જે સંભારે સુખ ઉપજે, વળી પામિયે પરમ ધામ ।।૩।।
જેમ રવિમંડળે રજની નહિ, શશિમંડળે નહિ તલ તાપ ।
તેમ મૂર્તિ મહારાજની, હરણ સર્વે સંતાપ ।।૪।।
ચોપાઇ-એવી મૂર્તિ અતિ સુખકારીરે, સહુને રાખવી હૃદે સંભારીરે
બેઠા દિઠા દિવી અંજવાળેરે, હાંડી મેતાબ રૂડે રૂપાળેરે ।।૫।।
જા ે ય ા શ િ શ સ ૂ યર્ ન ે ત ે જ ે ર ે , અ ે હ િ વ ન ા પ્ર ક ા શ બ ી જ ે ર ે । ઝળમળતિ મૂરતિ જોવીરે, જોઈ ચિત્તમાંહિ પરોવીરે ।।૬।।
વસંત ઋતુએ વસન વસંતિરે, પે’ર્યાં હોય અનૂપમ અતિરે ।
રમતાં દિઠા હોય સખા સંગેરે, રંગભીનો ભર્યા અતિ રંગેરે ।।૭।।
નાખે પિચકારી વારી ભરીરે, નિજજન પર હેતે હરિરે ।
વળી નાખે ગુલાલ લાલ ઘણોરે, સંભારે એ સમો સોયામણોરે ।।૮।।
અ ે હ મ ૂ ર્િ ત ધ ા ર ત ા ં ઉ ર ર ે , બ ્ર હ્મ મ ા ે ’ લ ે જા વ ા ન ુ ં જ રુ ર ર ે । વળી રંગભીનો ભર્યા રંગેરે, જેવા જોયા હતા સખા સંગેરે ।।૯।।
ના’તા નદી નદ ને તલાવેરે, કુંડ કૂવા ને સાગર વાવ્યેરે ।
તેતોે થયાં સરવે તીરથરે, જેમાં ના’યા શ્રીહરિ સમરથરે ।।૧૦।।
એવી મૂર્તિ મળી છે જેનેરે, કાંઇ બીક ન રાખવી તેણેરે ।
કરી લીધું છે સર્વે કામરે, તન છુટે જાશે નિજધામરે ।।૧૧।।
વળી સંભારવા સખા સાથેરે, ચડ્યા ઘણા મૂલા ઘોડા માથેરે ।
ધરી ઢાલ અલૌકિક અસિરે, છડી લાકડી ને વળી બંસિરે ।।૧૨।।
ખેલે શાંગ્ય કમાન ને તીરેરે, બાંધ્યો કટાર તે મહાવીરેરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
છતર ચમર અબદાગરિયેરે, એવી મૂર્તિ અંતરમાં ધરિયેરે ।।૧૩।।
બેઠા આંબા આંબલી છાંયડેરે, આસોપાલવ પીપર વડેરે ।
પીપલ બકોલ ને બોરસડીયેરે, બીજાં બહુ તરુ બોરડિયેરે ।।૧૪।।
જે જે વૃક્ષે બેઠા દિઠા નાથરે, ત્યાં ત્યાં સંભારવા સખા સાથરે ।
એહ સંભારતાં અહોનિશરે, થાય બ્રહ્મમો’લે પરવેશરે ।।૧૫।।
એમ અનેક વિધે આ વારરે, ઉઘાડ્યું છે કલ્યાણનું બારરે ।
વળી બેઠા હોય જેતે જાગેરે, ફુલવાડી ઝાડી બહુ બાગેરે ।।૧૬।।
વન ઉપવન એહ આદિરે, દિઠી મૂર્તિ રૂપાળી રાયજાદિરે ।
વળી રાજા રંકને ભવનરે, શેઠ શાહુકારને સદનેરે ।।૧૭।।
જોયા લોક પટેલને ઘેરરે, વળી બ્રહ્મસભામાં બહુ વેરરે ।
એમ જ્યાં જ્યાં જોયા જગપતિરે, મહામનોહર મૂરતિરે ।।૧૮।।
ત્યાંત્યાં સંભારતાં ઘનશ્યામરે, સરે જાણજો સઘળાં કામરે ।
એમ સોંઘું કર્યું કલ્યાણરે, સહુ જાણજો જન સુજાણરે ।।૧૯।।
જેજે આ સમે પામ્યા જનમરે, નથી કોય કે’વાતું તેને સમરે ।
જેમ પારસને કોઇ પામેરે, તેનાં સર્વ સંકટ વામેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તદશઃ પ્રકારઃ ।।૧૭।।
દોહા - એમ અનેક રીતે વળી ઉરમાં, જે સંભારે સુંદર શ્યામ ।
તે તન છુટે પામશે, અખંડ અક્ષર ધામ ।।૧।।
મંગળકારી સારી મૂરતિ, ધરી આજ દેવા આનંદ ।
એહ મૂર્તિની સ્મૃતિયે, તર્યાં કૈક જનનાં વૃંદ ।।૨।।
સુખનિધિ આ સંસારમાં, સહુ જન જાણો જરુર ।
મૂરતિ શ્રી મહારાજની, દઢ ધારવા જેવી ઉર ।।૩।।
જેમ જેમ જોયા જગદીશને, તેમ તેમ સંભારે સંત ।
સર્વે આચરણને સંભારતાં, પામે સુખ અત્યંત ।।૪।।
ચોપાઇ-વળી સંભારવા ઘનશ્યામરે, પુરુષોત્તમ પૂરણકામરે ।
કેને દેતા ફુલડાંની માળરે, કેને દેતા પ્રસાદિના થાળરે ।।૫।।
કેને દેતા વસ્ત્ર ને ઘરેણાંરે, કેને ફળ દલ સુખ દેણાંરે ।
કેને અન્નકણ કોરી રૂપૈયારે, દિયે નાથ દેખિને દુઃખિયારે ।।૬।।
કેને આપે છે ઘોડા ઘરેણાં ભારીરે, કેને આપે છે પાઘ ઉતારીરે ।
એવા દીનબંધુ છે દયાળુરે, સંભારતાં થાયે જો સુખાળુરે ।।૭।।
કેને મળે છે બાથમાં ઘાલિરે, કેને મગન કરે ચરણ આલિરે ।
કેને મિઠી વાણ્યે બોલાવેરે, કહે એવું જેવું એને ભાવેરે ।।૮।।
કેને અમૃત દૃષ્ટે નિહાળેરે, જોઇ જનતણા તાપ ટાળેરે ।
કેને બેસારે પ્રભુજી પાસરે, કેને સાથે કરે હરિ હાસરે ।।૯।।
એવી મૂરતિ અંતર ધારીરે, સુતાં બેઠાં રાખે જે સંભારીરે ।
તે સૌ અક્ષરના અધિકારીરે, થાશે નિશ્ચે કરી નરનારીરે ।।૧૦।।
જાણો આદ્ય અંત ને મધ્યેરે, સુખી થયા શ્યામ સંબંધેરે ।
જેણે જોયા જગનો આધારરે, તેનો બેડો થયો ભવપારરે ।।૧૧।।
હસતા રમતા ભમતા ભોમેરે, દિઠા જોઇ રે’તા વાલો વ્યોમેરે ।
વળી ગાતા વાતા ને ફરતારે, કાજુ કરનાં લટકાં કરતારે ।।૧૨।।
નીર ક્ષીર સમીર પિતારે, આસન કરતા ને મૌન ગ્રહેતારે ।
એમ જેજે રીત્યે જને જોયારે, નિરખી નાથને નયણે મોયારે ।।૧૩।।
તેતો પામિયા પરમ પ્રાપતિરે, કરી અક્ષરધામમાં ગતિરે ।
આજ અનેક રીત્યે અવિનાશરે, જોઈ સુખ પામ્યા બહુ દાસરે ।।૧૪।।
એવોે મોટો મહિમા મૂર્તિનોરે, નવીન સુખ પામવા નગિનોરે ।
કહી કહીને કહ્યું જે ઘણુંરે, મોટું માહાત્મ્ય મૂર્તિ તણુંરે ।।૧૫।।
તોયે યથારથ છે જેમરે, કે’તાં કે’તાં ન કે’વાય તેમરે ।
આજ પ્રગટાવી પ્રતાપરે, તાર્યા અનેક જીવને આપરે ।।૧૬।।
સામર્થિ સહુથી છે ન્યારીરે, વાવરી છે સમર્થ સુખકારીરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
અનંત પો’ચાડ્યા અક્ષરધામેરે, સુખદાયક શ્રીઘનશ્યામેરે ।।૧૭।।
ધર્મ એકાંતિક તે સ્થાપિયોરે, નિજ આશ્રિતમાં તે વ્યાપિયોરે ।
અસુર ગુરુ નૃપનો કિધો નાશરે, નિજ સામર્થિએ અવિનાશરે ।।૧૮।।
પુરુષોત્તમ પોતે પધારિરે, લિધા અનેક જીવ ઉદ્ધારિરે ।
આપ સામર્થિ વાવરી ઘણિરે, જોઇ નહિ કરણી જીવતણિરે ।।૧૯।।
આજ બહુ જન તારવા આવ્યારે, આવી સ્વામી સહજાનંદ કા’વ્યારે
જે જન સમરશે સહજાનંદરે, તે જન પામશે પરમ આનંદરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાદશઃ પ્રકારઃ ।।૧૮।।
દોહા - દરશનનું કહી દાખિયું, કહું સ્પરશનું જે પુનિત ।
સ્પર્શ કરી જન પામિયા, અતિ સુખ અમિત ।।૧।।
સ્ પ શર્ પ ુ રુ ષ્ ા ા ે ત્ત્ ા મ ન ા ે , ક હ ા ે જી વ ન ે થ્ ા ા શ ે ક ે મ ।
એ વાત નથી વાત સરખી, સહુ ઉર વિચારજો એમ ।।૨।।
અમાયિક માયિકનો, જાણો મોંઘો થાવો મેળાપ ।
ભાનુ રજની ભેળા મળે, એવો કર્યો નથી કેણે થાપ ।।૩।।
તે અમળતી વાત મળી, વળી સ્પર્શ્યા પુરુષોત્તમ ।
ત્રિલોકમાં વળી તેહની, શોધતાં ન મળે સમ ।।૪।।
ચોપાઇ- પુરુષોત્તમ જે પરબ્રહ્મરે, જેને નેતિ નેતિ કે’ નિગમરે ।
અતિ દુર્લભ દર્શન જેનાંરે, ભવ બ્રહ્માને ન થાય તેનાંરે ।।૫।।
જ્યારે અજ-ઇશને અગમરે, તારે મનુષ્યને ક્યાંથી સુગમરે ।
જેનાં દરશન પણ ન થાયરે, તારે તેને કેમ સ્પર્શાયરે ।।૬।।
અતિ દરશ પરશ જેનાં દૂરરે, તેતો કર્યાં હરિયે હજુરરે ।
માટે જે પ્રાણી પામિયા સ્પર્શરે, તેતો થયા સહુથી સરસરે ।।૭।।
જેને મળિયા હૈયામાં ઘાલીરે, તેને બેઠા છે અક્ષર આલિરે ।
જેની છાપિ છે ચરણે છાતિરે, તેની પ્રાપતિ નથી કે’વાતિરે ।।૮।।
જેને માથે હાથ મુક્યો નાથેરે, તેતો મળી બેઠા મુક્ત સાથેરે ।
જેને ચાંપવા આપ્યા છે ચરણરે, તેને રહ્યું નહિ જન્મ મરણરે ।।૯।।
જેણે અત્તર ચોળ્યાં છે અંગેરે, થયો સ્પર્શ એહ પ્રસંગેરે ।
જેણે ચોળ્યું છે તેલ ફુલેલરે, અતિ સારી સુગંધિ ભરેલરે ।।૧૦।।
અંગે ચોળ્યું તેલ મીણતણુંરે, એમ સ્પર્શાણું અંગ આપણુંરે ।
એહ સ્પર્શનું ફળ જે પામેરે, જાયે તે જન અક્ષર ધામેરે ।।૧૧।।
વ ળ ી ન વ ર ા વ ત ા ં ન ા થ્ ા ન ે ર ે , થ્ ા ય ા ે સ્ પ શર્ ત ે ન ા ે હ ા થ્ ા ન ે ર ે । અંગ ચોળી નવરાવ્યા નીરેરે, સ્પર્શ્યા હાથ તે નાથ શરીરેરે ।।૧૨।।
વસ્ત્ર પે’રાવતાં થયો સ્પર્શરે, તે આપનાર સુખનો સરસરે ।
ચરચ્યાં ચંદન મળીયાગરરે, સારી સુખડ્ય કાજુ કેસરરે ।।૧૩।।
કર્યો કુંકુમનો ચાંદલોરે, ભાવે કરી હરિભક્તે ભલોરે ।
માળા પે’રાવતાં સ્પર્શ થયોરે, કુંડળ ધરતાં કર અડીગયોરે ।।૧૪।।
બાજુ બેરખા બાંધતાં બાંયેરે, પૂજા કરીને લાગતાં પાયેરે ।
પૂજા કરતાં સ્પર્શાણું પંડરે, તેતો પામશે ધામ અખંડરે ।।૧૫।।
લેતાં હાથોહાથ વળી તાળીરે, સ્પર્શિ સુંદર મૂર્તિ રૂપાળીરે ।
નખશિખા સ્પર્શતાં નાથરે, ગયા સ્વધામે થઈ સનાથરે ।।૧૬।।
એવો સ્પર્શ પુરુષોત્તમ તણોરે, નથી કે’વાતો છે અતિ ઘણોરે ।
સ્પર્શ્યાં ચરણારવિંદ પાવનરે, સહુ જતને પૂજેછે જનરે ।।૧૭।।
સ્પર્શ્યાં વસ્ત્ર છે પૂજવા જેવાંરે, પૂજ્યાં ચંદન અંગ ધારી લેવાંરે ।
પૂજ્યા હાર તે પે’રવા હૈયેરે, જેથી અક્ષરધામમાં જૈયેરે ।।૧૮।।
જેજે વસ્તુ સ્પર્શી હરિ અંગરે, તેતો કલ્યાણકારી જેમ ગંગરે ।
સ્થાવર જંગમ જળ સ્થળ જેહરે, થયાં હરિસંબંધે શુદ્ધ તેહરે ।।૧૯।।
સ્પર્શી વસ્તુ એ મંગળકારીરે, ત્યારે પુરુષોત્તમની રીત્ય ન્યારીરે ।
માટે જેને સ્પર્શ્યા પરબ્રહ્મરે, તેને પરમ ધામ છે સુગમરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનવિંશઃ પ્રકારઃ ।।૧૯।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
દ ા ે હ ા - અ શ ન વ સ ન ભ ૂ ષ્ ા ન , વ ા હ ન વ ા સ ન જ ે હ ।
પુરુષોત્તમને સ્પર્શતાં, થયાં શુદ્ધ સહુએ તેહ ।।૧।।
માયિક તે અમાયિક થયાં, થયાં ગુણમય ગુણાતીત ।
સ્પર્શતાં પરબ્રહ્મને, સહુ થયાં પરમ પુનીત ।।૨।।
એવી રીત્યે અવિનાશીયે, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ।
પરમ ધામે પો’ચાડિયા, અલબેલે આ વાર ।।૩।।
દરશ સ્પર્શ દયાળ દઇ, કર્યું કોટિ કોટિનું કલ્યાણ ।
તેમ પરમ પ્રસાદિ થકી, પમાડ્યા પદ નિર્વાણ ।।૪।।
ચોપાઇ-દિધા પરસાદિના બહુ થાળરે, દયા કરીને દીનદયાળરે ।
ભોજન બહુ ભાત્ય ભાત્યનાંરે, આપ્યાં જેને જુજવી જાત્યનાંરે ।।૫।।
મુકિ માથે નાથ હાથ દિયેરે, જન મગન મન કરી લિયેરે ।
વળી આપે મુખમાંહી પાકરે, સુંદર ભોજન ને વળી શાકરે ।।૬।।
જેજે જન પ્રસાદિ એ પામ્યારે, તેતો સર્વે સંતાપને વામ્યારે ।
થયા નિર્ભય ભય બેઠા ટાળીરે, પામ્યા બ્રહ્મમોહોલ ભાગ્યશાળીરે ।।૭।।
વ ળ ી પ ય પ ા ણ ી િ પ ધ ે લ ર ે , ત ે હ જ ે જ ન ન ે િ દ ધ ે લ ર ે ।
તેહ જન જાશે બ્રહ્મમો’લરે, તિયાં પામશે સુખ અતોલરે ।।૮।।
દહી મહી દુધ ને જે ઘૃતરે, આપ્યાં પોતાનાં જમેલ તર્તરે ।
જેજે જમેલ પ્રસાદિ આલિરે, લાગિ જમતાં પોતાને જે વા’લિરે ।।૯।।
ત ે પ્ર સ ા દ ી ન ે પ ર ત ા પ ે ર ે , જા શ ે અ ક્ષ્ ા ર ે જ મ ત લ અ ા પ ે ર ે । વળી ફળ મુળ દલ દિધાંરે, જેજે જને હાથોહાથ લિધાંરે ।।૧૦।।
ગોળ ખાંડ સાકર શેલડીરે, જમેલ નાથની જેહને જડીરે ।
ચણેચી ને વળી ચોળાફળીરે, મેથી મૂળા ને મોગરી વળીરે ।।૧૧।।
જેજે વસ્તુ પોતાની જમેલરે, અર્ધિ જમીને અરધિ આપેલરે ।
એવી પોતાની જે પરસાદીરે, અનેક રીતની જે એહ આદિરે ।।૧૨।।
જેજે પામિયા છે એહ જનરે, તેતો પો’ત્યા છે બ્રહ્મસદનરે ।
ચણા ચણોલિ મગ પરદેશીરે, રૂડાં સિંઘોડાં જમ્યા જ્યાં બેસીરે ।૧૩।
પોંક ઘઉં ચણા બાજરીનોરે, ગળી ગુંદલિ વળી મકાઈનોરે ।
પોતે જમી આપી જે જીવનેરે, તેહ લિધિ હેતે કરી જનેરે ।।૧૪।।
તેનાં ભાગ્ય નથી કે’વા લાગ્યરે, થઈ બ્રહ્મમો’લ માંઈ જાગ્યરે ।
વળી હરિ જમેલ મુખવાસરે, આપ્યો નાથે જાણી નિજદાસરે ।।૧૫।।
તે મુખવાસની વાત શી કહુંરે, જે પામિ સુખ પામિયા સહુંરે ।
એમ બહુ રીતના મુખવાસરે, પામી પામીયા બ્રહ્મમો’લે વાસરે ।।૧૬।।
પ્રીતે પોતાની પ્રસાદી દઈરે, જગે જીવ ઉદ્ધારિયા કઈરે ।
દરશ સ્પરશ ને પ્રસાદીરે, જેજે જન પામ્યા રાયજાદિરે ।।૧૭।।
તેતો થયા અક્ષરના વાસીરે, એમ ઉદ્ધારિયા આવી અવિનાશીરે ।
વે’તિ કિધિ છે અક્ષરવાટરે, જાવા જીવ સહુને એ માટરે ।।૧૮।।
એમ અનેકને જો ઉદ્ધાર્યારે, આપ પ્રતાપે પાર ઉતાર્યારે ।
છોટા મોટાને થઇ છે છુટીરે, સૌને મળેછે પ્રાપતિ મોટીરે ।।૧૯।।
એમાં કૃપાનું કામ ન રહ્યુંરે, સૌને એ ધામ સુગમ થયુંરે ।
મેલ્યા મોક્ષના છોડી વાવટારે, તાર્યા જગના જીવ સામટારે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે વિંશતિતમઃ પ્રકારઃ ।।૨૦।।
દ ા ે હ ા - અ ે હ ર ી ત ે અ ગ િ ણ ત ન ે , ત ા ય ાર્ પ ા ે ત ા ન ે પ્ર સ ં ગ । તે પો’ચાડ્યા પરમ ધામમાં, સહુને કરી શુદ્ધ અંગ ।।૧।।
જ ે જ ે જ ન ન ે જા ણ જા ે , થ્ ા ય ા ે શ્ર ી હ િ ર ન ે સ ં બ ં ધ ।
તરત તે પ્રાણી તણા, છુટિ ગયા ભવબંધ ।।૨।।
અતિશે સામર્થિ આ સમે, વાવરતાં ન કર્યો વિચાર ।
ઉદાર મને આવિયા, જન તારવા જગ આધાર ।।૩।।
સુખનિધિ સહજાનંદજી, કીધિ ઇચ્છા આણિ ઉમંગ ।
અનંત જીવ ઉદ્ધારિયા, એમ પોતાને પ્રસંગ ।।૪।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
ચોપાઇ-મોટો પરતાપ મૂર્તિતણોરે, કહ્યો થોડો ને રહી ગયો ઘણોરે ।
હવે પોતાને સંગાથે સંતરે, આવ્યા છે જે મુક્ત અનંતરે ।।૫।।
તેહ દ્વારે ઉદ્ધારિયા જે જનરે, તેપણ થયા પરમ પાવનરે ।
જ્યાં જ્યાં ફરી મુક્તની મંડળીરે, કરી વાત જે જને સાંભળીરે ।।૬।।
સુણિ વાત લાગી અતિ સારીરે, તેતો હેતે લીધિ હૈયે ધારિરે ।
પછી નિ’મ ધારી નકી મનેરે, રહ્યા જે જે જન વચનેરે ।।૭।।
તેતો તન તજે જેહ વારેરે, આવે નાથ તેડવાને ત્યારેરે ।
તેડિ જાયે તે પોતાને ધામરે, થાય તે જન પૂરણકામરે ।।૮।।
વળી જેણે આપ્યું અન્ન જળરે, કંદ મૂળ પાન ફુલ ફળરે ।
એહ આપનાર જેહ જનરે, જાય ધામમાં થાય પાવનરે ।।૯।।
વળી હાથ જોડી પાયે લાગેરે, શિશ નમાવીને બેસે આગેરે ।
સુણે શ્રદ્ધાયે વાત સંતનીરે, બહુપેરે સુબુદ્ધિવંતનીરે ।।૧૦।।
સુણી વાત લિયે ગુણ હૈયેરે, તેપણ ધામના નિવાસી કહિયેરે ।
વળી સંતને કોઇ સંતાપેરે, નિરમાની જાણી દુઃખ આપેરે ।।૧૧।।
તેની ભિડ્યમાંહિ પોતે ભળીરે, કરે સંત તણિ સા’ય વળીરે ।
એવી રક્ષાના કરનારરે, એવા જન ઉદ્ધાર્યા અપારરે ।।૧૨।।
વળી સંત જાણી શીલવંતરે, નાખે માથે આળ અત્યંતરે ।
ખોટા કલંક ધરે સંત શિરરે, પાપી આળ ચડાવી અચિરરે ।।૧૩।।
તેનો પક્ષ લઇ પોતા માથેરે, કરે લડાઇ લબાડ સાથેરે ।
એહ પક્ષના જે લેનારરે, જાય તે જન ધામ મોઝારરે ।।૧૪।।
વળી ખાતાં પીતાં સંત જોઇરે, લિધો ગુણ કે’ આવા ન કોઇરે ।
જોઇ વર્તવું ને વળી વેશરે, સુણી સારો લાગ્યો ઉપદેશરે ।।૧૫।।
જેને વા’લી લાગી સંત વાતરે, રાખ્યાં નિ’મ થઇ રળીયાતરે ।
તેને તન છુટે તતકાળરે, આવે તેડવા દીનદયાળરે ।।૧૬।।
તેને આપે અક્ષરમાં વાસરે, મહાસુખ પામેછે તે દાસરે ।
કર્યો સંતનો દરશ સ્પરશરે, ગાયા જીહ્વાયે સંતના જશરે ।।૧૭।।
તે પણ ધામના છે અધિકારીરે, ખરી વાત લખિ છે વિચારિરે ।
વાત શ્રીમુખથી સાંભળેલરે, નથી બીજે તે ક્યાંયે લખેલરે ।।૧૮।।
કહ્યું શ્રીમુખે શ્રીભગવાનેરે, તે મેં સાંભળ્યું છે મારે કાનેરે ।
આજ જીવ અનેક પરકારેરે, લઇ જાવા છે જો ધામ મારેરે ।।૧૯।।
એમ મને કહ્યું ’તું મહારાજેરે, રાજી થઇને રાજ અધિરાજેરે ।
તે પ્રમાણે લખ્યું છે લઈરે, નથી મારા હૈયાની મેં કઈરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકવિંશતિતમઃ પ્રકારઃ ।૨૧।
દોહા - શ્રીમુખથી સુણી સામ્રથી, નથી કે’વાતિ તે કોએ રીત ।
કહિયે હૈયે સમાય નહિ, છે એવી આજની અગણિત ।।૧।।
અ ે ક સ ૂ ર પ્ર ક ા શ ે સ હ ુ ન ે , અ ે ક શ િ શ ક ર ે શ ી ત ળ ।
એક મેઘ પલાળે પૃથવી, વરસાવી સુંદર જળ ।।૨।।
એહ એક પણ કરે એટલું, સહુને સરખો સમાસ ।
આતો અનેક રીતશું, આવ્યા ઉદ્ધારવા અવિનાશ ।।૩।।
જેમ જ્વાળા બાળે શુદ્ધાશુદ્ધને, શુદ્ધાશુદ્ધ પલાળે મેઘ ।
શુદ્ધાશુદ્ધ સમઝે નહિ, જ્યારે વાયુ વાય કરી વેગ ।।૪।।
ચોપાઇ-એમ આજ તાર્યા છે અપારરે, ગુણાગુણ ન જોયા લગારરે ।
જેમ મોટો સદાવ્રતી હોયરે, તે તો ભુખ્યાનું મુખ ન જોયરે ।।૫।।
તેમ આજ સદાવ્રત મોટુંરે, બાંધ્યું છે તારવા જીવ કોટ્યુંરે ।
પશુ પંખી પન્નગ નર નારીરે, લિધા આપ સામર્થિયે તારીરે ।।૬।।
દેવ દાનવ ભૂત ભૈરવરે, એહ આદિ ઉદ્ધારિયા સરવરે ।
કીટ પતંગ પરજંત પ્રાણિરે, તાર્યા અગણિત લિયો જાણિરે ।।૭।।
જેજે આસમે જગમાંયે જીવરે, થયા સત્સંગ સંબંધે શિવરે ।
જેમ એક હોય ચિંતામણીરે, ટાળે પીડા તે ત્રિલોક તણીરે ।।૮।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
તેમ બહુ ચિંતામણિ હોયરે, તારે દુઃખી રહે નહિ કોયરે ।
સંત સંન્યાસી સત્સંગી બટુરે, એને સંબંધે પામેછે સુખ મોટુંરે ।।૯।।
ચિંતામણિ ઘણિઘણિ હરિરે, તેની વાત જાતી નથી કરિરે ।
માટે હરિ હરિના જે દાસરે, તેથી પામ્યાં કૈ બ્રહ્મમો’લે વાસરે ।।૧૦।।
એનું આશ્ચર્ય માનો ન કોયરે, સમર્થથી શુંશું ન હોયરે ।
સમર્થ સરવ પરકારેરે, કરે તેતે જેજે મન ધારેરે ।।૧૧।।
તેની કોણ આડી કરનારરે, ના હોય ધણિનો ધણિ નિરધારરે ।
માટે સહુ માનિલેજો સઈરે, આજ એમ ઉદ્ધાર્યા છે કંઇરે ।।૧૨।।
જેમ દરશ સ્પરશ પરસાદિરે, આપિ તાર્યા નર નારી આદિરે ।
તેમ હરિજન ત્યાગી ગૃહીરે, તેથી પણ ઉદ્ધારિયાં કહીરે ।।૧૩।।
વળી આ સમે ધરિયું જે નામરે, તેને જપતાં જાયે અક્ષરધામરે ।
નીલકંઠ નામ ઘનશ્યામરે, સદા સર્વ સુખનું ધામરે ।।૧૪।।
જેહ નામે પામે સુખ સહુરે, એવું નામ અનુપમ કહુંરે ।
સહજાનંદ આનંદ સુખકારીરે, એહ નામ જપેછે નર નારીરે ।।૧૫।।
સ્વામિનારાયણ નારાયણરે, ભજી કૈ થયા ધામ પરાયણરે ।
લેતાં નારાયણ મુનિ નામરે, પામ્યા કંઈ સુખ વિશ્રામરે ।।૧૬।।
હરિ હરિકૃષ્ણ કૃષ્ણ કે’તાંરે, તર્યા અપાર એનામ લેતાંરે ।
એવા નામના નામી જે સ્વામીરે, તે છે અક્ષરધામના ધામીરે ।।૧૭।।
સહુના નિયંતા સહુના નાથરે, સહુના સ્વામી સુખની મીરાંથરે ।
એવું નામ જપે જન જેહરે, પામે પૂરણ સુખને તેહરે ।।૧૮।।
હાલે હૂકમ એ નામ તણોરે, આજ અમલ એહનો ઘણોરે ।
શક્કો સર્વે પ્રકારે છે એનોરે, નથી અમલ આજ બીજા કેનોરે ।।૧૯।।
કોઇ માં લિયો બીજાની ઓટરે, જેમાં જાયે જાણો જન ખોટરે ।
ખરાખરી એ વાત ખોટી નથીરે, વારેવારે શું કહિયે જો કથીરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વાવિંશઃ પ્રકારઃ ।।૨૨।।
દોહા - પુરુષોત્તમ પધારિયા, બહુ જીવનાં કરવા કાજ ।
સર્વે સામર્થિ સહિત પોતે, આજ આવિયા મહારાજ ।।૧।।
અનેક ઉપાયે કરી હરિ, ખરી આદરી છે વળી ખેપ ।
આ સમે જેનો જન્મ છે, તેને આવિગયું ઘણું ઠેપ ।।૨।।
દાસના દરશન સ્પરશથી, કર્યાં છે બહુનાં કલ્યાણ ।
ત્રિલોકના જીવ તારવા, વડુ મંડાણું છે વા’ણ ।।૩।।
પાર ઉતાર્યા પરિશ્રમ વિના, બેસી નામ રૂપિયે નાવ ।
જે જને જપ્યા જીભથી, તે તરિગયા ભવદરિયાવ ।।૪।।
ચોપાઇ-એવો નામનો છે પરતાપરે, ધન્ય જે જન જપે આપરે ।
પૂર્ણ પુરુષોત્તમ સુખધામરે, તેણે ધર્યું સહજાનંદ નામરે ।।૫।।
સહજાનંદ સહજાનંદ ગાયરે, તેતો અક્ષરધામમાં જાયરે ।
સહજાનંદ નામ જેને મુખેરે, તેતો બ્રહ્મપુર જાશે સુખેરે ।।૬।।
જેહ મુખે એ નામ ઉચ્ચારરે, તેતો પામી ગયા ભવપારરે ।
સહજાનંદ નામ સમરતાંરે, નથી પરિશ્રમ પાર ઉતરતાંરે ।।૭।।
સહજાનંદ નામ જે વદનેરે, તેતો પહોત્યા બ્રહ્મસદનેરે ।
સહજાનંદ સહજાનંદ ગાતાંરે, નથી કઠણ એને ધામ જાતાંરે ।।૮।।
સહજાનંદ સહજાનંદ કહિયેરે, જાણે એથી પરમ પદ લહિયેરે ।
જેને અખંડ એ છે રટનરે, તેને ન રહે ભવ અટનરે ।।૯।।
સ્ વ ા િ મ ન ા ર ા ય ણ શ બ દ ે ર ે , પ્ર ા િ ણ વ ા સ ક ર ે છ ે બ ે હ દ ે ર ે ।
સહજાનંદ નામ સુણ્યું કાનેરે, તેને આવ્યું છે એ ધામ પાનેરે ।।૧૦।।
સહજાનંદ એ નામ સાંભળીરે, જાયે પાપ પૂરવનાં બળીરે ।
સુણિ સ્વામિનારાયણ નામરે, સર્યાં કઇક જીવનાં કામરે ।।૧૧।।
કાને એ નામની ભણક પડિરે, તેને અક્ષરપોળ ઉઘડીરે ।
સ્વામિનારાયણની કીરતિરે, સુણિ રહે નહિ પાપ રતિરે ।।૧૨।।
સ્વામિનારાયણની જે કથારે, સુણે જાયે નહિ જન્મ વૃથારે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
સ્વામિનારાયણ નામ પદરે, સાંભળતાં આવે સુખ સદરે ।।૧૩।।
છંદ અષ્ટક ને વળી શ્લોકરે, સુણે ભણે પો’ચે બ્રહ્મલોકરે ।
સાખિ શબ્દ સ્વામિનામે જેહરે, સર્વે કલ્યાણકારી છે તેહરે ।।૧૪।।
શ્વાસ ઉશ્વાસે સમરે સ્વામીરે, તેની વ્યાધિ જાયે સર્વે વામીરે ।
રહે રસનાએ રવ એનોરે, ધારા અખંડ ઉચ્ચાર તેનોરે ।।૧૫।।
તેતો પામેછે પરમ પ્રાપતિરે, નથી ફેર તેમાં એક રતિરે ।
એવો નામ તણો પરતાપરે, કહ્યો સહુથી અધિક અમાપરે ।।૧૬।।
જા ણ ે અ જા ણ ે જ પ શ ે જ ે હ ર ે , પ ર મ ધ ા મ ન ે પ ા મ શ ે ત ે હ ર ે । એવું આજ ઉઘાડ્યું છે બારરે, કરવા બહુ જીવને ભવપારરે ।।૧૭।।
સકાર કે’તાં સર્વે દુઃખ વામેરે, હકાર કે’તાં હરિધામ પામેરે ।
જકાર કે’તાં જયજય જાણોરે, નકાર કે’તાં નિર્ભય પ્રમાણોરે ।।૧૮।।
દકાર કે’તાં દદામા દઈનેરે, પામે ધામ સહજાનંદ કહિનેરે ।
સ્વામિનારાયણ નામ સારરે, જેથી જીવ તર્યા છે અપારરે ।।૧૯।।
કલિયુગમાં કર્યું છે વા’ણરે, રે’વું નારાયણ પરાયણરે ।
નથી એથી વાત કાંય મોટિરે, મર કરે ઉપાય કોઈ કોટિરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોવિંશતિતમઃ પ્રકારઃ ।૨૩।
દ ા ે હ ા - અ ે મ અ ા જ અ િ વ ન ા શ ી ય ે , ક ય ુર્ ં સ ા ેં ઘ ુ ં ક લ્ ય ા ણ । જે જડે નહિ મોટા જોગીને, તે વણ શ્રમે કર્યું વાણ ।।૧।।
દેહ દમ્યા વિના દાસને, આપ્યું ધામ અવિનાશ ।
તોયે મન માન્યું નહિ, થયું નહિ હૈયું હુલ્લાસ ।।૨।।
પ છ ી ઉ ત્ સ વ અ ા દ ય ાર્ , વ ર સ ા ે વ ર સ વ ડ ત ા લ ।
દેઇ દરશન દાસને, કરવા કોટિક નિહાલ ।।૩।।
ર ા મ ન વ મ ી પ્ર બ ા ે ધ ન ી , ઉ ત્ સ વ ન ા િ દ ન અ ે હ ।
અણ તેડ્યે સહુ આવજો, કહ્યું શ્રી મુખે કરી સનેહ ।।૪।।
ચોપાઇ-અમે પણ આવશું જરૂરરે, થાશે દરશ ને દુઃખ દૂરરે ।
સંત સહિત નિરખશો નેણેરે, અતિ સુખી થાશો સૌ તેણેરે ।।૫।।
એમ કહ્યું આપે અવિનાશરે, સુણિ રાજી થયા સહુ દાસરે ।
પછી ઉત્સવ ઉપર એહરે, થયા સાબદા સૌ મળી તેહરે ।।૬।।
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણરે, ચાલ્યા ઉત્સવપર તતક્ષણરે ।
સુણ્યો સમૈયો શ્રવણે જેણેરે, કરી તરત તૈયારી તેણેરે ।।૭।।
આવ્યા વાયદે વરતાલ ગામરે, ત્યાગી ગૃહી પુરુષ ને વામરે ।
પછી વા’લમ પણ વરતાલરે, આવ્યા કરવા સહુને નિહાલરે ।।૮।।
આવ્યા હતા જે જન અપારરે, દરશન કરવાને નર નારરે ।
તે સહુને દરશન દિધાંરે, જને નેણે નિરખી સુખ લિધાંરે ।।૯।।
બેઠા મોટે મેડે મહારાજરે, સૌને દરસન દેવાને કાજરે ।
ઉભા થઇને આપે દયાળરે, લિયે સહુ જનની સંભાળરે ।।૧૦।।
પે’રી સુંદર વસ્ત્ર સોનેરીરે, જોયા જેવી શોભા જામા કેરીરે ।
પે’રી પાયે જામો જરીનોરે, નૌતમ નાડિનો રંગ નવીનોરે ।।૧૧।।
કસિ કમર સોનેરી સાલેરે, બાંધ્યો સોનેરી રેંટો વાલેરે ।
ધર્યાં છોગાં તેમાં ફુલનાંરે, લટકે તોરા મોંઘા મૂલનારે ।।૧૨।।
કંઠે કનક કુસુમના હારરે, ઓપે પરવાળાં તે અપારરે ।
બાજુ કાજુ કુંડળ કાનેરે, શોભે સારાં ઘરેણાં સોનાનેરે ।।૧૩।।
વેઢ વીંટિ કર કડાં શોભેરે, જોઈ જન તણાં મન લોભેરે ।
હૈયે હાર ને હીરા સાંકળીરે, મોતી માળા શોભે વળી વળીરે ।।૧૪।।
એવાં વસ્ત્ર ઘરેણાંને પેહેરિરે, જુવે સહુ જનને વા’લો હેરિરે ।
જન જોઇ એવી મૂરતિરે, હૈયે હેત વાધેછે જો અતિરે ।।૧૫।।
નિર્ખિ હર્ખિ અંતર ઉતારેરે, જેવા જોયા તેવા ઉર ધારેરે ।
જેણે જેણે જોયા જગદીશરે, નિર્ખિ જેણે નમાવિયાં શીષરે ।।૧૬।।
તેતો અક્ષરના અધિકારીરે, થયાં બહુ સહુ નર નારીરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
એવી મૂર્તિ ઉર જેને રહિરે, તેને સર્વે કમાણિ જો થઇરે ।।૧૭।।
ભાગે આવ્યો તેને બ્રહ્મમો’લરે, જિયાં અતિ સુખ છે અતોલરે ।
એહ સુખને આપવા કાજરે, આપે આવિયા છે જો મહારાજરે ।।૧૮।।
માટે કરેછે મોટા જો મેળારે, બહુ જન કરવાને ભેળારે ।
માટે જેણે જોયા એ સમૈયારે, તેતો બ્રહ્મમો’લવાસી થયારે ।।૧૯।।
ઘણી રીતે હેતે ઘનશ્યામરે, લઇ જાવા છે પોતાને ધામરે ।
જીવ અર્થે આવ્યા છે આપેરે, તાર્યા જીવ આપ પ્રતાપેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્વિંશઃ પ્રકારઃ ।।૨૪।।
દોહા - વળતું વાલમે વિચારીયું, ઉત્સવ કરવા અનેક ।
સહુ જન મળે સાંમટા, સમઝાય સહુને વિવેક ।।૧।।
વરસો વરસ વેગે કરી, આવે દરશને દોય વાર ।
એવી કરું હવે આગન્યા, મારા જનને નિરધાર ।।૨।।
અખંડ રહેશે ઉત્સવ એહ, નથી એક બે વરસની વાત ।
માટે ઉપાય બીજો કરું, જેથી થાશે સહુ રળીયાત ।।૩।।
મંદિર કરાવું મોટાં અતિ, મૂર્તિયો બેસારું માંય ।
સુગમ સહુ નરનારને, પૂજે સ્પરશે લાગે પાય ।।૪।।
ચોપાઇ-જિયાંલગિ દર્શન અમે દૈયેરે, વળી સમૈયે અમે આવિયેરે ।
પણ અવાય નહિ સમૈયેરે, દરશન વિના દાઝે જન હૈયેરે ।।૫।।
માટે મૂર્તિયો અતિ સારીરે, કરી મંદિર દિયો બેસારીરે ।
તેને પૂજે પ્રેમ વધારીરે, ત્યાગી ગૃહી વળી નરનારીરે ।।૬।।
એમ વાલમે કર્યો વિચારરે, માંડ્યાં મંદિર કરવા તે વારરે ।
અમદાવાદમાં કરાવિ મંદિરરે, તિયાં બેસારિયા બેઉ વીરરે ।।૭।।
ન ર ન ા ર ા ય ણ સ ુ ખ ર ા શ ી ર ે , પ ધ ર ા વ ી ક ર ા વ ી ચ ા ે ર ા શ ી ર ે । જેજે દર્શન કરશે એનાંરે, મોટાં ભાગ્ય માનવાં જો તેનાંરે ।।૮।।
( દ ા ે હ ા - મ ં ગ લ મ ૂ ર્િ ત મ હ ા પ્ર ભ ુ , શ્ર ી સ હ જા ન ં દ શ્ ય ા મ ।
સુખસાગર સંતાપ હરન, રટુ નિરંતર નામ ।।૧।।
ગ ા ે િં વ દ ન ે ગ મ ત ુ ં સ દ ા , ગ ા મ વ ્ર ત ા લ િ વ શ ે ષ્ ા ।
જળ છાયા ફળ ફુલ કરી, ગુણવંત ગુર્જર દેશ ।।૨।।)
વ ર ત ા લ મ ં િ દ ર અ ા દ ય ુર્ ં ર ે , ત ે ત ા ે સ હ ુ થ્ ા ી સ ર સ ક ય ુર્ ં ર ે ।
નવ મંદિર સુંદર સારાંરે, કર્યાં નૌતમ તે ન્યારાં ન્યારાંરે ।।૯।।
પૂરવ દિશાનાં મંદિર ત્રણરે, માંય મૂર્તિઓ મન હરણરે ।
લક્ષ્મીનારાયણ જાણો જોડ્યરે, એતો બેસાર્યા શ્રીરણછોડરે ।।૧૦।।
ઉ ત્ત્ ા ર મ ં િ દ ર ે ધ મર્ ભ ગ િ ત ર ે , પ ા સ ે પ ા ે ત ા ન ી મ ૂ ર િ ત ર ે । દક્ષિણ દેરામાંહિ રાધાકૃષ્ણરે, જોઇ જન મન થાય પ્રશ્નરે ।।૧૧।।
વળી પોતાની મૂર્તિ બેસારીરે, તેતો સહુથી છે બહુ સારીરે ।
એહ મૂર્તિ મંગળ રૂપરે, સહુ જનને સુખ સ્વરૂપરે ।।૧૨।।
વસ્યા આવી વરતાલ ગામરે, ધર્મનંદને કર્યું નિજ ધામરે ।
તિયાં વર્ષોવરષ આવે જનરે, આવે ઉત્સવે કરે દરશનરે ।।૧૩।।
ઉત્સવ વિના પણ આડે દિનેરે, આવે અનેક જન દરશનેરે ।
જેજે દરશન કરે કોય દાસરે, તેતો પામે બ્રહ્મમો’લે વાસરે ।।૧૪।।
એવું ધાર્યું છે ધર્મનંદનેરે, તેની કોણ કરે કહો મનેરે ।
જેનો હુકમ પાછો ન ફરેરે, તેતો જેમ ધારે તેમ કરેરે ।।૧૫।।
આજ મહારાજે ધાર્યું છે એમરે, કેનું ફેરવ્યું ફરશે કેમરે ।
માટે એ વાટે કલ્યાણ જાણોરે, કહ્યું શ્રીમુખે સત્ય પ્રમાણોરે ।।૧૬।।
નથી વાત આ વડાઈ સારુંરે, સાચી લખતાં શીદ શંકા ધારુંરે ।
માટે બહુ રીતે તારવા કાજરે, આજ આવ્યા છે પોતે મહારાજરે ૧૭
તાર્યા આવીને જીવ અનેકરે, વરતાલે તો વાળ્યો વસેકરે ।
જોયા ઉત્સવ સમૈયા જેણેરે, કરી લિધું છે કારજ તેણેરે ।।૧૮।।
જેણે કરી મંદિરની સેવારે, વળી પૂજ્યા સંત મુક્ત જેવારે ।
કરી ભક્તિ અતિ ભલે ભાવેરે, તેને તુલ્ય કહો કોણ આવેરે ।।૧૯।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
એનું ફળ છે અક્ષરધામરે, પામી થાશે તે પૂરણકામરે ।
એતો વાત છે સાચી સઘળીરે, શ્રીમુખથી મેં જો સાંભળીરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચવિંશઃ પ્રકારઃ ।।૨૫।।
દ ા ે હ ા - ચ લ ઉ ત્ સ વ ચ ડ ા ે ત ર ે , વ ર ત ા લ ે વ ા ર મ વ ા ર ।
ઠીક પોતે ઠરાવિયા, જગ તારવા જીવ અપાર ।।૧।।
ર ા મ ન ા ૈ મ ી અ ે ક ા દ શ ી , પ્ર બ ા ે ધ ન ી જ ે પ ા વ ન ।
આવે અગણિત એ સમે, સહુ જન કરે દરશન ।।૨।।
સંત અનંત સૌ મળે, વળી ભેળા હોય ભગવંત ।
તેનાં દરશન કરતાં, પામે પરમ પદ અનંત ।।૩।।
વ ળ ી મ ન ા ે હ ર મ ૂ ર્િ ત ય ા ે , મ ં િ દ ર મ ા ં સ ુ ં દ ર સ ા ર ।
જે નિરખે નયણાં ભરી, તે પામી જાય ભવપાર ।।૪।।
ચોપાઇ-ધન્ય ધન્ય ધામ વરતાલરે, સારો આવ્યો છે સર્વે તાલરે ।
જેમ મંદિર સારું સુંદરરે, તેમ મૂર્તિયો મનહરરે ।।૫।।
િ ન ર્િ ખ જ ન મ ગ ન થ્ ા ા ય ર ે , હ ર્િ ખ હ ર્િ ખ હ િ ર ગ ુ ણ ગ ા ય ર ે ।
જળ અમળ નાયે ગોમતીરે, જિયાં નાહ્યા પોતે જગપતિરે ।।૬।।
કરે ઓટા દેરીનાં દર્શનરે, લિયે છાપ તે થાય પાવનરે ।
અતિ અમુલ્ય આંબલા છાયરે, બેઠા હરિ કરી જ્યાં સભાયરે ।।૭।।
સુંદર સારું શોભેછે તલાવરે, જિયાં જોયા મનોહર માવરે ।
તિયાં આંબલી એક રૂપાળીરે, બેઠા સંતપતિ પાટ ઢાળીરે ।।૮।।
આંબા ઉભે શોભેછે અતોલેરે, જિયાં હરિ બેઠા હિંડોલેરે ।
પ્રેમે પે’ર્યાતાં સોનેરી પટરે, વળી માથે ધર્યો’તો મુગટરે ।।૯।।
એવી જુવેછે જે સર્વે જાગ્યરે, તેનાં કહ્યાં ન જાયે ભાગ્યરે ।
ધન્ય કૂપ અનુપ એ બેહુરે, નાહ્યા નાથ સાથે સંત સહુરે ।।૧૦।।
ધન્ય ભૂમિકા ભાગ્ય અમિતરે, થઈ હરિચરણે અંકિતરે ।
ધન્ય ધન્ય એ શે’રી બજારરે, જિયાં હરિ ફર્યા બહુવારરે ।।૧૧।।
ધન્ય ઘર ઓસરી આંગણાંરે, જિયાં પગલાં થયાં પ્રભુ તણાંરે ।
ધન્ય રાણ્યવાડી ધર્મશાળારે, જિયાં જમ્યાછે સંત સઘળારે ।।૧૨।।
(લાડુ જલેબી સુતરફેણિરે, સેવદલ શિરો ને રોટલી ઝિણિરે ।
દુધપાક ને પુરી કંસારરે, હરિયે હાથે ફેર્યા વારં વારરે ।।૧।।
સાટા ઘેબર ને માલપુડારે, રસ દહી દુધ મોતિયા રુડારે ।
ફર્યા પંગતમાં પંચ વારરે, જમ્યા સંત થયો જેજે કારરે ।।૨।।)
એહ આદિ બીજાં બહુ સ્થાનરે, જિયાં જમ્યા રમ્યા ભગવાનરે ।
જુવે સર્વે સ્થળ એ સંભારીરે, એક એકથી કલ્યાણકારીરે ।।૧૩।।
ભારે ભાગ્ય છે એ ભૂમિતણાંરે, રમ્યા રાજ રાખી નહિ મણારે ।
જેજે જન જાયગા એ જોશેરે, તેતો અતિ મોટી ખોટ ખોશેરે ।।૧૪।।
લેશે અલભ્ય લાભ અપારરે, તેતો નિશ્ચે જાણો નિર્ધારરે ।
બ્રહ્મમો’લ જાવાને નિસરણીરે, એવી ઘનશ્યામે કરી ઘણીરે ।।૧૫।।
બહુપેરે ઉઘાડ્યાં છે બારરે, અક્ષરધામે જાવા આવારરે ।
બહુ રીત કરી બહુનામીરે, આપ્યાં સુખ રાખી નથી ખામીરે ।।૧૬।।
જે અર્થે અક્ષરથી આવ્યારે, સંગે મુગત સરવે લાવ્યારે ।
તતપર છે તેહ કરવારે, કર્યું એ ધામ બહુ જન તરવારે ।।૧૭।।
ક ૈ ક ક ર શ ે દ શર્ ન અ ા વ ી ર ે , ક ૈ ક પ ૂ જ શ ે પ ૂ જા લ ા વ ી ર ે । કૈક જોડશે આવીને હાથરે, તેતો થઈ ચુક્યા છે સનાથરે ।।૧૮।।
બેઠા માથેથી મટાડી બીકરે, ઠરી બેસશે ધામમાં ઠીકરે ।
અવશ્ય કરવાનું હતું તે થયુંરે, પામ્યા ધામ કામ સરી ગયુંરે ।।૧૯।।
તેતો પુરુષોત્તમ પ્રતાપેરે, બહુ ઉદ્ધારિયા જન આપેરે ।
હરિ ધારે તે શું શું ન થાયરે, તેનું આશ્ચર્ય ન માનો કાંયરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષડવિંશઃ પ્રકારઃ ।।૨૬।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
દોહા - વરણવી વાત વરતાલની, કોટિ ઘણિમાંથી કિંચિત ।
ગાઉં રીતિ ગઢડાતણી, જિયાં ઉદ્ધારિયા અગણિત ।।૧।।
ઘણું ઘણું ઘનશ્યામ જિયાં, રહી કર્યાં માંગલિક કાજ ।
અનંત જીવ ઉદ્ધારિયા, મહા નિજબળે મહારાજ ।।૨।।
પાપી સુરાપી પલલભક્ષી, લખી ન જાયે અવળાઇ લેશ ।
એવા જન ઉદ્ધારિયા, આપી આપે ઉપદેશ ।।૩।।
વળી ઉત્સવ સમૈયા અતિ કર્યા, તેમાં આવિયા જેજે જન ।
તે જનને પણ તારિયા, દઈ પોતે દરશન ।।૪।।
ચોપાઇ-કર્યા ઉત્સવ અતિ અપારરે, જગજીવન જગ આધારરે ।
અષ્ટમી અન્નકોટ ઉત્સવરે, કર્યા ભવજળ તારવા ભવરે ।।૫।।
વસંતપંચમી ને ફુલદોલરે, તેદિ રંગ ઉડાડ્યો અતોલરે ।
રામનૌમી એકાદશી આદિરે, તેદિ લીળા કરી રાયજાદિરે ।।૬।।
અષ્ટમી ઉત્સવે આવ્યા દાસરે, રાખ્યા ચોમાસાના ચાર માસરે ।
નિત્ય ના’વા જાતા સંત સાથરે, જન જોઈને થાતા સનાથરે ।।૭।।
ના’તા નૌતમ કરતા લીળારે, ભળી વળી પોતે સંત ભેળારે ।
ગાતા વાતા આવતા ઉતારેરે, જન જમાડતા તેહ વારેરે ।।૮।।
જમી આપે જમાડતા જનરે, ભાત્ય ભાત્યનાં અન્ન વ્યંજનરે ।
દેતા દહી દુધ તે દોવટેરે, સારા શોભતા સોનેરી પટેરે ।।૯।।
બહુવાર પંગત્યમાં ફરતારે, એમ અષ્ટમી ઉત્સવ કરતારે ।
અન્નકોટ ઉપર આવે દાસરે, તેને ઉઠી મળે અવિનાશરે ।।૧૦।।
હાર ઉતારી હૈયેથી દિયેરે, જન નમાવી મસ્તક લિયેરે ।
પછી પુછે સુખ સમાચારરે, એમ આપે સુખ અપારરે ।।૧૧।।
પછી અનેક ભાત્યનાં અન્નરે, કરી રાખ્યાં જે ભરી ભાજનરે ।
તેતો પંક્તિ કરી પિરસ્યાંરે, જમી જન મનમાં હુલસ્યાંરે ।।૧૨।।
નિજ હાથે જમાડેછે નાથરે, મૂકી જન માથે હરિ હાથરે ।
એમ આપેછે સુખ અલેખેરે, તેતો નર અમર સૌ દેખેરે ।।૧૩।।
એહ ઉત્સવમાં હતા જનરે, તેનાં ભાગ્ય માનો ધન્યધન્યરે ।
પણ એમાં તો ન હોય ભેળારે, કેડે સાંભળી જેણે એ લીળારે ।।૧૪।।
તેતો બ્રહ્મમો’લે ભલિ ભાત્યરે, જાશે બીજાને લઇ સંગાત્યરે ।
તેમાં સંશે કરશોમાં કાંઇરે, હરિએ ઇચ્છા કરી ઉરમાંઇરે ।।૧૫।।
વળી વસંત પંચમીએ વાલેરે, બહુ સખા રંગ્યા’તા ગુલાલેરે ।
પોતે ભરી ગુલાલની ઝોળીરે, નાંખી રંગ્યા હતા સંત ટોળીરે ।।૧૬।।
એહ સમો સંભારે જે જનરે, વળી સાંભળી કરે ચિંતવનરે ।
તેને અક્ષરધામનું બારરે, જાણો ઉઘડિયું છે આ વારરે ।।૧૭।।
શીદ શંકા રાખે જન મનરે, મળ્યે સહજાનંદ ભગવનરે ।
આજ બહુ જીવ તારવા સારુરે, કર્યા અલબેલે ઉપાય હજારુરે ।।૧૮।।
જીવ જોરેશું જાવા છે લઇરે, સુખી કરવા છે સુખ દઇરે ।
હશે જીવને જાવાનું બીજેરે, પણ જાવું પડશે રીઝે ખીજેરે ।।૧૯।।
એમાં નહિ પડે કેણે ફેરરે, શીદ કહેવરાવો વેરવેરરે ।
હરિ પ્રતાપે બ્રહ્મમો’લમાંરે, જાવા આવી ગયા છે તોલમાંરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તવિંશઃ પ્રકારઃ ।।૨૭।।
દોહા - ગણિયે વળી ગઢપુરથી, જીવ ઉદ્ધારિયા અપાર ।
તે લેખે ન આવે લેખતાં, વળી થાય નહિ નિરધાર ।।૧।।
નિત્ય પ્રત્યે નવા નવા, ઉત્સવ થાયે અહોનિશ ।
જોઇ જન મગન મને, વળી ન્યૂન ન માને લેશ ।।૨।।
અનેક ભાત્યને ભોજને, જન જમાડે જીવનપ્રાણ ।
પછી જમાડે જગપતિ, જમે સંત સહુ સુજાણ ।।૩।।
સંતમંડળ વળી શ્રીહરિ, ભરી નયણે નિરખે જન ।
તેને તરત તૈયાર છે, હરિધામમાંહી સદન ।।૪।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
ચોપાઇ-એમ અનેક રીત્યે મહારાજરે, કર્યાં બહુ બહુ જીવનાં કાજરે
વળી કરવા બહુનાં કલ્યાણરે, શુંશું કરિયું શ્યામ સુજાણરે ।।૫।।
કર્યો હુતાશનિનો સમૈયોરે, તેતો કોઇથી ન જાય કૈ’યોરે ।
મળ્યા સંત હરિભક્ત સહુરે, આવ્યા બીજા પણ જન બહુરે ।।૬।।
પોતે પે’રી અંબર અમૂલરે, શોભે પાઘના પેચમાં ફુલરે ।
હૈયે હાર અપાર ગુલાબીરે, શોભે અતિ સુંદર અજાબીરે ।।૭।।
એવી મૂરતિ મન ભાવનરે, રમે જનને સાથે જીવનરે ।
હાથે લઇ પોતે પીચકારીરે, નાખે રંગ સોરંગનાં વારિરે ।।૮।।
વળી ઉપર નાખે ગુલાલરે, તેણે સખા થાય રંગ લાલરે ।
નાખે સખા તે રંગ સોરંગરે, તેણે રંગાય વાલાનું અંગરે ।।૯।।
લાલ ગુલાલની ભરી ઝોળીરે, નાખે જનપર રમે હોળીરે ।
એવા દીઠા જેણે દ્રગ ભરીરે, તેતો ગયા ભવજળ તરીરે ।।૧૦।।
એવી લીળા કરેછે મહારાજરે, તેતો સહુ જનના સુખ કાજરે ।
કે’શે સુણશે જે સંભારશેરે, તેણે સંસારસિંધુ તરશેરે ।।૧૧।।
એમ સહુ જનને સુખ થાવારે, ચાલ્યા રંગે રમી નાથ નાવારે ।
નાહ્યા નાથ સાથે સખા સહુરે, એહ સમાની શી વાત કહુંરે ।।૧૨।।
શોભે સખા મધ્યે ઘનશ્યામરે, જોયા જેણે તેણે કર્યું કામરે ।
શોભા બહુ પ્રકારની બનીરે, એવી રીતે રમ્યા હુતાશનીરે ।।૧૩।।
પછી આવી રામનૌમી રૂડીરે, સંભારતાં સહુને સુખમુડીરે ।
મળ્યા જન હજારો હજારરે, સતસંગી કુસંગી અપારરે ।।૧૪।।
તેતો સહુને દરશન થયાંરે, દર્શન વિના તો કોય ન રહ્યાંરે ।
જોયા જેણે જેણે નયણે નાથરે, તેતો સર્વે થયા છે સનાથરે ।।૧૫।।
તેતો ભવમાંહી નહિ ભમેરે, એમ શ્યામે ધાર્યું છે આ સમેરે ।
જન જક્તના તારવા કાજરે, એવું પણ લીધું છે મહારાજરે ।।૧૬।।
માટે દરશ સ્પરશ દઇનેરે, બ્રહ્મમો’લે જાવા છે લઇનેરે ।
વળી એકાદશી કપિલા છઠેરે, દીધાં દર્શન પોતે રૂડી પેઠેરે ।।૧૭।।
લાખો લેખે લોકે લીધો લાવરે, નિર્ખિ નયણે મનોહર માવરે ।
એહ દર્શનને પરતાપેરે, જાય અક્ષરધામમાં આપેરે ।।૧૮।।
એમ સોંઘું કીધું છે સહુનેરે, આજ તારવા જન બહુનેરે ।
નથી જોતા નરસા ને સારારે, અક્ષરમાં જાયછે એક ધારારે ।।૧૯।।
કર્યો ચાલતો મોક્ષ મારગરે, ભૂમિ થકી બ્રહ્મમો’લ લગરે ।
આવે અંતકાળે નાથ આપેરે, તેડી જાય છે નિજ પ્રતાપેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાવિંશઃ પ્રકારઃ ।।૨૮।।
દોહા - એમ ઉત્સવ કરી હરિ, ફરિ ફરિ દિયે દરશન ।
અનેકને સુખ આપવા, અતિ પોતે છે પરશન ।।૧।।
મ હ ા મ ન ા ે હ ર મ ૂ ર િ ત , અ િ ત સ ુ ખ દ સ હ જા ન ં દ ।
સહુ જનને સામટું, જાણે આપું મારો આનંદ ।।૨।।
લે’રી આવ્યા બહુ લે’રમાં, અતિ મે’ર કરી મે’રવાન ।
દુઃખીયા જીવ સુખીયા કર્યા, વળી પાપી કર્યા પુણ્યવાન ।।૩।।
ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જિયાં હર્યા ફર્યા હરિ આપ ।
પાવન થઇ એ પૃથ્વી, હરિ ચરણને પ્રતાપ ।।૪।।
ચોપાઇ-ધન્ય ધન્ય ઉત્તમ દરબારરે, જિયાં પોતે રહ્યા કરી પ્યારરે ।
રમ્યા ભમ્યા જમ્યા જિયાં નાથરે, જમ્યો મહા મુક્તનો જ્યાં સાથરે ।।૫।।
ધન્ય ઓરડા ધન્ય ઓસરીરે, જિયાં હરિ બેઠા સભા કરીરે ।
દિયે દરશન પોતે પરબ્રહ્મરે, જેને નેતિ નેતિ કે’ નિગમરે ।।૬।।
એહ ભૂમિકાનાં મોટાં ભાગ્યરે, નથી જાણજો એ કહ્યા લાગ્યરે ।
ફળી ચોક વળી શું વખાણુંરે, શ્વેત વૈકુંઠ સમ સહુ જાણુંરે ।।૭।।
ચરણ રજે ભર્યાં ભરપૂરરે, સ્પરશે રજ કરે દુઃખ દૂરરે ।
તિયાં પાપી તજે કોઇ પ્રાણરે, તે પણ પામે પદ નિર્વાણરે ।।૮।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
સોય અગ્ર સમાન અવનીરે, નથી વણ સ્પરશ્યે પાવનીરે ।
ધન્ય શેરી બજાર ને હાટરે, ધન્ય ઉત્તમ ગંગાનો ઘાટરે ।।૯।।
ધન્ય ગઢપુરનાં ઘર ફળીરે, ચરણ અંકિત ભૂમિ છે સઘળીરે ।
ધન્ય વાડી વૃક્ષની છાંયરે, હરિ સ્પર્શ વિના નથી કાંયરે ।।૧૦।।
ધ ન્ ય ધ ન્ ય ન ા ર ા ય ણ હૃ દ ર ે , સ હ ુ પ્ર ા ણ ધ ા ર ી સ ુ ખ પ્ર દ ર ે ।
ધન્ય સીમ ક્ષેત્ર વાવ્ય ખળાંરે, કર્યાં હરિએ પવિત્ર સઘળાંરે ।।૧૧।।
ધન્ય ઘેલા નદીના ઘાટરે, કર્યા પંચ પવિત્ર ના’વા માટરે ।
તિયાં જે જે જન આવી નાશેરે, તેતો અંતર બાહ્ય શુદ્ધ થાશેરે ।।૧૨।।
ના’શે નિરમળ જળ જેહરે, પરમ ધામને પામશે તેહરે ।
જિયાં ના’યા છે જગ જીવનરે, એથી નથી નીર કોય પાવનરે ।।૧૩।।
પુરુષોત્તમ સ્પરશની જે વસ્તુરે, ન મળે જ્યાંલગિ ઉદે ને અસ્તુરે ।
બહુ દેશ બહુ ગામ ઘરરે, કર્યાં સ્પરશિ પવિત્ર સુંદરરે ।।૧૪।।
જિયાં જિયાં વિચર્યા વાલમરે, કર્યાં ઘર તે વૈકુંઠ સમરે ।
સ્પરશિ જાગ્યે ત્યાગે કોય તનરે, જાય બ્રહ્મમો’લ તેહ જનરે ।।૧૫।।
એમ ધારી આવ્યા છે અવિનાશિરે, કરવા બહુને ધામના વાસીરે ।
નિજબળને પ્રતાપે કરીરે, બહુ જીવને તારે છે હરિરે ।।૧૬।।
તેહ સારુ વિચરે વસુધાયરે, બીજો અર્થ નથી એને કાંયરે ।
અર્થ એહ ઉદ્ધારવા પ્રાણીરે, આવ્યા શ્યામ એ કામે લિયો જાણીરે૧૭
માટે જિયાં જિયાં હરિ રહ્યારે, જેજે સ્થાનકે પોતે હરિ ગયારે ।
તેતો સ્થાનક કલ્યાણકારીરે, જેજે જોયા તે રાખવા સંભારીરે ।।૧૮।।
એછે દોયલા દનની દોલત્યરે, સહુ માની લેજો વાત સત્યરે ।
હરિને આગ્રહ છે આજ અતિરે, કરાવવા પોતાની પ્રાપતિરે ।।૧૯।।
એજ અર્થ કરવો છે સિદ્ધરે, જીવ તારવા છે બહુ વિદ્ધરે ।
એહ સારુ આવ્યા છે આ વારરે, તેતો નિશ્ચે જાણો નિરધારરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનત્રિંશઃ પ્રકારઃ ।।૨૯।।
દોહા - વળતું વાલમે વિચારિયું, આંહિ મંદિર કરીએ એક ।
માંહિ બેસારિયે મૂરતિ, અતિ સારી સહુથી વિશેક ।।૧।।
ગઢડે મહારાજ ઘણું રહ્યા, એમ જાણે છે સહુ જન ।
માટે મંદિર કરાવિએ, મર આવી કરે દરશન ।।૨।।
મ ૂ ર િ ત દ્વ ા ર ે મ ન ુ ષ્ ય ન ુ ં , થ્ ા ા શ ે ક ા ે િ ટ ન ુ ં ક લ્ ય ા ણ । એહ ઉત્તમ ઉપાય છે, એમ બોલિયા શ્યામ સુજાણ ।।૩।।
સુણી સંત રાજી થયા, રાજી થયા સહુ હરિજન ।
પછી મોટું મંદિર કરાવવા, અતિ ઉતાવળું ભગવન ।।૪।।
ચોપાઇ-કર્યું ખાત મુહૂર્ત હરિ હાથેરે, તિયાં હું પણ હતો સંગાથેરે ।
નાખી નાથે પાયો નકિ કર્યુંરે, એમ આપે મંદિર આદર્યુંરે ।।૫।।
હાં હાં કરતાં થયું તૈયારરે, વળી ઘણી લાગી નહિ વારરે ।
કર્યું મોટું મંદિર બે માળરે, કરાવિયું હેતેશું દયાળરે ।।૬।।
થયું મંદિર પુરું જે વારરે, માંહિ મૂરતિ પધરાવી તે વારરે ।
ગુણ સાગર જે ગોપીનાથરે, તેતો પધરાવ્યા પોતાને હાથરે ।।૭।।
રાધા સહિત શોભે અતિ સારારે, જે જુવે તેને લાગે છે પ્યારારે ।
એતો વાસુદેવ ભગવાનરે, જે જુવે તે થાય ગુલતાનરે ।।૮।।
એ જે ગોપીનાથની મૂરતિરે, એતો સુંદર શોભે છે અતિરે ।
એવી મૂરતિ એમ પધરાવીરે, સુંદર મંદિર સારું બનાવીરે ।।૯।।
બાંધ્યું ધામ શ્યામે સહુ કાજરે, મે’ર કરીને પોતે મહારાજરે ।
કંક દેશનું કરવા કલ્યાણરે, કર્યું કામ એ શ્યામ સુજાણરે ।।૧૦।।
જ ે જ ે જ ન ક ર ે દ ર શ ન ર ે , મ ૂ ર િ ત જા ે ઇ થ્ ા ા ય ે મ ગ ન ર ે । કરે દંડવત પરણામરે, તેતો પો’ત્યા છે પરમ ધામરે ।।૧૧।।
વળી મન કર્મ ને વચનેરે, નિરખ્યા ગોપીનાથ જે જનેરે ।
તેતો પામશે અક્ષરધામરે, થાશે જન તે પૂરણકામરે ।।૧૨।।
એમ દયા કરીને દયાળેરે, કર્યાં કલ્યાણ બહુનાં આ કાળેરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
કોઈ ભાવ અભાવે આજ ભજેરે, આવે હરિ તેડવા તન તજેરે ।।૧૩।।
ભાવે કરી કરે જે ભગતિરે, તેતો પામે પરમ પ્રાપતિરે ।
અન્ન ધન વાહન વસનેરે, વાસણ ભૂષણાદિ પૂજ્યા જનેરે ।।૧૪।।
ફ ળ ફ ુ લ અ ા િ દ ક જ ે હ ર ે , હ ે ત ે ક ર ી અ ા પ ે જ ન ત ે હ ર ે । કુસુમ હાર તોરા ને ગજરારે, બાજુ કાજુ કુંડળ ગુછ ખરારે ।।૧૫।।
આપી નાથને જોડીયા હાથરે, તેતો થઈ ચુક્યા છે સનાથરે ।
થાય સેવા તે સર્વે જો રીતેરે, કર્યું જન હેતે પોતે પ્રીતેરે ।।૧૬।।
કર્યું કામ એ મોટું મહારાજેરે, સહુ જીવના કલ્યાણ કાજેરે ।
એમ બહુ બહુ કર્યા ઉપાયરે, જીવ લઇ જાવા ધામમાંયરે ।।૧૭।।
તેનો આગ્રહ છે આઠુ જામરે, નથી પામતા પળ વિશરામરે ।
જાણે બાંધી ધામ ઘણાં ઘણાંરે, કરું બાર અપાર મોક્ષતણાંરે ।।૧૮।।
ચાર વર્ણ ને આશ્રમ ચારરે, સહુ પામે ભવજળ પારરે ।
મારો આવવાનો અર્થ શિયોરે, જ્યારે જીવને સંકટ રિયોરે ।।૧૯।।
ગઢપુર મંદિરથી અપારરે, કૈક જીવનો કર્યો ઉદ્ધારરે ।
ખાયે પીયે રહે ખુશી રમેરે, આવે નાથ તેડવા અંત સમેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિંશત્તમઃ પ્રકારઃ ।।૩૦।।
દોહા - ગણ્યો ન જાયે ગઢપુરનો, માનો મા’ત્મ્ય ને મહિમાય ।
જીયાં સંત હરિજન સહુ મળી, વળી નિરખે નાથ સદાય ।।૧।।
સ ત સ ં ગ ી બ ા ઇ ભ ા ઇ ન ે , થ્ ા ય ા ં દ શર્ ન ગ ઢ ડ ે ગ ા મ ।
દર્શન વિના કોય દેશનાં, નથી રહ્યાં પુરુષ ને વામ ।।૨।।
અઢળક ઢળ્યા મળ્યા જિયાં, વળી આપ્યાં છાતીમાં ચર્ણ ।
તે ચરણ ચિત્તે ચિંતવતાં, જાણો જાય જન્મ ને મર્ણ ।।૩।।
બ હ ુ પ ે ર પ ર સ ા િ દ ય ા ે , વ િ ળ ઇ ય ા ં મ ળ ી છ ે જ રુ ર ।
તેનું ઘસાતું બોલવું, એથી બીજો કોણ અસુર ।।૪।।
ચોપાઇ-એતો ભોગવશે એનું પાપરે, તેનો આપણે શો સંતાપરે ।
વળી જેજે કર્યું જગતાતરે, કહું સાંભળજો તેની વાતરે ।।૫।।
સોરઠ દેશવાસી જન કાજેરે, કરાવિયું મંદિર મહારાજેરે ।
જોઈ જીરણગઢ માંઈ જાગ્યરે, દિઠી દેવળ કરવા લાગ્યરે ।।૬।।
જાણ્યું આ જાગ્યે મંદિર થાયરે, તેનો મોટો વધે મહિમાયરે ।
મોટું શેહર તીરથ વળી મોટુંરે, જિયાં આવે મનુષ્ય કોટાનકોટુંરે ।।૭।।
ત ે હ સ હ ુ ન ે થ્ ા ા ય દ ર શ ન ર ે , ત ે ણ ે ક ર ી ત ર ે બ હ ુ જ ન ર ે । વળી દેશમાં સારા સતસંગીરે, જેની પ્રીત પ્રભુમાં અભંગીરે ।।૮।।
સ્વામી રામાનંદજીના શિષ્યરે, હેતે હરિ ભજેછે હમેશરે ।
સહુ સિદ્ધ સમાધિ સંપન્નરે, અતિ અનઘ જાણો એ જનરે ।।૯।।
વળી આવી અમે એહ દેશરે, રહી ગયા વરણિને વેષરે ।
જોઈ પવિત્ર દેશ પાવનરે, ઘણું ઘણું માની ગયું મનરે ।।૧૦।।
પછી લોભી રહ્યા લોજ ગામરે, કરવા અનેક જીવનાં કામરે ।
કરતા બહુ બહુ અમે વાતરે, સુણી સહુ થાતા રળિયાતરે ।।૧૧।।
વળી દેખાડતા પરતાપરે, થાય સમાધિ ટળે સંતાપરે ।
સમાધિયે સુખી નર નારરે, ના’વે સમાધિથી કોઈ બા’રરે ।।૧૨।।
કોઇ સુરપુર અવલોકેરે, કોઇ રહી જાય સત્યલોકેરે ।
દેખે કૈલાશ ને બદ્રિવનરે, કોઇ દેખેછે મુક્ત નિરન્નરે ।।૧૩।।
દેખે સ્વર્ગ મૃત્યુ ને પાતાળરે, એવું દેખાડતા તતકાળરે ।
કોઇ દેખેછે ગોલોકધામરે, જોઇ માનેછે પૂરણકામરે ।।૧૪।।
કોઇ અક્ષરધામ અવલોકેરે, જોઇ મીટ થકી તે ન મૂકેરે ।
દેખે પર ને પોતાનું મનરે, દેખે ઘાટ પરસ્પર જનરે ।।૧૫।।
એવો પ્રગટ કર્યોતો પ્રતાપરે, સૌ જન કરવા નિષ્પાપરે ।
રહ્યા એ દેશમાં અમે ઘણુંરે, સહુને દર્શન થયું અમ તણુંરે ।।૧૬।।
તેહ દેશમાંહી હવે દાસરે, અમ વિના થયા છે ઉદાસરે ।
માટે મંદિર થાય એક સારુંરે, એમાં બહુ છે ગમતું અમારુંરે ।।૧૭।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
માટે જીરણગઢમાં જઇરે, કરાવું મંદિર સુંદર સઇરે ।
પછી મંદિર કરવા કાજરે, મોકલ્યા છે મોટા મુનિરાજરે ।।૧૮।।
કર્યો આદર થાવા દેવળરે, અતિ સરસ અનુપ અકળરે ।
થયું થોડાક દિનમાં તૈયારરે, ત્યાંતો પધાર્યા પ્રાણ આધારરે ।।૧૯।।
સંતો મૂર્તિયો સારી સારીરે, મારે હાથે હું દિયું બેસારીરે ।
એહ મૂર્તિનો મહિમાયરે, કે’તાં કેડ્યે કેણે ન કે’વાયરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકત્રિંશઃ પ્રકારઃ ।।૩૧।।
દોહા - પછી મંદિરમાંહી મૂરતિયો, પધરાવી કરી બહુ પ્રીત ।
સુખકારી તે મૂરતિ, અતિ સારી સુંદર શોભિત ।।૧।।
મ ધ્ ય ન ા મ ં િ દ ર મ ા ં મ ન ા ે હ ર , જા ે ય ા જ ે વ ી જ ે જા ે ડ ।
પ્રેમે કરી પધરાવિયા, ત્રિકમરાય રણછોડ ।।૨।।
પ ૂ વર્ દ ે ’ ર ે પ ધ ર ા િ વ ય ા , ર ા ધ ા ર મ ણ ક ૃ ષ્ ણ ક ૃ પ ા ળ ।
આવી બેઠા ગરુડાસન, અતિ દયા કરીને દયાળ ।।૩।।
પશ્ચિમ દે’રે પધરાવિયાં, શિવ પારવતી સુખરૂપ ।
ગણપતિ વૃષભ વળી, મળી શોભે છે અતિ અનૂપ ।।૪।।
ચોપાઇ-સુંદર મૂરતિયો સરખી સારીરે, તેતો મંદિરમાંય બેસારીરે જોય ા
જેવી મૂર્તિ જુનેગઢરે, જેજે જુવે તેને લાગે રઢરે ।।૫।।
એવી પોતે મૂર્તિ પધરાવીરે, ગઢડેથી જુનેગઢ આવીરે ।
કરવા અનેક જીવનું કલ્યાણરે, કર્યું કામ શ્યામ સુજાણરે ।।૬।।
કર્યો ઉત્સવ અતિ ત્યાં ભારીરે, આવ્યાં દર્શને સૌ નર નારીરે ।
તેને ભોજન કરાવ્યાં ભાવતાંરે, પછી નાહી નાથ જમ્યા હતારે ।।૭।।
જમી પોતે જમાડિયા જનરે, ભાવે પીરશિયું ભગવનરે ।
ફરિ ફરિ ફેરવે મોદકરે, દિયે દોય માગે કોઇ એકરે ।।૮।।
અતિ હેત છે હરિજન માથેરે, માટે જમાડેછે જન હાથેરે ।
એમ જમાડિ રહ્યા જન જ્યારેરે, મળ્યા સહુ સંતને તે વારેરે ।।૯।।
મળી વળી સંત પાયે પડ્યારે, વળતા નાથ રૈવતાચળ ચડ્યારે ।
એમ હરે ફરે કરે કાંઇરે, સહુ જનને છે સુખદાઇરે ।।૧૦।।
મંદિર કરાવ્યું જે મહારાજેરે, સહુ જીવના કલ્યાણ કાજેરે ।
કોઇ આવી દર્શન કરશેરે, તેતો અપાર સંસાર તરશેરે ।।૧૧।।
એહ મોટો કર્યો ઉપકારરે, બહુ જીવ તારવા આવારરે ।
પશ્ચિમ દેશિ કરવા પુનિતરે, કર્યું મંદિર સારું શોભિતરે ।।૧૨।।
વળી સંતને આપી આગન્યારે, રે’વું નહિ આંહિ આવ્યા વિનારે ।
વરષો વરષ એક માસરે, કરવો આ મંદિરમાંહિ વાસરે ।।૧૩।।
એવી આગન્યા આપી દયાળેરે, તેતો માની લિધિછે મરાળેરે ।
વળી કરી છે હેતની વાતરે, તેણે સહુ થયા રળિયાતરે ।।૧૪।।
કહે આ દેશ છે બહુ સારોરે, સહુ જન મનમાં વિચારોરે ।
ઈયાં રામાનંદ સ્વામી રે’તારે, જીવ બહુને અભયદાન દેતારે ।।૧૫।।
સોરઠ દેશનાં સર્વે ગામરે, તેમાં વસેછે પુરુષ ને વામરે ।
તે સહુને દરશન થયાંરે, કોઈ દરશન વિના ન રહ્યાંરે ।।૧૬।।
વળી અમે પણ જો સોરઠેરે, સરવે ફર્યા છીએ સારી પેઠેરે ।
સહુ જાણે છે અમને જનરે, વળી થયાંછે સહુને દર્શનરે ।।૧૭।।
જેજે જપેછે અમારું નામરે, તેતો પામશે પરમ ધામરે ।
વળી આ મૂરતિ જે બેસારીરે, તે નિરખશે જે નર નારીરે ।।૧૮।।
તેને શીદ રાખી જોઈએ શંકારે, જાશે બ્રહ્મમો’લે દઇ ડંકારે ।
એમ ધારીને આવ્યાછીએ અમેરે, સત્ય માનજ્યો સહુજન તમેરે૧૯
આ વારનો જે અવતારરે, એવો ન થાયે વારમ વારરે ।
નથી આવ્યા ને આવશું ક્યાંથીરે, જન જાણજ્યો સૌ મનમાંથીરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વાત્રિંશઃ પ્રકારઃ ।।૩૨।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
દોહા - એવી વાત વાલમે કરી, ધરી હરિ હૈયે ઘણું હેત ।
સુણિ મગન મુનિ થયા, વળી સતસંગી સમેત ।।૧।।
આશ્ચર્ય પામ્યા સહુ અંતરે, એવાં સુણી વાલાનાં વેણ ।
જાણું જીવ ઉદ્ધારવા, આવ્યા આપે શ્યામ સુખદેણ ।।૨।।
પ્ર ા ણ ધ ા ર ી જ ે પ્ર થ્ ા વ ી અ ે , ત ે સ હ ુ ન ે લ ે વ ા સ્ વ ધ ા મ ।
એહ આગ્રહ ઉરમાં, ઘણો ઘણો કરે ઘનશ્યામ ।।૩।।
જોઇ મહારાજની મરજી, હાથ જોડી કહે મુનિરાજ ।
જેમ કહો તેમ કરિયે, કે’જો કૃપા કરી હરિ આજ ।।૪।।
ચોપાઇ-તારે નાથ કહે સુણો સંતરે, આજ તારવા જીવ અનંતરે ।
માટે જેમ જેમ જીવ તરેરે, એમ કરવુંછે સહુને સરેરે ।।૫।।
માટે દેશો દેશમાં દેવળેરે, માંડો સારી મૂર્તિયો સઘળેરે ।
એહ મૂર્તિનાં દર્શન કરશેરે, તેતો અપાર પ્રાણી ઉદ્ધરશેરે ।।૬।।
જાણો એહ ઉપાય છે ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે ।
માટે કચ્છમાં મંદિર કરવુંરે, થાય પ્રાણીને પાર ઉતરવુંરે ।।૭।।
એવું સુણી સંત સજ્જ થઇરે, કર્યું ભુજમાં મંદિર જઇરે ।
માંહી બેસાર્યા નરનારાયણરે, કચ્છ દેશ તારવા કારણરે ।।૮।।
વળી ધોળકે મંદિર કરાવીરે, તેમાં મૂર્તિ સારી પધરાવીરે ।
એવો કરિયો એહ ઉપાયરે, જેણે કરી જન સુખી થાયરે ।।૯।।
(મોરલીમનોહર હરિકૃષ્ણરે, પોતે શ્રીજી થઈ અતિ પ્રશ્નરે ।
જીવ અનંત ઉદ્ધારવા કાજરે, આવ્યા ત્યાં ઘણીવાર લઈ સમાજરે૧)
કરાવિયું એ કાજ સંતરાજેરે, બહુ જીવને તારવા કાજેરે ।
વળી નાથ કે’ કહુંછું અમેરે, કરજો થાય તો મંદિર તમેરે ।।૧૦।।
પછી સંત જોઈ જોઈ જાગ્યારે, દેશો દેશ દેરાં કરવા લાગ્યારે ।
જેજે દેશમાં દેવળ થયાંરે, તેતે દેશમાં જન જે રહ્યાંરે ।।૧૧।।
તેતો ઉત્સવ સમૈયા માથેરે, આવે સહુ દરશને સાથેરે ।
કરી દર્શન પ્રસન્ન થાયરે, મુખે સ્વામિનારાયણ ગાયરે ।।૧૨।।
લેતાં સ્વામિનારાયણ નામરે, થાય શુદ્ધ સહુ નર વામરે ।
સ્વામિનારાયણ નામ જેવુંરે, નથી બીજું નામ કોઇ એવુંરે ।।૧૩।।
માટે જે જપશે એ નામરે, તેતો પામશે અક્ષરધામરે ।
એવો એ નામનો પરતાપરે, પ્રગટાવ્યો પૃથ્વીપર આપરે ।।૧૪।।
બહુ પ્રકારે કરવા કલ્યાણરે, નાથે ધારિયું છે નિરવાણરે ।
માટે જેજે ક્રિયાઓ કરેછેરે, તેમાં અનંત જીવ તરેછેરે ।।૧૫।।
એમ જીવ જગતના સહુરે, કર્યા તારવા ઉપાય બહુરે ।
એહ ઉપાયમાં જે આવી ગયારે, તે સહુ ભવપાર થયારે ।।૧૬।।
એહ અર્થે આપે આવિયારે, કરી બહુ જીવપર દયારે ।
આજ જક્તના જીવ છે જેહરે, તર્યા પ્રભુ પ્રતાપથી તેહરે ।।૧૭।।
અતિ સામર્થી વાવરી છે આજરે, આવી પુરુષોત્તમ મહારાજરે ।
સહુ પાર સહુને સરેરે, આજ એવી સામર્થી વાવરેરે ।।૧૮।।
જેજે જાણશે તેતે વખાણશેરે, બિજા જન તેહ શું જાણશેરે ।
નથી વાત જેવડી એ વાતરે, એમ જાણે છે સંત સાક્ષાતરે ।।૧૯।।
તેતો કહેછે કર વજાડીરે, ચોખા ચોખી જો વિગતિ પાડીરે ।
તેની પ્રતીતિ ન પડે જેનેરે, ના’વે અલૌકિક સુખ તેનેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયસ્ત્રિંશઃ પ્રકારઃ ।।૩૩।।
દોહા - વળી શ્રીહરિ કે સંત સાંભળો, મોટાં કરાવિયાં મંદિર ।
તેમાં બેસારિ મૂરતિયો, અતિ સારી સુંદિર ।।૧।।
જેજે દેશે મંદિર કર્યાં, તેતે દેશને આવ્યાં કામ ।
હવે સરવે દેશને અરથે, એક બંધાવિયે સારું ધામ ।।૨।।
દેશી પ્રદેશી દર્શન કરે, તેનાં પ્રજાળવા વળી પાપ ।
એવું મંદિર એક કરવું, એમ બોલ્યા શ્રીહરિ આપ ।।૩।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
ભાગ્ય જગાડવા ભાલનાં, ધોલેરે બાંધિએ ધામ ।
તેમાં બેસારિયે મૂરતિ, અતિ શોભિત સુંદર શ્યામ ।।૪।।
ચોપાઇ-એહ બંદર સુંદર સારુંરે, જિયાં આવેછે લોક હજારુંરે ।
