અંજલી
અર્પણ
સ્વ. તૃપ્તિ ટાંક
આ પુસ્તક હું મારી મિત્ર તૃપ્તિ ટાંકને અર્પણ કરું છું કે જેણે આ ક્ષેત્રમાં આગળ વધવા માટે મને ખૂબ પ્રોત્સાહિત કર્યો હતો. તેની હર હંમેશ એક જ ઇચ્છા હતી કે મારો ગઝલસંગ્રહ પ્રસિદ્ધ થાય. તૃપ્તિ ટાંંકે એક મિત્ર તરીકેની ઓળક મને કરાવી. પરંતુ સમય અને સંજોગોને કારણે તે આપણી વચ્ચે હાજર નથી.
બીમાર તેને મૃત્યુ સુધી લઇ ગઇ. પરંતુ ભગવાન પાસે હું એટલી જ પ્રાર્થના કરું છું કે તે ક્યાંય પણ હોય ત્યાં તે સુખી થાય, ખુશ રહે, તેની દરેક આશ પૂર્ણ થાય તેવી હ્ય્દયની પ્રાર્થના સાથે હું આ મારો પ્રથમ ગઝલસંગ્રહ ‘અંજલિ’ તેને અર્પણ કરું છું.
- કેતન જી. મહેતા ‘અખંડ’
સ્નેહાવલોકન
શ્રી કેતન મહેતા યુવાન છે. તેઓ ‘રચના’ ના કાર્યક્રમોમાં ઉલટભેર ભાગ લે છે. તેમની રજૂઆત લાગણીસભર હોય છે. એક નાના સમારંભમાં તેમણે મને કંઇક સંકોચ સાથે વાત કરી કે તે એક ગઝલસંગ્રહને આકાર આપવાનું વિચારે છે. તેમણે મને જણાવ્યું કે તેમની કવિતા પાછળ એક કન્યા મિત્રનું પ્રોત્સાહન રહેલું છે અને તે મિત્રને મૃત્યુ પામી છે. તેથી આ પ્રથમ સંગ્રહ તે પેલી કન્યા મિત્રને અર્પણ કરવા માંગે છે. મેં તેમને સંગ્રહનું નામ ‘અંજલિ’ રાખવા સૂચવ્યું તો શ્રી કેતને તેનો સહર્ષ સ્વીકાર કર્યો. આ વાત પછી થોડા જ વખતમાં તેમણે મને ફોન ઉપર એવો આગ્રહ કર્યો.
શ્રી કેતને ગઝલનું સ્વરૂપ અપનાવ્યું છે. શ્રી કેતનને મિત્ર અકાળે ગૂમાવ્યાનો જે આઘાત લાગ્યો છે તે ઠેસ, તેને કારણે વલોપાત અને તેમાંથી જે કંઇ નીપજયું છે તે એક ભાવક બની અવલોકીએ તો સારી એવી શક્યતાઓઊભી કરે તેવી રચનાઓ સહજ રીતે ઉપસી છે. કવિને જે કહેવું છે તે યથા-તથ કહેવાયું છે. કૃતિઓમાં જ્ઞાનનો દંભ નથી, સાદગી છે.
અને તે એકજ એવી બાબત છે જે ધ્યાનમાં રાખી શ્રી કેતનને આગળ વધવાનું મન થાય કે, તે વર્તમાન ગઝલ સાહિત્યના પરિચયમાં રહી, છંદ જાળવે, શબ્દ ભંડોળ ઊભું કરે તો ભવિષ્યે ગુજરાતને તેમની પાસેથી પણ ઠીક કહી શકાય તેવી ગઝલો સાંપડે તેવી શક્યતા છે.
પોતાના ભાવવિશ્વમાંથી વધુ ને વધુ સારી ગઝલો આપે તેવી કેતન પાસેથી અપેક્ષા રાખી, શુભેચ્છા આપવી જરૂરી છે. આ શુભેચ્છામાં સ્નેહની માત્રા વધુ છે. ફરીથી હાર્દિક શુભેચ્છા.
ભાસ્કર ભટ્ટ
મારું નિવેદન
એક મેડી પરની આંખોએ કેડીને વળાંક આપ્યો
તો ઝરૂખો
આખે આખો ઝૂકી પડ્યો
- મધુકાન્ત જોષી
પ્રથમ તો મારા માતા-પિતાને હું વંદન કરું છું કે જેઓએ મને લખવા માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું. મારા મોટા ભાઇ તેમજ બહેને પણ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે.
આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં જે લોકો મને મદદરૂપ થયા છે તેઓને હું આ પ્રસંગે કેમ ભૂલી શકું ? આ પુસ્તક પ્રસિદ્ધ કરવા રાજ ત્રીશુલ કન્સ્ટ્રકશનના માલિક શ્રી જયસિંહભાઇ પઢિયાર સાહેબ તેમજ સત્યજીવ ગેસ એજન્સીના માલિક શ્રી વિજયભાઇ તેમજ આ પુસ્તકમાં જાહેરાત આપી મને મદદરૂપ થનાર તેમજ
મને લખવા પ્રેરિત કરતી સંસ્થા ‘રચના પરિવાર’, મને માર્ગદર્શન આપનાર તેમજ મારો પરિચય લખનાર શ્રી મધુકાન્તભાઇ જોષી, મારા આ પુસ્તકનું સુંદર ટાઇપસેટિંગ કરી આપનાર મારા રાહબર સમા ડૉ. એસ. એસ.
મારા જે સ્વપ્ન સમા દિવસો વિત્યા તે કૉલેજ શ્રી જી.કે.એન્ડ સી.કે બોસમીયા આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ, મારા સર્વ કુટુંબીજનો, સ્નેહીઓ, સંબંધીઓનો હું હાર્દિક આભાર માનું છું.
- કેતન જી. મહેતા ‘અખંડ’
ક્રમ
૧. કોણ ?
૨. મીટાવા આવ્યો છું
૩. તકદીર
૪. મારી આંખો
૫. પથ્થર
૬. બની જશે
૭. ગમે છે
૮. વૃક્ષની તમન્ના
૯. રૂપાળા છો તમે
૧૦. રાહી છું
૧૧. બનાવી બેઠો
૧૨. વાત કરવી છે
૧૩. ન થઇ શકયો
૧૪. નથી હોતા
૧૫. ‘અખંડ’ એ હોતા નથી
૧૬. ભુલી જાઓ
૧૭. તારો સમય નથી
૧૮. રહેતા હતા
૧૯. શિકાયત અમારી છે
૨૦. હોય છે
૨૧. રાખી હતી
૨૨. પાગલ
૨૩. લૂંટાવતો રહું છું
૨૪. આંખો રડે છે મારી
૨૫. ઉઠાવી લેજે
૨૬. વળતો રહેજે
૨૭. ફરતા રહ્યા
૨૮. આગમન
૨૯. જિંદગી અકારી છે
૩૦. પીઠથી પીઠ અડેલી હતી
૩૧. સાંભળી
૩૨. મારું મૌત મસ્ત હશે
૩૩. ચાદર પણ નથી મળવાની
૩૪. ભાન થઇ જાય છે
૩૫. તકદીર
૩૬. એ જિંદગી છે
૩૭. આઘાત
૩૮. જીવ્યો છું
૩૯. પાલનહાર નથી મળતા
૪૦. તડફડાવું છું
૪૧. જીવવા નીકળ્યો હતો
૪૨. શરમાઇ જાય છે
૪૩. એ દોસ્ત
૪૪. મળી જો
૪૫. રહી ગયા
૪૬. દય થઇ ગયો છે
૪૭. ખોવાઇ ગયો
૪૮. જિંદગીની હકીકત
૪૯. સુંદરતાનું પ્રતીક છે તું
૫૦. મારી રચના
૫૧. સખી
૫૨. ખોયું ઘણું
૫૩. અરીસો
૫૪. સાથી...
૫૫. સૂરજ
૫૬. હકીકત
૫૭. ...રહે
૫૮. ...નથી
૫૯. રામ નામ સત્ય છે
૬૦. હિન્શા
૬૧. નીંદર
૬૨. બાળક
૬૩. શનીને...
૬૪. ક્રિષ્નની વાતો
૬૫. કોને કહું ?
૬૬. કેવી નથી
૬૭. ...રહ્યો છું
૬૮. ગુજરાત
૬૯. સ્ત્રી
૭૦. મૂકી ગયો
૭૧. ...છીએ
૭૨. લેશો
૭૩. સમજ
૭૪. “બા”
૭૫. વિદાય
૭૬. ગામડું
૭૭. ભાગ્ય
૭૮. મોંઘવારી
૭૯. ક્યાં જશો
૮૦. ...આવશે !
૮૧. જાય છે
૮૨. ...ને
૮૩. તો કહું.
૮૪. વીધવાની આંખમા
૮૫. તરશ
૮૬. સફર
૮૭. સાચી છે
૮૮. જોઇલે
૮૯. રહે
૯૦. હું શું કરૂં ?
૯૧. ફાવે તો કહું
૯૨. રાખી
૯૩. નથી પડતી
૯૪. ગઝલ
૯૫. પાંદડા
૯૬. જિંદગી
૯૭. ગઝલ ગણીત
૯૯. ના કરશો
૯૯. કોણ માનસે
૧૦૦. મળે
૧૦૧. ગયું !
૧૦૨. છે.
૧૦૩. પ્રેમ
કોણ ?
પ્રભાતે ઊઠી માતપિતાના ચરણ ર્સ્પશ કરવા,
ઇશ્વર સામે બે હાથ જોડીને નમન કરવા.
આ સંસ્કારનો સાગર છે એક રીતે પણ,
આ મારી જીવનનો આદર્શ છે કોણ ?
જીવનમાં પ્રેમને જ પરમેશ્વર માનવો,
સદા વડીલોનું સમ્માન જીવનમાં કરવું
જાણે મેં જીવનમાં લીધું હોય કોઇ પ્રણ,
એવો આ મારા જીવનનો આદર્શ છે કોણ ?
રાખના આ રમકડાનો મોહ ન રાખવો,
સદા પ્રકાશદેવો જીવનમાં જેમ પ્રકાશ આપે છે ભાણ,
નમે તે સૌને ગમે એવો નિશ્ચય કરાવે છે,
એવો આ મારા જીવનનો આદર્શ છે કોણ ?
આત્મા ને મસાણમાંથી માણસ બનાવો,
જિંદગીમાં શૂન્યમાંથી સર્જન કરતા શીખો.
જિંદગીની આંખે મીંચી આત્માની આંખો ખોલો,
એમ કહેનાર આ મારા જીવનનો આદર્શ છે કોણ ?
મીટાવા આવ્યો છું
તારા ચરણોમાં પ્રભુ શીશ ઝુકાવા આવ્યો છું,
ભક્ત ને ભગવાન વચ્ચેની પ્રીત નીભાવવા આવ્યો છું,.
હું રંક છું તારી સભામાં તમામ રાજાઓ વચ્ચે,
નથી કંઇ મિલકત એટલે હું આ દિલ લૂંટાવા આવ્યો છું.
પ્રભુ મારા શીશ પર હાથ સદા તારો રાખજે,
તારી રંગીન દુનિયામાં હું થોડું રંગાવા આવ્યો છું.
તારા આ સંસારમાં મને પૂરું રડવા પણ ન દીધો,
તારા હસીન અવસરમાં હું આંસુ વહાવવા આવ્યો છું.
એટલી મહેરબાની કરજે મારા ‘અખંડ’ મન પર પ્રભુ,
શરણ જો આપે તો અસ્તિત્વ મીટાવા આવ્યો છું.
તકદીર
એ ફૂલ સમુંં જીવતી હતી એ ફૂલ સમું હસતી હતી,
આંખો હતી ઉદાસ, પરંતુ મને એ કંઇક કહેતી હતી.
હર પળ તેના ચહેરા પર સાંજની સંધ્યા છલકતી હતી,
અને તેની આંખો કોઇના દર્શન માટે તરસતી હતી.
કેટલું હતું દર્દ દિલમાં પણ એ સદા હસતી રહી,
કોઇના પ્રેમની પ્યાસમાં દિનરાત એ ધગધગતી હતી.
‘તકદીર’ હતી છતાં તકદીર ના એ બદલી શકી,
એ જીવતી હતી છતાં દરરોજ એ મરતી હતી.
એ દોસ્ત હતી એ સાચી, એક હમદર્દ હતી તે સાચી,
એ લાગણીની વર્ષા બની હરપળમાં વરસતી હતી.