તિયાં મંદિર કરવું એકરે, સારું સહુથી વળી વિશેકરે ।।૫।।
એમ નાથે કરી નિરધારરે, પૂછ્યું પુંજા ભાઇને તે વારરે ।
સુણો પુણ્યવાન પુંજાભાઇરે, કરિયે મંદિર ધોલેરા માંઇરે ।।૬।।
વળી સતસંગિને કહે શ્યામરે, કો’તો ધોલેરે બાંધિયે ધામરે ।
સહુ બોલો શુદ્ધભાવે કરીરે, એમ હરિજનને કહે હરિરે ।।૭।।
ત્યારે હરિજને જોડયા હાથરે, ધન્ય ધન્ય કહે સહુ સાથરે ।
જાગે ભાગ્ય મોટું જો અમારુંરે, કરો મંદિર તો બહુ સારુંરે ।।૮।।
મ ં િ દ ર ન ે જા ે ગ ે મ હ ા ર ા જ ર ે , ર હ ે સ ં ત ન ા ે સ હ ુ સ મ ા જ ર ે । હરતાં ફરતાં દર્શન થાયરે, અતિ મોટો એ લાભ કે’વાયરે ।।૯।।
નથી એથી બીજું કાંઇ સારુંરે, એમાં અતિ રૂડું છે અમારુંરે ।
એમ બોલ્યા સતસંગી સહુરે, સુણી નાથ રાજી થયા બહુરે ।।૧૦।।
પછી આપ્યાં છાતિમાં ચરણરે, જેહ ચરણ ભવભય હરણરે ।
કર્યા નિરભય છાપી છાતીરે, કહ્યે વાત એ નથી કે’વાતીરે ।।૧૧।।
કર્યા બ્રહ્મમો’લના નિવાસીરે, રાજી થઇ આપે અવિનાશીરે ।
પછી કહ્યું સહુ બાઇ ભાઇરે, રે’જો મંદિરની સેવા માંઇરે ।।૧૨।।
પછી પુંજોભાઇ જે પવિત્રરે, અતિ ડાહ્યા છે સહુના મિત્રરે ।
જેને જક્તસુખ લાગ્યું ઝેરરે, પંચ વિષય સાથે રાખ્યું વેરરે ।।૧૩।।
અ ન્ન્ ા ધ ન ન ે અ ા ય ુ ષ્ ા જ ે હ ર ે , ક ય ુર્ ં હ િ ર પ ર ા ય ણ ત ે હ ર ે । એવાં અતિ ઉદાર દંપતિરે, કરી હરિને અર્પણ સંપતિરે ।।૧૪।।
ધન્ય ધન્ય ભક્તિ ભાઇયોનીરે, તેથી અતિ અધિક બાઇયોનીરે ।
એવા જન જોઇ શ્રદ્ધાવાનરે, બહુ રાજી થયા ભગવાનરે ।।૧૫।।
દીઠા હરિજન ઠાઉકા ઠીકરે, એક એકથકી જો અધિકરે ।
પછી બોલ્યા શ્યામ સુખદાઇરે, કરશું મંદિર જરુર આંઇરે ।।૧૬।।
સહુ સેવામાંઇ તમે રે’જોરે, આતો મોટો પરમાર્થ છેજોરે ।
યાંથી ઉદ્ધરશે લાખું ક્રોડિરે, એતો નથી કમાણી કાંઇ થોડીરે ।।૧૭।।
બીજાં કોટિકોટિ કરે દાનરે, ના’વે જીવ ઉદ્ધાર્યા સમાનરે ।
જેથી જનમ મરણ દુઃખ જાયરે, પામે અભયપદ સુખી થાયરે ।।૧૮।।
એતો પરમારથ મોટો ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે ।
એમ પોતે બોલ્યા પરબ્રહ્મરે, પૂર્ણકામ જે પુરુષોત્તમરે ।।૧૯।।
તમે સાંભળો સૌ નર નારરે, અમે કર્યો છે જે આ વિચારરે ।
એવું સુણી હરખ્યા સહુજનરે, સુખદાયક સ્વામી ધન્ય ધન્યરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુસ્ત્રિંશઃ પ્રકારઃ ।।૩૪।।
દોહા - પછી અલબેલે આગન્યા કરી, મંદિર કરવા માટ ।
ઇયાં મંદિર કરવું, જિયાં અમે ઢાળી છે પાટ ।।૧।।
અતિ ઉત્તમ છે આ ભૂમિકા, મોટાં ભાગ્યવાળી ભરપુર ।
ઓછું માહાત્મ્ય આનું નથી, જન મને જાણજો જરુર ।।૨।।
જિયાં બેસી અમે જમિયા, વળી ઢાળ્યો ઢોલિયો અમૂલ્ય ।
જુવો વિચારી જીવમાં, કોણ આવે આ ભૂમિને તુલ્ય ।।૩।।
માટે મંદિર આંહિ આરંભો, અતિ ઉરે આણી આનંદ ।
થાશે સરસ સહુથી, એમ બોલિયા સહજાનંદ ।।૪।।
ચોપાઇ-પછી આદરિયું છે મંદિરરે, અતિ ઉતાવળું તે અચિરરે ।
ખાત મુહૂર્ત ખાંત્યેશું કીધુંરે, પછી મંદિરનું કામ લીધુંરે ।।૫।।
થ્ ા ા ય અ હ ા ે િ ન શ ક ા મ અ ે હ ર ે , ક ર ે જ ન ક ર ી ન ે સ ન ે હ ર ે । થયું તૈયાર વાર ન લાગીરે, ત્યાંતો પધાર્યા શ્યામ સુહાગીરે ।।૬।।
જોઇ મંદિર મગન થયારે, સારું સારું કર્યું કે’છે રહ્યારે ।
હવે બેસારિયે જો મૂરતિરે, રાધાકૃષ્ણની સારી શોભતિરે ।।૭।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
પછી સમે સિંહાસન માથેરે, મદનમોહન પધરાવ્યા હાથેરે ।
કરી પૂજા આરતી ઉતારીરે, થયો જયજય શબ્દ ભારીરે ।।૮।।
મદનમોહનની જે મૂરતિરે, તેતો સુંદર શોભેછે અતિરે ।
જેજે નિરખે નયણાં ભરીરે, તેનું મન ચિત્ત લિયે હરિરે ।।૯।।
એવી મૂરતિયો છે અતિ સારીરે, પ્રતિપક્ષીને પણ લાગે પ્યારીરે ।
મદનનું પણ મોહે મનરે, ત્યારે બીજા ન મોહે કેમ જનરે ।।૧૦।।
શોભાસાગર સુખની ખાણીરે, છબી જાતિ નથી જો વખાણીરે ।
જોઇ જોઇ જન મન લોભેરે, એવા મદનમોહન શોભેરે ।।૧૧।।
મહા મનોહર જે મૂરતિરે, તેતો બેસારી કરી હેત અતિરે ।
કર્યો મોટો ઉત્સવ એહ દનરે, સહુને કરાવ્યાં ભોજનરે ।।૧૨।।
કર્યો સમૈયો બહુ સારોરે, લાગ્યો પ્રેમી જનને પ્યારોરે ।
જમ્યા રમ્યા સંત રૂડી રીતેરે, પરિપૂરણ થયા સહુ પ્રીતેરે ।।૧૩।।
જાણો જમ્યા તે હરિને હાથેરે, સંત સર્વે સતસંગી સાથેરે ।
જે કોઇ ઉત્સવપર આવિયુંરે, તેતો જમ્યા વિના નહિ રહ્યુંરે ।।૧૪।।
જમ્યા સહુ ઉત્સવનું અન્નરે, એવો સમૈયો કર્યો ભગવનરે ।
જેજે જમિયા જન અન્ન એહરે, થયા મોક્ષભાગી સહુ તેહરે ।।૧૫।।
વ ળ ી ક ય ાર્ ં જ ે ન ે દ ર શ ન ર ે , ત ે ત ા ે થ્ ા ય ા પ ર મ પ ા વ ન ર ે । એવોે કર્યો મોટો ઉપકારરે, જગજીવ તારવા આ વારરે ।।૧૬।।
મૂરતિ બેસારી સારી સુંદરરે, અતિશોભિત મહા મનોહરરે ।
નિજભક્તની પુરવા આશરે, મૂર્તિ બેસારી ધોલેરે વાસરે ।।૧૭।।
કરવા અનેક જીવનું કલ્યાણરે, આપે ઉઘાડી મોક્ષની ખાણરે ।
આવે દેશી પરદેશી દર્શનેરે, નિરખે હરખિ હરખિ મનેરે ।।૧૮।।
જેણે જેણે જોયા નયણે નાથરે, વળી પાયે લાગ્યા જોડી હાથરે ।
તેનાં સરી ગયાં સર્વે કામરે, વળી પામશે પરમ ધામરે ।।૧૯।।
એમ ઇચ્છા કરી છે હરિ આપરે, જીવ તારવા આપ પ્રતાપરે ।
બહુ જનની કરવી છે સારરે, એવો કરી આવ્યા છે નિરધારરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચત્રિંશઃ પ્રકારઃ ।।૩૫।।
દોહા- વળી શ્રીહરિ કે’ સહુ સાંભળો, બહુ બહુ બનાવ્યાં મંદિર ।
અનેક જીવ ઉદ્ધારવા, કર્યું કામ અનામ અચિર ।।૧।।
સુંદર મંદિર સારાં થયાં, સ્થાપી મૂરતિયો મનોહર ।
પણ મદનમોહન મારા મનમાં, અતિ સારા લાગેછે સુંદર ।।૨।।
નાનો દેશ નિરસ અતિ, દેહાભિમાનિને દુઃખરૂપ ।
તિયાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ ।।૩।।
મ ા ટ ે મ ા ર ે અ ે મ ં િ દ ર પ ર , ઘ ણ ુ ં ઘ ણ ુ ં ર હ ે છ ે હ ે ત । ધન્ય ધન્ય એહ સંતને, જે ઇયાં રહે કરી પ્રીત ।।૪।।
ચોપાઇ-મારે વચને જે ઇયાં રહેછેરે, સુખ દુઃખ શરીરે સહેછેરે ।
એક મને કરવાને રાજીરે, નથી રાખી શરીરશું સાજીરે ।।૫।।
એહ સંત બીજા સંત જેહરે, બરોબર માનું કેમ તેહરે ।
હોય બરોબર બેહુ જ્યારેરે, ત્યારે તમ ઘણું ઘેર મારેરે ।।૬।।
પણ એમ જાણશો માં કોયરે, જેહ ત્યાગ વા’લો મને નોયરે ।
માટે સે’જે સે’જે તપ થાયરે, એવું છે જો એ મંદિર માંયરે ।।૭।।
એહ સંતને જમાડશે જેહરે, મોટા સુખને પામશે તેહરે ।
બીજા જક્તના જમાડે ક્રોડ્યરે, તોયે આવે નહિ એની જોડ્યરે ।।૮।।
એને પૂજી ઓઢાડે અંબરરે, વળી પાયે લાગે જોડી કરરે ।
તેતો જન જાયે બ્રહ્મમો’લરે, સત્ય માનજો છે મારો કોલરે ।।૯।।
જેહ જન મારા રાજીપામાંરે, રહે હાથ જોડી ઉભા સામારે ।
એથી સંત બીજા કોણ સારારે, એવા સંત લાગે મને પ્યારારે ।।૧૦।।
દેહાભિમાની તો દિઠા ન ગમેરે, જે કોઇ ભક્તિથી ભાગતા ભમેરે ।
એમ શ્રીમુખે કહે વળી વળીરે, સત્ય લખ્યું જાણજો સાંભળીરે ।।૧૧।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
જેવો સંતનો કર્યો સતકારરે, તેવો મૂરતિમાં છે ચમત્કારરે ।
જેહ દિનથી બેઠી એ મૂરતિરે, તેહ દિનથી થયું સુખ અતિરે ।।૧૨।।
શે’રમાં પણ થયો સમાસરે, દેશી પ્રદેશી વસ્યા કરી વાસરે ।
જિયાં હતાં વાંસડાનાં ઘરરે, તિયાં થઇ હવેલિયો સુંદરરે ।।૧૩।।
તેતો મદનમોહન પ્રતાપરે, સહુ સુખિયાં થયાં છે આપરે ।
તેતો જાણે છે પોતાના જનરે, બીજાને તો મનાય નહિ મનરે ।।૧૪।।
પણ જાણે અજાણે જે જનરે, કરશે મદનમોહનનાં દર્શનરે ।
તેતો આલોક પરલોક માંઇરે, મોટા સુખને પામે સદાઇરે ।।૧૫।।
જાણે અજાણે લેશે જે નામરે, તેતો જન છે પૂરણકામરે ।
ભાવ સહિત કરશે ભજનરે, તેનું બ્રહ્મમો’લે છે સદનરે ।।૧૬।।
તેહ સારુ છે ધોલેરે ધામરે, બહુ જીવનું કરવા કામરે ।
દેશી પ્રદેશી આવી ત્યાં બહુરે, કરે હરિનાં દર્શન સહુરે ।।૧૭।।
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણરે, આવે ત્યાંથી તણાઇ તતક્ષણરે ।
સો સો જોજનથી આવે જનરે, કરે મદનમોહનનાં દર્શનરે ।।૧૮।।
તેતો અવિચળ ધામમાં આપેરે, જાશે પ્રગટ પ્રભુ પ્રતાપેરે ।
તેમાં સંશય કરશો માં કોયરે, હરિ ધારે તે શું ન હોયરે ।।૧૯।।
માટે એ મૂરતિ દ્વારે કરીરે, જાશે બહુ જીવ ભવ તરીરે ।
તેહ સારુ કર્યું છે મહારાજેરે, અમૃતપદ પમાડવા કાજેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષટ્ત્રિંશઃ પ્રકારઃ ।।૩૬।।
દોહા - એમ અનેક પ્રકારનાં, બહુ બહુ ઉઘાડ્યાં બાર ।
કલ્યાણ કરવા કારણે, અલબેલે જાણો આ વાર ।।૧।।
આપ સંબન્ધે સંત સંબન્ધે, વર્ણી સંન્યાસી સંબન્ધે સોય ।
સાંખ્યજોગી સત્સંગી સંબન્ધે, શ્રેય પામ્યાં સહુ કોય ।।૨।।
મ ં િ દ ર મ ૂ ર્િ ત સ ં બ ન્ ધ ે , ક ય ાર્ ક લ્ ય ા ણ ન ા ઉ પ ા ય ।
એ માંહેલો પ્રસંગ પ્રાણીને, થાય તો ભવદુઃખ જાય ।।૩।।
જેમ અન્ન ધન આપી આપણું, કરે કંગાલને કોટિધ્વજ ।
એમ સમાજ દૈ તારે જીવને, એની સઇ આશ્ચરજ ।।૪।।
ચોપાઇ-એમ બહુ બહુ પરકારેરે, વાલે જીવ તાર્યા આ વારેરે ।
બહુ હરિ કરી પરમાર્થરે, તાર્યા જીવ વાવરી સામર્થ્યરે ।।૫।।
વળતો વિચાર કર્યો છે વાલેરે, આવું આવું ઘણું કેમ ચાલેરે ।
મોટાં મોટાં કરાવ્યાં મંદિરરે, તેમાં રાખિયા સંત સુધીરરે ।।૬।।
પણ તેતો સંત છે જો ત્યાગીરે, વસી કેમ સકશે વીતરાગીરે ।
મમત વિના મંદિર કેમ રે’શેરે, વાત બંધ એ કેમ બેસશેરે ।।૭।।
જેહ ત્યાગી છે ત્રિયા ધન તણારે, દેહ સુખથી નિરાશી ઘણારે ।
તેણે નહિ જળવાય જાગ્યરે, નથી વાત એ બનવા લાગ્યરે ।।૮।।
માટે એના કરું એક ધણીરે, તો રાખે ખબર એની ઘણીરે ।
પછી સરવાર દેશથી સંબંધીરે, તેને તેડાવી જાયગા દિધિરે ।।૯।।
સ્થાપ્યા દત્તપુત્ર પોતે સ્થિરરે, અવધપ્રસાદ ને રઘુવીરરે ।
તેને આપે કર્યા આચારજરે, કરવા બહુ જીવનાં કારજરે ।।૧૦।।
આપ્યાં વે’ચી મંદિર ને દેશરે, જેમાં કોઇને ન થાય ક્લેશરે ।
સાધુ સત્સંગીના ગુરુ કીધારે, દેશ ઉત્તર દક્ષિણ વે’ચી દીધારે ।।૧૧।।
કહે સહુ સહુને દેશે રે’જોરે, સારો સહુને ઉપદેશ દેજોરે ।
તમને માનશે પૂજશે જેહરે, મોટા સુખને પામશે તેહરે ।।૧૨।।
અન્ન ધન આપશે અંબરરે, પશુ વાહન ને વળી ઘરરે ।
ફળ ફુલ દલ જળ દેશેરે, તેતો અખંડ ધામને લેશેરે ।।૧૩।।
એહ આદિ જે આપશે વસ્તરે, એવા ઘર ધારી જે ગૃહસ્થરે ।
વળી પધરાવશે પોતાને ઘેરરે, કરશે સેવા વળી સારી પેરરે ।।૧૪।।
વળી કરશે સન્માન એનુંરે, મારે કરવું છે કલ્યાણ તેનુંરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
એમ આચારજથી કલ્યાણરે, થાશે સહુ જીવનું સુજાણરે ।।૧૫।।
માનો મોક્ષનો છેલ્લો ઉપાયરે, એહ ઉપરાંત નથી કાંયરે ।
મૂર્તિ આચારજ ધર્મપાળરે, રે’શે કલ્યાણ તે બહુ કાળરે ।।૧૬।।
જેજે એને કોઇ આશરશેરે, તેતો જરુર ભવજળ તરશેરે ।
કરશે દર્શનને ગુણ લેશેરે, વળી પો’ચ્ય પ્રમાણે કાંઇ દેશેરે ।।૧૭।।
શ્રદ્ધા સહિત સેવા કરે સોઇરે, વળી રાજી થાશે એને જોઇરે ।
એવા જન જેજે જગમાંયરે, તેની કરવી મારે સહાયરે ।।૧૮।।
મારી ઇચ્છા છે હમણાં એવીરે, પરમ પ્રાપતિ સહુને દેવીરે ।
માટે મોક્ષનું મોટું દ્વારરે, અમે ઉઘાડિયું છે આ વારરે ।।૧૯।।
આચારજથી બહુ ઉદ્ધરશેરે, જાણો બ્રહ્મનગર વાસ કરશેરે ।
એમ શ્રીમુખે કહ્યું શ્રીજીયેરે, જન સૌ સત્ય માની લિજીયેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તત્રિંશઃ પ્રકારઃ ।।૩૭।।
દોહા - એમ મોટપ્ય આચારજની, ઘણી ઘણી કહી ઘનશ્યામ ।
એહ દ્વારે અનેકને, આપવું છે આજ નિજ ધામ ।।૧।।
ધામધણિયે એમ ધારિયું, જન ઉદ્ધારવા છે અપાર ।
પાર પમાડવા પ્રાણીને, એહ કર્યા આપે ઉપકાર ।।૨।।
આચારજથી અનેક જનનો, અવશ્ય સરશે અર્થ ।
એમ આપે આ સમે, વાવરી અતિ સામર્થ ।।૩।।
ધર્મકુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઇ નાર ।
પરિશ્રમ વિના તે પામશે, અપાર ભવનો પાર ।।૪।।
ચોપાઇ-આચારજ કર્યા છે જે અમેરે, તેની રીત સુણી લિયો તમેરે ।
નથી અન્ય આચારજ જેવારે, જાય શ્રદ્ધા કરતાં સેવારે ।।૫।।
લાવો લાવો એમ વળી કરેરે, ધન લેવા ધરણિએ ફરેરે ।
લિયે ધન ને તાકે ત્રિયનેરે, તે કેમ કરે જીવનાં પ્રિયનેરે ।।૬।।
માટે એવા આચારજ આ નહિરે, એપણ વાત સમઝવી સહિરે ।
આતો ત્રિયા ધનના તાકુ નથીરે, તેની વાત કહિયે છીએ કથીરે ।।૭।।
અમે બાંધી દિધી છે જે રીતરે, તેમાં રે’છે કરી અતિ પ્રીતરે ।
શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવારે, ધન ધાન્યાદિ આવશે દેવારે ।।૮।।
તેતોેે સંતોષ સહિત લેશેરે, પણ કોઇને દુઃખ ન દેશેરે ।
એમ વરતશે એહ આપરે, પણ નહિ કરે કોઇને સંતાપરે ।।૯।।
નિજ સંબંધિ વિના બાઇયો સંગેરે, કેદિ ન બોલે ન અડે અંગેરે ।
કોઇ ઉપર રોષ ન રાખેરે, વળી કોઇને કલંક નહિ નાખેરે ।।૧૦।।
કેની જમાની પણ નહિ કરેરે, જુઠી સાખ્ય પણ નહિ ભરેરે ।
પડશે આપત તો માગી ખાશેરે, કરજ કેનું ન કાઢવા જાશેરે ।।૧૧।।
નહિ રાખે કોઇની થાપણરે, નહિ વેચે ધર્માદાના કણરે ।
સહુ ઉપર રાખશે દયારે, રે’શે એ ગુણે જે ગુણ કહ્યારે ।।૧૨।।
કળ છળ કપટ દગાઇરે, તેતો રાખશે નહિ ઉર માંઇરે ।
ઈરષા અદેખાઇ ને અમર્ષરે, રાખી નહિ ખુવે પોતાનો જશરે ।।૧૩।।
નહિ રાખે કોઇપર રોષરે, એમ વર્તશે સદા અદોષરે ।
એવા શુભ ગુણ જે અપારરે, આપ્યો એવાને અમે અધિકારરે ।।૧૪।।
સહુના ગુરુ કરી સોંપી ગાદીરે, રીત રાખશે એ રાયજાદીરે ।
ધર્મવંશી ધર્મ થાપશેરે, સારો ઉપદેશ સૌને આપશેરે ।।૧૫।।
એતો કર્યું છે કલ્યાણ સારુંરે, એમાં બહુ ગમતું છે અમારુંરે ।
કાંજે કરવું છે બહુનું કારજરે, નથી રાખવો ફેર એક રજરે ।।૧૬।।
એહ આચારજથી અપારરે, બહુ જીવનો થાશે ઉદ્ધારરે ।
એમાં નહિ પડે કાંઇ ફેરરે, શીદ કે’વરાવો વેર વેરરે ।।૧૭।।
એમ જન પર હેત કરીરે, આપ ઇચ્છાએ આવ્યા છે હરિરે ।
ગમે ત્યાંથી તારશે પ્રાણીરે, તેની ગતિ લેશે કોણ જાણિરે ।।૧૮।।
ધાર્યું ધર્મસુતે ધામ દેવારે, સહુ જનને શરણે લેવારે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
અતિ અસમર્થ જીવ અંગેરે, પો’ચિ ન શકે સુરપુર લગેરે ।।૧૯।।
તેને તેડી જાવા અક્ષરધામરે, એવું ધાર્યુંછે જો ઘનશ્યામરે ।
તેહ સારુ આવ્યા છે આપેરે, જીવ તારવા નિજ પ્રતાપેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટત્રિંશઃ પ્રકારઃ ।।૩૮।।
દોહા - એમ કહી રીત કલ્યાણની, આ સમાની અગણિત ।
તે સૌએ શ્રવણે સાંભળી, અતિ ઉત્તમ પરમ પુનિત ।।૧।।
એહ રીતમાં જે આવી ગયા, તે થયા પૂરણકામ ।
તેતો તન જ્યારે તજશે, ત્યારે પામશે પ્રભુનું ધામ ।।૨।।
જ ે હ ધ ા મ ન ે પ ા મ ી ન ે , પ ા છ ા ે ન પ ડ ે જ ન ક ા ે ય ।
એવું અખંડ એ ધામ છે, ત્યાં સુખે વસે જન સોય ।।૩।।
તે ધામને ધામીયે ધારિયું, દેવા સ્વધામનું જો સુખ ।
જીવ જગતના જોઇને, દયા આણી ટાળવા દુઃખ ।।૪।।
ચોપાઇ-મારા ધામમાં આવવા સહુરે, એવા કર્યા ઉપાય મેં બહુરે ।
સર્વે ઉપાય કિધા છે સારારે, તેમાં તરશે જીવ અપારારે ।।૫।।
પણ છેલો છે આ જે ઉપાયરે, બહુ જીવ તરશે આ માંયરે ।
ધર્મવંશી આચારજ ધાર્યારે, ગુરુ કરી ગાદીએ બેસાર્યારે ।।૬।।
કામ કર્યું છે એહ સારુંરે, મન માન્યું છે બહુ અમારુંરે ।
કાંજે એ છે ધર્મનું કુળરે, માટે એ વાતનું ઉંડું મૂળરે ।।૭।।
જેવું અમારું કુળ મનાશેરે, તેને તુલ્ય બીજું કેમ થાશેરે ।
માટે વિચારીને વાત કીધીરે, ઘણું સમજીને ગાદી દીધીરે ।।૮।।
ધર્મવંશી તે ધર્મમાં રે’શેરે, અધર્મ વાતમાં પગ ન દેશેરે ।
ધર્મ પાળશે ને પળાવશેરે, અધર્મની રીત ટળાવશેરે ।।૯।।
આપ આપણે ધર્મ રાખશેરે, નર નારીનાં નિ’મ કૈ’ દાખશેરે ।
ત્યાગી ગૃહીના ધર્મ સૂચવીરે, કે’શે જુજવા જુજવા ચવીરે ।।૧૦।।
કાંજે બેઠા છે ધર્મની ગાદીરે, કે’શે ધર્મની રીતિ જે અનાદિરે ।
તેને સૌ રહેશે ધર્મ ધારીરે, ત્યાગી ગૃહી નર ને જે નારીરે ।।૧૧।।
ધર્મ અમને છે બહુ વા’લોરે, એમ કહેછે ધર્મનો લાલોરે ।
ધર્મવાળા સાથે હેત મારેરે, એમ વાલો કહે વારે વારેરે ।।૧૨।।
અધર્મી સાથે મારે અદેખાઇરે, રે’છે રાત દિવસ મનમાંઇરે ।
અધર્મી જનની જેહ ભગતિરે, નથી ગમતિ મને જો રતિરે ।।૧૩।।
એના હાથનું અન્ન ન ભાવેરે, મર બહુ સારુ કરી લાવેરે ।
અધર્મીના હાથનું જે પાણીરે, નથી પિતા તે અશુદ્ધ જાણીરે ।।૧૪।।
એનું ચંદન પૂજા ને હારરે, નથી લેતા અમે કરી પ્યારરે ।
લાવે અઘવંત સેવા સાજરે, તેનો તર્ત કરુંછું હું ત્યાજરે ।।૧૫।।
ધર્મવાળા આપે અન્ન જળરે, બહુ સ્વાદુ લાગે એ સકળરે ।
ધર્મવાનનું ફળ દળ ફુલરે, જે દિયે તે જાણું છું અમુલરે ।।૧૬।।
માટે ધર્મવાળાની જે ભક્તિરે, તેતો મને ગમેછે જો અતિરે ।
માટે ધર્મવાળા જીવ જોઇરે, કર્યા છે મેં આચારજ દોઇરે ।।૧૭।।
એહ અધર્મ નહિ આચરશેરે, ઘણું અધર્મ સર્ગથી ડરશેરે ।
ધર્મવંશીની ગાદિયે બેશીરે, વળી કા’વશે ધર્મ ઉપદેશીરે ।।૧૮।।
માટે એથી તરશે અપારરે, નિશ્ચે જાણજો એ નિરધારરે ।
બહુ કાળ લગી કલ્યાણરે, થાશે નિશ્ચે જાણો નિરવાણરે ।।૧૯।।
એવી ઇચ્છા છે જો અમારીરે, એવું ધામથી આવ્યા અમે ધારીરે ।
એમ બોલ્યા શ્રીહરિ હરખીરે, સુણી વાત લીધી છે જો લખીરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનચત્વારિંશઃ પ્રકારઃ ।૩૯
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
દોહા - માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ ।
અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ ।।૧।।
એક બ્રાહ્મણને જાણો ભક્ત અતિ, વળી કા’વે અમારું કુળ ।
એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુળ ।।૨।।
મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ ।
એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ ।।૩।।
મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર ।
એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઉદ્ધાર ।।૪।।
ચોપાઇ-માટે સૌ રે’જો એને વચનેરે, ત્યાગી ગૃહી સહુ એક મનેરે ।
રે’જો ધર્મવંશીને ગમતેરે, વર્તશો માં કોયે મન મતેરે ।।૫।।
એહ કહે તેમ સહુ કરજોરે, પૂછ્યા વિના તો પગ ન ભરજોરે ।
હાથ જોડીને રે’જો હજુરરે, કરી ડા’પણ પોતાનું દૂરરે ।।૬।।
વિદ્યા ગુણ બુદ્ધિને બળેરે, એને દબાવવા નહિ કોઇ પળેરે ।
ત્યાગી રાગી ને કવિ કોઇ હોયરે, તોય એને માનજો સહુ કોયરે ।।૭।।
વાદ વિવાદ કરી વદનેરે, એશું બોલશો માં કોઇ દનેરે ।
એની વાત ઉપર વાત આણીરે, કેદિ વદશો માં મુખે વાણીરે ।।૮।।
એને હોડયે હઠાવી હરવીરે, પોતાની સરસાઈ ન કરવીરે ।
પોતે સમઝી પોતાને પ્રવિણરે, એને સમઝશો માં ગુણે હીણરે ।।૯।।
જેમ એ વાળે તેમ વળજોરે, એના કામ કાજમાં ભળજોરે ।
એની માનજો સહુ આગન્યારે, વર્તશો માં કોયે વચન વિનારે ।।૧૦।।
એને રાજી રાખશો જો તમેરે, તો તમ પર રાજી છીએ અમેરે ।
એને રાજી રાખશે જે જનરે, તેણે અમને કર્યા પરસનરે ।।૧૧।।
કાંજે અમારે ઠેકાણે એ છેરે, તેતો પ્રવિણ હોય તે પ્રીછેરે ।
બીજા જન એ મર્મ ન લહેરે, ભોળા મનુષ્યને ભોળાઇ રહેરે ।।૧૨।।
પણ સમઝવી વાત સુધીરે, અતિ મતિ ન રાખવી ઉંધીરે ।
વચન દ્વારે વસ્યા અમે એમાંરે, તમે ફેર જાણશો માં તેમાંરે ।।૧૩।।
અમે એમાં એ છે અમમાંઇરે, એમ સમઝો સહુ બાઇ ભાઇરે ।
એથી અમે અળગા ન રૈ’યેરે, એમાં રહિને દર્શન દૈયેરે ।।૧૪।।
જેજે જનને થાય સમાસરે, તેતો અમે કરી રહ્યા વાસરે ।
શે’ર પાટણે સનમાન જડેરે, તેતો અમારી સામર્થી વડેરે ।।૧૫।।
દેશ પરદેશે પૂજાયે આપરે, તેતો જાણો અમારો પ્રતાપરે ।
જિયાં જાય તિયાં જય જિતરે, તેતો અમે રહ્યા રૂડી રીતરે ।।૧૬।।
એમ સમઝો સહુ સુજાણરે, અમ વિના ન હોય કલ્યાણરે ।
ધર્મવંશી આચારજ માંયરે, સદા રહ્યો છું મારી ઇચ્છાયરે ।।૧૭।।
અતિ ધર્મવાળા જોઇ જનરે, રે’વા માની ગયું મારું મનરે ।
માટે એને પૂજે હું પૂજાણોરે, તેતો જરૂર જન મન જાણોરે ।।૧૮।।
એનું જેણે કર્યું સનમાનરે, તેણે મારું કર્યું છે નિદાનરે ।
એમ જાણી લેજો સહુ જનરે, એમ બોલિયા શ્રી ભગવનરે ।।૧૯।।
સુણી જન મગન થયારે, ધન્ય ધન્ય સ્વામી કે’વા રહ્યારે ।
પછી સહુએ આચારજ સેવ્યારે, તેતો મોટા સુખને લેવારે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૦।।
દોહા - એમ આચારજનું અધિકપણું, શ્રી મુખે કહ્યું ઘનશ્યામ ।
એહ દ્વારથી અનેકને, કરવા છે પૂરણકામ ।।૧।।
ઘણા જીવ એહ ગૃહસ્થથી, ઉદ્ધારવા છે આ વાર ।
નરનારી જે જક્તમાં, તે સહુના એ તારનાર ।।૨।।
એહ વિના વળી ત્યાગીથી, આજ ઉદ્ધારવા છે અનેક ।
એમાં પણ અમે રહી, ભવપાર કરવા છે છેક ।।૩।।
ત્યાગી તે સમઝો સંતને, એમાં અમે કરી પરવેશ ।
બહુ જીવને તારશું, આપી ઉજ્જવળ ઉપદેશ ।।૪।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
ચોપાઇ-ધર્મકુળમાં કરી રહ્યા ધામરે, તેમ સંતમાં છઉં કહે શ્યામરે
સર્વે રીતે સંતમાં રહુછુંરે, એમાં રહી ઉપદેશ દઉંછુંરે ।।૫।।
સંત બોલે તે ભેળો હું બોલુંરે, સંત ન ભુલે હુંયે ન ભુલુંરે ।
સંત વાત ભેળી કરું વાતરે, એમ સંતમાં છઉં સાક્ષાતરે ।।૬।।
સંત જુવે તે ભેળો હું જોઉંરે, સંત સુતા પછી હું સોઉંરે ।
સંત જાગે તે ભેળો હું જાગુંરે, સંત જોઇ અતિ અનુરાગુંરે ।।૭।।
સંત જમે તે ભેળો હું જમુંરે, સંત ભમે તે કેડ્યે હું ભમુંરે ।
સંત દુઃખાણે હું દુઃખાણોરે, એહ વાત સત્ય જન જાણોરે ।।૮।।
સંત હું ને હું તે વળી સંતરે, એમ શ્રીમુખે કહે ભગવંતરે ।
સંત માનજો મારી મૂરતિરે, એમાં ફેર નથી એક રતિરે ।।૯।।
અંતરજામીપણે રહું એમાંરે, માટે નથી બંધાતા એ કેમાંરે ।
સંકલ્પ સ્વપન ઉપવાસરે, તેતો કરેછે જાણી મને પાસરે ।।૧૦।।
માટે અખંડ એમાં રહુંછુંરે, સારી સત્ય સુબુદ્ધિ દઉંછુંરે ।
વળી જે જે મેં નિ’મ રખાવ્યાંરે, તેમાં રહી એણે તન તાવ્યાંરે ।।૧૧।।
માટે સંત વા’લા મને બહુરે, ઘણિ ઘણિ વાત શું કહુંરે ।
એને અન્ન જળ અંબર આપેરે, તેતો તપશે નહિ ત્રય તાપેરે ।।૧૨।।
લાગી પાય ને જોડિયા હાથરે, તેતો સહુ થાય છે સનાથરે ।
જોઇ રીત ને રાજી થાશેરે, વળી ગુણ તે સંતના ગાશેરે ।।૧૩।।
કે’શે સંત તો એ બહુ સારારે, ખરા કલ્યાણના કરનારારે ।
એટલોજ ગુણ કોઇ ગ્રે’શેરે, તેતો બ્રહ્મમો’લે વાસ લેશેરે ।।૧૪।।
એવા સંતની કરે પ્રસંશારે, નિર્ખિ હર્ખિ હૈયામાં હુલસ્યારે ।
વળી વિનતિ વારમવારરે, કરે સ્તુતિ તેહ અપારરે ।।૧૫।।
ત ે ત ા ે પ ા મ શ ે પ ર મ ધ ા મ ર ે , વ ળ ી થ્ ા ા શ ે ત ે પ ૂ ર ણ ક ા મ ર ે । કાંજે એ સંતમાં અમે છીએરે, સાચા સંતથી દૂર ન રહીએરે ।।૧૬।।
માટે સંત એ કલ્યાણકારીરે, યાંથી બહુને લેવા છે ઉદ્ધારીરે ।
મોટો માર્ગ જે મોક્ષતણોરે, આજ કર્યો છે ચાલતો ઘણોરે ।।૧૭।।
એમ માંડ્યો છે મોટો અખાડોરે, બ્રહ્મમો’લ જાવા રાત્ય દા’ડોરે ।
એવો અભાગી કોઇ ન કે’વાયરે, જે કોઇ આસમામાં રહી જાયરે ।।૧૮।।
સ ં ત દ ે શ પ ર દ ે શ ફ ર ે છ ે ર ે , સ હ ુ જી વ ન ા ં અ ઘ હ ર ે છ ે ર ે । એનાં દર્શન સ્પર્શ જે કરશેરે, તેતો ભવજળ પાર ઉતરશેરે ।।૧૯।।
એતો વિશ વસાની છે વાતરે, સહુ સમઝજો સાક્ષાતરે ।
કહ્યું શ્રીમુખે એમ મહારાજરે, સાકટમ નોતરું છે આજરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૧।।
દોહા - વળી કહું કોય સંતને, સેવશે શ્રદ્ધાવાન ।
તેના અંતરથી ઊંચલિ, વળી જાશે જાણો અજ્ઞાન ।।૧।।
સંત સેવ્યાથી સુખ મળે, વળી ટળે તન મન તાપ ।
પરમ ધામને પામિયે, તેપણ સંત પ્રતાપ ।।૨।।
ત ે સ ં ત શ્ર ી હ િ ર ત ણ ા , પ્ર ભ ુ પ્ર ગ ટ ન ા મ ળ ે લ ।
શૂરા સત્ય ધર્મ પાળવા, પંચ વિષયથી પાછા વળેલ ।।૩।।
પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ ।
એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઉપદેશ ।।૪।।
ચોપાઇ-આપે જ્ઞાન દાન જનનેરે, કહી વા’લપનાં વચનનેરે ।
હિતકારી છે સહુના સનેહિરે, જાણો પર ઉપકારી એહિરે ।।૫।।
સાચા સંત સગા સૌ જનનારે, ઉદાર છે અપાર મનનારે ।
જેને શત્રુ મિત્ર સમતોલરે, સુખે દુઃખે દિલમાં ન ડોલેરે ।।૬।।
હાનિ વૃદ્ધિ ને સમ વિસમરે, નથી આપ અર્થે ઉદ્યમરે ।
હર્ષ શોક ને નૈ હાર્ય જીતરે, માન અપમાને સમ ચિત્તરે ।।૭।।
અહં મમત ને મારું તારુંરે, એહ નથી લાગતું જેને સારુંરે ।
જક્તદોષ નથી જેમાં જરારે, એવા સંત તે સંત મારા ખરારે ।।૮।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
એમાં રહુંછું હું રાત્ય દિનરે, સત્ય માનજો મારું વચનરે ।
અતિ પવિત્ર અંતર પેખિરે, સદા રહ્યો છું શુદ્ધ લેખિરે ।।૯।।
એવા સંતને હૃદિયે રઇરે, કરું જીવનાં કલ્યાણ કઇરે ।
એહ સંત મળે જે જનનેરે, કરે પળમાંહિ પાવન તેનેરે ।।૧૦।।
એવા સંત છે સગા સહુનારે, સુખદાયક જન બહુનારે ।
જેવી એ સંત કરેછે સા’યરે, તેવી કોઇ થકી કેમ થાયરે ।।૧૧।।
માત તાત ને સગાં સંબંધિરે, કરે હિત એહ બહુવિધિરે ।
એનું હિત રહે યાંનું યાંહિરે, ના’વે કલ્યાણનાં કામ માંહિરે ।।૧૨।।
દેવ ગુરુ કુળ ને કુટુંબરે, એહ નહિ સાચા સંત સમરે ।
સાચા સંત તેમાં અમે રૈ’યેરે, મળી જીવને અભયદાન દૈયેરે ।।૧૩।।
અભયદાન તો એવું કે’વાયરે, કાળ માયાથી નાશ ન થાયરે ।
એવું કોઇ વિઘન ન કા’વેરે, જે કોઇ નિર્ભયને ભય ઉપજાવેરે ।।૧૪।।
એવું નિર્ભય પદ નિર્વાણરે, તેના દેનારા સંત સુજાણરે ।
એવા સંતનો જેને આશરોરે, તેતો સંશે પરો પરહરોરે ।।૧૫।।
જાણો જનમ મરણ ભય ટાળીરે, જાશું ધામે વજાડતા તાળીરે ।
સંત સમાગમ પરતાપેરે, જાશું બ્રહ્મમો’લ માંહિ આપેરે ।।૧૬।।
એમ સહુને કહે શ્રીહરિરે, સત્સંગ મહિમા ભાવ ભરિરે ।
મોટું દ્વાર છે એ મોક્ષતણુંરે, આજ ઉઘાડ્યું છે અતિ ઘણુંરે ।।૧૭।।
કહ્યું બહુ પ્રકારે કલ્યાણરે, અતિ અગણિત અપ્રમાણરે ।
પણ સહુથી સરસ સંતમાંરે, રાખ્યું વાલમે એની વાતમાંરે ।।૧૮।।
એમ ઉઘાડ્યાં અનંત બારરે, વાલે કલ્યાણનાં આ વારરે ।
જેજે ધારી આવ્યા હતા વાતરે, તેતો પુરી થઇ સાક્ષાતરે ।।૧૯।।
જ્યારે થયું છે પુરુ એ કામરે, ત્યારે રાજી થયા ઘનશ્યામરે ।
કર્યો જેજેકાર જીવ તારીરે, વળતિ વાલમે વાત વિચારીરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વિચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૨।।
દોહા - વળતું વાલમે વિચારિયું, થઈ રહ્યું સર્વે કામ ।
કેડ્યે કાંયે રહ્યું નહિ, થયું સારું કહે ઘનશ્યામ ।।૧।।
જે અર્થે અહિ આવિયા, તે સારિયો સરવે અર્થ ।
અગણિત જીવ ઉદ્ધારિયા, વાવરી પોતાની સામર્થ ।।૨।।
ક ે ડ ્ય ે વ ળ ી ક લ્ ય ા ણ ન ા , બ હ ુ બ હ ુ ક ય ાર્ ઉ પ ા ય ।
કસર ન રાખી કોઇ વાતની, એમ નાથે માન્યું મનમાંય ।।૩।।
જણ જણ પ્રત્યે જુજવું, કર્યું ચાલતું મોક્ષનું કામ ।
પરિશ્રમ વિના પામવા, અખંડ અક્ષર ધામ ।।૪।।
ચોપાઇ-કર્યા કોટિ કોટિ ઉપાયરે, અમે આવી અવનિ માંયરે ।
અમારી મૂરતિને પ્રસંગેરે, કર્યું કલ્યાણ જીવનું જગેરે ।।૫।।
સંત સંબંધે કલ્યાણ કીધુંરે, તેને પણ અખંડ ધામ દીધુંરે ।
વળી બાંધ્યાં સદાવ્રત ઘણાંરે, તેપણ બારણાં કલ્યાણ તણાંરે ।।૬।।
વળી ધ્યાન ધારણા સમાધિરે, કરાવી વિસરાવી ઉપાધિરે ।
વળી પ્રગટ કરી પંચ વ્રતરે, આપ્યું પળાવી પદ અમૃતરે ।।૭।।
બહુ દેશ તીર્થ ગામ શે’રરે, તાર્યા ફરી હરિ કરી મે’રરે ।
કરી ઉત્સવ બહુ સમૈયારે, તાર્યા જીવ જાયે નહિ કહ્યારે ।।૮।।
કર્યા જગન ને બહુ જાગરે, તેપણ જીવ ઉદ્ધારવા કાજરે ।
વરષોવરષ કર્યા વળી મેળારે, કરવા જીવ બ્રહ્મમો’લે ભેળારે ।।૯।।
બાંધ્યાં કલ્યાણ સારુ બહુ ધામરે, શ્રીઠાકુરજીના ઠામોઠામરે ।
તેમાં બેસારી સારી મૂરતિરે, તે પણ જીવના કલ્યાણ વતીરે ।।૧૦।।
કર્યા આચારજ મહારાજેરે, તે પણ જીવને તારવા કાજેરે ।
બહુ બાંધી કલ્યાણની સડકરે, જાય ધામે જીવ થૈ નિધડકરે ।।૧૧।।
થઇ વાત સર્વે એ મોટીરે, તરશે જીવ કોટાન જો કોટીરે ।
એતો બહુ કહ્યું થયું સારુંરે, હવે માનિયું મન અમારુંરે ।।૧૨।।
સારા સરા કર્યા છે સમાજરે, કેડ્યે કલ્યાણ કરવા કાજરે ।
કર્યાં બંધ અમંગળ બારરે, આવી ભૂમિએ અમે આ વારરે ।।૧૩।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
કેને લેવા ન આવે કૃતાંતરે, એમ જાણજો આજ વૃતાંતરે ।
તરણિ ઉગે રહિ જાય તમરે, ત્યારે માર્તંડનું શું મા’તમરે ।।૧૪।।
તેમ અમે આવ્યે અઘ રહેરે, ત્યારે પતિતપાવન કોણ કહેરે ।
દીનબંધુ કહે છે દયાળરે, તેતો કુડુ ન પડે કોઇ કાળરે ।।૧૫।।
માટે સર્વે એ નામ સત્ય કીધાંરે, જન અપાર ઉદ્ધારી લીધાંરે ।
સારો ફેરો ફાવ્યો છે આ વારરે, બહુ જીવ કર્યા ભવ પારરે ।।૧૬।।
વળી કલ્યાણકારી જે વસ્તરે, તે પણ પૃથ્વી પર છે સમસ્તરે ।
બહુ તે વડે થાશે કલ્યાણરે, સ્પર્શિ પામશે પદ નિર્વાણરે ।।૧૭।।
અમે હૈયે ન હૈયે જો આંઇરે, નથી રાખ્યું કેડ્યે કામ કાંઇરે ।
સર્વે કરીને લીધું છે કાજરે, એમ કહે છે શ્રીમહારાજરે ।।૧૮।।
જે જે કર્યા છે અમે ઉપાયરે, જે કોઇ આવી જાશે એ માંયરે ।
તેને અંતકાળે અમે આવીરે, તેડી જાવું છે તન તજાવીરે ।।૧૯।।
અશ્વ રથ વિમાન વે’લ સારીરે, લૈ જાવા સુખપાલે બેસારીરે ।
એતો અવશ્ય બિરુદ છે હમારુંરે, ધાર્યું છે સહુ જીવને સારુરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૩।।
દોહા - વળી શ્રીહરિ હેતે કરી, મોટી કહી માહાત્મ્યની વાત ।
પવિત્ર છે સ્પર્શે કરી, આ પૃથવી સાક્ષાત ।।૧।।
જિયાં જિયાં અમે વિચર્યા, વળી રહ્યા જે જે ગામ ।
તે જરુર જન જાણજો, સરવે થયાં છે સ્વધામ ।।૨।।
તિયાં પ્રાણી કોઇ તન તજે, જાણ્યા વિના એહ જાગ્ય ।
કહ્યાં ન જાય વળી કોઇથી, એવાં ઉઘડિયાં એનાં ભાગ્ય ।।૩।।
ચરણે અંકિત જે અવની, વળી પદની સ્પર્શેલ રજ ।
તે જોતાં ન જડે જાણજો, જેને ઇચ્છેછે ઇશ્વર અજ ।।૪।।
ચોપાઇ-પદરજના સ્પર્શ પ્રતાપેરે, જન અભય થાય છે આપેરે ।
ભવભય હરણી એ રજરે, થાય નિર્ભય એમાં શું આશ્ચરજરે ।।૫।।
જન ભવનમાં જ્યાં જ્યાં ગયારે, તિયાં દિનરજની જે રહ્યારે ।
એહ ભૂમિકાનાં ભાગ્ય ભારીરે, થઇ ધામરૂપ સુખકારીરે ।।૬।।
એહ પૃથ્વી પર તજે પ્રાણરે, તેતો પામે પદ નિરવાણરે ।
વળી નદી નદ ને તલાવરે, સિંધુ કુંડ કુવા વળી વાવરે ।।૭।।
તિયાં જિયાં જિયાં અમે ના’યારે, સ્પરશ્યું પાણી જે અમારી કાયારે ।
તેહ સ્પર્શનું જેહ પાણીરે, જન ઉદ્ધારણ લિયો જાણીરે ।।૮।।
ત ે હ ત ટ ે ત જ ે ક ા ે ઇ ત ન ર ે , પ ા મ ે અ મ ૃ ત ધ ા મ ે સ દ ન ર ે । એમ કલ્યાણના જે ઉપાયરે, બહુ કર્યા છે આ જગમાંયરે ।।૯।।
બાગ બગીચા ને ફુલવાડીરે, વૃક્ષ વેલી વન વળી ઝાડીરે ।
એહ આદિ જાયગા અપારરે, જિયાં રહ્યા અમે કરી પ્યારરે ।।૧૦।।
એતોેે સ્થાનક છે તીર્થરૂપરે, અતિ પવિત્ર જાણો અનૂપરે ।
એહ સ્થાને મૂકે કોઇ દેહરે, પામે અક્ષર ધામને તેહરે ।।૧૧।।
એમ અનેક પ્રકારે આજરે, કર્યા ઉપાય કલ્યાણ કાજરે ।
સર્વે તીર્થનાં તીર્થ કહીએરે, જિયાં સંત અમે ના’યા છીએરે ।।૧૨।।
તિયાં જન કોઇ જઇ ના’શેરે, થઇ પાવન ધામમાં જાશેરે ।
એહ જળમાં જંતુ જે રે’છેરે, ધન્ય ભાગ્ય સંત તેનાં કે’છેરે ।।૧૩।।
એહ પર અંડજ ઉડી જાશેરે, તેહ પરમ પાવન થાશેરે ।
અવધિ આવ્યા સમે તન ત્યાગીરે, જાશે સ્વધામમાંઇ સુભાગીરે ।૧૪।
સર્વે ધામના ધામ એ થિયાંરે, રહ્યા સંત સહિત અમે જિયાંરે ।
બીજાં તીર્થ ધામ બહુ કા’વેરે, પણ અમે રહ્યા તે તુલ્ય નાવેરે ।।૧૫।।
કાંજે પામ્યા અમારો પ્રસંગરે, તેને તુલ્ય આવે કેમ ગંગરે ।
એને સ્પર્શ્યાતા વામન પાવેરે, તેતો હરિ અવતાર કા’વેરે ।।૧૬।।
પણ અવતારના જે અવતારીરે, વાત તેની તો જાણજો ન્યારીરે ।
જાણો પુરુષોત્તમનો સ્પરશરે, તેતો સહુ થકી જો સરસરે ।।૧૭।।
સર્વે ધામના જે કોઇ ધામીરે, તેતો અમે નારાયણ સ્વામીરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
વાત આજની છે અતિ મોટીરે, જેથી જીવ તર્યા કોટિ કોટિરે ।।૧૮।।
ચરાચર સ્થાવર ને જંગમરે, તે સહુને થયું છે સુગમરે ।
સહુ ચાલ્યા જાયછે સ્વધામરે, નથી પડતું કોઇનું કામરે ।।૧૯।।
એમ વે’તિ કરીછે અમે વાટરે, બ્રહ્મમો’લમાં જાવાને માટરે ।
શ્રીમુખે કહે એમ શ્રીહરિરે, સહુ વાત માનજો એ ખરીરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુશ્ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૪।।
દોહા - વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત ।
જીવ જગતના ઉપરે, આજ અમે છીએ રળીઆત ।।૧।।
જા િ ણ ય ે અ ા ખ ી જ ક્ ત ન ે , લ ઇ જા ય ે અ મ ા ર ે ધ ા મ ।
કેડે ન રાખિયે કોઇને, એમ હૈયે છે ઘણી હામ ।।૨।।
તે સારુ ભૂમિ ઉપરે, કંઇ રાખ્યા સુખના સમાજ ।
અમારા અંગસંગની વસ્તુ, રાખી જીવના કલ્યાણ કાજ ।।૩।।
ફ ર ી ફ ર ી ફ ે ર ા ે પ ડ ે , અ ે વ ુ ં ક ર વ ુ ં ન થ્ ા ી અ ા વ ા ર ।
સહુ જીવનો સામટો, આજ કરવો છે ઉદ્ધાર ।।૪।।
ચોપાઇ-તેહ સારુ છાપી દીધાં ચરણરે, જે છે મોટા સુખનાં કરણરે ।
ચરણ ચિંતવે ચિહ્ને સહિતરે, વળી પૂજે કોઇ કરી પ્રીતરે ।।૫।।
પ ા ન ફ ુ લ ે પ ૂ જ શ ે જ ે જ ન ર ે , અ ે ક ા ગ ્ર ર ા ખ ી શ ુ દ્ધ મ ન ર ે । તેને અંતરે થાશે પ્રકાશરે, લેશે સુખ અલૌકિક દાસરે ।।૬।।
ત ે ણ ે મ ા ન શ ે પ ૂ ર ણ ક ા મ ર ે , વ ળ ી પ ા મ શ ે અ ખ ં ડ ધ ા મ ર ે । એવો ચરણ તણો છે પ્રતાપરે, શ્રીમુખે કહે શ્રીહરિ આપરે ।।૭।।
સત્ય માનજો સહુ તમે જનરે, આ છે અતિ હિતનાં વચનરે ।
આથી આપશું સુખ અંતરરે, રાખો ભારે ભરુંસો ભીંતરરે ।।૮।।
વળી પૂજવા પટ મૂરતિરે, આપી સહુને કરી હેતે અતિરે ।
પ્રેમે પૂજશે પ્રેમ વધારીરે, પૂજાવિધિ સુંદર લઇ સારીરે ।।૯।।
કરી પૂજા ઉતારશે આરતિરે, કરશે ધૂન્ય ને વળી વિનતિરે ।
તેહ મૂરતિમાં આપે રહીરે, સર્વે પૂજાને માનશું સહીરે ।।૧૦।।
લેશું પૂજા એની કરી પ્રીતરે, પછી દેશું સુખ રૂડી રીતરે ।
નિર્મળ અંતરવાળા જે જનરે, તેની પૂજા લેતાં હું પ્રસન્નરે ।।૧૧।।
એમ પ્રગટ પટ મૂરતિમાંરે, પૂજી પામશે સુખની સીમારે ।
બીજી મૂરતિયો બહુ જગેરે, મર સેવે પૂજે સરાલગેરે ।।૧૨।।
તોેય એવો પરિચય ન પામેરે, જેથી સરવે સંકટ વામેરે ।
બીજી મૂરતિ ને આ જે મૂરતિરે, તેમાં ફેર જાણજો છે અતિરે ।।૧૩।।
કાંજે આ મૂરતિને સ્પરશરે, થયો અમારો માટે સરસરે ।
જાણો આ મૂરતિને સેવતાંરે, દુષ્ટ સમી જાશે દુઃખ દેતાંરે ।।૧૪।।
કામ ક્રોધ લોભ ને જે મોહરે, એવો અધર્મ સર્ગનો સમોહરે ।
એહ અંતરે રહ્યો છે છાઇરે, તેણે ભીંતર રહ્યુંછે ભરાઇરે ।।૧૫।।
તેતો પટમૂરતિ પૂજવેરે, પાપ નાસે કે’ નૈ રૈ’યે હવેરે ।
એવો પટ મૂરતિ પ્રતાપરે, જાણો સહુ હરણ સંતાપરે ।।૧૬।।
એ પણ માનો મોક્ષની નિસરણીરે, કરી છે જો ધામ જાવા તણીરે ।
એહ વિના અનેક જે ઉપાયરે, કર્યા જાવા બ્રહ્મમો’લ માંયરે ।।૧૭।।
સર્વે ઉપાય થયા છે સારારે, નથી એ વિના બીજા કરનારારે ।
એતો કર્યા છે અમે વિચારીરે, સહુ કરવા અક્ષર અધિકારીરે ।।૧૮।।
એમ જાણો જન નિરધારરે, આજ તરેછે જીવ અપારરે ।
જેજે અમે કર્યા છે ઉપાયરે, નથી એકે તે અર્થ વિનાયરે ।।૧૯।।
સર્વે સમઝિ વિચારી કર્યાછેરે, એને આશરી કંઇક તર્યાછેરે ।
તેતો સહુ જાણે છે સાક્ષાતરે, નથી મુખના કહ્યાની વાતરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૫।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
દોહા - વળી એક કહું ઉપાયને, તમે સાંભળજો સહુ જન ।
કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઇ પ્રસન્ન ।।૧।।
જ ે હ ઉ પ ા ય ે અ ા જી વ ન ે , સ વ ેર્ પ્ર ક ા ર ે શ્ર ે ય થ્ ા ા ય ।
મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય ।।૨।।
લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ ।
કર્યો ઉપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ ।।૩।।
સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ ।
તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ ।।૪।।
ચોપાઇ-ત્યાગી ગૃહીને તારવા અર્થરે, બાંધ્યા ઘણા સુખદાયિ ગ્રંથરે ।
તેમાં બહુ પ્રકારની વાતરે, સૂચવિ છે અમે સાક્ષાતરે ।।૫।।
કહ્યા ત્યાગી ગૃહિના વળી ધર્મરે, સહુને પાળવા સારુ પર્મરે ।
રીત જુજવી કહી જણાવીરે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવીરે ।।૬।।
સહુ સહુના ધર્મમાં રે’વારે, અમે ગ્રંથ કર્યા કહું એવારે ।
દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રરે, તેને તરવા સંસાર સમુદ્રરે ।।૭।।
વળી બટુ ગૃહી વાનપ્રસ્થરે, સંન્યાસિ આશ્રમ સુજશરે ।
દ્વિજ વર્ણના ધર્મ વિચારીરે, સર્વે અમે કહ્યા સુખકારીરે ।।૮।।
શમ દમ ક્ષમા ને સંતોષરે, અધર્મ સર્ગથી રે’વું અદોષરે ।
એહ આદિ ધર્મ અપારરે, કહ્યા વાડવના નિરધારરે ।।૯।।
ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવીરે, કહ્યા સર્વે રીતના સૂચવીરે ।
કરવી સહુજનની રખવાળરે, અતિ દિલમાં થઇ દયાળરે ।।૧૦।।
ધારી વિચારી ધરવી ધીરરે, કામ પડે થાવું શૂરવીરરે ।
એહ આદિ જે ક્ષત્રીના ધર્મરે, રાખે જરુર રાખવા શ્રમરે ।।૧૧।।
વૈશ્ય વર્ણના ધર્મ છે જેહરે, રાખે ગૌ ધન વે’પાર તેહરે ।
ખેતી વ્યાજ વોરાં પણ કરેરે, દગા કપટ પાપ પરહરેરે ।।૧૨।।
એવી રીતે વરતે વૈશ્ય વળીરે, એવી રીત લખી છે સઘળીરે ।
શૂદ્ર સેવા કરે તે સહુનીરે, ત્રણ વર્ણ કહ્યા તેહુનીરે ।।૧૩।।
એમ ચારે વર્ણની જો રીતરે, અમે લખાવી ગ્રંથ પુનિતરે ।
વર્ણિધર્મ કહ્યા જે વખાણીરે, તેપણ ગ્રંથમાં છે લિયો જાણીરે ।।૧૪।।
અષ્ટ પ્રકારે ત્રિયા ધન ત્યાગરે, વિષય સુખ સાથે છે વૈરાગરે ।
ભારે બ્રહ્મચર્ય વ્રત ધારીરે, રાખે ભાવે કરી બ્રહ્મચારીરે ।।૧૫।।
ગૃહસ્થાશ્રમના ધર્મ છે ઘણારે, તેપણ સર્વ લખ્યા તેહ તણારે ।
વાનપ્રસ્થના વિવિધ પ્રકારેરે, લખ્યા એહ આશ્રમ અનુસારેરે ।।૧૬।।
એને આસરે સંન્યાસી આશ્રમરે, તેના પણ લખાવ્યા છે ધર્મરે ।
ચારે વર્ણ ને આશ્રમ ચારરે, તેપણ લખ્યા છે કરી વિચારરે ।।૧૭।।
સહુનાં કલ્યાણ કરવા સારુંરે, અતિ તાન માનો છે અમારુંરે ।
વળી અતિ ત્યાગીના જે ધર્મરે, તેપણ લખ્યા છે કરી શ્રમરે ।।૧૮।।
તેહ શાસ્ત્રનાં સાંભળો નામરે, સહુને સુણતાં છે સુખધામરે ।
ધર્મામૃત નિષ્કામશુદ્ધિરે, વળી શિક્ષાપત્રી લખી દિધિરે ।।૧૯।।
એહ વિના બીજા છે જે ગ્રંથરે, કર્યા અમે કલ્યાણને અર્થરે ।
એમ કહ્યું શ્રીજીએ શ્રીમુખેરે, સહુ જનને તારવા સુખેરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષટ્ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૬।।
દોહા - વળી અમારે જે આશરે, બાયું આવિયું બહુ બહુ ।
તેને કહ્યા ધર્મ તેહના, તેણે પામી પરા ગતિ સહુ ।।૧।।
સતીગીતામાં જે સૂચવ્યા, સધવા વિધવાના ધર્મ ।
તેમજ રહી ત્રિયા સહુ, પામિછે ધામ જે પર્મ ।।૨।।
જ ે ધ મર્ ન ા ે ’ ત ા ધ ર ા ઉ પ ર ે , ન ર ન ા ર ી ન ા િ ન ર ધ ા ર ।
તે અમે પ્રગટ કરી, બહુ તારિયાં નર નાર ।।૩।।
અ ે મ અ ન ે ક ર ી ત શ ુ ં , અ િ ત ક ય ા ેર્ છ ે ઉ પ ક ા ર ।
જીવ આખા જક્તના જેહ, તેહ કરવા ભવપાર ।।૪।।
ચોપાઇ-અતિ અતિ કર્યા મેં ઉપાયરે, તેતો કે’તાં કે’તાં ન કે’વાયરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
જેજે કર્યું અમે આ જગમાંરે, તેતો ચલાવા મોક્ષ મગમાંરે ।।૫।।
જેજે અમે કરાવિયા ગ્રંથરે, નર નારીને તારવા અર્થરે ।
વળી પદ છંદ કીરતનરે, અષ્ટકને સ્તુતિ જે પાવનરે ।।૬।।
તેને શીખે સુણે ભણે ગાયરે, તેતો અક્ષરધામમાં જાયરે ।
કાંજે અંકિત અમારે નામેરે, માટે પો’ચાડે એ પરમ ધામેરે ।।૭।।
જેમાં સ્વામિનારાયણ નામરે, એવી કથા સુણે નર વામરે ।
એવી કીર્તિ સાંભળતાં જનરે, થાય અતિ પરમ પાવનરે ।।૮।।
વળી પદ જે નામે અંકિતરે, તેને ગાયે સુણે કરી પ્રીતરે ।
જેમાં સહજાનંદ સ્વામી નામરે, આવે જે કાવ્યમાં ઠામો ઠામરે ।।૯।।
એવી કાવ્ય કે’તાં ને સાંભળતાંરે, વાર ન લાગે મહાસુખ મળતાંરે ।
મહામંત્રરૂપ એહ કા’વેરે, તેને તુલ્ય બીજું કેમ આવેરે ।।૧૦।।
નામ પ્રભુનાં અનંત અપારરે, સહુ ભાવે ભજે નર નારરે ।
પણ સ્વામિનારાયણ કે’તાંરે, નથી વાર ભવપાર લેતાંરે ।।૧૧।।
આજ એ નામનો છે અમલરે, તે ન વિસારવું એક પલરે ।
લેતાં નામ નારાયણ સ્વામિરે, જાણો તે બેઠા ધામને પામીરે ।।૧૨।।
જેહ મુખે એનો ઉચ્ચારરે, તેતો જાણો પામ્યા ભવપારરે ।
માટે એ નામની કાવ્ય કા’વેરે, તેને શિખવી સુણવિ ભાવેરે ।।૧૩।।
વળી અમારાં અંગનું અંબરરે, બહુ સ્પરશેલ સારું સુંદરરે ।
એહ પ્રસાદિનું જેહ પટરે, મળે ટળે સર્વે સંકટરે ।।૧૪।।
એહ વસ્ત્ર અનુપમ અતિરે, થાય પૂજતાં પરમ પ્રાપતિરે ।
અતિ માહાત્મ્ય એનું અતુલ્યેરે, કહો ક્યાંથી મળે એહ મુલ્યેરે ।।૧૫।।
જેજે અમારા સંબંધની વસ્તરે, ન મળે ગોતતાં ઉદે ને અસ્તરે ।
જણસ અમ સંબંધિની જેજેરે, છે એ કલ્યાણકારી માની લિજેરે ।।૧૬।
તેતો રાખી છે અમે અપારરે, સહુ જન અરથે આ વારરે ।
નખ શિખાલગી નિરધારરે, રાખી સ્પરશિ વસ્તુ કરી પ્યારરે ।।૧૭।।
સ્પરશી ચીજ જે બહુ પરકારેરે, અડી હોય જે અંગે અમારેરે ।
તેતો સર્વે છે કલ્યાણકારીરે, માટે રાખી છે અમે વિચારીરે ।।૧૮।।
એમ અનેક પ્રકારે આજરે, બહુ જીવનાં કરવાં છે કાજરે ।
આવ્યા છીએ અમે એમ ધારીરે, સર્વે જીવને લેવા ઉદ્ધારીરે ।।૧૯।।
એમ કહ્યું આપે અવિનાશેરે, તેતો સાંભળીયું સહુ દાસેરે ।
સુણી સહુ થયાં પરશનરે, કહે સ્વામી શ્રીજી ધન્ય ધન્યરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૭।।
દોહા - પછી જોયું વિચારી જીવને, કરી રહ્યા સર્વે કામ ।
સહુ જનને સુગમ થયું, સે’જે પામશે સ્વધામ ।।૧।।
જે અરથે અમે આવિયા, તે અરથ સરિયો આજ ।
ધારી આવ્યા’તા જે ધામથી, તે કરી લીધું છે કાજ ।।૨।।
બાંધી બળવંત પીઠિકા, કેડે તારવા કોટાન કોટ ।
કર્યું હિત અતિ આ સમે, અમે રાખી નથી કાંઇ ખોટ ।।૩।।
ફેરો અમારો સુફળ થયો, ગયા સહુ જનના સંતાપ ।
અનેક જીવ ઉદ્ધર્યા, આજ અમારે પરતાપ ।।૪।।
ચોપાઇ-કરી લીધું છે સર્વે જો કામરે, એમ વિચારિયું ઘનશ્યામરે ।
કે’વા રાખ્યું નથી કેડે કાંઇરે, જાવા મોક્ષના મારગ માંઇરે ।।૫।।
બહુવિધ ઉઘાડિયાં બારરે, કરવા કલ્યાણને આ વારરે ।
હવે પધારું હું મારે ધામરે, જે સારુ આવ્યા’તા તે થયું કામરે ।।૬।।
પછી જે જે પાસે હતા જનરે, તેને કે’છે એમ ભગવનરે ।
સહુ ધારજો અંતરે ધીરરે, હવે નહિ રહે આ શરીરરે ।।૭।।
થોડે ઘણે દિને ધામે જાશુંરે, અમ કેડ્યે ભરસોમાં આંસુંરે ।
જો રાજી કરવા હોય અમનેરે, રે’જો એમ જેમ કહ્યું તમનેરે ।।૮।।
ત્યાગી ગૃહી વળી નર નારીરે, રે’જો સહુ સહુના ધર્મ ધારીરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
ધર્મવાળાં જન મને વા’લાંરે, બિજાં જાણું છું નરસાં નમાલાંરે ।।૯।।
છેલી વાત એ છે માની લેજોરે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જ્યોરે ।
શિક્ષાપત્રી માંહિ અમે રે’શુંરે, રહી એમાં સહુને સુખ દેશુંરે ।।૧૦।।
રે’શું સતસંગ માંહિ સદારે, હરવા સતસંગની આપદારે ।
પણ હમણે જેમ દેખોછોરે, દેખી જન્મ સુફળ લેખોછોરે ।।૧૧।।
એમ નહિ દેખો હવે અમનેરે, સાચી વાત કહુંછું તમનેરે ।
એવી રીત્યે કહ્યું અવિનાશેરે, તેતો સાંભળીયું સહુ દાસેરે ।।૧૨।।
આપી ભલામણ ભલિ વિધિરે, પછી કરવાની હતી તે કીધિરે ।
ગયા અક્ષરધામમાં આપેરે, જન બહુ તપ્યા એહ તાપેરે ।।૧૩।।
નવ રહી શરીરની સાધરે, પામ્યાં અંતરે દુઃખ અગાધરે ।
રહે ધારતાં કેમ કરી ધીરરે, નથી સુકતાં નયણે નીરરે ।।૧૪।।
પછી વાલાનાં વચન સંભારીરે, ઘણી વારે ધીરજ પછી ધારીરે ।
જેજે કહ્યાંછે જેને વચનરે, તેતે રીતે રહ્યાં સહુ જનરે ।।૧૫।।
પોતે પધાર્યા પોતાને ધામરે, કરી જીવ અનેકનાં કામરે ।
જેજે ધારી આવ્યાતા ધામથીરે, કર્યું કામ તે હૈયે હામથીરે ।।૧૬।।
મુનિ મંડળ સહિત આવ્યા’તારે, સંગે સમાજ સારો લાવ્યા’તારે ।
જેહ અર્થે આવ્યા’તા આંઈરે, સર્યો અર્થ ન રહ્યું કેડે કાંઇરે ।।૧૭।।
એવો અલૌકિક અવતારરે, બહુ જીવ કર્યા ભવપારરે ।
એહ મૂરતિ મળી છે જેનેરે, કાંઇ ખામી રહી નહિ તેનેરે ।।૧૮।।
એવી એ મૂરતિ મંગળકારીરે, તેહ જેહ રહ્યા છે ઉર ધારીરે ।
એવા જન મળે જેને જેનેરે, અક્ષરધામે આપે વાસ તેનેરે ।।૧૯।।
તેતો શ્રીમુખે કહ્યું’તું સો વારરે, નિશ્ચે કરાવ્યું’તું નિરધારરે ।
વળી રહ્યા છે સતસંગ માંયરે, અંત સમે કરે આપે સા’યરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૮।।
દ ા ે હ ા - અ ે હ ર ી ત ે અ લ બ ે લ ડ ે , ક ય ાર્ ં ક ં ઇ ક ં ઇ ક ક ા મ । આપી આનંદ આશ્રિતને, વળી પુરી હૈયાની હામ ।।૧।।
અ મ ા િ ય ક સ ુ ખ અ ા િ પ ય ા ં , મ ા િ ય ક દ ે હ ન ી મ ા ં ય ।
તે પ્રસિદ્ધ જાણે છે પૃથવી, નથી છાનિ છપાડી કાંય ।।૨।।
દ ે શ દ ે શ મ ા ં ડ ં ક ા ે દ ઇ , વ ળ ી બ ે હ દ ચ લ ા વ ી વ ા ત ।
જે નાવે બુદ્ધિની બાથમાં, તે સોંઘી કરી સાક્ષાત ।।૩।।
અ ભ ર ત ે સ ભ ર ભ ય ાર્ , અ ત ર ત ા ય ાર્ ક ા ં ઇ જ ન ।
અગમ તે સુગમ કર્યાં, પ્રભુ થઇ પોતે પરસન ।।૪।।
ચોપાઇ-આવી કર્યાં અલૌકિક કામરે, પછી પધારિયા નિજ ધામરે ।
કર્યાં કારજ આશ્ચર્યકારીરે, જેવા આવ્યા’તા ધામેથી ધારીરે ।।૫।।
એવો માંડ્યો’તો આવી અખાડોરે, જીવ તારવાને રાત્ય દા’ડોરે ।
બહુ આખેપ આગ્રહ કરીરે, ભવે જીવ તાર્યા ભાવ ભરીરે ।।૬।।
કરી ગયા મોટાં મોટાં કાજરે, આવી આ ફેરે આપે મહારાજરે ।
ખુબ ખેલિ ગયા એક ખ્યાલરે, જોઈ અનંત જન થયા ન્યા’લરે ।।૭।।
ખરાખરો મચાવીને ખેલરે, રૂડી રમત રમ્યા અલબેલરે ।
એવા ખોળે ન મળે ખેલારુરે, જેને જુવે હજારે હજારુંરે ।।૮।।
બીજા બહુ વેષ બનાવ્યારે, તેતો સહુને અર્થ ન આવ્યારે ।
કોઇ રિઝ્યા ને કોઇ ન રિઝ્યારે, એહ વેષે અરથ ન સિઝ્યારે ।।૯।।
અ ા ત ા ે સ વ ેર્ વ ે ષ્ ા ન ા વ ે શ ી ર ે , જા ણ ે ન ર ા ક ૃ િ ત ન ી દ ે શ ી ર ે । ખોટ્ય ન રાખી ખેલની માંયરે, ભલો ભજાવ્યો આપ ઇચ્છાયરે ।।૧૦
રૂડી રમત્ય રમી રૂપાળીરે, લીધાં જનને નિજધામ વાળીરે ।
એવા રમ્યા ન રમશે કોયેરે, જેહ ખેલને જોઇ જન મોયેરે ।।૧૧।।
એવો અકળ ખેલને ખેલીરે, ગયા સહુને વિલખતાં મેલીરે ।
ઘણું સાંભરેછે સમાસમેરે, તેણે બીજી વાત નવ ગમેરે ।।૧૨।।
જેમ બાજીગરની બાજીરે, જોઇ જોઇ જન થાય રાજીરે ।
જાણે આવી ન દીઠી ન સાંભળીરે, તેને કેમ શકે કોયે કળીરે ।।૧૩।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
અતિ અકળ ખેલને ખેલીરે, ગયા સમેટી બાજી સંકેલીરે ।
નટરીત નાથની ન જાણીરે, જાણ્યું અમટ રાખશે દયા આણીરે ।।૧૪।।
ત્યાંતો સંકેલી ગયા સ્વધામરે, કરી જનનાં જીવિત હરામરે ।
આંખ્યો થઇગઇ અભાગણીરે, ક્યાંથી નિરખે મૂરતિ નાથતણીરે ।૧૫।
મુખ અભાગિયું થયું અતિરે, ક્યાંથી પામે પ્રસાદી એ રતિરે ।
જિહ્વા અભાગણી ને અનાથરે, ક્યાંથી બોલે હવે હરિ સાથરે ।।૧૬।।
કાન અભાગિયા લીધા જાણીરે, ક્યાંથી સુણે ગે’રે સ્વરે વાણીરે ।
હાથ રહ્યા અભાગિયા એવારે, ક્યાંથી કરે હરિની હવે સેવારે ।।૧૭।।
દરશ સ્પરશ ને જે પ્રસાદિરે, કે’વું સુણવું સંબંધ એ આદિરે ।
થયો સંબંધ પણ રહ્યો અધુરોરે, તેતો કેમ થાય હવે પૂરોરે ।।૧૮।।
ગઇ હાથથી વાત વેગળીરે, હાર્યા મહાચિંતામણી મળીરે ।
પારસ પામ્યા’તા પરિશ્રમ પખિરે, પણ પુરી ભાગ્યમાં ન લખીરે ૧૯
થયા નિરધન ધનને હારીરે, ગયું સુખ રહ્યું દુઃખ ભારીરે ।
એમ થયું સૌ જનને આ વારરે, પધારતાં તે પ્રાણ આધારરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનપંચાશત્તમઃ પ્રકારઃ ૪૯
દોહા - પુરુષોત્તમ પધારિયા, કરી કામ અલૌકિક આપ ।
અનેક જીવ ઉદ્ધારિયા, પ્રગટાવી પ્રબળ પ્રતાપ ।।૧।।
થોડાક દનમાં સ્થાવર જંગમ, તારિયા જીવ તતકાળ ।
કળ ન પડી કોઇને, એવું કરિયું દીન દયાળ ।।૨।।
અ ન ે ક જી વ ન ે ઉ પ ર ે , અ ઢ ળ ઢ ળ્ ય ા અ િ વ ન ા શ ।
જગ જાળ કાપી આપી પદવી, બ્રહ્મમો’લે કરાવ્યો નિવાસ ।૩
અણ ચિંતવે આવી ગયા, અતિ અચાનક અલબેલ ।
ખબર ન પડી ખટ મતને, એવો ખેલી ગયા એક ખેલ ।।૪।।
ચોપાઇ-સૌ શાણા રહ્યાછે વિચારીરે, આતો વાત થઇ વણ ધારીરે ।
એણે ઠીક કર્યુંતું ઠરાવીરે, એતો સમઝણ અર્થ ન આવીરે ।।૫।।
જોઇ રહ્યા’તા જુજવી વાટરે, તેતો વાત ન બેઠી કોઇ ઘાટરે ।
કોેઇ કે’તા હરિ થઇ ગયારે, થાશે હવે કે’છે બિજા રહ્યારે ।।૬।।
કોઇ કે’તા છે કળિનું રાજરે, પ્રભુ ન હોય પ્રગટ આજરે ।
જોગી કે’તા જોગકળા પખિરે, નથી કલ્યાણ રાખ્યું છે લખિરે ।।૭।।
જૈન કે’તા પાંચમો છે આરોરે, આજ નોય કલ્યાણનો વારોરે ।
કે’તા તપી તપ્યા વિના તનરે, ક્યાંથી કલ્યાણ જાણજો જનરે ।।૮।।
કે’તા સંન્યાસી સર્વે નાશ થાયરે, તારે જનમ મરણ તાપ જાયરે ।
કે’તા પંડિત એમ પુરાણીરે, પ્રભુ પ્રગટ હશે તો લેશું જાણીરે ।।૯।।
જંગમ કે’તા છે અગમ વાતરે, આજ નોયે પ્રભુ સાક્ષાતરે ।
શેખ કે’તા છે તેરમી સિદ્ધિરે, આજ પામે મુકામ કોણ વિદ્ધિરે ।।૧૦।।
ભક્ત કે’તા ભક્તિ કર્યા વોણુંરે, શીદ કરો કલ્યાણનું વગોણુંરે ।
કે’તા વેદાંતિ વણ જાણે બ્રહ્મરે, શાને કરોછો ઠાલો પરિશ્રમરે ।।૧૧।।
કે’તા મારગિ નકલંક થાશેરે, કુડિયા કપટિ ઘાણે ઘલાશેરે ।
કે’તા પ્રણામિ રાજ્ય સખિ પખિરે, નહિ પામે ધામ નવી સખિરે ।।૧૨।।
કે’તા ગોસ્વામિના સહુ એમરે, સમાશ્રય વિના તરે કેમરે ।
રામાનુજના કે’તા એહ રીતરે, જીવ તરશે ચકરાંકિતરે ।।૧૩।।
વામી કે’તા કલ્યાણ છે તારેરે, માનો મળવે પંચ મકારેરે ।
ભેખધારી કે’તા વણ ભેખેરે, તર્યા ના’વ્યા નજરે કોઇ દેખેરે ।।૧૪।।
તુરક કે’તા આવશે આખરીરે, તેદિ ઉદ્ધારશે કજા કરીરે ।
એમ બહુ પ્રકારે બહુ બહુરે, વાટ જોઇ રહ્યા’તા સહુરે ।।૧૫।।
પણ કોઇનું ધાર્યું ન રહ્યુંરે, વણ ધારે વચ્ચે બીજું થયુંરે ।
એવો લિધો અલૌકિક અવતારરે, સહુના ધાર્યા વિચાર્યાથી બારરે ।।૧૬।।
બહુ રહ્યા સહુ વાટ જોતારે, પીર મુરિદ ગુરુ શિષ્ય સોતારે ।
અણચિંતવી આનંદ એ’લિરે, થઇ અમૃતરસ ચાલ્યો રેલિરે ।।૧૭।।
તેમાં પડ્યા સાકરના કરારે, વરસ્યા મોતિડાંના મેઘ ખરારે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
ભાગિ સરવે ભુખ્યાની ભુખરે, કર્યું દૂર દારિદ્ર દુઃખરે ।।૧૮।।
આપે આવી ગયા અણધારરે, જન ઉદ્ધારવા આણિ વારરે ।
અકળ કળા એની ન કળાણિરે, ડાહ્યા શ્યાણાને રહી અજાણિરે ।।૧૯।।
ન પડી ગમ રહ્યા ગમ ખાઇરે, ના’વી વાત મતિના મત માંઇરે ।
અગમ અપાર કા’વે અકળરે, કહો કેને પડે એની કળરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૦।।
દોહા - અવતારી અકળ અમાપને, વંદુ હું વારમવાર ।
અજર અમર અવિનાશીનેરે, જાઉં વારણે વાર હજાર ।।૧।।
અ ગ ા ે ચ ર અ ત ા ે લ અ મ ા િ ય ક , અ ખ ં ડ અ ક્ષ્ ા ર ા ત ી ત ।
અગમ અપાર અખિલાધાર, અછેદ્ય અભેદ્ય અજીત ।।૨।।
પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરણ, પરાત્પર પરમ આનંદ ।
પરમેશ્વર પરમાત્મા, પૂરણ પૂરણાનંદ ।।૩।।
સુખદ સરવેશ્વર સ્વામી, સરવાધાર સદા સુખકંદ ।
સત ચિત આનંદમય, શ્રીહરિ સહજાનંદ ।।૪।।
ચોપાઇ-એવા અનેક નામના નામીરે, વળી અનંત ધામના ધામીરે ।
એવા સ્વામી જે સહજાનંદરે, જગજીવન જે જગવંદરે ।।૫।।
તેતો આવ્યા હતા આપે આંહિરે, અતિ મે’ર આણી મન માંહિરે ।
આવી કરિયાં અલૌકિક કાજરે, ધન્ય ધન્ય હો શ્રીમહારાજરે ।।૬।।
ધન્ય ધન્ય પરમ કૃપાળુરે, ધન્ય દીનના બંધુ દયાળુરે ।
ધન્ય પ્રભુ પતિતપાવનરે, ધન્ય ભવતારણ ભગવનરે ।।૭।।
ધન્ય દાસના દોષ નિવારણરે, ધન્ય ભૂધર ભવ તારણરે ।
ધન્ય આશ્રિતના અભય કરતારે, ધન્ય સર્વેના સંતાપ હરતારે ।।૮।।
ધન્ય અખિલ બ્રહ્માંડના ઇશરે, ધન્ય કર્યા ગુના બકશિશરે ।
ધન્ય નોધારાંના આધારરે, આવી ઉદ્ધાર્યા જન અપારરે ।।૯।।
ધન્ય ભક્તવત્સલ ભગવાનરે, આવ્યા હતા દેવા અભય દાનરે ।
ધન્ય દુર્બળના દુઃખ હારીરે, ધન્ય સંતતણા સુખકારીરે ।।૧૦।।
શરણાગત જે સર્વે જનનારે, મોટા મે’રવાન જો મનનારે ।
સર્વે જીવની લેવા સંભાળરે, આવ્યા હતા જો આપે દયાળરે ।।૧૧।।
કરી બહુ જીવનાં જો કાજરે, પછી પધારિયા મહારાજરે ।
એવા પૂરણ પરમારથીરે, ધર્મ એકાંતિક સ્થાપ્યો અતિરે ।।૧૨।।
તેતો જેને થયો છે સંબંધરે, તેના છુટિયા છે ભવબંધરે ।
થઇ રહ્યાં તેનાં સર્વ કામરે, તન છુટે પામશે પર્મ ધામરે ।।૧૩।।
એવો મોટો પ્રતાપ પ્રગટાવીરે, ગયા મોક્ષનો માર્ગ ચલાવીરે ।
પૂરણ પ્રગટાવી પ્રતાપરે, પછી પધારિયા પ્રભુ આપરે ।।૧૪।।
સહુ જનની કરવા સારરે, હરિ આવ્યા હતા આણિ વારરે ।
પામર પ્રાણી પામ્યા ભવ પારરે, જન સ્પરશતાં પ્રાણ આધારરે ।।૧૫।।
ધ ન્ ય ધ ન્ ય પ્ર ભ ુ પ ર ત ા પ ર ે , જ ન મ ન હ ર ણ સ ં ત ા પ ર ે ।
દેશો દેશ રહ્યો જશ છાઇરે, પ્રબળ પ્રતાપ પૃથ્વી માંઈરે ।।૧૬।।
ધન્ય ધન્ય ધર્મના બાળરે, ધન્ય ધન્ય જન પ્રતિપાળરે ।
ધન્ય ધન્ય ધર્મ ધુરંધરરે, ધન્ય ધર્મ વર્મ દુઃખહરરે ।।૧૭।।
ધન્ય ધરણિ પર ધર્યું તનરે, ધન્ય આપ સંબંધ તાર્યા જનરે ।
ધન્ય ધન્ય ધામના ધામીરે, ધન્ય ધન્ય સહજાનંદ સ્વામીરે ।।૧૮।।
કર્યો પરિપૂરણ પરમાર્થરે, તેમાં કૈ જીવનો સર્યો અર્થરે ।
ધન્ય રાખી ગયા રૂડી રીતરે, તેમાં ઉદ્ધાર્યા જીવ અમિતરે ।।૧૯।।
ધન્ય ધન્ય સર્વેના ધણીરે, મહિમા મોટપ્ય ન જાય ગણીરે ।
ધન્ય ધન્ય બિરુદને ધારીરે, ગયા અનેક જીવ ઉદ્ધારીરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકપંચાશત્તમઃ પ્રકારઃ ।૫૧।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
દોહા - જય જય જગ જીવનને, જય જય જગપતિરાય ।
જય જય જગદીશને, જય જય કહી જન ગાય ।।૧।।
જ ય ક ૃ પ ા ળ ુ જ ય દ ય ા ળ ુ , જ ય દ ી ન બ ં ધ ુ દ ુ : ખ હ ર ।
જય જય સમર્થ શ્રીહરિ, જય સુખદ શ્યામ સુંદર ।।૨।।
જ ય પ્ર ત ા પ પ્ર ગ ટ પ્ર બ ળ , જ ય પ ર ા ત્ પ ર પ ર બ ્ર હ્મ ।
જય જય જગકારણ, જય જય કહે નિગમ ।।૩।।
જયકારી પ્રગટ્યા પૃથવી પર, જયકારી કિધાં કૈક કામ ।
જયકારી ધારી મૂરતિ, પુરી સહુના હૈયાની હામ ।।૪।।
ચોપાઇ- જયજય જગના જીવનરે, જયજય પ્રભુજી પાવનરે ।
જયજય જનહિતકારીરે, જય જન્મ મરણ દુઃખહારીરે ।।૫।।
જ ય જ ય જ ન ક જી વ ન ા ર ે , સ ુ ખ દ ા ય ક છ ા ે સ દ ૈ વ ન ા ર ે ।
જય જનના જનની જેવારે, જય સદા ઇચ્છોછો સુખ દેવારે ।।૬।।
જયજય જીવન જગવંદરે, જયજય સ્વામી સહજાનંદરે ।
જયજય સુખદ ઘનશ્યામરે, જયજય કર્યાં બહુ કામરે ।।૭।।
જય જે કર્યાં આવી કારજરે, જોઇ જન પામ્યા છે આચરજરે ।
અતિ અલૌકિક કામ કિધાંરે, આશ્રિતને અભયદાન દિધાંરે ।।૮।।
બહુ ઉપાય કલ્યાણ કેરારે, કર્યા આવી આ જગે ઘણેરારે ।
તેતો લખ્યા જેટલા લખાણારે, કૈક રહ્યા ને કૈક કે’વાણારે ।।૯।।
બહુ પ્રકારે ઉદ્ધાર્યા પ્રાણીરે, તેની લેશ લખી છે એધાણીરે ।
સાંગોપાંગ અથ ઇતિ કે’વારે, નથી વાલમિક વ્યાસ જેવારે ।।૧૦।।
જેજે દીઠી આવી જાણ્યા માંઇરે, તેતે લખી થોડી ઘણી કાંઇરે ।
એક દિવસની વાત વળીરે, લખતાં ન લખાય સઘળીરે ।।૧૧।।
તેવાં વરષ ઓગણપંચાસરે, તેપર એક દિન દોય માસરે ।
એટલામાં કર્યાં જેજે કાજરે, તેને કોણ લખે કવિરાજરે ।।૧૨।।
થોડામાંય લેજો ઘણું જાણીરે, સર્વે વાત કેથી ન કે’વાણીરે ।
આ છે ગ્રંથ માહાત્મ્યનો ઘણોરે, તેમાં કહ્યો પ્રતાપ પ્રભુતણોરે ।।૧૩।।
તેતો સર્વે જાણજો સત્યરે, નથી અક્ષર એકે અસત્યરે ।
પણ પૂરી પ્રતીતિ જેને નોયરે, તેને આગળ્ય કેશો માં કોયરે ।।૧૪।।
એને લખી લખાવી માં દેશોરે, જેને હોય હરિમાં અંદેશોરે ।
તેને અર્થે આ વાત નહિ આવેરે, જેનું મન માન્યું કાવે દાવેરે ।।૧૫।।
જે નો’ય પુરી પ્રતિતીવાળારે, તેતો ક્યાંથી થાય સુખાળારે ।
સુખ લેશે સાચા સતસંગીરે, સુણશે કે’શે આ ગ્રંથ ઉમંગીરે ।।૧૬।।
ગાશે કે’શે સુણશે આ ગ્રંથરે, તેના સર્વે સરશે અર્થરે ।
આ લોકમાં આનંદ રે’શેરે પરલોકે મોટું સુખ લેશેરે ।।૧૭।।
માહાત્મ્ય કહ્યું છે અતિશે મોટુંરે, ખરાખરું જાણો નથી ખોટુંરે ।
રખે અપોચિયાની લઈ ઓટરે, પરિપૂરણમાં ખોળો ખોટરે ।।૧૮।।
સમર્થથી શું શું ન થાયરે, એમ સહુ સમજો મન માંયરે ।
એમ સમઝી સરવે સુજાણરે, વાત પકી કરી છે પ્રમાણરે ।।૧૯।।
તેને તક પાકી ગઇ પુરીરે, કોઇ વાત ન રહી અધુરીરે ।
પામ્યા પૂરણ પરમાનંદરે, થયા ન્યા’લ કે’ નિષ્કુલાનંદરે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વિપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૨।।
દોહા - ધન્ય ધન્ય આ અવતારને, ઉદ્ધાર્યા જીવ અપાર ।
દયા આણી દીનબંધુએ, સર્વેની લીધી સાર ।।૧।।
અ ક્ષ્ ા ર ધ ા મ થ્ ા ી અ ા િ વ ય ા , ક ા િ વ ય ા ધ મર્ ન ા લ ા લ ।
પ્રીતે કરીને પધારિયા, કૈકને કર્યા નિયાલ ।।૨।।
અ ક્ષ્ ા ર ા ત ી ત અ ગ મ જ ે , સ ુ ગ મ થ્ ા ય ા ઘ ન શ્ ય ા મ ।
અનંત અચ્યુત અવિનાશી, જે ધર્યું સહજાનંદ નામ ।।૩।।
અ ખ ં ડ અ ક ળ અ પ ા ર જ ે , ત ે થ્ ા ય ા મ ન ુ ષ્ ય ા ક ા ર ।
અજર અમર અમાપ જે, તેણે લીધી સૌની સાર ।।૪।।
રાગ સામેરી- અછેદ્ય અભેદ્ય અક્ષરાત્મા, અગોચર થયા ગોચર ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
અરૂપ અનુપમ અતિ ઘણા, તે થયા શ્યામ સુંદર ।।૫।।
અ ત ા ે લ અ મ ા ે લ અ ા ગ મ ે ક હ્ય્ ા ા , ત ે થ્ ા ય ા ધ મર્ ન ા બ ા ળ ।
નેતિ નેતિ નિગમ કહે, તેણે લીધી છે સંભાળ ।।૬।।
બ ા લ ા ભ િ ક્ ત જ ે પ્ર ે મ વ ત ી , ત ે ન ા થ્ ા ય ા છ ે ત ન ।
ધર્મવૃષના ધામમાં, રમ્યા જમ્યા જીવન ।।૭।।
અ લ ા ૈ િ ક ક અ ા પ ે અ ા વ ી ક ર ી , અ ા પ્ ય ા ં અ લ ા ૈ િ ક ક સ ુ ખ ।
માત તાતના મનનાં, દૂર કર્યાં છે દુઃખ ।।૮।।
સ ુ ખ ી ક ર ી જ ન સ હ ુ ન ે , પ છ ી પ ધ ા િ ર ય ા ભ ગ વ ન ।
સઘન વન વસમાં વળી, તે જોયાં સર્વે જીવન ।।૯।।
ક ૈ ક ૈ ક ા ર જ ક િ ર ય ા ં , વ ા લ ે વ ળ ી વ ન મ ા ં ય ।
ત્યાગી ગૃહી તેમાં મળ્યા, તેની કરી પોતે સા’ય ।।૧૦।।
અ ન ે ક જી વ ઉ દ્ધ ા ર વ ા , ફ િ ર ય ા દ ે શ િ વ દ ે શ ।
નિર્ભય કર્યા નારી નરને, આપી ઉત્તમ ઉપદેશ ।।૧૧।।
ધ ા મ ત ી ર થ્ ા ધ ર ા ઉ પ ર ે , જા ે ય ા જ ે જી વ ન પ્ર ા ણ ।
દૈવી આસુરી જીવનાં, કર્યાં છે કોટ કલ્યાણ ।।૧૨।।
ક િ લ ય ુ ગ ન ુ ં ર ા જ્ ય ક ા િ ઢ ય ુ ં , સ ત ય ુ ગ વ ર ત ા વ્ ય ા ે સ ા ે ય । શુદ્ધ ધર્મમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે કોય ।।૧૩।।
મ ન ુ ષ્ ય પ શ ુ ધ મર્ પ ા ળ ત ા ં , ત ે શ ુ દ્ધ ક ય ાર્ ં ન ર ન ા ર ।
સત અસત ઓળખાવિયું, સમઝાવ્યું સાર અસાર ।।૧૪।।
પ ં ચ વ ્ર ત પ્ર ગ ટ ક ર ી , પ્ર વ ત ાર્ વ્ ય ા ં પ ૃ થ્ ા વ ી મ ા ં ય ।
નિ’મ ધાર્યાં નર નારીયે, કળિમળ ન રહ્યું ક્યાંય ।।૧૫।।
પ િ વ ત્ર્ ા પ્ર ા ણ ધ ા ર ી ક ય ાર્ ં , ત ે ત ા ે પ ા ે ત ા ન ે પ્ર ત ા પ ।
જે અર્થે આપે આવિયા, તે અર્થ સારિયો આપ ।।૧૬।।
ક ૈ ક ૈ ક ા ર જ ક િ ર ય ા ં , જી વ ન ા ક લ્ ય ા ણ ક ા જ ।
ધ્યાન ધારણા સમાધિયે, સુખી કર્યાં જન આજ ।।૧૭।।
ર ી ત અ લ ા ૈ િ ક ક લ ા ે ક મ ા ં , દ ે ખ ા ડ ી દ ી ન દ ય ા ળ ।
સુખી અંતરે સૌને કર્યાં, ધન્ય ધન્ય ધર્મના બાળ ।।૧૮।।
ઉ ત્ સ વ સ મ ૈ ય ે ભ ે ળ ા ક ય ાર્ , સ ત સ ં ગ ી વ ળ ી સ ં ત ।
દરશ સ્પરશ દઇ આપનું, આપિયાં સુખ અત્યંત ।।૧૯।।
જ ુ ગ ત્ ય ે જ ન જ મ ા િ ડ ય ા , પ ા ે ત ે લ ઇ પ ક વ ા ન ।
મગન કર્યા સંત સહુને, દઈને દરશન દાન ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૩।।
દોહા - આજ લે’રી આવ્યા છે લે’રમાં, મે’ર કરીછે મહારાજ ।
અઢળ ઢળયા અલબેલડો, કર્યાં કઇકનાં કાજ ।।૧।।
દુઃખ કાપ્યાં દુઃખી દાસનાં, સુખી કર્યા સહુ જન ।
બ્રહ્મમો’લે તેને મોકલ્યા, પોતે થઇ પરસન ।।૨।।
પ ૂ ર ણ બ ્ર હ્મ પ ધ ા ર ી ન ે , ભ ા ં ગ ી છ ે સ વ ેર્ ન ી ભ ૂ ખ ।
આ સમામાં જે આવિયા, ટાળિયાં તેહનાં દુઃખ ।।૩।।
ધ ન્ ય ધ ન્ ય પ ા વ ન પ ૃ થ્ ા વ ી , જ ે પ ર િ વ ચ ય ાર્ ન ા થ્ ા ।
ચરણ અંકિત જે અવની, સદા માને છે સનાથ ।।૪।।
રાગ સામેરી - ધન્ય દેશ સોઈ શે’રને, જિયાં રહ્યા અવિનાશ ।
ધન્ય ધન્ય ગામ નગરને, જિયાં કર્યો વાલે વાસ ।।૫।।
ધ ન્ ય ધ ન્ ય વ ા િ ર વ હ િ ન , ન ા ’ ય ા ત ા પ્ ય ા પ્ર ભ ુ પ ં ડ ।
ધન્ય ધન્ય શૂન્ય સમીરને, ભાગ્યશાળી આ બ્રહ્માંડ ।।૬।।
ધ ન્ ય ધ ન્ ય બ ્ર હ્મ ા ભ વ ન ે , જ ે ણ ે જા ે ય ા જી વ ન ।
ધન્ય ધન્ય મઘવા મેઘને, ભીંજ્યા ભાળ્યા ભગવન ।।૭।।
ધ ન્ ય ધ ન્ ય શ િ શ સ ૂ ર ન ે , ઉ ડ ુ પ ા િ મ ય ા અ ા ન ં દ ।
દેવ દાનવ મુનિ માનવી, સુખી કર્યા સહુ વૃંદ ।।૮।।
સ્ થ્ ા ા વ ર જ ં ગ મ ચ ર ા ચ ર , સ હ ુ ન ી લ ી ધ ી છ ે સ ા ર ।
સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં, ઉતારિયા ભવપાર ।।૯।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
ભ ા ે ગ ી ક ય ાર્ બ ્ર હ્મ મ ા ે ’ લ ન ા , અ ા િ પ ય ુ ં અ ક્ષ્ ા ર ધ ા મ ।
આપ પ્રતાપે ઉદ્ધારિયા, કરિયા પૂરણકામ ।।૧૦।।
વ ે ર ા ે ન ક ય ા ેર્ વ ષ્ ાર્ ત ા ં , ઘ ન પ ઠ ્ય ે ઘ ન શ્ ય ા મ ।
શુદ્ધ કરી સહુ જીવને, આપિયું ધામ ઇનામ ।।૧૧।।
ક ા ે ટ ઉ ઘ ા ડ ્ય ા ક લ્ ય ા ણ ન ા , ભ ા ગ્ ય ન ા ખ ા ે લ્ ય ા ભ ં ડ ા ર ।
ભૂખ ભાંગી ભૂખ્યા જનની, જગે કર્યો જેજેકાર ।।૧૨।।
ડ ં ક ા િ દ ધ ા જ ગ ે જી ત ન ા , શ્ ય ા મ ે સ હ ુ ન ે ઉ પ ર ।
પ્રબળ પ્રતાપ જણાવિયો, દેશ ગામ ને ઘરોઘર ।।૧૩।।
બ ૃ હ દ ર ી ત અ ા િ વ શ્વ મ ા ં , વ ર ત ા વ ી છ ે બ હ ુ િ વ ધ ।
ચાલી વાતો ચારે દેશમાં, પ્રભુપણાની પ્રસિદ્ધ ।।૧૪।।
સ્ વ ા િ મ ન ા ર ા ય ણ સ હ ુ ન ે , ન િ ક લ ે વ ર ા વ્ ય ુ ં ન ા મ ।
ભજન કરાવી આ ભવમાં, આપિયું અક્ષરધામ ।।૧૫।।
સ ં ભ ળ ા વ્ ય ુ ં વ ળ ી શ્ર વ ણ ે , સ હ જા ન ં દ ન ા મ સ ા ે ય ।
કે’શે સુણશે એ નામને, તેને દુઃખ કોય નો’ય ।।૧૬।।
અ ે મ અ ન ે ક અ ભ ય ક ય ાર્ ં , પ ા ે ત ા ત ણ ે પ ર સ ં ગ ।
અખંડ ધામ તેને આપિયું, સહુ કરી શુદ્ધ અંગ ।।૧૭।।
અ ણ ત ા ે ળ્ ય ા ં સ ુ ખ અ ા િ પ ય ા ં , અ ા િ શ્ર ત ન ે અ ા વ ા ર ।
અનેક પ્રકારે અંતરે, સુખી કર્યાં નર નાર ।।૧૮।।
રૂ ડ ી મ ુ ડ ી પ ા મ્ ય ા ં ર ા ે ક ડ ી , ન િ હ ઉ ધ ા ર ા ન ી વ ા ત ।
અમલ ભર્યાં સહુ ઉચ્ચરે, પ્રભુ મળ્યા છે સાક્ષાત ।।૧૯।।
અ ા ે િ શ ય ા ળ ુ ં શ ી દ અ ા ે ચ ર ે , બ ા ે લ ે મ ગ ન થ્ ા ઈ ન ે મ ુ ખ । જન્મ મરણનું જીવમાં, રહ્યું નહિ જરા કેને દુઃખ ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુઃપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૪।।
દોહા - અમલ ભર્યાં સૌ અંતરે, આવે અંત્યે અવિનાશ ।
દેહ તજાવી દાસને, આપેછે અક્ષર વાસ ।।૧।।
ન ર ન ા ર ી િ ન : શ ં ક થ્ ા ય ા ં , ભ ા ગ ી બ ે ઠ ા સ હ ુ ભ ય ।
શરણ લીધું જેને સ્વામીનું, તેને કર્યાં નિરભય ।।૨।।
સ હ ુ ન ે ઉ પ ર શ્ર ી હ િ ર , શ ક ા ે બ ે સ ા ય ા ેર્ સ ુ ં દ ર ।
ભક્તિ કરાવી આ ભવમાં, તાર્યાં કંઇક નારી નર ।।૩।।
ન ા ૈ ત મ ર ી ત ન ે ન ા થ્ ા જી , પ્ર ગ ટ ા વ ી પ ૃ થ્ ા વ ી મ ા ં ય ।
સાંભળ્યું નો’તું જે શ્રવણે, એવું કર્યું આવી આંય ।।૪।।
રાગ ધોળ વધામણાનું - આનંદ આપ્યો અતિઘણોરે,
આ સમામાં અલબેલ; પુરુષોત્તમ પ્રગટીરે ।
અમૃતના સિંધુ ઉલટ્યારે, રંગડાની વાળી છે રેલ; પુરુષોત્ત૦ ।।૫।।
નિર્ભયની નોબત્યો વાગિયોરે, મળીયા મોહનરાય; પુરુષો૦ ।
વિધવિધ થયાં વધામણાંરે, કસર ન રહી કાંય; પુરુષો૦ ।।૬।।
ખોટ્ય ગઇછે ખોવાઇનેરે, જિત્યનાં જાંગિર ઢોલ; પુરુષો૦ ।
દુઃખ ગયું બહુ દનનુંરે, આવિયું સુખ અતોલ; પુરુષો૦ ।।૭।।
કળશ ચઢાવ્યો કલ્યાણનોરે, સહુના મસ્તક પર મોડ; પુરુષો૦ ।
ધન્ય ધન્ય આ અવતારનેરે, જોવા રાખી નહી જોડ; પુરુષો૦ ।।૮।।
સહુને પાર સહુ ઉપરેરે, એવી ચલાવી છે રીત; પુરુષોત્તમ૦ ।
નો’તી દિઠી નો’તી સાંભળીરે, પ્રગટાવી એવી પુનિત; પુરુષો૦ ।।૯।।
સર્વના સ્વામી જે શ્રીહરિરે, સર્વના કાવિયા શ્યામ; પુરુષો૦ ।
સર્વેના નિયંતા નાથજીરે, સર્વેનાં કરિયાં કામ; પુરુષો૦ ।।૧૦।।
સ્વામિનારાયણ નામનોરે, શક્કો બેસારિયો આપ; પુરુષો૦ ।
એ નામને જે આશર્યારે, તેના તે ટાળિયા તાપ; પુરુષો૦ ।।૧૧।।
ધામી જે અક્ષરધામનારે, તેણે આપ્યો છે આનંદ; પુરુષો૦ ।
અખંડ આનંદ આપી જીવનેરે, કાપ્યાં ભારે ભવફંદ; પુરુષો૦ ।।૧૨।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
પુરૂષોત્તમપ્રકાશ
ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાંરે, ખરી કરાવી છે ખાટ્ય; પુરુષો૦ ।
બંધ કિધાં બિજાં બારણાંરે, વે’તી કિધી અક્ષર વાટ્ય; પુરુષો૦ ।।૧૩।।
તમ ટાળ્યું ત્રિલોકનુંરે, પ્રકાશી પૂરણબ્રહ્મ; પુરુષો૦ ।
અંધારુ રહ્યું તું આવરીરે, તે ગયું થયું સુગમ; પુરુષો૦ ।।૧૪।।
સૂરજ સહજાનંદજીરે, આપે થયા છે ઉદ્યોત; પુરુષો૦ ।
પૂર્વની દિશાયે પ્રગટીરે, ખોટા મોટા તે કર્યા ખદ્યોત; પુરુષો૦ ।।૧૫।।
અષાડિ મેઘે આવી કર્યાંરે, ઝાઝાં બિજાં ઝાકળ; પુરુષો૦ ।
પુર ચાલ્યાં તે પૃથવીયેરે, ધોયા ધરતીના મળ; પુરુષો૦ ।।૧૬।।
ગાજ વીજ ને વર્ષવુંરે, અગમ સુગમ કર્યું સોય; પુરુષો૦ ।
સહુ જનને સુખ આપિયાંરે, દુઃખી રહ્યું નહિ કોય; પુરુષો૦ ।।૧૭।।
શર્મનો ઢોલ સુણાવિયોરે, દેવા લાગ્યા પોતે દાત્ય; પુરુષો૦ ।
દુર્બળનાં દુઃખ કાપીયાંરે, ન જોઇ જાત કુજાત્ય; પુરુષો૦ ।।૧૮।।
ધન્ય ધન્ય મારા નાથજીરે, ધન્ય ઉદ્ધારિયા જન; પુરુષો૦ ।
ધન્ય ધન્ય આ અવતારનેરે, ભલે મળ્યા ભગવાન; પુરુષો૦ ।।૧૯।।
વારે વારે જાઉં વારણેરે, કર્યાં અમારાં કાજ; પુરુષો૦ ।
ઘણે હેતે ઘનશ્યામજીરે, મળ્યા અલબેલો આજ; પુરુષો૦ ।।૨૦।।
કહીયે મુખથી કેટલુંરે, આપિયો છે જે આનંદ; પુરુષો૦ ।
નિષ્કુલાનંદ જાય વારણેરે, સે’જે મળ્યા સહજાનંદ; પુરુષો૦ ।।૨૧।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે
પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૫।।
પુરૂષોત્તમપ્રકાશ સમાપ્ત
ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન
-ઃ સ્નેહગીતા :-
૨
રાગ ધન્યાસરી - મંગળ મૂર્તિ છે શ્રીમહારાજજી, વ્રજજન વલ્લભ
શ્રીવ્રજરાજજી । મે’ર મુજ ઉપર કરો એવી આજજી, અંતર ઇચ્છેછે
ગાવા ગુણ કાજજી ।।૧।। ઢાળ - ગુણ ગાવા ગોવિંદ તમારા, ઇચ્છા તે
મુજને અતિ ઘણી । ચવું ચરિત્ર સ્નેહગીતા, જેવી મતિ ગતિ છે મુજતણી
।।૨।। સ્નેહે કથા હવે સુણો સહુ, બહુ પ્રકારે મેં પેખિયું । જપ તપ
તીરથ જોગ યજ્ઞ, સ્નેહ સમાન નવ દેખિયું ।।૩।। દાન પુણ્ય ને વ્રત
વિધિ, કરે ભક્તિ નવધા કોય । સ્નેહ વિના સરવે સૂનું, જેમ ભોજન
ઘૃત વીણ હોય ।।૪।। નીર વિના જેમ સૂકું સરોવર, સુગંધ વિના શિયાં
ફુલ । તેમ સ્નેહ વિના સૂનું હૃદય, શું થયું ચવેછે ચંડૂલ ।।૫।। પ્રેમ પખિ
છે લૂખી જો ભગતિ, કોઇ અનેક ગુણ ભાખે ભણે । ચૌદ વિદ્યાવાન
ચતુર જન, વળી કવિ કોવિદને કોણ ગણે ।।૬।। સ્નેહ વિના લૂખું લાગે,
કથતાં તે કોરૂં જો જ્ઞાન । હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની
જાન ।।૭।। સ્નેહ વિના શોભે નહિ, હૃદય તે હરિદાસનું । પંકજનયનની
પ્રીત વિના, અમથું શું રહેવું ઉદાસનું ।।૮।। નેહનાં નયણે નીર વરસે,
ગાતાં ગદગદ ગિરા નિસરે । કૃષ્ણ કૃષ્ણ કહેતાં મુખે, વળી વપુ વિકારને
વિસરે ।।૯।। પ્રીતે ચિત્ત ચરણે સોંપી, અને સ્નેહ સાચો જે કરે,
નિષ્કુલાનંદના નાથ સાથે, સ્નેહીને સદા સંગે ફરે ।।૧૦।। કડવું ।।૧।। સ્નેહની મૂર્તિ સુંદર શ્યામજી, પ્રેમે કરી પ્રગટ્યા ગોકુળ ગામજી ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
સ્નેહી જનનાં સારવા કામજી, નટવર નાગર સદા સુખધામજી ।।૧।।
ઢાળ - સુખના સાગર શ્રીહરિ, જેને દેખતાં દિલડું ઠરે । મૂર્તિ જોતાં
માવજીની, હેલામાં મન મુનિનું હરે ।।૨।। જેને જોઇ મોહી જનજુવતી,
અતિ પ્રીત કરી હૈયે હેતશું । સ્નેહ બાંધ્યો શ્યામ સંગે, સોંપી તન મન
ધન સમેતશું ।।૩।। વળી પશુ પંખી ને વૃક્ષ વેલી, હરિપ્રીતમાં પરવશ
થયાં । સરિતા સર ને નાગ નગ જે, સ્નેહમાં સંકુલાઇ રહ્યાં ।।૪।। ગાયો
ગોપી ને ગોવાળીએ, હરિ આત્માથી અધિક કર્યા । સ્નેહ બાંધ્યો પ્રેમ
વાધ્યો, પ્રીત રીત અતિ આચર્યા ।।૫।। મીનનું જીવન જળ જોને, જેમ
ચકોર સ્નેહી ચંદ છે । તેમ વ્રજ જુવતીનું જીવન જાણો, શ્રીનંદજીનો
નંદ છે ।।૬।। જેમ મોરનું મન મળ્યું મેઘશું, જેમ બપૈયો સ્નેહી સ્વાંતનો
। તેહ થકી અધિક અંગે, સ્નેહ જુવતી જાતનો ।।૭।। જેમ અગ્નિને સંગે
ઓગળે, મીણ માખણ ને ઘણું ઘૃત । તેમ કૃષ્ણ મળે મન ગળે, અને
ટળે તે તનશુદ્ધ તરત ।।૮।। જેહ નયણે નિરખે નાથને, તેનું હાથ હૈયું
કેમ રહે । તે લાજ તજે કૃષ્ણ ભજે, એવી સ્નેહમૂર્તિ છે સુખ મહે ।।૯।।
નટવર નાગર સુખસાગર, મનોહર મૂર્તિ મદનજી, નિષ્કુલાનંદ ગોવિંદ
છબી, સુખતણું જો સદનજી ।।૧૦।। કડવું ।।૨।।
સુખમય મૂર્તિ જોઇ જન ગોપીજી, રહી હરિ ચરણે તન મન
સોંપીજી । અંતરની વૃત્તિ હરિમાં આરોપીજી, લોક કુટુંબની લજ્જા
જેણે લોપીજી ।।૧।। ઢાળ - લોપી લજ્જા જેણે લોકની, અને સ્નેહવશ
થઇ સુંદરી । સોબત કીધી શિશ સાટે, એવી અચળ પ્રીત હરિશું કરી
।।૨।। હરતાં ફરતાં કામ કરતાં, કૃષ્ણ કૃષ્ણ કરે કામિની, પ્રીત વશ થઈ
પ્રમદા, જાતિ જાણે નહિ દિન જામની ।।૩।। ખાતાં પીતાં બોલતાં, વળી
સ્નેહમાં શુદ્ધ વિસરી । સૂતાંસૂતાં જાગે ઝબકી, ઉઠે કૃષ્ણકૃષ્ણ મુખે
કરી ।।૪।। વાટે ઘાટે વન જાતાં, મન તન મોહનશું મળ્યું । લોક લાજ
વેદવિધિ વિસરી, વળી ભાન તનનું તે ટળ્યું ।।૫।। વળી શ્રવણમાં
ભણકાર સુણે, જાણે નયણે નિરખું છું નાથજી । મુખવાંણે વળી એમ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
જાણે, વાત કરૂંછું વાલા સાથજી ।।૬।। અંગોઅંગે એમ ગોપી, પરિપૂર્ણ
થઈ પ્રીતમાં । સાધન તે હવે શું કરે, જેને કૃષ્ણ વિના ના’વે બીજું
ચિત્તમાં ।।૭।। મરજાદા મેલી થઈ ઘેલી, ઉન્મત્ત દશા આવી અંગે ।
તેણે કરી તન ત્રાસ ટળ્યો, મળ્યો પ્રાણ કૃષ્ણને સંગે ।।૮।। આપ ગળ્યું
મન મળ્યું, ટળ્યું કાયાક્લેશનું કરવું । એક સ્નેહ માંહિ સર્વે આવ્યું,
અન્ય ન રહ્યું આચરવું ।।૯।। પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, તેતો શિખવ્યું
આવે નહિ । નિષ્કુલાનંદ નાવે કહિએ, સ્નેહી જનનો સ્નેહ સહિ ।।૧૦।।
કડવું ।।૩।।
પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે મોબત
જડીજી । ચિત્તે રંગ ચટકી તે ચોળની ચડીજી, નિત્યપ્રત્યે નવલો નેહ
ઘડી ઘડીજી ।।૧।। ઢાળ - ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો
શ્યામશું । વણ દિઠે વળી વિલપે વનિતા, રહે ઉદાસી ધન ધામશું
।।૨।। અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું । શેરિયે
શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ।।૩।। માંહોમાંહિ
વળી પુછે, બાઇ કૃષ્ણજી તે ક્યાં હશે । કોઇ બતાવો કાન મુજને,
જોઉં મુખ કાંઇક લઇ મસે ।।૪।। વન ભવન વાટ વીથિની, વળી જુવે
જમુના તીર । અણ દિઠે અલબેલડો, કોઈ ધરી ન શકે ધીર ।।૫।।
વણ દિઠે ઘડી વીતે વસમી, જુગતુલ્ય પળ એક જાય । પ્રાણ ગતવત
થઇ પડે, એમ ગરક સ્નેહમાંય ।।૬।। એમ કરતાં આવિ અચાનક,
જો દેખે દ્રગે દયાળને । પણ નાથ નયણે નિરખ્યા વિના, સ્નેહી ન કરે
શરીર સંભાળને ।।૭।। માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં
। પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ।।૮।।
અતિ ઉદાસ નિઃશ્વાસ મુકે, અને સુકે નહિ નીર નયણે । હે સખા હે
સુખકારી, એમ વદે વળી વળી વયણે ।।૯।। પ્રીતની તો રીત એહવી,
જેનું મન મોહનશું મળ્યું । નિષ્કુલાનંદ સ્નેહી જનનું, કારણ નવ
જાયે કળ્યું ।।૧૦।। કડવું ।।૪।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
રાગ ગોડ મલાર - પ્રીતની રીત છે જો ન્યારીરી; પ્રી૦ । જેહની
બંધાણી તેણેરે જાણી, બિજા ન જાણે લગારીરી ; પ્રી૦ ।।૧।। ચકોર
સ્નેહી ચંદ્ર વદનનો, વણ દિઠે દુઃખ ભારી । મીન સ્નેહી જાણોરે
જળનો, પ્રાણ તજે વિન વારીરી; પ્રી૦ ।।૨।। પ્રીત પતંગ પ્રાણ
પાવકમાં, દેખત દૃગ દેત જારી । ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે
પિયુપિયુ પોકારીરી; પ્રી૦ ।।૩।। પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, કીજે તો
કીજે વિચારી । નિષ્કુલાનંદ એવા સ્નેહીની સંગે, સદાય રહે છે
મુરારીરી; પ્રી૦ ।।૪।। પદ ।।૧।।
સ્નેહને વશ સદાય છે શ્રીહરિજી, ભાવે આવે ભૂતળ ભૂધર દેહ
ધરીજી । તેતો પ્રેમિ જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે વ્રજજુવતી
ભરીજી ।।૧।। ઢાળ - ભરી પૂરણ પ્રેમમાં અંગે, અને રંગે રાતિ રાજને
। સ્નેહમાંયે ન સુઝે કાંયે, તેણે ભૂલિ ભવનના કાજને ।।૨।। ખાન પાનની
ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવાં વિસરી । આભૂષણ અંગે ધરે અવળાં,
એમ શુદ્ધ ભૂલી નેહે કરી ।।૩।। પય જમાવે જળપાત્રમાં, અને નીર
ભરે ક્ષીર ઠામમાં । એમ સર્વે અંગે શુદ્ધ વિસરી, વળી ચિત્ત ન રહે ધન
ધામમાં ।।૪।। સુત વિત્ત ને સગાં સંબંધી, વળી એ ઉપરથી મન ઉતર્યું
। જેહ જુવે તે એમ જાણે, કહે મન ચિત્ત આનું ફર્યું ।।૫।। વળી ગોરસ
મથતાં ગોપિકા, અને જુવે વા’લાની વાટરે । હમણાં આવે મને બોલાવે,
એમ તલપે મોહન માટરે ।।૬।। કસણ તૂટે કેશ છૂટે, તેને નેક ન રહે
સંભાળવા । વત્સ છોડાવે ધેનુને ધાવે, તેને ન જાયે વાળવા ।।૭।। વળી
અગ્નિથકી અતિ ઉછળે, અને આવે ઉફાણે દુધ । પણ હરિ હેતમાં
ચિત્ત ચોરાણું, તેહની ન લહે કાંયે શુદ્ધ ।।૮।। લક્ષ લાગ્યો લાડિલાશું,
અંતર મળ્યું અલબેલશું । રહી હેતે પ્રીતે હળી મળી, જેમ વૃક્ષ વિટ્યું
વેલ્યશું ।।૯।। રાત્ય દિવસ રહે રાતિ, અને માતિ પ્રેમમાં પ્રમદા ।
નિષ્કુલાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહ ને સદા ।।૧૦।। કડવું ।।૫।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
વળી વ્રજવનિતા પ્રેમે પરવશ થઈજી, રસિયાજી વિના રંચ નવ
શકે રહીજી । કૃષ્ણ ક્યાં કૃષ્ણ ક્યાં જેને તેને પુછે જઇજી, એમ સ્નેહની
સાંકળી શુદ્ધ ભૂલી ગઈજી ।।૧।। ઢાળ - શુદ્ધ ભૂલી ગઈ શરીરની,
વળી ગોવિંદને ગોતે ઘણું । આવો રસિયા આવો રૂડા, નિરખું હું મુખ
તુજતણું ।।૨।। વાટે ઘાટે પુછે વનિતા, વળી કોઇ બતાવો કૃષ્ણને । નાથ
વિના નથી રે’વાતું, ઘણું દિલ દાઝેછે દૃષ્ણને ।।૩।। ખોળતાં તે ખરી
ખબર પામી, જાણ્યું વાલો સધાવ્યા વનમાં । કાંઇક મષ લઇ જાયે કેડે,
એમ વિચાર્યું વળી મનમાં ।।૪।। ગોરસ રસની ભરી ગોળી, વળી જાય
મથુરાં મારગે, એહ મષે ચાલિ વાંસે, દયાળુને દેખવા દૃગે ।।૫।।
નાથજીને નિરખ્યા વિના, ઘણું દિવસ જાયે દોયલો । ભૂધરજીને ભેટે
જ્યારે, ત્યારેજ સુખ દિન સોયલો ।।૬।। હરિમુખ જોયે સુખ ઉપજે,
વળી શાન્તિ વળે શરીરને । અસ્થિર મન તે સ્થિર થાયે, જ્યારે જુવે
હલધર વીરને ।।૭।। એમ પ્રીત પાવકે પંડ્ય પ્રજળ્યું, વળી વિરહમાં
વિલખ્યા કરે । પ્રેમદોરિયે બાંધી પ્રમદા, વાલમને વાંસે ફરે ।।૮।। શ્યામ
વિના કાંઇ કામ ન સુઝે, વળી કળ ન પડે કોઇ । પિયુ વિના પળ પ્રેમીને,
વળી વીતે તે વસમી સોઈ ।।૯।। સ્નેહી જનને સુખ ક્યાંથી, જેના પ્રાણ
પરને સાથ છે । નિષ્કુલાનંદ પ્રેમી જનનું, જીવિતવ્ય હરિને હાથ છે
।।૧૦।। કડવું ।।૬।।
વ્રજ વનિતાના પ્રેમને જોવા વળીજી, વાલ્યમે વગાડિ વનમાંયે
વાંસળીજી । સુણી સર્વ સુંદરી મોહનને જઇ મળીજી, એક રહી આવરી
નવ શકી નિકળીજી ।।૧।। ઢાળ - નિકળી નવ શકી સુંદરી, ગોપી
ઘેરીને ઘાલી ઘરમાં । દેહ ગેહમાં ગ્રહિ ઘાલ્યું, પણ પ્રાણ કાંઇ છે તેના
કરમાં ।।૨।। તેહને વિરહ ઉપન્યો અંગમાં, વળી વિયોગ રોગ વાધ્યો
ઘણું । આ સમે હું તો રહી અમથી, અહો અભાગ્ય એવું મુજતણું
।।૩।। એમ સ્નેહમાં શોચે ઘણું, વનિતા કહે રહી વાંસળ્યે, પછી મેલ્યું
દેહ મંદિરમાંયે, પ્રાણ પો’તા પિયુને પાસળ્યે ।।૪।। એહ રીતે પો’તી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
અબળા, મોહનજી સંગે જૈ મળી । ભૌતિક દેહનું ભાન ભૂલી,
અતિવાક્ય દેહ પામી વળી ।।૫।। પ્રેમી જનનું એહ પારખું, પ્રિતમ
વિના પળમાં મરે । પિયુ વિયોગે પ્રાણ રહે, તે સ્નેહ શઠ સાને કરે ।।૬।।
પ્રીતની તો રીત એહવી, જેના પ્રીતમ સાથે પ્રાણ છે । જીવન વિના
જરૂર જેને, પંડ્ય પાડવું પ્રમાણ છે ।।૭।। ધન્ય એ નારી પ્રેમ પ્યારી,
જેણે વા’લા વિયોગે તન ત્યાગિયું । અલ્પ સુખની આશા મેલી, મન
મોહનજીશું લાગિયું ।।૮।। એવા જનથી અર્ધ ઘડી, વાલમ ન રહે વેગળા
। હેતે હળ્યા રહે મળ્યા, જો અંગે હોય કોયે અબળા ।।૯।। શું થાયે કૈયે
હેત જો હૈયે, અને પ્રેમ વિના તો સુકું સરે । નિષ્કુલાનંદ સર્વે સાધન,
સ્નેહી સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૭।।
જેને અંગે રંગ ચડિયો સ્નેહનોજી, પ્રીતે જો પ્રીતમશું પ્રાણ મળ્યો
જેહનોજી । અંતરે અભાવ ન થાય તેને તેહનોજી, જો પ્રીત રીતે પાત
થાય આ દેહનોજી ।।૧।। ઢાળ - દેહતણે દુઃખે કરીને, દલગીર ન થાયે
દલમાં । દરદ દુઃખે દોષ હરિનો, પરઠે નહિ કોઇ પલમાં ।।૨।। ગુણ
ગ્રે’વા વળી ગોપિકાના, જેને અભાવ કોઇ આવ્યો નહિ । સર્વે અંગે
સુખકારી, શ્યામળાને સમઝી સહિ ।।૩।। જેનાં પય પિધાં મહી લીધાં,
વળી ફોડી ગોરસની ગોળીયો । વાટે ઘાટે ઘેરી ઘરમાં, જેને લાજ તજાવી
રંગે રોળીયો ।।૪।। વેણ વજાડિ વ્રેહ જગાડી, વળી વનમાં તેડી વનિતા
। તરત તિયાં તિરસ્કાર કીધો, તોય ન આવી અંતરે અસમતા ।।૫।।
કોઇ વાતે કૃષ્ણ સાથે, અવગુણ ન આવ્યો અંતરે । દિન દિન પ્રત્યે પ્રેમ
પ્રગટ્યો, નિત્ય નિત્ય નવો નિરંતરે ।।૬।। રાસ રચિ ખેલ મચિ, વળી
વિછોઈ ગયા વનમાં । રોઈ રોઈ ખોઈ રજની, તોય ક્ષોભ ન પામી
મનમાં ।।૭।। નાથ નાથ મુખ ગાથ ગાતાં, વળી વિયોગે વિલખે ઘણી ।
તોયે હરિનો દોષ ન પરઠે, એવી રીત જો પ્રીત તણી ।।૮।। પ્રીતને મગે
પગ પરઠી, વળી પાછી ન ભરી જેને પેનિયો । શિશ સાટે ચાલી વાટે,
ખરી પ્રીત પૂરણ તેનીયો ।।૯।। લાગી લગન થઇ મગન, વળી તગન
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
કર્યાં તન સુખજી । નિષ્કુલાનંદ સ્નેહી સમતોલ, કહે કવિ જન કોણ
મુખજી ।।૧૦।। કડવું ।।૮।।
પદરાગ મારૂ - સ્નેહને રે સમાન, ના’વે કોઇ સ્નેહને રે સમાન ।
રાગી ત્યાગી ને તપસ્વીરે, વળી ધરે વન જઇ ધ્યાન; ના’વે ૦ ।।૧।।
જોગ જગન બહુ જજતાંરે, તજતાં તેનું મને માન । તજી ઘરવાસ ઉદાસ
ફરે કોય, કરે તીરથ વ્રત દાન; ના’વે ૦ ।।૨।। માળા તિલક ધરે ફરે
ફકત, નખ શિખા વધારી નિદાન । કરે અટન રટન નિરંતર, વળી કરે
ગંગાજળ પાન; ના’વે ૦ ।।૩।। સ્નેહ નહિ જેને નાથશુંરે, શું થયું કરતાં
રે જ્ઞાન । નિષ્કુલાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન; ના’વે ૦
।।૪।। પદ ।।૨।।
સ્નેહ સાંકળે પલાંણી છે પ્રમદાજી, તેહને અંતરે નહિ કોઇ
આપદાજી । સ્નેહે શ્યામળીયા સંગે ડોલી સદાજી, હળી મળી હરિશું
રહી અતિ મન મુદાજી ।।૧।। ઢાળ - મુદા સદાયે મનમાંયે, જાયે
અહરનિશ એણીપરે । રંગ રાતી મન માતી, ગાતી ગોવિંદ ગુણ ઘરે
ઘરે ।।૨।। વળી વન વાટે ઘરે ઘાટે, દિયે દયાળુ દરશન દાન । નાથ
નિરખી હૈયે હરખી, વળી રહે મને ગુલતાન ।।૩।। હરતાં ફરતાં કામ
કરતાં, હરિ અચાનક આવી મળે । મગન રે’તાં સુખ લેતાં, એમ પ્રેમ
આનંદમાં દિન પળે ।।૪।। હસતાં રમતાં જોડે જમતાં, વળી વીતે ઘડી
ઘણું સુખની । પળે પળે પ્રેમ પ્રગટે, જોતાં શોભા શ્રીહરિ મુખની ।।૫।।
હાસ વિલાસ હરિની સાથે, વળી કે’વું સુણવું તે કાનને । તાળી વળી
લેવી તેહશું, ત્રોડવું હરિશું તાનને ।।૬।। રાત દિવસ વીતે રંગે, વળી
અંગે આનંદ અતિ ઘણું । સંસાર સુખની ભૂખ ભાગી, જોતાં મુખ
જીવનતણું ।।૭।। વિયોગની વળી વાતને, કોયે સ્વપ્ને પણ સમઝે નહિ ।
એહ રીતે પ્રીત વાધી, સ્નેહની અતિશે સહિ ।।૮।। પ્રીતની રીતને
પરખવા, એક સમયને વિષે શ્રીહરિ । મથુરાં જાવાનું મન કીઘું, ઇચ્છા
એવી ઉરમાં ધરી ।।૯।। ઘણા દિવસ ગોપી સંગે, રંગે રમિયા રસબસશું ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
નિષ્કુલાનંદ સ્નેહ જોવા, વા’લો કે’ વેગળા વસશું ।।૧૦।। કડવું ।।૯।।
વેગળા ગયા વિના પ્રીત ન પ્રિછાયજી, વા’લ્યમે વિચાર્યું એવું
મનમાંયજી । અલબેલે માંડ્યો પછી એહ ઉપાયજી, અક્રુર આવિયા
તેહ સમે ત્યાંયજી ।।૧।। ઢાળ - તેહ સમે અક્રુર આવ્યા, અને રથ લઇ
રૂડા રૂપને । રામ કૃષ્ણને તેડવાને, મોકલ્યો કંસાસુર ભૂપને ।।૨।।
આવીને છોડયો આંગણે, નંદરાયને નિરધાર । ગોપી વળી ટોળે મળી,
વળી કરેછે વિચાર ।।૩।। આ દિન મોર્યે આવો કોઇ, નંદ ભવને નથી
જો આવિયો । બાઇ ગામ નામ પુછો એહનું, આ શે અર્થે રથ લાવિયો
।।૪।। બાઇ સગો નહિ એ શત્રુ છે કોઇ, નંદ યશોદા ગોપને । નિશ્ચે
કાંઇક નવું નિપજશે, તમે દેખજો દૈવના કોપને ।।૫।। જાવો બાઇ જુવો
જૈને, સુણજો વળી એની વાતડી । વા’લો થઇ કોઇ વૈરિ વસે, આવ્યો
એ કરવા ઘાતડી ।।૬।। કોરે તેડી બાઇ કૃષ્ણને, વળી વાત કરો વાલપવડે
। હેત દેખાડી રાખો સંતાડી, જે નજરે એને નવ પડે ।।૭।। વ્રજજનનું
જીવન જેહી, તેની જતન ઝાઝી કિજીયે । વિઘન માંયથી વા’લી વસ્તુ,
બાઇ બચાવિને લીજીયે ।।૮।। એમ આકુળ વ્યાકુળ થાય અબળા,
માંહોમાંહિ મનસુબો કરે । આતો આવ્યો કાળરૂપે કોય, રખે પ્રાણ
બાઇ આપણા હરે ।।૯।। પછી ગોપીયે તેની ગમ્ય કાઢી, બાઇ અક્રુર
એનું નામ છે । નિષ્કુલાનંદના નાથ સાથે, કાંઇક એને કામ છે ।।૧૦।।
કડવું ।।૧૦।।
આવ્યો અક્રુર એ ખબર પામી ખરીજી, કાંઇક કપટ ભીંતરે આવ્યો
ભરીજી । કોરે જઇ કૃષ્ણને કાંઇક વાત કરીજી, તેહ નથી કે’તા હૈયાનું
આપણને હરિજી ।।૧।। ઢાળ - હરિ હલધર હૈયા કેરી, વળી વાત નથી
વરતાવતા । પણ અક્રુર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા
।।૨।। કોણ જાણે બાઇ કેમ કરશે, કળ પડતી નથી કાંય । પુછો જઇ
પ્રાણ-જીવનને, શું છે એના બાઇ મનમાંય ।।૩।। એમ કરતાં અક્રુરના,
મનનો તે મર્મ જાણિયો । શ્રીકૃષ્ણજીને તેડવાને, એણે રથ આંઇ આણિયો
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
।।૪।। એવું સુણીને અબળા, અતિ અકળાણી અંતરે ઘણી । જેમ પ્રાણ
રહિત વત પુતળાં, એવી ગત્ય થઇ ગોપીતણી ।।૫।। લડથડે કોઇ પડે
પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની । શ્યામ સધાવ્યાનું શ્રવણે સુણતાં,
નિંક નયણે ચાલી નીરની ।।૬।। વલવલી ટોળે મળી, વળી વનિતા કહે
કેમ કરશું । જીવન જાતાં અંતરે આપણે, ધીરજ કઇ પેરે ધરશું ।।૭।।
આવ્યો અક્રુર કાળરૂપે, હમણાં પ્રાણ લઇને હાલશે । પછી સ્નેહનું જે
સુખ સજની, તે સમે સમે ઘણુ સાલશે ।।૮।। ગયું ધન જોબન દિન જે,
તે પાછું નથી કોઇ પામતાં । એમ આપણે થાશે અબળા, હરિ હીરો
વામતાં ।।૯।। નિરધન થાશું નાથ જાતાં, પછી ઓશિયાળાં રે’શું અંગે
। નિષ્કુલાનંદના નાથ સાથે, હવે ક્યાં થકી રમશું રંગે ।।૧૦।। કડવું
।।૧૧।।
અહો કષ્ટ અચાનક આવિયોજી, જ્યારે હરિવરને કંસે બોલા-
વિયોજી । મથુરાંની નારીનો દાવો બાઇ ફાવિયોજી, આપણે તો લેખ
એવો જો લખાવિયોજી ।।૧।। ઢાળ - લેખ લખતાં ભૂલ્યો તું બ્રહ્મા,
અને અકલ ગઇ તારી ઉચળી । જોડ્ય જોડિ નાખેછે ત્રોડી, તારી અસત
મત્ય એવી વળી ।।૨।। વિવેક હોય જો વિધિ તુંમાં, તો એવું ન કરે કોઇ
દિને । જોગ મેળી દેછે ઉબેલિ, તેની મે’ર નથી તારે મને ।।૩।। મન
ગમતું સુખ મેળવીને, વળી વિછોહ પાડછ વળતો । માટે મૂરખ મોહોટો
ભાઇ, નથી કોઇ તુંજ ટળતો ।।૪।। જેમ કલ્પાંકરે કાંઇ કરિયાં, ઘણાંઘણાં
રચે ઘર ઘોલિયાં । રમતાં રમતાં રોષ ઉપનો, તારે ભાંગતાં તે કાંયે
ભુલિયાં ।।૫।। તેહ માટે તુંને બ્રહ્મા ભાઇ, ઉપમા તે એહની આપિયે ।
હરિવર તેં આપ્યો અમને, તો અસન પેઠે ન ઉથાપિયે ।।૬।। હોંસ
અમારી હૈયાં કેરી, નથી પુરી કરી નાથને । વાલાથી કેમ કરેછે વેગળાં,
એવો વેરી થયો શું વ્રજસાથને ।।૭।। નયણે નિરખતાં નાથને, જેહ મટકે
કરી પાંપણ મળે । તેહજ બ્રહ્મા ભૂલ્ય તારી, કાંરે ભાઇ તું નવ કળે
।।૮।। એટલી ખોટ તે ખરખરે, તો વેગળે મન કેમ વાળીયે । તેહ માટે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
ભાઇ કહ્યું તુંજને, દયા દલથી નવ ટાળીયે ।।૯।। કૃષ્ણ વિના કેમ કરીને,
વળી વિકટ ઘડી વામશે । નિષ્કુલાનંદનો નાથ ચાલતાં, પ્રાણ પ્રીતે દુઃખ
પામશે ।।૧૦।। કડવું ।।૧૨।।
પદરાગ મેવાડો - મથુરાં મ જાશો રે પ્રિતમ પાતળારે, નાખિ
અમને નોધારાં મારા નાથ । જરૂરને જાવું રે હોય તિયાં તમનેરે, તો
લેજો શ્યામળા અમનેરે સાથ; મથુરાં૦ ।।૧।। પ્રીત કરીને રે પિયુજી મા
પરહરોરે, રાખો પ્રિતમ અમનેરે પાસ । અળગાંને રે’તાંરે અધીર અતિ
અમનેરે, વણ દિઠે રહે અંતર ઉદાસ; મથુરાં૦ ।।૨।। જેમ મણિ વિના
ફણિરે અણ દિઠે આંધળોરે, વળી કોઇ લિયે લોભિનું ધન । વણ મૃત્યુએ
મૃત્યુ તેને માનવુંરે, જેનુ કાંઇ જાતું રહ્યું છે જીવન; મથુરાં૦ ।।૩।।
જળવાસી જીવરે જ્વાળામાં જીવે નહિરે, અમારે છે તમ વિના હરિ
તેમ । નિષ્કુલાનંદનારે સ્વામીજી સુજાણ છોરે, અજાણ જે હોય તેને
કે’વું એમ; મથુરાં૦ ।।૪।। પદ ।।૩।।
પિયુ પરિયાણિયા મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે
છે ઉછાવજી । આપણ ઉપરથી ઉતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા
લેશું કેશું લાવજી ।।૧।। ઢાળ - લાવો લેતાં લાડિલાશું, ઘણું આનંદે
ઘડી નિગમતાં । દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એશું રમતાં
।।૨।। એહ સુખ બાઇ ક્યાંથી સાંપડે, અક્રુર મૂલે આવિયો । પ્રાણ લેવા
પાપિયો, આ રથ જોને લાવિયો ।।૩।। જાદવકુળના વૃદ્ધ વે’લા, આને
મોર્યે બહુ મરી ગયા । આપણે ભાગ્યે અક્રુર જેવા, વેરી કેમ વાંસે રહ્યા
।।૪।। બાઇ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં ।
નિર્દય હોય દગ્ધ દિલનો, બાઇ ત્રાસ ન હોય તેના તનમાં ।।૫।। હમણાં
રથને હાંકશે, બાઇ ધાઇને આડાં ફરજો । આ જો લુંટી જાયે અમને,
એમ પ્રગટ પોકારજો ।।૬।। માત તાત સુત સંબંધીની, વળી લોકની
લાજ મ લાવજો । મરજાદા મુકી રથને રોકી, વળી વા’લાને વાળી
લાવજો ।।૭।। જેહ લાજમાં બાઇ કાજ બગડે, તે લાજને શું કીજીયે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
પ્રિતમ રે’તાં જો પત્ય જાયે, તો જોકશું જાવા દીજીયે ।।૮।। પ્રેમને બાઇ
નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા । લોકલાજ વેદવિધિ કર્મ,
તેતો તેને કરવાં ટળ્યાં ।।૯।। એટલા માટે આપણે, રાખો રસિયાનો
રથ રોકીને । નિષ્કુલાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મુકીને
।।૧૦।। કડવું ।।૧૩।।
આ વૃદ્ધ સઘળાની મત વામી ગઇજી, નંદ યશોદાની અકલ કાંઇ
ન રહીજી । શું એને આપણે સમઝાવિએ કહીજી, એણે કોઇ વિચાર
અંતર કર્યો નહીજી ।।૧।। ઢાળ - વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમ
વિઘ્ન પણ કોઇ નવ પડ્યું । કેમ કરી રહે કૃષ્ણ બાઇ, અપરાધ આપણું
આવી નડ્યું ।।૨।। આ સમે કોઇ મરે અચાનક, તો કૃષ્ણ રહે તેહ
કારણે । મોડાં વે’લા મરશે ખરા પણ, આજ મરે તો જાઉં વારણે ।।૩।।
અન્ય ઉપાયે અલબેલડો, વળી નથી રેે’વા કોઇ રીતડી । અહો બાઇ
અભાગ્ય આપણાં, પિયુ ત્રોડી ચાલ્યા પ્રીતડી ।।૪।। આ જો રથે બેઠા
રસિયો, વળી ખેડાવિયો પણ તે ખરો । ધ્રોડો બાઈ જાઇએ ધાઈ, વનિતા
વિલંબ જો મા કરો ।।૫।। બાઇ રોકી રાખીએ રથને, વળી વા’લાને
પાછા વાળીયે । સાન કરીને કહીયે હરિને, પિયૂ પ્રિત તો નવ ટાળિયે
।।૬।। એમ ટોળે મળો વિંટી વળો, મેલી માનિની મરજાદને । જીવન
જાતાં નથી ખમાતું, મર લોક કરે અપવાદને ।।૭।। મર જણાયે આ
જગતમાંહે, હવે શીદને શાન્તિ રાખશું । છાનું છે તે મર થાય છતું,
આજ નેક ઉઘાડું નાખશું ।।૮।।નિંદક જન મર નિંદા કરે, વળી દુરિજન
મર દાઝતાં । કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે’શું મુખે ઘણું ગાજતાં
।।૯।। લોક મળી વળી ચળી કે’શે, તેતો સાંભળી રે’શું શ્રવણે । પણ
નિષ્કુલાનંદના નાથની, બાઇ ખોટ્ય ન ખમાયે આપણે ।।૧૦।। કડવું
।।૧૪।।
અબળાનો આશય અલબેલે ઓળખીજી, વિયોગે વનિતા દીઠી
અતિશય દુઃખીજી । પ્રમદાના પ્રાણ નહિ રહે મુજ પખીજી, કહું એને
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
કાંઇક ધીરજ ધારે સખીજી ।।૧।। ઢાળ - ધીરજ ધારો કૃષ્ણ કહે, સહુ
દેખતાં મ કરો શોર । હેત રાખો હૈયામાંહે, બા’રે મ કરો બકોર ।।૨।।
મારે તમારે પ્રીત છે તે, છાનિ છપાડિને રાખિયે । લાજ જાય ને હાંસી
થાયે, એવું ભેદ વિના કેમ ભાખીએ ।।૩।। લોક મુજને એમ લેખે, છે
બ્રહ્મચારી ભગવાન । આજ લાજ તે ખોઈ ખરી, મારૂં મોંડિયું તમે
માન ।।૪।। તમ સાથે મેં સ્નેહ કીધો, તેતો હળવું થાવા હેસખી । પણ
સ્ત્રી હોય આપ સ્વારથી, એમ સર્વે શાસ્ત્રમાં લખી ।।૫।। પ્રીતનું આજ
ફળ પ્રગટ્યું, મને છાના ને છતો કર્યો । સ્નેહ કરતાં તમ સાથે, અંતે
અર્થ એ નિસર્યો ।।૬।। હજી કહુંછું જે કેણ માનો, અને જાઓ વળી ઘેર
જુવતી । એકવાર આપણ મળશું, હૃદે રાખજો સ્નેહ સતી ।।૭।। એમ
ધીરજ દિધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી । તમ વિના
ત્રિલોકમાંહિ, વા’લું તે મને કોઇ નથી ।।૮।। હુંતો વશ છઉં હેતને,
સાચું કહુંછું સુંદરી । હું છઉં જેને તે છે મારે, એતો વાત અંતે છે ખરી
।।૯।। પ્રેમની દોરિયે પ્રમદા, હુંતો બંધાણો બેઉ હાથજી । એમ કહિને
ચાલિયા, નિષ્કુલાનંદનો નાથજી ।।૧૦।। કડવું ।।૧૫।।
હરિવર હાલિયા મથુરાં મારગેજી, જુવે રુવે જુવતી ઉભી રહી
એક પગેજી । નયણે ન મળે પળેપળે જળ વહે દોય દ્રગેજી, રથ જાતાં
રસિયાનો દીઠોછે દૂર લગેજી ।।૧।। ઢાળ - દૂર લગી તો રથ દીઠો,
પછી ખેહ તેહ રહી જોઇ । જ્યારે નયણે ગરદ ન દીઠી, ત્યારે પડી
પૃથવીએ રોઇ ।।૨।। જેમ પ્રાણ જાતાં પંડને, અતિશય પીડા ઉપજે ।
એવી ગત્યને પામી ગોપીકા, જાણે તન તજ્યું કે તજે ।।૩।। શુદ્ધ ન રહી
શરીરની, મૂર્છા ખાઇ પડી માનિની । ઉઠી ન શકે અવનિ થકી, વળી
ભૂલી દશા દેહભાનની ।।૪।। હંસ ગયો હરિની સાથે, રહ્યું દેહ તેહ
પડી પૃથવી । જેમ દોરી તુટી દારુકની, ચાલ્ય રહિત પુતળી હવી ।।૫।।
એવી અવસ્થા પામી અબળા, વળી શ્યામળીયો સધાવતાં । વણ દરદે
દરદ વ્યાપ્યું, લાલશું લેહ લગાવતાં ।।૬।। એટલા પછિ અંગ સંભાળી,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
અને ઉઠી સર્વે અબળા । માંહોમાંહિ મળી વળી કહે જે, નાથજી પાછા
નવ વળ્યા ।।૭।। અહો આ શું થયું બાઇ, હવે ભૂધરને કૈયે ભાળશું ।
સદનમાંહી સખી આપણે, શું જોઇને મન વાળશું ।।૮।। ઘેર જાતાં ચરણ
ન ચાલે, આઘી ચાલીને પાછી વળે । પછી પગલાં જોઇને પિયુજીનાં,
વારંવાર તિયાં ટળવળે ।।૯।। રજ લઇ લઇ મસ્તક મુકે, વળી વળી કરે
બહુ વંદના । વે’લા વળજો વા’લા મારા, નાથ નિષ્કુલાનંદના ।।૧૦।।
કડવું ।।૧૬।।
પદરાગ મલાર - બાઇ પ્રીત કરતાં પ્રીતમશું, જ્યારે પીડાયે પંડ ।
ઓષડ એનું એકોઇ ન મળેરે, જો ભમિયે બ્રહ્માંડ; પ્રીત૦ ।।૧।। બાઇ
મીન જળે જ્યારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે । ચકોર દુઃખી થયો
ચંદ્રથીરે, ત્યારે ક્યાં સુખ પામે; પ્રીત૦ ।।૨।। બાઇ ચકવો દુઃખ પામ્યો
દિનેશથી, પિયૂષથી માનવી । કોણ ઉપાય હવે કીજિયેરે, ગજ જળિયો
જાહ્નવી; પ્રીત૦ ।।૩।। એમ નિષ્કુલાનંદના નાથથી, પીડા આપણે પામી
। શું કરીયે હવે સજનીરે, આશા ઉગર્યાની વામી; પ્રીત૦ ।।૪।। પદ
।।૪।।
એમ વળી વનિતા વિલખી પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે
પડે ઢળીજી । અંબર આભૂષણ સંભાળવા શુદ્ધ ટળીજી, વાયદો વાલાનો
કોઇ ન શકી કળીજી ।।૧।। ઢાળ - કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને
વિચારવા વનિતા મળી । શું કહ્યું બાઇ શ્યામળે, ક્યારે આવશે વ્રજમાં
વળી ।।૨।। અચેત હતી સહુ આપણે, પ્રિછ પડી નહિ તેહ પળમાં ।
કાંઇક કુડું સાચું સજની, કહ્યું છબિલે છળમાં ।।૩।। એણે કહ્યું એકવાર
મળશું, એમાં કપટ કાંઇક છે સહિ । એકવાર તે કોણ જાણે કૈયે, એનો
કાંઇ નિરધાર નહિ ।।૪।। બાઇ જાતાં જાતાં જુઠું બોલ્યા, અને કોલ
બોલ કુડા કર્યા । નખશિખ લગી નાથ બાઇ, ઘણું છબિલોજી છળમાં
ભર્યા ।।૫।। હાથ ન આવે હવે હરિ, ખોઇ બેઠાં ખરી મીરાંથજી । મણિ
ચોરાણી મળે નહિ બાઇ, પિયુ ગયા પરને હાથજી ।।૬।। શુકન જુવો
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે । પોતે પધારશે પ્રેમશું કે,
આપણને ત્યાં તેડાવશે ।।૭।। એમ માંહોમાંહિ મળી વળી, મનસુબો
કરે મનમાં । એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઇ
ભવનમાં ।।૮।। તિયાં મહી માખણ દુધ દેખી, ઘણો શોક કરી રૂવે
સુંદરી । હવે ગિરિધર વિના ઘરમાં, આ પિશે કોણ પ્રેમે કરી ।।૯।।
અંતર પ્રીતને ઉપર કે’તાં, લાજ લોકની વળી લાવતાં । નિષ્કુલાનંદના
નાથને બાઇ, કાંઇ મષ લઇને બોલાવતાં ।।૧૦।। કડવું ।।૧૭।।
વનિતાને વેદના વ્યાપી વિયોગનીજી, પણ વીતે પંડ્યને વણ રોગે
રોગનીજી । કરે અતિ જંખના શ્યામ સંયોગનીજી, ભૂલી ગઇ ભામિની
ભવવૃત્તિ વૈભોગનીજી ।।૧।। ઢાળ - ભવ વૈભવની ભૂલી વૃત્તિ, જેની
સુરતિ લાગી લાલશું । રહે ઉદાસી થઇ નિરાશી, મન મોહે નહિ ધન
માલશું ।।૨।। જેહનું પ્રીતે ચિત્ત ચોરાણું, અને ઇશક લાગી જેના અંગમાં
। તેનુું માશુક વિના મન બીજે, રાચ્યું નહિ કોઇ રંગમાં ।।૩।। બોલ્યું ન
ગમે બીજું તેહને, પ્રિતમના ગુણગાન પખી । અન્ય કથા કાને સુણતાં,
દાઝે દલ ને થાય દુઃખી ।।૪।। જેમ મીનને નેક નીર વિના, વળી ક્ષીરે
ક્ષણું સુખ નવ વળે । તેમ પ્રેમી જનને પિયુ વિના, અન્ય ઉપાયે અંતર
જળે ।।૫।। જેનું પ્રેમબાણે પ્રાણ પ્રોયું, ભાવભલકે ભિંતર ભેદિયું ।
તેહને તે જંપ ક્યાંથી હોય તનમાં, જેનું રંગ ને રૂપ છેદિયું ।।૬।। ફરે
ઉદાસ મૂકે નિશ્વાસ, પાસે નથી પિયુ જેહને । ઉન્મત્તવત ગતિ હોયે
અંગની, અન્ય જન ન જાણે તેહને ।।૭।। એવા ભાવને પામી અબળા,
હરિ વિયોગે વળી વિરહિણી । પિયુપિયુ પોકાર કરતાં, વણદીઠે પ્રિતમ
વિલખે ઘણી ।।૮।। લોહી માંસ ને લાલી મુખની, હરિ જાતાં એટલું
હરિ ગયા । અસ્થિ ત્વચા ને પ્રાણ પ્રેમીનાં, વળતાં તનમાં તે રહ્યાં ।।૯।।
પ્રાણને પિયુ વિયોગે, પ્રેમી ન રહે રાખીને । નિષ્કુલાનંદના નાથને,
જાણું જોશું ક્યારે કરી ઝાંખીને ।।૧૦।। કડવું ।।૧૮।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
એમ વિયોગ રોગ તે વનિતાને વાધિયોજી, જેનો પ્રાણ પ્રિતમશું
બાંધિયોજી । જેણે શ્યામ સાથે સ્નેહડો સાંધિયોજી, પ્રમદાના પ્રેમનો
પાર નવ લાધિયોજી ।।૧।। ઢાળ - પાર ન લાધ્યો પ્રેમ કેરો, વળી
સુંદરીના સ્નેહનો । પ્રેમવશ પરવશ થઇ, ન કર્યો સંભાળ જેણે દેહનો
।।૨।। જળ ભરવા જાયે જુવતી, સ્થળ સ્થળ પ્રત્યે થોભે ઘણું । ઇયાં
રહી મારી આળ કરતા, ઇયાં તાણ્યુંતું અંબર અંગતણું ।।૩।। ઇયાં
મુજને આડા ફરતા, ઇયાં રોકી મુજને રાખતા । હેત દેખાડી લોભ
લગાડી, ઇયાં ફંદમાં મને નાખતા ।।૪।। ઘડો ચઢાવી ઘણા હેતે, વળી
સાનમાં સમઝાવતા । કોયે ન જાણે જન બીજો, એમ મંદિર મારે આવતા
।।૫।। એવાં સુખ સંભારતાં, વળી હૃદયે ભરાય છે રોદને, એકાંત જાઇ
રુવે અબળા, કરી વિલાપ ઉચ્ચે વદને ।।૬।। રોઇ રોઇને રાતાં કરે,
લોચન લાલ ગુલાલરે । સ્નેહ સાલે શરીરમાંયે, જેને વા’લા સાથેછે
વા’લરે ।।૭।। ઘણીવાર જાણી ભરે પાણી, વળી વનિતા પાછી વળે ।
રહે આતુરતા અંતરમાંયે, જાણે મોહનજી ક્યારે મળે ।।૮।। ઘટ ગાગર
સોતી ઘેર પો’તી, વિસરતો નથી વિયોગ વળી । ભાર ન ગણે ઉભી
આંગણે, જાણિયે પ્રાણ વિનાની પુતળી ।।૯।। સ્નેહ એનો હું શું કહું,
જેને પિયુશું પૂરણ પ્રીત છે, નિષ્કુલાનંદ નથી કે’વાતું, જથારથ જેવી
એની રીત છે ।।૧૦।। કડવું ।।૧૯।।
એ દિન જાયે બહુ દિલ દાઝતાંજી, ભૂલી શુદ્ધ ભામિની હરિ સંગે
હેત બાંધતાંજી । વિયોગે વિલખે રુવે ધુમ મષે રાંધતાંજી, એમ
અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ।।૧।। ઢાળ - અલબેલાને
આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા । જાણે જાઉં વનમાં જીવન હશે,
એમ અંતરે થઇ આતુરતા ।।૨।। ગોરસ રસ ભરી ગોળીયે, મહી
વેચવાનો મષ લઇ । પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઇ
।।૩।। ક્યાં હશે બાઇ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પુછે મળી । જ્યારે
ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ।।૪।। કહે આજ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
વનમાં ક્રિડા કરતા, કહે આજ વનમાં રાસ રમિયા । તેહજ વનમાં
જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થયાં ।।૫।। જેમજેમ વન જુવે જુવતી,
તેમતેમ કૃષ્ણ સાંભરે । વિરહ વાધે અંગ બાધે, પછી આંખડિયે આંસુ
ઝરે ।।૬।। સજ્જન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એધાંણ ।
સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ।।૭।। એમ વૃક્ષ
વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે । પણ કૃષ્ણ વસે મથુરાં માંહિ,
તે વનમાં જોતાં કેમ જડે ।।૮।। એમ વન જોઇને જુવતી, વળી ભવન
આવી ભામિની । રાજ વિના કાંઇ કાજ ન સુઝે, જેને લાગી લગન
શ્યામની ।।૯।। પ્રાણ પ્યારાની પ્રિત લાગી, તેણે ત્યાગી તનની આશ જો
। નિષ્કુલાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ।।૧૦।। કડવું
।।૨૦।।
પદરાગ આશાવરી - પ્રાણ મરે જો પ્રિતમ વિના, વળી પિયુ વિયોગે
પે’લા જાજોરે । મગન થઇને હું માગુછું મનમાં, એવું બાઇ મારે થાજોરે;
પ્રાણ૦ ।।૧।। સખીરે મણિ નિગમતાં મણિધર જીવે, તેને તે સુખ સખી
કયુંરે । ધનહારી નિર્ધન નર રે’તાંરે, તેને સુખ રતિ ક્યાં રહ્યુંરે; પ્રાણ૦
।।૨।। સખીરે જત ગયા પછી જતી મરે જો, સત ગયા પછી સતીરે ।
પત ગયા પછી કોય મરે જો, નગર ગયા પછી નગરપતિરે; પ્રાણ૦
।।૩।। સખીરે ફળ રહિત રંભા જે કોયે રહે, તેતો અર્થ શે આવેરે ।
નિષ્કુલાનંદના નાથ વિયોગે, માગ્યું મોત ક્યારે ન આવેરે; પ્રાણ૦
।।૪।। પદ ।।૫।।
એમ અબળા અકળાય અતિ ઘણુંજી, મન કરે મોહનમુખ જોવા
તણુંજી । વણ દીઠે વા’લમ અંતર સુખ નહિ અણુંજી, મેલી નિઃશ્વાસ
ધિક્કારે આપ્યું ઘણુંજી ।।૧।। ઢાળ - આપણો અવગુણ પરઠી, અબળા
મુખે એમ ઉચ્ચરે । અહો બાઇ કૃષ્ણ વિના, હેત આપણે એવું કોણ કરે
।।૨।। જેદિ અસન હતાં બાઇ આપણે, પિયુસુખને નવ પ્રિછતાં । અસત્ય
સત્યને ઓળખ્યા વિના, વળી અનેક વસ્તુને ઇચ્છતાં ।।૩।। ખબર
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
નહોતી ખોટ બુદ્ધિની, વળી ન્યાય અન્યાય નવ જાણતાં । સુખ દુઃખને
સમજ્યા વિના, વળી વિષ એ અમૃતવત માણતાં ।।૪।। એમ વિમત
હતી આપણી, બાઇ એશું અવળાં ચાલતાં । હેત કરી હરિ મંદિર
આવતા, તેને તસ્કર કરીને ઝાલતાં ।।૫।। એનો આપણે અભાવ લઇ,
જઇ કહેતાં જશોદા આગળે । તોયે હૃદયે રોષ નવ ધારતા, કરતા પ્રીત
હેતે પળેપળે ।।૬।। પરાણે એણે પ્રીત કીધી, અલબેલે આપણે સાથજી
। જાત બાઇ ભવવારિમાંહી, તેતો હરિએ રાખ્યાં ગ્રહી હાથજી ।।૭।।
સમે સમે એણે સુખ દિધાં, વળી લાડિલાએ લાડ લડાવિયાં । આપણું
ગમતું કીધું એણે, માન દઇને મન મનાવિયાં ।।૮।। વળી આપણી
અવળાઇ જુવો, એને બંધાવિયાતા આગળે । એના ગુણ અવગુણ
આપણા, કેટલાક લખીએ કાગળે ।।૯।। જેજે હેત કર્યું હરિયે, તેતો
કહ્યે કેમ આવશે । હવે નિષ્કુલાનંદના નાથ વિના, બાઇ લાડ કોણ
લડાવશે ।।૧૦।। કડવું ।।૨૧।।
વળી વા’લપ વા’લાની કહ્યે નથી આવતીજી, જેજે કાંઇ કરિયું
એણે આપણી વતીજી । અલબેલે આપિયું સુખ સમેસમે અતિજી,
આપણે ન જાણ્યું માનિની મહા મૂઢમતિજી ।।૧।। ઢાળ - મૂઢમતિ
અતિ આપણી, એને કાળો કહીને બોલાવતી । કંઇક વાતની વાતમાંયે,
એને હા કહીને હુલાવતી ।।૨।। વળી મહી મથાવ્યાં વત્સ ચરાવ્યાં,
વળી કરાવ્યાં ઘરનાં કામને । કઠણ કહેતાં મ્હેેણાં દેતાં, વળી લેતાં
ટુંકારે નામને ।।૩।। છાશ ખાટી વાટિ દેતાં, વળી માખણ દઇને નચાવતાં
। નટની પેરે નૃત્ય કરાવી, ઘેરઘેરથી જોવા આવતાં ।।૪।। વળી ડાહી
થઇ બાઇ આપણે, એને કાળો જાણીને કલાવતી । અંતરે ભાર એનો
આપણે, લેશ પણ નવ લાવતી ।।૫।। કપટી લંપટ કુડા બોલો, વળી
તસ્કર કહેતી તેહને । અનાદર બાઇ કરતાં એનોે, તોયે તે નવ તજતો
સ્નેહને ।।૬।। વળી ભલાઇ બાઇ ભૂધરજીની, જોને કહીએ મુખથી
કેટલી । નથી કહેવાતી હેત પ્રીતની રીત, જેહ એણે કરી છે એટલી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
।।૭।। આપણારે અપરાધનો, બાઇ પાર ન આવે પેખતાં । તેમ મોટપ
જોતાં મહારાજની, કાંઇ લેખું ન આવે લેખતાં ।।૮।। એમ મળી વળી
અબળા, અવગુણ પરઠે આપણા । અહો બાઇ કહીએ કેટલા, ગિરાએ
ગુણ ગોવિંદતણા ।।૯।। બાઇ સાંભળતા હશે શ્યામને, સર્વેગુણ
ગોપીજન તણા । નિષ્કુલાનંદના નાથ સાથે, રાખી નથી કોઇ રીતે મણા
।।૧૦।। કડવું ।।૨૨।।
બાઇ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે
સ્વધામ પરહર્યુંજી । મેલી માન મોટપને મનુષ્યનું દેહ ધર્યુંજી, જોને
બાઇ એનું આપણથકી શું સર્યુંજી ।।૧।। ઢાળ - સર્યું નહિ કાંઇ શ્યામનું,
આપણ માંયથી એક રતિ । કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું
મૂઢમતિ ।।૨।। બાઇ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિનેતિ નિગમ કહે
। તેહને જાણ્યા જાર જુવતી, બીજું અજ્ઞ આપણથી કોણ છહે ।।૩।।
બાઇ ઇન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે । વળી શશિ
સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે ।।૪।। સરસ્વતી કહે ઉત્તમ
કીર્તિ જેની, વળી નારદ ગુણ જેના ગાયછે । સહસ્રફણીમાં જુગલ જીભે,
શેષ સમરે જેને સદાય છે ।।૫।। સર્વે સુખનું એહ સદન સજની, અને
પ્રીતનો વળી પુંજછે । પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં
શું જ છે ।।૬।। જેમ નદી સર ને કૂપ વાપી, ભરપુર જો હોયે ભરી । પણ
વારિધિ કોય વારિવડે, સુખ ન માને સુંદરી ।।૭।। તેમ સુખ સરવે
સજની, રહ્યાં અલબેલાને આશરી । એવા જાણીને જુવતી, રતિ કૃષ્ણ
સાથે નવ કરી ।।૮।। જેમ મૂરખને કોઇ મિરાંથ મળે, પારસ કે ચિંતામણી
। શિલાસમ તેનું સુખ સમઝે, જેને બાળક બુદ્ધિ છે ઘણી ।।૯।। એમ
થયું બાઇ આપણે, ઓળખી ન શક્યાં એહને । નિષ્કુલાનંદને નાથે
સજની, તેહ સારૂં દીધોછે છેહને ।।૧૦।। કડવું ।।૨૩।।
છબીલોજી દઇ ગયા બાઇ છેહજી, જાણી જન અજ્ઞ આપણે અતિ
સેહજી । મૂઢમતિ જોઇ અબળાનો દેહજી, શિયા ગુણ જોઇ રાખે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
આપણશું નેહજી ।।૧।। ઢાળ - શિયો ગુણ જાણી શ્યામળો, અલબેલો
આપણશું આચરે । જોઇ જોઇને જોયું અંતે, સાર નવ દીઠું સરે ।।૨।।
બાઇ અસન અતિ જડમતિ, તેતો શું સમઝિયે સ્નેહને । જાડાબોલી
પાલવખોલી, તેણે કરી ન ગમી તેહને ।।૩।। વાટે ઘાટે વનમાં વિચરૂં,