તકદીર ન જોઇ શક્યા ‘અખંડ’ એ જ આઘાત છે દિલે,
જે રોજ મળતી હતી એ આજ ચિતામાં બળતી હતી,
મારી આંખો
છે જાહજહાલી પણ મારી અહીં નવાબી નથી,
હજારો લડી છે જંગ પણ મારી કામિયાબી નથી.
મારું નસીબ લખાયું છે એવું, કે રડું છું વિરાનમાં,
છે ઉંઘ આંખોમાં પણ મારી આંખો ખ્વાબી નથી.
હસું છું, બોલું છું, બધા સાથે મીઠાશથી મહેફિલમાં,
છતાં સૌ કહે છે કે, હું જરા હાજરજવાબી નથી.
નિરસ છે જિંદગી છતાં ‘અખંડ’ છું આશાઓથી,
આસમાની મારી જિંદગી જરા પણ આફતાબી નથી.
મારા ડગમગતા કદમને સમજી બેઠા છે તે નશો,
કેમ સમજાવું મારે કે હું જરા પણ શરાબી નથી.
પથ્થર
આંખો પર થોડો ભાર આપી જુઓ, પથ્થર પણ રડતા હોય છે,
પોતાના જ નસીબને રાત્રિથી સવાર સુધી કોસતા હોય છે.
ગયા જન્મના કર્મો આ જન્મમાં ભોગવતા હોય છે,
પળ પળ પોતાની જાત સાથે આ લડતા હોય છે.
આપણે ઠુકરાવ્યો છે તેને રસ્તાનો રઝળતો પથ્થર કહી,
પરંતુ એ જ પથ્થર મંદિરોમાં દેવતા રૂપી પૂજાતા હોય છે.
નથી કંઇ પણ ફરિયાદ કરતા છતાં એ આપણી પાસે,
બાળકનું રમકડું બની ખુદની જાત ફેકાવતા હોય છે.
જુઓ તો નિર્જીવ બનીને પણ સજીવ એ હોય છે.
રાહ આપવા મુસાફરને કદમો નીચે પથરાતા હોય છે.
જિંદગી આખી લડતા રહે છે પોતાની જ જાત સાથે,
પળ પળ એ તૂટતા હોય છે છતાં ‘અખંડ’ એ રહેતા હોય છે.
છે બહું અકારું પરંતુ વરદાન સમજી સ્વીકારી લે છે નસીબ,
દિલને દિલમાં રડી બહાર ખુશીથી આ રખડતા હોય છે.
બની જશે
ખબર ન હતી કે ખુદા પણ રમત રમી જશે,
મારી આશાના મિનારા અહીં તુરબત બની જશે.
આ ચાર દિવસના જીવનમાં બે રોજ દુઃખ મળ્યા,
જાણ્યું નહીં દુઃખ બક્ષનાર મારી મુહબ્બત બની જશે.
હું કંગાળ છું પહેલેથી મને કંગાળ રહેવા દો દોસ્તો,
દિલ આપું તો આ દિલ મારું દૌલત બની જશે.
ફરી હાથ નથી ઉપાડવા મારે તો તારી સામે ખુદા,
હાથ જો ફરી જોડાશે તો એ તારી ઇબાદત બની જશે.
હું ચુપ એટલે છું કે મારે કોઇને કાંઇ કહેવું નથી,
પછી બોલું જો કંઇ ‘અખંડ’ તો એ શિકાયત બની જશે.
ગમે છે
મને મારા મૃત્યુના વિચાર પણ ગમે છે,
કે નફરત ગમે છે ને પ્યાર પણ ગમે છે.
જીવન તો મેં તલવારની ધાર પર રાખી દીધું છે,
કે મને ડગમગાવે એ આધાર પણ ગમે છે,
ભવરમાં ફસાઇને પણ આશા હું સાહિલની રાખું છું,
કે ભવરમાં રહી સાહિલના અણસાર પણ ગમે છે.
હું જિંદગીભર લડતો રહ્યો છું ખુદને ‘અખંડ’ રાખવા,
છતાં મને જીત ગમે છે, હાર પણ ગમે છે.
બસ હવે હું ‘અખંડ’ જિંદગીનો અંત કરવા માગું છું,
જો દફન મને કરે તો કબરનો ભાર પણ ગમે છે.
વૃક્ષની તમન્ના
હું પણ જીવ છું, મને પણ જીવવાની તમન્ના છે,
સદા ધરા પર ઘનઘોર થઇ રહેવાની તમન્ના છે.
ધરતીના આચલનું દૂૂધ પી હું વૃક્ષનો આકાર લઉં છું,
મને પર્યાવરણના પાવન ઝરણામાં રહેવાની તમન્ના છે.
રોજ, બરોજની ઠંડી-ગરમી સહી પણ હું ‘અખંડ’ રહું છું,
ખુદને મીટાવીને પણ માનવીને કંઇક દેવાની તમન્ના છે.
મારું અસ્તિત્વ ન મીટાવ માનવી, હું જીવ છું, કંઇ નિર્જીવ નથી;
જો તું મને મીટાવે નહીં તો તારા માટે દર્દ સહેવાની તમન્ના છે.
આજ મને ભલે ઉજાડી, ઉખાડીને તેં ફેકી દીધું ધરા પર,
પણ હજુ મારા મૃતદેહને કંઇક દેવા ને કહેવાની તમન્ના છે.
જિંદગી આખી એક જગા પર વિતાવી મેં એક જ વાત મહેસૂસ કરી,
કે હે માનવી તને લેવાની તમન્ના છે ને મને દેવાની તમન્ના છે.
રૂપાળા છો તમે
કેમ વર્ણવું મારે કે કેટલા રૂપાળા છો તમે,
મારા હ્ય્દયના દર્પણમાં સમાણા છો તમે.
તમારા રૂપથી ચંદ્રથી ચંદ્રમાઁ આકાશે નિખરી ગયો છે,
આકાશના ચંદ્રમાઁ પાછળ કદાચ છુપાણા છો તમે.
આ પૃથ્વી શું છે ? બસ એ તમારી તો આંખ છે.
જ્યાં મેં જોઇ સુંદરતા ત્યાં ત્યાં દેખાણા છો તમે.
કેશ ખુલે તો ઘટા ગગન પર થઇ ઉઠં પ્રિયે,
વિજળીના ચમકારે જોયું તો ઘટા પર છવાણા છો તમે.
‘અખંડ’ હું રૂપ જોઇ એનું, ખુદને ભૂલાવી બેઠો છું,
જે ભાન ભૂલાવી દે સૌને એવા રૂપાળા છો તમે.
રાહી છું
નથી કંઇ મંઝિલ મારી હું ભટકતો રાહી છું,
પળ પળ જિંદગીને મેળવવા હું મથતો રાહી છું.
ન રહ્યું કોઇ મારું જીવનમાં હું એકલો રહી ગયો,
મૃત્યુ ના પામી શક્યો ને જિંદગીથી સરકતો રાહી છું.
જે ચાંદ બની આસમાનમાં રહેવાના ખ્વાબ રાખતો,
તે આજ બની સિતારો અને આભમાં લટકતો રાહી છું.
કરે કોણ પરવા મારી જીવન હારી ગયા બાદ ‘અખંડ’
હું પળ પળ જીવી જિંદગી અને ખાખમાં મળતો રાહી છું.
બનાવી બેઠો
નફરતના ઓરડા મહીં હું મહોબ્બત સજાવી બેઠો,
કે અનમોલ મારા હ્યદયની હું કિંમત લગાવી બેઠો.
જ્યાં સ્થાન ના હતું પ્રેમનું એવા શહેરમાં જઇને,
હું હ્યદયની ત્યાં કોઇ ખંડિત મૂરત બનાવી બેઠો.
નિર્દોષ સ્મિતની પાછળ ઘણા દોષો છુપાયેલા હોય છે,
કે ફૂલ સમું સ્મિત સમજી હૈયે તેની સુરત વસાવી બેઠો.
ઘણી ઠોકરો બાદ ‘અખંડ’ હું સુરાલયમાં પહોંચ્યો છું,
કે કેફમાં ને કેફમાં હું મારી તુરબત બનાવી બેઠો.
વાત કરવી છે
રજા હોય જો આપની તો એક મુલાકાત કરવી છે,
તમારા સંગ મારે પ્રણયની એક વાત કરવી છે.
ઘડીભર પાસમાં જો બેસ તો બતલાવું કે પ્રેમ શું છે,
વિતાવી રાત વિરહની અને મિલનની પ્રભાત કરવી છે.
ઉતારી ચાંદ આભથી, એ તારી માંગમાં સજાવી દઉં,
મારે ચળકતા તારલાઓને તારી સૌગાત કરવી છે.
આંખોના રસ્તેથી તમે મારા દિલને મંઝિલ કરી છે,
દિલ ના કદી ભુલાવી શકે મારે તેને એવી યાદ કરવી છે.
તરસતી આંખોને ‘અખંડ’ હજુ ઇન્તજાર છે તમારો,
એક વેળા જો આવો અહીં કે મારે પ્રણયની વાત કરવી છે.
ન થઇ શક્યો
મારો એક સવાલ, સવાલ ન થઇ શક્યો,
તેનો એક જવાબ, જવાબ ન થઇ શક્યો.
ફીઝાનો હાથ પામ્યા બાદ તો જીવનમાં,
હું ફરી ખીલી અને ગુલાબ ન થઇ શક્યો.
તમે એટલે જ કહો છો ને કે મારામાં એ કશીશ નથી,
હું જાણું છું કે હું તમારી આંખનું ખ્વાબ ન થઇ શકયો.
હું દૌલત લૂંટાવતો ગયો બેપનાહ શરાબ પાછળ,
કે ફકીરી હાલ બાદ ફરી હું નવાબ ન થઇ શકયો.
એ દોસ્ત દુનિયામાં હું ‘અખંડ’ બનવા આવ્યો હતો,
દિલ તોડી ગયું કોઇ અને હું અખંડ ખિતાબ ન થઇ શકયો.
શે’ર સંભળાવ્યા સૌએ ને વાહ વાહ મેળવી મહેફિલમાં,
પરંતુ મારો જ શે’ર અહીં જરા લાજવાબ ન થઇ શકયો.
નથી હોતા
અમુક દાહ દિલના કોઇને દેખાણા નથી હોતા,
જયાં કેફ દેખાય છે એ બધા મયખાના નથી હોતા.
અમુક દર્દ હોય છે એવા જે સ્મિત થઇ રહેતા હોય છે,
દરેક દર્દ જિંદગીના કંઇ દિલમાં છુપાણા નથી હોતા.
વસ્યો હશે કદાચ તેના એકાદ અંશમાં ઇશ્વર,
કારણ વગર આ દુનિયામાં પાણા પૂજાણા નથી હોતા.
વહે છે રકત બનીને એ નસેનસમાં એવી રીતે,
ઘણા રૂપ એવા છે ઇશ્વરના જે દેખાણા નથી હોતા.
મરે છે દેહ, આત્મા કદી યે મરતો નથી ‘અખંડ’,
બદલે છે એ માળખા એટલે જ આત્માના ઠેકાણા નથી હોત.
‘અખંડ’ એ હોતા નથી
સરકતા હોય છે આંસુ અને હોઠ તરસતા હોય છે,
જે ઘટા બની છવાઇ ગયા એ વાદળ વરસતા હોય છે.
ઘણા દર્દ દિલના ઘણા દુનિયાને દેખાવા નથી દેતા,
દિલે વસતા હોય છે દર્દ ને તે મજબૂર થઇ હસતા હોય છે.
રહે છે એવી રીતે એ કે એ સંસારમાં ઘણા સુખી છે,
પરંતુ એકાંતના સમયમાં તેની આંખે છલકતા હોય છે.
જે મૌન સંગ કરે છે પ્રીત એ કંઇ પણ કદી કહી શકતા નથી,
એ બસ આસમાની તારલા માફક દૂરથી ચળકતા હોય છે.
આવા લોકો ખુદને કહેતા ફરે છે ‘અખંડ’ દુનિયામાં,
અખંડ એ હોતા નથી નજદીકથી જુઓ તો એ ખખડતા હોય છે.
ભુલી જાઓ
મળતા રહ્યા જે દર્દ હવે તે વિષયને ભૂલી જાઓ,
જે દિલમાં ભય જગતનો છે એ ભયને ભૂલી જાઓ.
આજ મળ્યા છો ભાગ્યે જ તો આવો પ્રણયની વાતો કરીએ,
કે છુટા પડ્યા હતા આપણે હવે એ સમયને ભૂલી જાઓ.
વિરહનું કાળું વાદળ હટયું અને પ્રીતની પુનમ સામે દેખાણી,
આવો મળી આ વેળાએ પરંતુ અમાસના ઉદયને ભૂલી જાઓ.