વળી છુટે છેડે ફરીએ । એવા ગુણ જાણી આપણા, બાઇ હેત તોડ્યુંછે
હરિએ ।।૪।। સરવે જાતમાં જડ જંગલી, વળી તેથી જડ તેની જુવતી ।
બાઇ એવા કુળમાં ઉપન્યાં, તેહ ન સમજું સ્નેહ રતિ ।।૫।। રૂપ રંગ
અંગે નહિ આપણે, વળી પ્રિતમાંહિ પ્રીછું નહિ । એવાં કઠોર નઠોર
નગણાં જાણી, નંદલાડીલે તજ્યાં લહિ ।।૬।। બાઇ વનચરિયો નિર્લજ્જ
ફરિયો, વળી વ્યભિચાર ભાવે એને ભજી । એવા ગુણ જાણી આપણા,
બાઇ તેહ સારૂં તેણે તજી ।।૭।। ક્યાં પારસ ને ક્યાં પથરો, ક્યાં કાચ ને
ક્યાં કંચન । એહ આગળ બાઇ એમ આપણે, તેણે માન્યું નહિ એનું
મન ।।૮।। દૈવ જોગે દોયજ દહાડા, પ્રકટ્યો હતો થર સુખનો । પલટિ
પળ ને પ્રિયે પરહર્યોં, દઇ ગયા દિવસ દુઃખનો ।।૯।। વળી અવગુણ
જોયા આપણા, ના’વ્યો સંદેશો નવ લહી સારને । નિષ્કુલાનંદને નાથે
સજની, વિસારી બાઇ વ્રજનારને ।।૧૦।। કડવું ।।૨૪।।
પદરાગ આશાધોળ - ના’વ્યો સંદેશો નાથનોજીરે, જુવતી જોતાં
જો વાટ (૨) આશું થયું રે આપણે । આશું થયું રે આપણેજીરે, પ્રાણ
રહેછે શામાટ (૨) ના’વ્યો૦ ।।૧।। બાઇ મીન મરે જળ મૂકતાંજીરે,
ધન્ય એ પ્રીત પરમાણ (૨) પિયુ વિયોગે પ્રમદા । પિયુ વિયોગે
પ્રમદાજીરે, પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના’વ્યો૦ ।।૨।। કુંજતણાં બાઇ
બાળકાંજીરે, જુવે વાટ ષટ માસ (૨) અવધે ન આવે જો જનની ।
અવધે ન આવે જો જનનીજીરે, તજે તન થઇ નિરાશ (૨) ના’વ્યો૦
।।૩।। જીવન વિના જે જીવવુંજીરે, એતો અણઘટતી વાત (૨)
નિષ્કુલાનંદના નાથ વિના નિષ્કુલાનંદના નાથ વિનાજીરે, પંડડું નવ
થયું પાત (૨) ના’વ્યો૦ ।।૪।। પદ ।।૬।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
અંતરજામીએ અંતરની જાણીજી, ઉદ્ધવ પ્રત્યે ઉચ્ચરિયા વાણીજી
। સુણો શુભમતિ વાત ચિત્ત આણીજી, પ્રેમવશ પ્રમદા અમે ચાલ્યે
અકળાણીજી ।।૧।। ઢાળ - અકળાણી અતિ અમ કાજે, વળી પ્રાણ
ગતવત થઇ પડી । તે મુજ વિના એ માનિનીને, કેમ નિગમતી હશે ઘડી
।।૨।। એટલા માટે ઉદ્ધવજી, તમે વ્રજ જઇ કરો વાતડી । સમઝાવજો
તમે સહુ જનને, વળી રે’જો તિયાં પંચ રાતડી ।।૩।। અધ્યાત્મ એને
જ્ઞાન આપી, સમઝાવજો બહુ પેરજી । એટલો પરમારથ કરો ઉદ્ધવ,
તમે મનમાં આણી મે’રજી ।।૪।। સર્વે પેરે સુજાણ છો, વળી ઘણું કહેવાનું
કામ નથી । સમાસ કરજોે સારીપેરે, કે’જો તત્ત્વને તમે કથી ।।૫।। જેણી
રીતે વળી જુવતી, અતિ સુખ પામે સુંદરી । ઉદ્ધવજી જઇ એટલું, વળી
આવજો કારજ કરી ।।૬।। સગુણ જાણી એણે સ્નેહ કીધો, નિર્ગુણ ન
જાણ્યો નારીએ । તેણે એેેનું તન તપીયું, એને એમ સમઝાણું સખી
સારીએ ।।૭।। આવ્યા ગયા જાણ્યા અમને, એક પ્રેમના વશમાંય ।
તમો ગયે ગુણ થાશે ઘણો, વળી કસર નહિ રહે કાંય ।।૮।। અમે ગયાનો
અર્થ સરશે, પ્રતીત પડેછે તમતણી । ઉદ્ધવ એમાં વિલંબ ન કીજે,
જાઓ તમે વળી વ્રજભણી ।।૯।। એવી રીતે ઉદ્ધવજીને, હેતેશું તે કહ્યું
હરિ । નિષ્કુલાનંદના નાથની, પછી આજ્ઞા એહ શિર ધરી ।।૧૦।।કડવું
।।૨૫।।
એહ જો આજ્ઞા ઉદ્ધવેે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો
શ્રીહરિજી । પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયે ઉઠિયા
ઉદ્ધવજી વંદના કરીજી ।।૧।। ઢાળ - કરી વંદના ઉઠ્યા ઉદ્ધવ, કર
જોડી ઉભા વળી આગળે । કૃષ્ણે કહ્યું તે કરવું ખરૂં, પણ અળગે ગયે
અંતર જળે ।।૨।। શિશ નમાવીને શીખ માગી, જુતો રથ ઉપર બેઠા
જઇ । ત્યારે કૃષ્ણ કહે સુણો ઉદ્ધવ, એક સંદેશો કહું તે સઇ ।।૩।। નંદ
જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે’જો પાયે પડી । એહના ગુણ ઓશિંગળ
અમે, થઇ ન શકિયા એક ઘડી ।।૪।। બહુપેરે એણે બેઉ જણે, ઘણું ઘણું
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
કરી જો જતનને । અર્ધ ઘડી અળગો ન મુકતાં, જેમ રંક જાળવે રતનને
।।૫।। અસનપણે અમે હતા અટારા, નિત્ય રાવ નવલી લાવતા । તોએ
અમને કાંઇ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા ।।૬।। વળી
ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી । અચપળાઇ
અમે એવી કરતા, તોએ ન આણ્યો એણે અવગુણજી ।।૭।। એહ માત
પિતાની મોટપ, મુખે ઉદ્ધવ કહ્યે નથી આવતી । અમે ન થઇ સેવા
એહની, એતો અમને ખટકે છે અતિ ।।૮।। તેને લળી લળી તમે પાય
લાગી, વળી ચરણમાં શિશ ધરજો । પછી ગોપી જનને અમારા, ઘણા
ઘણા પ્રણામ કરજો ।।૯।। શિશ નમાવિ વળી સર્વેને, કે’જો પ્રણામ વ્રજ
સાથને । કુશળ છે ને કુશળ પુછયું નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું
।।૨૬।।
શ્રીકૃષ્ણે કહ્યું તે શ્રવણે સાંભળીજી, પછી પ્રભુ પાયે ઉદ્ધવ લાગ્યા
લળીજી । ચરણ ચિંતવી ચાલ્યા વ્રજમાં વળીજી, સંધ્યા સમે આવિયા
ગોકુળની ગલીજી ।।૧।। ઢાળ - ગોકુળ ગામની ગલીએ આવી, નંદને
ભવન રથ છોડિયો । મળી લળી નંદપાયે લાગ્યા, વળી કરપુટ તે જોડિયો
।।૨।। ત્યારે નંદ કહે કૃતારથ કીધો, ઉદ્ધવજી ભલે આવિયા । આજ
ભાગ્ય જાણું અમારાં, તમે આવતાં ઉદે થયાં ।।૩।। આજ કષ્ટ મટ્યાં
અમારાં, તમે પધારિયા પ્રેમે કરી ।। રામ કૃષ્ણ બંધવ બેઉની, ખબર
અમને આપો ખરી ।।૪।। કુશળ છે બલ કૃષ્ણ બેઉ મળી, વીરા કરો
એહ વારતા । અમે દોયે રંકને વળી, કંઇએ કૃષ્ણજી સંભારતા ।।૫।।
એવું સુણીને ઉદ્ધવ પાયે, લાગ્યા તે જશોદા નંદને । અર્ધક્ષણ ગુણ
તમારા, નથી વિસરતા ગોવિંદને ।।૬।। વળી બહુ પેરે પ્રણામ કહ્યા,
કહે મારીવતી પાય લાગજો । અમારા અનુગ્રહનું વચન, કર જોડી
કૃષ્ણ કહે માગજો ।।૭।। અમે કુશળ છીએ અંગે, તેહ તો પુણ્ય તમ
તણે । અતિ સ્તુતિ કરી કહ્યું, બળ કૃષ્ણજી બેઉ જણે ।।૮।। એમ વાત
કરતાં વીતી રજની, પછી ઘેર ઘેર ગોપીજન જાગીયાં । કૃષ્ણ કૃષ્ણ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
કહેતાં કાંઇ, મહી મથવા લાગિયાં ।।૯।। ઉદ્ધવ સુણી આશ્ચર્ય પામ્યા,
આતો વશ સહુ છે સ્નેહને । નિષ્કુલાનંદને નાથે કહ્યું, તેતો કેમ કહેવાશે
એહને ।।૧૦।। કડવું ।।૨૭।।
પછી ઉગ્યો અર્ક ને જાતી રહી જામનીજી, ભવન ભવનથી ભેળી
થઇ ભામનીજી । નંદ ઘરે નવલો રથ કેનો આવ્યો કામનીજી, અલબેલો
આવ્યા જાણી ધામધામનીજી ।।૧।। ઢાળ - ધામધામથી ધાઇ ગોપી,
વળી રથ જાણીને રાજનો । ટોળે મળી વળી વનિતા, મેલ્યો ધંધો ઘર
કાજનો ।।૨।। આવી જોયું ત્યાં ઉદ્ધવ દીઠા, પછી ભેટી તેને ભાવશું ।
પછી પ્રેમે કરીને પ્રમદા, પુછે ઉદ્ધવને ઉત્સાવશું ।।૩।। શિયો સંદેશો
સુખનો, કૃષ્ણજીએ અમને કા’વિયો । તમને મુક્યા તે ન આવ્યા, એવો
શિયો અભાવ આવિયો ।।૪।। સાચું કહેજો સમ અમારા, અમે પુછુંછું
એ પ્રશ્નને । અમ ઉપરે ઉદ્ધવ એણે, કહો કેમ ધાર્યું છે કૃષ્ણને ।।૫।।
અહોનિશ ઉદ્ધવ તમે, મોહનશું રહોછો મળી । કોઇ વારે કૃષ્ણજી
કહેતા, વ્રજમાં જાશું વળી ।।૬।। ઉદ્ધવ કહેજો અમને, હોય જથારથ
જેવું સહિ । શિયે વાંકે શ્યામળો, વળી વ્રજમાં આવ્યા નહિ ।।૭।। સ્નેહ
છે એને કોણ સાથે, કેની પ્રીત કરી પિયુ વાધિયા । કેને વશ થઇ રહ્યા
વહાલો, જે અમને તજી તેના થયા ।।૮।। ઉદ્ધવ અમને અલબેલાની,
કથા તે સર્વે કહો કથી । કોણ કારણ ઉદ્ધવ અમને, મોહને ઉતાર્યાં
મનથી ।।૯।। ઉદ્ધવજી હવે ઉચ્ચરો, રખે વા’લે કહ્યું તે વિસારતા ।
નિષ્કુલાનંદના નાથજીની, કરો વિધ વિધ વારતા ।।૧૦।। કડવું ।।૨૮।।
પદરાગ સોરઠા - ઉદ્ધવજી હવે ઉચ્ચરો, કરો વા’લાની વાત ।
જેરે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઉદ્ધવજી૦ ।।૧।।
સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર । ઉદ્ધવ અમે છીએ અધિરિયાં,
તેને આપજો ધીર; ઉદ્ધવજી૦ ।।૨।। એક વાતે શાન્તિ ઉપજે, એકે ઉઠેછે
ઝાળ । વિવેકે કહેજો તે વીરા વળી, થઇ દિલના દયાળ; ઉદ્ધવજી૦
।।૩।। વલવલુંછું અમે વનિતા, તેતો કૃષ્ણને કાજ । નિષ્કુલાનંદનો
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
નાથજી, ક્યારે મળશે મહારાજ; ઉદ્ધવજી૦ ।।૪।। પદ ।।૭।।
ઉદ્ધવ કહે વળી સુંદરી સુણો સહુજી, તમે છો હરિને બાઇ વ્હાલી
બહુજી । નિશદિન નાથની સાથે બાઇ હું રહુંજી, કહ્યું મને શ્રીકૃષ્ણે તે
તમને કહુંજી ।।૧।। ઢાળ - કહ્યું છે બાઇ કૃષ્ણજીએ, કરજો કર જોડી
પ્રણામ । વળી વળી શું કહું કૃષ્ણ કહે, મારે સુંદરી સુખધામ ।।૨।। રાત
દિવસ રટણ રહેછે, વારંવાર વ્રજ સાથને । તમારા પ્રેમની વાત પ્રમદા,
નથી વિસરતી નાથને ।।૩।। વળી ઉઠતાં બેસતાં એમ બોલે, શું કરતી
હશે વ્રજ સુંદરી । સુતાંસુતાં જાગે જ્યારે, ત્યારે ગોપી ગોપી ઉઠે કરી
।।૪।। એમ સંભાળે છે શ્યામળો, વળીવળી વ્રજજનને । પ્રાણથકી અધિક
અબળા, જણાવોછો જીવનને ।।૫।। ભવ બ્રહ્મા ભજેછે જેને, તેતો
ભજેછે બાઇ તમને । તમારી તેની ખબર ખરી, કાંઇ પડતી નથી અમને
।।૬।। કોણ જાણે જે કેમ હશે, વળી નથી કળાતી વારતા, રાત દિવસ
હૃદયથી, હરિ તમને નથી વિસારતા ।।૭।। ઉદ્ધવ કહે હું આશ્ચર્ય પામ્યો,
શિયાં પુણ્ય તમારાં છે સજની । સુતાં બેઠાં જાગતાં, વ્હાલો વાત કરેછે
વળી વ્રજની ।।૮।। બાઇ પ્યારી છો તમે પ્રાણથી, કૃષ્ણે કહ્યું ને હું પણ
કહું । હરિ તમારા હેતનો હું, પાર કઈ પેરે લહું ।।૯।। પણ હેત કરી
હરિ હૈયાનું, હારદ કહ્યું છે અમને, નિષ્કુલાનંદના નાથનું ગમતું, તે
સાંભળોતો કહું તમને ।।૧૦।। કડવું ।।૨૯।।
ઉદ્ધવ કહે સુણો સરવે સુંદરીજી, કેવા જાણી કૃષ્ણને કહો તમે પ્રીત
કરીજી । સમઝયા વિના સુખ ના’વે જો જાયે મરીજી, જુઠું નથી જુવતી
વાત અંતે એ ખરીજી ।।૧।। ઢાળ - ખરી કહું ખોટી નથી, તમે સમઝયાં
નહિ કાંઇ સુંદરી । પરાપર જે બ્રહ્મ પૂરણ, તેને તમે જાણિયો જાર કરી
।।૨।। પૃથ્વી જળ ને તેજ વાયુ, વળી વ્યોમ ત્રિગુણ અહંકાર । એહ
મળી મહત્તત્ત્વ માયા, એક પુરૂષને આધાર ।।૩।। પુરૂષ રહે
પરબ્રહ્મમાંહિ, પરબ્રહ્મ રહે નિરાધાર । તેહ જે શ્રીકૃષ્ણ મૂરતિ, તેને
જાણિયો તમે જાર ।।૪।। વળી વિશ્વમાંહિ વ્યાપી રહ્યો, પિંડ બ્રહ્માંડમાં
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
ભરપૂર । કૃષ્ણ વિના તો કોયે નથી, તેને દેખિયો તમે દૂર ।।૫।। હવે
એકાગ્ર ચિત આણો, તમે ધરો અંતરે ધ્યાન । બાહ્ય વૃત્તિ મેલો બાઇ,
ભીતર છે ભગવાન ।।૬।। મન કૃત્ય મિથ્યા કરીને, અંતર વૃત્તિ વાળીયે
। તો સાક્ષીરૂપે સરવમાંહિ, વ્યાપક વસ્તુને ભાળિયે ।।૭।। આંખ્ય મીચી
જુવો અબળા, તો ધ્યેય ધ્યાતા ધોખો ટળે । અણછતાં શું થાઓ ઉભાં,
એક વિના અન્ય નવ મળે ।।૮।। વેદ વેદાંત ને સાંખ્યનું, સુંદરી એહ
સાર છે । એમ સમઝે થાશો સુખિયાં, અંતે તેહ નિરધાર છે ।।૯।। દેહ
બુદ્ધિ બાઇ દૂર કરી, વળી વિષય વાસના પરહરો । નિષ્કુલાનંદના
નાથે કહ્યું, તમે જોગ જુગતે શું આદરો ।।૧૦।। કડવું ।।૩૦।।
ઉદ્ધવજી તમે એશું બોલીયુંજી, અમને એ કહ્યું તમે અણતોળિયુંજી
। ભાઇ અમને ભામિનીને શીદ પાડોછો ભૂલીયુંજી, છતે કંથે છાર
કો’ને કેણે ચોળીયુંજી ।।૧।। ઢાળ - છાર ન ચોળ્યું છતે ધણીએ, એતો
વિધવા કેરો વેપાર છે । કંથ વિયોગી અંતર રોગી, તેને ભુંસવી ભલી
છાર છે ।।૨।। વળી નર કોઇ નિરભાગી, સુત વિત્ત દારાનો દુઃખિયો ।
તેહ જોગ લઇને જાય જંગલે, થાવાનો કોઇ સ્થળે સુખિયો ।।૩।। વળી
ભવવૈભવ જેને હોય વા’લા, તેતો એક બ્રહ્મ કહી ઉચ્ચરે । ભાત્ય
ઉભયભ્રષ્ટ થઇને, પછી મનમાન્યા વિષય કરે ।।૪।। વળી ધણી વિના
જે ધ્યાન ધરે, તેતો કોઇકનું ઘર ઘાલવા । જેમ આંખ્ય મિંચી બેસે
બલાઇ, તેતો ઝડપી ઉંદરને ઝાલવા ।।૫।। ડગમગ દિલ ચળ ચિત્તવાળા,
જેને પ્રતીતિ નહિ પ્રગટતણી । તેતો વણ કહ્યે વેપાર એહવો, ભાઇ
ધાઇને કરશે તેનો ધણી ।।૬।। ઉદ્ધવજી તમે કહ્યું જે અમને, તેમાં સાર
ન દીઠો કાંઇ શોધતાં । અમને કહ્યું એવું જે જ્ઞાન, તમને કેટલું થયું
પરમોદતાં ।।૭।। બહુ સાધને સાધ્યું હશે, ઉદ્ધવજી એવું જ્ઞાન । આટલા
દિવસ આવા વેષનું, કેમ અળગું ન કર્યું અજ્ઞાન ।।૮।। બીજાને તો જોગ
ધરાવો, ભાઇ તમે તે ભોગી કેમ રહ્યા । અમે કંગાલની ઉપરે, છેક ન
થઇએ નિર્દયા ।।૯।। એવા સંદેશા સાટે ઉદ્ધવ, કેમ ના’ણ્યો કૂપ વિષનો
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
ભરી । નિષ્કુલાનંદના નાથનું મોકલ્યું, ખાત અમે ખાંતે કરી ।।૧૦।।
કડવું ।।૩૧।।
ઉદ્ધવજી અમે જોગ કેમ કરીએજી, અમે કૃષ્ણકામિની કાષાયાંબર
કેમ ધરીએજી । તેથકી વીરા મર વિષ ખાઇને મરીએજી, ગજથી ઉતરી
કેમ ચડીએ ખરીએજી ।।૧।। ઢાળ - ખરીએ ન બેસાયે કરી તજી, કણ
મુકી કુકસ કોણ ગ્રહે । કંચન મુકીને કાદવ કોઇ, લોભાવે પણ નવ લહે
।।૨।। મણિરત્નની માળા મુકી, શંખલાનો શણગાર કોણ કરે । બાવના
ચંદન તજી તનમાં, ભસ્મ કોણ ભુંશી ફરે ।।૩।। અંબર અંગે ઓઢવાં
મેલી, વળી કોણ ધરે મૃગચર્મને । ઉત્તમ ક્રિયા મુકી અંગની, કોણ કરે
મલિન વળી કર્મને ।।૪।। ખીર ખાંડ ઘૃત ખાવું તજીને, ખાયે કોણ આક
ધંતુરા પાન । સેજ પલંગને પરહરીને, કોણ સુવે જઇ સ્મશાન ।।૫।।
જેહ મુખે અમે પાન ચાવ્યાં, તેહ મુખે આવળ કેમ ચાવશું । કૃષ્ણ વિના
ઉદ્ધવ અમે, બીજું અંતરે કેમ ઠેરાવશું ।।૬।। પ્રીતે પતંગ અંગ પાવકે
આપે, મૃગ મરે નિઃશંક થઇ નાદમાં । ઉદ્ધવજી સુખ એટલું, શું નહિ
જાણિયે શ્યામના સ્વાદમાં ।।૭।। આતો તન મન આપ્યું છે એહને,
એક રતિ અમે રાખ્યું નથી । શ્રીકૃષ્ણ કૃષ્ણ કે’તાં મરશું, પણ બીજું
નહિ થાય અમથી ।।૮।। આ જીહ્વા તો અન્ય ન ઉચ્ચરે, પણ મુવા પછી
પારખું કોઇ લેશે । નળી ભુંગળી વળી વાંસળી કરે કોય, તોએ કૃષ્ણ
કૃષ્ણ એમ બોલશે ।।૯।। અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળ્યું
તેણે ઢળિયું । નિષ્કુલાનંદના નાથ સાથે, મન મળિયું તેહ મળિયું ।।૧૦।।
કડવું ।।૩૨।।
પદરાગ ગોડી - શ્રી નાથ સાથે મન માનિયું, ઉદ્ધવ એ વિના અમે
ન રહેવાયેહો । વાલાને વિયોગે વીતે પળ વળી, તેતો જુગ તુલ્ય જાયેહો;
શ્રીનાથ૦ ।।૧।। સુતાં બેઠાં સાંભરેછે સલુણો, સુખકારી શ્યામ સદાયેહો
। ખાતાં પીતાં ખટકે હૃદયે, અલબેલો અંતરમાંયેહો; શ્રીનાથ૦ ।।૨।।
દર્શન વિના જે દલડું દાઝેછે, તેતો કેને ન કહેવાયેહો । અવર કોયે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
ઓષડ ઉસતાદે, શરીર સુખ નવ થાયેહો; શ્રીનાથ૦ ।।૩।। પ્રેમના
પાશમાં પાડી ઉદ્ધવ અમને, ઘેરીને માર્યું છે ઘાયેહો । નિષ્કુલાનંદના
નાથે નથી રાખ્યો, ઉગરવાનો ઉપાયેહો; શ્રીનાથ૦ ।।૪।। પદ ।।૮।।
ઉદ્ધવ અમે અંતરે થઇછું જાજરીજી, તેતો શ્યામ સલુણાને સ્નેહે
કરીજી । ધીર અંગે અબળા નથી શકતી ધરીજી, અધુરૂં પુરુ કરવા
આવિયા તમે ફરીજી ।।૧।। ઢાળ - અધુરૂં પુરુ કરવા કાજે, એ સંદેશો
કૃષ્ણે કહાવિયો । કાળજું તો કાપીને ગયા’તા, વળી મારીને પ્રાણ
મંગાવિયો ।।૨।। પ્રાણ અમારા લઇને ઉદ્ધવ, અલબેલોજી શું કરશે ।
અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે ।।૩।। માશી
મલ્લ મામાને માર્યો, એમ આવી મારે મર અમને । પણ દૂર રહીને
દગા રચેછે, તેતો ઘટતું નથી ત્રિકમને ।।૪।। સ્વારથ વિના શાને માટે,
અમ ઉપર એણે આદર્યું । અમે અબળાએ ઉદ્ધવ એનું, ભૂંડું તે ભાઇ
કહો શું કર્યું ।।૫।। અનેક અપરાધ હોય અબળાના, તોયે નર નથી કોઇ
મારતા । ભણી આવ્યા છે ભાઇ બહુ, કેમ એટલું નથી વિચારતા ।।૬।।
પારાધી બાંધી મારે પશુને, તેતો માંસ ચર્મને માટ જો । એતો અમારૂં
અર્થ નહિ આવે, શું મારીને કરશે ખાટ જો ।।૭।। નો’તું દીઠું નો’તું
સાંભળ્યું, જે પ્રીત કરીને પ્રાણ હરવા । ઉદ્ધવજી એવું અલબેલાને,
કોણે શીખવ્યું જો કરવા ।।૮।। કેને કહીએ કોણ સાંભળે, જ્યારે અલબેલે
એવું આદર્યું । ઉગરવાની અમે આશા મેલી, મરવાનું મન નિશ્ચે કર્યું
।।૯।। અધુરે સુખે મરશું અમે, રે’શે આશા અમારી એહશું ।
નિષ્કુલાનંદના નાથ સાથે, નથી પડવું નોખું સ્નેહશું ।।૧૦।। કડવું ।।૩૩।। ઉદ્ધવજી એહની વાત કહું કથીજી, કોઇ રીતે કૃષ્ણમાંહિ જો કાચું
નથીજી । અમે તો વિચાર્યું અમારા મનથીજી, અર્થ સારી ગયા એહ
આપ સ્વારથીજી ।।૧।। ઢાળ - અર્થ સારી અલબેલડો, અળગા જાઇને
એહ રહ્યા । વિયોગે અમે વિલખી વિલખી, શરીરના સુખથી ગયા
।।૨।। જેમ પુષ્પની વાસ લઇ વેગળો, અલિ ઉડીને આઘો ફરે । જેમ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
ફળ ખાઇ ખગ તજે તરુ, તેમ કૃષ્ણજી પણ એમ કરે ।।૩।। દાહક વનને
જેમ મૃગ મેલે, વિન તેજ રાજન રૈયત તજે । જેમ નિર્ધન પુરૂષ પરહરે
પુંશ્ચલી, એમ અમને તજ્યાં બાંધી ધ્વજે ।।૪।। જેમ સૂકા સરને
પરહરીને, મેલીને જાય છે મરાલ । જેમ ભીક્ષા લઇને તજે ભવન
ભીક્ષુ, એવો નેહ કરે નંદલાલ ।।૫।। વિદ્યાર્થી જેમ વિદ્યા ભણીને, વળી
તજેછે વિદ્યાવાનજી । જેમ દક્ષિણા લઇ યજમાન તજે, તેમ કરે છે
એહ કાનજી ।।૬।। એમ અમને પરહર્યાં, અલબેલે ઉદ્ધવ આજરે ।
અમારૂં સુખ રાખ્યું અધુરૂં, એણે સાર્યું એનું કાજરે ।।૭।। હવે છેટે રહી
છેદેછે છાતી, દૂર રહીને દિયેછે દુઃખજી । પ્રીત કરી પ્રાણ હરિ મેલ્યા,
પછી સાનું રહે હવે સુખજી ।।૮।। સુતાં બેઠાં સ્નેહ સાલે, પળેપળે પિંડ
ઘણું પરજળે । ઉદ્ધવજી અંતરની વાતો, તે બા’રે બીજું કોણ કળે ।।૯।।
ભરી કસી બાણ ભીંતરે, માર્યાં છે એણે મર્મનાં । નિષ્કુલાનંદના નાથે
અમને, ટાળ્યાં લોક કુળ ધર્મનાં ।।૧૦।। કડવું ।।૩૪।।
ઉદ્ધવજી એવું હતું એને મનજી, જે કલપાવી કલપાવી તજાવશું
તનજી । તો ઠોરઠોર નહોતી કરવી જતનજી, જ્યારે એને આપવોતો
અમને આવો દિનજી ।।૧।। ઢાળ - દિન દેવોતો જો દુઃખનો, વળી વણ
મોતે હતાં મારવાં । તો અનેક વિઘ્નમાંહિથી અમને, આગે નોતાં
ઉગારવાં ।।૨।। ભયાનક વ્યોમાસુર ભયથી, વળી રાખિયાં રૂડી રીતશું
। શકટાસુર તૃણાવર્ત તેથી, પહેલાં ઉગારિયાં એને પ્રિતશું ।।૩।। કેશી
વૃષભ અઘાસુરથી, અમને અલબેલે ઉગારિયાં । વત્સાસુર બગાસુર
બીજાથી, વળી વ્રજનાં વિઘ્ન નિવારિયાં ।।૪।। વિષ નિરવિષ ઘર
વરુણથી, કરી વ્રજવાસીની એણે સાર । અમારે કારણે ઉદ્ધવ એણે,
દાવાનળ પીધો દોય વાર ।।૫।। વળી ઇન્દ્ર કોપ્યો વ્રજવાસી ઉપરે,
મહાપ્રલયનો મેઘ મેલિયો । વીજ ઝભકે નીર ખળકે, વળી અંધકાર
અતિશે થયો ।।૬।। ઘોર ગર્જના સુણી થયાં ઘાંઘાં, જાણ્યું આજ કલ્પાંત
આવિયો । ત્યારે ધરી ગોવર્ધન કર ઉપરે, વ્રજસાથ એણે બચાવિયો
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
।।૭।। ઉદ્ધવ એણે અમને, અનેક વિઘ્નથી ઉગારિયાં । આવું હતું જો
મનમાં એને, તો મોર્યે કેમ ન મારિયાં ।।૮।। નથી ખમાતું ઉદ્ધવ અમે,
પીડી પીડી જે લેશે પ્રાણ । અંતરની શું કહીએ ઉદ્ધવ, તમે નથી અમારા
અજાણ ।।૯।। કૃષ્ણે કર્યું એવું કોઇ ન કરે, ઉદ્ધવજી કહું અમને ।
નિષ્કુલાનંદના નાથના સખા, છો ત્યારે કહ્યું તમને ।।૧૦।। કડવું ।।૩૫।। વીરા નથી વિસરતી ઉદ્ધવ એહ વારતાજી, દિલડું દાઝેછે એ સુખ
સંભારતાંજી । વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને
દેખાડીએ જ્યાં હરિ ગાયો ચારતાજી ।।૧।। ઢાળ - ગાયો ચારતા ગોવિંદ
જિયાં, તિયાં ઉદ્ધવને તેડી ગયાં । વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ
વનનાં દેખાડિયાં ।।૨।। ઇયાં એણે અઘાસુર માર્યો, ઇયાં બ્રહ્માજીએ
વત્સ હરિયાં । ઇયાં બેસી અન્ન જમિયા, ઇયાં વત્સ બાળક બીજાં કરિયાં
।।૩।। આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયા એને નીર । આ
સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર ।।૪।। આ ઠામે એણે અમને
રોક્યાં, આ ઠામે મહી લઇ લુટિયાં । આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે
કરી માંટ મારાં ફુટિયાં ।।૫।। ઇયાં એણે વેણ વગાડી, ઇયાં રમાડ્યાં
એણે રાસ જો । ઇયાં તજી ભાગી ગયા ભૂધર, ત્યારે અમે થયાં ઉદાસજો
।।૬।। પછી ઇયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ ।
જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ ।।૭।। ઇયાં વશ
કીધા અમે, ઇયાં આવ્યા હતા અલબેલ । ઇયાં રાસ ફરી રચિયો, પછી
રમાડિયાં રંગરેલ ।।૮।। ઉદ્ધવને સર્વે સ્થળ દેખાડતાં, અતિ આંખડિયે
આંસુ ઝરે । ઉદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે ।।૯।।
એવાં સુખ નથી દીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે । નિષ્કુલાનંદના
નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે ।।૧૦।। કડવું ।।૩૬।।
પદરાગ મેવાડી - વાલીડો વિજોગી ગયારે, હો ઉદ્ધવજી અમને ।
વિસામો વિજોગી ગયારે; હો ઉદ્ધવજી૦ ટેક - અમને કરી અનાથ,
નેક નાખી ગયા નાથ । હવે કેમ આવે હાથ, કુબજ્યાના નાથ થયારે;
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
હો ઉદ્ધવજી૦ ।।૧।। પિયુ સંગે પળેપળ, કોયે નવ પડિ કળ । અંતરે
આવે છે વળ, દેખો દૂર રહ્યારે; હો ઉદ્ધવજી૦ ।।૨।। કો’ને અમે કરૂં
કેમ, અલબેલે કર્યું એમ । અંતર જળેછે જેમ, ડુંગર દાઝિયારે; હો
ઉદ્ધવજી૦ ।।૩।। નિષ્કુલાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ । વિસારી
વ્રજનો સાથ, દિલમાં નાણી દયારે; હો ઉદ્ધવજી૦ ।।૪।। પદ ।।૯।।
ઉદ્ધવનું અંતર મન આશ્ચર્ય પામિયુંજી, આપણું ડહાપણપણું દેખી
ગોપીને વામિયુંજી । જાણ્યું હરિનું હેત જુવતી ઘટ જામિયુંજી, પછી
પ્રમદાને ચરણે ઉદ્ધવે શિશ નામિયુંજી ।।૧।। ઢાળ - શિશ નમાવી
વળી વંદના કીધી, ધન્ય ધન્ય બાઇ તમે ધન્ય છો । સ્નેહપણ સાચો
તમારો, વળી તમે હરિનાં તન છો ।।૨।। તમારા પ્રેમને પાશલે, વળી
સર્વે સાધન ન્યૂન છે । મને થયું દરશન તમારૂં, તેહ મારાં મોટાં પુણ્ય
છે ।।૩।। પ્રીત તમારી પ્રમદા, તેની રીત અલૌકિક અબળા । તમારી
શ્રીકૃષ્ણ સ્વામીની, કોયે કળાતી નથી કળા ।।૪।। એટલું તો જાણું જો
અમે, તમે ગોપીછો ગોલોકની । એહ વિના તો ન હોય આવું, હોય
બીજે બુદ્ધિ તો કોકની ।।૫।। મોટાં ભાગ્ય માતાજી મારાં, જે કૃષ્ણે
મુજને મોકલ્યો । સુણી સુધાસમ વાણી તમારી, પ્રેમેશું પીતાં હું છળ્યો
।।૬।। તમારી પદ રજ માગવા, બાઇ લલચાણું મારૂં મન । તમારા
દાસનું દાસપણું, એહ આપજો જુવતી જન ।।૭।। બાઇ બાળક બુદ્ધિએ
હું બોલિયો, તેનો હૃદયે ન ધરશો રોષ । કાલું બોબડું કહ્યું મેં જેહ, તેહ
દાસનો નિવારીએ દોષ ।।૮।। સાચી તમારી પ્રીત સજની, વળી સાચો
તમારો સ્નેહ । સાચી ભક્તિ તમે કરી સુંદરી, આવોે પામી અબળાનો
દેહ ।।૯।। મે’ર કરો માતા મુજને, આપો આજ્ઞા તે શિર ધરૂં ।
નિષ્કુલાનંદના નાથ પાસે, કહો તો જાવાનું હવે કરૂં ।।૧૦।। કડવું ।।૩૭।। ઉદ્ધવ ઉચ્ચરિયા કરી અતિ વિનતિજી, માતાજી મારી છે જો થોડી
મતિજી । મૂઢ નવ જાણે ગૂઢ તમારી ગતિજી, આપો મને આજ્ઞા જાઉં
હવે જુવતિજી ।।૧।। ઢાળ - જાઉં હવે જગદીશ પાસે, એવી આજ્ઞા
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
કરો તમે । ત્યારે સુંદરી કહે સારૂં વીરા, સુખે પધારો રાજી અમે ।।૨।।
પછી ભવન ભવન ગઇ ભામીની, લાવી ભેટ ભૂધર અરથે । મહી
માખણ દુધ ઘૃત ગાડવા, વળી લાવીને બાંધ્યા રથે ।।૩।। કોઇક
કુરમલડો લાવી, કોઇક તલ બાજરી તલ સાંકળી । કોઇક ધોતી પોતી
પીતાંબર, કોઇ લાવી કાળી કાંબળી ।।૪।। ભર્યો રથ લઇ ભેટશું,
લાવી વસ્તુ બહુ પ્રકારની । અગર ચંદન માળા આપી, ઉદ્ધવ કરજો
પૂજા મોરારની ।।૫।। કોઇક કહે ચરણ હૃદે ધરજો, કોઇ કહે અંગોઅંગ
ભેટજો । કોઇક કહે હૈયે હાથ ચાંપી, કોઇ કહે ચરણમાં લોટજો ।।૬।।
કોઇ કહે જઇ બકી લેજો, કોઇ કહે ગાલ ઝાલી તાણજો । કોઇ કહે
હાથ જોડી કહેજો, હરિ અમને પોતાનાં જાણજો ।।૭।। જેને જેવું અંગ
હતું, તેણે તે તેવું કા’વિયું । હેત છુપાળ્યું નવ છુપે, હૈયાનું તે હોઠે
આવિયું ।।૮।। વળી સહુ મળી પ્રણામ કહ્યા, ઉદ્ધવ કહેજો જઇ કૃષ્ણને
। દયાનિધિ દયા કરીને, દેજો વહેલાં હરિ દૃષ્ણને ।।૯।। ઉદ્ધવજી સ્તુતિ
કરજો, કર જોડી અમારી વતી । નિષ્કુલાનંદના નાથ આગળે, વિધવિધ
કરજો વિનતિ ।।૧૦।।
કડવું ।।૩૮।।
પ્રમદાનો પ્રેમ તે કેમ કરી જાય કહ્યોજી, સુંદરીનો સ્નેહ દેખી
દિગમૂઢ થયોજી । ધન્ય ધન્ય અહો ઉદ્ધવ એમ કરે રહ્યોજી, જોયું હેત
જુવતીનું અપાર પાર નવ લહ્યોજી ।।૧।। ઢાળ - પાર ન લહ્યો પ્રેમ
કેરો, જોઇ જોઇ જોયું ઉદ્ધવે । શ્રીકૃષ્ણ વિના પ્રાણ આના, કેમ કરીને
રે’શે હવે ।।૨।। કોઇક મુખ નિશ્વાસ મૂકે, કોઇ આંખડીએ આંસુ ભરે
। કોઇક વદન કરી ઉંચું, ગાઢે સ્વરે રોદન કરે ।।૩।। ઉદ્ધવ કહે બાઇ
એમ મ કરો, તમે ધરો અંતર ધીર । તમને હરિ સુખ આપશે, લોહી
નાખો નયણનાં નીર ।।૪।। ત્યારે સુંદરી કહે અમે શું કરૂં, કેમ રહે
નયણાંનાં નીર ઝાલિયાં । તમે હતા જે કથા કે’તા, તેહ પણ વીરા તમે
ચાલિયા ।।૫।। સારૂં સધાવો સ્નેહી શ્યામના, દરશ સ્પરશ કરો
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
હરિચરણને । અમારાં આશિષ વચન, કે’જો અશરણ શરણને ।।૬।।
પછી ઉદ્ધવ ગોપીને પાયે લાગી, માગી શીખ રથ ચલાવિયો । અહો
સ્નેહ સુંદરીનો, મનન કરતાં મથુરાં આવિયો ।।૭।। ઉદ્ધવ આવિને
ભેટ્યા ભૂધરને, નયણાં તૃપ્ત ન થાયે નિરખતાં । ત્યારે કૃષ્ણ કહે ભલે
આવ્યા ઉદ્ધવ, શું કરેછે વ્રજવનિતા ।।૮।। સ્નેહ મુજશું સુંદરીને હતો,
અતિ ઘણો અતોલજો । કોઇ હવે સંભારેછે વ્રજમાં મને, તમે ઉદ્ધવજી
સાચું બોલજો ।।૯।। ઉદ્ધવ કહે સુણો શ્રીહરિ, ધન્ય ધન્ય વ્રજની
વિરહિણી । નિષ્કુલાનંદના નાથ કે’તાં, વીતે છે દિન ને રેહણી ।।૧૦।।
કડવું ।।૩૯।।
ઉદ્ધવ કહે હું શું કહું શ્રીહરિજી, તમારા સ્નેહવશ વ્રજસુંદરીજી ।
હે કૃષ્ણ કૃષ્ણજી કરેછે ભાવે ભરીજી, નાથ નથી રહી એને ખાન પાનની
ખબર ખરીજી ।।૧।। ઢાળ - ખાન પાનની ખબર નથી, ઉન્મત ગત છે
અંગની । લોકલાજ કાજ ત્યાગ કરી, રાતી છે તમારા રંગની ।।૨।।
જેમ નર કોઇ માદક પીયે, તેને તન તણી શુદ્ધ વિસરે । તેમ તમારા
સ્નેહની કેફે કરી, એને દેહ દશા નવ દિસે સરે ।।૩।। જોગ યજ્ઞ જપ
તપ તીરથ, વળી વેદ વિધિ કરી કેમ શકે । સ્નેહ માંહિ રહે સમાઇ,
બોલે નહિ બોલાવી બોલ્યે થકે ।।૪।। પ્રેમ જોઇને પ્રમદાનો, મારો ગર્વ
સર્વે ગળીયો । હુંતો ગયો તો શીખ દેવા, પણ સામું શીખ લઇને વળિયો
।।૫।। એવા નિર્મળ અંતર વિના, સ્નેહ રસ શેમાં રહે । ચારણી ચિત્તે
લટક પ્રીતે, પ્રેમ સુધારસ શું ગ્રહે ।।૬।। એવા સ્નેહ વિના શીદને, મૂરખ
કોયે મલકાય છે । હજી પશુ જેવી પણ પ્રીત નથી, તો હરિજન હોડ
કાંયે થાયછે ।।૭।। પ્રિતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત
ન હોય । જેમ જળ વિયોગે ઝષ ન જીવે, પણ જીવે દાદુર કૂર્મ દોય
।।૮।। તેમ તમ વિના ગોપીના પ્રાણ ન રહે, પણ રહેવા છે એક રીત ।
જાણે હમણાં હરિ આવશે, એવું ચિંતવેછે ચિત્ત ।।૯।। પછી ભેટ દીધી
પૂજા કીધી, કહ્યું વા’લા આપી છે વ્રજસાથને । વળી કહ્યું અંગોઅંગ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
મળજો, નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું ।।૪૦।।
પદરાગ ધોળ - અલબેલા આગળે ઉદ્ધવજીરે કહેછે, પ્રમદાના
પ્રાણ કોણ જાણે કેમ રહેછેરે; ઉદ્ધવ૦ ।।૧।। નીર વિના નયણાં મેં કેદિયે
ન દીઠાં, આંખડિયેથી આંસુ ઝરીઝરી પડેછે હેઠાંરે; ઉદ્ધવ૦ ।।૨।।
રોઇ રોઇ ખોયાછેરે દેહના રે હાલ, તમ વિના કૃપાનિધિ થઇછે કંગાલરે;
ઉદ્ધવ૦ ।।૩।। તમારા વિયોગ રોગે મણા નથી રાખી, ઝુરીઝુરી જુવતીરે
પડીછે ઝાંખીરે; ઉદ્ધવ૦ ।।૪।। પ્રાણ ગયાની પેર એનીરે મેં દીઠી, વા’લા
વધામણી મેલોરે તમે મીઠીરે; ઉદ્ધવ૦ ।।૫।। નિષ્કુલાનંદના નાથજીરે
તમને, કહ્યું કર જોડી જેવું જણાણુંરે અમનેરે; ઉદ્ધવ૦ ।।૬।। પદ ।।૧૦।।
શ્રીહરિ કહે ઉદ્ધવ એહ સત્ય છેજી, મુજ સાથે સુંદરીને અતિશે
આરત છેજી । દેહ ગેહ સુખથી એહ વનિતા વિરક્ત છેજી, અચળ
અડગ એની મુજ વિષે મત છેજી ।।૧।। ઢાળ - મત એની
મુજમાંહિછે, તેણે કરી તનસુખ ત્યાગ છે । વન જઇ શું કરે વનિતા,
એને વણ લીધો વૈરાગ્ય છે ।।૨।। કામ ક્રોધ ને લોભ મોહ, તેતો
વિરહ વહ્નિએ બળિયા । આતુરતાના અનિલે કરીને, તન વિકાર
તેહના ટળિયા ।।૩।। એકાદશ ઇંદ્રિય એની, ઉદ્ધવ આવી એહને
મનમાં । સંસાર સંકલ્પ ના’વે સ્વપને, રહે સદાયે બુડી પ્રેમમાં ।।૪।।
પ્રીત વશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી । સ્નેહ મુજ
સાથે કરતાં, તેણે બીજી વાસના ગઇ બળી ।।૫।। ઇચ્છા નથી કોઇ
એને અંતરે, મુજ ચરણ વિના ચૌદલોકની । ચતુરધાની એણે
ચાહના મૂકી, રાખી ભક્તિ એણે રોકની ।।૬।। મુજ વિયોગે વિલખી
વિલખી, તજ્યાં સુખ સર્વે તનથી । ઉદ્ધવજી એવા જન જેવું, વા’લું
તે મુજને કોઇ નથી ।।૭।। હુંજ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમીજ મારૂં
તન । ઉદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન ।।૮।। મને
પ્યાર છે પ્રેમીનો, હુંતો પ્રેમીજનને પુંઠે ફરૂં । સ્નેહસાંકળે સાંકળ્યો
હું, જેજે જન કહે તેતે કરૂં ।।૯।। પ્રેમીનું પણ પાળવાને, મારૂં પણ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
મેલ્યું પ્રેમી પાસળે । નિષ્કુલાનંદનો નાથ કહેછે, એમ ઉદ્ધવની
આગળે ।।૧૦।। કડવું ।।૪૧।।
ભક્તિ મારી છે બહુ ભાતનીજી, જન મળી કરેછે જુજવી જાતનીજી
। પણ પ્રેમની ભક્તિ છે પ્રાણ ઘાતનીજી, તે કેમ કરી કરે કોયે નથી મુખ
વાતનીજી ।।૧।। ઢાળ - મુખવાત તેની નથી થાતી, એતો પ્રાણ ગયાની
પેર છે, એવી જે જન આદરે, તેહ ઉપર મારી મે’ર છે ।।૨।। સ્નેહ કરે
જે મુજ સાથે, તન મન કરી કુરબાણ । ઉદ્ધવ મારે ધન એહછે, વળી
જાણુંછું જીવનપ્રાણ ।।૩।। મને સંભારેછે સ્નેહી જન, તેમ સંભારૂં હું
સ્નેહીને । અરસ પરસ રહે એકઠાં, જેમ પ્રીત છે દેહ દેહીને ।।૪।।
અંતર પ્રીત સરળ ચિત્ત, વળી હૈયે હેત અતિ ઘણું । ઉદ્ધવ એવા જન
જેહ છે, તેહ રે’વા ઘર છે મુજતણું ।।૫।। જેનું અંતર લુખું હૃદય સૂકું,
વળી નેહ નહિ જેના નેણમાં । ઉદ્ધવજી હુંતો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન
દિન રેણમાં ।।૬।। જપ તપ તીરથ જોગ યજ્ઞ, જેહમાં તે ફળની આશ
છે । એહને ધાયે ભક્ત કહેવાયે, પણ તેશું મારો કાંય દાસ છે ।।૭।।
કોય નર નિરાશી ચરણ ઉપાસી, મમતા રહિત મુજને ભજે । એવા
ભક્ત જક્ત વિરક્ત જેહ, તેહ ઉદ્ધવજી મુજને રજે ।।૮।। હુંતો વશ
છઉં પ્રેમને, કહું ગોપ્ય મારો મતછે । સ્નેહ વિના હું શિયે ન રીઝું, એહ
માનજે સત્ય સત્ય છે ।।૯।। વ્રજવનિતા પ્રેમરતા, પ્રીતે અજીત મને
જીતિયો । નિષ્કુલાનંદનો નાથ કહેછે, ઉદ્ધવ હેતે હું એનો થયો ।।૧૦।।
કડવું ।।૪૨।।
ધન્ય ધન્ય ગોપિકા સ્નેહની મૂરતિજી, જેને અલબેલો સંભારેછે
અતિ અતિજી । જેહનો અપાર સ્નેહ ને અપાર મતિજી, જેના જશ
ગાયછે નિત્યે નિત્યે શ્રુતિજી ।।૧।। ઢાળ - શ્રુતિ ગાયછે જશ જેનો,
વળી સરાયે છે જેને શ્રીહરિ । ધન્ય ધન્ય સ્નેહ એહનો । વળી સાચી
ભક્તિ એણે કરી ।।૨।। ધન્ય ધન્ય એહનો પ્રેમ કહીએ, ધન્ય ધન્ય
એહની પ્રીતને । ધન્ય ધન્ય હેત એના હૈયાનું, ધન્ય ધન્ય એહની રીતને
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
।।૩।। ધન્ય ધન્ય ભાવ ભલો એહનો, ધન્ય ધન્ય એહની મત્યને । ધન્ય
ધન્ય સમજણ એહની, ધન્ય ધન્ય એહનાં કૃત્યને ।।૪।। ધન્ય ધન્ય
અંતર એહનું, ધન્ય ધન્ય એહના મનને । ધન્ય ધન્ય બુદ્ધિ ચિત્ત સમેતને,
જે કર્યું અર્પણ કૃષ્ણને ।।૫।। શ્રવણ નયન નાસિકા, ધન્ય ત્વચા રસના
તેહને । પાદ પાણિ ધન્ય એહનાં, ધન્ય ધન્ય એહના દેહને ।।૬।। સર્વે
અંગે અતિ રંગે, કરી કૃષ્ણની જેણે ભગતિ । ત્રિલોકશું તોડી હરિશું
જોડી, કરી પ્રીત અચળ અડગ અતિ ।।૭।। ભવરોગ વામી કૃષ્ણ પામી,
સ્વામી સદા સુખકંદને । દાઝ ટળી શાંતિ વળી, મળી પરમાનંદને ।।૮।।
કરી પ્રીત પૂરણ રીતે, જીતી ગઇ જશ જુવતી । જશ જેના ઉત્તમ એના,
ગુણ ગાયછે ગૃહસ્થ ને જતિ ।।૯।। ભૂત ભવિષ્ય વર્તમાનમાં, કોઇએ
સ્નેહ તુલ્ય નથી આવતું । નિષ્કુલાનંદના નાથજીને, સ્નેહ વિના નથી
ભાવતું ।।૧૦।। કડવું ।।૪૩।।
સ્નેહગીતા જે જન ગાશેજી, સુણતાં સદ્ય આનંદ ઉપજાવશેજી ।
પ્રીતમની પ્રીતની રીત જો જણાવશેજી, સ્નેહી જનને સુધાસમ ભાવશેજી
।।૧।। ઢાળ - જણાવશે રીત પ્રીત કરી, હશે કાસલ તે કલાવશે । પછી
સ્નેહીજન સજ્જ થઇને, ચિત્ત હરિ ચરણ લાવશે ।।૨।। વળી દેહ ઇંદ્રિય
મન પ્રાણની, કોઇ રુંધવાની રીત કરે । તો સર્વે સાધન મેલી મનનાં,
પ્રીતે ચિત્ત હરિચરણે ધરે ।।૩।। અંતઃકરણ ને ઇંદ્રિની વૃત્તિ, લોલુપ
કિયાં નથી લોભતી । પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પળ નથી
થોભતી ।।૪।। સર્વે વાસના ત્યારે ગળે, જ્યારે મળે મનોહર મૂરતિ ।
સાધન સર્વે થાય પુરાં, એમ ગાય સત્ય નિત્ય સુરતિ ।।૫।। પ્રભુપદની
પ્રીત વિના, વિકાર તે નવ વિસમે । વ્રેહ વિના વાસના ન બળે, અન્ય
ઉપાયે શીદ દેહ દમે ।।૬।। સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રીકૃષ્ણ સાથે
કરજો । પ્રીત રીતે જો પંડ પડે, તોયે દિલમાંહિ માં ડરજો ।।૭।। સ્નેહગીતા
ગ્રંથ ગાવા, ઇચ્છા કરી અવિનાશ । નિષ્કુલાનંદને નિમિત્ત દેઇ, કર્યો
ગ્રંથ એહ પ્રકાશ ।।૮।। એકાદશ પદને ચુંવાળીસ કડવે, કહી સ્નેહની
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
કથા કથી । પંચ દોયે કમ જે પાંચસે, છે ચરણ પુરાં ઓછાં નથી ।।૯।।
સર્વે ચરણે સ્નેહકથા, વરણવી વિવિધે કરી, હરિને મને હેતે સાંભળી,
કરજો પ્રીત હરિ સાથે ખરી ।।૧૦।। સંવત અઢાર બોતેરના, વૈશાખ
શુદ ચતુરથી । હરિજનના હેત અર્થે, સ્નેહગીતા કહી કથી ।।૧૧।।
કડવું ।।૪૪।।
પદરાગ ધોળ
ધન્ય ધન્ય સ્નેહ શિરોમણી, ના’વે સાધન કોઇ સમતોલ ।
સાંભળજો સ્નેહ સમાન તે શું કહું,
જપ તપ તીર્થ વ્રત જોગ જે । કોઇ કરે જો જજ્ઞ અતોલ; સાંભળજો. ।।૧।।
અપવાસી ઉદાસી વાસી વન, કોઇ તનમાં ન ધરે પટત; સાંભળજો. ।
કોઇ ફળ ફુલ પયપાનશું, કરી આહાર આણે તન અંત; સાંભળજો. ।।૨।।
પુણ્ય દાન પાળે કોઇ ધર્મને, રહે નિ’મધારી નરનાર; સાંભળજો. ।
સર્વે સુનું એક સ્નેહ વિના, એતો પ્રપંચનો પરિવાર; સાંભળજો. ।।૩।।
જોગી થાક્યા જોગીપણું પાળતાં, તપી થાક્યા સહી શિત તાપ; સાંભળજો. ।
ધ્યાની થાક્યા ધરતા ધ્યાનને, જપી થાક્યા જપતાં જાપ; સાંભળજો. ।।૪।।
જતિ થાક્યા જતને જાળવતાં, મુનિ થાક્યા રે’તા વળી મુન્ય; સાંભળજો.।
બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય; સાંભળજો. ૫
કોટિ કાયા ક્લેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાંભળજો. ।
પ્રેમવશ થઇ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ; સાંભળજો. ।।૬।।
હેત પ્રીતે સ્નેહીની સંગે, અલબેલો આપેછે આનંદ; સાંભળજો. ।
વા’લો નિષ્કુલાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ; સાંભળજો. ।।૭।।
પદ ।।૧૧।।
ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ
મુનિ વિરચિતા સ્નેહગીતા.
સ્નેહગીતા સમાપ્તા
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સ્નેહગીતા
ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન
-ઃ વચનવિધિ :-
૩
રાગ ધન્યાશ્રી - સમરો સુખદ શ્રીહરિદેવજી, જેથી પામીએ
આનંદ અભેવજી । જેહ આનંદનો નાવે કેદિ છેવજી, તેહ સુખ આપે
હરિ તતખેવજી ।।૧।। ઢાળ - હરિ હરખી સુખ આપે, જો વર્તિએ
વચનમાંય । મેલી ગમતું મનતણું, રહીએ શ્યામ ગમતે સદાય ।।૨।।
પૂરણ સુખને પામવા, રહીએ હરિઆજ્ઞા અનુસાર । તે વિના મોટપ્ય
નવ મળે, જન જોવું કરી વિચાર ।।૩।। ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં,
મહામોટા કહે સહુ કોય । તે મોટપ્ય શ્રીમહારાજની, એહ સમજવું જન
સોય ।।૪।। શશિ સૂર્ય સમર્થ સહિ, કરે સર્વે લોકે પ્રકાશ । તે પ્રસન્ન કરી
પરબ્રહ્મને, અંગે પામ્યા એવો ઉજાસ ।।૫।। શેષ સુરેષ ને સારદા, ગણપતિ
ગુણ ભંડાર । રામ રાજીએ હનુમાન હુવા, અતિ મોટા ઉદાર ।।૬।। ભૂત
ભવિષ્ય વર્તમાનમાં, હરિ રાજીપામાં જે રહ્યા । દેવ દાનવ માનવ મુનિ,
તે સર્વે મોટા થયા ।।૭।। મોટું થવાનું હોય મનમાં, તો હરિ વચનમાં
હમેશ રૈયે । નિષ્કુલાનંદ કહે ન લોપીયે, વાલમનું વચન કૈયે ।।૮।। કડવું
।।૧।।
વચને કરી છે વર્ણાશ્રમજી, વચને કરી છે ત્યાગી ગૃહી ધર્મજી ।
વચને કરી છે કર્મ અકર્મજી, એહ જાણવો જન મને મર્મજી ।।૧।। ઢાળ -
મર્મ એમ જન જાણીને, રહેવું વચન માંહે વળગી । વચન લોપી જાણે
સુખ લેશું, એવી અવિદ્યા કરવી અળગી ।।૨।। વચને ઇંદુ અર્ક ફરે, હરે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
તમ કરે પ્રકાશ । વચને ઇંદ્ર વૃષ્ટિ કરે, માની વચનનો મને ત્રાસ ।।૩।।
શેષજી શીરે ધરી રહ્યા, ચૌદ લોક ભૂમિનો ભાર । વચને કાળ શક્તિ
કરે, ઉત્પત્તિ સ્થિતિ સંહાર ।।૪।। વચને બાંધ્યો સિંધુ રહે, પાળ વિનાનું
પાણી વળી । તેણે કરી શું તુચ્છ થયા?, એહ આદ્યે સર્વે મળી ।।૫।।
વચનમાંહિ વર્તતાં, વણ તોળી મોટપ્ય મળે । વચન વિરોધી વિમુખ નર,
તાપત્રયમાં તેહ બળે ।।૬।। વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ, વચને બદ્ધ
મુક્ત કહીયે । તે વચન શ્રીહરિ મુખનાં, સુખદાયક સર્વે લહિયે ।।૭।।
એમ સમઝી સંત શાણા, વર્તે છે વચન પ્રમાણ । નિષ્કુલાનંદ તે ઉપરે,
સદા રાજી રહે શ્યામ સુજાણ ।।૮।। કડવું ।।૨।।
વચનમાં વર્તે જન શાણાજી, દેહ ગેહ સુખમાં જે ન લોભાણાજી ।
મન કર્મ વચને હરિબોલે બંધાણાજી, એવા જન જેહ તેહ મોટા
ગણાણાજી ।।૧।। ઢાળ - મોટા ગણાણા તે માનવું, કર્યું ગમતું જેણે
ગોવિંદતણું । તે વિના મોટપ્ય નવ મળે, ફરી ફરી શું કહીએ ઘણું ।।૨।।
રાધાજીયે રાજી કર્યા, શ્રીકૃષ્ણ કૃપાનિધાન । તેણે કરીને મોટપ મળી,
વળી પામિયાં બહુ સનમાન ।।૩।। કમળાએ કૃષ્ણને રિઝવ્યા, રિઝયા
અલબેલો અવિનાશ । તેણે કરીને તેહ પામીયાં, હરિ ઉરે અખંડ નિવાસ
।।૪।। વૃંદા વચનમાં વરતી, કર્યા પ્રભુને પ્રસન્ન । તેણે કરી હરિ અંઘ્રિમાં,
રહ્યાં કરી સુખ સદન ।।૫।। વ્રજ વનિતા વચને રહી, વળી વાલા કર્યા
વ્રજરાજ । તેણે કરીને તોલે તેને, ના’વે શિવ બ્રહ્મા સુરતાજ ।।૬।।
પંચાલિયે પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચીથરી ચીરતણી । તેણે કરી
તને નગ્ન ન થયાં, વળી ભક્ત કા’વ્યાં શિરોમણી ।।૭।। એહ રીતે મોટપ્ય
મળે, પહેલા રાજી કરે પરબ્રહ્મ । નિષ્કુલાનંદ કહે તે વિના, ઠાલો પડે
જાણો પરિશ્રમ ।।૮।। કડવું ।।૩।।
માની વચન મોટા થયા કઇજી, જે મોટપ કહેતાં કહેવાય નઇજી
। તેહ પામ્યા વા’લાને વચને રહીજી, એ પણ મર્મ સમઝવો સહીજી
।।૧।। ઢાળ - સહિ સાબિત કરી શિરસાટે, રહ્યા વચનમાં કરી વાસ ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
ઉન્મત્તાઇ અળગી કરી, થઇ રહ્યા દાસના દાસ ।।૨।। મોટા સુખને
પામવા, વામવા કષ્ટ કલેશ । તેને વચનમાં વર્તતાં, નથી કઠણ કાંઇ
લવલેશ ।।૩।। પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞાનુસાર ।
આદ્યે અંત્યે મધ્યે મોટા થયા, તે તો વચનથી નિરધાર ।।૪।। સો વાતની
એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ । રાજી કરવાનું રહ્યું પરૂ, પણ
કરાવીયે નહિ હરિને કોપ ।।૫।। મોટપ માનવી કેમ મળે, વાઢી કાઢે
વચનનાં મૂળ । સુખ થાવાનું શાનું રહ્યું, થયું સામું સો ગણું શૂળ ।।૬।।
અલ્પ સુખસારૂં આગન્યા, લોપે છે શ્રીહરિતણી । પરમસુખ કેમ પામશે,
ભાઇ ધારજો તેના ધણી ।।૭।। વશી નગર નરેશને, વેર વાવરે નરનાથશું
। નિષ્કુલાનંદ કહે નરશું, એણે કર્યું એના હાથશું ।।૮।। કડવું ।।૪।।
પદરાગ જકડી - નહિ પામે પામર નર સુખરે, રહી હરિવચનથી
વિમુખરે. નહિ૦ ટેક. સુખ પામશે સંત સુજાણરે, જે કોય વર્તે છે વચન
પ્રમાણરે । થઇ રહી વાલાના વેચાણરે. નહિ૦ ।।૧।। કર્યું ધ્વજાપટ ઘટ
મનરે, વળે જેમ વાળે છે પવનરે । એમ માને વાલાનાં વચનરે. નહિ૦
।।૨।। જેમ નરમ તૃણ નદીતટરે, વારીવેગે વળી જાય ઝટરે । તેને શીદને
આવે સંકટરે. નહિ૦ ।।૩।। એમ વચન વશ થઇ રહેરે, તે તો મોટા
સુખને લહેરે, નિશ્ચે નિષ્કુલાનંદ એમ કહેરે. નહિ૦ ।।૪।। પદ ।।૧।।
વચનદ્રોહીનાં જો થાય વખાણજી, તો શીદને કોય વરતે વચન
પ્રમાણજી । જેમાં તન મને થાવું હેરાણજી, સુખ મુકી દુઃખ ન ઇચ્છે
અજાણજી ।।૧।। ઢાળ - અજાણ પણ ઇચ્છે નહિ, કાયાને કારસો આપવા
। વણ કારસે વારિ મળે તો, કોણ જાય કૂપ કાપવા ।।૨।। ત્યારે દમે શીદ
કોઇ દેહને, વણ દમે વિરમે વિપતિ । શીદ વરતે વચનમાં, વણ વરતે
પામે સુખ સંપતિ ।।૩।। વચનમાં વસમું ઘણું, વરતવું નર અમરને ।
મોકળ્યમાં મજા ખરી, ચોખી જાણો ચરાચરને ।।૪।। પણ મોટી મોજ
મળે નહિ, મોટાની મરજી મૂકતાં । મૂળગા મૂળમાંથી મટે, વડાના
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
વચનમાંથી ચુકતાં ।।૫।। એમ સમજી સમઝુ, વરતે છે વચનમાંય । મોટા
મોટા બીવે છે મનમાં, રખે ફેર પડતો કાંય ।।૬।। બની વાત જાય બગડી,
જો લેશ લોપાય વચન । લેખે ન આવે દાખડો, વળી થઇ જવાય નિરધન
।।૭।। એહ મત શાણા સંતનો, નવ પાડે વચનમાં ફેર । નિષ્કુલાનંદ નિશ્ચે
કરી, કહ્યું એ વેરમવેર ।।૮।। કડવું ।।૫।।
વચન વાલાનું લોપશો માં લેશજી, એટલો તો માની લેજો
ઉપદેશજી । લોપતાં વચન આવશે કલેશજી, હેરાન ગતી પછી રહેશે
હમેશજી ।।૧।। ઢાળ - હમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે
તિરસ્કાર । આજ્ઞા હરિની લોપતાં, ભવમાં નહી રહે ભાર ।।૨।। બ્રહ્માએ
ભાંગી હરિ આગન્યા, જોયું નિજ સુતાનું શરીર । જોતાં મતિ રતિ નવ
રહી, વળી ગઇ હૈયેથી ધીર ।।૩।। અણઘટિત ઘાટ ઉપજ્યો, જે મટાડતાં
મટ્યો નહિ । તે પાંચમે મુખે પ્રકાશિયો, નેક અતિ નિર્લજ્જ થઇ ।।૪।।
એવાને પણ એમ થયું, મરજાદા હરિની મેલતાં । બીજાની બકાત્ય સહી,
ખેલ અખેલ્યા ખેલતાં ।।૫।। એવી અભંગ છે આગન્યા, અખંડ હરિની
આકરી । તેને લોપતાં ત્રિલોકમાં, કહો કોણ બેઠો ઠરી ।।૬।। સુખ કરણી
છે દુઃખહરણી, આગન્યા શ્રીમહારાજની । આસુરી જનને અર્થ ન આવે,
છે દૈવી જીવના કાજની ।।૭।। આસુરી મતિને જે આસર્યા, તેને આજ્ઞાની
આડી કશી । નિષ્કુલાનંદ એ નરનું, નાક કાપવું ઘટે ઘસી ।।૮।।
વણ કાપે નાક ગયું છે કપાઇજી, તે જાણજો જરૂર જન મન
માંઇજી । તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાઇજી, એથી નરસું નથી બીજું
કાંઇજી ।।૧।। ઢાળ - નથી બીજું કાંઇ નરસું, હરિ આજ્ઞામાં હાલવું નહી
। એવા નર અમર અજ ઇશ, સુખ ક્યાંથી પામે સહી ।।૨।। મહેશ મોટા
દેવતા, પણ ભોળા નામની ભોળપ્ય રઇ । મોહિની રૂપની મનમાં, જોવાને
ઇચ્છા થઇ ।।૩।। ત્યારે હરિએ વાર્યા ઘણું હરને, નથી રૂપ એ જોવા
સરખું । પણ સનો લીધો સમજ્યા વિના, હરિવચનને નવ પરખ્યું ।।૪।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
પછી ધરી હરિ રૂપ મોહિનીનું, આગળ આવી ઉભા રહ્યા । શિવ જોઇ
શુદ્ધ બુદ્ધ ભૂલ્યા, વિવેક વિના વ્યાકુળ થયા ।।૫।। નૈષ્ઠિક વ્રત તે નવ
રહ્યું, થયું જોગકળા માંહી જ્યાન જો । તે લખાણું છે કાગળે, સહુ જન
એ સાચું માનજો ।।૬।। વળી ભવનું વચન લોપી ભવાની, ગયાં દક્ષના
જગનમાં । ત્યાં અતિ અનાદરે તન ત્યાગી, બળી મુવાં આપે અગનમાં
।।૭।। વચન લોપતાં દુઃખ લહે, દેવ દાનવ અહિ અતિ । નિષ્કુલાનંદ ન
કીજીયે, વચન લોપ રાઇ રતિ ।।૮।। કડવું ।।૭।।
ઇચ્છે કોઇ કરવા અવળું આપણુંજી, તે જન લોપે વચન
હરિતણુંજી । જેણે કરી થાય દુઃખ ઘણું ઘણુંજી, પામી દુઃખ મુખ પછી
થાય લજામણુંજી ।।૧।। ઢાળ - લજામણું મુખ લઇને, જન જીવે જે
જગમાંઇ । ધિકધિક એ જીવીતવ્યને, કામ ન આવ્યું કાંઇ ।।૨।। સારપ્ય
એની શું રહી, આવ્યો હરિવચનના વાંકમાં । મોર્યથી નાખી કર મુછપર,
પછી છરી મંડાવી નાકમાં ।।૩।। શું થયું જપ તપ તીરથે, શું થયું વળી
જોગ જગને । શું થયું વિદ્યા ગુણ ડહાપણથી, જો ન રહ્યો હરિને વચને
।।૪।। સુરગુરુ સરીખો નહિ, વળી બીજો કોઇ બુદ્ધિમાન । વીરની વધુ
વિલોકીને ઉર આવી ગયું અજ્ઞાન ।।૫।। વિચાર વિના વચનનો, લોપ
કર્યો લજ્જા તજી । માથે મેષ બેસી ગઇ, તે હરકોઇ કે’છે હજી ।।૬।। જે
જે વચન જેને કહ્યાં, તેમાં રે’વું સહુને રાજી થઇ । આજ્ઞા અદ્રિ ઉલ્લંઘતાં,
સમઝો સહુને સારૂં નઇ ।।૭।। શીદ લૈયે સંતાપને, વચનથી વરતિ બા’ર
। નિષ્કુલાનંદ ન લોપીયે, વચન હરિનું લગાર ।।૮।। કડવું ।।૮।।
પદરાગ જકડી - વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કે’શું
કે’વાને જો રે’શું રે. વચન૦ ટેક૦ જ્યારે પશ્ચિમે પ્રગટે રવિરે, થાશે
બીજ રહિત પૃથિવીરે । તોયે નહિ થાય રીત એ નવીરે. વચન૦
।।૧।।જ્યારે શૂન્ય સુમનની સ્રજ થાશેરે, ઝાંઝુંજળ પાને જન ધાસે રે ।
તોયે એ વાત કાંઇ મનાશે રે. વચન૦ ।।૨।। સુત ષંઢથી પામશે નારીરે,
મળશે માખણ વલોવતાં વારીરે । તોયે વિમુખ સુખ રે’શે હારીરે. વચન૦
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
।।૩।। એહ વાત પ્રમાણ છે પકીરે, તે તો ખોટી ન થાય કોઇ થકીરે । કહે
નિષ્કુલાનંદ એમ નકીરે. વચન૦ ।।૪।। પદ ।।૨।।
આજ્ઞા ઉલ્લંઘી શઠ સુરપતિજી, ગૌૈતમ ઘરમાંયે કરી ગતીજી ।
તેણે દુઃખ પામ્યો અંગમાંયે અતિજી, રહ્યું નહિ સુખ શરીરમાં રતિજી
।।૧।। ઢાળ - સુખ શરીરે શાનું રહે, લોપી અવિનાશીની આગન્યા । શચી
સરખી ત્રીયા તજી, રાચ્યો અહલ્યા રૂપે વિવેક વિના ।।૨।। પુરંદરને
ઋષિ પતની, ભોગવવું એ ભલુ નહિ । પણ અમરેશના અભિમાનમાં,
ખોટ્યની ખબર નવ રહી ।।૩।। એવી અવડાઇ જોઇ ઇંદ્રની, આપ્યો
શાપ ઋષિએ રોષમાં । કહ્યું સહસ્રભગ પામી પુરંદર, રે’જે સદા સદોષમાં
।।૪।। પરણીને ઘરૂણી ઘણી રાખે, તોય ન થાય આજ્ઞા લોપ । અવર
નારી એકમાં પણ, થયો ઋષિનો કોપ ।।૫।। વળી ભૂંડાં દુઃખને ભોગવવા,
કર્યો કમળના વનમાંઇ વાસ । જ્યાં જ્યાં હતી એની કીરતી, ત્યાં ત્યાં
થવા લાગી હાસ ।।૬।। એમ વચન લોપે જો લજ્જા રહે, તો કોણ માને
વચનને । મહાપ્રભુની પરજાદ મૂકી, સહુ વર્તે ગમતે મનને ।।૭।। મનમાંને
રે’તાં મોટપ મળે, તો કોણ વેઠે વચનનું દુઃખ । નિષ્કુલાનંદ તો નર
અમર, વર્તે હરિથી સહુ વિમુખ ।।૮।। કડવું ।।૯।।
ભૂમાં એક ભૂપતિ નહૂષ રાજનજી, તે પુન્યે કરી પામ્યો
ઇન્દ્રાસનજી । ત્યારે કર્યું ઇન્દ્રાણી વરવાનું મનજી, ઉનમત્ત થઇ કહ્યું
એમ વચનજી ।।૧।। ઢાળ - વચન કહ્યું વિકટ અતિ, તું વર્ય મને વેગે કરી
। ત્યારે ઇંદ્રાણી કહે વરી હું ઇંદ્રને, હવે કેમ વરૂં નરને ફરી ।।૨।। ત્યારે
નહુષ અમલે થયો આંધળો, ખરા ખરી ખબર નવ પડી । ત્યારે જાણ્યું
ઇંદ્રાણીયે જોરે વરશે, કહ્યું આવ્ય કોરે વાહને ચડી ।।૩।। પછી વાહન
સારૂં વિલખાં કર્યાં, પણ કોરૂં વાહન નવ જડ્યું । ત્યારે શિબિકાયે ઋષિરાય
જોડ્યા, તેનું પાપ તર્ત નડ્યું ।।૪।। પછી ઇન્દ્રપણું આળશી ગયું, સર્પ
સર્પ કે’તાં સર્પ થયો । વચન દ્રોહીનું ફળ જોઇ, રખે કોઇ વચન લોપો
ભયો ।।૫।। પણ અટપટી છે એ વાર્તા, કરવું ગમતું ગોવિંદ તણું । મન
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
કર્મ વચને કરીને, મેલવું ગમતું આપણું ।।૬।। અતિ રાજી થઇ રળીયાત
રહી, જે કોઇ વર્તે છે વચનમાં । ફેર પડે તો ફડકી મરે, અતિ તાપ થાયે
તનમાં ।।૭।। એમ પાડે હરિની આગન્યા, એ માનો વચનની મૂરતિ ।
નિષ્કુલાનંદ એ નિરખતાં, રહે નહી પાપ એક રતિ ।।૮।। કડવું ।।૧૦।।
વચન આધારે વર્તે છે જેહજી, મોટા સુખને પામશે તેહજી ।
એહ વાતમાં નહિ સંદેહજી, લોકે પરલોકે પૂજ્યા જોગ્ય તેહજી ।।૧।।
ઢાળ - લોક અલોકમાં આબરૂં, રે’શે એની રૂડી રીતશું । વચન વા’લાનાં
વા’લા કરી, પ્રસન્ન મને રાખ્યાં પ્રીતશું ।।૨।। વચન પાડતાં જો વિપત્તિ
પડે, તો સહે શ્રધ્ધાએ કરી । વચન લોપતાં જો સુખ મળે, તો ઘોળ્યું પરું
મેલે પરહરી ।।૩।। અશન વસન ભૂષણ ભૂમિ, મર મળે ત્રિલોકીનું રાજ
। વચન જાતાં જાતું કરે, જાણે થાય એથી અકાજ ।।૪।। પ્રહલાદને કહ્યું
એના પિતાયે, તને આપું રાજ અધિકાર । નામ મેલીદે નરહરિનું । આજથી
માં કર્ય ઉચ્ચાર ।।૫।। પણ હળવાં સુખ સારૂં હરિજન, મુકે કેમ મોટા
સુખને । લોપી વચન મન લલચે, એવું ઘટે ઘણું વિમુખને ।।૬।। નાક
કપાવી નથ પે’રવી, એતો નારી નઠારીનું કામ છે । એથી મર રહિયે
અડવાં, એવાં ભૂષણ પે’રવા હરણ છે ।।૭।। એમ વચન ગયે વડાઇ
મળે, તેને પાપરૂપ જાણી પરહરો । નિષ્કુલાનંદ નિશ્ચે કરી, હરિવચનમાં
વાસ કરો ।।૮।। કડવું ।।૧૧।।
વચન વિરોધીની વડાઇ કશીજી, જે જન વચનમાંથી ગયા
ખશીજી । મન મુખી થઇ મુખે ભુંશી મશીજી, જુવે જે વદન તે જન દિયે
હશીજી ।।૧।। ઢાળ - હસી હસી હાંસી કરે, જોઇ એવા જનનું જાણ । કરી
કાળું મુખ માન્યું રૂપાળું, કહો કહે હવે એને કોણ ।।૨।। વિધવા નારી કરે
વડાઇ, સુત એક સારો જણી । પણ જાણતી નથી એ યોષિતા, જે શિર
ઉપર નથી ધણી ।।૩।। વળી બીજીનો પતિ પરદેશ છે, ઇયાં સુત જન્મ્યા
છે સાત । નથી ખબર એહ ખોટ્ય તણી, ધણી કેમ થાશે રળીયાત ।।૪।।
એમ વચન ઉલ્લંઘી વા’લાતણું, જે જે જન કરે છે કામ । તે લાજ જાશે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
આ લોકમાં, વળી થાશે જીવિત હરામ ।।૫।। હરામી જીવને હોય નહિ,
હૈયે ડર હરિના વચનનો । આસુરી મતિ આવી અતિ, તેણે જોરો દેખાડે
જોબનનો ।।૬।। કહો કામદુઘાનું ત્યાં કામ કશું, જ્યાં ઘણા ગધ્ધા ઘર
બારણે । એમ આજ્ઞાકારીનું શું ઉપજે, જ્યાં વિમુખ હોય કાજ કારણે
।।૭।। પણ હરિજનને હમેશ કરવો, વિચાર વારમવાર । હરિવચન વિમુખ
ન થાવું, કહે નિષ્કુલાનંદ નિરધાર ।।૮।। કડવું ।।૧૨।।
પદરાગ - ધોળ - સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીયે
દિવસ ને રાત રે । સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણશી જાયે જો વાત
રે. સંતો૦ ।।૧।। સંતો વિમુખ વિખ આપે વાતમાં, કરી હેત અપારરે ।
સંતો રગરગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે. સંતો૦ ।।૨।। સંતો
સોબત ન ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખરે । સંતો નિયમ ન ગમે
નાથનાં, માને મોકળે સુખ રે. સંતો૦ ।।૩।। તારે કરવાનું છે તે ક્યાંથી
કરે, થાયે ન કર્યાનું કામ રે । કહે નિષ્કુલાનંદ નિશ્ચે નર, ન પામે સુખ
ઠામ રે. સંતો૦ ।।૪।। પદ ।।૩।।
વચન વિમુખ માં થાશો કોઇજી, નર અમર વિમુખનાં સુખ
જોઇજી । મોટા બેઠા મોટ્યપ વચન વિના ખોઇજી, માટે હરિવચને રહો
રાજી હોઇજી ।।૧।। ઢાળ - રાજી થઇ રહો વચનમાં, લોપશોમાં વચન
લગાર । વચન લોપતાં મોટા મોટા, પામ્યા દુઃખ અપાર ।।૨।। નારદ
સરીખા નહિ કોયે, બીજા મહા મોટા મુનિજન । તેણે પણ ન તપાશીયું,
લોપ્યું વા’લાનું વચન ।।૩।। ત્યાગી થઇ ત્રીયા કર જોયો, ખોયો વિચાર
વરવા કર્યું । પર્વત પણ ઇચ્છયા પરણવા, બેઉનું સિદ્ધાંત એક ઠર્યું ।।૪।।
ત્યારે કન્યા તાતે વાત કહી, સ્વયંવર રચીશ સવારમાં । ઇચ્છાવર કન્યા
વરશે, તમે બેઉ રે’જો તૈયારમાં ।।૫।। ત્યારે બેઉ ધાયા હરિપાસળે, રૂડું
માગવા રૂપ અનુપને । વળી પરસ્પર ઇચ્છયા, થાવા રૂપ કુરૂપને ।।૬।।
ત્યારે હસીને હરિ બોલીયા, થાશે અવસર પર રૂપ એમ । પછી મર્કટ
મુખ બન્યાં બેઉનાં, કહો કન્યા વરે તેને કેમ ।।૭।। લાજ ગઇ ને કાજ ન
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
સર્યું, વળી લોપાણું હરિનું વચન । નિષ્કુલાનંદ કહે એ નિપજ્યું, તે જગે
જાણે છે સહુ જન ।।૮।। કડવું ।।૧૩।।
વળી એક વચન વિરોધીની વાતજી, સતી પતિવ્રતા સીતા
સાક્ષાતજી । આપે ઇન્દિરા જગે જાનકી વિખ્યાતજી, તેણે પણ કરી
આજ્ઞાની ઘાતજી ।।૧।। ઢાળ - ઘાત થઇ તેની વાત કહું, જાનકી બોલિયાં
એમ । લક્ષમણ તમારા ભાઇની ભિડ્યે, જાઓ બેસી રહ્યા કો કેમ ?
।।૨।। ત્યારે રામાનુજ કહે રામને, નથી લોપનાર ત્રિલોકમાં । વચન
માની મગન રહો, શીદ રહો છો શોકમાં ।।૩।। ત્યારે વૈદેહીએ વચનનાં,
લછમનને લગાડ્યાં બાણ । તું જાણે રામ મરે વરે મુજને, તે ન વરૂં
તજીશ હું પ્રાણ ।।૪।। ત્યારે રામાનુજે હૃદે ધારીયું, ઇન્દિરા તોય પણ
સ્ત્રી ખરી । પછી રામની આણ્ય આપી ચાલીયા, કેડે લંકેશ વેષ આવ્યો
ધરી ।।૫।। સન્યાસી રૂપે કહ્યું સીતાને, આપ્ય ભિક્ષા મને આદર કરી ।
છુટી ભિક્ષા હું છોડીને ચાલીશ, નૈ’તો આપ્ય આણ્યથી બાર નિસરી
।।૬।। આજ્ઞા લોપી શ્રીરામની, ભિક્ષા આપવા નિસરી બા’ર । તર્ત રાવણ
તેડી ચાલીયો, પછી પામીયાં દુઃખ અપાર ।।૭।। વિપત્તિ પડી વિયોગ
થયો, રહ્યાં રામજીથી વળી દૂર । નિષ્કુલાનંદ કહે વચન લોપતાં, આવે
દુઃખ જાણજો જરૂર ।।૮।। કડવું ।।૧૪।।
પછી સીતા સારૂં શ્રીરઘુવીરજી, બાંધી પાજ ઉતર્યા સિંધુતીરજી
। લીધી લંકા છેદી રાવણનાં શિરજી, પછી સીતા તેડાવ્યાં મળવા અચિરજી
।।૧।। ઢાળ - સીતાને કહ્યું રામજીએ, જેમ હોય તેમ રાખી વેષ । આવી
મળો તમે અમને, ફેર પાળશો માં વળી લેશ ।।૨।। ત્યાં તો વિભીષણે
ભાવે કરી, સજાવ્યો સુંદર શણગાર । તેડી આવ્યા રામ પાસળે, ત્યાં તો
રામે કર્યો તિરસ્કાર ।।૩।। આજ્ઞા લોપીને આવીયાં, તેણે રાજી ન થયા
રામ । પછી અગ્નિમાં અંગ અરપ્યું, એવું કરવું પડ્યું કામ ।।૪।। ત્યારે
દશરથ આદિ દેવતા, સહુએ કર્યો સતકાર । ત્યારે રામજીએ રાખીયાં,
શુદ્ધ જાણી સીતા નાર ।।૫।। વચન લોપતાં વિપત્ય પડી, શણગારનું ન
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
રહ્યું સુખ । એમ આજ્ઞા ઉલ્લંઘીને, ન થાવું વચનથી વિમુખ ।।૬।। મોટાને
પણ માનવા, જોગ્ય આજ્ઞા શ્રી જગદીશની । છોટી મોટી જે આગન્યા,
તે સરવે છે વસાવિશની ।।૭।। આજ્ઞામાં આનંદ ઘણો, આવે નર નિર્જરને
અતિ । નિષ્કુલાનંદ કહે ન લોપવી, આજ્ઞા હરિની એક રતિ ।।૮।। કડવું
।।૧૫।।
વળી એક વારતા સાંભળો સારીજી, લીધી લંકાપુરી રાવણને
મારીજી । પછી કહ્યું રામે રામાનુજને વિચારીજી, વે’લા આવો
વિભીષણને પાટે બેસારીજી ।।૧।। ઢાળ - પાટે બેસારી વે’લા આવજો,
વિસારશોમાં એહ વચનને । વળી વારૂં છું તમને, બેસશો માં રાવણ
આસને ।।૨।। પછી જઇ જોઇ લંકા પુરી, દીઠી રાવણની રિધ્ધિ અતિ ।
ગમ વિના બેઠા ગાદિયે, તિયાં તર્ત ફરી ગઇ મતી ।।૩।। ત્યાં તો સુણ્યું
નગારૂં સેનનું, શ્રીરામનું શ્રવણે કરી । કહે કેનું નગારૂં એ કોણ છે, મારી
કાઢો એ સેના પરી ।।૪।। એમ વચન વિસારતાં, મતિ રતિ પણ નવ રઇ
। પછી આસનથી ઉતર્યા, ત્યારે ભારે અતિ ભોઠપ થઇ ।।૫।। વળી
અયોધ્યાની વાર્તા, રામે કહ્યું રામાનુજને । આવવા માં દેશો અમ પાસળે,
વળી પુછયા વિના મુજને ।।૬।। અણ પુછયે દીધી આગન્યા, દુર્વાસાને
દર્શન તણી । તે વચન લોપાણું જાણી રામજી, કહ્યું જ્યારે મુનિ સભા
બણી ।।૭।। ત્યારે ઋષિ કહે વચન દ્રોહીનું, મુખ ન જોવું પાછું ફરી ।
નિષ્કુલાનંદ પછી રામાનુજે, વાત સત્ય એ માની ખરી ।।૮।। કડવું ।।૧૬।।
પદરાગ ધોળ - સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણુંરે ગુનેગારરે
। સંતો જ્યાં જ્યાં જાયે ત્યાં જન મળી, વળી કરે તિરસ્કારરે. સંતો૦
।।૧।। સંતો લેશ વચન જો લોપિયે, અતિ થઇ ઉનમત્તરે । સંતો એક
એકડો જેમ ટાળતાં, ખોટું થઇ જાયે ખતરે. સંતો૦ ।।૨।। કોઇ સો કન્યા
પરણાવે સુતને, પછી મરે મોટીયારરે । રાંડ્યા વિના એમાં કોણ રહે,
રાંડે સૌ એક હારરે. સંતો૦ ।।૩।। એમ વચન વિના આ વિશ્વમાં, વરતે
છે જે વિમુખ રે । નિષ્કુલાનંદ તેને નિરખતાં, સંત ન માને સુખરે. સંતો૦
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
।।૪।। પદ ।।૪।।
વિમુખનું મુખ અતિ દુઃખદેણજી, નજરો નજર ન જુઓ એનાં
નેણજી । કાને કરી કેદી ન સુણો એનું કે’ણજી, વદને ન વદો વિમુખશું
વેણજી ।।૧।। ઢાળ - વદને ન વદવું વિમુખશું, તેમ સ્પર્શવું નહિ પંડ્યે
કરી । સર્વે પ્રકારે સમઝી, પાપીને મુકવો પરહરિ ।।૨।। કોઇ રીતે
કુપાત્રનો, ગુણ ગરી જાય જો ઘટમાં । તો પાર પોત પામતાં, તરી ભાંગ્યું
જાણો જઇ તટમાં ।।૩।। પય સાકર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી
લાળ ભોયંગની । તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી સોબત
કુસંગની ।।૪।। શોભનિક શરીર ત્યાં લગી, જ્યાં લગી નથી કોઢ કપાળમાં
। તેમ સંત શિરોમણિ ત્યાં લગી, નથી ના’વ્યો વિમુખની જાળમાં ।।૫।।
વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં । તેમ
ભક્તની ભલાઇ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની વડજમાં ।।૬।।
તેમ મુક્તની મોટપ ત્યાં લગી, જ્યાં લગી નથી પંચ વિષયનો પ્રસંગ ।
દેહ ઇંદ્રિય મન પ્રાણથી, અતિ રહે છે અસંગ ।।૭।। જેવા વિમુખ છે
બા’રના, તેવા વિમુખ છે ઉરમાંય । નિષ્કુલાનંદ કહે ન કરીયે, એનો
વિશ્વાસ કાંય ।।૮।। કડવું ।।૧૭।।
વિમુખનો સંગ તજો તતકાળજી, હૈયે જાણી હડકાયા શ્વાનની
લાળજી । વળગી અળગી કરતાં જંજાળજી, જાણજો જરૂર એમ જમ
જાળજી ।।૧।। ઢાળ - જમની જાળ જાણીને, તન મનમાં રાખવો ત્રાસ ।
ભૂલ્યે પણ હરિભક્તને, નવ બેસવું એહને પાસ ।।૨।। જેમ રાહુ સંગે
રાકેશ રવિનું, અતિ તમે થાય તેજ લીન । તેમ હરિવિમુખના સંગથી,
થાય મતિ અતિ મલિન ।।૩।। પ્રાવૃટ ઋતુઅંત પરખીયે, જ્યારે ઉગે
અગસ્ત્ય આકાશ । જળ સંકોચાયે સ્થળથી, તેમ વિમુખથી મતિ નાશ
।।૪।। જેમ વાયુના વેગે કરીને, વિખાઇ જાય વળી વાદળાં । તેમ વિમુખ
વચનના વેગથી, જાય શુભગુણ અદિ સઘળાં ।।૫।। વાંસ વિછણ્ય વિયા
જણ્યે, સુકે એક મુકે શરીરને । એમ કુસંગ અંગમાં આવતાં, મારે મોટા
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
મુનિ ધીરને ।।૬।। કહી કહીને કહીએ કેટલું, રે’જો હરિ વિમુખથી વેગળા
। પરમ પદ તો પામશો, વામશો વળી દુઃખ સઘળાં ।।૭।। નિર્વિઘ્ન થાવા
નરને, ન કરવો સંગ વિમુખનો । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એ છે ઉપાય
સુખનો ।। ૮ ।। કડવું ।।૧૮।।
શિયા સુખ સારૂં લોપે છે વચનજી, એમ મોટા વિચારે છે મનજી ।
જુઓ જડ બુધ્ધિવાળા જનજી, પોતાના સુખમાં પાડે છે વિઘનજી ।।૧।।
ઢાળ - વિઘન પાડે છે વણ સમઝે, કાપે છે ડાળ બેસવા તણી । તેને
પડ્યાનું શું પૂછવું, પડશે જરૂર એના ધણી ।।૨।। બહુ બુકી બીજ ધતુરાનાં,
જાણે ખાઇ ભાંગીશ ભૂખને । પણ ઘડીક પછી ઘાંટો ઝલાઇ, મરીશ
પામીશ બહુ દુઃખને ।।૩।। કાપે છે સર્પનો કંડિયો, માગ થાતાં મૂષો
મલકાય છે । જાણતો નથી આખુ આંધળો, જે હમણાં ખીજી નાગ ખાય
છે ।।૪।। ચાલે છે ચોરને મારગે, ખરાખરૂં માને છે ક્ષેમરે । પણ શિશ
કપાંણાં જ્યાં સોયસોયના, ત્યાં કુશળ રહીશ કેમરે ।।૫।। એમ વાઢી
વેલી વચનની, ફેર પાકેલ ફળ કેમ મળશે । ફળ એનું ફજેત થઇને,
વેઠ્યે વેકર્ય દળશે ।।૬।। કાંતો ખર ઉંટ અવતાર પામી, અણ તોળ્યો
ભાર ઉપાડશે । કસર કરશે ચાલતાં તો, ધણી એનો ધોકે તાડશે ।।૭।।
માટે જોઇ વિચારી જગદીશનાં, વિમુખ રે’જોમાં વચનથી । નિષ્કુલાનંદ
કહે નાથના, ઘરમાં અંધારૂં ઘોર નથી ।। ૮ ।। કડવું ।।૧૯।।
જો જો આ જગમાં જીવનાં સુખજી, દેહ પરજંત ભોગવે છે
દુઃખજી । અન્ન જળ તૃણ આહાર વિના વેઠે છે ભૂખજી, તે તો જન
જાણજો હતા હરિથી વિમુખજી ।।૧।। ઢાળ - હરિ વિમુખની વારતા,
સાંભળો તો સર્વે કઉં । નથી ઉધારો એહનો, નજરો નજર દેખાડી દઉં
।।૨।। જન્માંતરે જન જાણજો, હરિકથા ન સાંભળી કાન । તે તો નર
બધીર થયા, એહ દંડ દીધો ભગવાન ।।૩।। જન્માંતરે હરિ હરિજનનું,
રૂપ ન જોયું નયણે । તેણે કરી થયા આંધળાં, હવે સૂઝે નહિ દિન રેયણે
।।૪।। જીહ્વાયે નામ જગદીશનું, અજાણે પણ ઉચ્ચર્યા નઇ । તે જન માનો
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
મુંગા થયા, બોલવાની હવે બંધી થઇ ।।૫।। જે જને હરિકથા સાંભળી,
કાઢી દેશી કાલું કાલું કથી । તે જન થયા તોતળાં, હવે બોલી સમજાતી
નથી ।।૬।। લુલા પાંગળા રોગી વિયોગી, દુઃખી દીન દરિદ્રી અતિ । તે તો
પૂર્વના પાપથી, દુઃખ ભોગવે છે દુર્મતિ ।।૭।। એહ દંડ જાણો દૈવનો,
ભોગવે છે વિમુખ વળી । નિષ્કુલાનંદ ન લોપીયે, હરિવચન આવું
સાંભળી ।। ૮ ।। કડવું ।।૨૦।।
પદરાગ - સિંધુરામગ્રી - સમઝીને સમઝુરે, વા’લાં કરો હરિનાં
વચન । દેખી પેખીને દુઃખમાં, શીદ પરાણે પડિયે જન. સમઝી૦ ।।૧।।
જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ । એવાં વચન જે ઉલ્લંઘે,
તે તો કાં’વે મુરખ મતિમંદ. સમઝી૦ ।।૨।। અસમર્થની જે આગન્યા,
મનાયે ન મનાય મન । પણ સમર્થના વચનમાં, રહીયે રાજી થઇ
નિશદિન. સમઝી૦ ।।૩।। શ્રીહરિ રિઝવી સુખ લૈયે, ખિજવીને ન ખાય
ખોટ । નિષ્કુલાનંદ કહે ન કીજીયે, એવું લઇ અવરની ઓટ. સમઝી૦
।।૪।। પદ ।।૫।।
ખીજવી હરિને ખાટ્ય ન થાયજી, એ પણ જાણવું જન મન
માંયજી । જેથી થાય દુઃખ સુખ સર્વે જાયજી, એવો નવ કરવો કોઇ
ઉપાયજી ।।૧।। ઢાળ - ઉપાય એવો કરવો નહિ, જેણે કરી ખિજે જગદીશ
। રાજી કર્યાનું રહ્યું પરૂં, પણ હરિને ન કરાવો રીશ ।।૨।। હઠ કરી હરિ
ઉપરે, કોઇ સેવક કરે સેવકાઇ । તે સેવક નહિ શ્રીહરિતણો, એ છે દાસ
જાણો દુઃખદાઇ ।।૩।। મન ગમતું મુકે નહિ, કરે હરિ હઠાડવા હોડ ।
એવા ભક્ત જે ભગવાનના, તેને કહીયે કપાળના કોડ ।।૪।। ન કરે ગમતું
ગોવિંદનું, નિજ ગમતું કરાવે નાથને । જો મોડે ગમતું એના મનનું, તો
શોધે વિમુખના સાથને ।।૫।। હરકોઇ વાતે હટકી, ચટકીને ચાલી નિસરે
। હેત તોડી હરિ હરિજનશું, વિમુખશું વાલ્યપ કરે ।।૬।। એવા જાલમ
જનને, જાળવ્યા જોયે જગદીશને । રીઝે તો ન રહે રીતમાં, ખિજે તો કાપે
શીશને ।।૭।। વચન દ્રોહીથી લાગે વસમી, એવા સેવકની સેવકાઇ ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
નિષ્કુલાનંદ એવી ભગતી, ભક્તને ન કરવી ભાઇ ।।૮।। કડવું ।।૨૧।।
હઠ કરી હરિશું રાધિકા રાણીજી, શ્રીકૃષ્ણ સાથે બોલ્યાં રીશ
આણીજી । હતાં ગોલોકે પોતે પટરાણીજી, આવ્યાં અવનિપર થયાં
આહીર રાણીજી ।।૧।। ઢાળ - આહીરને ઘેર અવતર્યાં, રહ્યાં દીનબંધુથી
દૂર । એવી મોટપ મટો પરી, નથી જોઇતી જનરે જરૂર ।।૨।। એતો
ભક્ત હતાં ભગવાનનાં, રાધિકા તે રમા સમાન । એને અરથે આવિયા,
શ્રીકૃષ્ણ કૃપાનિધાન ।।૩।। પણ અતિ અવળાઇ આરંભી, શ્રીહરિથી લેવું
સુખ । એવું ભક્ત ન કરે ભગવાનના, કરે હોય હરિથી વિમુખ ।।૪।।
વળી એક સમામાં ઉમાએ, રોતા દીઠા રામજીને રાન । પિનાકી જઇ
પાયે પડયા, થયાં સતી અતિ સંશયવાન ।।૫।। તેને શિવે ઘણું સમઝાવિયાં,
પણ સમજ્યાં નહિ લવલેશ । પારખું લેવા પરબ્રહ્મનું, લિધો વૈદેહીનો
વેષ ।।૬।। ત્યારે રામ કહે દાક્ષાયણી!, એકલા કેમ છો ઇશ કિયાં । ત્યારે
પામી લજ્જા ગયાં પિનાકિ પાસળે, જેમ થયું તેમ કહેવા રહ્યાં ।।૭।।
ત્યારે જાનકી થયાં જાણી જટીએ, તર્ત ત્યાગી દીધાં તેહને । નિષ્કુલાનંદ
એવું નિપજ્યું, અવળાઇનું ફળ એહને ।।૮।। કડવું ।।૨૨।।
મનનું ગમતું મુકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઇ દાસના
દાસજી । તો તન મને નાવે કેદિ ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી
।।૧।। ઢાળ - અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન । જોઇ
લીયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઇ જ્યાન ।।૨।। માન મૂકે માન
વધે, માન રાખ્યે ઘટી જાય માન । એમ સમઝી સંત શાણા, માન મૂકવા
છે અતિ તાન ।।૩।। દેહધારી દુઃખી માનથી, નિરમાની રે’ સુખી સદાઇ
। વિઘન રહે એથી વેગળાં, વળી કષ્ટ ન આવે કાંઇ ।।૪।। માને કરી મોટા
તણો, અપરાધ તે આવે બની । તે કથા સુણી શ્રવણે, તે ચિત્રકેતુ સુરેશ ને
શિવની ।।૫।। વચન દ્રોહી વિમુખથી, ખોટ્ય માનીની મોટી અતિ ।
અવગુણ લીયે હરિજન હરિનો, એવી માન ફેરવે છે મતી ।।૬।। માની
કેનું માને નહિ, મર હોય વાલપ્યનાં વેણ । આપ ડા’પણમાં દેખે નહિ,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
રહે અંધધંધ દિનરેણ ।।૭।। કામી ક્રોધી લોભીને લજ્જા, કેદિ આવી
જાયે ઉરમાંઇ । નિષ્કુલાનંદ માનીને મને, લાજ શરમ નહિ કાંઇ ।।૮।।
કડવું ।।૨૩।।
હરિના જનને જાણજો એહ ખોટ્યજી, ગુણ વિના ગણે છે મનમાં
મોટ્યજી । તેમાં તો રહ્યા છે કલેશ કોટ્યજી, દ્રગહીણા દીયે છે તે માંહી
દોટ્યજી ।।૧।। ઢાળ - દોટ્ય દીયે છે ખોટ્ય ટાળવા, પણ ખોટ્ય રજ
ખસતી નથી । ઇર્ષ્યા રહી તેને આવરી, તે અળગી ન થાયે ઉરથી ।।૨।।
ઇર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ । અમાપને જાય માપવા,
વળી કરે અમૂલ્યનું મૂલ ।।૩।। ત્રાજું લઇ બેસે તોળવા, સહુનો કાઢવા
સમાર । બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર ।।૪।। એવી
અભાગણી ઇર્ષ્યા, જેને ગુરૂ સંતની ગણતી નહિ । વિનાશ એવો નહિ
વિમુખ સંગથી, જેવો ઇર્ષ્યા કરે છે રહી ।।૫।। જે જળમાંહી મળ ટળે, તે
જળમાં મળ ભુંસે જઇ । તેને શુદ્ધ થાવા શરીરે કરી, ઉપાય એકે મળે
નઇ ।।૬।। જેવી વચન દ્રોહીની ખોટ વર્ણવી, તેવીજ માન માંહી રહી ।
તેમ ઇર્ષ્યામાંહી ઓછી નથી, છે પરિપૂર્ણ માનો સહી ।।૭।। હરિજનને
હાણ હમેશ, ઇર્ષ્યા કરે છે ઉરતણી । નિષ્કુલાનંદ કહે નિત્ય પ્રત્યે, ખાટ્ય
નથી છે ખોટ ઘણી ।।૮।। કડવું ।।૨૪।।
પદરાગ સિંધુ રામગ્રી - સંત સાચા તે કહીયેરે, કાઢે ખોટ્ય
ખોળી ખોળી બા’ર । અંતરમાં રહે ઉજળા, ડાગ લાગવા ના’પે લગાર.
સંત૦ ।।૧।। દેખે નહિ દોષ પારકા, ભાળે પોતાની ભૂલ । ગણે અવગુણ
આપણા, માને સંત હરિના અમૂલ. સંત૦ ।।૨।। સમઝે સુખદાયી સંતને,
દુઃખદાઇ પોતાનું મન । અરિ મિત્રને ઓળખી, તજે ભજે તે હરિજન.
સંત૦ ।।૩।। અંતરે ન પડે અવળી, આંટી હરિજન સાથ । નિષ્કુલાનંદ
નિશ્ચે કરી, રીઝે એવા જન પર નાથ. સંત૦ ।।૪।। પદ ।।૬।।
હરિ રાજી કરવા હોય હૈયે હામજી, તો સંત સંગે હેત રાખો
આઠું જામજી । સંત છે સર્વે સુખના ધામજી, તેહ વિના કેદિયે ન સરે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
કામજી ।।૧।। ઢાળ - કામ ન સરે સતસંગ વિના, ત્યારે તેને જ સોંપવા
પ્રાણ । મન કર્મ વચને કરી, થઇ રે’વા સંતના વેચાણ ।।૨।। આલોક
પરલોકમાં પડે, જાણો જરૂર જેનું કામ । તેને સંગાથે કેમ ત્રોડીયે, જાણી
સદાય સુખનું ધામ ।।૩।। વિવાદ કરી કેમ વદિએ, અતિ વચન અકળથી
। જેને ફળે ફુલે દળે દુઃખ ટળે, તે તરુ ન છેદીયે થડથી ।।૪।। જે બારણે
બંધ છુટીયે, તે તે બંધ ન કરીએ બારણું । જેને આધારે જીવિયે, તેને ન
કરીયે મારણું ।।૫।। જેમ કોઇ રાખે અન્ન પર રૂષણું, વળી વારિશું રાખે
વેર । તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઇ પેર ।।૬।। એમ સંત
સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ । તે દિન થોડે દુઃખ પામશે,
કાં કરતો નથી તપાસ ।।૭।। મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે
રોષ । નિષ્કુલાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઇને દોષ ।।૮।। કડવું
।।૨૫।।
સંતને સોંપિયે સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીયે અણુંજી
। કરીયે ગમતું સાચા સંતતણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી
।।૧।। ઢાળ - ઘણું રાજી કરી સંતને, કૈક પામીયા પરમધામ । સંત વિના
શોધી જુવો સઘળે, કહો કેનું સરીયું કામ ।।૨।। જેમ નાવ વિના
નીરનિધિમાં, નથી તરવા અન્ય ઉપાય । તેમ સંત વિના સંસાર તરવા,
શીદ ઇચ્છે કોઇ ઉરમાં ।।૩।। જેમ રવિ વિનાની રજની, જાણો નથી
જાવાની જરૂર । તેમ સંત વિના અજ્ઞાન અંધારૂં, કેદી ન થાય દૂર ।।૪।।
જેમ વરસાદ વિના વસુંધરા, સદાય સૂકી રહે । તેમ સંત વિના જીવ
જગતના, કહો સુખ ક્યાંથી લહે ।।૫।। તેવા સંત શું ત્રોડીયે, જોડીયે
પાપીશું પ્રીત । તેને સુખ થાવાનું નથી સુજતું, ચિંતવી જોયે છૈયે ચિત્ત
।।૬।। ફોડી આંખ થાય આંધળો, પછી ઇચ્છે જોવા રૂપને । રૂપ જોયાનું
રહ્યું પરું, જો ભરે નહિ ઉંડા કૂપને ।।૭।। માટે સાચા સંત સેવીને, કરીયે
રાજી રળિયાત । નિષ્કુલાનંદ તો નરને, સુધરી જાય સર્વે વાત ।।૮।।
કડવું ।।૨૬।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
સાચા સંત જાણો જગમાં થોડાજી, બીજા બહુ ઘરોઘર ફરે માથા
ફોડાજી । જ્યાં ત્યાં ખાય છે જગતના જોડાજી, તોય નથી લાજતા પ્રજાપતિ
ઘર ઘોડાજી ।।૧।। ઢાળ- ઘોડા પ્રજાપત ઘરના, ખાયે ખતા ખણું ખણું એ
ઘણા । એવા સાધુ કે’વાય સંસારમાં, અતિ લબાડ લજામણા ।।૨।। ખાન
પાન ને રહે ખોળતા, ત્રિયા ધનને તાકે ઘણું । માળા તિલક ને મુદ્રા
એની, ધારે છે ધીરવવા પણું ।।૩।। વેષ ઉપદેશ વારતા, કરે સાચા સંતના
સરખી । પણ ભરી ભૂંડાઇ ભિંતરે, તે તો કોણે પણ નવ્ય પરખી ।।૪।।
ફેલમાં બહુ ફશી રહ્યા, વ્યસની ને વળી વટાળ ઘણો । તીર્થ વ્રત નિયમ
ન માને, કરે દ્રોહ તે ધર્મ તણો ।।૫।। એવા સાધુ થઇ સંસારમાં, પૂજાય
છે પાપી મળી । પ્રભુની બાંધી મરજાદને, ત્રોડવા છે તૈયાર વળી ।।૬।।
એવા સાધુને સેવતાં, પૂણ્ય પૂર્વનાં પરજળે । આપે ખોટ મોટી અતિ, જે
જનને એવા મળે ।।૭।। ગદ્ધા ધોળા ઘોળ્યા પરા, સારા લાગે શ્યામળી
ગાય । નિષ્કુલાનંદ કહે ગાય પૂજીએ, પણ ખર ખરા ન પૂજાય ।।૮।।
કડવું ।।૨૭।।
સાચા શુદ્ધ સંતનો સમાગમ ક્યાંથીજી, થોડે પુન્યે કરી એ થાતો
નથીજી । જેણે કરી છુટીયે મહા દુઃખમાંથીજી, જરૂર જીવના સાચા એ
સંગાથીજી ।।૧।। ઢાળ- સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય ।
ભવસાગરમાં ડુબતાં, સાચા સંત કરે છે સા’ય ।।૨।। વા’રૂ છે વસમી
વેળાતણા, જ્યારે આવે પળ વળી આકરી । તે સમે સાચા સંત સગા, કાં
તો સગા છે શ્રીહરિ ।।૩।। તેહ વિના ત્રિલોેકમાં, નથી જીવને ઠરવા ઠામ
। આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યાં સહુનાં એથી કામ ।।૪।। તે સંત શાણા
શુભગુણે, જેમાં અશુભ ગુણ નહિ એક । પર ઉપકારી સગા સહુના,
ધર્મ નિયમ વાળા વિશેક ।।૫।। કામ ક્રોધ લોભે કરી, જેને અંતરે નથી
ઉત્તાપ । નિર્માની નિઃસ્પૃહી નિઃસ્વાદી, નિર્મોહી વળી નિષ્પાપ ।।૬।।
જક્ત દોષ જેના જીવમાં, વળી અડ્યો નથી અણુભાર । એવા સંત શુદ્ધ
શિરોમણિ, ત્રિલોકના તારનાર ।।૭।। વચન ન લોપે વાલાતણું, હોય
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
પંડ્યમાં જ્યાં લગી પ્રાણ । નિષ્કુલાનંદ એવા સંતના, શ્રીહરિ કરે છે
વખાણ ।।૮।। કડવું ।।૨૮।।
પદરાગ ધોળ- સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશરે ।
આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશરે. સંત૦ ।।૧।।
અખંડ પાળે જો હરિ આગન્યા, ઇચ્છે નહિ આલોકનાં સુખરે । દેહ
અભિમાનને દૂર કરી, સદા રહે હરિ સન મુખરે. સંત૦ ।।૨।। મરજી ન
લોપે મહારાજની, આવે અંગે દુઃખ જો અતોલરે । સાબિત કીધી છે સાટે
શિશને, ખરી કરી મનમાંય ખોળરે. સંત૦ ।।૩।। એવું એક અંગ રંગ
ઉતરે નહિ, એક રે’ણિકે’ણી ટેક એક ઉરરે । નિષ્કુલાનંદ કહે એવા
સંતને, દરશને થાય દુઃખ દૂરરે. સંત૦ ।।૪।। પદ ।।૭।।
એવા સાચા સંતનો સમાગમ સારોજી, જેથી આવે જાણજો દુઃખનો
આરોજી । પ્રભુ પામવાનો ન રહે ઉધારોજી, બીજાનો સંગ છે બહુ
નઠારોજી ।।૧।। ઢાળ- નઠારો સંગ નરસા તણો, કહું છું કોઇ કરશો નહિ
। નાગ વાઘ વિષ વહનિ, એ વિમુખથી સારા સહિ ।।૨।। ગાળે હિમાળે
બાળે વિજળી, વળી કૂવે પડે નર કોય । શિશ કાપે આપે સુળિયે, તોય
વિમુખ દુઃખ સમ નોય ।।૩।। એથી મરવું એકવાર પડે, પછી પામીએ
એહનો પાર । પણ જન્મ મરણ જીવને, વિમુખથી વારમવાર ।।૪।। ઢેઢ
ઢેમર ઢોલવી, મ્લેછ પારાધિ ગઉમાર । એના સ્પર્શના પાપથી, વિમુખનું
પાપ અપાર ।।૫।। પાપી વિમુખના સ્પર્શનું, ક્યાં જઇ ધોએ કિલબિષ ।
ટાળી ન ટળે કોઇની, જેમ ગળી મળીની મષ ।।૬।। પૂરણ પાપે સ્પર્શ
એનો, પામે કોઇ પ્રાણી મળી । અનંત જન્મનું સુકૃત સર્વે, વિમુખ સ્પર્શે
જાયે બળી ।।૭।। એમ સર્વે પ્રકારે સમઝીને, તજવો તે સંગ વિમુખનો ।
નિષ્કુલાનંદ કહે તો પામશો સારો દિવસ સુખનો ।।૮।। કડવું ।।૨૯।।
વચનદ્રોહીનો વિશ્વાસ કરતાંજી, પાર ન આવે ચોરાશી ફરતાંજી ।
મહાદુઃખ પામિયે જનમતાં મરતાંજી, માટે દિલમાં રહીયે એથી સદાય
ડરતાંજી ।।૧।। ઢાળ- ડરતા રહિયે અતિ દુષ્ટથી, દ્રગે દેખી લઇએ દગાદાર
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
। સમો આવે તો શત્રુપણું, વાવરતાં ન કરે વાર ।।૨।। જેમ ચીત્ર ચાપ
આપે નમે, પણ લીયે બીજાના પ્રાણ । તેમ વિમુખ મુખ મીઠું વદે, પણ
ફેરવે ચારે ખાણ ।।૩।। જેમ ભરી બંદુક બરીયાનમાં, કપિ કળી વળી
મુકે કાનમાં । અડાડિને રહે અળગો, પણ સામાને રોળે રાનમાં ।।૪।।
સમઝી સુંવાળા સર્પને, કોઇ સુવે વળી લઇ સોડ્યમાં । માનજો મને તેને
મારશે, અવશ્ય કરડી ઓડ્યમાં ।।૫।। વિકટ અટવિ વાટમાં, વેરી લિયે
વળાવડે । તેને કહો કુશળ રે’વાની, પ્રતીતિ તે કેમ પડે ।।૬।। તેમ વચન
દ્રોહીનો વિશ્વાસ કરે, રાખે હરિ વિમુખશું હેત । તેને સુખ થાવા શીદ
પુછવું, જે વશ્યો દુઃખને નિકેત ।।૭।। માટે સર્વે પ્રકારે સમઝી, વર્જો સંગ
વચનદ્રોહીનો । નિષ્કુલાનંદ કહે નિર્ભય થાવા, રાખો સંગ સંત નિર્મોહીનો
।।૮।। કડવું ।।૩૦।।
હરિ વિમુખ થાશે હેરાણજી, મરશે ફરશે ભરશે ચારે ખાણજી ।
થાશે પરવશ પરનો વેચાણજી, ત્યારે પડશે એ પાપની પેચાણજી ।।૧।।
ઢાળ- પેચાણ પડશે પાપની, જ્યારે જડશે જોડા મુંડમાં । ત્યારે આંખ્ય
ઉઘડશે, પડશે માર જ્યારે પંડમાં ।।૨।। જાણી જોઇ જગદીશનાં, વિમુખ
લોપે છે વચનને । મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને
।।૩।। ટીપ થાશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રે’શે વનમાં । રાત
દિવસ રડવડશે, ત્યારે વિચારશે મનમાં ।।૪।। શિશ ડોલાવી શોક કરશે,
કે’શે ક્યાંથી વચનદ્રોહી થયો । સંત ઘણું સમજાવતા, પણ હું તો દેહ
માની રહ્યો ।।૫।। કિયાં જાઉં હવે કેમ કરૂં, સરૂં દુઃખનું નથી આવતું ।
મોટાની મરજાદા મુકી, કર્યું મેં મન ભાવતું ।।૬।। એમ પસ્તાશે પાપીયો,
લેશે ફળ વચન લોપ્યા તણું । દુઃખના દરિયા ઉલટશે, સુખ નહિ રહે
એક અણું ।।૭।। એમ કે’છે આગમમાં, સંત વળી મોટા મુનિ । નિષ્કુલાનંદ
કે’ હરિદ્રોહી સમ, ખોળતાં વળી ન મળે ખુની ।।૮।। કડવું ।।૩૧।।
વચનદ્રોહીની વાત સાંભળીજી, વચનમાં રે’જો સહુ જન મળીજી
। નહિતો વાત બગડશે સઘળીજી, કે’શો કેમ કહ્યું નહિ વેલું તે વળીજી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
।।૧।। ઢાળ- વળી વળી વાત વર્ણવી, વિમુખની વારમવાર । તે સરવે
સાચી માનજો, જુઠી જાણશોમાં જવભાર ।।૨।। માની ઇર્ષ્યાવાનની, સંત
અસંતની વાત વર્ણવી । તે પ્રસિધ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઇ એ નવી
।।૩।। જે જે ગયા જમપુરીયે, તે તે વિમુખને વચને કરી । માટે સમઝુ
સમઝી, મેલો પાપીને પરહરી ।।૪।। ભોળા મનુષ્યને ભોળવી, વળી
ફાંશિ નાખશે કોટમાં । જીવ બિચારા જીવિતવ્ય હારી, ખ્વાર થાય છે
ખરી ખોટમાં ।।૫।। એટલા માટે ઓળખાવિયું, વિમુખનું વિઘન વળી ।
સહુ જન એ સાવચેત રે’જો, શિખની વાત આવી સાંભળી ।।૬।। જેમ છે
તેમ જણાવીયું, સર્વે વાતનું સ્વરૂપ । હિતકારી છે હરિજનને, છે વિમુખને
વિષરૂપ ।।૭।। કોઇ પૂરણ સુખને પામવા, ઇચ્છા કરો કોઇ ઉર ।
નિષ્કુલાનંદ તે જનને, જોઇએ જાણવું આટલું જરૂર ।।૮।। કડવું ।।૩૨।।
પદરાગ ધોળ- જ્યાન છે જરૂર જાણજો, વસતાં તે વિમુખની પાસરે
। આળ આવી ચડે અણચિંતવી, થઇ જાય ધર્મનો નાશરે. જ્યાન૦ ।।૧।।
વિમુખ આપે છે પાંતિ પાપમાં, ભોળવીને કરે ભાગદારરે । અણ કર્યું
પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હારરે. જ્યાન૦ ।।૨।। ન હોય
ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’રરે । વિમુખની વાત ઉર
ઉતરે, તો થાય પાપમાંહી પ્યારરે. જ્યાન૦ ।।૩।। પછી અટક ન રહે
આજ્ઞાતણી, રાખે જ્યાં ત્યાં ન રે’વાયરે । નિષ્કુલાનંદ કહે તે નર નિશ્ચે,
માનો ખરો મનમુખી થાયરે. જ્યાન૦ ।।૪।। પદ ।।૮।।
મનમુખી દુઃખી ભેળા થાય જ્યારેજી, પરસ્પર નર કરે વાત
ત્યારેજી । હું તો નિસર્યો વચનથી બા’રેજી, સર્વે અંગે સુખ પામ્યો તે
વારેજી ।।૧।। ઢાળ- સુખ પામ્યો સાંકડય ટળી, નિસર્યો બંધનથી બારણે
। કૈક ઉપાય કર્યા’તા કહું છું, મુજને રાખવા કારણે ।।૨।। ડાહ્યા સાધુએ
આપ ડા’પણે, વળી રાખ્યો’ તો મને રોકીને । પણ કેણ ન માન્યું મેં
કોઇનું, આવ્યો હું મંડળી મૂકીને ।।૩।। માહાત્મ્ય મહિમા મોટપ દેખાડી,
જકડી બાંધ્યો તો મારા જીવને । નિસર્યાનું નો’તું બારણું, કોણ જાણે કર્યું
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
કેમ દૈવને ।।૪।। ઠામોઠામ મારા ઠાઉકા, ઓડા બાંધ્યા’તા અતિ ઘણા ।
પાસલામાં મને પાડવા, રાખી નો’તી કોઇ મણા ।।૫।। પણ સમો જોઇ હું
સબક્યો, પાછો ખોળતાં ખોજ નવ જડ્યો । ઝાઝી જતન રાખતાં પણ,
એના પેચમાં હું નવ પડ્યો ।।૬।। અર્ધી રાતે હું ઉઠિયો, લખ્યાં હતાં તે
પુસ્તક લઇને । સુતાં મુકી હું સહુને વળી, આવ્યો છું દાંતુમાં દઇને ।।૭।।
એમ વિમુખ જન કરે બડાઇ, વિમુખ જનને આગળ્યે । નિષ્કુલાનંદ કહે
નિશ્ચે જેને, જાવું છે જમની ભાગળ્યે ।।૮।। કડવું ।।૩૩।।
વળી વદે વિમુખ મનફરજી, ઘણે દુઃખે ભર્યું મુક્યું’તું ઘરજી ।
અંગને ન મળતું અન્ન ને અંબરજી, જાણ્યું સત્સંગમાં એ છે સભરજી
।।૧।। ઢાળ- સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસુ મળે । જુનું
અન્ન વસન જડે નહિ, એવું સાંભળ્યું તું સઘળે ।।૨।। ગળી રસોયો
ગામોગામમાં, ઘણી આપશે ઘેર ઘેર । જનમ ધરી જે જડી નથી, તે
પામશું બહુ પેર ।।૩।। એવું સુણી હું આવ્યો હતો, સુણી સુખ સત્સંગમાંઇ
। ઇયાંતો આણ્યો આંકસમાં, મન ગમતું ન થાય કાંઇ ।।૪।। પોષ ભરી
પાણી નાખવું, અમૃત સરિખા અન્નમાં । ભેળું કરેલ ભાવે નહિ, અતિ
મુંઝવણ થાય મનમાં ।।૫।। વળી માહાત્મ્ય દેખાડી મંદિરનું । ઉપડાવે
ઇંટ પથ્થરા ઘણું । ત્યારે સંસાર મુકીને શું કમાણા, જ્યારે રહ્યું એનું એ
કુટણું ।।૬।। જાણ્યું ખાશું પીશું ખુબી કરશું, ફરશું નિત્ય નવા ગામમાં ।
ત્યાં તો અટાંટ નાખી આજ્ઞાતણો, કંઠ દબાવી જોડ્યો કામમાં ।।૭।।
એમ બોલે અભાગીયા, હરિસેવામાં શ્રધ્ધા ખોઇ । નિષ્કુલાનંદ એવા
નરનું, મુખ રખે જોતા કોઇ ।।૮।। કડવું ।।૩૪।।
વળી વિમુખ કહે હું દેખી દુઃખ ભાગોજી, સહુ મને કે’ આજ્ઞામાં
અનુરાગોજી । તન મન મમતા સર્વે ત્યાગોજી, એવો ઉપદેશ મને લેશ
ન લાગોજી ।।૧।। ઢાળ- લાગ્યો નહિ લવલેશ એનો, ઉપદેશ તે મારે
અંગે । ભોળો નહિ જે હું ભરમું, સમજી ન રહ્યો એને સંગે ।।૨।। પછી
ગોતી કાઢ્યો મેં ગાફલ ગુરુ, જેને અતિ ખપ ચેલા કેરડો । જાણે અણ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
ચેલે રહે એકલો, જેવો ઉજડ ગામનો એરડો ।।૩।। એવો ઓશિયાળો
મેંત મળ્યો, તે તો કઠણ કેમ કહિ શકે । દા’ડી રહીયે ડરાવતા, વળી
ટોકિયે તકે તકે ।।૪।। સ્વપન શ્રાવણ માસમાં વળી, એકાદશીના જે
ઉપવાસ । થાયે ન થાયે થડકો નહિ, તેનો તલભાર ન રહ્યો ત્રાસ ।।૫।।
સર્વે નિયમ સત્સંગના, પળે ન પળે પુરા વળી । કે’નાર તેનો કોણ છે,
કળી લીધી છે વાતો સઘળી ।।૬।। બા’રે બણી ઠણી બેસીયે, સાધુ સુંદર
સારા સરખા । અંતરની અસાધુતાની, કહો કોણ કરે છે પરખા ।।૭।।
એવા કપચી કુટિલનો, સંગ તે સારો નહિ । નિષ્કુલાનંદ નકી વારતા,
કે’વાની હતી તે કહી ।।૮।। કડવું ।।૩૫।।
વચન વાલાનું લોપીને લબાડજી, પાપે વરતે છે જે પાપના પા’ડજી
। ભાંગી ભુંસાડી વચનની વાડ્યજી, પછી જિયાં તિયાં થાય હાડ્ય
હાડ્યજી ।।૧।। ઢાળ- હાડ્ય હાડ્ય થાય છે હરિવિમુખ, વર્તતા વચનથી
બારણે । જિયાં તિયાં જડે છે જુતિયાં, એવું કરે છે શિયા કારણે ।।૨।।
આલોકે પરલોકે આબરૂં, જેની જડે નહિ જરા જેટલી । ભવમાં જ ભૂંડાઇ
રહી છે, પાપી પામે છે તેટલી ।।૩।। ખાય છે ફટકાર ખડકની, મલકનો
લીયે છે મેલ જો । એમાં ખોળી કાઢી શી ખાટ્યને, વળી શું સમઝાણું
સે’લજો ।।૪।। પ્યાજ પેજારૂં ખાઇને પઇસા, અંતે જેહ આપવા પડે । તે
મો’રેથી ન જાણે જે માનવી, તે પાછળ ઘણું ઘોડા ઘડે ।।૫।। દંડ ભોગવી
ડા’પણ કરે, તેને ડાહ્યો કેદિયે ન દેખવો । પૂઠ્ય પખાળી પુરીષ તજે, તેને
મોટો મુરખ લેખવો ।।૬।।લુંટાવી સર્વે લુંગડાં, પછી નાગો થઇ ભાગ્યો
ઘણો । એવું કર્યું એ અભાગીયે, હવે ડાહ્યો કે ભેળો ગણો ।।૭।। સમો ન
શક્યો સાચવી, આવી તકમાં અવળું પડ્યું । નિષ્કુલાનંદ એ નરને, કોઇ
પાપ પૂર્વનું આવી નડ્યું ।।૮।। કડવું ।।૩૬।।
પદરાગ આસાવરી- પાપ પૂર્વનાં પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે
અવળો ઉપાયરે । કરવાનું જે હોય તે ન કરે, ન કર્યાનું કામ કરાયરે.
પાપ૦ ।।૧।। સુખમાંહી તે સુખ ન સુઝે, દુઃખમાંહી દુઃખ ન દેખાયરે ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
ખોટાને પણ ખરૂં કરી માને, સાચામાં સાચું ન લેખાયરે. પાપ૦ ।।૨।।
એ જે વચનથી વિપત્તિ વિરમે, તે વચન વિષ સમ લાગેરે । જેહ વચનથી
જાય જમપુરમાં, તેહ વચનને અનુરાગેરે. પાપ૦ ।।૩।। એમ કુબુદ્ધિને
ઉંધું સુઝે અતિ, વળી મોટા રાખે ત્યાં ન રે’વાયરે । નિષ્કુલાનંદ એ નરનું
ઠેકાણું, આલોકે પરલોકે ન કે’વાયરે. પાપ૦ ।।૪।। પદ ।।૯।।
હરિ આજ્ઞાયે વિબુધ વસ્યા વ્યોમજી, હરિ આજ્ઞાયે રહ્યા શૂન્યે
રવિ સોમજી । હરિઆજ્ઞાયે રહ્યા ભૂચર ભોમજી, તે લોપે નહિ આજ્ઞા
થઇ બફોમજી ।।૧।। ઢાળ- બફોમ થઇ બદલે નહિ, રહે સહુ
સહુનાસ્થાનમાં । અતિ પ્રસન્ન થઇ મનમાં, રહ્યા રાખ્યા ત્યાં ગુલતાનમાં
।।૨।। બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ । વિષ્ણુને રાખ્યા
વૈકુંઠમાં, એમ આપ્યો જુજવો નિવાસ ।।૩।। ઇંદ્ર રાખ્યો અમરાવતી,
શેષજીને રાખ્યા પાતાળ । જ્યાં જ્યાં કરી હરિ આગન્યા, ત્યાં રહ્યા સુખે
સદાકાળ ।।૪।। બદ્રીતળે રાખ્યા ઋષિશ્વર, નિરન્નમુક્ત રાખ્યા શ્વેતદ્વીપમાં
। ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં ।।૫।। એમ
જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા કરી તપાસ । જેવો જોયે અધિકાર જેને,
તેવો આપ્યો છે અવિનાશ ।।૬।। એતો રહ્યા છે સહુ રાજી થઇ, પોત
પોતાને સ્થાન । લેશ વચન નથી લોપતા, જાણી સમર્થ શ્રીભગવાન ।।૭।।
એમ સમઝી આપણે, રહીએ આપ આપને સ્થાનકે । નિષ્કુલાનંદ કહે
નહિ તો, આવે દુઃખ અચાનકે ।।૮।। કડવું ।।૩૭।।
બહુ દુઃખ પામે સ્થાન ભ્રષ્ટજી, જિયાં જિયાં જાય ત્યાં પામે કષ્ટજી
। સ્થાન ખોઇ થાય છે ખરા નર ખષ્ટજી, એહ વાત પુરાણે સૂચવી
સુસ્પષ્ટજી ।।૧।। ઢાળ- સુસ્પષ્ટ શાસ્ત્રે સૂચવી, ખરી સ્થાનભ્રષ્ટની જે
ખોટ । ઇંદ્ર ઇંદ્રાસને નવ રહ્યો, ત્યારે ગયો કમળ વનની ઓટ ।।૨।। ભવ
બ્રહ્માનું ભાખતાં, લાગે લોકમાંય લજામણું । સ્થાન ભ્રષ્ટ ભોમ વ્યોમમાં,
થાય હેરાણ ઘણું ઘણું ।।૩।। નહુષ નરેશ નિજ રાજ્ય તજી, ઇચ્છયો
બેસવા ઇંદ્રને આસને । ઇંદ્રાસનનું સુખ આવ્યું નહિ, આવ્યું દુઃખ ભોગવી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
કાશને ।।૪।। ત્રિશંકુ તજી રાજ્ય ભૂમિનું, ઇચ્છયો અમરપુરનાં જો સુખ
। સુખ ન જડ્યું દુઃખ પડ્યું, વળી લટક્યો ઉંઘે મુખ ।।૫।। સ્થાનભ્રષ્ટનો
સર્વ ઠેકાણે, અતિ અનાદર થાય છે । દંત ને નખ કેશ નરા, ખરા નકારા
કે’વાય છે ।।૬।। એમ સમઝુ સમઝીને, રે’વું સહુ સહુના સ્થાનમાં ।
સ્થાન તજીને જે જીવવું, તે જીવિત ગયું છે જ્યાનમાં ।।૭।। જેમ પોતાનો
પિયુ પરહરી, કોઇ નારી થાય વ્યભિચારણી । નિષ્કુલાનંદ એ નાર નરસી,
પુરૂષનું પેટ બાળણી ।।૮।। કડવું ।।૩૮।।
કોઇ કે’શે એમ કેમ રૈ’યે જિયાં દુઃખજી, બીજે જો જાય તો પામીયે
સુખજી । એમ કહે છે નર હરિના વિમુખજી, તેની કહું કીયાં ભાંગશે
ભુખજી ।।૧।। ભૂખ ભાંગવા ભમે ઘણું, જાણે કિયાંક જઇ થાઉં સુખીયો
। પણ દુઃખ ચાલે દશ ડગ આગળે, તે જિયાં જાય ત્યાં દુઃખિયો ।।૨।।
ભાગ્ય એનાં ભેળાં રહે, સુખ દુઃખનાં દેનાર । તેને નથી તપાસતો, વિમુખ
વણ વિચાર ।।૩।। જેમ ચાલે કોઇક કમાણિયે, હોયે ફેલી વ્યસની વિશેષ
। તે કેદિ નહિ ભરે કોથળી, મર ફરે દેશ વિદેશ ।।૪।। જેમ ચોર ચાલ્યોે
વળી ચોરીયે, જાણે આવીશ ખરી કરી ખોટ । પણ જાણતો નથી જાશે
જીવડો, જે સૂળી લખીછે લલાટ ।।૫।। એમ નર અભાગિયો, ભાંગે છે
વચનની જો વાડ્ય । પર સુખ પોતાનાં કરવા, ધાય જેમ ગાય હરાડ્ય
।।૬।। એમ વિમુખ નર વિકળ થઇ, ભટકે છે ભવમાંહિ અતિ । મન કરે
છે સુખ મળવા, પણ મળતું નથી સુખ રતિ ।।૭।। એમ સ્થાનક ભ્રષ્ટ જે
થયા, તે તો ગયા મૂળગા મૂળથી । નિષ્કુલાનંદ નિશ્ચે જાણજો, જેમ ફળ
સુકાણું ફુલથી ।।૮।। કડવું ।।૩૯।।
હરિ આજ્ઞામાં રહ્યા જે આપજી, જાણી પ્રભુનો મોટો પ્રતાપજી ।
તેને તો મનાણું પાપીયે પાપજી, તારે સુખ થાવા શો રહ્યો જબાપજી
।।૧।। ઢાળ- જબાપ જેનો જડતો નથી, જે વર્તે છે વચનથી બા’ર । દેવ
અદેવ દોયમાં વળી, એને ગણિયે કેની હાર ।।૨।। દૈવી આસુરી જીવ
જગમાં, તે તો જાણે છે સહુ જન । દૈવી વરતે વચનમાં, આસુરી ન માને
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
વચન ।।૩।। બીજા તો બીતા બહુ રહે, લોપે નહિ વચન લગાર । જીયાં
જેને રાખિયા, તિયાં રહ્યા કરી નિરધાર ।।૪।। હેડયબેડી કોટડીયે, નથી
અવરાણા ઓરડીયે । બાંધ્યા નથી બીજે બાંધણે, બંધાણા છે વચન
દોરડીયે ।।૫।। તેને દેખવા દુઃખીયા, લેખવા સુખીયા વિમુખને । એવા
સમઝુ સહુ મરજોે, પામી પૂરણ દુઃખને ।।૬।। સાકરટેટીથી સારાં લાગે,
અતિ રૂડાં ઇંદ્રામણાં । ખાવા બેસશે ખાંત્ય કરી, ત્યારે લાગશે વિષથી
ભૂંડાં ઘણાં ।।૭।। આખુ જેમ અગ્નિ બળતી, લઇ જાય નિજ ઘેર વાટ્ય ।
નિષ્કુલાનંદ એવું નર કરે છે, માને છે તેમાં ખાટ્ય ।।૮।। કડવું ।।૪૦।।
પદરાગ આસાવરી- ખોટમાં દોટ દેવી નહિ દેખી, કરી લૈયે
ખરાખરી ખાપ્યા રે, શીદ ખાયે ખોળી ખડ ધાન્યને ખડ ધાન્યને, જ્યારે
પામ્યા રાજ્યને પાટયરે. ખોટ૦ ।।૧।। શણગાર સોનાના સજી શરીરે,
ભુંશિયે નહિ મુખે ભુંડી મશરે । મુખ દેખે લેખે તે લજામણું, એમ શીદ
ખોયે જાણી જશરે. ખોટ૦ ।।૨।। કરિથી ઉતરી ખરીપર ચડી, મોટી વાત
મુખે ન કે’વાયરે । કાઢી કટિપટ કોઇ કરે પતાકા, તેના શરીરની શોભા
જાયરે. ખોટ૦ ।।૩।।એમ પોતાનો પતિ પરહરિ પરો, કોઇ નારી કરે
વ્યભિચારરે । નિષ્કુલાનંદ કે’ જાય જશ તેનો, વળી કોય ન કરે પતિયારરે.
ખોટ૦ ।।૧૦।।
જેમ એક પુરૂષને પુત્ર બે ચારજી, તેને પરણાવી જુજવી નારજી ।
તે સહુ બાંધી બેઠા ઘરબારજી, તેમાં એક વનિતાયે કર્યો વ્યભિચારજી
।।૧।। ઢાળ- વ્યભિચાર કરી વણશી ગઇ, માંડ્યું જેઠનું જઇ ઘર । તેને
શ્યાણી ગઇ સમઝાવવા, ત્યાં તો બોલી સામું બળભર ।।૨।। કહે શું
સમજી શિખામણ દેવા, તું આવી અતિ ડાહી થઇ । ખબર વિના ખોટ
ખોળે છે, એવી અકલ કેમ ઉઠી ગઇ ।।૩।। સાસુ સસરો ગોર ગોત્રજ,
કુળદેવ બીજાં નથી કરીયાં । નણંદ નાતિ જાતિ જાણો, એતો એમજ છે
નથી ફરીયાં ।।૪।। ફેરવણીમાં ફેરવણી એટલી, પાટલો ફર્યો એક
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
પતિતણો । એને ઉપર આગ્રહ આવો, કહો કેમ કરો છો ઘણો ।।૫।।
ઇર્ષ્યાએ કરી આળ ચડાવી, વણ વાંકે નાખો છો વાંકને । ફજેતી કરવા
સૌ ફર્યા છો, નાખી કલંક કાપવા નાકને ।।૬।। મને કહું એમ કહો બીજાને,
તો તરત મળે તેનું ફળ । અમ જેવા તો અનેક છે, તેની નથી તમને કાંઇ
કળ ।।૭।। એમ અભાગણી ઉચ્ચરે, શુદ્ધ અતિ સાચી થઇ । નિષ્કુલાનંદ
કહે એવા નિર્લજને, લાજ ને શરમ શી રઇ ।।૮।। કડવું ।।૪૧।।
એમ બે મર્યાદી થઇ બગડેલીજી, ભક્તિ ન કરવી મર્યાદા મેલીજી
। એતો પરઠણ કરી છે જો પે’લીજી, ન કરવું કામ કોઇ નિયમને ઠેલીજી
।।૧।। ઢાળ- ઠેલી નિયમને કામ ન કરવું, મર હોય લાભ જો લાખનો ।
તોય લલચાવીયે નહિ લેશ મનને, જાણીયે મવાળો કાખનો ।।૨।। વારે
વારે આવી વારતા, માનજો સહુને મળતી નથી । તે સ્વપ્ન સરખા સુખ
સારૂં, હારવી નહિ કહું હાથથી ।।૩।। શરીર કપાય મર સઘળું, થાય
ટુકટુક મર તન । પણ ન દેવું કપાવા નાકને, તેની રાખવી ઝાઝી જતન
।।૪।। જેમ શૂરવીરને સંગ્રામમાંહિ, લાગે ઘટમાં ઘાવ કઇ । પણ ભાગતાં
લાગ્યું પુઠે ભલકું, જાણો એ જેવું બીજું ભુંડું નઇ ।।૫।। એમ ભક્ત થયો
ભગવાનનો, પણ રહ્યો તે દેહનો જ દાસ । કુળ લજાવ્યું છે એ કેસરીએ,
જે ખાવા લાગ્યો મુખે ઘાસ ।।૬।। ઘરની ગોલીનો ગોલો થયો, રહ્યો હાથ
જોડીને હજુર । રાત દિવસ રાજી રાખવા, અતિ આખેપ રાખે છે ઉર
।।૭।। એવો ભક્ત ભગવાનને, કહો રાજી કરી કેમ શકે । નિષ્કુલાનંદ કે’
નાદાર નર, ચડ્યો શરીરના સુખને ધકે ।।૮।। કડવું ।।૪૨।।
ધકા બહુ ખાય છે ધર્મના હીણજી, વિષય સુખ સારૂં રે’છે મન
મીણજી । તેણે કરી મતિ અતિ થઇ છે ક્ષીણજી, તોય પણ માને છે મનમાં
પ્રવીણજી ।।૧।। ઢાળ- પ્રવીણપણું એનું પ્રિછિયું, તે તો નથી જાતું કેને
કહિયું । ખાય છે ખલેલાં ખારેક તજી, એવું ટળી ગયું છે વળી હઇયું
।।૨।। કરી દિવો દિવસમાં, વળી મેલ્યું અવળું મોળીયું । તે જાણે મેં કાંયે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
કર્યું નથી, પણ કુળ સમૂળું બોળિયું ।।૩।। ઘોડું મુકી દેઇ ઘરનું, ચાલ્યો
નર ખર પર ચડી । તોયે પોતા સરિખામાં પોરશી, મરડે છે મૂરખ મુછડી
।।૪।। લુટાવી કસુંબી લુગડાં, પંડે પેર્યાં છે ગળીયલ ઘણાં । તે દેખાડે છે
દેશોદેશમાં, કે’ છે જો જો મુમાં કાંઇ છે મણા ।।૫।। એમ મેલી રીત
સત્સંગની, વળી રે’ છે કુસંગની રીતમાં । દ્વિજધામ તજી વશ્યો ઢેઢમાં,
તોય ફુલ્યો ફરે છે ચિત્તમાં ।।૬।। નકટે નકટા ભેળા થયા, વંઠેલમાં વંઠેલ
વળી । એમ વિમુખ વિમુખ ભેળા વસ્યા, કરી હેત પરસ્પર મળી ।।૭।।
તેમ મનમુખીને મોજ મનમુખીમાં, લાગે આજ્ઞાકારી અળખામણા ।
નિષ્કુલાનંદ એવા નર જેવા, નથી ત્રિલોકે કોઇ લજામણા ।।૮।। કડવું
।।૪૩।।
લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી ।
તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ નર કોયજી
।।૧।। ઢાળ- કોઇનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ જેટલું । રોગરાજના
રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું ।।૨।। જેમ ભાદરવે ભેંસ પુછલી,
જેમ પડ્યો ગજ અજાડિયે । જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની
ના પાડીયે ।।૩।। તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો
જોગ । તેને સાધ્ય શી રહે શરીર માંહી, જેને થયો અસાધ્ય રોગ ।।૪।।
જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઉગરવા આશ । તેમ કુસંગના
કરડેલનો, જાણો ના’વે વળી વિશ્વાસ ।।૫।। જેમ મમોઇગર કર માનવી,
ખેરી પડી વળી કર ખાટકી । પારાધી કર પશુ પડ્યું, તે નહિ નહિ જીવે
નકી ।।૬।। તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે, તેને બુદ્ધિ ઉંધી આવી ઘણી
। તેને સવળું કેમ સુજશે, રાખશે કેમ સત્સંગ શિરોમણી ।।૭।। જેમ કોઇ
ખાય ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે । નિષ્કુલાનંદ એ નરને,
નથી જીવવાનું જાણો સરે ।।૮।। કડવું ।।૪૪।।
પદરાગ કેદારો - સરે સાર શોધતાં તે શું મળશે, કરતાં કુસંગનો
સંગ વળી । સુખ સ્વપ્ને નહિ આવે શરીરનેરે, આવશે દુઃખ અતોલ મળી.
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
સરે૦ ।।૧।। જાણી ઝગમગ ઘણી હીરાકણી, ખાય ખાંત્યે ખૂબ પેટભરી
। એમ કુસંગનો સંગ અંગમાં ઉતર્યોરે, કેમ રહે સત્સંગ તેણે કરી. સરે૦
।।૨।। જેમ ખાય ઠગની ઠગમૂળી ઠાઉકી, તેને સાધ્ય શરીરે કેમ રહે ।
તેમ વચન વિમુખના ઉરમાં આવતાં રે, જે ન કે’વાનું તે સર્વે કહે. સરે૦
।।૩।। એણે આલોક પરલોક બેઉ બગાડીયા, ખવરાઇ ગઇ ખળે આવી
ખેતી । નિષ્કુલાનંદ કહે આવ્યે અવસરે રે, ચૂક પડી નવ શક્યો ચેતી.
સરે૦ ।।૪।। પદ ।।૧૧।।
વણ ચેતે અવસર વણસે કામજી, રાજી ન થાય ઘનશ્યામજી ।
ત્યારે કેમ પામીયે પરમ ધામજી, વણ પામે ધામ નહિ સુખ ઠામજી
।।૧।। ઢાળ- ઠામ નથી કોઇ ઠરવા, હરિઆજ્ઞા વિના અણું જેટલું । તે જડ
મતિ નથી જાણતો, કહિ કહિ કહિએ કેટલું ।।૨।। વાવે છે ઝેરના ઝાડવાં,
કરે છે અમૃત ફળની આશ । તે ખાઇને કેમ ખેમ રે’શે, તેથી નર અમર
પામ્યા નાશ ।।૩।। મારી કુંવર નરનાથનો, ટિલે બેસવા થાય છે તૈયાર ।
તેને રાજા રાજ કેમ આપશે, જાણી મોભિ સુતનો મારનાર ।।૪।। તેમ
ભક્ત થઇ ભગવાનનો, કરે વચનની વિઘાત । પછી ઇચ્છે સુખ આવવા,
એહ કેમ બનશે વાત ।।૫।। નહિ પામે ઠેકાણું નરકમાં, શીદ કરે ધાંખના
ધામની । ધામ નહિ મળે ધક્કા મળશે, ત્યારે ઉઘડશે આંખ ગુલામની
।।૬।। લાત લાયક તે વાત ન માને, મર હોય અતિશય હેતની । સમું
કે’તાં વસમું લાગે, તેને મુખ પડો પસ રેતની ।।૭।। શરીર સુખ સારૂં
સુધો વરતે, કલ્યાણમાં વરતે કાસળે । નિષ્કુલાનંદ નિરભાગી નરને,
નથી જાવું પ્રભુને પાસળે ।।૮।। કડવું ।।૪૫।।
પ્રભુ પાસ વાસ કરવા આશ જેનીજી, અતિ મતિ અવળી ન જોયે
તેનીજી । જે સુખનીયે શીખ ન લેવી કેનીજી, શી ગતિ થાશે તપાશું છું
તેનીજી ।।૧।। ઢાળ- તપાસુ છું હું તને મને, શી થાશે ગાફલ નરની ગતિ
। અવળું કરવા છે ઉતાવળે, નથી સવળું કરવા શ્રદ્ધા રતિ ।।૨।। શરીરના
સુખ કારણે, તતપર રહે છે તૈયાર । હરિ આજ્ઞામાં હાલતાં, પગ ભાંગી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
પડે છે તે વાર ।।૩।। પ્રભુ આજ્ઞામાં થયો પાંગળો, પંડ પોષવામાં પાંખો
મળી । ખરી કરી રાખી વાતો ખોટીયો, સાચી વાત સર્વે ગયો ગળી ।।૪।।
જેમ હોય કોઇ અતિ અમલી, આફુ પુરું શેર પીનાર । તેને પૈસાભાર
પચાવતાં, સહુ સમઝો છે શિયોભાર ।।૫।। તેમ અનેક શાસ્ત્ર સાંભળ્યાં,
સર્વે ગટકાવી ઉતાર્યાં ગળે । તેને અલપ સલપ ઉપદેશથી, કહો અજ્ઞાન
કેમ ટળે ।।૬।। ગમતું કરવા ગોવિંદનું, જેના જીવમાં જરાય નથી । તેને
આગે વાતો ઉપદેશની, કેટલીક કહીયે કથી ।।૭।। મનમુખી કે’છે સૌ
મુખ ઉપરે, નથી કે’તા વાત વળી વાંસળ્યે । નિષ્કુલાનંદ નિરભાગી નરને,
નથી જાવું પ્રભુને પાસળ્યે ।।૮।। કડવું ૪૬।।
પ્રભુ પાસ વાસ કરવા વિગત્યજી, વચન વાલાનાં સર્વે માનવાં
સત્યજી । સુખ દુઃખ પડ્યે ન હારવી હિમત્યજી, માન અપમાનને રાખવી
એક મત્યજી ।।૧।। ઢાળ- મતિ એક રતિ નવ ફરે, આવે કાયાયે કોટી
કલેશ, વ્યાકુલ થઇ વિપતિમાંહી, લોપે નહિ વચનને લેશ ।।૨।। જેણે
સાબિત કીધું છે શિશ સાટે, હરિમરજીમાં મરી મટવા । એવા જનને
જોઇને હરિ નહિ દીયે પાછો હઠવા ।।૩।। પણ દેહ અભિમાની દાસનો,
ના’વે વાલમને વિશ્વાસ । જાણે ખરૂં કે’તાં ખમી નહિ શકે, કાંજે નથી
વચનમાં વાસ ।।૪।। હરિવચનમાં પડે વસમું, તો લોપતાં લેશ ભૂલે
નહિ । સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહિ ।।૫।। તેને
વચનમાં વરતતાં, કઠણથી કઠણ પડે ઘણું । જેને લેવું છે સુખ આલોકનું,
નથી લેવું સુખ શ્રીહરિતણું ।।૬।। જેમ પશુઘાતકી ઘરનું પશુ, નીલી ચાર્ય
પર નજર છે । પણ કાતે કરી કંઠ કાપશે, તેની તેને કાંય ખબર છે? ।।૭।।
તેમ પશુવત પામર નરને, વિષયરૂપ ચાર્ય મળી । નિષ્કુલાનંદ નિરભાગી
નરને, દુઃખમાં સુખ મનાણું વળી ।।૮।। કડવું ।।૪૭।।
વળી વચન દ્રોહી મતિમંદજી, પંચ વિષયમાંહિ માન્યો છે આનંદજી
। તે કેમ ટાળશે માથેથી ભવફંદજી, જેણે હરિવચનમાં માન્યું દુઃખ દ્વંદ્વજી
।।૧।। ઢાળ- દ્વંદ્વ દુઃખના વચનદ્રોહીને, હરિવચનમાં રે’તાં વળી । અલ્પ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
સુખને અર્થે, વાત બગાડે છે સઘળી ।।૨।। જે વચનથી મોટપ મળે, વળી
આવે વચનથી સુખ । તે સમજ્યા વિના શઠપણે, વરતે છે વચનથી વિમુખ
।।૩।। જે વચન નર અમર સુખી, અહિ અજ ઇશ અમરેશ । જે વચને
શશિ સૂર્ય સુખી, ગીરા ગજાનન મુક્ત મુનેશ ।।૪।। એવા વચનને ઉલ્લંઘી,
બીજા આગળ કહે છે વાત । હું તો આવ્યોે હતો ભારે ભીડ્યમાં, પણ
ભલી ઉગરીયો એ ઘાત ।।૫।। ખાવું પીવું ને પેરવું એહ, મુકાવ્યું હતું
મન ગમતું । એ મોટા દુઃખમાંથી નીસર્યો, હવે મનને રાખશું રમતું
।।૬।। ભલું થયું એહ આડ્ય ભાંગી, હવે મોકળે મને મા’લશું । દુઃખ
દેખશું જ્યાં દેહને, તો ત્યાંથી તરત ચાલશું ।।૭।। એવા અભાગી નર
અમરને, સુખ નહિ આવે સ્વપ્ને । નિષ્કુલાનંદ કહે જો એમ હોય તો,
શીદ કરે કોઇ તપને ।।૮।। કડવું ।।૪૮।।
પદરાગ કેદારો- તપ જેવું વાલું છે વાલમને, તેવું વા’લું નથી બીજું
કાંઇ । વચનમાં રહી જે તપ કરે રે, તે તો સુખ પામશે સદાઇ. તપ૦
।।૧।। નારાયણ વચનથી વિધિએ, આદરીયું જે તપ અનૂપ । તેણે કરી
રમાપતિ રીઝીયારે, આપ્યો વર સારો સુખરૂપ. તપ૦ ।।૨।।
શ્વેતદ્વિરમાંહી મુનિ રહે, નિરન્નમુક્ત છે જેહનું નામ । અન્ન પાન વિના
કરે તપ આકરૂંરે, રાજી કરવા ઘણું ઘનશ્યામ. તપ૦ ।।૩।। બદ્રિકાશ્રમે
બહુ મુનિ રહે, દમે છે કોઇ દેહ ઇંદ્રિય પ્રાણ । સુખ સર્વે તજી શરીરનાં,
થઇ રહ્યા વાલાના વેચાણ. તપ૦ ।।૪।। એને ન સમજો કોઇ અણ સમજું,
તજ્યા જેને શરીરનાં સુખ । પામરને પ્રવિણ ન પ્રિછવા, જે કોઇ રહ્યા
હરિથી વિમુખ. તપ૦ ।।૫।। વચન વિમુખથી જેહ સુખ મળે, તે સુખ
સર્વ જાજો સમૂળ । નિષ્કુલાનંદ એવું નવ કરો રે, જેમાં આવે દુઃખ અતૂળ.