આકાશ ઉભેલું જોઇને ધરતીના ધબકાર વધ્યા છે,
પ્રણયની વાત સમજાશે પહેલા પ્રલયને ભૂલી જાઓ.
શું ખબર કે આવતા જન્મમાં આપણે મળીશું કે નહીં મળીએ,
મળ્યા છો આ જન્મમાં તો પછી આવતા ભવને ભૂલી જાઓ,
ઘણું અકારું છે આ દર્દ દિલનું દિલથી એ ભૂલી જવું,
બેઠા છો શું દૂર, દર્દને મારી નજદીક થઇને ભૂલી જાઓ.
મળી છે પ્રેમમાં હાર તો પછી એ પણ સ્વીકારી લો ને ‘અખંડ’,
સ્વીકારી હાર પ્રેમની અને હવે જૂઠા વિજયને ભૂલી જાઓ.
તારો સમય નથી
હું જીવું છું જિંદગી પણ જિંદગીને મારી સંગ પ્રણય નથી,
છે ધડકનનો ભાસ પરંતુ લાગે છે શરીરમાં હ્ય્દય નથી.
જીવનની રાહ પર ચાલતા ચાલતા સંઘર્ષ પણ હું કર્યે જાઉં છું,
પરંતુ જુઓ નસીબ હજુ એક પણ વખત મારો વિજય નથી.
મળે છે દર્દ ઘણા પરંતુ એ દર્દની મને પરવા નથી,
એમ સમજી લો કે નિર્ભય છું એટલે મને કોઇનો ભય નથી.
મને રાહમાં છોડી જાઓ છો પરંતુ જરા મારી વાત તો સાંભળો,
આ તો જિંદગી સામે દિલ તૂટ્યું છે, આખર કોઇ પ્રલય નથી.
જિંદગીથી હું થાક્યો હતો એટલે જ તો મેં મૃત્યુને આવકાર્યું,
પરંતુ જુઓ ‘અખંડ’ મૃત્યુએ કહી દીધું કે હજુ તારો સમય નથી.
રહેતા હતા
જુઓ તકદીર કે અમે પાસે રહીને પણ છેટા હતા,
છતાં અમે બન્ને પરસ્પર સુખ-દુઃખ લેતા-દેતા હતા.
કદી કોઇ વાત પર જો ખોટું બન્નેને લાગી જતું,
તો નિરાંતે બેસી અમે તેનું કારણ એક બીજાને કહેતા હતા.
હતી મસ્ત સાંજ અને શું એ ઢળતા સૂર્યનું દ્રૃશ્ય હતુ,
કે અમે એક સાંજ જ્યારે પીપળના ઝાડને ટેકે બેઠા હતા.
અમે પ્રેમની મીઠી વાતો કરતા હતા જ્યારે પણ ચમનમાં,
એ સમયે હવાઓના હળવા-હળવા ઝોકાઓ વહેતા હતા.
હું જિંદગી તેની હતો અને એ મારી જિંદગી હતા,
હું તકદીર હતો તેમની અને તે મારા હાથોની રેખા હતા.
પરંતુ વિયોગના વંટોળમાં ફસાઇ બાદમાં માલૂમ થયું,
કે અરે ‘અખંડ’ તમે તો એક પથ્થરના દિલમાં રહેતા હતા.
શિકાયત અમારી છે
જરા પૂછો તો ખરા કે કેવી તબિયત અમારી છે,
મારી બે-ચાર શ્વાસ બસ વસિયત અમારી છે.
ફકીરીહાલ હતો જિંદગીભર એનો તો ગમ નથી,
કારણ કે મારી રચના જ મિલ્કત અમારી છે.
ભલે ને ના મળે માન મને આ તારી મહેફિલમાં
પણ થાશે નહીં અપમાન એવી હેસિયત અમારી છે.
એ અહ્મ નથી મારો પરંતુ એ ખાત્રી છે મને,
હું ધારું તે થશે કારણ હાથમાં કિસ્મત અમારી છે.
મરણની બાદ શું થશે ? એની એ ફિકર નથી મને,
એ ઇશ્વરના દરબારમાં તો અદાલત અમારી છે.
મને સંભાળ ના એ દોસ્ત આમ જ લથડવા દે મને,
નશો કરી અને રાહમાં ભટકવાની આદત અમારી છે.
હું ભટકી ગયો તો એનું પણ કારણ એટલું હતું, ‘અખંડ’,
કે કોઇએ ના પ્રેમથી પૂછ્યું કે શું શિકાયત અમારી છે.
હોય છે
હ્યદયમાં તોફાન હોય છે ત્યારે ઉછળતા અરમાન હોય છે,
હોય છે તેને ભાન છતાં એ કેફમાં રહી બેભાન હોય છે.
કહી શકતા નથી અને એ રહી શકતા પણ નથી એ સમયે,
પોતાના જ આંગણમાં રહી તે પળના મહેમાન હોય છે.
હોય છે તે એવી રાહ પર જ્યાં કોઇ પણ મંઝિલ નથી,
અનોખી શાન હોય છે પરંતુ જીવન તો વિરાન હોય છે.
અહંકાના ખોળે બેસી તે ખુદને મહાન માનતા હોય છે.
કે જાણતા હોય છે બધું છતાં એ વાતથી અંજાન હોય છે.
ઠુકરાવી દે છે આવી વ્યક્તિને જીવન પણ પળમાં ‘અખંડ’,
લાગે છે મળ્યું છે ઘર પરંતુ તે ભટકતા સ્મશાન હોય છે.
રાખી હતી
દરેક આશ દિલની અમે દિલમાં જ સદા રાખી હતી,
પૂછો જરા આ દુનિયાને કે અમે કેવી દશા રાખી હતી.
છતાં કોઇ દિવસ દર્દ દિલનું દુનિયાને દેખાવા દીધું નથી,
કે મુફલિસીમાં પણ અમે અમીરીની અદા રાખી હતી.
સ્વાર્થની આ દુનિયામાં હું લાગણી લઇ જીવતો હતો,
એમ તો દુશ્મનો માટે પણ થોડી દિલમાં જગા રાખી હતી.
કહે છે કોણ કે હું તારી સભામાં આવી ખુશ નથી,
ઉદાસ જીવન હતું છતાં અમે થોડી તો મજા રાખી હતી.
હું ઉદાસ જો રહું છું પણ એ તો મારી આદત છે દોસ્ત,
પરંતુ મેં મારા દિલમાં સૌ માટે થોડી દુઆ રાખી હતી.
હું મર્યો છું તો શું થયું મારી રૂહ હજુ એ વાત કહે છે,
કે મેં મારી ‘અખંડ’ જિંદગી મારાથી જ ખફા રાખી હતી.
પાગલ
નથી હોતો હોંશમાં છતાં એ નિર્દોષ હોય છે પાગલ.
પોતાની દુનિયામાં સદા મદહોશ હોય છે પાગલ.
આ દુનિયાથી દૂર રહી તે પોતાની દુનિયામાં રહે છે,
હોંશમાં રહીને પણ એ બેહોશ હોય છે પાગલ.
હસે છે દુનિયા તેના પર અને તે દુનિયા પર હસે છે,
માનવ પર ચડેલો ઇશ્વરનો એ રોષ હોય છે પાગલ.
ચમનથી દૂર હોય છે છતાં એ સુમન બની રહેતા હોય છે.
દુનિયામાં કોઇનો નહિ તે ઇશ્વરનો દોસ્ત હોય છે પાગલ.
નથી ભાન તેને રાત અને દિવસનું એ રખડતો જ રહે છે,
અંધાર હોય છે અંદર શૂન્યમાં અસ્ત હોય છે પાગલ.
જીવનના કેફમાં રહી અને તે કંઇક ને કંઇક બબડતા હોય છે,
પોતાની જ દુનિયામાં એ મદમસ્ત હોય છે પાગલ.
ચાલ ‘અખંડ’ આપણેય વસી જઇએ એ પાગલની દુનિયામાં,
કે ભૂલી દર્દ દુનિયાનું અને મદહોશ હોય છે પાગલ.
લૂંટાવતો રહું છું
દુઃખ ગળે લગાવી મુસ્કાન લૂંટાવતો રહું છું,
નિરસ મારા હ્ય્દયના અરમાન લૂંટાવતો રહું છું.
મળે છે જે પળભર માટે તેને પણ હું દોસ્ત કહું છું,
કે જાન દુશ્મનો પર અને દોસ્તો પર ઇમાન લૂંટાવતો રહું છું.
નથી સ્થિર હું કોઇ જગા પર સદા હું ફરતો જ રહું છું,
કે દિલ લૂંટાવતો રહું છું ને મારું સ્થાન લુંટાવતો રહું છું.
નિર્ધન છું જીવનમાં ને ફક્ત દિલની જ દૌલત છે,
અપમાન અપનાવી અને માન લૂંટાવતો રહું છું.
‘અખંડ’ હું મરીને પણ ત્યાગની ભાવના રાખું છું,
કે મૃત્યુ બાદ સ્મશાન પર વિરાન લૂંટાવતો રહું છું.
આંખો રડે છે મારી
હોઠો પર છે મુસ્કાન પણ આંખો રડે છે મારી,
નથી નશો છતાં દિલની ધડકન લડખડે છે મારી.
ખુદાએ ઠુકરાવ્યા બાદ આ જગત ક્યાંથી અપનાવે,
કે અમર મૃત્યુ સામે નાદાન જિંદગી લડે છે મારી.
છે એક સાથી એ પણ વિરહની વેદના મને આપે છે,
લાગે છે મને એવું કે ત્યાં પણ કિસ્મત નડે છે મારી.
મેં અપનાવ્યા બધાને પણ મને જ ઠોકરો મળી ત્યાંથી,
બસ એ જ વિચારે જિંદગી તૂટી પડે છે મારી.
‘અખંડ’ જગતમાં હું જ એક શું ભાગ્ય લઇ આવ્યો છું ?
કે રખડે છે હજુ આત્મા અને લાશ પળપળ સડે છે મારી.
ઉઠાવી લેજે
ઝુકતો નહીં જિંદગીથી પરંતુ જિંદગીને ઝુકાવી દેજે,
યાદ કરે સૌ એક વાર એવી જિંદગીને સજાવી દેજે.
સત્યની રાહ પર ચાલે છે તો કટકો તો તને વાગશે જ,
કે સત્યના રાહ પર મળેલા ઘાવ તું ભૂલાવી દેજે.
ઠોકરો મળી છે ત્યાંથી પણ એ ઇશ્વરથી મટી નથી જવાનો,
ઠુકરાવે ભલે એ તુજને પણ તું પથ્થરને ઇશ બનાવી લેજે.
અહીં દિલબર તો શું મૌત પણ બેવફાઇ કરી જશે,
કે ગમ દિલમાં વસાવીને તું તારી જાતને મીટાવી દેજે.
મારા પર આટલા ક્રોધ પછી જો તું ઇશ્વર શાંત થયો હોય,
‘અખંડ’ મારી પ્રાર્થના એ જ છે કે આ જગથી ઊઠાવી લેજે.
વળતો રહેજે
સંસાર રૂપી સાગરમાં આંખો બંધ કરી તરતો રહેજે,
નથી કર્યાં તેં જે ગુન્હા તેની સજા તું ભરતો રહેજે.
જગત તો છે આંધળું આંખો બંધ કરીને તે ચાલે છે,
કે તું નસીબની ઠોકરો ખાઇને પણ સંભળતો રહેજે.
અહીંયાં કોઇ કોઇનું નથી બધા સ્વાર્થના સાથી છે,
પરંતુ એ મન મારા તું સૌને પ્રેમ કરતો રહેજે.
હોઠો પર પ્યાસ હશે અને રાહમાં ફકત મૃગજળ મળશે,
કે તું પણ મૃગજળ માફક જગત માંહે સદા મરતો રહેજે.
આંખોથી એ જ ઓઝલ થયા જે મુજ આંખોની જ્યોત હતા,
કે કોઇ વાર મારી યાદ આવે તો સ્વપ્નમાં તેને મળતો રહેજે.
બસ અહીંથી હું ‘અખંડ’ થઇ થાક્યો છું મારી જિંદગીથી,
જગત ના કહે તો પણ મન મારા તું રાહમાં વળતો રહેજે.
ફરતા રહ્યા
બસ અમે સદા એક ને એક જગા પર બેઠા રહ્યા.
એટલે જ તો અમે અમારી કિસ્મતથી છેટા રહ્યા.
કોઇ હાથતાળી દઇને સરી ગયું મારી પાસેથી પળમાં,
અને અમે અમારા દર્દની કહાણી સૌને કહેતા રહ્યા.
કોઇ દે છે દિલાસો તો એ પણ દિલના દાહ જેવો લાગે છે,
દર્દ છુપાવવા દિલનું અમે વદનને મુસ્કાન દેતા રહ્યા.
અમારા શોખને ખાતર અમે સમંદરની સૈર કરવા ગયા,
પરંતુ ડૂબી જઇ ભવરમાં એક લાશ થઇ વહેતા રહ્યા.
સમજતા રહ્યા સૌ એ વાત કે મને મુક્તિ મળી ગઇ છે,
અને અમે તો વિરાન રાતોમાં ‘અખંડ’ બની ફરતા રહ્યા.
આગમન
ઝુલ્ફ તેની વિખરાયેલી હશે, આંખ તેની શરમાયેલી હશે,
એ આગમન તેનું હશે અને રાહમાં કળીઓ પથરાયેલી હશે.
મહેંદી પણ એમના કદમ પર ખુશ્બુ તેની લૂંટાવતી હશે.
ફીઝાઓમાં પણ તેના આગમનની રંગત છવાયેલી હશે.
સ્મિત એમનું છલકતું હસે શરાબ બની તેના રૂખસારથી,
અને આંખો તેમની મારા ઇન્તઝારની પ્યાસમાં છલકાયેલી હશે.
કુદરતની એ સુંદરતા સૌ કોઇ નિહાળતા રહેશે પળભર માટે,
કારણ કે એ મારા જીવનથી વહાલી બંધનમાં બંધાયેલી હશે.
મૃત્યુ તેને લઇ જઇ નહીં શકે કારણ તે ત્યારે પણ મારી યાદમાં હશે.
‘અખંડ’ એમના આગમનની યાદ દિલમાં ત્યારે પણ છુપાયેલી હશે.
જિંદગી અકારી છે
સિતારાની વાત છે છતાં પણ આ કેમ મને બેકરારી છે,
લાગે છે એવું કે મારા દિલે ફરી એ પ્રીતને વિચારી છે.
બીજું કંઇ નથી એટલે કદાચ હું આ જિંદગી તેને નામ કરું,
પરંતુ જુઓ તકદીર કે આ જિંદગી પણ મારી ઉધારી છે.
સૂરજથી હું દૂર છું, એટલે જ કે મને ઉજાસનો ડર છે.
કારણ કે મેં તો જીવનમાં વિરાન રાતો જ સ્વીકારી છે.
સાકીના મયખાને મને લઇ જા, મયખાર ખાલી થઇ જશે,
જરાથી પૂરી ના થશે, આ સાગર જેટલી તરસ અમારી છે.
મારા દિલમાં કોઇ બીજું રહે છે એ ફકત વહેમ તમારો છે,
જરા આવી તું દિલે ઝાંકી જુવે તો ત્યાં તસવીર તમારી છે.
પ્રેમની પ્યાસમાં હું દર્દની પ્યાલીને પી ગયો હતો,
જ્યારથી પીધી આ પ્યાલી ત્યારથી જિંદગી અકારી છે.
દિલે લાગણી હશે મારા પ્રત્યે એટલે જ તો તમે આવ્યા છો,
પરંતુ કબર કરતા પણ ‘અખંડ’ એમના આ આસું ભારી છે.
પીઠથી પીઠ અડેલી હતી
ઉદાસ જીવનની રાહ પર અમને પણ ખુશી મળેલી હતી,
કે જેની સાથે પળ-બે-પળ મેં પણ પ્રીત કરેલી હતી,
ઝુલ્ફ તેની લહેરાતી હતી અને આંખો તેની શરમાતી હતી,
તોયે એ શર્મીલી આંખોમાં તસવીર તો મારી વસેલી હતી.
અમે પણ મળતા હતા વનમાં - ઉપવનમાં ને કલાકો સુધી બેસતા,
અને ત્યાંની પતઝડમાં અમે બન્નેએ મળી રંગત ભરેલી હતી.
એ સમયે હ્ય્દય સાથે હ્ય્દય અને નજર-નજરથી મળેલી હતી,
અને મારા હાથોમાં એમની એ કોમળ હથેળી હતી.
એમનું પણ સ્મિત છલકાતું હતું એ કુદરતની આંંખોથી,
જાણે કે ઇશ્વરે એમને એકને જ રૂપની થાળી ધરેલી હતી.
ત્યારે પછીના હાલ એવા હતા કે હું પાસે રહી તેનાથી દૂર હતો,
અમે હતા મહેફિલમાં સામસામા પણ આંખો બન્નેની ફરેલી હતી.
છતાં એ કિસ્મત મારું છે ‘અખંડ’ કે હજુ હું એમના હ્ય્દયમાં છું,
કે ચહેરા એમ બન્નેના ફરેલા હતા, છતાં પીઠથી પીઠ અડેલી હતી.
સાંભળી
કોઇ યાદ ફરી મને આવી ગયું, આ દિલની ધડકન સાંભળી,
કોઇ જીવન ફરી મહેકાવી ગયું, કોઇ વાત મનોમન સાંભળી.
આવે છે મહેક એ મૌસમની તો લાગે છે તમે નજીકમાં જ છો,
ગઝલ લખાણી મુજ દિલ પર, કોઇ પાયલની છમછમ સાંભળી.
તમે છો બાગનું સાવન અને તેમ જ છો ફૂલોની વસંત,
મારી કલમની સીહાઇ છલકાણી, સાવનની રૂમઝુમ સાંભળી.
પવનની સાથમાં પૈગામ એણે આપ્યો લાગેછે એ મને,
એટલે જ તો એ સાંભરે છે, કોઇ પ્રેમીઓની અનબન સાંભળી.
તરસ છે એમના દરશની તો ખોટી જીદ શું કામ કરે છે ‘અખંડ’,
જો ભમરો છે તું તો ફૂલ એ ખુશ થઇ જશે તારી ગુનગુન સાંભળી.
મારું મૌત મસ્ત હશે
સૂરજ પણ અસ્ત હશે ચાંદ તારા પણ અસ્ત હશે,
સ્મશાની શાંતિ હશે જગતમાં અને અમાવશી રાત્રિનો વક્ત હશે.
મોર આત્મા છોડશે મારા દેહને એવો તે સખ્ત થઇ,
કે મારા જીવનથી પણ પળભરનું મારું મૌત મસ્ત હશે,
મારે જે કહેવું છે તને, તે જરા સમજ તું એ દોસ્ત,
વાત અધૂરી રહી જશે ને હૈયે હમદમનો હસ્ત હશે.
જીવનમાં આઝાદ રહ્યો છું એટલે બંધન નહીં સહી શકું,
જ્યારે સૌ મારી લાશ બાંધશે ત્યારે હોઠોપર મારા રક્ત હશે.
ચિતા પર સુવડાવશે મને અને પળભરમાં હું રાખ બનીશ,
પછી રાખ મારું તિલક અને મારી અસ્થિ આત્માનો તખ્ત હશે.
યાદ સૌને હું આવીશ પળભર જ્યારે કામમાં સૌ વ્યસ્ત હશે,
મારા જીવનથી પણ પળભરનું ‘અખંડ’ મારું મૌત મસ્ત હશે.
ચાદર પણ નથી મળવાની
ગમોના ગુલશનમાં એ દોસ્ત મહોબ્બત નથી ખીલવાની,
હશે વર્ષાઋતુ પણ દિલની મહોબ્બત છે જલવાની,
તું હાથમાં રાખવા માગે છે પણ નસીબ ક્યાં હાથમાં રહ્યું છે,
જવાનીનું નામ જ જવાની છે એ તો એકવાર ચાલી જવાની.
દરેકના મુકદરમાં તો નથી લખ્યો હોતો પ્રેમ એ દોસ્તો,
સમંદરમાં પણ મોજ આવે છે લહેર જો ઉઠે જરા હવાની.
મળી જા ખાખમાં એ દોસ્ત નથી આ દુનિયામાં જીવવા જેવું,
કે તને થઇ છે એ બીમારી જેને અસર પણ નથી દવાની.
અરે ‘અખંડ’ નથી સુરક્ષિત અહીં કબ્ર સિવાય કોઇ સ્થાન બીજું,
કે મોંઘાઇનો જમાનો છે, કફનના રૂપે ચાદર પણ નથી મળવાની.
ભાન થઇ જાય છે
જ્યારે વધુ લાગણીથી કોઇના દિલમાં સ્થાન થઇ જાય છે,
ત્યારે સ્મિત હોય છે હોઠો પર પણ દિલ વિરાન થઇ જાય છે.
ખબર પણ રહેતી નથી આ દશામાં જ્યારે હોય છે દિલ,
કે દુશ્મન પણ આવી ત્યારે પળના મહેમાન થઇ જાય છે.
શું સ્થાન મળે પછી આ જગતમાં એ માનવીને,
કે જેનું ખુદાના દરબારમાં પણ અપમાન થઇ જાય છે.
હું દુઃખોના સમંદરમાં ડુબવા કરું છું પણ ડુબતો નથી,
હરતી-ફરતી લાશ થઇ જાઉં છું, જ્યારે આત્મા બેભાન થઇ જાય છે.
એ ખુદા ના આપતો એટલી પણ બુલંદી કોઇ માનવીને,
કે જે માનવીને જરા બુલંદીથી પણ અભિમાન થઇ જાય છે.
પ્રણય સૌને મળ્યો છે પણ વફા કોઇને આવડતી નથી,
કે પ્રણયમાં સ્વાર્થ પૂરતો જ અહીં એ જાન થઇ જાય છે.
પહેલા તો સૌને સારી લાગે છે તારી દીધેલી આ દુનિયા,
પણ જન્મ લઇ ધરા પર આનું સૌૈને ભાન થઇ જાય છે.
પળભરની છે આ દુનિયા, તમે પણ જોઇ લેજો ‘અખંડ’
કે ઘડીભરના સ્વાર્થ પછી ઘરના પણ શયતાન થઇ જાય છે.
તકદીર
કદી અંધારા તો કદી તેમાં અજવાળા છે,
તકદીરના પણ ખેલ કેવા નિરાળા છે.
એક પળ લાગે છે એ શીતળ ચાંદની જેવા,
તો એક પળ ધગધગતા તેમાં ઉનાળા છે.
સુલઝાવવા મથું છું, એટલો જ ઉલઝતો જાઉં છું,
સમજાતા નથી તકદીરના કેવા સરવાળા છે.
તકદીરના રૂપે એક પળ તકદીર જોઇ હતી,
આજ હવે એ દિવસો પર ફકત રંગ કાળા છે.
‘અખંડ’ તકદીર બીજું કંઇ નથી આટલો જ ભેદ છે,
કે જિંદગી પર વિધાતાના કરેલા એ ચેનચાળા છે.
એ જિંદગી છે
જિંદગી દર્દમાં ડુબાવો તો એ જિંદગી છે,
ખુદને જિંદગી પર હસાવો તો એ જિંદગી છે.
અમથા તો છલકાતો જામ જ છે જિંદગી,
જામ જિંદગીનો દર્દથી છલકાવો તો એ જિંદગી છે.
નથી એ જિંદગી જે જિંદગીમાં દર્દ નથી,
આંસુ હજાર છે પણ આંખો છલકાવતી નથી.
દર્દને બનાવી લો કફન આ ‘અખંડ’ જિંદગી માટે,
જિંદગીને દર્દનું કફન ચઢાવો તો એ જિંદગી છે.
આમ જુઓ તો ઝાંઝવા જેવા લાગે છે જિંદગી,
દિલને કોઇ પર લૂંટાવી દેતી હોય છે જિંદગી.
અનંત આ જિંદગીનો પણ પળભરનો અંત છે,
જિંદગીમાં કોઇની પ્રીત વસાવો તો એ જિંદગી છે.
નફરત બધે મળે છે કોઇની ઇનાયત નથી મળતી,
ખુદા મળી જાય તો દિલની ઇબાદત નથી મળતી.
મળતી રહે છે જિંદગીમાં ઠોકર દરેક પંથ પર,
દિલને એ ઠોકરો લગાવો તો એ જિંદગી છે.
આઘાત
ઉંઘ નથી આંખમાં આજની રાત,
લાગે છે મ્હારા સ્વપ્નને તારી છે વાટ.
આજની આ ખુશી કોની સમ વ્યકત કરું,
આવ જરા તો કરીએ થોડી ઘણી વાત.
તારો એ ઉદાસ ચહેરો હજુ યાદ છે,
ને યાદ છે તારી સાથેની એ મુલાકાત.