તપ૦ ।।૫।। પદ ।।૧૨।।
અતોલ રોળ રહ્યા છે જેમાંજી, શીદને તૈયાર રહો છો તેમાંજી ।
અણું એક ભાર નથી સુખ એમાંજી, દુઃખ દુઃખ દુઃખ છે દુઃખની સીમાજી
।।૧।। ઢાળ- સીમા છે સર્વે દુઃખની, હરિ વિમુખનો વળી સંગ । મહાપ્રભુ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
મળવાને મારગે, જાણું આડો ઉતાર્યો ભોયંગ ।।૨।। જેમ આવ્યો દિન
આનંદનો, ત્યાં મુવો મોટેરો સુતરે । તેમ અવસર આવ્યો હરિભજ્યાનો,
ત્યાં મળ્યો જાણો જમદૂતરે ।।૩।। જેમ ભોજન બહુ રસે ભર્યાં, કર્યાં
જુગત્યે જમવા જેહ । તેમાં પડી મુઇ માખીયો, કહો કેમ ખવાય તેહ
।।૪।। તેમ મનુષ્ય દેહ મહા મોંઘા માંહિ, વચન પડ્યાં વિમુખનાં । સુખ
ન આવે સ્વપ્ને, એતો દેનાર છે દુઃખનાં ।।૫।। દૈત્ય દાનવ દનુજ થયા,
યક્ષ રાક્ષસ ભૂત પલિત । તે સર્વે વિમુખના સંગથી, બીજી માં જાણજો
કોઇ રીત ।।૬।। જેવી વચનદ્રોહીથી વાત વણસે, તેવી વણસે નહિ વેરી
થકી । વેરી કાપે એક કંઠને, આતો કોટી કંઠે નથી નકી ।।૭।। એને સંગ
એવાં દુઃખ મળે, ત્યારે તેનાં દુઃખ કેવાં કહિયે । નિષ્કુલાનંદ ન કહિયે
ઘણું, એતો મનમાં સમજી લહિયે ।।૮।। કડવું ।।૪૯।।
વિમુખ તે મરી થાશે વૈતાળજી, ક્ષુધા પિપાસા વધશે વિશાળજી ।
જળાશયે જાતાં રોકશે વરૂણ રખવાળજી, ત્યારે સર્વે દુઃખનો મળશે
તાળજી ।।૧।। ઢાળ- તાળ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબને । તે
વિના જળ નહિ મળે, જ્યારે હરિ લેશે હિસાબને ।।૨।। ભૂત પલિતને
ભોજન કરવા, નથી વિષ્ટા વિના બીજું વળી । એવાં સુખ છે વિમુખનાં,
લિધા છે શાસ્ત્રેથી સાંભળી ।।૩।। વ્યોમ વસુંધરા વચ્ચમાં, વસવા છે
વાયુ ભૂતને । ઘાટ વાટ ઉજડ અગારે, કહ્યું રે’વાનું કપુતને ।।૪।। ઝાડ
પાન નિરજળ દેશે, વસશે વસમા સ્થાનમાં । અશુદ્ધ જળ ઉતાર અન્ને,
ખાઇ ખુશી રે’શે ખાન પાનમાં ।।૫।। એવાં દુઃખ ભોગવશે, વચનદ્રોહી
વિમુખ જન જો । ત્યાં નથી ઉધારો એહનો, તૈયાર છે મુક્તાં તન જો
।।૬।। હમણાં તો જાણે ખાટ્યા ખરા, વિમુખ થઇ રહ્યા વેગળા । પણ
ખાધી મોટી ખોટ્યને, જ્યારે પ્રજળશે પાપની પળા ।।૭।। આજ તો થયું
છે અટપટું, વર્તતા વા’લાના વચનમાં । નિષ્કુલાનંદ કહે પછી વિમુખને,
થાયે મુંઝવણ્ય મનમાં ।।૮।। કડવું ।।૫૦।।
તે સારૂ ડરતા રહે સૌ દિન રાતજી, રખે કોય વચન લોપી થાય
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
વાતજી । ત્યારે તો જાણવું ઘણી થઇ ઘાતજી, હવે કેમ રે’શે હરિ
રળીયાતજી ।।૧।। ઢાળ- રળીયાત કેમ રહેશે હરિ, ફરી ફરી વિચારે
વાતને । સુખ સર્વે પરહરે પરાં, જાણી જગજીવન કળીયાતને ।।૨।। હરિ
રાજી કરવા હૈયામાં, મનસુબો બહુ મનને । તન મન સુખ સંપત જાતાં,
રાજી કરે ભગવાનને ।।૩।। પ્રસન્ન કરવા મહાપ્રભુને, રહે તનમાં બહુ
બહુ તાન । બીજું જાય મર બગડી, તેનું જરાય ન માને જ્યાન ।।૪।। સુખ
નર નિરજરના, મર જાય સમૂળા સૌ મળી । હરિ કુરાજીયે કામ ન
આવે, એવી વિચારે વાત વળી ।।૫।। બીજા રાજી કુરાજીયે કરી, નથી
ખાટ્ય ને ખેટ્ય ખરી । માટે ગમતું કરવું ગોવિંદનું, બીજાનું મુકવું પરહરી
।।૬।। તે જ સમઝુ સંત શાણા, વળી તે જ બહુ બુદ્ધિવંત । તે જ ચતુર
પરવીણ ડાહ્યા, જેણે રાજી કર્યા ભગવંત ।।૭।। કરી લીધી એણે સર્વ
કમાણી, કેડ્યે ન રાખ્યું કરવું । નિષ્કુલાનંદ હરિ રાજીયે, ફરી ન રહ્યું
પાછું ફરવું ।।૮।। કડવું ।।૫૧।।
વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિ વિમુખને લાગશે કુડોજી ।
જેને પે’રવો છે પર નરનો ચૂડોજી, તે તો કે’શે આ કવિ કાલૂડોજી ।।૧।।
ઢાળ- કાલુડાઇમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ । દીઠા દુઃખીયા
વિમુખને, ત્યારે સન્મુખ શી પામ્યા ગતિ ।।૨।। એમ કહી અભાગીયા,
કોઇ વિમુખપણું તજતા નથી । વચનદ્રોહીપણું દ્રઢ કરી, હરિ કોઇ ભજતા
નથી ।।૩।। હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને । સદા
રહેશે સતસંગમાં, નહિ વસે પાસ વિમુખને ।।૪।। વિમુખથી રહી વેગળા,
કરી લેશે પોતાના કામને । સાચા સંતની શીખ લઇ, પામશે પ્રભુના
ધામને ।।૫।। જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર । તે ધામને
પામશે, વામશે સર્વે વિકાર ।।૬।। અવશ્ય કરવાનું એજ છે, તે કરી લેશે
કારજ । છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ ।।૭।।
પૂરણ સુખને પામવા, એટલું તો ધારવું ઉર । નિષ્કુલાનંદ નિશ્ચે કરી,
જોઇએ આ વાત જાણવી જરૂર ।।૮।। કડવું ।।૫૨।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
વચનવિધિ
પદરાગ ધોળ- જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ
આનંદરે । જેરે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદરે. જરૂર૦
।।૧।। અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનૂપરે । જે એ પામે
તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપરે. જરૂર૦ ।।૨।। આવે નહિ
એકે જેને ઉપમાં, જડે નહિ બીજી જેની જોડરે । શોધતાં ન મળે સંસારમાં,
ત્રિલોકે નહિ તેની તડોવડરે. જરૂર૦ ।।૩।। મહા મોટું સુખ માની મનમાં,
મોટા મોટા મુકી ચાલ્યા રાજરે । તે તો સુખ મળે છે સે’જમાં,
સતસંગમાંહી રે’તા આજરે. જરૂર૦ ।।૪।। પૂરણ સુખને જ્યારે પામીયે,
ત્યારે ઝાઝી કરવી જતનરે । સદાય રહીયે એ સાચવતા, જેમ રાંક સાચવે
રતનરે. જરૂર૦ ।।૫।। ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઇ જાય
જ્યાનરે । માટે પ્રમાદપણું પરહરિ, સદાય રે’વું જો સાવધાનરે. જરૂર૦
।।૬।। લાભ અલભ્યને લઇ કરી, બેઠા છીએ બેપરવાઇરે । સ્વામી
સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઇરે. જરૂર૦ ।।૭।। સદા રે’વું મનમાં
મગન થઇ, કેદિયે ન માનવું કંગાલરે । નિષ્કુલાનંદ કહે નીલકંઠ મળ્યે,
થયાં છીએ નિર્ભય નિયાલરે. જરૂર૦ ।।૮।। પદ ।।૧૩।।
દોહા- આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ । પણ
હબશી મુખ જોઇ હૈયે, લિયે નહિ લગારે ગુણ ।।૧।। દેખી મુખ દુઃખીયો
થઇ, કરે ગ્રંથ મુકુરપર રોષ । જેમ છે તેમ દેખાડીયું, ગ્રંથ દર્પણનો શો
દોષ ।।૨।।
।। ઇતિ શ્રી નિષ્કુલાનંદમુનિ વિરચિતે વચનવિધિઃ સમાપ્તઃ ।।
-ઃ વચનવિધિઃ સમાપ્તઃ :-
વચનવિધિ સમાપ્ત
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન
-ઃ સારસિદ્ધિઃ :-
૪
રાગ ધન્યાશ્રી - શ્રી પુરુષોતમ પ્રસન્ન કરવા કાજજી , શું શું
જોઈએ આ જીવને સમાજજી ા જેણે કરી રીઝે શ્રીમહારાજજી, એવું
શોધી સાર લઈ લેવું આજજી ાા૧ાા ઢાળ- શોધી સાર સર્વે તણો, લઈ
લેવો લાભ લાલચ્યે કરી ા આવ્યો અવસર ઓળખી, રાજી કરવા શ્રી
હરિ ાારાા શ્રીહરિ રાજીએ સહુ રાજી, રાજી કર્યા ક્રોડ તેતરીસ ા શેષ-
દિનેશ ને શશિ સુરેશ, વળી કર્યા રાજી અજ ઈશ ાા૩ાા જેમ રાજેન્દ્રને
રાજી કરતાં, તેની પ્રજા પણ રાજી થઈ ા તેમ પ્રભુને પ્રસન્ન કરતાં, કહો
કમી તેને શાની રઈ ાા૪ાા જેમ મહારત્નની મો’રમાં, અન્ય નાણું છે
અતિ ઘણું ા તેમ હરિ રીઝવતાં સહુ રીઝયા, ન રહ્યું કેનું કુરાજીપણું
ાાપાા જેમ અનંત ઉડુ ઉગે અંબરે, પણ અર્ક વિના રહે અંધેર ા તેમ
હરિ સેવા વિના સમઝો, છે નિરર્થક નહિ ફેર ાા૬ાા જેમ સો સો શૂન્ય
સારાં કરે, પણ એક અંક ન કરે જો આગળે ા તે સરવાળો શાનો મેલશે,
જે કરે છે કાળપ કાગળે ાા૭ાા તેમ એક હરિ ને પરહરે, બીજી કરે
ચતુરાઈ કોટ ા તે તોે માથાફર ચાલે મારગે, જેમ જેમ ચાલે તેમ ખોટ
ાા૮ાા માટે અન્ય ઉપાય અળગા કરી, રાજી કરિયે રુડે રમાપતિ ા નકી
નિશાન ન ચૂકિયે, સમઝી વિચારી શુભ મતિ ાા૯ાા નિશ્ચે એમ નિર્ણય
કરી, ખરી લઈએ વળી ખોજ । નિષ્કુલાનંદ તો પામીયે, મનમાની
મહારાજથી મોજ ।।૧૦।। કડવું ।।૧।।
પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જાુજવા જાુજવા આ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
જગમાંયજી । જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તે વિના બીજું કરે
નહિ કાંયજી ।।૧।। ઢાળ - કરે નહિ બીજું કોઈ દિન, કરે તેમ માન્યું
જેમ મન । મતિ ન પોતી વૈરાગ્ય વિના, વણ સમઝે આદરે સાધન ।।ર।।
કોઈ કહે જપે હરિ રીઝશે, કોઈ કહે તપે તતકાળ । કોઈ કહે તર્ત તીર્થથી,
રાજી થાશે દીનદયાળ ।।૩।। કોેઈ કહે જોગ જગ્ન કરતાં, પ્રસન્ન થાશે
પરબ્રહ્મ । કોઈ કહે વ્રત નિયમ રાખતાં, શ્રીહરિ થાશે સુગમ ।।૪।। કોઈ
કહે કરવત લીધે, સિધે કમળ પૂજાથી કામ । કોઈ કહે પા’ડ ચઢી પડતાં,
રાજી થાય શ્રીહરિ શ્યામ ।।પ।। કોઈ કહે હિમાળે હાડ ગાળે, બાળે
દાવાનળે દેહ । તો જરુર રાજી થાશે જીવન, એહ વાતમાં નથી સંદેહ
।।૬।। કોઈ કહે ધન ત્રિયા ત્યાગે, ત્યાગે ઘર કરે વનવાસ । કોઈ કહે વેષ
કેશ વધારે, કોઈ કહે ફરે ઉદાસ ।। કોઈ કહે દિગંબર અન્ન અલુણે, કોઈ
કહે ફળ દળ જળપાન । કોઈ કહે પય પવન પીતાં, કેમ રાજી ન થાય
ભગવાન ।।૮।। કોઈ કહે મુખે મુન્ય ગ્રહીએ, રહીયે અણવાણ અહોનિશ
। કોઈ કહે પંચઅગ્નિ તાપી, રાજી કરીયે જગદીશ ।।૯।। એહ વિના
અનેક ઉપાયે, રાજી કરવા ઈચ્છે છે રામ । નિષ્કુલાનંદ એ ભકત ભલા,
પણ નકી નથી નિષ્કામ ।।૧૦।। કડવું ।।ર।।
કોઈક ઈચ્છેે રાજ સાજ રિધ્ધિજી, કોઈક ઈચ્છે સુરપુર પ્રસિધ્ધિજી
। કોઈક ઈચ્છે મુકિત ચઉ વિધિજી, એમ સુખ સારું સૌએ દોટ દિધીજી
।।૧।। ઢાળ - એમ દોટ સુખસારું દીધી, કીધી મોટા સુખની આશ ।
અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ ।।ર।। સહે છે સંકટ
શરીરમાં, ફળ મળવા સાંધિ છે ફાળ । જાણ્યું રિઝવી જગદીશને, પામું
અભય વર તતકાળ ।।૩।। તેહ સારું તાવે છે તનને, રે’છે મનમાં મોટી
આશ । કૈયે રાજી કરું કૃષ્ણને, કૈયે પામું સુખ વિલાસ ।।૪।। અહોનિશ
એવો અંતરે, વરતે છે અખંડ વિચાર । તેણે સહે સમૂહ સંકટના, તોય
પામતા નથી હૈયે હાર ।।પ।। સવાસનિક નર એમ સુખ સારું, અતિ
અતિ કરે છે ઉપાય । મોટપ્ય ઈચ્છે છે મનમાં, તેહ વિના તન ન તવાય
।।૬।। અતિ આગ્રહે આદરી, કરે પ્રભુ ને પ્રસન્ન । પછી માગે સુખ શરીરનું,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
એવા પણ અજ્ઞાની જન ।।૭।। નિર્વાસનિક વિના નરને, સમુ માગતાં
સુઝે નહિ । જેમ વાંણાકરે વપુ વાંણાકરનું, માગ્યું કાશિયે કરવત લઈ
।।૮।। એમ નાના વિષય નાવ્યા નજરે, મોટા વિષય મળવા મન કર્યું ।
હતો અસાધ્ય રોગ અંગમાં, વળી વિશેષે કમળ ફર્યું ।।૯।। તેને પૂર્વ તે
પશ્ચિમ થયું, હૈયું રહ્યું નહિ વળી હાથ । નિષ્કુલાનંદ એવા નર અમર,
પામે નહિ મોટી મીરાંથ ।।૧૦।। કડવું ।।૩।।
જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી
। ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે
ભોજનજી ।।૧।। ઢાળ - ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી
ખાંત્ય । ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ।।ર।। જેની
વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહં મમતરુપ ખાધી આંબલી । તેને ગોળ
સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ।।૩।। તેમ ભોગવ્યાં સુખ
જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં । તેને પામવા પામર નર,
સહે છે દુઃખ હમેશનાં ।।૪।। જેમ અમલ પીતાં અકકલ નાસે, તોયે
અંતરે જાણે અધિકું પિઉં । આવ્યું ડૂલપણું તે નથી દેખતો, એવું અતિશે
ફૂટી ગયું હઈયું ।।પ।। થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ
ન ઘુંચવશે । સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જયારે વસે
।।૬।। જાણે પેશી ઉંડા અર્ણવમાં, તળે જળ પીને તરષા તજું । પણ બહુ
દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ।।૭।। આઘા પગ પરઠતાં,
હૈયે કરવો નહિ હુલાસ । આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ
।।૮।। તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત । કૈકવાર
સુખ પામ્યા વામ્યા, લાખો લેખે લાગી લાત ।।૯।। માટે વાટ એ મૂકવી,
ન ચુકવી આવી આ પળ । નિષ્કુલાનંદ કહે નાથનાં, સેવવાં ચરણ કમળ
।।૧૦।। કડવું ।।૪।।
પદરાગ રામગરી - નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત
। અવર ઉપાય અળગા કરી, સમઝો સાર સિદ્ધાંત; નિર્ભય૦ ।।૧।। સુણી
સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ । એતો ઉદંબરે ફળ વળગ્યાં,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
થડથકી તે ટોચ; નિર્ભય૦ ।।ર।। એમ વળગ્યા વિષય પાંચમાં, નર સુર
અજ ઈશ । અધિક ન્યૂન એમાં નથી, રવિ શશિ સુરેશ; નિર્ભય૦ ।।૩।।
માટે ઉંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય । નિષ્કુલાનંદ પ્રભુપદ પખી,
જયાં જયાં જાય ત્યાં રોળ; નિર્ભય૦ ।।૪।। પદ ।।૧।।
એતો કેને અંતરે નથી વૈરાગ્યજી, જેણે કરી થાય તન સુખ ત્યાગજી
। એક હરિચરણે હોય અનુરાગજી, એવા તો કોઈક સંત સુભાગજી
।।૧।। ઢાળ - સંત સુભાગી સરસ સહુથી, જેના અંતરમાં નિરવેદ ।
સુણી સુખ સર્વે લોકનાં, જેનું નથી પામતું મન ખેદ ।।ર।। ઉંડું વિચારી
અંતરમાં, જોઈ લીધું જીવમાં જરુર । વિષય સારું સહુ વલખાં, કરે છે
સુર અસુર ।।૩।। વૈરાગ્ય વિના વિષય સુખનો, તર્છટ ન થાયે ત્યાગ ।
ત્રોડી પાડે પીંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય ।।૪।। વૈરાગ્યવાન વિલસે
નહિ, માયિક સુખની માંઈ । શૂન્યસુમન સમ સમઝી, ગંધ સુગંધ ન
માને કાંઈ ।।પ।। જે નિર્વેદ નિધિ નરનું, જેવું કરી દિયે છે કામ । તેવું ન
થાય કહું કોઈથી, શું લખું ઘણાનાં નામ ।।૬।। જેમ મળે એક ચિંતામણિ,
ઘણી અગણિત વસ્તુનું ઘર । તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી, નથી એથી
બીજું કાંઈ પર ।।૭।। સર્વે સુખની સંપત્તિ, વસી રહી વૈરાગ્યમાંઈ । મોટે
ભાગ્યે જો આવી મળે, તો ન રહે કસર કાંઈ ।।૮।। વૈરાગ્યવાનને વિપત્ત
શાની, જે સમઝયા સાર અસાર । જેમ તુંબુ બોળે કોઈ તોયમાં, પણ
નીસરી જાયે નીર બા’ર ।।૯।। વૈરાગ્ય વિના તો વાત ન બને, શુદ્ધ સાચું
ન લેવાય સુખ । નિષ્કુલાનંદ નિરવેદ વિના, આદિ અંતે મધ્યે દુઃખ
।।૧૦।। કડવું ।।પ।।
વૈરાગ્ય વિના વિધિ લોકથી વિધિજી, સુતા સ્પર્શની ઈચ્છા ઉર
કિધીજી । વૈરાગ્ય વિના પિનાકી પરસિદ્ધિજી, મોહિનીને મીટ જોવા ૮લક
લીધીજી ।।૧।। ઢાળ - લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વોણું વગોણું
થયું । હતા અખંડ આત્મદરશી, પણ એ સમે એવું નવ રહ્યું ।।ર।। વળી
પુરંદર વૈરાગ્ય પખી, માગ્યાં અસ્થિ ગયો ઋષિ ઘરમાં । વૈરાગ્ય વિના
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
વિબુધ વિલખે, સદા રહિ સુખના ભરમાં ।।૩।। વૈરાગ્ય વિના વિધુ વ્યાકુલ
થઈ, જઈ હરી ગુરુની પતની । વૈરાગ્ય વિના જુવો વિચારી, સારી વાત
તે શું બની ।।૪।। વૈરાગ્ય વિના અંગે અંધારું, રહિ ગયું અર્કને અપાર ।
પરણ્યા વિના પતની કરી, તેનો ઉર ન આવ્યો વિચાર ।।પ।। નારદ
પારાશર સૌભરી, ભૂલી ગયા વૈરાગ્ય વિના વાત । એકલશૃંગી અરણ્યમાં,
થઈ વણ વૈરાગ્યે ઘાત ।।૬।। પાંડવ ભકત પ્રમાણિયે, પણ વણ વૈરાગ્યે
વસાવ્યું વેર । કૌરવ કુળ નિર્મૂળ કર્યું, તેની મને આવી નહિ મે’ર ।।૭।।
વૈરાગ્ય વિના ચિત્રકેતુ, પરણ્યો પત્નિયો કોટ । આગ્નિધ્ર યયાતિ જેવે,
વણ વૈરાગ્યે ભોગવી ખોટ ।।૮।। બ્રહ્મા આદિ કીટ પર્યંત, વણ વૈરાગ્યે
વિકળ થયા । ત્યારે બીજાનું નવ બોલવું, જે પશુવત પામર રહ્યા ।।૯।।
વૈરાગ્ય વિના વિષય સુખનો, અંતરે ન થાય અભાવ । નિષ્કુલાનંદ નિરવેદ
વિના, રુઝે નહિ વિષયના ઘાવ ।।૧૦।। કડવું ।।૬।।
જો શુદ્ધ્ વૈરાગ્ય ઉપજે અંગજી, તેને ન ગમે વિષય સુખનો સંગજી
। અંતરે ઉદાસી રહે અભંગજી, તેને ચિત્તે ચઢે હરિનો રંગજી ।।૧।। ઢાળ
- ચિત્તે રંગ જાયે ચડી, તે ઉતાર્યો ઉતરે નહિ । એવા વૈરાગ્યવાનને, પીંડ
બ્રહ્માંડની ગણતી સહિ ।।ર।। એવા શુદ્ધ્ વૈરાગ્ય વાળા શુકજી, જડ ભરતને
પણ જાણિએ । કદરજમાં પણ કાચું નહિ, ખરા વૈરાગ્યવાન વખાણિએ
।।૩।। દેવ ઋષિ નરદેવની, કહી ખોટ મોટી ખોળીને । તેથી મનુષ્યની
મોટપ કે’તાં, તન મને જોવું તોળીને ।।૪।। પણ પ્રહ્લાદે પરબ્રહ્મથી, માયિક
સુખ નવ માગિયું । કુંતા ભકત કૈયે ખરાં, વિદુરે નિજ રાજય ત્યાગિયું
।।પ।। ગોપીચંદ બાજીંદ શેખ ભર્તુહરિ, સબસ્ત બરેજ મનસુર મલેચ ।
અતિ વૈરાગ્યના વેગ વડયે, પડયા નહિ માયાને પેચ ।।૬।। શુદ્ધ વૈરાગ્ય
શરીરમાં, અચાનક જેને ઉપજે । તેને બ્રહ્માથકી આ ભૂમિના, સુખ નર
અમરનાં નવ રજે ।।૭।। સાચો વૈરાગ્ય છે સુખનિધિ, જો આવી જાયે
અચાનકે । તો કસર કોઈ નવ રહે, ઠિકોઠિક પો’ચાાડે સ્થાનકે ।।૮।।
મોટે ભાગ્યે મનુષ્યને, મળે નિરવેદરુપણી નિધિ । રે’વા ન દીયે રંકપણું,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
વિષયસુખનું કોયે વિધિ ।।૯।। વણ વૈરાગ્યે એ છે વસમું, વૈરાગ્યવાનને
વસમું નથી । તન કરી રાખ્યું છે તૃણ તોલે, કહે નિષ્કુલાનંદ શું કહું કથી
।।૧૦।। કડવું ।।૭।।
વૈરાગ્યવાનને વાત નથી કઠણ કઈજી, જે કોઈ મુકતાં મુકાય નઈજી
। એવી વસ્તુ આ બ્રહ્માંડે સહીજી, જે વિના વિતરાગી ન શકે રહીજી
।।૧।। ઢાળ - રહી ન શકે એવું જે રુડું, ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહિ ।
મહાસુખ મુકી મહારાજનું, બીજે સુખે મન વાળે નહિ ।।ર।। સર્વે લોકની
સંપત્તિ, પાપરુપ જાણી પેખે નહિ । મૂર્તિ મુકી મહારાજની, બીજું દુઃખ
જાણી દેખે નહિ ।।૩।। મોટા નાના માયિક સુખમાં, પડયા પરાધીન પરવશ
છે । સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત, તેમાં કોણ કમ કોણ સરસ છે ।।૪।। જેમ
અગ્નિ જવાળથી ઉંચા નીચા, લોહકઢામાં કણ ઉછળે । એમ પંચ
વિષયમાં પડયા પ્રાણી, નાના મોટા સહુ બળે ।।પ।। વૈરાગ્યવાન જન
એવું વિલોકી, મુકી વિષય સુખની વાટ । તને મને તપાશિને, ઘણી વાત
બેસારી છે ઘાટ ।।૬।। ખરૂં કર્યું એમ ખોળીને, વણ વૈરાગ્યે વણસાડ ।
રૂડું જાણીને ન રોપીયે, ઘર આંગણે ગરલનું ઝાડ ।।૭।। એમ એક પ્રભુને
પરહરિ, જન જે જે કરે છે ઉપાય । તેમાં સર્વે રીતે સંકટ છે, માની લેજો
જન મનમાંય ।।૮।। પણ વણ વૈરાગ્યે વરતાય નહિ, અને વર્તે તે
વૈરાગ્યવાન । માટે અસત્ય સુખથી મન ઉતારી, ભજે છે જે ભગવાન
।।૯।। શુદ્ધ વૈરાગ્યવાન સાચા, ભકત પ્રભુના ભણિયે । નિષ્કુલાનંદ કહે
તે વિના, બીજા સર્વે સ્વાર્થી ગણિયે ।।૧૦।। કડવું ।।૮।।
પદરાગ રામગરી - શુદ્ધ્ વૈરાગ્યે કરી સેવિયે, પ્રેમે પ્રભુના પાય ।
માયિક સુખ ન માગીયે, મોહે કરી મનમાંય; શુદ્ધ૦ ।।૧।। નિષ્કામી
જનની નાથને, સારી લાગે છે સેવ । જે મોક્ષ આદિ નથી માગતા, નથી
તજતા તે ટેવ; શુદ્ધ૦ ।।ર।। સકામ ભકતની શ્રીહરિ, પૂજા પરહરે દૂર ।
જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર; શુદ્ધ૦ ।।૩।। શુદ્ધ વૈરાગ્ય
વિના સમઝો, નર નો’યે નિરાશ । નિષ્કુલાનંદ નિષ્કામથી, રિઝે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
શ્રીઅવિનાશ; શુદ્ધ૦ ।।૪।। પદ ।।ર।।
વૈરાગ્યવાનનું વર્તવું વખાણુંજી, જેને માયિક સુખ સૌ સરખું
જણાણુંજી લોકાલોકે જેનું મન ન લોભાણુંજી, એક હરિચરણે ઠીક મન
ઠેરાણુંજી ।।૧।। ઢાળ - ઠેરાણું ચિત્ત હરિચરણે, તેણે કરી તન સુખ
ત્યાગ છે । સારૂં નરસું સરખું થયું । જેને ઉર અતિ વૈરાગ્ય છે ।।ર।।
ખાતાં ન થાય ખરખરો, જેવું અન્ન જડે તેવું જમે । સુકું લુખું સ્વાદુ
નિરસ્વાદુ, ખાઈને દિન નિગર્મે ।।૩।। જળ દળ ફળ ફૂલ જમી, સદાયે
મને રહે સુખી । વૈરાગ્ય જેને ઉર ઉપજે, તે સહુ વાતે રહે સુખી ।।૪।।
ફાટયાં તુટયાં વિણિ વિથીથી, ઘણા ચીરાની કંથા કરે । શીત ઉષ્ણ
નિવારવા સારૂં, એવી અંગે ઓઢી ફરે ।।પ।। સુવા ન શોધે સાથરો, સુંદર
સુંવાળી જાગ્ય । સમ વિષમ સમ સમઝે, જેને તન સુખનો છે ત્યાગ
।।૬।। રાત દિવસ હૃદયા વિષે, દઢ રે’છે હરિનું ધ્યાન । તેણે કરી નથી
આવતું, અણુભાર અંગે અભિમાન ।।૭।। કોઈક નંદે કોઈક વંદે, કોઈ
ના’પે આપે ખાવા અન્ન । કોઈ ગૃદ પથર ગોબર નાખે, તોય સદા રાજી
રહે મન ।।૮।। એવી વૈરાગ્ય વિનાની વિપત્તિ, કહો કોણ સહિ શકે શરીર
। વેષ લિધે વૈરાગ્યને જાણો, કેમ ધરાયે ધીર ।।૯।। વારિવારિ જાઉં એ
વૈરાગ્યને, જેણે જગસુખ દુઃખ જાણ્યું સહી । નિષ્કુલાનંદ નિરવેદ જેવું,
બીજું હોય તો દેખાડો કહી ।૧૦। કડવું ।૯।
વળી વૈરાગ્યવંતને જાઉં વારણેજી, તનસુખ ત્યાગ્યાં હરિ રાજી
કર્યા કારણેજી । દેહપર્યંત રહ્યા એક ધારણેજી, અહંતા મમતા કાઢી જેણે
બારણેજી ।।૧।। ઢાળ - બારણે કાઢી જેણે દેહબુદ્ધિ, સુધિ વાતને
સમઝ્યા સહી । આપે મનાણું આતમા, કહ્યું કલેવર હું કેદિ નહિ ।।૨।।
જડ ચૈતન્ય જાણ્યાં જુજવાં, ચૈતન્ય આપે ચોકસ કર્યું । તેહ વિના ત્રિગુણે
રચિત, તેપરથી મન ઉતર્યું ।।૩।। તેહ દેશે પ્રદેશે પરવરે, કરે ઘર પરનું
કામ । ભૂલ્યે પણ ભાખે નહિ, જે હું નહિ આતમારામ ।।૪।। જેમ
પોતપોતાની જાત્યને, જન જાણે છે મનમાંય । તે સુતાં બેઠાં જાગતાં,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
ભૂલ્યેપણ બીજાું ન મનાય ।।૫।। નારી નર નપુંસકપણું, વળી વિસરે
નહિ કોઇ વિધ । તેમ આતમા રૂપ જાણ્યું આપણું, પ્રગટપણું પ્રસિદ્ધ
।।૬।। એવી વિગતિ થૈ વૈરાગ્યથી, તે ટાળી પણ ટળે નહિ । રાત દિવસની
રીતિયે, સત્ય તે અસત્યમાં ભળે નહિ ।।૭।। સત્ય નિત્ય એક આત્મા,
અસત્ય દેહાદિક આદ । તેમાં નાનાં મોટાં કેને કહિયે, એતો સર્વે સરખી
ઉંટ લાદ ।।૮।। એમ વૈરાગ્યવાનને વરતે, અખંડ એવો વિચાર । કેને
વખાણે કેને વગોવે, દેખે માયિક સુખ એક હાર ।।૯।। વખાણે તો વખાણે
વળી, વિશેષે વૈરાગ્યવંતને । નિષ્કુળાનંદ તનસુખ તજી, જે ભજેછે
ભગવંતને ।।૧૦।। કડવું ।।૧૦।।
ભગવંતને ભજશે નર નિરમોઈજી, જેને હરિવિના વા’લું નથી
કોઈજી । અખંડ રહ્યાછે હરિને જોઈજી, એવા જન જેહ તેહ હરિના
હોઈજી ।।૧।। ઢાળ - હરિના જન તેણે જાણિયે, જે છતિ મતિયે ઉન્મત્ત
રહ્યા । વિવેકી પણ વૈરાગ્યવડ્યે, જાણતાં અજાણ થયા ।।૨।। શ્રવણ છે
પણ નથી સુણતા, દૃગ છે પણ ન દેખે રૂપ । ત્વચા છે પણ નથી જાણતા,
શીત ઉષ્ણનું તે સ્વરૂપ ।।૩।। જિહ્વા છે પણ નથી જાણતા, ષટ રસ ખાવાની
રીત । વળી વચને કરી નથી વદતા, જે જાણી વાણી અનિત્ય ।।૪।। પગ
છે પણ નથી ચાલતા, કર છે પણ ન કરે કામ । નાસા છે પણ નથી
સુંઘતા, સહુ આળસી પામ્યાં છે આરામ ।।૫।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર
જે, તે અંતઃકરણ કહેવાય । અતિ થયાંછે આળસુ, અસત્ય મારગ માંય
।।૬।। વૈરાગ્યે લિધિ વર્તિયો વાળીને, સમેટીને સર્વે માંયથી । તે રાખી
હરિના રૂપમાં, તે મુકી બીજે જાતિ નથી ।।૭।। જે પરવરી ગઇતી
પદાર્થમાં, વૃત્તિ થઈ તે વિષયાકાર । તે વાળી પાછી આણી અંતરે, તેતે
નિરવેદથી નિરધાર ।।૮।। નિરવેદ વિના ખેદ પામે, અંતર ને નિરંતર
બા’ર । દેવ અદેવ ને ઋષિ રાજવી, પશુ પન્નગ ને નર નાર ।।૯।। એક
વૈરાગ્ય બીજી વજ્રમણી, તેને તપાવી ન શકે કોઈ તાપ । નિષ્કુલાનંદ
શીતળ સદા, વૈરાગ્ય વજ્રમણી આપ ।।૧૦।। કડવું ।।૧૧।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
વૈરાગ્યવંતને અત્યંત સુખજી, જેની ભાગી ગઇ સર્વે ભુખજી ।
કોઇ વાતનું રહ્યું નહી દુઃખજી, સદાયે રહ્યા છે હરિ સનમુખજી ।।૧।।
ઢાળ - હરિ સનમુખ રહે સદા, જેણે આપદા અળગી કરી । સાજી ન
રાખી શરીરશું, ગયા અહંમમતા માયા તરી ।।૨।। જેમ ચકોરની દૃષ્ટિ
ચંદ્ર મુકી, અરુપરુ પેખે નહી । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિમૂર્તિ
વિના દેખે નહિ ।।૩।। જેમ જળનું ઝષ જળમાં રહે, બા’રે નિસરતાં બળે
ઘણું । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ વિના સુખ ન પામે અણું ।।૪।।
જેમ અનળ રહે આકાશમાં, તેને ભોમ્યે આવ્યે ભારે દુઃખ છે । શીદ
આવે તે અવનિયે, જેને શૂન્યે રે’વામાંહિ સુખ છે ।।૫।। તેમ વૈરાગ્યવાનની
વરતિ, હરિ મૂર્તિમાંઇ રહે વસી । તેને દેહમાં આવે દુઃખ ઉપજે, જે
વાલમમાં રહી વિલસી ।।૬।। જેમ ભૂપભામિની ભવન તજી, રડવડે
એકલી અરણ્ય । ભવનભવન હીંડે ભીખતી, તેને વદવી વાઘરણ્ય ।।૭।।
તેમ હરિજનની વૃત્તિને, જોઇએ પૂરણ પતિવ્રતાપણું । મહા સુખમય
મૂર્તિ મહારાજની, તે માંહિ ગરક રે’વું ઘણું ।।૮।। પણ બાંધિ અલાબુ
દિયે ડુબકી, તે નિસરે બા’રો નીરથી ।। તેમ હરિમૂર્તિમાં બૂડતાં, સ્નેહ
તોડવો શરીરથી ।।૯।। એટલા માટે જરુર જોઇએ, નરને તે નિરવેદ ।
નિષ્કુલાનંદ કહે તે વિના, મટે નહિ મનને ખેદ ।।૧૦।। કડવું ।।૧૨।।
પદરાગ રામગરી - વા’લિનિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરુર
। તે વિના સર્વે તપાસીયું, રાખે હરિથી દૂર; વા’લિ૦ ।।૧।। અનેક ગુણ
હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય । તો તનઅભિમાન ટળે
નહિ, પાળ્યા પય પાઇ નાગ; વા’લિ૦ ।।૨।। કુરકટ ફલને જળે વળી,
મળ માંયેથી જાય । તેમ વૈરાગ્ય ઔષધિ વખાણિયે, પિતાં રોગ પળાય;
વા’લિ૦ ।।૩।। ખોળિખોળિ ખરું કરી, વખાણીયે વૈરાગ્ય । નિષ્કુલાનંદ
જેને ઉપજ્યો, તેનાં જાગીયાં ભાગ્ય; વા’લિ૦ ।।૪।। પદ ।।૩।।
તીવ્રવૈરાગ્યની ધાર છે તિખીજી, નથી કે’વાતું એ વાતને શીખીજી
। કાળજ કંપે છે દિશ એની દેખીજી, મોટપ્ય એની નથી જાતિ લેખીજી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
।।૧।। ઢાળ - લેખી ન જાયે લેશ એની, મોટપ તે માનો સહિ । વણ અંગે
એ વારતા, બરોબર કે’તાં બેસે નહિ ।।ર।। પણ જેના પંડયમાં એ પ્રગટે,
રટે નિરંતર તે રામ । અંતર ઉંડા ઉતરી, સમરે છે સુંદર શ્યામ ।।૩।।
વસ્તી વન ભવનનું, ભીતર રહ્યું નથી ભાન । વીસરી ગઈ છે વાત બીજી,
રે’તાં મૂૃર્તિમાં ગુલતાન ।।૪।। વર્ણ આશ્રમ જાતનું, નથી જાણ પણું જરાય
। નામ રૂપ રંક ભૂપ, નથી મનાતું મનમાંય ।।પ।। કવિ કોવિદ પંડિત
પણું, પરઠતાં પણ પરઠાય નહિ । તે તીવ્ર વૈરાગ્યે નાખ્યું ત્રોડી, એક
હરિમૂર્તિમાં રહી ।।૬।। હાણ વૃદ્ધિને હાર્યા જિત્યા, ખાટ્યા ખોયાનું નથી
ખરૂં । હરિ મૂર્તિમાં વૃત્તિ વળગી, તેણે વિસરી ગયું પરૂં ।।૭।। જેમ ચઢે
ઉંચે કોઇ અંબરે, તેતો ભૂમિ આકાર ભાળે નહિ । તે શુભાશુભ સહુ પર
છે, અસત્ય સત્ય કોઈ કાળે નહિ ।।૮।। જે વસ્તુતાએ વસ્તુ નથી, તે
વસ્તુ કેવી કે’વાય । એમ તીવ્ર વૈરાગ્યવાનને, એમ સે’જે વરતે છે સદાય
।।૯।। તીવ્ર વૈરાગ્ય તેણે કરીને, જગતસુખ જોયામાં નથી આવતું ।
નિષ્કુલાનંદ નાથ મૂર્તિ વિના, બીજું ભૂલ્યેપણ નથી ભાવતું ।।૧૦।। કડવું
।।૧૩।।
તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, અતિ આનંદ રહ્યો છે તેમાંજી ।
અણું એક ભાર નથી દુઃખ એમાંજી, તે તો તેહ જાણે જન પ્રગટયો છે
જેમાંજી ।।૧।। ઢાળ - જેને પ્રગટયો તે જન જાણે, બીજા શું વખાણે
વાણિયે । વણ દીઠે કરે વારતા, તે પૂરી કેમ પ્રમાણિયે ।।ર।। પણ જેના
પંડયમાં પ્રગટયો, તીખો તીવ્ર વૈરાગ્ય । તેહના અંગમાંહિ અજાનો, રે’વા
તે ન દિયે ભાગ ।।૩।। જેમ કંચનને કુંદન કરતાં, તેને જાણજો જોયે તાપ
। તેમ તીવ્ર વૈરાગ્યના તાપથી, શુદ્ધ થાય અંતર આપ ।।૪।। વિશલ્યકર્ણિ
ઔષધિવડે, શલ્ય નિસરી જાયે શરીરથી । તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી,
જાયે વિષય શલ્ય અચિરથી ।।પ।। જેમ સુરાખારને અરઘે કરી, ગોળી
ગળિને નિસરે બાર । તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી, રહે નહિ વિષય વિકાર
।।૬।। સુખ દુઃખના શલ્ય શરીરે, ક્ષણુંક્ષણુંએ ખટકે ખરાં । તે તીવ્ર
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
વૈરાગ્યના વેગ વિના, પંડયમાંથી ન થાય પરાં ।।૭।। સુતાં બેઠાં ચાલતાં,
શલ્ય સૂક્ષ્મ ૦સણકા કરે । તે બૃહત વૈરાગ્ય વિના, કોયેથી પણ નવ
નિસરે ।।૮।। બા’રના દરદની ઔષધિ, કાષ્ટ ધાતુની કે’વાય છે । પણ
તીવ્ર વૈરાગ્ય ટાળી, અંતર દુઃખ કાંયે જાય છે ? ।।૯।। તીવ્ર વૈરાગ્ય તન
મનને, શોધિને કરે છે શુદ્ધ । નિષ્કુલાનંદ એ સુખનિધિ છે, એમ કે’છે
સંત સુબુદ્ધ ।।૧૦।। કડવું ।।૧૪।।
બૃહત વૈરાગ્યની વાત છે મોટીજી, તે વિના સર્વે સમઝણ ખોટીજી
। શીદને મરીયે એમાં શિર કૂટીજી, બા’ર હૈયાની આંખ્ય કેમ ફૂટીજી
।।૧।। ઢાળ - ફૂટી આંખ્ય અંતરની, તે સુખ દુઃખ સુઝે નહિ । વૈરાગ્ય
વિના વાત સુધિ, બુઝાવતાં બુઝે નહિ ।।૨।। બૃહત વૈરાગ્ય વિના કોણ,
બેઠો ઠાઉકો ઠરીને । વૈરાગ્ય જાણો વિપ્ર વિવા’માં, હાથોહાથ સોંપે હરિને
।।૩।। જેમ જુવતિને પતિ પામવા, જોયે બીજો કરતલ મેળાપ । તેમ જનને
જગદીશ મળવા, બૃહત વૈરાગ્ય મેળવે આપ ।।૪।। પ્રથમ પે’લાં કામ
પડે, હરિ વરવા બૃહત વૈરાગ્યનું । જેણે કરી પિયુ પામિયે, વામીયે મેણુ
દૂવાગનું ।।૫।। વર વર્યા વિના વનિતા, કોયે સુખ ન પામે સુંદરી । મોર્યે
કહ્યાં સુખ મોટાં મોટાં, પામે વૈરાગ્યવાન વરતાં હરિ ।।૬।। વર વરવા
ઇચ્છા કરે, તો આપે જરીનો એહ । તૈયે જરૂર વર એને વરશે, એહ
વાતમાં નથી સંદેહ ।।૭।। ચોકસ ઓઢિ જેણે એ ચુંનડી, અખંડ વરની
અંગ । એવા જન જે જગ્તમાં, તેનો રહી ગયો રૂડો રંગ ।।૮।। પ્રથમ કહ્યાં
એવાં સુખ પામવા, બૃહત વૈરાગ્યમાં છે જો વડાઇ, તેહ વિના તોળિ
તપાસું, સુખ ના દીઠું કહું ક્યાંઇ ।।૯।। વારમવાર વિચારી કરી, મોટપ્ય
વૈરાગ્યની લૈ લખી । નિષ્કુલાનંદ કહે નરને, નથી સુખ બૃહત વૈરાગ્ય
પખી ।।૧૦।। કડવું ।।૧૫।।
બૃહત વૈરાગ્ય છે વણમૂલું ઘરેણુંજી, સર્વથી સરસ સદા સુખદેણુંજી
। પે’રતાં ઉતરે માથેથી ભવ મે’ણુંજી, તે પામિયે હોય પૂરણ જો લે’ણુંજી
।।૧।। ઢાળ - પૂરણ લે’ણે એ પામિયે, અંગે એવું આભૂષણ । તે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
શોભાડે સર્વે રીતશું, પમાડે પ્રભુ તતક્ષણ ।।૨।। જેજે શોભ્યા આ
જગ્તમાં, તેતો સર્વે એ ઘરેણે ઘણું । પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુર નરનું,
પાણી ન રહ્યું મુખતણું ।।૩।। વૈરાગ્ય વિના આ વિશ્વમાં, અન્ય શોભાએ
જે શોભ્યા ઘણા । વણ વૈરાગ્યે જક્ત કર્તા હર્તા, લાગ્યા અતિશે
લજામણા ।।૪।। શુદ્ધ વૈરાગ્યે શોભા ઘણી, હરિજનની જાણો જરૂર ।
વૈરાગ્ય વિના લાગે વરવું, એ પણ વિચારવું ઉર ।।૫।। વૈરાગ્યવાન
વા’લા હરિને, સામું જોઇને સરાયે અતિ । વણ વૈરાગ્યવાન વિલોકિને,
હરિ રાજી નથી થાતા રતિ ।।૬।। શુક ભરત સનકાદિક શોભ્યા, બૃહત
વૈરાગ્ય ઘરેણે ઘણું । જનક જયદેવ કદરજનું કહું, મુખ લાગ્યું સોયામણું
।।૭।। જો ધરો તો અંગે ધરજો, શુદ્ધ વૈરાગ્યરૂપ શણગાર । તો હેતે કરિ
હરિ રીઝશે, નિશ્ચે જાણો નિરધાર ।।૮।। કોઇ સો સો શણગાર સજે
શરીરે, કાછ શૃંખલા કથિરના । પણ કંચન વિના કેમ કહિયે, એ
શોભાડનારા શરીરના ।।૯।। તેમ સારામાં સારૂં ઘરેણું, સુવર્ણ કહે
શિરોમણિ । નિષ્કુલાનંદ બૃહત વૈરાગ્યની, મોટપ્ય નથી જાતિ ગણી
।।૧૦।। કડવું ।।૧૬।।
પદરાગ રામગરી - તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન
। જપ તપ તીર્થ જોગ જે, કરે કોઇ જન જગન; તીવ્ર૦ ।।૧।। દાન પુણ્ય
પાળે કોઇ ધર્મને, ગાળે હિમાળે તન । પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં
કરેછે જન; તીવ્ર૦ ।।૨।। પણ બૃહત વૈરાગ્ય વિના વાયદા, પ્રભુ પામવા
કાજ । અવર બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ; તીવ્ર૦ ।।૩।। બૃહત
વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય । નિષ્કુલાનંદ નજીક છે, બૃહત
વૈરાગ્યને વશ્ય; તીવ્ર૦ ।।૪।।
જેને ઉર ઉપજ્યો બૃહત વૈરાગ્યજી, તેનાં ઉઘડીયાં મહા મોટાં
ભાગ્યજી । નથી એવો લાભ બીજો કહ્યા લાગ્યજી, જે થકી જડેછે
મહાસુખમાં જાગ્યજી ।।૧।। ઢાળ - મોટિ જાગ્ય જડેછે જનને, તેતો
જાણજો બૃહત વૈરાગ્યવડ્યે । તે વિના તપાસિયું પણ, વાત નથી બેસતી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
ઘડ્યે ।।૨।। તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો કૃપા કરે જગદીશ । કાંતો તેના
જન મળે, વૈરાગ્ય-વાન મુનિશ ।।૩।। હરિકૃપા વિના હોય નહિ, પામવા
બૃહત વૈરાગ્ય । કાંતો બૃહિ જન હરિના મળે, તો વાત ન રહે કહ્યા લાગ્ય
।।૪।। તેહ વિના બૃહત વૈરાગ્યની, આશા ન રાખવી ઉર । જેમ વણ વુંઠે
વરસાતને, વળી ના’વે નદીયે પૂર ।।૫।। જેમ નર નારી વિના ન નીપજે,
બાળક તે બીજી પેર । તેમ બૃહત વૈરાગ્ય તો ઉપજે, જો હરિ હરિજન
કરે મે’ર ।।૬।। જેમ પાથ પૃથ્વી બે વિના, કહું કદી ન ઉપજે અન્ન । તેમ
તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો મળે હરિ કે હરિના જન ।।૭।। તે વિના તીવ્ર
વૈરાગ્યનો, નથી ઉપજવા ઉપાય । માટે હરિ હરિજનને, સેવીને કરવા
સા’ય ।।૮।। જેહ પામવા ઇચ્છે કોઇ પ્રાપતિ, તેને અણગર્જુ ન રે’વું અંગ
। દાસના દાસ થઇ રહી, રહિયે વૈરાગ્યવાનને સંગ ।।૯।। શુદ્ધ સંતથી એ
સંપત્તિ, બૃહત વૈરાગ્યની મળે વળી । નિષ્કુળાનંદ તો તન મનના, વિકાર
સર્વે જાયે ટળી ।।૧૦।। કડવું ।।૧૭।।
બૃહત વૈરાગ્ય છે અનુપમ અતિજી, એહ સમાન નથી કોઇ
સંપત્તિજી । તેતો સંત સા’યે થાયે પ્રાપતિજી, તો તેને કષ્ટ રહે નહિ રતિજી
।।૧।।
ઢાળ - રતિ કષ્ટ તેને કેમ રહે, જેને થાય મોટાની મે’ર । સંત
શ્રીહરિ સિંધુની જેને, ઢળી વળી આવી લે’ર ।।૨।। જેમ રતનાકારમાં
રતન મોતી, અમૂલ્ય છે અતિ ઘણાં । પણ તન મન અરપ્યા વિના, કેદિયે
ન થાય આપણાં ।।૩।। સિંધુતીરે શે’ર વસેછે, બીજાં પણ બહુ ગામ । તે
લુણ શંખલા સહુ લિયે, રત્ન મોતીનું ન પુછે નામ ।। ૪।। રત્ન મોતી મળે
મોટી મે’નતે, વણ મે’નતે મળતાં નથી । માટે સહુ કોઇએ સમઝી,
મેલ્યાં ઉતારી મનથી ।।૫।। પણ હરિ સાગર છે સુખના, નથી કોઈ વાતની
એમાં ખોટ । તેમાં નિષ્કામી માગે નિરવેદને, સકામ માગે માયાસુખ
મોટ ।।૬।। નિષ્કામ વિના નિરવેદ નિધિ, રુચતી નથી રતિભાર । સાકરથી
પણ સારો લાગ્યો, ખાવા સોમલખાર ।।૭।। તેતો હરિજનને જોવી નહિ,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
પ્રાકૃત પ્રાણીની રીત । સેવવા શ્રીભગવાનને, માગવો વૈરાગ્ય ચિત્ત ।।૮।।
વૈરાગ્ય અંતરેથી જો ઉતરે, તો, ડોકાં કાઢી રહ્યાંછે દુઃખ । આવે ધાઇ તે
ઉરમાંઈ, રે’વા ન દિયે સુખ ।।૯।। માટે વા’લો કરી વૈરાગ્યને, રાખવો
તે રુડી રીત । નિષ્કુલાનંદ એ નરની, તો જરુર જાણો થાયે જિત ।।૧૦।।
કડવું ।।૧૮।।
બૃહત વૈરાગ્ય વિના જન વારમવારજી, જુજવા જુજવા જીવ ધરે
અવતારજી । દેવ દાનવ માનવમાં બહુવારજી, નિગમે ન થાય તેનો
નિરધારજી ।।૧।। ઢાળ - નિરધાર ન થાય નિગમે, એટલા લિધા અવતાર
। વૈરાગ્ય વિના વપુ ધર્યાનો, આવ્યો નહિ વળી પાર ।।૨।। કૈકવાર સત્ય
લોક પામ્યો, કૈકવાર પામ્યો કૈલાસ । કૈકવાર ઇન્દ્રપદવી પામ્યો, તોયે ન
ટળી વિષય સુખ આશ ।।૩।। કૈકવાર સુરપુર પામ્યો, વિબુધકન્યા વિમાન
। કૈકવાર ભૂમાં ભૂપતિ થયો, કૈકવાર થયો ધનવાન ।।૪।। કૈકવાર સુર
દાતાર થયો, કૈકવાર પુરાણી પંડિત । કૈકવાર પ્રશ્ન ઉત્તરથી, કરી પોતાની
જિત ।।૫।। કૈકવાર ગુણ ગવૈયો થયો, જ્ઞાની ધ્યાની કોવિદ ને કવિ ।
કૈકવાર જાણ પ્રવીણ થયો, થયો અર્થ જાણતલ અનુભવી ।।૬।। એમ
અનેકવાર પામિયો, ભોમે વ્યોમે અવતારને । પણ એક ન પામ્યો
વૈરાગ્યને, ત્યારે શું પામ્યો જન સારને ।।૭।। જેમ મોટા શહેરના
મોટલિયા, ઉપાડે કાચ કે વળી કોયલા । ખાતાં ન ખવાયે કાળપ થાયે,
એ કાળા ધોળા જાણો નથી ભલા ।।૮।। પણ એવું ઇચ્છેછે સહુ અંતરે,
નથી ઇચ્છતા આવવા વૈરાગ્યને । તેણે કરીને જનનાં, નથી ઉઘડતાં ભારે
ભાગ્યને ।।૯।। એમ સર્વે વાતો તો ખરી કરી, પણ બૃહત વૈરાગ્ય માર્ગ
નવ જડ્યો । નિષ્કુલાનંદ કહે શું થયું તાડતળે રહ્યો કે ટોચે ચડ્યો ।।૧૦।।
કડવું ।।૧૯।।
સર્વે વાતનું શોધી લીધું સારજી, નથી કોઇ બૃહત વૈરાગ્યની હારજી
। અંતર વિચારિયું વારમવારજી, શુદ્ધ વેરાગ્ય તો સૌને પારજી ।।૧।।
ઢાળ - શુદ્ધ વૈરાગ્ય પાર સહુને, નથી એથી અધિક કોઇ એક । વાંધો ન
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
રહે કોઇ વાતનો, જો આવી ઉપજે ઠીકોઠીક ।।૨।। શાસ્ત્ર સર્વે સાંભળ્યાં,
તેમાં છે ચ્યાર પ્રકારની વાત । ધર્મ અર્થ કામનું કહ્યું, માંહી મોક્ષનું પણ
સાક્ષાત ।।૩।। પણ બૃહત વૈરાગ્ય વિસ્તાર વિના, થોડે ઠેકાણે લખ્યો
લહી । પણ તીખા તીવ્ર વૈરાગ્યની, વાત પુરી પુરાણે નવ કહી ।।૪।। ખાન
પાન વળી વિષય સુખનું, ઠામોઠામ સ્થાપન કર્યું । હરખ શોકને હાર્યા
જિત્યા, એ સાંભળતાંમાં શું સર્યું ।।૫।। આખી અવનિમાં એકનું, કહ્યું
ઉદય અસ્તલગી રાજ । સુખ દુઃખ તેનાં સુણતાં, કહો શું સરિયું કાજ
।।૬।। આખા જગતમાં એવી વાતો, ઘરોઘર ઘણી ગવાયછે । પણ નર
અમર નિશાચર, બૃહત વૈરાગ્યને કોઇ ચા’યછે ? ।।૭।। વૈરાગ્ય માગવો
વિકટ છે, જેમ નાખવો કળેજે હાથ । જીવવા ન દિયે જીવથી, રે’વા ન
દિયે કોઇનો સાથ ।।૮।। જેને મરવાનું હોય મનમાં, તે માગજો બૃહત
વૈરાગ્ય । તે અક્ષરથી આણી કોરે, રે’વા ન દિયે જાગ્ય ।।૯।। એતો
મરજીવાનો માર્ગછે, હોય મરજીવા તે માંડે પગ । નિષ્કુલાનંદ એ જેને
પ્રગટે, તેને સર્વે ચડી જાયે સગ ।।૧૦।। કડવું ।।૨૦।।
પદરાદ ગરબી - સગ્ય ચડિ જાયેરે શુદ્ધ વૈરાગ્યથીરે, શું કહું બૃહત
વૈરાગ્યની વડાઈરે । તીવ્ર વૈરાગ્યરે તેવડ્યે તનમાંરે, કસર રે’વા ન દિયે
કાંઈરે; સગ્ય૦ ।।૧।। તીવ્ર વૈરાગ્યરે તિખી તરવાર છે, અતિશે સજેલ
આકરી ધારરે । અડતામાં કરેરે સરવે વેગળુંરે, લેશ ન રે’વા દિયે
સંસારરે; સગ્ય૦ ।।૨।। એક હરિ વિનારે કરે બીજું અળગુંરે, તેની ઘણી
લાગે નહિ વળી વારરે । એવો ઉપાયરે અવર એકે નથીરે, શું કહિયે
વર્ણવી એહની હારરે; સગ્ય૦ ।।૩।। અતિમોટે ભાગ્યેરે જાગે એહ
અંતરેરે, જેને હોયે પૂરણ પુણ્યનો જોગરે । નિષ્કુલાનંદરે કહે તેના
મનમાંરે, રે’વા ન દિયે રતિયે રોગરે; સગ્ય૦ ।।૪।। પદ ।।૫।।
બૃહત વૈરાગ્ય વર્ણવ્યો બહુવિધિજી, અતિશય મોટપ્ય એહની
કિધિજી । પ્રભુ પ્રસન્ન કરવા એ છે નૌત્તમ નિધિજી, સદા સુખકારી એ
જાણો પ્રસિદ્ધિજી ।।૧।। ઢાળ - પ્રસિદ્ધ પ્રભુને પામવા, એવી નથી બીજી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
મીરાંથ । સરવે અંતરાઈ અળગી કરી, આપે હરિના હાથમાં હાથ ।।૨।।
જે હરિ સિંધુ સર્વે સુખના, સદા સર્વદા સુંદર શ્યામ । જેને પામી ન રહે
પામવું, પામી થવાયે પૂરણકામ ।।૩।। તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય
છે વળાવો વળી । તેહ પો’ચાડે હરિ હજાુરમાં, મુખોમુખ દિયે મેળવી
।।૪।। પછી તે હરિજનને જાણજો, વિઘન સર્વે વિરમ્યાં । મળતાં
શ્રીમહારાજને, દૈહિક દુઃખ સર્વે શમ્યાં ।।૫।। કમી ન રહી કોઈ વાતની,
પામ્યા પૂરણ પુરુષોત્તમ । સુંદર સાકાર મૂરતિ, અતિ રુપાળી રુડી રમ્ય
।।૬।। તે પ્રભુની પાસે દાસ, વાસ કરીને રહે સદાય । બીજાું ન ઇચ્છે
અંતરે, ઇચ્છે ભક્તિ કરવા મનમાંય ।।૭।। ભક્તિ વિના ભાવે નહિ,
ભૂલ્યે પણ ભિંતર મોઝાર । સર્વે પ્રકારે સમઝે, ભક્તિ સારમાં સાર
।।૮।। ભક્તિએ કરી હરિ રીઝવે, રિઝે સુખદ શ્રીમહારાજ । ત્યારે ખામી
રતિ પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ ।।૯।। ભાવે ભરી કરે ભગતિ,
અતિ આનંદ આણી ઉર । નિષ્કુલાનંદ તેની ઉપરે, હરિ રાજી થાયે જરૂર
।।૧૦।। કડવું ।।૨૧।।
જરૂર હરિ રિઝવવા માટજી, ભક્તિ કરવી તે શિશને સાટજી ।
તેહ વિના વાત તે ન બેસે ઘાટજી, સમઝી વિચારી લેવી એ વાટજી ।।૧।।
ઢાળ- સમઝી વિચારી ઘનશ્યામની, ભક્તિ કરો ભાવે ભરી । ભાવ
વિનાની ભક્તિયે, રાજી નહિ થાયે શ્રીહરિ ।।૨।। ભક્તિ કરવી
ભગવાનની, સમાપર રહી સાવધાન । સમા વિનાની જે ભગતિ, અતિ
જાણો કરેછે જ્યાન ।।૩।। સમે સેવિને સુખ લૈયે, વણ સમે સરે નહિ
કામ । તે સમો મનમાં સમઝી, રે’વું હરિ હજાુર કરભામ ।।૪।। સમે
સામું જોઇ રે’વું શ્યામને, જોવી કર નયણ નિશાન । સમાપર તતપર
થઇ, કરવી ભક્તિ તે નિદાન ।।૫।। એક પગભર ઉભાં આગળે, હાથ
જોડિને રે’વું હજાૂર । જેમ કહે તેમ કરવું, કરી ડા’પણ આપણું દૂર ।।૬।।
વળી જેમ વાળે તેમ વળવું, તજી દેવી તનમન તાણ । અન્ય ભરોંસો
અળગો કરી, થઇ રે’વું હરિના વેચાણ ।।૭।। ભક્ત તેજ જે ભક્તિ કરે,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
જોઇ મરજી જગદીશની । મરજી ન લોપે મહારાજની, એહ રીતિ સમઝો
શિષ્યની ।।૮।। મોટે ભાગ્યે ભેટે ભગતિ, પ્રગટ પ્રભુ પરમાણની । તેહ
વિનાની જે ભગતિ, તેતો મત મમતના તાણની ।।૯।। કરિયે તો કરિયે
સમઝી, પ્રગટ પ્રભુજીની ભગતિ નિષ્કુલાનંદ કહે તે વિના, નથી નરને
કોઇ પ્રાપતિ ।।૧૦।। કડવું ।।૨૨।।
ભક્તિ હરિની સહુથી અતિ સારીજી, જનને કરવી તે મનમાં
વિચારીજી । હિતની વાત હૈયામાંયે ધારીજી, તક જોઇ રે’વું તરત
તૈયારીજી ।।૧।। ઢાળ - તૈયાર રે’વું તક ઉપરે, પ્રસન્ન કરવા પ્રગટને ।
શીત ઉષ્ણ વરસાતનું, સહી શરીરે સંકટને ।।૨।। સેવા કરતાં સેવકને,
પંડ સુખ સામું પેખવું નહિ । સમે સમાજ સારે સેવવા, તે વિના સુખ
લેખવું નહિ ।।૩।। તકે દાતણ તકે નાવણ, તકે પે’રાવવાં અંબર । તકે
ભોજન વ્યંજન કરી, જમાડવા શ્યામસુંદર ।।૪।। સમે ચંદન ચરચવું,
સમો જોઇ પે’રાવવા હાર । સમે આભુષણ અંગમાં, પે’રાવવાં કરીને
પ્યાર ।।૫।। સમે ઉતારવી આરતી, સમે કરવી સ્તુતિ કરજોડ । સદા દિન
આધિન રે’વું, કે’વું બક્ષજો ગુન્હા પ્રભુ ક્રોડ ।।૬।। સમે પ્રભુને પોઢાડવા,
સમે નાખવો પંખે પવન । સમે ચરણ ચાંપવાં, એમ કરવા પ્રભુ પ્રસન્ન
।।૭।। સમો જોઇ સેવકને, તતપર રે’વું તૈયાર । મન કર્મ વચને કરી,
કરવી સેવા કરી બહુ પ્યાર ।।૮।। જે ટાણે ગમે જેમ નાથને, તેહ ટાણે
કરવું તેમ । જે ન ગમે જગદીશને, અણગમ્યું ન કરવું એમ ।।૯।। એવા
અતિ સુતર જન જે, તે કરે પ્રભુને પ્રસન્ન । નિષ્કુલાનંદ કહે નાથના, એ
કહિએ સાચા સેવક જન ।।૧૦।। કડવું ।।૨૩।।
ભક્તિમાં ભાર ભારે છે બહુજી, કેટલીક મોટપ મુખે હું કહુંજી ।
તમે વિચારી જુઓ જન સહુજી, એહ મોટપને ઉપમા શી દઉંજી ।।૧।।
ઢાળ - દઉં શી એને ઉપમા, ભક્તિ બરોબર બીજું નથી । તે ભક્તિ
પ્રભુ પ્રકટની, કહી નથી પરોક્ષની કથી ।।૨।। પામી પ્રભુ પ્રગટને, જેણે
લીધો છે મોટો લાવો । મોટો લાભ મળી ગયો, ટળી ગયો પૂરણ દાવો
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
।।૩।। તેને તોલે ત્રિલોકમાંહી, ના’વે કોઇ નિરધાર । સમે સમે સુખ
પામિયાં, પ્રભુ પ્રગટના ભજનાર ।।૪।। પ્રગટ ભક્તિ વ્રજ વાસીયે કરી,
પરોક્ષ ભક્ત અજ અમરેશ । જેવું સુખ ગોપી ગોવાળ પામિયાં, તેવું ન
પામિયા વિધિ ઇશ ।।૫।। પ્રગટ ભજી ઋષિ પતની, પરોક્ષ ભજ્યા
ઋષિરાય । ઋષિપત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માંય
।।૬।। પ્રભુ પ્રગટના પ્રસંગ વિના, રહી ગઇ એવા મોટાને ખોટ । આજ
કાલના અભાગિયા, દિશ વિના દિયે છે દોટ ।।૭।। પ્રગટ વિના છે પાંપળાં,
ભક્ત કરે છે ભવમાંય । ખરા ખાંડતાં કુસકા, કણ નહિ નિસરે તે માંય
।।૮।। હરિ લાડીલા લાડુ જમી ગયા, કેડે પડ્યાં રહ્યાં પતરાવળાં । જેથી
ભુખ ન જાય સુખ ન થાય, વણ સમજે ચાટે છે સઘળાં ।।૯।। દન્તી ગયા
દાંત રહ્યા, કેમ ભાગે કોટ કમાડ । નિષ્કુલાનંદ પરોક્ષ ભક્તિને, પ્રિછજો
એહ પાડ ।।૧૦।।કડવું।।૨૪।।
પદરાગ ગરબી - પરોક્ષ ભક્તરે પામે નહિ પ્રાપતિરે, જીવની
જરાય જંપે નહિ ઝાળરે, પૂરણ થયાનીરે પ્રતીતિ નવ પડેરે, સંશયવત
રહે સદા કાળરે; પરોક્ષ૦ ।।૧।। મુખોન્મુખરે મળ્યા નથી માવજીરે,
કેવા હરિ જાણી કરશે ધ્યાનરે । રૂપ અનુપમરે કેવું હૃદે રાખશેરે, જેને
અણ દિઠે છે અનુમાનરે; પરોક્ષ૦ ।।૨।। અણ મળ્યાનીરે અંતરે
આગન્યારે, પાળશે કઇ પેરે કરી પ્રીતરે । ધર્મને નિમરે કેમ દ્રઢ ધારશેરે,
જે નથી જાણતા હરિની રીતરે; પરોક્ષ૦ ।।૩।। વણ દીઠે વાતરે વદને શું
વદશેરે, નથીઆવ્યા દયાળુ દીઠામાંયરે । નિષ્કુલાનંદરે ન મળેલ
નાથનારે, તેણે ધર્મ નિ’મ ન રહે કાંયરે; પરોક્ષ૦ ।।૪।। પદ ।।૬।।
ધર્મ દૃઢરાખશે હરિના મળેલજી, જે જન તન મન સુખમાં ન
ભળેલજી । માયિક સુખથી પાછા વળેલજી, તેહને એ વાત સુધિ છે
સહેલજી ।।૧।। ઢાળ - સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દૃઢ મને ।
ધર્મ મુકીને કામકોઇ, કરવું નહિ કોઇ દને ।।૨।। ધર્મે બોલવું ધર્મે ડોલવું,
ધર્મે જોવું દૃષ્ટે કરી । સુતાં બેઠાં જાગતાં, ધર્મ નેમ રહેવું ધરી ।।૩।। ધર્મે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
હાલવું ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી । ધર્મે રહેવું ધર્મે કહેવું, ધર્મે
લેવી વાત સાંભળી ।।૪।। ધર્મે ખાવું ધર્મે પીવું, ધર્મ વિના ન ભરવા પાવ
। કરે કરવું કામધર્મનું, ધર્મે કરવો તન નિભાવ।।૫।। સર્વે કામ ધર્મે કરવાં,
ધર્મ મુકી ન કરવું કાંઇ । સર્વે કાળે એમ સમઝી, રે’વું સદાય ધર્મ માંહી
।।૬।। ધર્મ મુકીને કારજ કોયે, કેદી ન ઇચ્છે કરવા । કરી એવી અચળ
મતિ, તે રતિ ન દિયે ફરવા ।।૭।। દેહપર્યંત ડોલવું નહિ, ધર્મ ધાર્યા છે
તેહ માંયથી । ટેક નેક ન તજવી, સદા ર’ેવું હરિ આજ્ઞાયેથી ।।૮।। ધર્મે
થાય તે ઠીક છે, રહિયે અધર્મ થકી અળગા । એવા જન થઇ હરિના,
રહિયે હરિને વળગા ।।૯।। સુખ દુઃખના સમૂહમાંહી, મુઝાઇ ધર્મ મુકવો
નહિ । નિષ્કુલાનંદ કહે નિશ્ચે કરી, ધાર્યો ધર્મ તે ચુકવો નહિ
।।૧૦।।કડવું।।૨૫।।
ધર્મ રાખે તેહ ધર્મી કા’વેજી, ધર્મ વિના જેને બીજું ન ભાવેજી ।
સુતાં બેઠાં ગુણ ધર્મના ગાવેજી, ધર્મવિના બીજું નજરે નાવેજી ।।૧।।
ઢાળ - ના’વે બીજું કાંઇ નજરે, ધર્મ વિના વળી કોઇ ધન । ધર્મ ગયે જે
ધન મળે, તે જાણો થયું વિઘન ।।૨।। ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે
મળે સુત વામ । ધર્મ ગયે ખાન પાન મળે, તે કરવું સર્વે હરામ ।।૩।। ધર્મ
ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ । ધર્મ ગયે મોટપ મળી,
બળી વળી સઇ થઇ ખાટ ।।૪।। ધર્મ ગયે વસ્ત્ર મળે, આસનને વાહન
વળી । ધર્મ ગયે સનમાન મળે, એહ આદિ સર્વે જાજો બળી ।।૫।। ધર્મ
ગયે જો તન રહે, તો તનને પણ ત્યાગવું । જીવવાનું જાતું કરીને, હરિ
પાસે મરવાનું માગવું ।।૬।। ધર્મ ગયે સર્વે ગયું, ગયું નીરનળી નાક તણું
। માટે મુકી નિજ ધર્મને, ન કરવું મુખ લજામણું ।।૭।। ધર્મવિના સુર
અસુર નરનાં, સર્વેનાં શાહી સમ મુખ થયાં । ધર્મવિના ધરા અંબરમાંહી,
મોટપ માન કેનાં રહ્યાં ? ।।૮।। ધર્મ વિનાનું ધિક જીવવું, જન જાણજો
જગમાંઇ । દેવ ઇચ્છિત દેહ આવીયો, પણ કામ ન આવિયો કાંઇ ।।૯।।
ધર્મ વાળા પર ધર્મના સુત, રે’છે રાજી રળીયાત । નિષ્કુલાનંદ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
ધર્મવાનની, શું કહિયે વર્ણવી વાત ।।૧૦।।કડવું।।૨૬।।
પરમ ધર્મ કહિયે સારમાં સારજી, સંત સરાયે જેને વારમવારજી
। નથી કોઇ આવતું ધર્મની હારજી, ધર્મ તે ધારી કહું નિરધારજી ।।૧।।
ઢાળ - નિરધાર સાર શોધિ કહું, ધારી લેજો ધર્મની રીત । જે ધર્મે
અધર્મે ટળે, કહું તે ધર્મ કરી પ્રીત ।।૨।। ધર્મ તે ધર્મસુતનાં વચન, તેહ
પાળવાં પ્રીતે કરી । જેને જેમ કરી આગન્યા, તે ફેરવવી નહિ ફરી ।।૩।।
આગન્યાથી અધિક બીજો, નથી આવતો ધાર્યામાંય ધર્મ । તોળી તપાસી
જોયું તને મને, એજ ધર્મ છે વળી પર્મ ।।૪।। ત્યાગી ગૃહી જન જેહને,
કરી જેને તે જેમ આગન્યા । તેને તેમ તે વર્તવું, નવ વર્તવું વચન વિના
।।૫।। વચનમાં જેહ વરતે, તેહ પરમ ધર્મ પાળનાર । વચન વિરોધી જેહ
વરતે, તે સર્વે ધર્મ ટાળનાર ।।૬।। અવિનાશીની જે આગન્યા, તે સમજવું
શુદ્ધ ધર્મને । ધારી વિચારી રાખી હૃદયે, તો પામિયે સુખ પરમને ।।૭।।
વર્ણ આશ્રમ વેદવિધિનાં, ધર્મ પાળે છેએ ધરા ઉપરે । વે’વાર અર્થે
વિવિધ ભાતે, પાળે છે તે બહુ પેરે ।।૮।। પણ પરમ ધર્મ છે વા’લાનાં
વચન, તે કહ્યાં જેને કૃપા કરી । તેહ વિના બીજાં સર્વે, પરાં મુકવાં પરહરી
।।૯।। મોટો ધર્મએ માનવો, જે કહ્યો ધર્મને બાળ । નિષ્કુલાનંદ
મુખોમુખનાં વચન, ન ઉલ્લંઘવાં કોઇ કાળ ।।૧૦।।કડવું।।૨૭।।
પરમ ધર્મે કરી હરિને ગમવુંજી, ગમતું જોઇને દેહને દમવુંજી ।
તેમાં સુખ દુઃખ આવે તે ખમવુંજી, ભૂલી બીજી વાતે કદી ન ભમવુંજી
।।૧।। ઢાળ - ભમવું નહિ ભોળાપણે, રે’વું આગન્યાને અનુસાર । સર્વે
ધર્મ તેણે સાચવ્યા, નિશ્ચે કરી નિરધાર ।।૨।। આગન્યામાં વશ્ય અહોનિશ
રહી, જેમ વાળે તેમ વળવું । તર્ક ન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં
ભળવું ।।૩।। જેમ કહે તે જગદીશ જીભે, તેમ કરે તે કર ભામીને । કેડે ન
રહ્યું તેને કરવું, બેઠા પરમ ધર્મ પામીને ।।૪।। બેસ કે તો બેસવું, ઉઠ્ય
કહે તો ઉઠવું વળી । ચાલ્ય કહે તો ચાલવું, સુણી વચનને જાવું મળી
।।૫।। બોલ્ય કહે તો બોલવું, રહે મુન્યકહે તો રે’વું મુન્ય । આગન્યાથી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
ઉપરાંત બીજું, જાણવું નહિ પાપ પુન્ય ।।૬।। જેણે વચનમાં રે’વાનું દૃઢ
કર્યું, તેણે ધર્મ ધર્યા છે સઘળા । તેહ વિના બીજા ધર્મ તે તો, પાપની
પ્રજળી પળા ।।૭।। શુદ્ધ ધર્મ શ્રીમુખની વાણી, કહી છે જેને કરૂણા કરી
। એવી રીતે રૈ’યે તૈ’યે, જાણો શુદ્ધ ધર્મ રહ્યા ધરી ।।૮।। ધર્મ ધર્મ સહુ
કોઇ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે । પ્રગટ પ્રભુનાં વચન પાળે, એથી
મોટો કોઇ ધર્મ છે ? ।।૯।। હરિ કહે તેમ હાથ જોડી, ચોકસ કરવા છે
ચિત્તમાં । નિષ્કુલાનંદ તેમાં સમ વિષમને, ધારવું નહિ ધર્મની રીતમાં
।।૧૦।।કડવું।।૨૮।।
પદરાગ ગરબી - ધર્મ છે ધામરે સર્વે સુખનુંરે, રાખજો જન કરી
જતનરે । ધર્મ ધારીનેરે સંત સુખી થયારે, વા’લપે વરત્યા હરિને વચનરે;
ધર્મ૦ ।।૧।। વચન વિના રે ધોખે નથી ધારતારે, માનતા નથી ધર્મ માંહી
માલરે । બીજા જે ધર્મરે જેવાં બોર બગાંમણાંરે, લાગે જંબુકને મન
લાલરે; ધર્મ૦ ।।૨।। એવા ધર્મ અન્યરે જાણીને ઉરથીરે, મેલી છે મનથી
ઉતારી વાતરે । રાજા રૂષિનુંરે શ્રવણે સાંભળ્યુંરે, સુખ સારૂં દુઃખ પામ્યા
સાક્ષાતરે; ધર્મ૦ ।।૩।। શુદ્ધ સાચોે ધર્મરે શ્રીમુખે સાંભળીરે, વળગી
રહ્યા છે વચન માંઇરે । નિષ્કુલાનંદરે જ્ઞાની તેને ગણવારે, કરવું ન રહ્યું
તેને કાંઇરે; ધર્મ૦ ।।૪।।
ધર્મ રાખે તે ધર્મી કે’વાયજી, ધર્મ વિના જેણે પળ ન રે’વાયજી ।
ધર્મ જતાં સુખ સર્વે જાયજી, ધર્મ રહે છે એવા જનમાંયજી ।।૧।। ઢાળ -
એવા જનમાં ધર્મ રહે, જે માહાત્મ્ય જાણે મહારાજનું । મહા મોંઘો
મેળાપ જેનો, ક્યાંથી થાય સર્વ શિરતાજનું ।।૨।। નર અમર અમરેશને
અગમ, અગમ ઇશ અજને ઘણું । પ્રકૃતિ પુરૂષથી પર રહ્યા, ક્યાંથી
મળવું થાય તેને આપણું ।।૩।। સર્વે ધામના ધામી એ સ્વામી, વળી અનંત
બ્રહ્માન્ડના આધાર । ક્ષર અક્ષરના આતમા, પૂરણ સહુને પાર ।।૪।।
તેહ પ્રભુ પ્રગટ થઇ, નાથે ધરીયું નરતન । એવા પ્રભુનાં આપણે, કહો
ક્યાંથી મળે વચન ।।૫।। મોટા મોટા ઇચ્છે છે મનમાં, આગન્યા સારું
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
ઉરમાંય ।એવા પ્રભુની આગન્યા, મળવી મોંઘી સહુને સદાય ।।૬।। તેહ
હરિ કૃપા કરી કે’છે, વળી વા’લપનાં વચન । તે પડવા ન દેવાં પૃથવીએ,
લેવાં ઝીલી અધરથી જન ।।૭।। જેમ મોરપત્ની બીન્દુ આવતાં, રત્યે
લીયે છે રસ ભરેલડાં । તેનો મયૂર થાય તદવત, થાય પડતાં બીંદુનાં
ઢેલડાં ।।૮।। તેમ આવતાં વચન વા’લા તણાં, ગ્રહિ લિયે નર ગરજુ થઇ
। તે પૂરણ પામે પ્રાપતિ, ફરી ફેરવણી રહે નહિ ।।૯।। સર્વે કામ તેણે
સારીયું, વળી ધાર્યા સર્વે ધર્મ । નિષ્કુળાનંદ કહે નકી થયું, જેણે જાણ્યો
આટલો મર્મ ।।૧૦।।કડવું।।૨૯।।
મર્મ મોટો એ સમઝવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઇ દનજી ।
જતને જાળવવાં જેમ જાળવે રતનજી, ક્યાંથી મળે પ્રગટ પ્રભુનાં વચનજી
।।૧।। ઢાળ - વચન ન મળે વા’લા તણાં, તેમ દર્શન પણ છે દોયલાં ।
તેહ મૂર્તિ મુખોન્મુખ મળી, સર્વે કામ થઇ ગયાં સોયલાં ।।૨।। અંગો
અંગ અવલોકિને, નખશિખ જોયા નાથ નિરખી । એથી પર નથી પામવું,
એમ હૈયામાં ધારવું હરખી ।।૩।। જે ધારતાં રૂપ જન જાણજો, નથી
આવતું ધ્યાનીના ધ્યાનમાં । તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો
જ્ઞાનમાં ।।૪।। જ્ઞાની તેને ગણીયે, જેને હરિ મૂર્તિનું જ્ઞાન છે । તે વિના
બકવાદ બીજે, એ જાણજો મોટું જ્યાન છે ।।૫।। જેણે નથી જોયા નાથને,
નજરો નજર નયણાં ભરી । તે કેવા કહેશે શ્રીકૃષ્ણને, અટકળને અનુમાને
કરી ।।૬।। જ્ઞાન વિના જ્ઞાની નહિ, જ્ઞાન હોય તેને જ્ઞાની કહિયે । સોણે
સાધ્યા નથી હરિની, તો કેમ જાણશે જાગશે તૈયે ।।૭।। તેજ જ્ઞાની તેજ
તત્ત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખીયા । તે વિના રખે જ્ઞાની ગણો, જેણે
હરિ નયણે નથી દેખીયા ।।૮।। ભણેલે ભાળ્યા ન હોય નાથને, અણભણેલે
હોય અવલોકિયા । જાુવો વિચારી જીવમાં, એમાં જ્ઞાની અજ્ઞાની કેને
કહ્યા ।।૯।। જ્ઞાની તે જેને ગમ્ય હરિની, એમ સમજવું એહ સાર છે ।
નિષ્કુળાનંદ કહે તેહ વિના, બીજું સર્વે અસાર છે ।।૧૦।। કડવું ।।૩૦।।
સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મન ચિત્ત વૃત્તિજી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
। હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી
।।૧।। ઢાળ - મહામતિ તે સંત ખરા, મૂકે નહિ મહારાજની મૂરતિ ।
અખંડ રાખે ઉર વિષે, જાણી કમાણી મોટી અતિ ।।૨।। ચર્ણ જાુવે તો
ચર્ણ જોઇ રહે, ચિન્હ જાુવે તો જોઇ રહે ચિન્હ । નખ જાુવે તો નખ જોઇ
રહે, રહે ગર્ક મહાજળે જેમ મીન ।।૩।। ફણા ઘુંટી પેનીને પેખી, લેખે
જંઘા જોઇ તે સંત સુખ । જાનું ઉરુને જોઇ રહે, જોતાં કટી મટી જાય દુઃખ
।।૪।। ઉદર નાભીને નિરખે, પેટ છાતી જાુવે પ્રેમે કરી । કંઠ તિલક કપોળ
જોઇ, રાખે હરિ મૂર્તિ ભાવે ભરી ।।૫।। શ્રવણ નયણ નાસિકા જોઇ,
ભ્રકુટિ ભાલનેભાળી રહે । શિશે કેશ સુંદર વેષ, નિખશિખ રૂપ નિહાળી
રહે ।।૬।। એમ અખંડ એક વરતિ, મૂર્તિને મુકતી નથી । જેમ સરિતા
સાગર માંઇ, સન્મુખ ચાલતાં ચુકતી નથી ।।૭।। અંગો અંગ અવલોક્યા
વિના, અણું અજાણ્યું પણ છે નહિ । સાંગોપાંગ સર્વે સુંદર, હરિ હૈયામાં
ગયા રહી ।।૮।। તેજ જ્ઞાની તેજ ધ્યાની, જેને અખંડ રહેછે એમ ઉર । જે
જનને પ્રભુની મૂરતિ, રે’તી નથી અંતરથી દૂર ।।૯।। એથી ઉપરાંત અન્ય
બીજા, જ્ઞાની તે કેને ગણીયે । નિષ્કુળાનંદ એ ખરા જ્ઞાની, બીજા ભવે
ભળ્યા જ્ઞાની ભણીયે ।।૧૦।। કડવું ।।૩૧।।
જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી
। નખશિખા નિરખી કરી છે સુગમજી, ના’વે કોઇ એવા સંતની સમજી
।।૧।। ઢાળ - સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર । જોઇ
જોઇ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર ।।૨।। કામદુઘા કહું શી
કલ્પતરૂ, કહું નવનિધિ સિદ્ધિ સમિત । પારસ કહું કે ચિંતામણી, વજ્રમણી
ઘણી કહું સિત ।।૩।। અર્કમણી કે કહું ઇંદુમણી, ઘણી ઉપમા દઉં અમૃતની
। જે જે કહુ તે જોખે ભર્યાં, આપું ઉપમા કઇ પ્રતની ।।૪।। જેણે અંતરમાં
અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ । રાજી થઇને હરિ રહ્યા, દોષે
રહિત દેખી નિજ દાસ ।।૫।। જેમ પંચાનની પય રે’વા પાત્ર, જોઇએ
સોળવલું સુવર્ણ । એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ ।।૬।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
જેમ જગજીવનના જળને, જાણો નથી રહેતું ખામા વિના ખમી । તેમ
હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી ।।૭।। જે સુગંધી રહી છે
શ્રીખંડમાંય, રહ્યો ઇક્ષુમાંહિ જેમ રસ । તેમ હરિજનમાંહિ હરિ, હળિ
મળિ રહ્યા એકરસ ।।૮।। જેમ ચમક ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશપર
મુખ । તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ ।।૯।। એમ
સાચા સંતની સન્મુખ, સદાય રહે છે શ્રીહરિ । નિષ્કુળાનંદ કહે કાચા
કોયે, ન હોયે સુખિયા એ સુખે કરી ।।૧૦।। કડવું ।।૩૨।।
પદરાગ ગરબી - સુખ અંતરે રે સંત સાચા ભોગવેરે, કાચાને
નાવે કેદિયે કામરે । જેમ સાજો જમેરે સુંદર સુખડીરે, માંદાને મગ ઉદકે
આરામરે; સુખ૦ ।।૧।। ચંદનની વાસેરે અલિ અલમસ્ત છેરે, મક્ષિકા
દેખી રહે છે દૂરરે । ગોળનું ગાડુંરે ગીંગાને ગમે નહિરે, જેને પ્રિત
૭પુરિષશું ભરપુરરે; સુખ૦ ।।૨।। કુમુદિની કેદિરે ન પામે સુખ સૂરથીરે,
ચકવાં કેદિ ચંદ્ર ન ચા’યરે । ઘણું અજવાળુંરે ઘુડને ગમે નહિરે, કોચવાઇ
ગરે તે કોતર માંયરે; સુખ૦ ।।૩।। એમ સંત અસંતનીરે જાણો રૂચી
જુજવીરે, સંત ભજે તજે તેને અસંતરે । નિષ્કુલાનંદરે નકી એ વારતારે,
સમઝી લેવું એવું સિદ્ધાંતરે; સુખ૦ ।।૪।। પદ ૮ ।।
સિદ્ધાંત વાત સંત સાચે જાણીજી, મન કર્મ વચને પૂરી પ્રમાણીજી
। સુખરૂપ સમજીને ઉરમાંયે આંણીજી, એવા સંતની કહું એંધાણીજી
।।૧।। ઢાળ - એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયાં ઝેર ।
કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખશું વેર ।।૨।। જક્તનાં સુખ
જોઇને, જેને અંતરે થયાં છે અળખામણાં । રૂડા જાણી નથી રીઝતા, છે
અવલ પણ ઇંદ્રામણાં ।।૩।। તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ
થાય ઘણું । જેમ ચિરોડી ચુનાની ચપટીયે, ગયું ભૂખદુઃખતે કીયાતણું ?
।।૪।। જેમ શોખે રાખે કોઇ સિંહને, પાળતાં પૂરણ પાપ છે । એમ
ભવસુખને ભોગવતાં, મહા મોટો સંતાપ છે ।।૫।। એવું થયું છે
અળખામણું, હરિવિના બીજું હરામ । મુક્તિ આદિ નથી માગતા, એવા
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
સંત છે નિષ્કામ ।।૬।। વૈરાગ્યે ચિત્ત વાસીત છે, ભક્તિ ભાવે ભર્યું છે
ભીંતર । ધર્મમાં પણ દૃઢ મતિ છે, છે જ્ઞાનનું પણ ઘર ।।૭।। શુભ ગુણ
કૈ’યે જે સંતના, તે આવી વસ્યા છે ઉરમાં । તેણે કરી જન તને મને, સૂધા
વરતે છે સુરમાં ।।૮।। તેની દૃષ્ટે તન અભિમાની, ગીડર નર ગમતા નથી
। જોઇ સ્વભાવ એ જીવનો, અભાવ રહે છે ઉરથી ।।૯।। તે શું મન
મેળવતાં મળે નહિ, ભેળું ભળતાં પણ ન ભળાય । નિષ્કુલાનંદ તે નોખા
રહે, તોય તેલને ન્યાય ।।૧૦।। કડવું ।।૩૩।।
સંત અસંતની રીત જુજવીજી, ભેળાં ન ભળે જેમ રાતને રવિજી ।
એમ કહે છે સૌ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી ।।૧।।
ઢાળ - વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઇની । રાગી ત્યાગીની
રીત ભેળી, ભળે નહિ કોઇ કોઇની ।।૨।। એક સુખ ઇચ્છે શરીરનાં,
એક ન ઇચ્છે સુખ શરીરનું । એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા
ઇચ્છે ખીરનું ।।૩।। એક ઇચ્છે પુરાણું પટ પે’રવા, એક ઇચ્છે અંબર
નવીન । એક ઇચ્છે અંતરે રે’વા ઉજળા, એક રહે મને મલીન ।।૪।। એક
ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે નહિ । એક ઇચ્છે માયિક
મોટપ્યને, એક માયિક મોટપ્યને દેખે નહિ ।।૫।। એક ઇચ્છે જગજાણીત
થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું । એક ઇચ્છે માન વધારવા, એક
ઇચ્છે નિરમાનીપણું ।।૬।। એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા
ઇચ્છે છે ત્યાગ । એક ઇચ્છે છે અલ્પ સુખને, એકને અલ્પસુખ છે આગ
।।૭।। એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ । એક
ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ ।।૮।। એમ ભક્ત
અભક્તના ભાવને, જુદા જાણજો જરૂર । એકને ન ભળવું ભીડમાં,
એકને રે’વું હરિશું હજુર ।।૯।। એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં
ભારે રોળ છે । નિષ્કુલાનંદ નથી કે’વાતું, પણ તપાસે દુઃખ અતોળ છે
।।૧૦।। કડવું ।।૩૪।।
અતોળ રોળ રહ્યા દેહદર્શિને સાથજી, જે રાત દિન ગાય દેહ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
સુખની ગાથજી । તેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ
કરશે પ્રસન્ન નરનાથજી ।।૧।। ઢાળ - નાથ પ્રસન્ન કેમ કરશે, જેને સેવા
કરવી છે શરીરની । તેને ભાવે નહિ બીજું ભીંતરે, મર વાત હોય સુખ
શિરની ।।૨।। દેહને અર્થે દાખડો, રાત દિવસ કરે છે રહ્યો । જરાય ન કરે
જીવ અર્થે, તેને ઉપદેશ આપવો શિયો ।।૩।। શરીર સારૂં સાચવી રાખે,
સર્વે સુખ તણો તે સમાજ । પણ જે જે કહે જીવ અરથે, તેનો તરત કરી
દીયે તાજ ।।૪।। અન્ન અંબર સુંદર જોઇ, સારાં જાણી રાખે સાંચવી ।
કાલે આવશે કામ મારે, એમ ઇચ્છા ઉરમાં નિત્ય નવી ।।૫।। તુચ્છ વસ્તુ
પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મનવાંછિત । એ ત્યાગી નથી વેષ
છે ત્યાગીનો, તેની પડે શી પ્રતીત ।।૬।। ગોળ તજી ખાય છે ખોળને, તૂપ
તજી ખાય છે તેલ । તે પણ કોપલ કણજીતણું, ભુંડી ગંધે દુઃખનું ભરેલ
।।૭।। એવાં સુખ શરીરનાં, લેવા સારૂં વિસાર્યા નાથ । તેને સંગે વૈરાગ્યવંત
સંત, કેમ કરી રહી શકે સાથ ।।૮।। ભ્રમર ગિંગો ભેળા થયા, આશય
અન્યો અન્યનો અળગો । ભ્રમર કમળ ભાળી રહ્યો, ગિંગો ગોબરવાડે
વળગો ।।૯।। એમ સંત અસંત ભેળા રહે, પણ નોખા છે એક એકથી ।
નિષ્કુલાનંદ કહે એ નથી છાનું, કે’વરાવો છો શું કથી ।।૧૦।। કડવું
।।૩૫।।
કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા
પાડીજી । આવે અવસરે જે વરતે છે અનાડીજી, તેને કે’તાં ડરતાં રે’વાએ
દાડીજી ।।૧।। ઢાળ - દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઉપજે ક્લેશ ।
જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ।।૨।। જેેેેેમ
નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે । તેને જાણે છે જે યોષિતા,
એ વાત બંધ કેમ બેસસે ।।૩।। વૈરાગ્યહીન ભક્તિહીન, અને ધર્મ તો
ધરથી નથી । તેને વાતો ત્યાગની, શીદ કહીને મરીયે મથી ।।૪।। ઝાઝું
કે’તાં જોખો ઉપજે, તેને કે’વું તે કળે કળે । સે’જે સે’જે કામ સારવું, પણ
બહુ તો ન બોલવું બળે ।।૫।। જેમ સિંહ સમિપે બકરી, તે બીતી બીતી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
બોલિ શકે । તેમ અનાડી નરને આગળે, કેમ બોલાય વણ તકે ।।૬।।
જેમ કાળા સરપના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે । તેને ઉઘાડતાં દુઃખ
ઉપજે, રખે ઉઘાડતા ભોળાપણે ।।૭।। જેમ સાવજનું સાધુપણું, મર્કટ
મુખે લીધા લગે । તેમ અસાધુ સાધુ થઇ, સાધુને સેવાએ ઠગે ।।૮।। એ
પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ । જેમ વ્યાઘ્ર લોટે ઉંટ
આગળે, પણ લઇ લેવાછે પ્રાણ ।।૯।। ખરી વાત એ ખોટી નથી, સાચી
માનજો સર્વે સહી । નિષ્કુલાનંદ કહે નથી કહ્યું, અંતરમાં ઇર્ષ્યા લઇ
।।૧૦।। કડવું ।।૩૬।।
પદરાગ ધોળ - સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત ।
દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત; સંત૦ ।।૧।। જેમ જનનીને
હૈયે હેત છે, સદા સુતને સાથ । અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા
કવાથ; સંત૦ ।।૨।। જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટવા ઇયળનું
અંગ । તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ; સંત૦ ।।૩।।
જાણો સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ । નિષ્કુલાનંદ નિર્ભય કરે,
આપે પદ નિર્વાણ; સંત૦ ।।૪।। પદ ।।૯।।
નિર્વાણ પદમાં પો’ચાડે સંતજી, જે કોઇ દિલના દયાળુ અત્યંતજી
। જેને એક ઉર રહ્યા ભગવંતજી, તેણે કરી સદાય છે શુભ બુદ્ધિવંતજી
।।૧।। ઢાળ - શુભ બુદ્ધિવાળા સંત જેહ, તેહ સહુના સુખદાય છે । તેથી
દુઃખ ન ઉપજે, જે સુરતરૂ સમ કે’વાય છે ।।૨।। જેમ વિટપ બહુ
પરમારથી, પરમારથી પાથ ને પૃથવી । ઘન પવન પરમારથી, તેમ
પરમારથી રાકેશ રવિ ।।૩।। જેમ તરૂ સુખદાયિ તેહથી, ફુલ ફળ દલ
શાખા મળે । વળી શીતળ કરે છાયા વડે, તેમ સર્વે સંકટ સંતથી ટળે
।।૪।। જેમ જળ હરે મળ જનના, વળી પાન કર્યે હરે પ્યાસ । તેમ સંત
સુખ સહુને કરે, વળી હરે તન મન ત્રાસ ।।૫।। જેમ ભૂમિ પરમારથી
ભણિયે, ઠામધામ ધાતુ આવે કામ ।
તેમ સંત પરમારથી સમઝો, સર્વે પ્રાણીના છે સુખધામ।।૬।। જેમ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
મેઘ જીવાડે છે મેદિની, જેમ અર્ક કરે છે ઉજાસ । જેમ શશિ કરેછે
શિતળતા, તેમ સંત સહુના સુખ નિવાસ ।।૭।। જેમ પંચભૂતના પદાર્થથી,
સર્વે સુખી રહે છે સંસાર । તેમ સંત અલૌકિક સુખના, જાણી લિયો
જરૂર આપનાર ।।૮।। સાચા સંતથી સરી ગયાં, કૈક જીવોનાં કાજ ।
એવા સંતને સેવવા, અવસર આવીયો છે આજ ।।૯।। જો મનાય તો મને
માનજો, છે અતિ અર્થની વાત । નિષ્કુલાનંદ નકી કહે, સુખ થાવાની એ
સાક્ષાત ।।૧૦।। કડવું ।।૩૭।।
સાક્ષાતકાર જેને મળિયા છે સ્વામીજી, તેણે કરી અંતરની વેદના
વામીજી । ભાગી ગઇ ખોટ રહિ નહિ ખામીજી, તે તો પ્રભુ પ્રકટ પ્રમાણને
પામીજી ।।૧।। ઢાળ - પામી પ્રભુ પ્રગટને, જેમ ઓછપ ન રહી અંગ ।
નખશિખ નિષ્પાપ છે, પ્રભુ પ્રગટને પ્રસંગ ।।૨।। શ્રીહરિના શબ્દ
સાંભળ્યા, છે એના એજ બે કાન । પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો, છે તેની તે
ત્વચા નિદાન ।।૩।। જેણે પ્રગટ રૂપને પેખીયું, છે એનાં એ બેઉ નેત્ર ।
જેણે વાલ્યમ શું વાતો કરી, છે એની એ જીહ્વા પવિત્ર ।।૪।। પ્રગટ પ્રભુને
ચડ્યું જે ચંદન, વળી સુગંધી સુમનના હાર । તેની વાસ લીધેલ નાસિકા,
છે તેમની તેમ નિરધાર ।।૫।। જે પ્રગટ પ્રભુના પ્રેર્યા થકા, ચાલ્યા છે
જેહ ચરણ । તેના તે બેઉ પાવ છે, એવા સંત જે સુખકરણ ।।।૬।। જે કરે
કરિ હરિ સેવિયા, પાયાં પાણી જમાડ્યાં અન્ન । તેના તે બેઉ બાહુ છે,
પ્રભુ સ્પરશના જેહ પાવન ।।૭।। એમ અંગોઅંગે અવિનાશને, સ્પર્શી
કર્યાં છે પવિત્ર । તેને તોલે ત્રિલોકમાં, આવે અંગ કેમ ઇત્ર ।।૮।। એવા
સંત સંસારમાં, પછી જોતાં પણ જડશે નહિ । માટે હળિમળિ હેત કરો,
તે વિના પાર પડશે નહિ ।।૯।। બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ
નહિ મળે હરિના મળેલ । નિષ્કુલાનંદ એવા સંત સંબંધે, અનંતનાં પાપ
બળેલ ।।૧૦।। કડવું।।૩૮।।
એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધજી, જેણે કરી છૂટે ભારી ભવ
બન્ધજી । માયિક સુખનો ન રહે ગંધજી, ઉઘડે અનુભવ આંખ્ય ન રહે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
અંધજી ।।૧।। ઢાળ - આંખ્ય ઉઘડે અનુભવની, તે તો સાચા સંત જનને
સંગે । ઉતરે મેલ માયાતણો, ચિત્ત રંગાઇ જાય હરિને રંગે ।।૨।। તે સંત
મળેલ શ્રીહરિના, પ્રભુ પ્રગટના પ્રમાણ । જે અર્સ પર્સ પામી પૂરણ છે,
સહુ સમજી લેજો સુજાણ ।।૩।। જે પારસ સ્પર્શે લોેેહને, તેમાં લોહપણું
લેખવું નહિ । એ સાંગોપાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહિ ।।૪।।
તેમ જે સંતને સ્પર્શ્યા શ્રીહરિ, તે સંત એ સર્વે શુદ્ધ છે । એમાં અનન્ય
ભાવ આણવો નહિ, એજ સારી સુબુદ્ધ છે ।।૫।। જેમ ચંદન વાસે વૃક્ષ
બીજાં, ચંદન સરીખાં થાય છે । તેમ શ્રીહરિના સંબન્ધથી, સંત કલ્યાણ
કારી કે’વાય છે ।।૬।। જેમ જાહ્નવી જળ જળ ગ્રામનું, સ્પર્શીને કરેછે
પાવન । તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી, જાણો જાહ્નવીરૂપ હરિજન ।।૭।।
એવા સંતને સંબન્ધે, દોષ કલંક થાય છે દૂર । શુદ્ધ થઇ જન સર્વે અંગે,
પો’ચે હરિ સમીપે હજુર ।।૮।। સંત બહુ બીજા સંસારમાં, તેને તોલે રખે
ત્રેવડો તમે । હંસ ને બક બરોબર બેઉ, સમજવા નહિ કોઇ સમે ।।૯।।
જેમ ચક્રવર્તી ભૂપાળબાળને, ગરીબ કંગાલ ગણવો નહિ । નિષ્કુલાનંદ
એ નરેશ છે, ભૂલે બીજો એ ભણવો નહિ ।।૨૦।। કડવું ।।૩૯।।
સંત સમર્થ છે શ્રીહરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઇ
એવીજી । અનુપમને ઉપમા સમજો શી દેવીજી, એ પણ વાત છે વિચાર્યા
જેવીજી ।।૧।। ઢાળ - વિચાર્યા જેવી છે એ વારતા, જે આપવી સંતને
ઉપમા । શા સરખા સૂચવિયે, જેને જક્ત સુખની નથી તમા ।।૨।। સિંધુને
શા સરિખો કહું, અતિ ઉંડો ને ઘણો ગંભીર છે । તોલ માપ થાપ થાતો
નથી, જેનું અતિ અગાધ નીર છે ।।૩।। જો તીખો અર્ક તપે ઘણું, પણ
અણુંભાર ઉનો નવ થાય । તેને સમ સર સરિતા વાપી, કૂપ કેમ કહેવાય
।।૪।। તેમ સંત ગંભીર ગરવા ઘણું, તપે નહિ ત્રણે તાપે કરી । અતિ
પરમારથી પ્રાણધારીના, શોક સંશય સર્વે લિયે હરિ ।।૫।। જેમ મહા
અર્ણવ ઉલ્લંઘવા, નથી ઉપાય બીજો નાવ વિના । તેમ સંસાર પાર કરવા,
જાણો સંત અજર ઝાઝ બન્યા ।।૬।। જેમ ચિંતામણિમાં ચૌદ લોકની,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
રકમ સર્વે રહિ છે । તેમ સાચા સંતમાં સમઝો, કહો કમી તે સઇ છે ?