અહીં સૌ થોડા ઘણા મજબૂર છે જીવનથી,
સૌની તકદીર સૌને દઇ ગઇ છે માત.
અરે ઓ દુનિયા હું તેમાં હવે હાજર નથી,
ખાલી એ માળખાને તું મન પડે ત્યાં દાટ.
તૂટી ગયો છું છતાં પ્રતિબિંબ મારું છે ‘અખંડ’
કેવો દિલે રહી ગયો છે આવો આ આઘાત.
જીવ્યો છું
જીવન તો ખડગની ધાર જેમ જીવ્યો છું,
કોઇની ગોઝારી એક કટાર જેમ જીવ્યો છું.
નથી જીવ્યો હું ફકત કોઇના પ્રેમમાં જિંદગી,
બાકી તો કવિઓના વિચાર જેમ જીવ્યો છું.
કિસ્મત અજમાવવા ગયો હતો હું પ્રેમમાં,
અને કિસ્મત પર છોડી જિંદગી અણસાર જેમ જીવ્યો છું.
રૂપ વસાવવા ગયો હું આ હ્ય્દયના દર્પણમાં,
ને યાદ ના રહ્યું કે હું એક દરાર જેમ જીવ્યો છું.
જિંદગીમાં ભલે મને કોઇ ચાહે કે ના ચાહે,
પણ હું તો સદા સૌના દિલના પ્યાર જેમ જીવ્યો છું.
મને ગમ નથી જો દુશ્મનો મને ધિક્કારતા હોય,
હું તો દુશ્મનો સાથે પણ યાર જેમ જીવ્યો છું.
આ ગમોના તોફાનથી અસ્તિત્વ ફકત ડગમગશે મારું,
કારણ કે હું તો સદા ‘અખંડ’ કોઇ આધાર જેમ જીવ્યો છું.
જિંદગીના સાઝની શું આશા રાખવી મારે ?
જ્યારે હું તો ફકત મૃત્યુની સિતાર જેમ જીવ્યો છું.
પાલનહાર નથી મળતા
ડગમગતી માનવતાને હવે કંઇ આધાર નથી મળતા,
આજના કોઇ માનવી સાથે કંઇ વિચાર નથી મળતા.
કળજુગ આવ્યો છે, દુનિયા માટે આજ ખરેખર એેવો કે,
મૃત્યુનો બધે ખૌફ છે, જીવનના અણસાર નથી મળતા.
માનવી થયો છે એટલો નીચ કે તેને કોઇની પણ કદર નથી,
મળે છે શયતાન ગલી એ ગલી પણ દાતાર નથી મળતા.
આ દુનિયા આખી દોરી જાય છે એક એવા પ્રલય તરફ,
જ્યાં ભટકતા બધા મળે છે રાહ બતાવનાર નથી મળતા.
ફિકર કોઇને કોઇની નથી, સૌ સ્વાર્થમાંજ જીવે છે,
સાકી હજાર મળે છે પણ કોઇ પીનાર નથી મળતા.
ઇશ્વર પણ મુંઝાયો છે આજ આ માનવી બનાવી,
ઠોકર મારનાર ઘણા છે, ઇશ્વર પૂજનાર નથી મળતા,
જીવે છે બધા હવે કળજુગના હાથ નીચે પળ - પળ,
માનવને જન્મ આપી હવે અહીં પાલનહાર નથી મળતા.
તડફડાવું છું
મારું નસીબ હું ખુદ બનાવી ખુદ બગાડું છું,
આત્મા કબરે હ્ય્દયમાં સુવરાવી ખુદ જગાડું છું.
નથી કયાંય સ્થાન મળતું જરા પણ અમર થવાનું,
એટલે જ હ્યદયને સંસારની ઠેસ બધે વગાડું છું.
આમ તો મારા પણ આંસુ વહે છે ઝાંઝવા માફક,
પરંતુ તમારી ચાહતમાં હું આ આંસુ છુપાવું છું.
જાણ્યું નથી સંસાર હજુ ‘અખંડ’ ની અખંડતા,
એટલે ખુદની જાત બધાની નજરમાં પાડું છું.
આમ તો અમે પણ હસ્યા છીએ રોનકે મહેફિલમાં,
એટલે ખુદની જાત બધાની નજરમાં પાડું છું.
આમ તો અમે પણ હસ્યા છીએ રોનકે મહેફિલમાં,
હવે ખુદને એકલતામાં નસીબ પર રડાવું છું.
એ સાકી તારા મયખાનાની મયે પણ અસર ન કરી,
હવે ગમોના જામ પી ખુદને લડખડાવું છું.
એટલું તડપ્યા પછી પણ શાંતિ નથી હ્ય્દયને,
એટલે તો કોઇની યાદમાં હું તેને તડફડાવું છું.
જીવવા નીખળ્યો હતો
વ્યર્થ આ દુનિયા મહીં હું આમ જ જીવવા નીકળ્યો હતો,
બની પ્રેમ હું સૌના હૈયામાં રહેવા નીકળ્યો હતો.
પરંતુ અહીં એ વાત જરા પણ મને યાદ ના રહી,
કે નફરતની દુનિયા મહીં હું પ્રેમ કરવા નીકળ્યો હતો.
રક્તની નદીઓ વહે છે હવે અહીં ચારેય દિશામાં,
અને હું જીવનનાવમાં બેસી અહીં વહેવા નીકળ્યો હતો.
જ્યાં પળ પળ થતી રહે છે હિંસા ત્યાં ખુદા કેમ આવે,
અને હું મનમાં શ્રદ્ધા રાખી ખુદા ગોતવા નીકળ્યો હતો.
પરંતુ ઠેસ કિસ્મતની લાગ્યા બાદ માલુમ એ થયું,
કે ‘અખંડ’ તું ખોટી જ દુનિયામાં જીવવા નીકળ્યો હતો.
શરમાઇ જાય છે
કણ કણ મહીં ભેગા કરેલ મુજ સ્વપ્ન વિખરાઇ જાય છે,
અહીં મુજ જીવન, મુજ પ્રતિબિંબ જોઇને શરમાઇ જાય છે.
અટકયા વિધાતા ભાગ્ય લખતા એટલે મેં પ્રશ્ન કર્યો તેને,
કહ્યું વિધાતાએ કે તારા કર્મ પાસે સીહાઇ સુકાઇ જાય છે.
હ્ય્દયની ઊર્મિઓ ઉછળતી હતી એની કોઇ આશ પૂર્ણ કરવા.
પરંતુ મુજ હ્ય્દયના સાગર પાસે કોઇ બંધ બંધાઇ જાય છે.
રહી ધરા પર અને મારી નજર સદા આકાશ પર જ રહી,
ઘણી વેળા આકાશમાં જોઇ મારી આંખો ભરાઇ જાય છે.
સાગરના તોફાનો સામે હું લડતો હતો સદા ‘અખંડ’ બની,
પરંતુ દર્દના વંટોળ મહીં મુજ જીવન ભવરમાં ફસાઇ જાય છે.
એ દોસ્ત
થયો છું આજ એકલો મને મળવા, એ દોસ્ત તમે કોઇ તો આવો,
મીઠા કે કડવા વેણ મને કહેેવા, એ દોસ્ત તમે કોઇ તો આવો.
મેં મારા આભિમાનમાં ગુમાવ્યું મારું માન - સમ્માન અહીં,
ગુનેગાર છુું તમારો, સજા આપવા, એ દોસ્ત તમે કોઇ તો આવો.
નથી રહ્યો હવે સમય મારો બસ હવે હું ફકીરી હાલમાં છું,
ના દેજો દાન પણ ભીખ ફેંકવા, એ દોસ્ત તમે કોઇ તો આવ.
હાલત આજ એવી છે. મારી કે પાગલ કહી સહુ પથ્થર મારે છે,
ઊભા છો દૂર શાને પથ્થર મારવા, એ દોસ્ત તમે કોઇ તો આવો.
કોને કહું દર્દ દિલનું કોઇ તો મારું આજે આસપાસ નથી
એક વ્યથા છે મારી એ સાંભળવા, એ દોસ્ત તમે કોઇ તો આવો.
થયો છું હું ‘અખંડ’ એ મારા હ્ય્દયનો વહેમ હતો હું માનું છું,
તો લો ‘અખંડ’ ને આજ તોડવા, એ દોસ્ત તમે કોઇ તો આવો.
મર્યો છું દોસ્તીની પ્યાસમાં તો એક ઇચ્છા તો મારી પૂરી કીર દેજો,
અંધેર મારી કબ્ર પર જ્યોત કરવા, એ દોસ્ત તમે કોઇ તો આવો.
મળી જા
શું કામે જીવી રહ્યો છે જિંદગી તું ખાખમાં મળી જા,
છોડી દે દેહ આ આત્મા અને તું રાખમાં મળી જા,
કોણ છું હું અને શું કામ અવતર્યો છું, હું ધરા પર,
નથી ઓળખ કાંઇ તારી તો તું કોઇની શાખમાં મળી જા.
કોણ છે મારું અહીં જેને હું મારું કહી શકું,
દિવસમાં નહીં તો દોસ્ત બની તું રાતમાં મળી જા.
શું ખબર તને કે આંખો તરસે છે તારા દરસ માટે,
નફરત દેજે બાદમાં પણ એકવાર ખ્વાબમાં મળી જા.
ગમ રકત થઇ નસે - નસમાં મારી વહેતા હતા,
હોઠો પર સ્મિત આવી જાય જો તું ફૂલછાબમાં મળી જા.
નથી સ્નેહ જ્યાં છે નફરત એ જહામાં જીવે છે તું,
‘અખંડ’ તું રહી નહીં શકે તું માટીના દાબમાં મળી જા.
રહી ગયા
દુનિયા જીતતી રહી મુજથી અને અમે ફકત હારમાં રહી ગયા,
મારી તકદીર થઇ મુજથી આગળ ને અમે કતારમાં રહી ગયા.
પળ પળ મળી ઠોકરો અને નફરત મળી દુનિયાથી મને,
સૌ તરછોડી ગયા મને અને અમે તો ફકત પ્યારમાં રહી ગયા.
દુનિયાની અંદર હવે ક્યા હોઇ પર ભરોસો કરવા જેવો છે,
લૂંટી ગયા મને મારા દોસ્ત અને અમે એતબારમાં રહી ગયા.
જીવનમાં ઇશ્ક થયો અને એમને એવી રીતે પૂછ્યું અમે,
પરંતુ અમે ઇન્ઝારમાં અને એ ફકત વિચારમાં રહી ગયા.
ઇશ્વરના શ્રાયથી ખર્યો હું આસમાનથી ‘અખંડ’ તારલો,
મળ્યું બધાને સ્વર્ગ પરંતુ અમે જ એક સંસારમાં રહી ગયા.
હ્ય્દય થઇ ગયો છે
મને મૃત્યુ સંગ ‘અખંડ’ એવો પ્રણય થઇ ગયો છે,
કે હવે જિંદગી છોડી જવાનો મારો સમય થઇ ગયો છે.
જેનો હું આધાર હતો તેને નિરાધાર કરી જાઉં છું,
જેનો હું આધાર હતો તેની માટે પ્રલય થઇ ગયો છે.
હું ખુશ છું જિંદગીથી મારી કંઇ શિકવા નથી જિંદગી પાસે,
મળ્યું’ તું દર્દ ઘણુંં પરંતુ એ તો મારો વિષય થઇ ગયો છે.
મળી દુનિયામાં નફરત પરંતુ મને તેનો હરખશોખ નથી,
શું રડવાનો તે દુનિયામાં જે જીવનમાં અભય થઇ ગયો છે.
મૃત્યુનો મેં હાથ થામ્યો જિંદગીની રાહ પર ચાલતા ચાલતા,
મારા જીવનમાં પહેલેથી મૃત્યુના સૂર્યનો ઉદૃય થઇ ગયો છે.
ઘણા ખુશ થશે અને ઘણા લોકો રડશે મારા મોત પર,
દુઃખી થઇ જશે એ લોકો જેનું ‘અખંડ’ હ્ય્દય થઇ ગયો છે.
ખોવાઇ ગયો
જીવન રાહ પર ચાલતા ચાલતા હું એવી ક્ષણમાં ખોવાઇ ગયો,
પર્વતોના પર્વતો પાર કરનારો હું જરા કણમાં ખોવાઇ ગયો.
હતા જે રાહમાં મારી સાથે ચાલનારા તેની મંઝિલો આવી,
પરંતુ હું એક જ એવો હતો જે પોતાના આંગણમાં ખોવાઇ ગયો.
પ્રણયની વાત સાંભળી હું પણ કોઇની આંખોમાં વસવા ગયો,
પરંતુ એમની ચાહતમાં હું તો તેની પાંપણમાં ખોવાઇ ગયો,
સાગરના તોફાનોમાં ફસાયો છતાં ય મેં સામનો કર્યો તેનો,
પરંતુ ભાગ્યના ખેલમાં હું સાગરના તરણમાં ખોવાઇ ગયો.
મંઝિલોની તલાશમાં હું ચાલતો ગયો બસ એ રાહ પર,
ના રહ્યું ભાન ‘અખંડ’ અને હું જીવનના રણમાં ખોવાઇ ગયો.
જિંદગીની હકીકત
કોઇ દિવસ એને જગતમાં જિંદગી મળતી નથી,
જે માણસ મૃત્યુનો હાથ છોડી ચોલ્યો જાય છે.
સંસારમાં સૌનું સ્થાન ફકત એ જ એક મૃત્યું છે,
ને બહુ અભાગી વસ્ત્ર છે એ જે કફન થઇ જાય છે.
આ માટીનું શરીર તો માટીમાં જ મળી જશે,
પછી અહીંયા ક્યા કોઇનું નામ રહેવાનું છે.
જિંદગી મળી છે તો ગર્વથી જીવી લો ઘડી બે ઘડી,
પછી અંતમાં તો થોડા લાકડાઓમાં જ બળવાનું છે.
કોઇ દિવસ એ આત્મા અમર કહેવાતો નથી,
જે પોતાના સ્વાર્થથી જ આખી જિંદગી જીવ્યો હોય.
જિંદગી એ જ છે જે દુઃખમાં કોઇને કામ આવે,
ને બહુ અભાગી આત્મા છે એ જે ભટકતો રહી જાય છે.
મારું અને તારું કરતા કરતા જિંદગી વિતી જશે આ,
પણ ખુદને સંસારમાં આરામ કદી નહીં મળે.
સમયની ચક્કીમાં આ સૌ પીસાઇ જશે એકવાર,
ને જગતમાં માનવનું સ્થાન ક્યાય નહીં મળે.
કોઇ દિવસ એ માનવ સારું મૃત્યુ પામતો નથી,
જે કળજુગના કાંટાઓ પર ચાલ્યો જાય છે.
જિંદગીને કળજુગના કાંટા પર સુવરાવી દે છે,
ને બહુ અભાગી માણસ છે એ જ માનવતા ભુલી જાય છે.
સુંદરતાનું પ્રતીક છે તું
કુદરતી કલમથી જે લખાયું એ પ્રિયે એ પ્રથમ ગીત છે તું,
જે ત્રણેય લોકમાં સુંદર છે, ઓ પ્રિયે એ મન મીત છે તું.
તું ઇન્દ્રધનું શી રંગોતી રચાયેલી અનોખી સુંદરતા છે,
સાચું કહું તો કુદરતે રચેલી પ્રથમ સુંદરતાનું પ્રતીક છે તું.
તારી આંખો છે એવી જાણે અમૃત ભરેલો હોય સમંદર,
તારી સુંદરતા પ્રથમ નજરમાં વસી જાય છે મનની અંદર.
મહોબ્બત પર જેણે હાંસલ કરી એ હુસ્નની જીત છે તું,
સાચું કહું તો કુદરતે રચેલી પ્રથમ સુંદરતાનું પ્રતીક છે તું.
તારા વાળ જો વિખરાય તો ઘટા ગગન પર થઇ આવે,
કળીઓ ખીલી ઉઠે ફૂલ બની જો ચમનમાં તારું આગમન થઇ જાયે.
જે ફૂલ સંગ સુગંધની સદા રહેનારી ‘અખંડ’ પ્રીત છે તું,
સાચું કહું તો કુદરતે રચેલી પ્રથમ સુંદરતાનું પ્રતીક છે તું.
જ્યાં જ્યાં પડ્યા તારા ચરણ ત્યાં ત્યાં વસંત પળમાં આવી ગઇ,
તને રચીને ઇશ્વરનું પણ તારા પર મન પળમાં આવી ગયું.
ઇશ્વરના હ્યદયના પ્રણયની એક અનોખી જ રીત છે તું,
સાચું કહું તો કુદરતે રચેલી પ્રથમ સુંદરતાનું પ્રતીક છે તું.
તારું રૂપ પ્રિયે દરેકના જીવનમાં સ્વપ્ન નવા સજાવે છે,
સમયની સાથમાં સ્પર્શવા તને હવા જોવાના બહાને આવે છે.
દરેકના હ્યદયને સ્પર્શી ગયું એવું જ એક સંગીત છે તું,
સાચું કહું તો કુદરતે રચેલી પ્રથમ સુંદરતાનું પ્રતીક છે તું.
તું આશા છે, તું શ્વાસ છે, તું કુદરતનો હસીન વિચાર છે,
તું ધરતી છે, તું આકાશ છે, તું કુદરતનો જ એક આકાર છે.
ધન્ય હશે એ વ્યકિત જેનું આવું ‘અખંડ’ નસીબ છે તું,
સાચું કહું તો કુદરતે રચેલી પ્રથમ સુંદરતાનું પ્રતીક છે તું.
મારી રચના
હું રાતનો રાહી છું એટલે દિવસમાં જાગતો નથી,
હું આત્મા છું એટલે જ તો હું આત્માથી ભાગતો નથી.
હું નષ્ટ કરી દઉં છું તેને પણ જે મારી આડે આવે છે,
મીટાવી દઉં છું બધુ અને કંઇ પણ સબુત રાખતો નથી.
મને જેટલું મળે છે હું એટલામાં જ સદા ખુશ રહું છું,
પણ વધુમાં મોહમાં કોઇની મિલ્કત પર નજર નાખતો નથી.
જે થવાનું હશે તે થશે હું કિસ્મત મારું કદી વાંચતો નથી,
જે થવાનું હશે તે થશે હું કિસ્મત મારું કદી વાંચતો નથી.
જે મળે છે એને જ હું મારી કિસ્મત સમજી સ્વીકારું છું,
પછી બીજી કંઇ પણ આડી વાત ‘અખંડ’ વિચારતો નથી,
હું નરી રહું પરંતુ મારી યાદ બની મારી રચનાઓ રહેશે,
ગઝલો વચ્ચે સૂતો છું એટલે મારી લાશ કફનમાં ઢાંકતો નથી.
સખી
જુઓ મારી સખી, મને છોડીને ચાલી છે,
જુઓ મારી સખી, મુખ મોડીને ચાલી છે.
હતા અરમાન સખીને દુલ્હન બનવાના,
હતા અરમાન પ્રીતમની ચુંદડી ઓઢવાના;
હતા અરમાન સોળ-શણગાર સજવાના,
હૈયે હરખ હતા સખીને ડોલીમાં જવાના.
દુલ્હન બની, છતાં દુલ્હન નથી એ,
ચુંદડી ઓઢી પરંતુ કફનના રૂપે.
શણગાર સજી પરંતુ લાશ બનીને
ડોલી ઊઠી તેની, ઠાઠડીના રૂપે....
વસમી હતી સખી તારી વિદાય,
કેમ રે સહેવાશે સખી તારી જુદાઇ
સંગ તારો જ્યારે યાદ અમને આવશે
યાદ તારી હૈયું અમારું કંપાવશે
આંખોમાં તું તારી ઉદાસી લઇને,
એ સખી તું અમને છોડી ચાલી ગઇને,
ચહેરો તારો ન જોઇ શક્યો ‘અખંડ’ અંત વેળાએ,
હાથ અમારો છોડી, મૃત્યુનો હાથ ઝાલી ગઇ ને.
જા, એ સખી, જા, તું આ પાપી સંસારથી દૂર,
જ્યાં કોઇ ના હો કદી પ્રેમમાં મજબૂર,
જ્યાં સ્વાર્થ ના હો,જ્યાં ના હો ખોટી લાગણી,
હર સંબંધથી પર થઇ ચાલી જા તું દૂર...દૂર...
‘તકદીર’ કી ચંદ શાયરી
હમસે ન પુછો હમ કીસ કે સહારે ચલ રહે થે,
હમ બાદલ કી ઘટા, સાવન કી લહેરે ઔર મંઝિલ કે સાથ ચલ રહે થે.
ન દેખો હમકો યુ દોસ્તો, ન જીવનભર સાથ નિભાના હૈ,
હમ તો બરસાતકી વહ બુંદે હે જીસે સાગર મેં મિલ જાના હૈ.
ક્યા ખોયા હૈ, ક્યા પાયા હૈ, યે હમને નહી જાના હૈ.
યે અપની ‘તકદીર’ કા લિખા હૈ યા કોઇ અફસાના હૈ.
યે દોસ્ત ‘તકદીર’ સે મિલે યે પલ તું ખુશીયો સે યે પલ જી લે.
કલ મૌત ગલે લગા લેગી હમે ફીર યે પલ યા હમ મિલે ન મિલે.
જિંદગી કે બીતે પલ યાદેં બનકર રહ જાતે હૈ,
દિલો મે પલે અરમાન દિલ મેં રહ જાતે હૈ.
ઇસ દુનિયા મેં દોસ્તો, લોગ ભી જો કભી હકીકત હોતે હૈ,
જિંદગી મે વો ભી કભી ખ્વાજા બન જાતે હૈ.
દિન-રાત દિલ સે આહેં નીકલતી હૈ,
યાદો મેં આંખો સે પાની બરસતા હૈ.
આયેંગે આપ ઇક દિન દર પે હમારે,
યહી આશ મેં હમારી જિંદગી ગુજરાતી હૈ.
યે કૈસી કશ્મકશમેં પડ ગઇ હૈ જિંદગી,
હર પલ મરને કા અહેસાસ હૈ.
ખુદ ‘તકદીર’ આજ તકદીર કી ગુલામ હો ગઇ હૈ.
જિંદગી મેં ઇક પલ મિલન કી મિલે.
ઇસ ચાહ મેં ઇક પલ કી મોહતાજ હો ગઇ હૈ.
કભી ખ્વાબો મેં જીતે હૈ, કભી યાદો મેં જીતે હૈ હમ.
ઇસ જિંદગી કી હકકીત ક્યા હૈ
યહી જાનને મેં જિંદગી બીતાતે હૈ હમ.
- સ્વ. તૃપ્તિ એ. ટાંક ‘તકદીર’
ખોયું ઘણું
આપના એ શ્રાપ માં ખોયું ઘણું,
મેંજ મારા પાપ માં ખોયું ઘણું...
તે નદીને ચીતરી નકશાં ઉપર,
મેં નદીના કાંપ માં ખોયું ઘણું...
તે કદાચીત આભ ને આંબ્યું હશે,
મેં ઘરાના માપ મા ખોયું ઘણું...
નેં પ્રકાશીત થય હતી આંખી ઘરા,
મેં સુરજ ના તાપ મા ખોયું ઘણું...
જાત ને હં છોતરું છું નામ લઇ,
મેં ‘અખંડ’ ની છાપ માં ખોયું ઘણું...
અરીસો
અરીસો તમારી કરે વાત એવી,
સતત રૂંપ એનું મને તો સતાવે.
બતાવું તમારું પ્રતીબીંબ સાંચું,
મને એ પ્રતીબીંબ મારૂં બતાવે.
મળે કોઇ એવો મદદગાર સાચો,
અહીથી હવે જે તમોને હટાવે.
કરે છે કલંકીત એ આઇ નાને,
અને નામ મારૂં બધે એ વટાવે.
લખું નમ મારૂં ‘અખંડ’ કાંચ પરને,
સતત હાથ તેના હવે તે મટાવે.
સાથી...
અધુરી આશની પાછળ વધારે દોડના સાથી,
બનાવેલા સબંધો ને હવે તું તોડ ના સાથી.
મળ્યું છે જે તને એને હવે સ્વીકાર કર સાથી,
અજાણી રાહ પર આ જિંદગી ને મોડના સાથી.
વખત વિત્યાં પછી ઓળખ મળી છે આઇના માથી,
પુરાણી ચીજ સમજી એ હવે તું ફોડ મા સાથી.
અમે માની ગયા કે રાહબર બશઆપ સાંચા છો,
બનીને રાહબર અધરાહ પર તું છોડ માં સાથી.
પ્રણય મા તો હંમેશા ત્યાગની છે ભાવના રાખી,
‘અખંડ’ ઉપકાર માની હાથને તું જોડ માં સાથી.
હિન્શા
હિન્શાનું જો થા એ નિવારણ,
કલરવ ગુંજે આંગણ આંગણ.
સપના ઓ એવા ખૂંચે કે,
ઉંઘ ના આવે નિંદરને પણ.