।।૭।। મોટે ભાગ્યે કરી મળ્યે માનો, સાચા સંતનો સમાગમ । તો તેણે
કરી મહા સુખ પામે, વળી વામે વેળા વિષમ ।।૮।। સર્વે વાત સુધરી, જો
થાય એવા સંતશું પ્રિત । નૂન્ય ન રહેતેહ જનને, જાણો જોરે થઇ જાય
જીત ।।૯।। પાર આવી જાય સર્વે પંથનો, વળી સરી જાય સહુ કામ ।
નિષ્કુલાનંદ શુદ્ધ સંત સેવ્યાથી, પમાયે પૂરણ પરમ ધામ ।।૧૦।। કડવું
।।૪૦।।
પદરાગ ધોળ - અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક ।
જોઇ જોઇ જોયું મેં જીવમાં, કરી ઉંડો વિવેક; અનુપ૦ ।।૧।। સ્વર્ગ મૃત્યુ
પાતાળમાં, શોધે ના’વે સંતને તોલ । દીઠાં સુણ્યાં તે તો દોષે ભર્યાં, સંત
અતિ અમળ અમોલ; અનુપ૦ ।।૨।। સાતે દૃષ્ટાન્તે સહુ સુચવી, કહે
કવિ જન કોય । સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય; અનુપ૦
।।૩।। જેવા સંત એ કહિયે શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ ।
નિષ્કુલાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ; અનુપ૦ ।।૪।। પદ ।।૧૦।।
જોડ્ય નથી જડતી જગમાંયે જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી
ગોતેજી । બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવિયા સર્વે
સામર્થી સોતેજી ।।૧।। ઢાળ - સર્વે સામર્થી સહિત આવ્યા, અલબેલોજી
આણીવાર । પોતાના પ્રતાપથી, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ।।૨।। ખગ
મૃગ નર નિરજર, ભૂત ભૈરવ પામ્યા ભવપાર । સ્થાવર જંગમ જાતની,
આણે સમે લીધી છે સાર ।।૩।। દૈવી આસુરી દોયને, તાર્યા આણી સમે
અગણીત । ન જોઇ કરણી કોઇની, એવી નવી વર્તાવી રીત ।।૪।। તમોગુણી
રજોગુણી તારીયા, સત્ત્વગુણીને આપિયાં સુખ । શરણાગતને આ સમે,
રે’વા દીધું નહિ દુઃખ ।।૫।। જે જન કોઇ પ્રકારે કરીને, ઉદ્ધરવાનો આઝો
નહિ ।એવા જન ઉદ્ધારીયા, તેની મોટપ કેમ જાયે કહી ।।૬।। ધર્મ રહીત
ભક્તિ રહિત, વળી વૈરાગ્ય જેને છે વેરવી । એવા પામર નર પાર કર્યા,
એવી વર્તાવી વાત નવી ।।૭।। તૃણ કાષ્ઠ ને તુંબડાં તારે, એવાં વા’ણ તો
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
હોયે ઘણાં । પણ લોહ પાષાણને તર ઉતારે, એહ નાવમાં નહિ મણા
।।૮।। તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે, તેનું આશ્ચર્ય શું જાણીયે । પણ આસુરી
પામર નર તરે, તેથી વાત બીજી શું વખાણિયે ।।૯।। આ સમાના
અવતારની, મોટપ મુખે કે’વાતી નથી । નિષ્કુલાનંદ કહે જન મને,
વિચારી જુવો વિધવિધથી ।।૧૦।। કડવું ।।૪૧।।
આ સમે સરીયાં જેવાં જનનાં કાજજી, એવાં ન સરીયાં વિચારીયું
આજજી । આ સમે સોંપિયા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે
આપ્યું મહારાજજી ।।૧।। ઢાળ - અલૌકિક સુખ આ લોક માંયે,
અલબેલેજીયે આપિયું । ધ્યાન ધારણા સમાધિનું સુખ, આપી માયિક
દુઃખ કાપિયું ।।૨।। અલૌકિક સુખ અવલોકીને, જન આશ્ચર્ય પામે ઉર ।
અનેક ધામ ધામી સહિત, હરિયે દેખાડ્યાં હજુર ।।૩।। પર પોતાના
ઘાટને, હરિ દેખાડે મૂર્તિમાન । મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેહ, તે નજરે
નિરખે નિદાન ।।૪।। સર્વે અંગે સમેટીને, લાવે એક અંગમાં પ્રાણ । પછી
દેહ તે જડવત રહે, જેવું સુકું કાષ્ટ પાષાણ ।।૫।। પછી બાળો કાપો કોઇ
દેહને, તેને દુઃખ નહિ તલભાર । એવો અગણીત આ સમે હરિયે દેખાડ્યો
ચમત્કાર ।।૬।। ષટ્ ઉર્મિ ક્ષોભ નવ કરે, હરે ફરે કરે કાંઇ કામ । એવી
આશ્ચર્ય વારતા, ઘણી દેખાડી ઘનશ્યામ ।।૭।। ભૌતિક દેહ ભૂમિ
વ્યોમમાં, કરે પાણીમાં પણ પ્રવેશ, । આડ્ય રહિત અટકે નહિ, નવ રહ્યું
આવરણ લેશ ।।૮।। એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નો’તી જે
જગમાંઇ, અતિ સામર્થી વાલે વાવરી, નથી કહ્યે જાતી તે કાંઇ ।।૯।।
અનેક અવતાર આગે ધર્યા, તે તો પોતાના જન કારણે । નિષ્કુલાનંદ
સહજાનંદ પ્રભુપર, વારી વારી જાયે વારણે ।।૧૦।। કડવું ।।૪૨।।
વારી વારી જાઉં વાલમજી મારાજી, આજશોભ્યા છો સૌથી
સારાજી । પ્રાણજીવન ઘનશ્યામ છો પ્યારાજી, નિજજનને મહાસુખના
દેનારાજી ।।૧।। ઢાળ - સુખ દેવાને શ્રીહરિ, પ્રભુ પ્રગટ થયા તમે આજ
। મહા સુખમય મૂર્તિ ધરી, કર્યાં અનેક જનનાં કાજ ।।૨।। આગે મત્સ્ય
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
ક્ચ્છ વરાહ વપુ, થયા નરહરિરૂપે નાથ । કર્યાં કારજ નિજજનનાં, પણ
સેવી સુખી ન થયો જનસાથ ।।૩।। વામન રૂપને ધરી હરિ, કર્યું બલિ
રાજાનું કામ । એ પણ રૂપ અનુપમ હશે, પણ સંતે સેવી ન કરી પૂરી
હામ ।।૪।। પરશુરામે ફરશી ફેરવી, કરી ભૂપ રહિત ભૂમિકા । તેને પણ
સત્વગુણી સંત, સેવી સુખ નવ લઇ શક્યા ।।૫।। રામ પ્રભુ તે રાજા
થયા, તેને ગરીબ કેમ પૂજી શકે । દુર્બળ જાયે કોઇ દર્શને, તો દ્વારપાળે
મારે ધકે ।।૬।। કૃષ્ણરૂપે અનુપ આપે થયા, કર્યાં અનેક જીવનાં કાજ ।
પણ એમનું એમ રાખ્યું નહિ, પછી થયા રાજઅધિરાજ ।।૭।। બુદ્ધ શુદ્ધ
બોધ દઇને, તાર્યા જીવ અનંત અપાર । કલકી ભાર ઉતારવાને, હરિ
હવે લેશે અવતાર ।।૮।। એવા સર્વે અવતાર સૂચવી, ભાવે પ્રભુના
ભાખીયા । પણ આજ સંતને સુખ આપતા, કોઇ રીતે ઉંણા ન રાખીયા
।।૯।। અનેક પ્રકારે આશ્રિતજનને, આપ્યો અખંડ આનંદ । નિષ્કુલાનંદ
સુખદ સહુના, સ્વામી તે સહજાનંદ ।।૧૦।। કડવું ।।૪૩।।
સ્વામી સહજાનંદ જે જને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઇ કરવાનું
કે’વાજી, સૌપરી શિરોમણિ મળ્યા હરિ એવાજી, એવી નથી ઉપમા
એને બીજી દેવાજી ।।૧।। ઢાળ - ઉપમા નથી એવી આપવા, જોઇ જોઇ
જોયું જરૂર । ચૌદ લોકમાં જોયું ચિંતવી, એ સમ ન સમજાણું ઉર ।।૨।।
અનેક તન ધરી હરિ, વિચર્યા વસુંધરા માંઇ । તેના મળેલ તપાસિયા,
સુખ પામ્યા ન પામ્યા કાંઇ ।।૩।। આજની તો અલેખે વાત છે, અઢળ
ઢળ્યા છે અલબેલ । હળ્યા મળ્યા હરિ હેતે કરી, વળી વાળી રંગડાની
રેલ ।।૪।। જમ્યા રમ્યા જોડ્યે રહ્યા, દયા કરી દીનદયાળ । સમેસમે
સુખ આપિયાં, કાપિયાં દુઃખ વિશાળ ।।૫।। અરસપરસ એકમેક રહ્યા,
અંતરાય ન રહિ અણુંભાર । અનંત અવતાર આવ્યા અવનિયે, પણ
આંક વાળીયો આ વાર ।।૬।। અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉદ્ધારીયા
જન । કોય વાતની કસર નહિ, એવા સહજાનંદ ભગવન ।।૭।। અનંત
સામર્થી અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર । અનંત ધામના ધણી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
હરિ, વળી અનંત શક્તિ આધાર ।।૮।। સહુ ઉપર એ શ્રીહરિ, એની
ઉપર નહિ કોઇ એક । પૂરણ બ્રહ્મ પુરૂષોત્તમ પોતે,એને આધારે બીજા
અનેક ।।૯।। એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટળીયા સર્વે તાપ ।
નિષ્કુલાનંદ શ્રીહરિ સંબંધે, શુદ્ધ થયા જન આપ ।।૧૦।। કડવું ।।૪૪।।
પદરાગ ધોળ - સુખી કર્યારે જન જગમાં, પ્રભુ પ્રગટી આ વાર ।
નિવાસી કર્યાં બ્રહ્મ મો’લનાં, અગણીત નરનાર; સુખી૦ ।।૧।। જે સુખ
અગમ અજ ઇશને, સુર સુરેશને સોય । તે સુખ દીધું છે દાસને, જે સુખ
ન પામે કોય; સુખી૦ ।।૨।। ધામી વિનારે એેહ ધામનું, કોણ સુખ દેનાર
। માટે આપે આવી આપિયું, અખંડ સુખ અપાર; સુખી૦ ।।૩।। એહ
સુખથી જે સુખી થયા, રહ્યાં દુઃખ તેથી દૂર । નિષ્કુલાનંદ નિર્ભય થઇ,
રહ્યા હરિને હજૂર; સુખી૦ ।।૪।। પદ ।।૧૧।।
હરિ હજૂર જે પામ્યા દાસ વાસજી, તેને કોઇ રહ્યો નહિ તન મને
ત્રાસજી । પરિપૂરણ પામ્યા સુખ વિલાસજી, જે સુખનો ન થાય કોઇ
દિન નાશજી ।।૧।। ઢાળ - નાશ ન થાય કોઇ દિને, એવું અવિનાશી
એહ સુખ છે । તેહ વિના તપાસી જોયું, જ્યાં જ્યાં જાય છે ત્યાં દુઃખ છે
।।૨।। અટળ સુખના આપનારા, નથી કોઇ સહજાનંદજી સમાન । બીજે
છે વાતોના વાયદા, એમ સમઝવું બુદ્ધિમાન ।।૩।। સત્ય શાસ્ત્ર સંત
સુધર્મને, શોધીને ગ્રે’વું સાર । જેવા તેવાથી જડતું નથી, અખંડ સુખ
અપાર ।।૪।। માયિક સુખ પણ મોંઘાં ઘણાં, ત્યારે અમાયિકનો કોણ
આપનાર । માટે સહજાનંદ સેવવા, ઉર કરી વળી વિચાર ।।૫।। જેહ
સુખ જેહને ઘરે, તે તો તેનું દિધું દેવાય । તેહ વિના તોળી તપાસિયું,
લેશ પણ આપણે ન લેખાય ।।૬।। એહ સુખને આપવા, આવ્યા અવનિયે
અલબેલ । મહામોંઘું હતું એને મળવું, પણ સહુને થયું છે એ સેલ ।।૭।।
પરમ પરમારથી પ્રગટ્યા, શ્રી સહજાનંદ સુખધામ । આવી મળ્યા જન
જેહને, તેહ થયા તે પૂરણકામ ।।૮।। ભાંગી ભૂખ ભૂખ્યા તણી, ઘણી
ઘનશ્યામે કરી મે’ર । એવો કોણ અભાગિયો, જે દુઃખી રે’શે આ વેર ?
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
।।૯।। આજે મારે આવી વારતા, કોયે પર અવર પામ્યા નથી । નિષ્કુલાનંદ
જેણે નથી દીઠા, તે કેવી રીતે કે’શે કથી ।।૧૦।। કડવું ।।૪૫।।
કથી નથી કે’વાતી વણ જાણે વાતજી, કે’શે કોઇ સંત જાણે છે
સાક્ષાતજી । બીજા બહુને છે એ વાત અખ્યાતજી, દીઠા ભેટ્યા વિના
ભાખશે કોણ ભાતજી ।।૧।। ઢાળ - કોણ ભાતે નર ભાખશે, જેને સ્વપ્ને
પણ સંબંધ નથી । અટકળ અનુમાન કરી, મોટા મોટા મરે છે મથી
।।૨।। કોઇ કહે હજાર હાથ હરિને, કોઇ કહે આઠ ચાર કર છે । કાનનું
સુણ્યું સહુ કહે, પણ ખરી કાંઇ ખબર છે ? ।।૩।। કોઇ કહે હરિ અરૂપ
છે, કોઇ કહે તોજોમય તન । કોઇ કહે વિશ્વમાંહિ વ્યાપી રહ્યા, કોઇ કહે
આ બોલે વચન ।।૪।। કોઇ કહે પ્રભુને પરછાયો નહિ, કોઇ કહે ન ધરા
ધરે પાવ । દીઠા વિના આપ ડા’પણે, અમથા કરે છે ઉઠાવ ।।૫।। પણ
જાણો હરિને બે હાથ છે, બે પાવલિયા છે પુનિત । શ્રવણ નયન નાસિકા,
મુખે બોલે છે રૂડી રીત ।।૬।। જમે રમે નિજજન ભેળા, લિયે દિયે પૂજા
જે દાસ । હસે વસે સેવક સંગે, અલબેલો આપે અવિનાશ ।।૭।। સાકાર
સુંદર મૂરતિ,સુખદાયિ સહજાનંદ । તેને જાણ્યાવિના જડમતિ, નિરાકાર
કહે નરમંદ ।।૮।। સવળું અવળું સમઝી, પાડી આંટી ઘાટી ઉરમાંય ।
ઘુંચાણા ઘણી ઘુંચવણીમાં, પડ્યું નહિ પાધરૂં કાંય ।।૯।। પૃઠ્ય દઇ
પૃથ્વીનાથને, ચોડ્યું ચિત્રામણ માયં ચિત્ત । નિષ્કુલાનંદ પ્રકટ મુકી, આળ
પંપાળશું પ્રિત ।।૧૦।। કડવું ।।૪૬।।
આળ પંપાળમાં આવરદા ન ખોવીજી, એ પણ વાત વિચારીને
જોવીજી, હીરો હાથ આવ્યે ધૂડ્યને ન ધોવીજી, દીનમાં સુઇ રહી રાત ન
ડોવીજી ।।૧।। ઢાળ - દિનમાંહી હિંડે મારગ મળે, રાતમાંય ઘણું રડવડિયે
। તેમ પ્રગટ મુકીને પરોક્ષ ભજતાં, કહો પાર એમાં કાંઇ પડિયે ? ।।૨।।
જેમ કોઇ ફુલવાડીનાં ફુલ મેલી, આકાશફુલની આશા કરે । પાર વિના
પરિશ્રમ પડે, સાર થોડુંજ મળે સરે ।।૩।। તેમ પ્રગટ પ્રભુને પરહરી,
પરોક્ષમાં કરે પ્રતીત । તેતો પીયૂષનો તરુ પરહરી, કરી છાસ પીવા ચાહે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
ચિત્ત ।।૪।। ટાણે ટેવ રાખી નહિ, કરે કટાણે કોઇ ઉદ્યમ । તેમાં નપડે
પાંસરૂં, પડે તેમાં તે પૂરણ શ્રમ ।।૫।। માટે સમો સાંચવવો, પ્રગટશું
કરવી પ્રીત । તો પૂરણ તક પાકે ખરી, વળી થાયે જગતમાહી જીત ।।૬।।
એટલું કર્યું તો સર્વે કર્યું, કેડે કરવું નરહ્યું કાંઇ । મનુષ્ય દેહનો લાભ
મળ્યો, આવી આ ભવમાંઇ ।।૭।। સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એહજ, રે’વું
પ્રગટ પ્રભુ પરાયણ । મન વચન કર્મે કરી, ભજવા સ્વામિનારાયણ ।।૮।।
એહ ઠીક ઠેરવી વાત અંતરે, પછી રે’વું નિર્ભય નચિંત । એટલું સમઝે
સર્વે સમઝ્યા, સમઝાણી સનાતન રીત ।।૯।। મળ્યો મારગ મહાસુખનો,
જેમાં દુઃખ નહિ લવલેશ । નિષ્કુલાનંદ નકી એ વારતા, માનવો મોટાનો
ઉપદેશ ।।૧૦।। કડવું ।।૪૭।।
સારસિદ્ધિ સુંદર ગ્રંથ છે સારોજી, સહુ શાણા મનમાં વિચારોજી
। પ્રગટ ઉપાસીને લાગશે પ્યારોજી, દુઃખ ટળી સુખનો આવશે વારોજી
।।૧।। ઢાળ - વારો આવશે સુખનો, સાંભળતામાં સાર શિરોમણી ।
પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ઘનશ્યામમાંઇ ઘણી ઘણી ।।૨।। અન્ય સુખથી
મન ઉતારી, પ્રગટમાં સુખ પેખશે । લોકાલોકની લાલચ્ય મેલી, સુખ
ધર્મ સુતમાં લેખશે ।।૩।। જગસુખ અભાવની જુગતી, અતિ કહી છે
જો કથી કથી । સમજ્યા સરખી સુલભ છે, વાત અતિ રતિ ઉંડી નથી
।।૪।। વૈરાગ્ય ભક્તિ ધર્મની, વાત સારી પેઠ્યે સૂચવી । જ્ઞાનની થોડી
ઘણી, ચોકસ પણે ચોખી ચવી ।।૫।। અસંત સંતની વારતા, તેહ પણ
કાંઇક કહી છે । સાંગોપાંગ સમઝવા, ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે
।।૬।। સાર સાર શોધી કહ્યું, જે જે જાણ્યામાં મારે આવીયું । તેહ તેહ
તપાસી તને મને, કાંઇક કાંઇક કા’વિયું ।।૭।। મુમુક્ષુને મગન કરવા,
આંમાં વાત છે વિધવિધની । નથી છાની છે વાત છતી, પ્રભુ પ્રગટ
પ્રસિદ્ધની ।।૮।। ખરા ખપવાળાને ખોળતાં, માનો વાત આવી તે મળે
નહિ । ત્યાર તરછટ તાંદુલા, કરી દીધા છે સુંદર લઇ ।।૯।। આ ગ્રંથ
ગાશે સુણશે, રે’શે એમાં કહ્યું એવી રીત । નિષ્કુલાનંદ એ નરનાં,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
સારસિદ્ધિઃ
ઉઘડશે ભાગ્ય અમીત ।।૧૦।। કડવું ।।૪૮।।
પદરાગ ધોળ - ભાગ્ય જાગ્યાં આજ જાણવાં, કોટિ થયાં ક્લ્યાણ
। ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ; ભાગ્ય૦ ।।૧।।
અનાથ પણાનું મે’ણું ઉતર્યું, સદા થયા સનાથ । ડર ન રહ્યો બીજા દેવનો,
ગ્રહ્યો હરિએ હાથ; ભાગ્ય૦ ।।૨।। કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું
સુખ । મસ્તિ આવીરે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ; ભાગ્ય૦ ।।૩।।
અણસમઝણ અળગી થઇ, સમી સમઝાણી વાત । પાંપળાં સર્વે પરાં
પળ્યાં, મળ્યા શ્રીહરિ સાક્ષાત; ભાગ્ય૦ ।।૪।। કસર ન રહી કોઇ વાતની,
પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ । ખોટ્ય મટીને ખાટ્ય થઇ, રહી ગયો છે રંગ;
ભાગ્ય૦ ।।૫।। ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર । સુખતણી
સીમા સી કહું, મને મોદ અપાર; ભાગ્ય૦ ।।૬।। આજ આનંદ વધામણાં,
હૈયે હરખ ન માય । અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની
સીમાય; ભાગ્ય૦ ।।૭।। આજ અમૃતની એ’લી થઇ, રહિ નહિ કાંય
ખોટ । એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયાં કલ્યાણ કોટ; ભાગ્ય૦ ।।૮।।
રાંકપણું તો રહ્યું નહિ, કોઇ મ કે’શો કંગાલ । નિરધનિયાં તો અમે નથી,
મહા મળ્યો છે માલ; ભાગ્ય૦ ।।૯।। કોણ જાણે આ કેમ થયું, આવ્યું
અણ ચિંતવ્યું સુખ । ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ;
ભાગ્ય૦ ।।૧૦।। ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ
। નિષ્કુલાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ; ભાગ્ય૦ ।।૧૧।।
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદમુનિ
વિરચિતા સારસિદ્ધિઃ
સારસિદ્ધિ સમાપ્ત
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન
-ઃ ભક્તિનિધિ :-
૫
સોરઠા-પ્રણમું પુરુષોત્તમ, અગમ નિગમ જેને નેતિ કહે । તે
શ્રીહરિ થાઓ સુગમ, રમ્યરૂપ સાકાર સહિ ।।૧।। એવા વસો મારે ઉર,
દૂર કરવા દોષ દીનબંધુ । તે થાય ભક્તિ ભરપૂર, હજૂર રાખજો હરિ
હેત કરી ।।૨।। દોહા-ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં
ભેદ । ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વદેછે ચારે વેદ ।।૩।। પરોક્ષ ભક્ત
પામે નહિ, મનમાની મોટી મોજ । શાસ્ત્ર સર્વે શોધીને, ખરી કરી લ્યો
ખોજ ।।૪।।
રાગ ધન્યાસરી-શ્રી પુરૂષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિનેતિ
કહી જેને ગાય નિગમજી । અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ
થયા આજ સુગમજી ।।૧।। ઢાળ- સુગમ થયા શ્રીહરિ, ધરી નર તનને
નાથજી । જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી ।।૨।।
આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ । દયા દિલમાં
આણી દયાળે, તેનાં શું હું કરું વખાણ ।।૩।। લે’રી આવ્યા આજ લે’રમાં,
અતિ મે’ર કરી મે’રબાન । અનેક જીવ આશ્રિતને, આપવા અભયદાન
।।૪।। અઢળ ઢળ્યા અલબેલડો, કહું કસર ન રાખી કાંય । કૈક જીવ
કૃતાર્થ કીધા, મહાઘોર કળિનીમાંય ।।૫।। ભાગ્યશાળી બ્રહ્મમોહોલનાં,
કર્યાં આપે આવી અગણિત । નિર્દોષ કિધાં નરનારને, રખાવી રૂડી રીત
।।૬।। નૌતમ શક્કો સંસારમાં, આવી નાથે ચલાવિયો નેક । જે સાંભળ્યો
નો’તો શ્રવણે, તે વર્તાવ્યો સહુથી વિષેક ।।૭।। પૂરણ પુરૂષોત્તમ પોતે,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
સરવેશ્વર સર્વના શ્યામ । જેની ઉપર જડે નહિ બીજો, તેહ કરે ધારે જેહ
કામ ।।૮।। પ્રબળ પ્રતાપી પધારતાં, સમઝવું શું શું ન થાય ? । સમર્થ
સહુથી શ્રીહરિ, જે પૂરણકામ કે’વાય ।।૯।। અતિ અગમ તે સુગમ થયા,
થયા સેવી સુખ લેવા લાગ્ય । નિષ્કુલાનંદ મળ્યા એહ જેહને, તેહનાં
ઉઘડિયાં ભાગ્ય ।।૧૦।। કડવું ।।૧।।
ભાગ્ય જાગ્યાં આજ જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં
ના’વે કોઇ તેહને સમાનજી । જેહને મળિયા પ્રભુ મૂર્તિમાનજી, જેહ
મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી ।।૧।। ઢાળ- ધ્યાન ધરે જેનું જાણજો,
અજ ઇશ સરીખા સોઇ । તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે
નહિ કોઇ ।।૨।। એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ ।
આગમ નિગમ ને અગોચર અતિ, તેનો કરી શકે કોણ થાપ ।।૩।।
થાપ ન થાયે એવા આગમે, વર્ણવિયા વારમવાર । તેહ પ્રભુને કેમ
પામિએ, જેનો કોઇ ન પામિયા પાર ।।૪।। તેહ હરિ નરતન ધરી,
આપે આવે અવનિ મોઝાર । ત્યારે મળાય એ મૂર્તિને, જ્યારે નાથ
થાય નરઆકાર ।।૫।। મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા, દેવા
જીવોને અભયદાન । ત્યારે પલ પાકે સહુ પ્રાણધારીની, જ્યારે ભૂમિ
આવે ભગવાન ।।૬।। ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઉઘડે દ્વાર અપાર
। થાય સેવકને સેવ્યા સરખા, જ્યારે પ્રગટે પ્રાણ આધાર ।।૭।। ત્યારે
સુગમ થાય છે સહુને, પ્રાણધારીને પરમાનંદ । ન હોય દરશ સ્પર્શનું
દોયલું, સદા સોયલા હોય સુખકંદ ।।૮।। સાકાર સુંદર મૂરતિ, જોઇ
જન મગન મન થાય । પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય
માનવું મનમાંય ।।૯।। પણ મૂરતિ મૂકી મહારાજની, બીજાું માગવું
નહિ બાળક થઇ । નિષ્કુલાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના
ઇચ્છવું નહિ ।।૧૦।। કડવું ।।૨।।
જોને કોઇક કરેછે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી
। સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
।।૧।। ઢાળ- સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઇ । શુદ્ધ
મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ આદરે કરે સોઇ ।।૨।। એમ પ્રસન્ન કરી
પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આશ । તે શિશુ સમઝણ સેવકની, ત્યાગી
તુપને માગી છાશ ।।૩।। જેમ રિઝવે કોઇ રાજનને, પ્રસન્ન કરીને માગે
પિયાજ । તે આપતાં અતિ અવનીશને, લાગે લોકમાં ઘણી લાજ ।।૪।।
માટે સેવા ખરી હરિની કરી, માગિયે નહિ માયિક સુખ । જે પામી પડે
પાછું પડવું , રહે જેમ હોય તેમ દુઃખ ।।૫।। તે શોધી સર્વે સમઝવું, જોઇ
લેવું જીવમાં જરૂર । અંતવત સુખ ઇચ્છતાં, કેદિ દુઃખ ન થાય દૂર ।।૬।।
જેમ કણ મૂકી કુકસને, જાચે તુષને તજી તાંદૂળ । તેમ મૂરતિ મૂકી
મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ ।।૭।। ચાર પ્રકારની મુગતિ, અતિ
સુખદ કહે સુજાણ । પણ મૂર્તિ મનોહર માવની, મૂકી ઇચ્છે એહને એજ
અજાણ ।।૮।। જેમ ફોગટ ફળ ફુલ નહિ, મળે ફળ તો ફજેતીએ ભર્યાં ।
એવાં અલ્પ સુખ આવતાં, કહો કારજ સરે શું સર્યાં ? ।।૯।। માટે રાજી
કરી રંગરેલને, માગવું વિચારીને મન । નિષ્કુળાનંદ ન માગવું, જેને
માથે હોય વિઘન ।।૧૦।। કડવું ।।૩।।
વિઘને ભર્યાં સુખ સારૂં સાધનજી, કરતાં મુઝાય છે શુદ્ધ સંતનાં
મનજી । તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી
।।૧।। ઢાળ- વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ । સુર
અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ ।।૨।। જપતાં જાપ બાપ
આપણે, પ્રહ્લાદજીને પીડા કરી । સત્ય રાખતાં હરિશ્ચંદ્ર શિબિ, નળ
મુદગળ ન બેઠા ઠરી ।।૩।। તપ કરી ત્રિલોકમાં, પામી પડિયા પાછા કઇ
। એમ કરી તન તાવતાં, સુખ અટળ આવ્યું નહિ ।।૪।। વ્રત રાખતાં
અંબરીષ પીડયો, દાન દેતાં પીડાયો નર ઘોષ । પુણ્ય કરતાં પાંડવ પંચાલી,
આવ્યા દુર્વાસા દેવા દોષ ।।૫।। જોગે પીડાણા શુક જડભરત, જગને
પીડાણો નહૂષ ભૂપાળ । બળી વળી દધિચિ ઋષિ, રંતિદેવ સરીખા દયાળ
।।૬।। એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઇ ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહિ કહું કોઇ ।।૭।। જેજે જને
એહ આદર્યું, પરલોક પામવા કાજ । તેતે જનને જાણજો, સુખનો ન
રહ્યો સમાજ ।।૮।। વિઘન બહુ વિધવિધનાં, ભર્યાં ભવમાંહિ ભરપૂર ।
પરલોક ન દિયે પામવા, જન જાણી લેજો જરૂર ।।૯।। માટે વાટ એ તે
મૂકવી, સમઝી વિચારીને શુભમતિ । નિષ્કુળાનંદ કે’ નિર્ભય થાવા,
કરવી હરિની ભગતિ ।।૧૦।। કડવું ।।૪।।
પદરાગ આશાવરી- સંતો ભક્તિ ઉપર ભય શાનો, તેતો મન કર્મ
વચને માનોરે; સંતો૦ । ટેક-જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય
સમાજ શોભાનો । પામી પુન્ય ખુટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ
નાનોરે; સંતો૦ ।।૧।। ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ અનુપ કાચનો ।
ટકે નહિ કેદિ ટોકર વાગે, તો શિયો ભરૂંસો બીજાનોરે; સંતો૦ ।।૨।।
જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધરપર, જાણો નથી ફજેતો એ છાનો ।
નિર્ભય પ્રાપતિ ન રહિ કેની, જોઇ લીધો દાખડો ઝાઝાનોરે; સંતો૦
।।૩।। સર્વે પર વિઘન સભરભર, નિર્ભય ભક્તિ ખજાનો । નિષ્કુલાનંદ
કે’ ન ટળે ટાળતાં, ટળે તોય કળશ સોનાનોરે; સંતો૦ ।।૪।। પદ ।।૧।। નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી ।
સમઝીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી
।।૧।। ઢાળ- અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની । તે
વિના ત્રિલોક સુખને, માને શોભા મીયાંનની ।।૨।। મૂરતિ મૂકી મન
બીજે, લલચાવે નહિ લગાર । અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં, નિશ્ચે
નિરસ નિરધાર ।।૩।। એમ માની માને સુખ ભાવમાં, કરે ભક્તિ ભાવે
સહિત । ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત ।।૪।। અનન્ય
ભાવે કરે ભગતિ, મન વચન કર્મે કરી । ભાવે નહિ હરિ ભક્તિ વિના,
એવી વાત અંતરમાં આવી ઠરી ।।૫।। નિષ્કામ ભક્તિ નાથની, જેને
કરવા છે મને કોડ । બીજા સકામ ભક્ત સમૂહ હોય, તોય હોય નહિ
એની હોડ ।।૬।। એવી ભક્તિને આદરે, જેમાં લોકસુખ નહિ લેશ । તેમ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
સુખ શરીરનું, ઇચ્છે નહિ અહોનેશ ।।૭।। મેલી ગમતું નિજ મનનું,
હાથ જોડી રહે હરિ હજાુર । સેવા કરવા ઘનશ્યામની, ભાવ ભિંતરમાં
ભરપૂર ।।૮।। ભાવે જેવું ભગવાનને, સમો જોઇ કરે તેવી સેવ । પણ
વણ સમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ ।।૯।। એવા ભક્તની
ભગતિ, વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથજી, તે ઉપર
થાય પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૫।।
પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી
હામજી । જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી
।।૧।। ઢાળ- ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે । તેને તોલે
ત્રિલોક માંહિ, સમઝી જાુવો નહિ નિસરે ।।૨।। જેણે આલોકસુખની
આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યાં । એક ભક્તિ ભાવી ભગવાનની,
વિષયસુખ વિષ સમ કર્યાં ।।૩।। જેણે પંચ વિષયશું પ્રિત ત્રોડી, જોડી
પ્રીત ભક્તિ કરવા । તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા
।।૪।। રાજી કુરાજીયે કોઇને, નવ વણસે સુધરે વાત । નથી એથી સુખ
મળવા ટળવા, જોઇએ હરિ રાજી રળીયાત ।।૫।। પરબ્રહ્મને પ્રસન્ન કરવા,
કરે ભક્તિ માહાત્મ્યે સહિત । ધરી દૃઢ ટેક એક અંતરે, તે ફરે નહિ કોઈ
રીત ।।૬।। નિષ્કપટ નાથની ભગતિ, સમઝો સુખ ભંડાર છે । એની
બરાબરી નોય કોઇ બીજાું, એતો સર્વે સારનું સાર છે ।।૭।। સાચી ભક્તિ
ભગવાનની, સર્વે શિર પર મોડ છે । બીજાં સાધન બહુ કરે, પણ જાુઓ
એની કોઇ જોડ છે? ।।૮।। જેમ ગળપણમાં શર્કરા ગળી, વળી રસમાં
સરસ તુપ । જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ ।।૯।।
એવી અનુપમ ભગતિ, ભાવી ગઇ જેને ભીંતરે । નિષ્કુલાનંદ કે’ સર્વે
સાધન, એની સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૬।।
ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમઝુ સમઝો સહુ મનમાંયજી
। પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી, તેને તુલ્ય બીજાું કેમ કે’વાયજી
।।૧।। ઢાળ- કે’વાતો નથી કલ્પતરૂં, નવ નિધિને સિદ્ધિ સમેત । કામદુઘા
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઇ રીત ।।૨।। જેમ મંદારમાં સાર બહુ
બાવના ચંદન, પાષાણમાં સાર પારસ । સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ
ભક્તિ સાધનમાં સરસ ।।૩।। જેમ પન્નગારી પંખીયોમાં સરસ, શૈલમાં
સરસ સુમેર । તેમ ભક્તિ સરસ સર્વ સાધને, એમાં નથી કહું કાંઇ ફેર
।।૪।। જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, શીતળ તનમાં સરસ શશિ । તેમ
ભક્તિ સરસ સર્વે રીતે, આપું ઉપમા એને કશી ।।૫।। જેમ પાત્રમાં
અક્ષયપાત્ર સરસ, નાણામાં સરસ સુવર્ણમો’ર । તેમ ભક્તિ સરસ છે
ભવમાં, એમ લખ્યું છે ઠોરમઠોર ।।૬।। જેમ પંચભૂતમાં શૂન્ય સરસ,
સર્વે અમરમાં અમરેશ । તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેર
લવલેશ ।।૭।। જેમ કુંપે સરસ રસ કુંપકા, ભૂપે સરસ પ્રિયવ્રત । રૂપે
સરસ કામદેવ કહીયે, તેમ ભક્તિથી નૂન્ય બીજાં કૃત્ય ।।૮।। કર્તવ્ય કરીને
કાંઇક પામે, તે વામે કોઇ કાળે કરી । ભક્તિ એ ગતિ નિર્ભય અતિ,
એમ શ્રીમુખે કહેછે શ્રીહરિ ।।૯।। એમ ભક્તિ ભગવાનની, વર્ણવી
સહુથી સરસ । નિષ્કુલાનંદ કે’ તે વિના બીજાં, નિશ્ચે દેખાડ્યાં નરસ
।।૧૦।। કડવું ।।૭।।
ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારૂં છું મનજી ।
જેસારૂં જન કરેછે જતનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી ।।૧।।
ઢાળ- સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ । માને સુખ તેમાં
મૂરખા, જે હોય હૈયાના ટળેલ ।।૨।। જેમ સોનરસથી સોનું કરતાં, જોયે
સવાલાખ ચડી-ચોટ । એક લાખ તૈયે ઉપજે, જાયે પા લાખની ખોટ
।।૩।। તેમ સાધન કરી શરીર દમે, વળી પામે તે માંહિથી સુખ । તે સુખ
જાય જોતાંજોતાં, પાછું રહે દુઃખનું દુઃખ ।।૪।। જેમ વટે અમટ અરુણ
ફળ, ખાવા કરે કોઇ ખાંત । રાતાં છે પણ રસ નથી, એમ સમઝી લેવો
સિદ્ધાંત ।।૫।। તેમ સુખ સર્વે લોકનાં, સુણી કરે હૈયે કોઇ હામ । જેમ
અવલ ફુલ આવળનાં, પણ નાવે પૂજામાંહિ કામ ।।૬।। જેમ ત્રોડતાં ફળ
તાડતણાં, થાય મહેનતના બહુ માલ । ખાતાં થાય બહુ ખરખરો, વળી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
વાધે શોક વિશાળ ।।૭।। અમૃત વેલી અલ્પ ભલી, વધુ તોય ભુંડી વિષવેલ
। તેમ ભક્તિ થોડી તોય ભલી, છે સર્વે સુખની ભરેલ ।।૮।। પંચ્યાણ
આપે પાંચ રોકડા, લપોડ શંખ કહે લેને લાખ । પણ ગણીને ગાંઠે
બાંધ્યાતણી, વળી કોયે ન પુરે સાંખ ।।૯।। તેમ હરિભક્તિથી સુખ મળે,
તેવું સુખ બીજાથી ન થાય । નિષ્કુલાનંદ કહે નરને, જાણી લેવું એવું
મનમાંય ।।૧૦।। કડવું ।।૮।।
પદરાગ આશાવરી - સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ
સદા સુખકારીરે; સંતો૦ ટેક - જૂઠી ભક્તિ જક્તમાં કરેછે, સમઝયા
વિના સંસારી । ખોવા રોગ ખાયછે રસાયણ, દિધા વિના દરદારીરે;
સંતો૦ ।।૧।। વણ પૂછે વળી ચાલેછે વાટે, જે વાટે નહિ અન્ન વારી । નહિ
પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારીરે; સંતો૦ ।।૨।। આ
ભવમાં ભૂલવણી છે ભારે, તેમાં ભૂલ્યાં નરનારી । જિયાં તિયાં આ
જનમ જાણજો, હરિભક્તિ વિના બેઠાં હારીરે; સંતો૦ ।।૩।। ભક્તિ વિના
ભવપાર ન આવે, સમઝો એ વાત છે સારી । નિષ્કુલાનંદ કહે નિર્ભય
થાવા, ભક્તિનિધિ અતિ ભારીરે; સંતો૦ ।।૪।। પદ ।।૨।।
ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરેછે જન મન પામેછે ખેદજી ।
એક બીજાનો કરેછે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી ।।૧।। ઢાળ-
નિર્વેદ વિના ખેદ પામી, કરેછે ખેંચાતાણ । નંદે વંદેછે એક એકને, એ
સહુ થાયછે હેરાણ ।।૨।। નવે પ્રકારે કરી નાથની, ભક્તિના કહ્યા છે
ભેદ । નિષ્કામ થઇ કોઇ નર કરે, તો શીદ પામે કોઇ ખેદ ।।૩।। પણ
અંતર ઉંડો અભાવછે, બહુ બળ દેખાડેછે બા’ર । જ્યાન થયું તે જાણતા
નથી, કથી શું કહીયે વારમવાર ।।૪।। જેમ લેખક કરમાં લેખ આવે, તે
લઇ લેખણ લીટો કરે । હતો પરવાનો પરમ પદનો, પણ કહો એમાંથી
હવે શું સરે? ।।૫।। તેમ ભક્તિ અતિ ભલી હતી, તેમાં ભેળવ્યો ભાગ
ભુંડાઇનો । ખીર બગડી ખારૂં લુણ પડયું, ટળ્યો ઉમેદ એના ઉપાઇનો
।।૬।। તેમ ભક્તિ કરતાં ભગવાનની, આવી અહં મમતની આડ । પ્રભુ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
પાસળ પો’ચતાં, આડું દીધું એ લોહ કમાડ ।।૭।। માટે નિરમમત થઇ
નાથની, ભક્તિ કરો ભરી ભાવ । નિરાશી વા’લા નારાયણને, શીદ
બાંધોછો જ્યાં ત્યાં દાવ ।।૮।। સકામ ભક્તિ સહુ કરેછે, નથી કરતા
નિષ્કામ કોય । તેમાં નવનીત નથી નિસરતું, નિત્ય વલોવતાં તોય ।।૯।।
ઘોઘે જઇ કોઇ ઘેર આવ્યો, કરી આવ્યો નહિ કોઇ કામ । નિષ્કુલાનંદ
એવી ભક્તિ, નવ કરવી નર ને વામ ।।૧૦।। કડવું ।।૯।।
ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક
લાજજી । તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન
થાઓ સુખ ત્યાગજી ।।૧।। ઢાળ- તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે
કરી ભગતિ । સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ
।।૨।। પ્રસંશા સુણી નવ પોરસે, નિંદા સુણીને નવ મુઝાય । ઉભય ભાતનો
અંતરે, હર્ષ શોક ન થાય કાંય ।।૩।। જેમ નટ ચડે વળી વાંસડે, જોવા
મળે સઘળું ગામ । પણ નટ ન જુવે કોઇને, જો જુવે તો બગડે કામ ।।૪।।
તેમ ભક્તિ કરતાં ભક્તને, નવ જોવા દોષ અદોષ । ગુણ અવગુણ કેના
ગોતતાં, અતિ થાય અપશોષ ।।૫।। વળી આલોકની જે આબરૂં, રહો કે
જાઓ જરૂર । ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપુર
।।૬।। જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક । જોઇ જય
પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઇ શોક ।।૭।। ભક્તિ કરતાં કેને ભાવે
ન ભાવે, આવે કોઇને ગુણ અવગુણ । જેની નજર પો’તી છે પરાથી પર,
તેને અધિક ન્યૂન કહો કુણ ।।૮।। જેને આવડ્યું જળ તરવું, તેને ઉંડું
છિછરું છે નહિ । મીન પંખીને મારગમાં, કહો આડ્ય આવે કહિ ।।૯।।
ખેચર ને ભૂચરની, જાણવી જુજવી ગતી । નિષ્કુલાનંદ કે’ નોખું રહી,
ભજાવી લેવી ભગતી ।।૧૦।। કડવું ।૧૦।
સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ
ખોટું ઠેરાવ્યુંજી । અણસમઝુંને એમ સમઝ્યામાં આવ્યુંજી, વણ અર્થી
ભક્તિશું વેર વસાવ્યુંજી ।।૧।। ઢાળ- વેર વસાવ્યું વણ સમઝે, સાચી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
ભક્તિ કરતલ સાથ । શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઇ મીરાંથ
।।૨।। પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ કર્યા હેરાણ । તેહ
પાપે કરી તેહના, ગયા પંડમાંથી પ્રાણ ।।૩।। વસુદેવ વળી દેવકીને, જાણ્યાં
જગદીશનાં જરૂર । તેને કષ્ટ કંસે આપિયું , મૂવો પાપિયો આપે અસુર
।।૪।। પંચાલી ભક્ત પરબ્રહ્મનાં, જાણી દુઃખ દીધું દુઃશાસન । તાણ્યાં
અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન ।।૫।। પાંડવ ભક્ત
પરમેશ્વરના, તેને દીધું દુર્યોધને દુઃખ । તે પાપે રાજ્ય ગયું વળી, થયું
મોત રહ્યું નહિ સુખ ।।૬।। સીતાજી ભક્ત શ્રીરામજીનાં, તેને રાવણે
પાડિયા રોળ । સત્યવાદીને સંતાપતાં, આવિયું દુઃખ અતોલ ।।૭।। તે
હરિજનને હૈયે હોય નહિ, જે દુઃખ દેતલને દુઃખ થાય । પણ જેમ કેગરના
કાષ્ટને, બાળતાં અગ્નિ ઓલાય ।।૮।। એમ ભક્તને ભય ઉપજાવતાં,
નિર્ભય ન રહ્યા કોય । આદિ અંતે મધ્યે માનજો, હરિભક્ત નિર્ભય હોય
।।૯।। પરમ પદને પામવા, હરિભક્તની ભીડ્ય તાણવી । નિષ્કુલાનંદ
નિશ્ચે કહે, વાત આટલી જરૂર જાણવી ।।૧૦।। કડવું ।।૧૧।।
હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટિ કલેશજી ।
તેણે કરી રહે હેરાન હમેશજી, એહમાંહી સંશય નથી લવલેશજી ।।૧।।
ઢાળ- લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ્ય ઉપાય । નાખતાં
રજ સૂરજ સામી, પાછી પડે આંખ્ય મુખમાંય ।।૨।। જે જળથી શીતળ
થાય, તેને લગાડે કોઇ તાપ । તેનું તે બાળે તનને, સામુનો થાય સંતાપ
।।૩।। વળી જે વહ્નિથી ટાઢ ટળે, તેમાંજ નાખીયે નીર । પછી બેસીયે
પાસળે, શું શીત વીતે શરીર ।।૪।। વળી જે ભોજને કરીને ભૂખ ભાગે, તે
ભોજનમાં ભેળિયે ઝેર । તે કહો સુખ કેમ આપશે, જેણે કર્યું સુખદશું
વેર ।।૫।। જે પટે ઘટ ઢાંકિયે, તે પટનો કરીયે ત્યાગ । પછી ઇચ્છિયે
પ્રવીણતા, તે મૂરખ નર કહ્યા લાગ ।।૬।। જે ભૂમિમાં અન્ન ઉપજે, તે
ભૂમિમાં વિષ વવાય । પછી અમરપણું ઇચ્છવું, તેતો અતિ અવળું કે’વાય
।।૭।। એમ અભાગી નરને, હરિભક્તિમાંહિ અભાવ । તે કેમ તરશે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
સિંધુતોયને, જે બેઠા પથરને નાવ ।।૮।। ડોબું ન ગમ્યું દુઝણું, ભલી
લાગી આવિયા ભેડ્ય । તજી દઇ તાંદુલને, કરી કુકશ સારૂં વઢવેડ્ય
।।૯।। અલ્પમતિને અવળું સુજે, સવળું સૂજે નહિ લવ લેશ । નિષ્કુલાનંદ
એવા નરને, આપિયે શિયો ઉપદેશ ।।૧૦।। કડવું ।।૧૨।।
પદરાગ આશાવરી - સંતો અણસમઝે એમ બને, તેતો સમઝુને
સમઝવું મનેરે; સંતો૦ । ટેક - ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ
નિશદિને । અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હેરે; સંતો૦
।।૧।। શ્રીખંડ સદા શિતળ સુખકારી, તેને દઝાડે કોઇ દહને । અગર પણ
થાય અંગારા, પ્રજાળે પ્રવરી વનેરે; સંતો૦ ।।૨।। કલ્પતરુ મળે માગ્યો
કુઠારો, દુર્મતિ થાવા દુઃખને । જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે
એ સુરતરનેરે; સંતો૦ ।।૩।। એમ શઠ સુખદથી સારૂં ન ઇચ્છે, કોઇ
પ્રગટ્યે થર પાપને । નિષ્કુલાનંદ કે’ ન જોવું એનું, પ્રકટ ભજવા આપનેરે;
સંતો૦ ।।૪।। પદ ।૩।
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે
જાચીજી । તેહ વિના બીજી છે સર્વે કાચીજી, તેહમાં ન રે’વું કેદિયે રાચીજી
।।૧।। ઢાળ- રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઇ જીવન પ્રગટ પ્રમાણ ।
પછી ભક્તિ તેની ભાવશું, સમઝીને કરવી સુજાણ ।।૨।। જોઇ મરજી
જગદીશની, શિશસાટે કરવું સાબિત । સુખ દુઃખ આવે તેમાં દેહને,
પણ હારવી નહિ હીંમત ।।૩।। રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર
બાંધી પાજ । અવર ઉપાય અળગા કર્યા, રામજી રિઝવવા કાજ ।।૪।।
એજ ધ્યાન એજ ધારણા, એજ જપ તપ ને તીરથ । એજ અષ્ટાંગ યોગ
સાધન, જે આવ્યાં પ્રગટને અર્થ ।।૫।। નર નહિ એ વાનર વળી, તેણે
રાજી કર્યા શ્રીરામ । ભક્તિ બીજા ભક્તની, તેહ કહો આવી શિયે કામ
।।૬।। નર ન આવ્યા પશુપાડમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન । સમો જોઇ જે
સેવા કરે, તે સમાન નહિ સાધન ।।૭।। વણ સમાની જે ભગતિ, અતિ
કુરાજી કરવા કાજ । માટે જન સમો જોઇને, રાજી કરવા શ્રીમહારાજ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
।।૮।। જેહ સમે જેવું ગમે હરિને, તેવું કરે થઇ તૈયાર । તેમાં સમ વિષમે
ભાવ સરખો, એક ઉરમાંહી નિરધાર ।।૯।। એવા ભક્તની ભગતિ,
અતિ વા’લી વા’લાને મન । નિષ્કુલાનંદ નિશ્ચે કરી, ન હોય કોઇ એને
વિઘન ।।૧૦।। કડવું ।।૧૩।।
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દીયે કામ એજ એકલીજી
। એહ વિના બીજી છે ભૂલવાની ગલીજી, જગમાં જેજે કે’વાય છે
જેટલીજી ।।૧।। ઢાળ- જેટલી ભક્તિ જન કરેછે, પરહરી પ્રભુ પ્રગટને
। તેને ભક્ત કે’વો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાર્યો મર્કટને ।।૨।। તેણે
ફાળ ભરી ફળ જોઇને, કોઇને ન પૂછી વાત । એમ પરોક્ષ ભક્તિ બહુ
પેરની, લાખો લેખે ખાયછે લાત ।।૩।। જોને ૧વાડવ વાસી વ્રજના, જોરે
કરતા હતા જગન । પણ પ્રભુ પ્રગટને જમવા, અણુભાર ન આપ્યું અન્ન
।।૪।। જગનનું ફળ શું જડ્યું, પડ્યું પસ્તાવું પાછું વળી । એવી
પરોક્ષભક્તની પ્રાપતિ, શ્રવણે લીધીછે સાંભળી ।।૫।। ધન્ય ધન્ય એની
નારીને, જેણે જમાડયા જીવન પ્રાણને । પ્રગટ પ્રભુને પૂજતાં, તે પામી
પરમ કલ્યાણને ।।૬।। માટે પ્રગટથી જેવી પ્રાપ્તિ છે, તેવી નથી પરોક્ષની
માંય । એમ ભક્તિમાં બહુ ભેદ છે, સમઝુ સમઝો સદાય ।।૭।। માટે
મુખોમુખની જે વારતા, તે સમ નહિ સંદેશા તણી । કાનની સૂણી સહુ
કહેછે, નથી દીઠી નજરે આપણી ।।૮।। વાંચી કાગળ કોઇ ૨કંથનો, જેમ
નાર અપાર રાજી થઇ । પણ પ્રગટ સુખ ૨પિયુતણું, અણુ જેટલું આવ્યું
નઇ ।।૯।। માટે પ્રગટ ભક્તિ વિના પ્રાપતિ, નથી નર અમરને નિરધાર
। નિષ્કુલાનંદ કહે જુવો નિહાળી, ઉડું અંતર મોઝાર ।।૧૦।। કડવું ।।૧૪।।
પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી
। પ્રગટને ભજી પામ્યા કંઇ ભવ પારજી, ખગ મૃગ જાતિ નર ને નારજી
।।૧।। ઢાળ- નર નારી અપાર ઉદ્ધર્યાં, પ્રભુ પ્રગટને પામી વળી । તેહના
જેવી પ્રાપતિ, નથી કેની જો સાંભળી ।।૨।। જેની સાથે જમ્યા રમ્યા જીવન,
પુરૂષોત્તમ પ્રાણ આધાર । હળ્યા મળ્યા અઢળ ઢળ્યા, કહો કોણ આવે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
એની હાર ।।૩।। જે દર્શ સ્પર્શ પરબ્રહ્મનો, નિત્યપ્રત્યે પામ્યાં નરનાર ।
સદા સર્વદા સંગ રહી, આપ્યાં હરિએ સુખ અપાર ।।૪।। એવું વ્રજવાસીનું
સુખ સાંભળી, શિવજીને થયો મને શોચ । કહ્યું પામત જન્મ પશુપાળનો,
તો રે’ત નહિ કાંએ પોચ ।।૫।। એવી એ પ્રગટ ભક્તિનો, શંભુએ કર્યો
સત્કાર । બ્રહ્માને જે ભાગ ન આવી, તે પામિયા વ્રજના રે’નાર ।।૬।।
અજ અતિ દીન મીન થયો, પામવા પ્રસાદીકાજ । તે પામ્યાં ગોપી ગોવાળ
બાળ, જે સોણે ન પામ્યો સુરરાજ ।।૭।। વાલ્મિકે વખાણ્યા વાનરને,
વ્યાસે વખાણિયા પશુપાળ । તે પ્રગટ ભક્તિ પ્રતાપથી, વાધિયો જશ
વિશાળ ।।૮।। સહુ પ્રગટ સેવી સુખ પામિયા, તમે સાંભળજો સુજાણ
મળી । ડાહ્યા સાણા રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી ।।૯।। એમ
પ્રગટ ભક્તિ સહુ ઉપરે, એથી ઉપરાંત નથી કાંઇ । નિષ્કુલાનંદ નિશ્ચે
વારતા, સૌને સમઝવી મનમાંઇ ।।૧૦।। કડવું ।।૧૫।।
ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિષેકજી ।
એહને સમાન નહિ કોઇ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી ।।૧।।
ઢાળ - તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઇ રે’વું સાવધાન । તેમાં
યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન ।।૨।। ધર્મ વિચારીને
ધનંજયે, યુદ્ધ કરવું નો’તું જરૂર । પણ જાણી મરજી જગદીશની, ત્યારે
ભારત કર્યો ભરપૂર ।।૩।। તેમાં કુળ કુટુંબી સગા સંબન્ધી, સહુનો તે
કર્યો સંહાર । ન ગણ્યા વળી ગુરુ ગોત્રને, સહુને પમાડ્યા પાર ।।૪।।
એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઇકના પ્રાણ । તોય કુરાજી કૃષ્ણ
નવ થયા, સામું કર્યા પાર્થના વખાણ ।।૫।। એ સમે એમ ગમતું હતું,
તેણે પ્રભુ થયા રળિયાત । શુભાશુભનું ક્યાં રહ્યું, સહુ જુવો વિચારી
વાત ।।૬।। એમ પ્રભુ પ્રગટને, જેહ સમે ગમે જાણો જેમ । તેમ કરવું કર
જોડીને, નવ ચડવું બીજે વે’મ ।।૭।। વળી પ્રિયવ્રતે પ્રભુ પ્રસન્ન કરવા,
નિવૃત્તિ મુકીને પ્રવૃત્તિ ગ્રહિ । તેહ જેવા આ જક્તમાં, બીજા બહુ ગણાણા
નહિ ।।૮।। માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર । તેમાં
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
હાણ્ય વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોક ન આણવો ઉર ।।૯।। નિઃસંશય ને
નિરઉત્થાને, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનંદ એ વારતા, મને માનજો
છે મોટી અતિ ।।૧૦।। કડવું ।।૧૬।।
પદરાગ આશાવરી - સંતો સમે સેવી લિયો સ્વામી, જેને ભજતાં
રહે નહિ ખામીરે; સંતો૦ । ટેક-મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળીયે
કામી । પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામીરે; સંતો૦ ।।૧।।
જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કરભામી । તે પ્રભુ આજ પ્રગટ
થયા છે, જે સર્વે નામના નામીરે; સંતો૦ ।।૨।। અણુ એક એથી નથી
અજાણ્યું, જાણો એ છે અંતરજામી । તેને તજીને જે ભજે બીજાને, તેતો
કે’વાયે લુણ હરામીરે; સંતો૦ ।।૩।। જેનાં દર્શ સ્પર્શ કરે પ્રાણી, તેનાં
પાપ જાયે વામી । નિષ્કુલાનંદ કે’ આનંદ ઉપજે, પૂરણ પુરૂષોત્તમ પામીરે;
સંતો૦ ।૪। પદ ।૪।
પૂરણ પુરૂષોત્તમ પામીયે જ્યારેજી, તન મનમાંહિ તપાસિયે
ત્યારેજી । આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી
।।૧।। ઢાળ- વારમવાર વિચારવું, વણસવા ન દેવી વળી વાત । સમો
જોઇને સેવકને, હરિ કરવા રાજી રળિયાત ।।૨।। અવળાઇને અળગી
કરી, સદા સવળું વર્તવું સંત । અવળાઇયે દુઃખ ઉપજે, વળી રાજી ન
થાય ભગવંત ।।૩।। જેમ ભૂપના ભૃત્ય ભેળા થઇ, સમા વિના કરે સેવકાઇ
। જોઇ એવા જાલમ જનને, રાજા રાજી ન થાયે કાંઇ ।।૪।। જ્યાં જોઇએ
ભલુ ભાગવું, ત્યાં સામો થાય શૂરવીર । જ્યાં જોઇએ થાવું ઉતાવળું,
ત્યાં ધરી રહે ધીર ।।૫।। જ્યાં જોઇએ હારવું, ત્યાં કરે હઠાડવા હોડ ।
જ્યાં જોઇએ નમવું, ત્યાં કરે નમાડવા કોડ ।।૬।। જ્યાં જોઇએ જાગવું,
ત્યાં સૂવે સોડ તાણીને । જ્યાં જોઇએ બોલવું, ત્યાં બંધ કરેછે વાણીને
।।૭।। જ્યાં ન જોઇએ બોલવું, ત્યાં બોલેછે થઇ બેવકૂબ । જ્યાં જોઇએ
વસવું, ત્યાંથી ખશી જાયછે ખૂબ ।।૮।। એવી ભક્તિ જો આવડી, જેમાં
રાજી ન થાય રામ । કરવાનું તે કરે નહિ, કરે ન કરવાનું કામ ।।૯।। એવા
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
સેવકને શ્રીહરિ, પાસળથી પરા કરે । નિષ્કુલાનંદ એ નરને, સેવતાં સુખ
શું આવ્યું સરે ।।૧૦।। કડવું ।।૧૭।।
પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડીજી, તેને તોેે ભૂલ્ય આવે ઘડી
ઘડીજી । માગે જો મોળ્ય તો લાવે મોજડીજી, એવી અવળાઇની ટેવ જેને
પડીજી ।।૧।। ઢાળ- ટેવ પડી અવડાઇની, સવળું કરતાં સુઝે નહિ ।
એવા ભક્તની ભગતિ, સુખદાયક નો’યે સહિ ।।૨।। પાણી માગે તો
આપે પથરો, અન્ન માગે તો આપે અંગાર । વસ્ત્ર માગે તો આપે વાલણો,
એવી અવડાઇનો કરનાર ।।૩।। આવ્ય કહે ત્યાં આવે નહિ, જા કહે ત્યાં
ન જવાય । એવા ભક્તની ભગતિ, અતિ અવળી કે’વાય ।।૪।। બેસ્ય
કહે ત્યાં બેસે નહિ, ઉભો રહે કહે ત્યાં દિયે દોટ । એવા સેવક જે શ્યામના,
તે પામે નહિ કેદી મોટ ।।૫।। વારે ત્યાં વળગે જઇ, વળગાડે ત્યાં નવ
વળગાય । એવા ભક્ત ભગવાનથી, સુખ ન પામે કહું કાંય ।।૬।। જ્યાં
રાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રે’વાય । ગ્રહે કહે તો ગ્રહી નવ
શકે, મુક્ય કહે તો નવ મુકાય ।।૭।। એવા અનાડી નરને, મર મળ્યા છે
પ્રભુ પ્રગટ । પણ આઝો આવે કેમ એહનો, જે ઘેલી રાખશે ઘટે પટ
।।૮।। વળી બા’વરીને કહે બાળીશમાં, ઘણી જતન રાખજે ઘરની । તેણે
મેલી અગ્નિ મોભથી, નવ માની શીખામણ નરની ।।૯।। એવી અવળાઇ
આદરી, કોઇ ભક્ત કરે ભક્તાઇ । નિષ્કુલાનંદ એ નરને, નવ થાય
કમાણી કાંઇ ।૧૦। કડવું ।૧૮।
કમાણી કહો ક્યાં થકી થાયજી, નરે ન કર્યો કોઇ એવો ઉપાયજી ।
જેજે કર્યું તે ભર્યું દુઃખમાંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી ।।૧।।
ઢાળ- સા’ય ન થાય ભુંડપની ભક્તિએ, કોઇ કરે જો કોટી ઘણી ।
પરિચર્યા પામર નરની, તે સર્વે સામગ્રી સંકટતણી ।।૨।। ઉનાળે પે’રાવે
ઉનનાં અંબર, ગરમ ઓઢાડે વળી ગોદડું । સમીપે કરી લાવે સગડી,
કહો એથી અવળું શું વડું ? ।।૩।। વળી પે’રાવે ગરમ પોશાગને, જમાડે
ગરમ ભોજન । પાય પાણી ઉનું આણી, કહે પ્રભુ થાઓ પ્રસન્ન ।।૪।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
જાવંત્રી કસ્તુરી ગરમ લાવી, આપે ઉનાળે એવો મુખવાસ । એવી સેવા
કરે વણ સમઝે, તે શત્રુ સરિખો દાસ ।।૫।। ચોમાસે ચલાવે કીચવચ્ચે,
જેમાં સૂળ્યોના હોય સમોહ । એવા દાસ દુશ્મન જેવા, જે કરાવે ધણીને
કોહ ।।૬।। શિયાળે શીતળ જળ લઇ, નવરાવે કરીને નીરાંત । પછી
ઓઢાડે પલળેલી પાંબડી, નાખે પવન ખરી કરી ખાંત ।।૭।। વળી ચર્ચે
ચંદન મળિયાગરી, કંઠે પે’રાવે ભિંજેલ હાર । પ્રસન્ન કરે કેમ પ્રગટ
પ્રભુને, એવી સેવાના કરનાર ।।૮।। સવળી સામગ્રી શોધતાં, અવલોકે
ન મળે એક । અણ સમઝણે એવી સેવા, કરવી નહિ સેવક ।।૯।। જો
આવડે તો જોઇ સમયે, સેવા કરવી સુજાણ । નિષ્કુલાનંદ નરનાથ છે,
નથી પ્રભુમૂર્તિ પાષાણ ।।૧૦।। કડવું ।।૧૯।।
પાષાણમૂર્તિ પૂજેછે જનજી, તેપણ સમયે જોઇ કરે સેવનજી । સમય
વિના સેવા ન કરે કોઇ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી ।।૧।।
ઢાળ- પ્રસન્ન કરવા પ્રભુને, સમો જોઇને કરેછે સેવ । વણ સમાની
સામગ્રીએ, પૂજે નહિ પ્રતિમા દેવ ।।૨।। પરોક્ષને પણ પ્રીતે કરી, સમો
જોઇ પૂજેછે સેવક । ત્યારે પ્રભુ પ્રગટને પૂજતાં, જોઇયે વિધેવિધ વિવેક
।।૩।। સમે દાતણ સમે મર્દન, સમો જોઇને લાવીયે નીર । સમે ચંદન
ચરચિયે, સુંદર શ્યામને શરીર ।।૪।। સમે વસન સમે ભૂષન, સમે
સજાવવા સણગાર । સમો જોઇ પૂજા કરવી, સમે પે’રાવવા હાર ।।૫।।
સમે ભોજન સમે શયન, સમે પોઢાડિ ચાંપિયે પાય । સમા વિના સેવકને,
સેવા ન કરવી કાંય ।।૬।। સમે સામું જોઇ રહી, જોવી કર નયણની સાન
। તત્પર થઇ તેમ કરવું, રે’વું સમાપર સાવધાન ।।૭।। સમે દર્શન સમે
પરશન, પૂછવાં તે પ્રેમે કરી । સમે ઉત્તર સાંભળી, તેમ કરવું ભાવે ભરી
।।૮।। સમો જોઇ સેવકને, રે’વું હાથ જોડીને હજૂર । સમા વિનાની જે
વારતા, તેથી દાસને રે’વું દૂર ।।૯।। જે સમે જેવું ગમ્યું હરિને, તેવું કરવું
કર જોડીને । નિષ્કુલાનંદ કે’ ન ભૂલવું, કરવું કારજ મન માન મોડીને
।।૧૦।। કડવું ।।૨૦।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
પદરાગ બિહાગડો - સરલ વરતવે છે સારૂંરે મનવા સરલ, માની
એટલું વચન મારૂંરે મનવા૦ ટેક - મન કર્મ વચને માનનેરે મેલી,
કાઢ્ય અભિમાન બા’રૂં । હાથ જોડી હાજીહાજી કરતાં, કેદી ન બગડે તે
તારૂંરે; મનવા૦ ।।૧।। આકડ નર લાકડ સૂકાસમ, એને વળવા ઉધારૂં ।
તેને તાપ આપી અતિ તીખો, સમું કરેછે સુતારૂંરે; મનવા૦ ।।૨।। આંકડો
વાંકડો વિંછીના સરખો, એવો ન રાખવો વારૂં । દેખી દૃગે કોઇ દયા ન
આણે, પડે માથામાં પેજારૂંરે; મનવા૦ ।।૩।। હેતનાં વચન ધારી લૈયે
હૈયે, શું કહિયે વાતો હજારૂં । નિષ્કુલાનંદ નિજકારજ કરવા, રાખિયે
નહિ અંધારૂંરે; મનવા૦ ।।૪।। પદ ।।૫।।
નથી અંધારૂં નાથને ઘેરજી, એપણ વિચારવું વારમવારજી ।
સમઝીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી
।।૧।। ઢાળ- મે’ર કરે મોટી અતિ, જો ઘણું રહિયે ગર્જવાન । ઉન્મત્તાઇ
અળગી કરી, ધારી રહિયે નર નિર્માન ।।૨।। અવળાઇ કાંઇ અર્થ ન
આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ । અંતર ખોલી ખરૂં કરવું, પો’ત વિના ન
તરે પાષાણ ।।૩।। માટે જે કામ જેથી નિપજે, તે બીજે ન થાય મળે જો
કોટ । તેને આગળ આધિન રહેતાં, ખરી ભાંગી જાય ખોટ ।।૪।। જેમ
અન્ન અંબુ હોય એક ઘરે, બીજે જડે નહિ જગમાંઇ । એથી રાખિયે અણ
મળતું, તો સુખ ન પામિયે ક્યાંઇ ।।૫।। માટે સર્વે સુખ શ્રીહરિમાં રહ્યાં,
તે વિના નથી ત્રિલોકમાં । એમ સમુ જે નવ સમઝે, તે નર વરતે કધ્રોકમાં
।।૬।। જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાયછે ? । અતિ અનુપમ
અવસરમાં, મોટી ખોટને ખાય છે ।।૭।। અમળતી અતિ વારતા, તે મેળવી
હરિ કરી મે’ર । એહ વારતાની વિગતી કરી, નથી પ્રિછતા કોઇ પેર
।।૮।। જેમ અજાણ નરને એકછે, પથ્થર પારસ એક પાડ । બાવના ચંદન
બરોબરી, વળી જાણેછે બીજાં ઝાડ ।।૯।। પણ પુરૂષોત્તમ પ્રગટનું મળવું,
છે મોઘાં મૂલનું । નિષ્કુલાનંદ નર સમઝી, લેવું સુખ અતૂલનું ।।૧૦।।
કડવું ।।૨૧।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર જાય એહ સાટજી
। તોય ન મુકીયે એહ વળી વાટજી, તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી
।।૧।। ઢાળ- ઘાટ બેસે વાત સર્વે, વળી સરે તે સર્વે કામ । કેડે ન રહે કાંઇ
કરવું, સેવતાં શ્રીઘનશ્યામ ।।૨।। સહુના સ્વામી જે શ્રીહરિ, સહુના
નિયંતા જે નાથ । સહુના આશ્રય એહ સેવતાં, સદાય થાય સનાથ ।।૩।।
દેવના દેવ જે અખંડ અભેવ, અશર્ણશર્ણ સૌના આધાર । સર્વે સુખના
વળી સુખનિધિ, સર્વે સારનું પણ સાર ।।૪।। સર્વે રસના રસરૂપ અનુપ,
સર્વે ભૂપના પણ ભૂપ । સર્વે તેજના તેજ છે એજ, સર્વે રૂપના પણ રૂપ
।।૫।। પરાપાર અપાર એવા, જેની સેવા કરે સહુ કોય । ઇશના ઇશ
પરમેશ્વર પોતે, એહ સમ અન્ય નહિ હોય ।।૬।। પુરૂષોત્તમ પરબ્રહ્મ
પૂરણ, સુખદ સર્વના શ્યામ । તેહ નરતન ધરી નાથજી, સુખ દેવા આવે
સુખધામ ।।૭।। એહ સુર સુરેશ સરિખા નહિ, નહિ ઇશ અજસમ એહ
। પ્રકૃતિ પુરૂષ સરિખા નહિ, નહિ પ્રધાન પુરૂષ સમ તેહ ।।૮।। એવા
અંતરજામી અવની મધ્યે, આપે આવેછે અલબેલ । ત્યારે સહુ નરનારને,
સેવવા જેવા થાયછે સહેલ ।।૯।। હોય મનુષ્યાકાર અપાર મોટા, જેની
સામર્થીનો નહિ પાર । નિષ્કુલાનંદ એહ નાથનો, કોણ કરી શકે નિરધાર
।।૧૦।। કડવું ।।૨૨।।
નિરધાર ન થાય અપાર છે એવાજી, કહો કોણ જાય પાર તેનો
લેવાજી । નથી કોઇ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો
કહિયે એને કેવાજી ।।૧।। ઢાળ- કહેવાય નહિ કોઇ સરખા, એવા
મનુષ્યાકાર મહારાજ । એને મળતે સહુને મળ્યા, એને સેવ્યે સર્યાં સહુ
કાજ ।।૨।। એને નિરખ્યે સહુ નિરખ્યા, એને પૂજ્યે પૂજ્યા સહુ દેવ ।
એને જમાડ્યે સહુ જમ્યા, થઇ સૌની એને સેવ્યે સેવ ।।૩।। એના થયે
થયાં કામ સરવે, એને ભજ્યે ભજી ગઇ વાત । એનાં દરશ સ્પર્શ કરી,
સર્વે કાજ સર્યાં સાક્ષાત ।।૪।। સહુની પાર સહુને સરે, નર અમરને
અગમ અતિ । એવી મૂર્તિ જેને મળી, તેને થઇછે પૂરણ પ્રાપતિ ।।૫।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
સર્વે કાર્ય તેનું સરિયું, રહ્યું નહિ અધુરૂં એક । તે પ્રગટ મૂર્તિ પ્રસંગે, વળી
જાય વડો વિશેક ।।૬।। પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન, પ્રગટ કે’વું સુણવું વળી
। અતિ મોટી એહ વારતા, વણ મળ્યાની માનો મળી ।।૭।। એહ વાત
આવી હાથ જેને, તેને કમી કહો કાંઇ રઇ? । પારસ ચિંતામણી પામતાં,
સર્વે વાતની સંકોચ ગઇ ।।૮।। પામ્યા પરમ પદ પ્રાપતિ, અતિ અણતોળી
અમાપ । તે કે’વાય નહિ સુખ મુખથી, વળી થાય નહિ કેણે થાપ ।।૯।।
અખંડ આનંદ અતિ ઘણો, તેતો પ્રગટ મળે પમાયછે । નિષ્કુલાનંદ નિશ્ચે
કહે, એહ સમ અવર કોણ થાયછે? ।।૧૦।। કડવું ।।૨૩।।
એની સેવા કરવી શ્રદ્ધાયેજી, તેહમાં કસર ન રાખવી કાંયજી ।
મોટો લાભ માની મનમાંયજી, તકપર તત્પર રે’વું સદાયજી ।।૧।। ઢાળ-
તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદ પણાને પરહરી । આવ્યો અવસર ઓળખી,
કારજ આપણું લેવું કરી ।।૨।। અવસરે અર્થ સરે સઘળો, વણ અવસરે
વણસે વાત । માટે સમો સાચવી, હરિને કરવા રળિયાત ।।૩।। જેમ લોહ
લુહાર લૈ કરી, ઓરેછે અગ્નિમાંઇ । પણ ટેવ ન રાખે જો તાતણી, તો
કામ ન સરે કાંઇ ।।૪।। એમ પામી પ્રભુ પ્રગટને, સમાપર રે’વું સાવધાન
। જોઇ મરજી મહારાજની, ભલી ભક્તિ કરવી નિદાન ।।૫।। જેમ તડિત
તેજે મોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે । પરોવે કોઇ હોય પ્રવીણ
પૂરા, તેહ તરત તૈયાર રહે તકે ।।૬।। એમ અલ્પ આયુષ્ય આપણી,
તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો । જાયે પલ પાછી જડે નહિ, થાય એવાતનો
બહુ ખરખરો ।।૭।। જે ખેડુ કોઇ ખેતરમાં, વણ તકે વાવવા જાય । તે ઘેરે
ન લાવે ભરી ગાડલાં, મર કરે કોટી ઉપાય ।।૮।। તેમ પ્રગટ પ્રમાણ
પ્રભુને મૂકી, ચૂકી સમો થાય સાવધાન । તે જાણે કમાણી કરશું, પણ
સામું થયું જ્યાન ।।૯।। એહ મર્મ વિચારી માનવી, જાણી લેવી વાત
જરૂર । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, રહિયે હરિ હોય ત્યાં હજૂર ।।૧૦।। કડવું
।।૨૪।।
પદરાગ બિહાગડો - હજૂર રહિયે હાથ જોડીરે હરિશું હજુર,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
બીજાં સર્વેની સાથેથી ત્રોડીરે; હરિશું૦ ટેક - લોક પરલોકનાં સુખ
સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી । મરિચી જળ જેવાં માની લેવાં, તેમાં
ખોવી નહિ ખરી મોડીરે; હરિશું૦ ।।૧।। હીરાની આંખ્ય સુણી હૈયે હરખી,
છતી છે તે ન નાખીએ ફોડી । તેમ પ્રભુજી પ્રગટ પખી, નથી વાત કોયે
રૂડીરે; હરિશું૦ ।।૨।। રૂડો રોકડો દોકડો દોપ્ય આવે, નાવે કામ સ્વપ્નની
ક્રોડી । તેમ પ્રગટ વિના જે પ્રતીતી, તેતો ગદ્ધું માન્યું કરી ઘોડીરે; હરિશું૦
।।૩।। પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મર જો જણાતી હોય થોડી ।
નિષ્કુલાનંદ નિશ્ચે એમ જાણો, છે ભવસિંધુ તરવા હોડીરે; હરિશું૦ ।।૪।।
પદ ।।૬।।
ભવજળ તરવા હરિ ભક્તિ કરોજી, તેહ વિના અન્ય તજો
આગરોજી । શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરોજી, તેમાં તન મન મમત
પરહરોજી ।।૧।। ઢાળ-તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન
। તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું, અળગું કરી અભિમાન ।।૨।। કોઇ દીન
હીનમતિ માનવી, ગરીબ ગ્રસેલ રોગનો । તેની ઉપર તિખપ્ય તજી,
કરવો ઉપાય સુખ સંજોગનો ।।૩।। સર્વે ઠેકાણે સમઝવા, છે અંતરજામી
અવિનાશ । રખે કોઇ મુજથકી પણ, તનધારીને ઉપજે ત્રાસ ।।૪।। અલ્પ
જીવની ઉપરે પણ, રાખે દયા અતિ દિલમાંઇ । પેખીપેખી ભરે પગલાં,
રખે થાય અપરાધ કાંઇ ।।૫।। સ્થાવર જંગમ જીવ જેહ, તેહ સર્વના
સુખદેણ । પશુ પંખી પ્રાણધારીપર, કરે નહિ કરડાં નેણ ।।૬।। ઇન્દ્રિયજીત
અજાતશત્રુ, સગા સહુના સુખસ્વરૂપ । દીનપણું ઘણું દાખવે, એવા અનેક
ગુણ અનૂપ ।।૭।। સાધુતા અતિ સર્વે અંગે, અસાધુતા નહિ અણુભાર ।
એવા ભક્ત ભગવાનના, તે સહુને સુખ દેનાર ।।૮।। હિતકારી સારી
સૃષ્ટિના, પરમારથી પૂરા વળી । અપાર મોટા અગાધમતિ, જેની સમઝણ
નવ જાય કળી ।।૯।। એવા ભક્ત જેહને જ મળે, ટળે તેના ત્રિવિધ તાપ
। નિષ્કુલાનંદ એહ નાથના, નક્કી ભક્ત એ નિષ્પાપ ।।૧૦।। કડવું ।।૨૫।। ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, જેથી કોયે જીવ નવ દુઃખાયજી ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
મહા પ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમઝે મારા સ્વામી રહ્યાછે સહુ
માંયજી ।।૧।। ઢાળ- સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે સદાય ।
એમ જાણી દિલે ડરતા રહે, રખે કોયે મુજથી દુઃખાય ।।૨।। અંતરજામી
સ્વામી સૌમાં રહી, દેખેછે મારા દિલની । શું હું સંતાડું સંકલ્પને, એ
જાણેછે પળપળની ।।૩।। એમ ભક્ત ભગવાનને, ભાળે સહુમાં ભરપૂર
। તેથી દુઃખાયે કોણ દિલમાં, જેને એવું વરતેછે ઉર ।।૪।। તે કોણ સાથે
કપટ કરે, કોણ સાથે વળી વરતે છળે । કહો કોણનો તે દ્રોહ કરે, જે
જાણેછે સ્વામી સઘળે ।।૫।। જેના ગુણ ગિરાયે ગાવા ઘટે, તેશું કેમ બોલાય
કટુ વચને । જેને પૂજવા જોઇએ પ્રેમશું, તેને દેખાડાય કેમ ત્રાસ તને
।।૬।। જેને જમાડ્યા જોઇએ જુગતે કરી, તેને કેમ અપાય નહિ અન્ન ।
જેને જોઇએ જળ આપવું, તેને ન અપાય જળ કેમ જન ।।૭।। એમ
સમઝી જન હરિના, કરે ભક્તિ અતિ ભરી ભાવ । તેહ વિનાના ભક્ત
જેહ, તેહ બાંધે જ્યાંત્યાં દાવ ।।૮।। પણ ભક્ત જે ભગવાનના, તેને મત