જોખમ મા સીતા ની ઇજાજત,
ગલીગલી એ ભટકે રાવણ,
ઓ ધનશ્યામ તેમજ કહીદો,
ક્યા ગયો પહેલા નો શ્રાવણ.
માત્ર ભૂમી સાથે ગદારી,
લજાવે કા તું ‘માં’ નું ધાવણ.
હિન્શા
હિન્શાનું જો થા એ નિવારણ,
કલરવ ગુંજે આંગણ આંગણ.
સપના ઓ એવા ખૂંચે કે,
ઉંઘ ના આવે નિંદરને પણ.
જોખમ મા સીતા ની ઇજાજત,
ગલીગલી એ ભટકે રાવણ,
ઓ ધનશ્યામ તેમજ કહીદો,
ક્યા ગયો પહેલા નો શ્રાવણ.
માત્ર ભૂમી સાથે ગદારી,
લજાવે કા તું ‘માં’ નું ધાવણ.
હિન્શા
હિન્શાનું જો થા એ નિવારણ,
કલરવ ગુંજે આંગણ આંગણ.
સપના ઓ એવા ખૂંચે કે,
ઉંઘ ના આવે નિંદરને પણ.
જોખમ મા સીતા ની ઇજાજત,
ગલીગલી એ ભટકે રાવણ,
ઓ ધનશ્યામ તેમજ કહીદો,
ક્યા ગયો પહેલા નો શ્રાવણ.
માત્ર ભૂમી સાથે ગદારી,
લજાવે કા તું ‘માં’ નું ધાવણ.
સૂરજ
મને દેખાય સૂરજ માં દડો એ આગનો રમતો,
ચડી છે હઠ હવે એવી રમું હું પણ દડે થી એ.
હવે તો આંબવું છે આભને આ હાથ લંબાવી,
હથેળી માં સમાવું આભને આજે ફરીથી એ.
હશે બ્રહ્માંડ મા જો સ્થાન તો બશ એ હશે મારૂં,
ગગન પર તારલા જે છે મઢેલા મે જરી થી એ.
હથેળી મા ઉપાડીને ધરાને ‘ચો’ તરફ રાખું,
ઉપાડી ફેરવી આજે ધરાને મેં ધરીથી એ.
નથી વરદાન તારૂં આ ‘અખંડ’ જોતુ હવે મારે,
મળે જો તક મને તો છીનવું આ નભ રહીથી એ.
હકીકત
હકીકત ને ઉતારું છું ગઝલ ના રુપ માં જો હું,
બધા લોકો વધાવે છે સદા એ વાહ ની સાથે.
અહી એક આહ મારી વાહ ના રુંપે ઢળે છે ને,
જીવન દુંખી બની જાયે પછી એ દાહ ની સાથે.
નથી મળતી મને મંઝીલ જ્યાં આરામ હું પામું,
વણાંકો માં વિટાયો છું જીવન મા રાહ ની સાથે.
ભુલાવ્યા જિંદગી ના ગમ સનમ ને આંખ મા રાખી,
ગુમાવી જિંદગી આઝાદ ત્યાં નીકાહ ની સાથે.
વધારાનો સદા લાગ્યો બધાને સાથ દેનારો,
જીવન છોડી જવાનો એ અચાનક આહ ની સાથે.
...રહે
વાત વાતે એ બધા ફરતા રહે,
જૂઠ સાતે એ બધા મળતા રહે.
ક્યા સુધી આ ચાલસે કોને ખબર,
રૂંપ એ પાખંડ ના ધરતા રહે.
હાથ મા ફરતી રહે માળા સતત,
જૂઠ ના જપ-તપ બધા કરતા રહે.
છેતરે છે એ બધા ભગવાનને,
રૂંપ એતો સાધુના ધરતા રહે,
પ્રાણ જાયે ને વચન પણ જાય છે,
બોલ સાચા આજ તો મરતા રહે.
આ ખતમ ક્યારે થશે કળજૂગ હવે,
ભાઇ આવી ભાઇને હણતા રહે.
ફૂલ ઓછા છે ‘અખંડ’ આ ડાળ પર,
કેટલો આ ડાળ થી કરતા રહે.
...નથી
હાથ મા એ હાથ ને દેતા નથી,
શું થયું છે એટલું કે’તા નથી.
એક ધારું એ ધરે છે મૌન પણ,
હોઠ ખોલી વાત એ કે’તા નથી.
કા’ ગણે તુજ જાત ને તુ એકલી,
આ રહ્યો પાશે અમે છેટા નથી.
ક્યા રહી એવી મુલાકાતો હવે,
સાવ પાશે છી છતા ભેટા નથી.
હું રહું છું આપના દિલમાં અને,
તું કહે છે આપ ત્યાં રે’તા નથી.
આંખ ભીની થઇ વહેવા જ્યા મથે,
નીર આવી આંખમા વે’તા નથી,
આ સબંધો જયર થી ખાટા થયા.
સાવ ફીકા છે ‘અખંંડ’ મીઠા નથી,
રામ નામ સત્ય છે
દેહ નુ છે મરણ, રામ નામ સત્ય છે
દેવ નુ લે શરણ, રામ નામ સત્ય છે
જિંદગી મોહ છે લાલસા લોભ છે.
ત્યાગ માયા ચરણ, રામ નામ સત્ય છે
સત્ય છે નામ એક રામ ને રામ એક
દેહ છે એક હરણ, રામ નામ સત્ય છે
જાય છે મોહમાં જિંદગી લોભમાં
કોણ કરશે ભરણ, રામ નામ સત્ય છે
ડુબશે શ્વાસ આ શ્વાસ સાગર મહી
ના મળે ‘કો’ ચરણ, રામ નામ સત્ય છે
ક્યા ‘અખંડ’ નામ છે રામ બસ રામ છે
લે હવે એ ક્ષરણ, રામ નામ સત્ય છે
રામ બસ રામ છે રામ ભજ રામને
તોજ મળશે ચરણ, રામ નામ સત્ય છે
હિન્શા
હિન્શાનું જો થા એ નિવારણ,
કલરવ ગુંજે આંગણ આંગણ.
સપના ઓ એવા ખૂંચે કે,
ઉંઘ ના આવે નિંદરને પણ.
જોખમ મા સીતા ની ઇજાજત,
ગલીગલી એ ભટકે રાવણ,
ઓ ધનશ્યામ તેમજ કહીદો,
ક્યા ગયો પહેલા નો શ્રાવણ.
માત્ર ભૂમી સાથે ગદારી,
લજાવે કા તું ‘માં’ નું ધાવણ.
નીંદર
સવારે રોજ આંખોથી, ઉડી જાએ હવે નીંદર,
વિચારે સાથ આજેતો, લડી જાએ હવે નીંદર.
લડત હે આપતો આવ્યો, હવે તો થાક લાગે છે,
ન, મારે આંંખ ઝબકારો, જડી જાએ હવે નીંદર.
કરી પોશણ બધાનું હુ, ભરું ક્યાંથી હવે દેણા,
વિચારે એક મારાએ, બળી જાએ હવે નીંદર.
વધે છે આજ ધબકારા, અરીશાને નિહાળીને,
ભરોશે પીઉ વખને હું, મળી જાએ હવે નીંદર.
મને લોલક બતાવી ને, ‘અખંડ’ ટકટક કરે છે આ,
હદય પર એક ધાએ જો, પડી જાએ હવે નીંદર.
બાળક
જરૂંરત હોય તો લઇલે બધી મારી હવે મહતા
મને બક્ષ એક ઘાએ તું ફરી બાળક બનાવી દે
નથી આ જોઇતી મારે હવે ઓળખ અહીં મારી
મને બક્ષ આજ તું આવી ફરી બાળક બનાવી દે
બધુ છે આપવું માટે ફકત એ નાનપણ ખાતર
ચડી છે હઠ મને આજે ફરી બાળક બનાવી દે
રમત મારી મળે પાછી ખુદા તુ કર હવે એવું
ઉચારી મંત્રને સારા ફરી બાળક બનાવી દે
‘અખંડ’ મારે નથી રેવું મને ખંડીત કરે જો તું
પરંતુ એ શપ્ત મારી ફરી બાળક બનાવી દે
શનીને...
શનીને ક્યા સમય એવો મળે છે કે તને નડતર કરે,
કરમ તારા નથી સારા પનોતી ના બહાના આપમા.
લૂંટી છે આબરું બીંદાશ તે નારાજ થાપણ ની અહી,
વધારે માંગતા જે તે ફરે તે ને ખજાના આપ મા.
કરી હાલત અહી તે તો, બધાને દોશ તુ દે છે પછી,
બહાના આજ તુ તે ને અહી આવી લજા ના આપમા.
કરી તે શોખ ને ખાતર અહીં સંગત હવે એવી અને,
બહાના રોજ તુ આવી મળી સૌ ને મજાના આપમા.
કરમના ખેલછે બાકી ગ્રહો તો હોય છે સારા બધા,
સુધારીલે કરમને જો બહાના તુ સજાના આપમા.
વ્યશનના વાંયરે વાં’તુ બધાની તે ફગાવી એ પછી,
પનોતીના પ્રતાપે આ બધુ થા એ બહાના આપમા.
ક્રિષ્નની વાતો
કરેલા ક્રિષ્નની વાતો, બની ગઇછે અહી ગીતા,
અમલ થાતો નથી એનો, હરણ થાયે હજુ સીતા.
મળેછે ક્યા જગતમા રામ, સૌ રાવણ બની બેઠા,
લુટાયે લાજ બેટીના અને રડતો ફરે પીતા.
ફરીતુ માપ ધરતી ને, ચરણ તારા ઉપાડી ને,
પ્રમાણો આપવા પડશે, ફરી તારે કહી ગીતા.
મરણને બાદ જો મળશે નરક એની નથી ફિકર,
બળે છે આજ હૈયુ તો, બળી જાયે ભલે ચીતા.
હવે કળજુગ હટાવીને, કરે સતયુગ તણી ઝાંખી,
બનાવે કોણ પાંછા એ વિચારો ને ફરી મીઠા.
કોને કહું ?
વાત એ આજ હું કોને કહું ?
કેટલો જિંદગી નો વાંક છે.
હાંંફતી સ્વાશ ના બેશી સકી,
કેટલો આ હદય નો થાંક છે.
એ સદા આપતી બશ વયદા,
જાણ છે એ છતાં દિલ શાંત છે.
હાથ મા હાથ હું જોતો રહયો,
જિંદગી નો અધુરો સાથ છે.
હું ‘અખંડ’ વેદના કોને કહું ?
હાથમા કોઇનો ક્યા હાથ છે.
કેવી નથી
આપ વીતી કોઇ ને કેવી નથી
લાગણી મારે તને દેવી નથી
તું જગત જેવીજ લાગે છે મને
મે તને ધારી હતી એવી નથી
દાનમા જોતો નથી તારો પ્રણય
પ્રેમની આ ભીખને લેવી નથી
માંડ જ્યા આ જિંદગી મે મેળવી
આપઘાત જિંદગી ખોવી નથી
એક સરખી એટલે આપી હશે
કોઇ એ આ બંદગી સેવી નથી
બંધ આંખે જિંદગી દે ખેલવા
જા હવે મારે તને જોવી નથી
ક્યા ‘અખંડ’ નું નામ છે તે હોઠપર
આ હદયની વાતને કેવી નથી
...રહ્યો છું
હું હવે મારીજ અંદર ઝાંકી રહ્યો છું,
બાદ થઇને પણ હજુ બાકી રહ્યો છું.
સાવ ખાલી ખમ પડેલી છે રાહ તારી,
ક્યા ભરોશે રાહને હું તાકી રહ્યો છું.
ક્યાં મળ્યોતો સ્વાદ ખાટો, મીઠો, તુરો પણ,
જિંદગી ને ફળ બનાવી ચાંખી રહ્યો છું.
આ હથેળીમા મને ભાગ્ય તો મળતુ નથી,
હુ ભવિષ્ય વર્તમાને ભાંખી રહ્યો છું.
આ અગનથી દાજવા કરતા હું ‘અખંડ’,
હોમ કરવા જિંદગીને નાખી રહ્યો છું.
ગુજરાત
ગુજરાત છે આ ધરાની લાગણી,
ગુજરાત છે આપણી પારશ મણી.
હા, છે ગર્વ આ બધાને વાત નો,
હર વાત ગુજરાત મા મેં તો ગણી.
તુ આવ એક વાર તો સમજી જશે,
મેરું બન્યુ જે તમે માન્યુ કણી.
જયજય ગરવી નાદ ‘ગા’ ગુજરાતનો,
ગુજરાત છે જયા તને ઓળખ મળી.