મમત હોય નહિ । આપાપર જેહ નવ પરઠે, તેહ સાચા ભક્ત કા’વે
સહી ।।૯।। એવી ભક્તિ આદરવી, જેમાં કસર ન રહે કોઇ જાતની ।
નિષ્કુલાનંદ ન ભૂલવું, રાખવી ખટક આ વાતની ।।૧૦।। કડવું ।।૨૬।।
ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ જનને મને સુખ
ઉપજાવેજી । ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ
બ્રહ્મા સરાવેજી ।।૧।। ઢાળ- સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે
ગુણ ગાય ઘણા । તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઇ રહે નહિ મણા
।।૨।। જેહ ભક્તિમાં જાણજો, કપટ કાંઇ ચાલે નહિ । સદા પ્રભુને પેખે
પાસળે, તે મોકળે મને મા’લે નહિ ।।૩।। દૂર હરિને નહિ દેખતાં, સદા
સમીપે દેખેછે શ્યામ । તેનું ચિત્ત ચોરી કરી કેમ શકે, ન કરે ન કર્યાનું
કામ ।।૪।। જાણે પગે ભરૂંછું જે પગલાં, કરે કરૂંછું જેહ કામ । રસનાનું
જાણે રસ રવનું, જાણે શ્રવણે સૂણું તે શ્યામ ।।૫।। નયણે રૂપ જે નિરખું,
ચરમે લિયું જે સ્પર્શ રસ । નાસે જેહ વાસ લિયું, નથી એથી અજાણ્યું
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
અવશ્ય ।।૬।। એમ પેખે પ્રભુને પાસળે, તે ભવભૂલવણીમાં ભૂલે નહિ ।
સદા દેખે સમીપે શ્યામને, સાચા ભક્ત તે સમઝો સહિ ।।૭।। એવા જન
જગદીશને, માનો મળવા મોંઘા ઘણું । સર્વે શાસ્ત્રમાંહી સૂચવ્યું, માહાત્મ્ય
એવા ભક્તતણું ।।૮।। જેહ ભક્તને વા’લા ભગવાનછે, તેહ ભક્ત વા’લા
છે ભગવાનને । પણ ભક્ત નામે રખે ભૂલતા, એતો ગાયાછે ગુણવાનને
।।૯।। ભાગ્ય હોય તો એવા ભક્તની, ભેટ્ય થાય ભવમાંઇ । નિષ્કુલાનંદ
તો નરને, કરવું રહે નહિ કાંઇ ।।૧૦।। કડવું ।।૨૭।।
કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી
। જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી
।।૧।। ઢાળ- હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ । આ દેહે
કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ ।।૨।। આ નેણે નિરખીયે
નાથને, મુખોમુખ કરીયે વાત । આવે અવસર એવો ક્યાંથકી, જે પ્રભુ
મળે સાક્ષાત ।।૩।। અંગોઅંગ એને મળવું, તેતો મહા મોઘોંછે મેલાપ ।
નો’તો ભરોંસો ભિંતરે, જે મળશે અલબેલો આપ ।।૪।। જમવું રમવું
જોડે બેસવું, એવો ક્યાંથકી પામીયે પ્રસંગ । મોટામોટાને મુશકેલ મળવો,
સુણી સદા રે’તા મનભંગ ।।૫।। સર્વે પ્રકારે સાક્ષાત સંબન્ધ, જેનો અતિ
અગમ અગાધ્ય । તેહ મળે કેમ મનુષ્યને, જે દેવને પણ દુરારાધ્ય ।।૬।।
તેહ પ્રભુજી પ્રસન્ન થઇ, નરતન ધરી મળ્યા નાથ । તેણે સર્વે રીતે સુખ
આપિયાં, થાપિયાં સહુથી સનાથ ।।૭।। હળી મળી અઢળ ઢળીને, આપી
ભક્તિ આપણી । તેહ ભક્તિને ભવ બ્રહ્માયે, માગી મગન થઇ ઘણી
।।૮।। ભક્તિમાં છે ભાર ભારે, તે જેને તેને જડતી નથી । પુણ્યવાન કોઇ
પામશે, વારેવારે શું કહીયે કથી ।।૯।। પ્રગટની પરિચરિયા, છે
માનવીઓને મોંઘી ઘણી । નિષ્કુલાનંદ એ નૌત્તમ નિધિ, સૌ સમઝો છે
સુખતણી ।।૧૦।। કડવું ।।૨૮।।
પદરાગ બિહાગડો - ભક્તિનિધિનો ભંડારરે સંતો ભક્તિ, તેને
શું કહું હું વારમવારરે; સંતો૦ । ટેક - ભક્તિ કરીને કંઇ સુખ પામ્યા,
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
નર અમર અપાર । સુર નર મુનિજન સૌ કોઇ મનમાં, સમજ્યા
ભક્તિમાં સારરે; સંતો૦ ।।૧।। ઋષિ તપસી વનવાસી ઉદાસી, ભાળે
ભક્તિમાં ભાર । જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચારરે;
સંતો૦ ।।૨।। આદિ અંતે મધ્યે મોટપ્ય પામ્યા, તેતો ભક્તિ થકી નિરધાર
। ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનું ભવ મોઝારરે; સંતો૦ ।।૩।।
તેહ ભક્તિ પ્રગટની પ્રીછજો, અતિ અનુપ ઉદાર । નિષ્કુલાનંદ નકી એ
વારતા, તેમાં નહિ ફેરફારરે; સંતો૦ ।।૪।। પદ ।।૭।।
ફેર નથી રતિ ભક્તિછે રૂડીજી, દોયલા દિવસની માનજો એ મુડીજી
। એ છે સત્યવાત નથી કાંઇ કુડીજી, ભવજળ તરવા હરિભક્તિ છે હુડીજી
।।૧।। ઢાળ- હુડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ । અપાર
સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ ।।૨।। સોસો ઉપાય સિંધુ તરવા,
કરી જુવે જગે જન કોય । વહાણ વિનાનાં વિલખાં, સમઝી લેવાં જન
સોય ।।૩।। તેમ ભક્તિ વિના ભવદુઃખનો, આવે નહિ કેદિયે અંત । માટે
ભક્તિ ભજાવવી, સમઝી વિચારીને સંત ।।૪।। ખાધા વિના જેમ ભૂખ ન
ભાંગે, તૃષા વીતે નહિ વણ તોય । તેમ ભક્તિ વિના ભવદુઃખ જાવા,
નથી ઉપાય કહું કોય ।।૫।। જગજીવન વિના જેમ નગ ન ભીંજે, રવિ
વિના ટળે નહિ રાત । તેમ ભક્તિ વિના ભારે સુખ મળે, એવી રખે કરો
કોઇ વાત ।।૬।। જેમ પ્રાણધારીના પ્રાણને, જાણો આહારતણોછે આધાર
। તેમ ભક્તિ ભગવાનની, સર્વેને સુખ દેનાર ।।૭।। જળચરને જેમ જળ
જીવન, વનચરને જીવન વન । તેમ ભક્ત ભગવાનનાને, જાણો ભક્તિ
એજ જીવન ।।૮।। જેમ ઝષ ન રહે જળ વિના, રહે કીચે દાદુર કૂર્મ । તેમ
ભક્ત ન રહે હરિભક્તિ વિના, રહે ચિત્તે ચિંતવે જે ચર્મ ।।૯।। માટે
ભક્તને નવ ભૂલવું, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનંદ કહે નિર્ભય
થાવા, આદરશું કરવી અતિ ।।૧૦।। કડવું ।।૨૯।।
અતિ આદરશું કરવી ભક્તિજી, તેમાં કાંઇ ફેર ન રાખવો રતિજી
। પામવા મોટી પરમ પ્રાપતિજી, માટે રાખવી અડગ એક મતિજી ।।૧।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
ઢાળ- મતિ અડગ એક રાખવી, પરોક્ષ ભક્તના પ્રમાણ । આસ્તિકપણું
ઘણું આણીને, જેણે ભજ્યા શ્યામ સુજાણ ।।૨।। શાસ્ત્ર થકી જેણે
સાંભળ્યા, ભક્તિતણા વળી ભેદ । તેમની તેમ તેણે કરી, ઉર આણી
અતિ નિર્વેદ ।।૩।। કેણેક કર કપાવિયા, કેણે મુકાવિયું કરવત । કોઇ
વેચાણા શ્વપચ ઘરે, કોઇ પડ્યા ચડી પરવત ।।૪।। કેણેક અસ્થિ આપિયાં,
કેણે આપ્યું આમિષ । કેણેક ઋષિરથ તાણિયો, કેણેક પીધું વળી વિષ
।।૫।। કેણેક તજી સર્વે સંપત્તિ, રાજપાટ સુખ સમાજ । અન્ન ધન ધામ
ધરણી, મેલી મોહન મળવા કાજ ।।૬।। કોઇક લટક્યા કૂપમધ્યે, કોણેક
આપી ખેંચી તનખાલ । કોઇ સૂતા જઇ શૂળિયે, મોટો જાણી
મહારાજમાંહિ માલ ।।૭।। કોણેક તપ કઠણ કર્યાં, મેલી આ તન સુખની
આશ । હિમત કરી હરિ મળવા, કહિયે ખરા એ હરિના દાસ ।।૮।।
પરોક્ષ ભક્ત એ પ્રભુતણા, ઘણા અતિ એ આગ્રહવાન । ત્યારે પ્રગટના
ભક્તને, કેમ સમે ન રે’વું સાવધાન ।।૯।। આદિ અંતે વિચારીને, કરી
લેવું કામ આપણું । નિષ્કુલાનંદ ન રાખવું, હરિભક્તને ગાફલપણું ।।૧૦।।
કડવું ।।૩૦।।
ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ બગડે
આપણોજી । પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાગે કેમ ખરખરો
એહ ખોટ તણોજી ।।૧।। ઢાળ- ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે
નર નિશ્ચે કરી । જે ગઇ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી
।।૨।। પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ । જીભે ન
જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ ।।૩।।નયણે ન નિરખ્યા
નાથને, શ્રવણે ન સુણી હરિવાત । એ ખોટ્ય ભાગે કેમ જાુવો ખોળી,
ચિત્તે ચિંતવી ચોરાશી જાત ।।૪।। પશુ પંખી પન્નગનાં વળી, આવે તન
અનંત । તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।।
માટે મનુષ્ય દેહ જેવા, એવા એકે કોઇ ન કહેવાય । તેહ સારું સમઝી
શાણા, નરતનના ગુણ ગાય ।।૬।। એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
પરબ્રહ્મને । તેને થાશે ઉરે ઓરતો, સમઝી લેજોેે સહુ મર્મને ।।૭।। આવો
સમાજ આવતો નથી, જાુવો ચોરાશી દેહને ચિંતવી । તે તન ખોયું પશુ
પાડમાં, કહો વાત શું સમઝયા નવી ।।૮।। મનષ્ય હોય તેને મનમાં,
કરવો વિવેક વિચાર । માનવ દેહ મોઘોં ઘણું, નહિ અન્ય દેહને એ હાર
।।૯।। માટે ભક્તિ ભજાવવી, મન વચન કર્મે કરી । નિષ્કુલાનંદ નર
તનનું, નથી થાતું મળવું ફરી ।।૧૦।। કડવું ।।૩૧।।
ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી
। સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી
।।૧।। ઢાળ- અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો ।
અમૂલ્ય આવા અવસરને, ખોઇને ખાટ્યો કોણ કહો ।।૨।। જેમ
ચિંતામણી મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે । શેતખાનની સાંકડે,
હરિ મંદિરને કેમ પાડિયે ।।૩।। તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ
સંપત્તિનો દેનાર । તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહિ ખુવાર
।।૪।। જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી, ફાડી બગાડી કરે બળોતિયું । એ
સમઝણમાં સેલિ પડી, કામધેનુ દોહી પાઇ કૂતિયું ।।૫।। તેમ મનુષ્ય
દેહે કરી દાખડો, પોખિયું કુળ કુટુંબને । દાટો પરુ એ ડા’પણને, ખરસાણી
સારૂં ખોેેયો અંબને ।।૬।। જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઇ રાખમાં
રેડે લઇ । એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઇ ।।૭।। તેમ
દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં । કહો કમાણી શું કરી, ખોયો
આવો વિગ્રહ વ્યર્થમાં ।।૮।। માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું
સમઝી સવળું કામ । વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ
।।૯।। જે રહી ગઇ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો ।
નિષ્કુલાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો ।।૧૦।। કડવું ।।૩૨।।
પદરાગ બિહાગડો- ભજો ભક્તિ કરી ભગવાનરે સંતો ભજો૦,
માનો એટલું હિત વચનરે, સંતો૦ । ટેક- ભક્તિ વિના ભારે ભાગ્ય ન
જાગે, જાણી લેજો સહુ જન । ભક્તિ વિના ભવદુઃખ ન ભાગે, એ પણ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
માનવું મનરે; સંતો૦ ।।૧।। ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક
જતન । ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સોસો જો સાધનરે; સંતો૦
।।૨।। ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન । જે પામી ન
રહે પામવું, એવું એ સુખસદનરે; સંતો૦ ।।૩।। તે ભક્તિ તન માનવે
થાયે, નહિ અન્ય તન કરવા સંપન । નિષ્કુલાનંદ કે’ નિરાશ થઇને, કરો
હરિસેવનરે; સંતો૦ ।।૪।। પદ।। ૮।।
સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી
। એહને ભક્ત રખે કોઇ માનોજી, અંતર પિતળ છે બા’રે ધુસ સોનાનોજી
।।૧।।ઢાળ- સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહિ ભલો । લાખો
લોક લાગ્યાં પૂજવા, દેખી આટાટોપ ઉપલો ।।૨।। ખાવા પીવાની ખોટ
ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધ શું । સારોસારોે સહુ કોઇ કહે, પામ્યો
આ લોક સુખ પ્રસિદ્ધશું ।।૩।। ભોજન વ્યંજન બહુ ભાતનાં, ઘણાં મળે
ગામોગામ । મળ્યું સુખ વણ મહેનતે, જ્યારે કરી તિલક ધરી દામ ।।૪।।
આડંબર આણી ઉપલ્યો, થયો ભક્ત તે ભરપુર, જાણ્યું કસર કોઇ
વાતની, જોતાં રહી નથી જરૂર ।।૫।। એવો બા’રે વેષ બનાવિયો, સારોેે
સાચા સંત સમાન । પણ પાછું વળી નવ પેખિયું, એવું આવી ગયું અજ્ઞાન
।।૬।। જે ભક્તપણું શું ભાળી મુજમાં, ભક્તભક્ત કહેછે ભવમાંઇ ।
ભક્તપણું નથી ભાસતું, ભાસેછે ઠાઉકી ઠગાઇ ।।૭।। જે સર્વે સુખ
શરીરનાં, લઇ લેવાં લોકની પાસથી । ભક્ત જાણી ભોળવાઇ ભોળા,
આપે હૈયે હુલાસથી ।।૮।। વળી વા’લી વસ્તુ વિલોકીને, આણી આપે
જાણી હરિદાસ । જાણે અરથ એથી સરશે, એવો આણી ઉરે વિશ્વાસ
।।૯।। તે વાત નથી તપાસતો, એવો દિલે દગાદાર છે । નિષ્કુલાનંદ નર
કળ કરેછે, પણ સરવાળે શું સારછે ? ।।૧૦।। કડવું ।।૩૩।।
ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભકિત વિના જેણે પળ ન
રે’વાયજી । શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજાું તે ન
સુહાયજી ।।૧।। ઢાળ- સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
ભૂલ્યે કરી । અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી ।।૨।। હમેશ
રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા । ભૂલ્યે પણ હરિભક્તિ વિના,
ઠામ ન દેખે ઠરવા ।।૩।। ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ
સમઝે નઇ । ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઇ
।।૪।। ભક્તિ વિનાનો નહિ ભરોંસો, સદા સ્થિર રે’વા કોઇ ઠામ । માટે
મૂકી ન શકે ભક્તિને, અતિ સમઝી સુખનું ધામ ।।૫।। નવે પ્રકારે નક્કી
કરીને, ભાખ્યા ભક્તિતણા જેહ ભેદ । તે અતિ આદરશું આદરે, કરી
અહંમમત ઉચ્છેદ ।।૬।। અહંમમત જાય જ્યારે ઉચલી, ત્યારે પ્રગટે
પ્રેમલક્ષણા । ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઇ મણા ।।૭।। અરસ
પરસ રહે એકતા, સદા શ્રીહરિની જો સાથ । અંતરાય નહિ એકાંતિક
પણું, ઘણું રહે શ્યામની સંઘાથ ।।૮।। એવે ભક્તે ભગવાનની, ભલિભાત્યે
ભજવી ભગતિ । ભક્તિ કરી હરિ રીઝવ્યા, ફરી રહ્યું નહિ કરવું રતિ
।।૯।। કરીયે તો કરીયે એવી ભગતિ, જેમાં રહ્યો સુખનો સમાજ ।
નિષ્કુલાનંદ ન કરીયે, ભક્તિ લોક દેખાડવા કાજ ।।૧૦।। કડવું ।।૩૪।।
સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ
લાગેજી । ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ
ત્યાગેજી ।।૧।। ઢાળ- ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર ।
ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર ।।૨।। અન્ન જમી
જન અવરનું, સૂવે નહિ તાંણી વળી સોડ । નિર્દોષ થાવા નાથનું, કરે
ભજન સ્તવન કરજોડ ।।૩।। મહામે’નતે કરી મેળવ્યું, વળી અર્થે ભર્યું
એવું અન્ન । તે ખાઇને ખાટ્ય માને નહિ, જો ન થાય હરિનું ભજન ।।૪।।
વળી વસ્ત્ર વિવિધ ભાતનાં, આપ્યાં અંગે ઓઢવા માટ । તે ઓઢી અન્ય
ઉદ્યમ કર્યો, ખોળી જુવો શિ થઇ ખાટ્ય ।।૫।। એણે આપ્યું નથી અન્ન
ઉષર જાણી, હૈયે હજાર ઘણી છે લેવા હામ । એહ આપવું પડશે આપણે,
કે આપશે શ્રીઘનશ્યામ ।।૬।। ઘનશ્યામને શિર શીદ દિયે, જૈયે ન કર્યું
ભક્તિ ભજન । રહે વિચાર એહ વાતનો, હૃદિયામાંહિ રાત દન ।।૭।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
ખરૂં ન કર્યું ખાધા જેટલું, ઇચ્છયો ભક્ત થાવા એકાંત । તેતો ઘાસ કટુ
ઘેબરનાં ભાતાં, ખાવા કરેછે ખાંત ।।૮।। એહ વાત બંધ કેમ બેસશે,
હરિભક્ત તે હૈયે ધારિયે । માટે સૂતાં બેઠાં જાગતાં, અતિ હેતે હરિને
સંભારિયે ।।૯।। એમ જાણેછે જન હરિના, તે ભક્તિ કરતાં ભૂલે નહિ ।
નિષ્કુલાનંદ કહે વેષ વરાંસે, ફોગટ મને ફૂલે નહિ ।।૧૦।। કડવું ।।૩૫।। ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી ।
ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી, નક્કી વાત ન બેસે નિરાંતેજી ।।૧।।
ઢાળ- નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ । ઉર
વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ ।।૨।। દાસપણામાં જે
દોષછે, તે દૃગ આગળ દેખે વળી । માટે મોટપ્ય માને નહિ, સમઝેછે
રીત એ સઘળી ।।૩।। ખોટ્ય મોટી એ ખોવા સારૂં, કરે ભક્તિ હરિની
ભાવે ભરી । જાણે ભક્તિ વિના ભાગશે નહિ, ખોટ એહ ખરાખરી
।।૪।। માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર । ભક્તિમાં જેથી
ભંગ પડે, તેથી રહે સદા દૂર ।।૫।। જાણે જે ઉદ્યમે જન્મોજન્મનું, દારિદ્રય
દૂર થાય । તે ઉદ્યમની આડી કરે, તેથી વેરી કોણ કે’વાય ।।૬।। તેમ
ભક્તિથકી ભવદુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું । તે વિમુખની
વાત સાંભળી, અંગે આળસ નવ આણવું ।।૭।। જેમ સહુસહુને સ્વારથે,
સાચું રળેછે સરવે । તેમ હરિભક્તને, કસર ન રાખવી ભક્તિ કરવે
।।૮।। મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર । બની વાત જાય
બગડી, જો ચૂકિયે આ અવસર ।।૯।। જે તકે જે કામ નિપજે, તે વણ તકે
નવ થાય । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એ પણ સમઝવું મનમાંય ।।૧૦।।
કડવું ।।૩૬।।
પદરાગ પરજ - સંતો મનમાં સમઝવા માટરે, કેદિ મેલવી નહિ
એ વાટરે; સંતો૦ ।। ટેક - જોઇ જોઇને જોયુંછે સર્વે, વિવિધ ભાતે
વિરાટ । ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટરે; સંતો૦
।।૧।। તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ । અવધિયે અવશ્ય
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
અખંડ ન રહે, તો શી થઇ એમાં ખાટ્યરે; સંતો૦ ।।૨।। માટે ભક્તિ
ભવભય હરણી, કરવી તે શીશને સાટ । તેહ વિના તને મને તપાસું,
વાત ન બેઠી ઘાટરે; સંતો૦ ।।૩।। ભક્તિથી કાયા જાણે છૈયે ડાહ્યા, એવું
ડાહ્યાપણું પરૂં ડાટ । નિષ્કુલાનંદ કે’ ભક્તિ કરતાં, ઉઘડે અભય પદ
હાટરે; સંતો૦ ।।૪।। પદ ।।૯।।
ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં
કરણજી । તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે
શરણજી ।।૧।। ઢાળ- શરણે રહે સેવક થઇ, કેદિ અંતરે ન કરે અભાવ
। જેમ વાયસ વાહણતણો, તેને નહિ આધાર વિના નાવ ।।૨।। તેમ
હરિજનને હરિચરણ વિના, નથી અન્ય બીજો આધાર । તે મૂકી ન શકે
તને મને, જાણી ભારે સુખભંડાર ।।૩।। જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે
પતિ વિના પુરૂષ પેખે નહિ । બીજા સોસો ગુણે કોઇ હોય સારા, તોય
દોષિત જાણી દેખે નહિ ।।૪।। તેમ ભક્ત ભગવાનના, પતિવ્રતાને પ્રમાણ
। પ્રભુ વિના બીજું ન ભજે ભૂલ્યે, તે સાચા સંત સુજાણ ।।૫।। જેમ
બપૈયો બીજું બુંદ ન બોટે, સ્વાતિ વિના સુધાસમ હોય । પિયુપિયુ કરી
પ્રાણ પરહરે, પણ પિયે નહિ અન્ય તોય ।।૬।। તેમ જન જગદીશના,
એક નેક ટેકવાળા કે’વાય । સ્વાતિ બિંદુસમ સ્વામીનાં વચન, સુણી
ઉતારી લિયે ઉરમાંય ।।૭।। જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના, નવ લોભાય
ક્યાંહી લગાર । તેમ હરિજન હરિ મૂર્તિ વિના, અવર જાણે અંગાર
।।૮।। એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નઇ । મન
વચન કર્મે કરી, શ્રીહરિના રહ્યા થઇ ।।૯।। એવા ભક્તની ભક્તિ જાણો,
વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથને, એવે જને કર્યા
પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૩૭।।
પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઇ વાત ન રહી અગમજી ।
સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહેછે આગમ નિગમજી ।।૧।।
ઢાળ- આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઇ । સર્વે સુખની
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
સંપતિ, આવિ રહી એના ઉરમાંઇ ।।૨।। સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને
સરે જેહ સુખ । તે પામેછે ભક્ત પ્રભુતણા, ઘણુંઘણું શું કહિયે મુખ
।।૩।। સર્વે ઉપર જે શિરોમણી, સર્વે મસ્તકપર જે મોડ । સહુથી એ
સરસ થયા, કોણ કહિયે જાણો એની જોડ ।।૪।। સર્વે કમાણીને સરે
કમાણી, સર્વે ખાટ્યને સરે ખાટ્ય । તેહ પામી પૂરણ થયા, તેતો ભક્તિ
કરી તેહ માટ્ય ।।૫।। સર્વે કળશ પર કળશ ચઢ્યો, સર્વે જીતપર થઇ
જીત । સર્વે સારનું સાર પામિયા, જેને થઇ પ્રભુ સાથે પ્રીત ।।૬।। જેમ
મોટારાજાની રાજનિધિ, તે લડ્યે લેશ લેવાય નહિ । પણ જનમી એ
જનક કર્યો. ત્યારે સર્વે સંપત્તિ એની થઇ ।।૭।। તેમ સેવક સુત
શ્રીહરિતણા, મણા એને કોઇ વાતની નથી । પૂરણ પદનીછે પ્રાપતિ,
અતિશય શું કહિયે કથી ।।૮।। જેમ અતિ ઉંચો અંબરે ચઢે, આકાશે વસે
જ્યાં અનળ । એથી ઉંચો તો એક શૂન્ય છે, બીજાં હેઠાં રહ્યાં સકળ ।।૯।।
તેમ ભક્તિથકી આબ્રહ્માંડમાં, નથી સરસ જોયું શોધીને, નિષ્કુલાનંદ
પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિને ।।૧૦।। કડવું ।।૩૮।
મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી
આવેજી । જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની
કા’વેજી ।।૧।। ઢાળ- ભક્તિ પ્રભુ પ્રગટની, જેજે કરીછે હરિજને । તે
તેને પળ પાકીગઇ, સહુ વિચારી જુવો મને ।।૨।। કુબજાએ કટોરો ભરી
કરી, ચરચ્યું હરિને અંગે ચંદન । તેણે કરી તન ટેડાઇ ટળી, વળી પામી
સુખસદન ।।૩।। સઇ સુદામા માળીનું, સમાપર સરીગયું કામ । તે પ્રગટ
પ્રભુને પૂજતાં, પામી ગયા હરિનું ધામ ।।૪।। વિદુર ભાજીને ભોજને,
જમાડિયા જગજીવન । તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષ શું સાધન
।।૫।। સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ । તેણે દારિદ્ર
દૂર ગયું, થયું અતિ સુખ અતુલ ।।૬।। પંચાલિયે પાત્રમાંથી, શોધી
જમાડીયા હરિ આપ । તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તેતો પ્રગટને પ્રતાપ
।।૭।। વળી ચીર ચીરીને ચિંથરી, આપી હરિ કરે બાંધવા કાજ । તેણે
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ ।।૮।। એમ પ્રગટના પ્રસંગથી,
જેજે સર્યાં જનનાં કામ । તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઇ હામ
।।૯।। વારેવારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર । નિષ્કુલાનંદ
તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર ।।૧૦।। કડવું ।।૩૯।।
પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટપ્ય ઉરમાંયે
આણીજી । સહુથી સરસ શિરોમણી જાણીજી, એહ ભક્તિથી તર્યા કૈક
પ્રાણીજી ।।૧।। ઢાળ- પ્રાણીને પરમ પદ પામવા, ભક્તિ હરિની છે
ભલી । સર્વેથકી સરસ સારૂં, કરી દિયે કામ એ એકલી ।।૨।। જેમ તમ
ટાળવા રાત્યનું, ઉગે ઉડુ આકાશે અનેક । પણ રવિ વિનાની રજની,
કહો કાઢી શકે કોણ છેક ।।૩।। તેમ ભક્તિ ભગવાનની, સમઝો સૂરજ
સમાન । અતિ અંધારૂં અહંતાતણું, તે ભક્તિથી ટળે નિદાન ।।૪।। નમ્રતા
ને જે નમવું, દમવું દેહ મન પ્રાણને । તે ભક્તિ વિના ભાવે નહિ, ભાવે
હમેશ થાવું હેરાણને ।।૫।। દુર્બળતા ને દીન રે’વું, ગરીબને ગરજુ ઘણું ।
તે ભક્તિ વિના નવ ભાળિયે, જો જોએ પર પોતાપણું ।।૬।। ભક્તિ વિના
ભારે ભારનો, માથે રહી જાય ૧મોટલો । જાણું કમાણી કાઢશું, ત્યાંતો
ઉલટો વળ્યો ૨ઓટલો ।।૭।। જેમ ચોબો છબો થાવા ચાલિયો, દશો
ચાલ્યો વિશો થાવા વળી । તે નિસર્યો મૂળગી નાતથી, રહ્યો ભટકતો નવ
શક્યો ભળી ।।૮।। તેમ ભક્તિ હરિની ભાગ ન આવી, આવી ભેખ લઇ
ભૂંડાઇ ભાગ । અતિ ઉલટું અવળું થયું, થયો મૂળગો નર મરી નાગ
।।૯।। તેમ ભક્તિ ન કરી ભગવાનની, કરી ભૂંડાઇ તે ભરપૂર ।
નિષ્કુલાનંદ એ નરને, થયું જ્યાન જાણો જરૂર ।।૧૦।। કડવું ।।૪૦।।
પદરાગ પરજ - જ્યાન ન કરવું જોઇરે સંતો જ્યાન૦, અતિ અંગે
ઉન્મત્ત હોઇરે; સંતો૦ ।। ટેક - જો જાયે જાવે તો કરીયે કમાણી, સાચવી
લાવિયે સોઇ । નહિતો બેશી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ
ખોઈરે; સંતો૦ ।।૧।। જો ડૂબકી દિયે દરિયામાં, મોતીસારુ મને મોહી ।
તો લાવિયે મુક્તા મહામૂલાં, પણ નાવિયે દેહ ડબોઈરે; સંતો૦ ।।૨।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
જો જાય જળ જાહ્નવી ના’વા, તો આવીયે કિલબિશ ધોઈ । પણ સામુ ન
લાવીયે સમઝી, પાપ પરનાં તે ઢોઈરે; સંતો૦ ।।૩।। તેમ ભક્ત થઈને
ભક્તિ કરીયે, હરિચરણે ચિત્ત પ્રોઈ । નિષ્કુલાનંદ કે’ નર ઘર મૂકી, ન
જીવીયે જનમ વગોઈરે; સંતો૦ ।।૪।। પદ ।। ૧૦ ।।
જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એતો થયું જેમ મા’મહિને
માવઠુંજી । વિવાયે વે’ચાણી લાંણીમાં એ લઠુંજી, એહમાંહી સારું શું
કર્યું એકઠુંજી ।।૧।। ઢાળ- સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો
મેલ । જેમ ગીગો ગયો ગંગાજીયે, નાકે દુર્ગંધીનો ભરેલ ।।૨।। તેમ
ભક્તિમાં કોય આવી ભળ્યો, પણ ન ટળ્યો જાતિ સ્વભાવ । પાકી
મૃતિકાના પાત્રનો, નહિ ઠામ થાવા ઠેરાવ ।।૩।। જેમ સિંધુ જોજન સો
લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ । તે સમઝુ કેમ સમઝીયે, જે
રાચ્યો રાંધવા પાષાણ ।।૪।। એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની
વાત । જેની દાઢ્યો ડાળ્યો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત ।।૫।।
એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કેદિ કોડ । જે એ ભક્તિ અતિ
ભજાવશે, એવો દિલે ન રાખવો ડોડ ।।૬।। એમ ભાવ વિનાની ભગતિ,
નર કરી શકે નહિ કોય । ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન
હોય ।।૭।। જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની । તેને
ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની ।।૮।। ભક્તિ
વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઇ મન । રાત દિવસ રાચી રહે,
સાચા કે’વાય તે હરિજન ।।૯।। પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ
કલપસમ થાય । નિષ્કુલાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગમાંય
।।૧૦।। કડવું ।।૪૧।।
જુગોજુગ જીવન રહે જન હેતજી, જે જને સોંપ્યું તન મન સમેતજી
। સહુશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી
।।૧।। ઢાળ- રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય
। જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય ।।૨।। અમૃત લાગે તેને
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
૧મૃત જેવું, પંચામૃત તે પંકસમાન । શય્યા લાગે શૂળી સરખી, જો ભાળે
નહિ ભગવાન ।।૩।। શ્રીખંડ લાગે પંડ્યે પાવક જેવું, માળા લાગે મણીધર
નાગ । હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઇ ગયાં આગ ।।૪।।
વળી ભવન લાગે તેને ભાગસી, સંપત તે વિપત સરખી । કીર્તિ જાણે
કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી ।।૫।। નિરાશી ઉદાશી નિત્યે રહે,
વહે નયણમાં જળધાર । હરિ વિનાનું હોય નહિ, હરિજનને સુખ લગાર
।।૬।। સૂતાં ન આવે નિદ્રા જેને, જમતાં ન ભાવે અન્ન । ભક્તિ વિના
હરિભક્તને, એમ વરતે રાત ને દન ।।૭।। ગાન લાગે શબ્દ સિંહ સર્પસમ,
તાન લાગે તાડન તન । પડયું વિઘન જાણી તે પરહરે, ભક્તિ વિના ભાવે
નહિ અન્ય ।।૮।। પ્રભુ વિના જેના પંડમાં, પ્રાણ પીડા પામે બહુપેર ।
એવા ભક્તને ભાળી વળી, મહાપ્રભુ કરેછે મે’ર ।।૯।। ભાખ્યા ગુણ
હરિભક્તના, જોઇએ એવા જનમાં જરૂર । નિષ્કુલાનંદ કહે નાથ એવાથી,
પળ એક રહે નહિ દૂર ।।૧૦।। કડવું ।।૪૨।।
દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી
। જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખેછે કૃપાળજી
।।૧।। ઢાળ- કૃપાળ એમ કૃપા કરી, સમેસમે કરેછે સંભાળના । નિત્યે
નજીક રહી નાથજી, પળેપળે કરેછે પ્રતિપાળના ।।૨।। ખાતાં પીતાં સૂતાં
જાગતાં, ઘણી રાખેછે ખબર ખરી । ઉઠતાં બેસતાં ચાલતાં, હરેછે સંકટ
શ્રીહરિ ।।૩।। નર અમર મનુજાદથી, રક્ષા કરેછે રમાપતિ । ભૂત ભૈરવ
ભવાનીના ભયને, રાખેછે તે રોકી અતિ ।।૪।। અંતરશત્રુ ન દિયે કેદી
ઉઠવા, નિશ્ચે કરીને નિરધાર । નિજભક્ત જાણીને નાથજી, વા’લો વે’લી
કરે વળી વા’ર ।।૫।।પોતાને પીડા જો ઉપજે, તેને ગણે નહિ ઘનશ્યામ ।
પણ ભક્તની ભિડ્ય ભાંગવા, રહેછે તૈયાર આઠું જામ ।।૬।। દેખી ન
શકે દુઃખ દાસનું, અણું જેટલું પણ અવિનાશ । માને સુખ ત્યારે મનમાં,
જ્યારે ટાળે જનના ત્રાસ ।।૭।। સાચા ભક્તની શ્રીહરિ, સદા સર્વદા
કરેછે સહાય । તે લખ્યાં છે લક્ષણ ભક્તનાં, હરિયે હરિગીતામાંય ।।૮।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
એવા ભક્તના અલબેલડોેે, પૂરેછે પૂરણ કોડ । તેહ વિનાના ત્રિશંકુ જેવા,
રખે રાખો દલે કોઇ ડોડ ।।૯।। એક ભેરવજપ બીજી ભગતિ, તે
અણમણતાં ઓપે નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, જે કે’વાની હતી તે
કહી ।।૧૦।। કડવું ।।૪૩।।
ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી ।
સમઝીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મૂકાશેજી
।।૧।। ઢાળ- મૂકાશે બીજાં બંધનથી, રહેશે રાચી સાચી ભલી ભક્તિયે
। ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે ।।૨।। વિધવિધે
વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી । ભક્તિ વિના કોઇ ભલું કરવા,
ભાળશે નહિ ભવમાં ફરી ।।૩।। સહુથી સરસ સમઝશે, ભક્તિ અતિ
ભગવાનની । તેને તોલ તપાસતાં, નહિ જડે જોડ એ સમાનની ।।૪।।
એવાને ભક્તિ અતિ ભાવશે, ગાવશે ગુણ ભક્તિતણા । જાણશે પોતાના
જીવમાં, જે ભક્તિથી ઉદ્ધર્યા ઘણા ।।૫।। મોટેમોટે વળી મહિમા, ભાખ્યો
ભક્તિનો ભારે બહુ । તે ભક્તિ પ્રભુ પ્રગટની, સમઝુ સમઝી લિયો સહુ
।।૬।। બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું । પણ પ્રગટ
પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું ।।૭।। માટે કોઇને એ કરતાં,
ભાવ થાતો નથી ભીંતરમાં । પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું
આદરી બેઠા ઘરોઘર ।।૮।। જિયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા
ભગત । એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એપણ જાણવી વિગત ।।૯।।
સાચી ભક્તિ શ્રીહરિ સંબંધી, વર્ણવી વારમવાર । નિષ્કુલાનંદ હવે નહિ
કહે, સહુ સમઝજો નિરધાર ।।૧૦।। કડવું ।।૪૪।।
પદરાગ પરજ - નિરધારી છે નિગમે વાતરે સંતો નિર૦ । થાયે
ભક્તિયે હરિ રળિયાતરે; સંતો૦ ।। ટેક - ભક્તિ વિના ભવ રોગ ન
નાસે, રહે દુઃખ દિન રાત । ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમઝી લેવું
સાક્ષાતરે; સંતો૦ ।।૧।। ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણીઘણી ઉવૈયા
ઘાત । ભક્તિ કરી ભારે ભાગ્ય જાગેછે, નથી એ વાત અખ્યાતરે; સંતો૦
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
।।૨।। ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત । ધન્ય ધન્ય એ
જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાતરે; સંતો૦ ।।૩।। ભક્તિ કરી
ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એ એકાંત । નિષ્કુલાનંદ કે’
નાથ મળીને, દીધી ભક્તિની દાતરે; સંતો૦ ।।૪।। પદ ।।૧૧।।
પદરાગ ધોળ વધામણાનું - ભક્તિ છે ભવજળ વહાણ, સિંધુ
તરવા સુખરૂપછે એ । સમઝીને જુવો સુજાણ, પાર ઉતરવા એ અનુપ
છે એ ।।૧।। ઢાળ- એહ નાવથી જો અપાર, ઉતરિયા અર્ણવને એ । ન
થાય તેનો નિરધાર, તો શું કરું તેના વર્ણવને એ ।।૨।। ઉચ્ચ ને નીચ
અનંત, પાર સહુને ૪પોત કરે એ । એમ ભક્તિથી જાણજો જન, સુખ
કાંઇ પામ્યા સરે એ ।।૩।। ધન્ય એ ભક્તિ ઝાજ, તારી તરીયે તીર કર્યાં
એ । પામિયા સુખ સમાજ, તે ભક્તિ પ્લવે તર્યા એ ।।૪।। બેઠા એ
બેડીનેમાંયે, બુડવાની તો બીક ટળી એ । કરવું રહ્યું નહિ કાંય,
બ્રહ્મમોહોલમાં બેઠા ભળી એ ।।૫।। સંતને એ સુખરૂપ, હોડી રૂડી
હરિભગતિ એ । કોણ ભિક્ષુ કોણ ભૂપ, સહુને આપે એ શુભ ગતિ એ
।।૬।। એહ વિના નર નિરધાર, પાર તે કોઇ પામ્યા નહિ એ । શું કહિયે
વારમવાર, સહુ સમઝીને કરો સહિ એ ।।૭।। વખાણી વા’ણને તોલ,
ભક્તિ અતિ ભવ તરવા એ । ભાગે આવે બ્રહ્મમો’લ, કેડે ન રહે કાંઇ
કરવા એ ।।૮।। ભક્તિથી નર અમર, અસુર પણ ઉદ્ધર્યા કંઇ એ । સદા
સુખ થાવાનું ઘર, ભક્તિ વિના ભાળ્યું નઇ એ ।।૯।। ભક્તિ વશ્ય
ભગવાન, આવેછે અક્ષરધામથી એ । નક્કી એ વાત નિદાન, જૂઠી
જરાયભાર નથી એ ।।૧૦।। જેજે ધર્યા અવતાર, તે ભક્તની ભક્તિ
જોઇને એ । નથી થાતો નિરધાર, જે આવે જાણ્યા બીજા કોઇથી એ
।।૧૧।। જોઇ લીધું છે જરૂર, અવિનાશીનું આંહી આવવું એ । ભક્તિ
ભાળી ભરપુર, ભક્તનું દુઃખ નસાવવું એ ।।૧૨।। તે વિના કર્યો તપાસ,
અલબેલો આંહી આવે નહિ એ । ભક્તિવાળા ભક્ત પાસ, રે’વા ભાવે
બીજે ભાવે નહિ એ ।।૧૩।। બીજા ઉદ્યમ કરે છે અનેક, પણ ભક્તિવાળા
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
ભક્તિનિધિ
ભાવે ઘણું એ । જેના તન મનમાં એ ટેક, જે કરવા ગમતું હરિતણું એ
।।૧૪।। એવા ભક્ત જે કોઇ ભાવિક, હરિભક્તિ વિના ભાવે નહિ એ ।
કરી અંતરમાંય વિવેક, ગુણ બીજાનો ગાવે નહિ એ ।।૧૫।। સર્વે
સાધનમાંહિ સાર, ભક્તિ કળશ કંચનનો એ । રાખવો એનો આધાર,
વિશ્વાસ વા’લાના વચનનો એ ।।૧૬।। તો પામિયે પરમ આનંદ, જિત
થાય જોયા જેવડી એ । એમ કે’છે નિષ્કુલાનંદ, સર્વે ઉપર સગ્ય ચડી એ
।।૧૭।। સંવત સુંદર ઓગણીસ, વરસ યુગલ વખાણીયે એ । ચૈત્ર સુદી
નૌમી દિનેશ, ગ્રંથ પૂરણ પરમાણિયે એ ।।૧૮।। દો સોરઠા દોહા દોય,
ચુંવાળીશ કડવાં કહીયે એ । પદ એકાદશ સોય, તેપર એક ધોળ લહીયે
એ ।।૧૯।। પંચ શૂન્ય પર આઠ, ભક્તિનિધિના ચરણ છે એ । કહે સુણે
કરે પાઠ, તેને અભયકરણ છે એ ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ મુનિ વિરચિતે
ભક્તિનિધિઃ સંપૂર્ણઃ
ભક્તિનિધિ સમાપ્ત
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન
-ઃ હરિબળગીતા :-
૬
રાગ ધન્યાશ્રી -મંગળ મૂર્તિ શ્રીઘનશ્યામજી, શરણાગતના સદા
સુખધામજી । પતિતપાવન પૂરણકામજી, અધમ ઉદ્ધારણ નિર્ભય
નામજી ।।૧।। ઢાળ- નામ નિર્ભય નિગમ કહે, જે સમરતાં સંકટ ટળે
। દુષ્કૃત જેહ દેહ ધારીનાં, તેહ પાપના પુંજ પળે ।।ર।। પુરૂષોતમ પ્રગટનું,
નામ નિર્ભય નિશાણ । જે જન જીભે ઉચ્ચરે, તે પામે પદ નિર્વાણ ।।૩।।
જે નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલનો ઉદ્ધાર । અગણિત
એહ નામથી, પતિત પામ્યા ભવપાર ।।૪।। કરી ખરી દીનતા કરી, કરી
આર્તશું અરદાસ । અર્ધો શબ્દ ઉચ્ચારતાં, આવ્યા વા’રે અવિનાશ
।।પ।। કામુકિની કરણી કશી, અજામિલ નહિ અઘહીણ । નારાયણના
નામથી, થયા પાર પ્રિછો પ્રવિણ ।।૬।। ત્રિલોકમાં તપાસતાં, નાવે
નારાયણ નામ તુલ્ય । પતિતને પાવન કરવા, એ છે નિધિ અમુલ્ય
।।૭।। જપ તપ તીર્થ જોગ જગન, વ્રત વિધિ દીયે વળી દાન । નિષ્કુલાનંદ
નારાયણના, ના’વે નામ સમાન ।।૮।। કડવું ।।૧।।
નારાયણના નામનો મોટો મહિમાયજી, સુણ્યું મેં સર્વે શાસ્ત્રમાંયજી
। જીવ હિત અર્થે એવું નહિ કાંયજી, સમઝુ સમઝી સમરે સદાયજી
।।૧।। ઢાળ- સમઝુ સમઝી સમરે, નિશ દિન નારાયણ નામ । શ્વાસ
ઉશ્વાસે સંભારતાં, પળ પામે નહિ વિરામ ।।ર।। શેષજી મહાત્મ્ય સમઝી,
કરે અખંડ નામ ઉચ્ચાર । સહસ્રમુખમાં જુગલ જીભે, રટે છે એકતાર
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
।।૩।। પૃથુ મહિમા પ્રિછીને, માગ્યા દશ હજાર કાન । નારાયણના નામ
સુણવા, અતિશય ઉરમાં તાન ।।૪।। હિરણ્યકશિપૂ શ્રવણે સાંભળ્યો,
નારાયણ નામનો નાદ । તપ તજી ત્રિય ભજી, તેના થયા ભક્ત પ્રહ્લાદ
।।પ।। પ્રહ્લાદ પ્રગટી પ્રીતશું, ભાવે ભજ્યા શ્રી ભગવાન । અભક્ત કુળમાં
ભક્ત થયા, નામ પ્રતાપે નિદાન ।।૬।। વિભીષણને ભક્ત થાવું, નોયે
રાક્ષસકુળની રીત । પણ જે જે જપે જગદીશને, તે થાય સર્વે પુનીત
।।૭।। અસુરકુળને અઘે ભર્યા,તર્યા એવા જીવ અનંત । નિષ્કુલાનંદ
નારાયણ નામનો, મહિમા મોટો અત્યંત ।।૮।। કડવું ।।ર।।
ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે કોેેઈ રંક કે
રાવજી । પામે ભવપાર સે’જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન
ઉપાવજી ।।૧।। ઢાળ- ઉપાવ નથી આ જીવને, ભવજળ તરવા કાજ
। નારાયણના નામરૂપી, જાણો અજર એ ઝાજ ।।ર।। મશક તુંબાં
મગાવીને, કહું કટિયે બાંધે કોય । સરે ન ઉતરે સિંધુને, જે અતિ
અગાધ છે તોય ।।૩।। તેમ સાધન સર્વે કહિયે, તુંબા મશકને તુલ્ય
। તેને ભરાેંસે ન ભવ તરે, જાય જનમ અમુલ્ય ।।૪।। માટે બળ રાખી
બહુનામીનું, રહેવું નિર્ભય નરને નચિંત । પતિતપાવન બિરૂદ છે, તે
તજશે નહિ કોઈ રીત ।।પ।। એહ વિશ્વાસ અંતરે, રાખી તજે બીજું
બળ । તેહ પ્રાણી ઉતરશે, ભલી ભાતે ભવજળ ।।૬।। અચળ આશ્રય
ઉરમાં, પ્રભુ પ્રગટનો પ્રમાણ । એવા જન જે જગમાં, તે પામે પરમ
કલ્યાણ ।।૭।। (સરે એ સાચી વાત છે, બીજી ખોટી નહિ તે પણ
ખરી । નિષ્કુલાનંદ નિર્ભય રહી, હેતશું ભજવા હરિ) જ્યારે પોત ન
તારે પાષાણને, તારે કાષ્ટતરણકાં તુંબડાં । નિષ્કુલાનંદ એ નાવનાં,
વખાણ કેમ થાય બડાં ।।૮।। કડવું ।।૩।।
એહ વિના ઉપાય હોય કોઈ એકજી, કે’જો સહુ સમઝી કરી
વિવેકજી । એહ વિના સાધન બીજાં અનેકજી, અતિ મતિ ગતિયે
નક્કી કર્યું નેકજી ।।૧।। ઢાળ- નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
નિશ્ચયનું નરને જોર । નાથના નિશ્ચય વિના, અતિ રહે અંધારૂં ઘોર
।।ર।। પૂરણ પુરષોત્તમ પ્રગટી, નરતન ધરે નાથ । તેહ મૂર્તિ જેહને
મળે, તે સર્વે જન સનાથ ।।૩।। મનુષ્યાકાર અપાર સામર્થી, જેહ
સમે ધરે જેહ નામ । તેહ નામ સમરતાં જન, થાયે પૂરણકામ ।।૪।।
જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ । તેમ નામ
ઘનશ્યામને, થાય કલ્યાણ કોટ ।।પ।। જેમ ઇંદુમાં અગ્નિ નહિ, નહિ
અર્કમાંહી અંધાર । તેમ પ્રભુ પ્રગટમાં, નો’ય અમંગળ નિરધાર
।।૬।। વિદ્યુત ન તજે વહનિ, શીતળતા ન તજે શ્રીખંડ । તેમ કલ્યાણ
મહારાજમાં, રહ્યું અતિશય અખંડ ।।૭।। એહ દ્રષ્ટાંતને ઉર ધરી,
રે’વું નિઃસંશય નિર્ભય વળી । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, સત્ય માનજો
સહુ મળી ।।૮।। કડવું ।।૪।।
પદરાગ સામેરી મલાર- વિશ વસા એહ વાત છે, તમે સાંભળજો
સહુ જન રે । અંતર શત્રુ અજિત છે, પળે પળે પાડે છે વિઘન રે વિશ૦
।।૧।। સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, એણે લીધી છે સહુની લાજ રે । દેવ
દાનવ માનવ મુનિ, એણે રોળિયો સુરરાજ રે; વિશ૦ ।।ર।। નિર્દોષ
જન કોઈ નજરે, નથી આવતાં નિરધાર રે । કામ ક્રોધ લોભ મોહમાં,
સહુ એ બે ભર્યાં અપાર રે; વિશ૦ ।।૩।। એવા અવગુણ અવલોકીને,
હરિ કરે કેનું કલ્યાણ રે । નિષ્કુલાનંદ તૈયે નાથને, ઠાલો ફેરો પડયો
પરમાણરે; વિશ૦ ।।૪।। પદ ।।૧।।
જ્યારે જાુવે જનના અવગુણ અવિનાશજી, ત્યારે કોઈ હોય નહિ
હરિદાસજી । પતિતપાવન નામની જે આશજી, તેથી કહું સહુ થાય
નિરાશજી ।।૧।। ઢાળ- નિરાશ થાય નરતન ધારી, જોઈ સંકલ્પનું જોર
। મન વચન કર્મે કરી, કેદિ મટે નહિ હરિના ચોર ।।ર।। કાંતો મનમાં
ભોગવે, કાંતો વચને કરે વ્યભિચાર । કાંતો કામાદિક કર્મે કરી, ધારી
રહ્યા નર ને નાર ।।૩।। શુદ્ધ અંતરે શોધતાં, જોતાં ન જડે કોઈ જીવ ।
અંતર એવાં અવલોકીને, કહો પ્રસન્ન થાય કેમ પીવ ।।૪।। માટે કલ્યાણ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
કોઈનું, માનશોમાં મનમાંય । નિષ્કલંક થયા વિના, કારજ ન સરે કાંય
।।પ।। અવિનાશીનું શું ઉપન્યું, નિરર્થક ધર્યું નરતન । નારાયણના નામનું,
ભયહરણ નહિ ભજન ।।૬।। વેદ પુરાણે વર્ણવ્યો, અનેક જીવનો ઉદ્ધાર
। એહ વાતનો અંતરે, કહો કેમ થાય નિરધાર ।।૭।। ભાગી પડયું ભવ
તરવું, વાત ઉભી ન રહી એક । નિષ્કુલાનંદ નાસ્તિકપણું, ઉરમાં તે
આવીયું નેક ।।૮।। કડવું ।।પ।।
દોષે રહિત દેહધારી ન હોયજી, ચૌદ લોકમાં ચિંતવી જોયજી ।
કલંક રહિત સુણ્યા નહિ કોયજી, નહિ અસમર્થ સમર્થ હતા સોયજી
।।૧।। ઢાળ- સમર્થ શિવ બ્રહ્મા સહી, તે જાણે સહુ જગ સોય । ડાઘ
લાગ્યો જે દોયને, તે કહે છે સહુ કોય ।।ર।। ઇંદ્ર ચંદ્ર આદ્યે કંઇ, સુર
અસુર અનેક । સહુનું શ્રવણે સાંભળ્યું, નિર્દોષ નહિ એહ નેક ।।૩।।
(ઇંદિરાયે અન્ય અવલોકિયું, જોને રાધાએ કર્યો રોષ) કૃષ્ણ કામિની
કામવશ થઇ, સુત સાંબ સન્મુખ જોઇ । અહલ્યા રેણુકા દ્રૌપદી, નિર્દોષ
ન દીઠાં કોઇ ।।૪।। પરાશર નારદ સૌભરી, સનકાદિક જે સુજાણ ।
વસિષ્ઠ વળી વિશ્વામિત્ર, એકલશૃંગી પ્રમાણ ।।પ।। કેનેક કામે રોળીયા,
કેનિક લિધી લોભે લાજ । કેનેક ક્રોધે કાયર કરી, રોળીયા રંક રાજ
।।૬।। એવી વાતો અંતરે, તોળી કરવો તપાસ । હારવી નહિ હિંમતને,
મટવું નહિ હરિદાસ ।।૭।। ચડે તેહ પડે ખરા, બેસે ઉજળે વળી ડાગ ।
નિષ્કુલાનંદ એ નવું નથી, એમ સમજો સુભાગ ।।૮।। કડવું ।।૬।।
એવી વાતો આગે બહુ થઇજી, નથી કે’વાની તોપણ કહીજી । એહ
રીતે લાજ કો’કેની રહીજી, પણ એહ સહુની મોટપ ન ગઇજી ।।૧।।
ઢાળ- મોટપ ન ગઇ મોટાતણી, તે નારાયણને નિશ્ચે કરી । અતિબળ
આશ્રયનું, તેણે સંશયને લીધો હરી ।।ર।। ભુંડી વાસના ભકતને, જો
અણુ અંતરમાં થાય । સમઝે બળ સાધનનું, તો સુખ ન રહે કાંય ।।૩।।
માટે બળ મહારાજનું, રાખવું હૃદિયામાંય । તેહ વિના અપરાધ ટાળવા,
અન્ય નથી ઉપાય ।।૪।। એવી રીતે અનેક જીવનો, આગે થયો ઉદ્ધાર ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
સાર્થક સર્વે થયા, આગમ હરિ અવતાર ।।પ।। એહ વિના અનેક રીતે,
વળી વાત ન બેસે બંધ । દૈવી આસુરી ઉદ્ધર્યા, તે શ્રીહરિને સંબંધ ।।૬।।
મૂરતિ શ્રી મહારાજની, મહાનિધિ મંગળરૂપ । જાણે અજાણે જે આશરે,
તે થાય શુદ્ધ સ્વરૂપ ।।૭।। અજાણે અમૃત પાનથી, નર અમર થાય
આપ । નિષ્કુલાનંદ નારાયણ સંબંધે, સ્પર્શે નહિ પંચ પાપ ।।૮।। કડવું
।।૭।।
સાધન સર્વે સમઝવાં સત્યજી, એહમાં એકે નથી અસત્યજી ।
રાખવાં નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિમત્યજી
।।૧।। ઢાળ-વિઘન પડે વ્યાકુળ થઇ, અતિ થાવું નહિ ઉદાસ ।
પતિતપાવન નાથનો, વડો રાખવો વિશ્વાસ ।।ર।। ભોળાઇએ કાંઇ ભૂલ્ય
પડે, થાય ન કરવાનું કામ । નર નિશ્ચેનું બળ લઇ, સમરવા ઘનશ્યામ
।।૩।। કચવાઇ કાયર થઇ, પાછા ન ભરવા પગ । હૈયે હિંમત ન હારવી,
મંડયું રે’વું મુવાલગ ।।૪।। પડતાં આખડતાં રાહજ પંથે, ચાલવું ચિત્તે
કરી ચાહ । પડી ન રે’વું પૃથ્વી, લેવો એનો એહ રાહ ।।પ।। જરૂર પો’ચશું
જાણવું, શ્રીહરિની હજૂર । પગે પગે પંથ કાપશું, એમ જાણવું જન
જરૂર ।।૬।। ભકત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી । નિશ્ચે કર્યું
છે નાથનું, તે ફરશે નહિ ફેરવે ફરી ।।૭।। અચળ જાણી એ આશરો,
ન્યૂન માનવી નહિ મન । નિષ્કુલાનંદ એ વારતા, નકી નિરવિઘન ।।૮।।
કડવું ।।૮।।
પદરાગ ધોળ- ભીંતર ભરોસો ભગવાનનો રે, જોઇએ ભકતને
ભરપુર । બીજી વાત છે બાદલીરે, તમે જાણી લેજો જરૂર; ભીંતર૦
।।૧।। જેમ એક એકડો ટાળિયેરે, વળી વાળીયે સોયેક શૂન્ય । બુદ્ધિવાનને
બેરજ બાંધવીરે, તેતો સમઝણ્યમાં નૂન્ય; ભીંતર૦ ।।ર।। તેમ મેલી
બળ મહારાજનુંરે, સાધનની માનવી સા’ય । ભરી ગોળી વારિ
વલોવતાંરે, ઉતરે નહિ માંખણ કાંય; ભીંતર૦ ।।૩ ।। માટે મનમાં
મોટો માનવોરે, પ્રગટ પ્રભુનો પ્રતાપ । નિષ્કુલાનંદ તેહ નરનારે, ટળી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
જાય અંતર તાપ; ભીંતર૦ ।।૪।। પદ ।।ર।।
હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવાં સર્વે સાધનજી ।તેમાં
કાંઈ ફેર ન પાડવો જનજી, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી ।।૧।। ઢાળ -
પ્રસન્ન કરવા મહાપ્રભુને, રે’વું આજ્ઞાને અનુસાર । જેજે જેના ધર્મ છે,
તેતે પાળવા કરી પ્યાર ।।ર।। ધર્મે રાજી ધર્મના સુત, ધર્મ સાધુનો શણગાર
। ધર્મ ધારી સહુ રહ્યા, ચાર વર્ણ આશ્રમ ચાર ।।૩।। તેમ ધર્મ
ત્યાગીતણા, નિર્લોભી ને નિષ્કામ । નિસ્પૃહી નિર્માનિતા, નિઃસ્વાદી
એહ નામ ।।૪।। તેમાં ફેર એક તલભાર, નવ પડવા દેવો નેક । મુવા
સુધી મૂકવી નહી, ગૃહી ત્યાગી એક ટેક ।।પ।। મુખથી મોળી વારતા,
ભૂલ્યે ભાષણ કરવી નહી । બળે સહિત બોલવું, સહુસહુને ધર્મે રહી
।।૬।। કાયરની વાતે કોઈને, ના’વે શૂરાતન સોય ।નપુંસક નરથી નારને,
પુત્રની પ્રાપ્તી ન હોય ।।૭।। માટે હૈયે હિંમત ધરો, અને કરો ખરો ખેલ
। નિષ્કુલાનંદનો નાથજી, થાશે રાજી અલબેલ ।।૮।। કડવું ।।૯।।
રાજી કરવા પ્રગટ ભગવાનજી, સમાસમે સહુને રે’વું સાવધાનજી ।
મેલી જન મન તનનું માનજી, રાખવું હરિને રાજી કરવા તાનજી ।।૧।।
ઢાળ- તાન એમ તને મને, રાજી કરવાને હરિકૃષ્ણ । અહોનિશ રહે
આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન ।।ર।। તેને અર્થે તને કરી, કરે
જપ તપ જોગ જગન । તીરથ વ્રત કરે વળી, રાજી કરવા ભગવન ।।૩।।
તેહસારૂં તાવે તનને, સહે કાયાયે કષ્ટ કોટ । પણ હરિભક્તની રીતમાં,
આવવા ન દિયે ખોટ ।।૪।। મેલી ગમતું નિજ મનનું, કરે ગમતું તે
ગોવિંદતણું । જેમ વાળે તેમ વળે વળી, મૂકી મમત આપણું ।।પ।।
વા’લાના વચનનો, અતિ ઉર ઉંડો વિશ્વાસ । માહાત્મ્ય જાણી
મહારાજનું, તજે અન્યસુખ આશ ।।૬।। સુખ નર નિર્જરતણાં, સમઝે
સ્વપ્ન સમાન । નિર્ભય સુખ જાણી નાથનું, તેહ પર રહે ઘણું તાન ।।૭।।
એને અર્થે આપણું, ગણે નહિ તન મન । નિષ્કુલાનંદ તે નરપર, પ્રભુ
થાશે પ્રસન્ન ।।૮।। કડવું ।।૧૦।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજજી, બહુબહુ કર્યું મોરે ઋષિરાજજી ।
મોટેમોટે ૧મહીશે મૂકયાં રાજસાજજી, તન સુખ સર્વે કરિયાં તાજજી
।।૧।। ઢાળ- તજ્યાં સુખ સંસારનાં, ભજ્યા શ્રી ભગવન । એની રીત
સુણી શ્રવણે, થાય ત્રાહિત્રાહિ મન ।।ર।। આરૂણીને ઉપમન્યુ, ઋષિ
જાજળી તપસી જેહ । પ્રભુજીને પ્રસન્ન કરવા, ગણ્યું નહિ નિજદેહ
।।૩।। મયૂર ધ્વજ ને મીરાં વળી, ભૂપ ભર્તૃહરિ ને ગોપીચંદ । સમસ્ત
બરેજ ને ફરીદ, મનસુર ને બાજીંદ ।।૪।। એહ આદિ અનેક બીજા,
ઘણું રાજી કરવા ઘનશ્યામ । સુખ તજ્યાં શરીરનાં, અન્ન ધન ધરા
ત્રિયા ધામ ।।પ।। પંચ વિષયને પરહરી, થયા અરિ મન ઈંદ્રિતણા ।
પરલોકની પ્રતીત આણી, સહ્યાં કષ્ટ શરીરે ઘણાં ।।૬।। ખોટ ન આણી
ખપમાં, બાંધી મમત મહાસુખ માંઈ । તનસુખથી મન ઉતર્યું, ઠર્યું
નહિ ચિત્ત કયાંઈ ।।૭।। એવી રીત હરિભક્તની, પ્રભુ વિના બીજે પ્રીતિ
નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, હરિજનની વર્ણવી કહી ।।૮।। કડવું
।।૧૧।।
વળીવળી કહું હરિજનની જે રીતજી, સહુ કોઈ સુણજો દઈ એક
ચિત્તજી । જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતજી, તેને રે’વું મન ઈંદ્રિય જીતજી
।।૧।। ઢાળ- મન ઈંદ્રિયને જીતવા, કરવી જુગતિ જન જરૂર । એની
આગળ અનાથ રે’તાં, દુઃખ ન થાયે દૂર ।।ર।। આગ્નીધ્ર ને દીર્ઘતમા,
વળી ઈંદ્રાદિ સુર અસુર । અજીત ઈંદ્રિયે થયા, રહ્યા તેણે દુઃખી ભરપુર
।।૩।। વિષય સારૂં વિકળ થયા, કર્યાં ન કર્યાંનાં કાજ । મેણું માથે રહી
ગયું, કહો કિયાં રહી લાજ ।।૪।। લાજ ગઈ ને કાજ બગડયું, વળી
કલંક બેઠો શિર । આજ સુધી એ વાતને, નિંદેછે ધાર્મિક ધીર ।।પ।।
માટે સહુએ સચેત રે’વું, નવ ગ્રે’વું એવું આચરણ । નિર્વિઘન એહ
વાત છે, સદાય એહ સુખ કરણ ।।૬।। સુણી સુખ ઘનશ્યામમાં,
ચોટાળવું તેમાં જઈ ચિત્ત । અસત્ય સુખની આશ મૂકી, બાંધવી પ્રભુશું
પ્રીત ।।૭।। એવા ભક્ત ભગવાનના, અતિ વા’લા વા’લાને મન ।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
નિષ્કુલાનંદ નિર્ભય થયા, જેની ઉપર પ્રભુ પ્રસન્ન ।।૮।। કડવું ।।૧ર।।
પદરાગ બિહાગડો - પ્રસન્ન થયા પરબ્રહ્મરે, જેને પ્રસન્ન૦ । તેને
નડે નહિ કોઈ કર્મરે, જેને પ્રસન્ન૦ ।। ટેક- જેમ કોઈ પારસને પામે,
તેને કરવો ન રહે ઉદ્યમ । વિના અતિ સંપત્તિ પામે, વામે વેળા વિષમરે;
જેને પ્રસન્ન૦ ।।૧।। નવનિધિ અષ્ટસિદ્ધિ આલોકે, સહુને પામવી અગમ
। તેતો દાસી થઈ રહે છે દ્વારે, સા’ય કરવા સુગમરે; જેને પ્રસન્ન૦ ।।ર।।
સે’જે સે’જે સુખ રહે સહવાસે, પડે નહિ પરિશ્રમ । વણચિંતવે આવી
મળે વસ્તુ, એમ વદે છે આગમરે; જેને પ્રસન્ન૦ ।।૩।। અચળ આસન
ઉપર બેઠા આવી, જે છે આસન અતિ રમ્ય । નિષ્કુલાનંદ નિઃશંક થયા
છે, નિશ્ચે કહે છે નિગમરે; જેને પ્રસન્ન૦ ।।૪।। પદ ।।૩।।
નિગમ કહે છે વારતા નકીજી, જુઠી ન થાય કોઈ થકીજી । સર્વે
પુરાણે પ્રમાણી પકીજી, તે છે જગ છતી નથી એહ ઢાંકીજી ।।૧।। ઢાળ-
ઢાંકી નથી એહ વારતા, છે પુરાણમાં પ્રસિદ્ધ । સાધન નરને ન મૂકવાં,
રાખવાં ભલી વિધ ।।ર।। વચન લઈ વા’લા તણું, કરવું પુરૂષપ્રયતન ।
વચન વડે વડાઈ છે, તે જાણજો તમે જન ।।।૩।। વિધિ વામ વચને કરી,
સરજે સંહારે સૃષ્ટિ સોય । શશિ સૂરમાં સમર્થપણું, તેહ વચન વિના
નો’ય ।।૪।। અહીંદ્ર ઈંદ્ર આદિ કઈ, જગમાંહી મોટા જેહ । મોટપ તેહ
મહારાજથી, પામ્યા છે સહુ કોઈ એહ ।।પ।। મહિમા જાણી મહાપ્રભુનો,
નથી લોપતા વચન લેશ । તેણે કરીને તેહની, રહી છે મોટાઈ હમેશ
।।૬।। ફેર પડયાનો ફડકો ઘણો, અતિ રહે છે ઉરમાંઈ । તેણે કરી
તત્પર રે’છે, સર્વે સમે સદાઈ ।।।૭।। એમ કરતાં અષ્ટમાં, એક બે જો
અવળાં હોય । નિષ્કુલાનંદ નચિંત રહેવું, હરિશરણાગતને સોય ।।૮।।
કડવું ।।૧૩।।
ભવ બ્રહ્માને આવી ગઈ ભૂલજી, ખરી ખોવાણી લાજ અમૂલજી ।
ત્યારે સુર અસુરનાં શિયાં શૂલજી, અંતર અરિ આગે ન રહી કેની
ફુલજી ।।૧।। ઢાળ- અંતઃશત્રુ અજીત છે, પળે પળે પાડેછે ફેર । હમેશ
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
હરિભકતપણું, રે’વા ન દિયે કોયવેર ।।ર।। ક્ષણક્ષણમાં ખોટા ખરા,
ઘણા ઘણા ઘડે છે ઘાટ । તેણે કરી ત્રિલોકમાં, નાના મોટા એકવાટ
।।૩।। કામ ક્રોધ લોભે વળી, લીધી નહિ કેની લાજ ?। ઓશિયાળા સહુ
અંતરે, રહે નર અમર સુરરાજ ।।૪।। વિકટ છે એહ વારતા, હરિભકત
રે’વું હમેશ । દાઘ ન લાગે દલમાં, કામ ક્રોધ લોભનો લેશ ।।પ।। મોટા
મેશના મંદિરમાં, વસવું શ્વેત વસન । લાગે નહિ મેશ લુગડે, એવા તો
કોઈક જન ।।૬।। વેરિને વાસે વસવું, વળી રાખવી ઉગરવા આશ ।
કુશળ નર તે કેમ રહે, વે’લો મોડો થાય વણાસ ।।૭।। અદોષ રેવું
એહથી, એવી સુણી નહિ કોઈ રીત । નિષ્કુલાનંદ એ નવું નથી, સહુ
વિચારી જુવો ચિત્ત ।।૮।। કડવું ।।૧૪।।
પંચ વિષય છે સહુનું પોષણજી, જેમ જન જીવે ખાઈ અન્નકણજી ।
પલ જળ ફળ દલદાર તૃણજી, વણ પોષણે પામે પ્રાણી મરણજી ।।૧।।
ઢાળ- પોષણ વિના પ્રાણીના, પ્રાણ રે’વા નહિ કોઈ રીત । તેમ
લોભાદિક લાગી રહ્યા, કોઈ બળે ન ટળે અજીત ।।ર।। કાઢી કાઢી જાય
કાઢવા, ત્યાગી ત્યાગી કરવા ત્યાગ । મુવા સુધી મૂકે નહિ, ભીંતરમાંથી
એ ભાગ ।।૩।। બહુ બળ એહ ઉપરે, કરે કોઈક જન અતિ । પો’ચે
નહિ દન પાછળે, એમ સમઝવું શુભમતિ ।।૪।। અંડજ જેમ ઉંચા ચઢી,
ઈચ્છે અડવા વળી આકાશ । પો’ચે કઈ પેર પંખિયાં, જેનો વૃક્ષ પર છે
વાસ ।।પ।। તેમ વિષયથી વેગળાં, નવ રહે કોઈ નિરધાર । એવી ખોટ્ય
ખોળતાં, કોઈ હોય નહિ ભવપાર ।।૬।। દૈહિક દોષ દેહમાં, જે રહ્યા
છે એકતાર । તેને શોધી શુદ્ધ કરતાં, લાગે સહુને વાર ।।૭।। માટે મોટો
માનવો, મને પ્રભુજીનો પ્રતાપ । નિષ્કુલાનંદ ન કરવો, અંતરમાંહિ
ઉતાપ ।।૮।।૧પ।।
મેલી પ્રતાપ ઘનશ્યામનો ઘણોજી, લિયે આશરો સાધન તણોજી ।
માને મહિમા તેમાં આપણોજી, બીજા કોઈ ગણો કે ન ગણોજી ।।૧।।
ઢાળ- ગણો કે કોઈ નવ ગણો, પણ નિજ પ્રતાપ માને મને । જોર મૂકી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
જગદીશનું, સુખ માને કરી સાધને ।।ર।। સાધને કરી સ્વર્ગ લોકમાં,
જાતો હતો નહૂષ નરેશ । શચીપતિયે પૂછીયું, ત્યારે કહ્યું ન કહ્યું લેશ
।।૩।। ત્યારે અમરેશે એમ કહ્યું, પુછે આરતવાન કોઈ આવીને । જથારથ
તેને જણાવવું, ભાળી ભકત ભાવિકને ।।૪।। ત્યારે નહૂષ કહે અન્નકણ
ગણે, ભૂરજ ઉડુ આકાશ । વનપાત ગાતરોમાવલી, કરે કોઈ તેનો
તપાસ ।।પ।। પણ મારા પુન્યનો, ન થાય કોણે નિરધાર । એમ કે’તાં
મોટપ આપણી, પડયો પૃથ્વી મોઝાર ।।૬।। મેલી પ્રતાપ મહારાજનો,
અને ગાયો પોતાનો ગુણ । આજ પહેલાં પડયાં કંઈ, કહોને તે તર્યો કુણ
।।૭।। માટે ભરોસોં ભગવાનનો, રાખવો અતિશય ઉર । નિષ્કુલાનંદ
એહ વારતા, અચળ જાણો જરૂર ।।૮।।૧૬।।
પદરાગ રામગ્રી - ‘મનરે માન્યું નંદલાલશું, જોઈ પાગ પેચાળી’
એ ઢાળ છે -
અચળ ભરોંસો ભગવાનનો, જોઈએ જનને જાણો । એહ વિના
બીજી વારતા, પાંપળાં પ્રમાણો; અચળ૦ ।।૧।। હરિપ્રતાપ હૈયાથકી,
ન મટાડવો માનો । સમર્થ સમઝવા સ્વામીને, જોવો દોષ પોતાનો;
અચળ૦ ।।ર।। સરસ ન થાવું સંતથી, રે’વું દાસનાદાસ । દીન જાણી
દયા કરે, હરે તન મન ત્રાસ; અચળ૦ ।।૩।। એહ વારતા અનુપમ છે,
નિરવિઘન નિહાળો । નિષ્કુલાનંદ બીજી વારતા, ભરી વિઘને ભાળો;
અચળ૦ ।૪। પદ ।।૪।।
નિરવિઘન છે નાથનું શરણજી, નિજસેવકને સદા સુખકરણજી ।
જોગ અજોગ થયું હોય આચરણજી, તેહના અઘના ઓઘનું હરણજી
।।૧।। ઢાળ- હરે અઘના ઓઘને, છે એવું પરમ પાવન । જેજે જન
એને આશર્યા, તે સર્વે થયા ધન્ય ધન્ય ।।ર।। ગોપીને ગોવાળ બાળ,
ગાય ગોધા ને વત્સ વળી । અઘાસુર બકાસુર ને બકી, એહ આદ્યે
બીજાં મળી ।।૩।। કુબજ્યા વળી કંસ આદિ, શાલવ ને શિશુપાળ ।
એવાને અભય આપ્યું, બીજો એવો કોણ દયાળ ।।૪।। પાંડવ ને પાંચાલી
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
વળી, કુંતાસમ નહિ કોય । સૌનું શાસ્ત્રમાંહિ સાંભળ્યું, નેક નિર્દોષ ન
હોય ।।પ।। સુણી પુરાણે પરીક્ષા કરી, જાણું યથાર્થ જરૂર । કલંક રહિત
કોઈ નહિ, કોણ ભકત અભકત અસુર ।।૬।। પણ જેને સંબંધ શ્રી
હરિતણો, તે પામ્યા પદ નિર્વાણ । એહ આદિ અનેક એવા, તેનું કેમ ન
કહીયે કલ્યાણ ।।૭।। દાસ અદાસના દોષને, જ્યારે જુવે જગજીવન ।
નિષ્કુલાનંદ હરિધામને, પામે નહિ કોઈ જન ।।૮।। કડવું ।।૧૭।।
અઘાસુર બકાસુર ને બકીજી, એહ તો અસુર ખરા ધરથકીજી ।
શાલવ ને શિશુપાળ ક્રોધકીજી, એહનું કલ્યાણ નવ જોઈએ નકીજી
।।૧।। ઢાળ- નકી ન જોઈએ કલ્યાણ એનું, જોઈએ નિશ્ચે નરકમાંહિ
વાસ । તે પણ સમાવ્યા તેજમાં, એવા છે અવિનાશ ।।ર।। જેમ ભૂંડા
ભૂંડાઈ નવ તજે, ભલા તજે નહિ ભલાઈ । તેમ દયા દયાળમાં, સહી
રહી છે સદાઈ ।।૩।। નવ જુવે જનની કરણી, જુવે નિજ મોટપ્ય
જગદીશ, આવે અઘવંત આશરે । તેના ગુન્હા કરે બક્ષીસ ।।૪।। ટળે
નહિ એહ ટેવ પડી, પાપીનાં પ્રજાળવા પાપ । એહ અર્થે નરતન ધરી,
હરી આવે અવનિયે આપ ।।પ।। મહા અઘહર મૂરતિ, જેહ જને જોઈ
ઝાંખી કરી । તે જન્મ મરણની જાળમાં, નિશ્ચે નર ના’વે ફરી ।।૬।।
એવા પભુને આશરી, રે’વું મને મગન મસ્તાન । કોઈ રીતે અકાજ
આપણું, નહિ થાય નિદાન ।।૭।। શરણ લઈ ઘનશ્યામનું, શાને કરવો
સંશય શોક । નિષ્કુલાનંદ નિશ્ચે પામશું, ગુણાતીત જે ગોલોક ।।૮।।
કડવું ।।૧૮।।
વળી કહું એક વારતા સરસજી, પતિવ્રતા જેને એક પુરૂષજી । પંચને
પત્ની એક નેક-નરસજી, એમ કહે છે પુરાણ અષ્ટાદશજી ।।૧।। ઢાળ-
અષ્ટાદશ આગમમાં, નિર્ણય કર્યો છે નેક । પતિને બહુ પતની, પત્નિને
પતી એક ।।ર।। એહ મર્યાદા પુરાણમાં, બાંધી બહુ બળવાન । સહુ
સહુને ધર્મે રહી, ભજવા શ્રીભગવાન ।।૩।। ધર્મદ્વેષી હરિધામમાં, નવ
પો’ચે નિર્વાણ । પંચાલી આદિ એ પંચનું, કેમ માનવું કલ્યાણ ।।૪।।
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
માટે એ વાત મૂકી દીયો, લિયો હરિ શરણનું જોર । ક્રિયા જોતાં કોઈની,
નથી આવતો નોર ।।પ।। પ્રજ્ઞાચક્ષુ પતિ સુણી, કરી ગંધારીએ મન ગોત
। તરત નેત્ર મિચિયાં, એવી પતિવ્રતા ૪ઉદ્યોત ।।૬।। પણ શ્રીહરિના
સંબંધ વિના, અર્થ ન સર્યો એક । સઠપણે સમજ્યા વિના, ઠાલી ઝાલી
એહ ટેક ।।૭।। એવા જીવ કાંઈ જગતમાં, ઘણું ધર્મવાળા કે’વાય ।
નિષ્કુલાનંદ કે’ કર્ણદાની, જરાસંઘ બ્રહ્મણ્ય જગમાંય ।।૮।। કડવું ।।૧૯।।
પ્રાચીનબર્હિ નૃપ પ્રસિદ્ધિજી, જેણે યજ્ઞ કર્યા બહુ વિધિજી ।
અગ્નિકુંડે કરી ભૂમિ ભરી લીધીજી, ન મળી યજ્ઞ જાગ્ય ત્યારે
અરજી કીધીજી ।।૧।। ઢાળ- અરજી કીધી અધિપતિ, સુણી આવીયા
નારદ સોય । ભલો ભલો તું ભૂપતિ, તુજ જેવો નરેશ ન કોય ।।ર।।
ભરી જગને ભૂમિકા, તેમાં હોમ્યાં પશુ હજાર । તે વાટ જુએ છે
સ્વર્ગમાંહિ, તને તેમજ કરવા ત્યાર ।।૩।। કે’છે અસમર્થ જાણી
અમને, એણે જોરે તે લીધો જીવ । અર્થ સાર્યોે આપણો, એણે કાપી
અમારી ગ્રીવ ।।૪।। એહ તું નથી તપાસતો, યજ્ઞસારૂં ગોતે છે જાગ
। એહ મોટી મૂરખાઈનો, તું કરને હવે ત્યાગ ।।પ।। એવું સુણી
નારદથી, ભૂલ્ય મુકી દીધી ભૂપાળ । યજ્ઞનું ફળ જોઈને, તેમજ કર્યું
તત્કાળ ।।૬।। માટે મેલી મદત મહારાજની, જાણે નિજ કર્તવ્યનું જોર
। જેમ લાગે લાલ માલ નહિ, જેવાં શિયાળ બગાંમણાં બોર ।।૭।।
સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે, હૃદે રાખવું હરિ ઉપરાળ । નિષ્કુલાનંદ
એહ વારતા, છે સુખદાયી સદાકાળ ।।૮।। કડવું ।।ર૦।।
પદરાગ સોરઠા - સુખદાયી સદા શ્યામળો, જીવ જરૂર ઉરમાં
જાણ્ય । દૃઢ ભરોંસો ધર્મનંદનો, અતિ અંતરમાંઈ આણ્ય; સુખ૦
।।૧।। પ્રથમ પો’ચ પોતાની જોઈને, પછી મનમાં ધરીયે માન । એવું
ન થાય આપણે, જેવું ભલું કરે ભગવાન; સુખ૦ ।।ર।। જેમ મેઘ
જીવાડે મેદિની, વળી અર્ક ટાળે અંધાર । એવું કામ કોયથીરે, જોને
નવ થાય નિરધાર; સુખ૦ ।।૩।। તેમ જે નિપજે જગદીશથી, તે ન
શ્રી નિષ્કુલાનંદ કાવ્ય
હરિબળગીતા
નિપજે જીવથી જાણ્ય । નિષ્કુલાનંદ ન કીજીયેરે, ઠાલી તપાસ્યા વિના
<