ત્રેપન પછી આ ચરણ ચોપન ગયું,
સોને મઠી નામના લેશે ધણી.
ગુજરાત છે સ્વાશ મારા દેહનો,
આ સ્વાશ ગુજરાત ખાતર મે ગણી.
લાખો સલામ ગરવી ગુજરાત ને,
ગાંધી બની દોર રેંટીયે વણી.
ગુજરતા મારું ‘અખંડ’ થાએ સદા,
ગુંજે સદા સાદ એતો આપણી.
સ્ત્રી
આંખ માથી એક ટીંપુ લાગણી ને લઇ પડ્યું,
કે શયન થી લઇ સહનની એ સફર કેવી હતી ?
સ્ત્રી બનીને આવવું અવતાર થી કંઇ કમ નથી,
બે પરીવારો ટકાવાની દીધા કેવી હતી ?
નવ મહીના પેટમાં તેણે ઉછેરર્યો આત્મા,
એજ કહી સકે પ્રસૂતી ની પીડા કેવી હતી ?
સ્ત્રી હતી તેથી મળી ઓળખ બધાને બાપની,
વંશને દેનાર ની હાલત અહી કેવી હતી ?
આ જગત કરતું રહયું છે સ્ત્રીનું શોષણ એટલું,
દેવના બીબે ‘અખંડ’ આ સ્ત્રી ઢળી કેવી હતી ?
મૂકી ગયો
સાવ મેલી જિંદગી મૂકી ગયો,
દિલ સુધી ની દિલ્લગી મૂકી ગયો.
ના ગોય મસ્ઝીદ કે મંદિર સુધી,
એ અળોલી બંદગી મૂકી ગયો.
ક્યા ગયો એ વાતની કોને ખબર,
તેમની એ માંદગી મૂકી ગયો.
સૂળ માથી ફૂલ એ ચૂંટી ગયો,
ખારની એ ગંદગી મૂકી ગયો.
એ ગયો છે તો ભલે ચાલ્યો ગયો,
આપને તો ઘર લગી મૂકી ગયો.
એ સમજ્વું આકરૂં પડશે અહી,
શ્વાસ એની તો સગી મૂકી ગયો.
ઘૂંટ પણ પીધા વગર લથડી ગયો,
એ ‘અખંડ’ સૂરા બધી મૂકી ગયો.
...છીએ
જીવન આજે અમે છોડી ગયા છીએ,
મરણ બાજુ અમે દોડી ગયા છીએ.
તમે આવો ન આવો એ ઇચ્છા આપી,
અમે બંધન બધા તોડી ગયા છીએ,
ઉમર લાયક અમારી આ ઇચ્છાઓ છે,
અમે મુખ એટલે મોડી ગયા છીએ.
બધા સંબંધ ને આજે તડપ આપ,
પ્રણય સંબંધ ને જોડી ગયા છીએ.
જગતમા ક્યા બધા થાશે ‘અખંડ’ જાણી,
અમે પળપળ મુરત તોડી રહ્યા છીએ.
લેશો
વધારે આપવીતી કોઇને ક્યારેય ના કેશો,
મલે સુખ આંગણે અઠળક તમે ક્યારેયના લેશો.
અચાનક આવશે આફત નજર જો લાગશે તેની,
સ્વીકારી પાટામાલી ને તમે સુખને મૂકી દેશો.
મળે છે દુસ્મનો મારા મને મિત્રો બની આજે,
કરે ઘાયલ મને આવી સબંધી ના ધરી વેશો,
હવે હું જાતથી થાક્યો સહી આવા દગાઓને,
ચહું આરામ થોડો જિંદગીમાં ખાઇને કેશો.
અરજ એ આપને કરતી ફરૂ હું દર બદર આજે,
‘અખંડ’ ની ખપ પડે તો બશ હવે આ પ્રાણ ને લેશો,
સમજ
મારી સમજ ઓછી પડે,
તારી સમજ ને જોઇને.
તલવાર નું ના નામ દે,
હાથે ધરેલી સોઇ ને.
ખોટા કરમ તે તો કર્યા,
રોવે બધુ તુ ખોઇ ને.
તુ ભાગ્યને ગોતે પછી,
ખાલી હથેળી જોઇને.
થાશે જરા હળવું હ્યદય,
એક વાર તુ જો રોઇને.
એક દાવ તે ખેલ્યો હતો,
એક દાવ તેનો હોયને.
પંચાત થી બળતો રહ્યો,
પાણી બનાવ્યુ લેઇને.
જાણી ‘અખંડ’ એ વાતને,
તુ દોશ દેમા કોઇને.
“બા”
વધારે રોજ આવે યાદ, ઓ મારી વહાલી “બા”,
મને સંભળાય દેતી સાદ, ઓ મારી વહાલી “બા”.
હવે ઘરના ખુણાઓમાં નથી એ ક્યાય પણ મળતી,
વખત ના વેણમાં થઇ બાદ, ઓ મારી વહાલી “બા”.
તડપ છે વાળને મારા હથેળી પ્રેમની લેવા,
કરૂ એ વાત પર રૂદાદ, ઓ મારી વહાલી “બા”.
કરૂં ભોજન મજાનું પણ રહે છે પેટ આ ખાલી,
જમાડયી તે લડાવીલાડ, ઓ મારી વહાલી “બા”,
લડકપન સાથ ખોવાણી હવે તારી બધી વાતો.
ફરી બોલાવ પાડી રાડ, ઓ મારી વહાલી “બા”
તિહાળી આંખથી જેને દિવાલે એ મઢી છે મે,
લટકતી જોવ છું હું આજ, ઓ મારી વહાલી “બા”
મળ્યો ભગવાન જેના રૂપમાં અ “બા” ગુમાવીમે
“અખંડ”ટુપ્યી તવે તે કાજ, ઓ મારી વહાલી “બા”
વિદાય
જુલાવી હાથમાં જેને વળાવી હાથથી મે એ,
સદા સાથે રહીતી ગઇ છુડાવી સાથે ને તું એ.
સદા સામે ઉભેલી જોઉ છું. ઘરના ખુણાએમાં
જુલાવી રાતના ખોળે ભુલી ગઇ હાથને તું એ
પરાયા ઘર મહી તું રાખજે મા-બાપને ઊંચા
સદા જો બાપ-સસરા માં અને જો માત સાસુંમાં
રહે સૌ એક થઇ એવી સદા તું ભાવના રાખે
સદા બશ ઘર મહિના જાળવે સંગાથ નેતુએ
વહે છે આંખ થી હરપળ હદયની લાગણી એ છે
સરકતી આંખની આડે છુપાણી યાદ મા તુ છે
‘અખંડ’ સૌ ભાગ્ય છે તારી સદા સંભાળ એની લે
હંમેશા યાદ રાખે બાપની બશ વાત ને તું એ
લડકપન સાથ ખોવાણી હવે બચપણ સમી વાતો
સમી એ સાંજના સંભારણાની યાદ મા તુ છે
અખંડ સૌભાગ્ય વતી ના સદા આશીષ તુ પામે
નિભાવે ઘરતણા હરપળ અખંડ બશ સાથ ને તુએ
ગામડું
નથી જોતી નગર પીછાણ તારી,
મને ગામડું રહેવાદે નગર તુ.
નથી ગમતા મને ડામર રસ્તાઓ,
ગમે કોડી કરેલી સફર તુ.
કરોડો તારલા પીછાણ મારી,
અહીં છે કોણ મારું પુંછ અગર તું.
લિલપ મારી ગમે છે ખેતરો ને,
હરીયાળી બનીજો આ અશર તું.
કરે મારી કદર ખેડુ પછી તો,
ભલે ને ના કરે મારી કદર તું.
બનાવી દઉ તને પણ ગામડુ હું,
અહી સ્વાશે વશે મારે અગર તું.
મને વાલુ ‘અખંડ’ આ ગામડુ છે,
નગર પણ સાલવે આની કશર તું.
ભાગ્ય
દિવસો મળ્યા કેવા મને આ ભાગ્ય કારણે
કે ભીખમાં પણ રોટલો તું પામતો નથી.
દરદર ભટકતો હોઠને ભીનારા આપવા
હું હાથ માં સાગર હવે એ પામતો નથી
મર્યાદા મુક્યા બાદ હદ મે પાર સૌ કરી
માણસ બન્યો છું એટલે, હું રામ તો નથી
સાગર તમારી આંખની મે પાર છે કર્યો
આ ખાળવો સાગર ભલા અંજામતો નથી
હું જોવ છું તારૂ વદન એ ચાંદમાં હવે
આ ચાંદને આજે હવે હું આંબતી નથી
મારી ગઝલ એણે હ્ય્દયના ધ્વાર પર લખી
મારી ગઝલ એની બની પૈગામતી નથી
આથી બધાએ દા’દ રજૂ જયા કરી ગઝલ
તારા ‘અખંડ’ આ શૈર એવા જામતા નથી.
મોંઘવારી
વધારે વધારે વધી મોંઘવારી,
પછી આજ ભારી, હતી કાલભારી.
કરે કોણ આજે ભલું આ જગતમા,
રમે રાજકરણ વધુ ચાલ ભારી.
હવે ક્યા સબંધો રહ્યા લાગણીના,
બધાના હવેતો થયા હાલ ભારી.
બની રાંક જનતા ભરી ટેક્ષ-દેણા,
ભરેછે સતાધીશ અહી માલ ભારી.
કરી ને નિકાશો થયા ખેડુ ખાલી,
મળે ભાવ ઓછા થએ ફાલ ભારી.
બધાના હવેતો અહી હાલ એવા,
તમાચો સહીને રહે ગાલ ભારી.
બધાના હવેતો અહી હાલ એવા,
તમાચો સહીને રહે હાલ ભારી.
ફરી એક ગાંધી જન્મે જો અહીયા,
ટળે તોજ સૌની ‘અખંડ’ કાલ ભારી.
ક્યાં જશો
આમતો હરખાઇને ક્યા જશો
ભાવમાં ભીંજાય ને ક્યા જશો
લાગણી જો આંખ માંથી સરી
હોઠ પર આ સ્મીત લઇ કયા જશો
એક તરફી પ્રેમતો થાઇના
નામના મનમીત થઇ ક્યા જશો
જાવછો કારણ વગર સાંભળો
આ દયનું ગીત લઇ ક્યા જશો
હારવું અમથુય ગમતું નથી
પ્રેમની પણ જીત લઇ ક્યા જશો
રીતને રીવાજ સંસાર માં
સાવ ખોટી રીત લઇ ક્યા જશો
આ ‘અખંડ’ ની છાપ નું છીપ લઇ
શંખનું સંગીત લઇ કયા જશો
...આવશે !
આંખમાં ધ્યાન ક્યા થી આવશે,
હોઠ પર રશપાન ક્યા થી આવશે.
પાનખર નો પ્રેમ પીળા પાંદડા,
ડાળ પર એ પાન ક્યાથી આવશે.
સાવ ખાલી ખમ પડેલી રાહ મા,
એ ફરી તોફાન ક્યા થી આવશે.
હાથ તાળી દઇ જશે આ ભાગ્ય તો,
જિંદગી ને ભાન ક્યા થી આવશે.
આ ધરા ને જીતવી અઘરી નથી,
ખેલવા મેદાન ક્યા થી આવશે.
પ્રાણ પાછા આવશે મારણ પછી,
દેહ ના તો દાન ક્યા થા આવશે.
માન ખાતર હું ‘અખંડ’ લખતો ગયો,
પણ ગએલુ માન ક્યા થી આવશે.
જાય છે
રાત વીતી જાય છે ને સાથ જાય છે
રાહ મા અધરાહ પરતો સાથ છૂંટી જાય છે.
માંગતા આજે ફરે છે જિંદગીતો સૌ અહી,
જિંદગીને પણ અહીતો મૌત લૂટી જાય છે.
જે હતા શૂન્ય મા એ આજ તો છે એક મા,
પેન થી એ એંકડો દિલમાજ ધૂંટી જાય છે.
જાળવીને સંખજે આ છે સબંધો કાંચ ના,
એક ઠોકર વાંગતા પળમાજ ફૂંટી જાય છે.
બાગ જેવા બાગ ને આ ફૂલતો મળતા નથી,
કોઇ માળી બાગનો આ ફૂલ ચૂંટી જાય છે.
જિંદગી આજે મળી એ પણ મળી તો રણ મહી,
એક ખોબાની તરશ મા નીર ખૂંટી જાય છે.
લાગણીના દોરડા બાંધે ક’દી બંધાય ના,
એ ‘અખંડ’ આઘાત સાથે સ્વાશ તૂંટી જાય છે.
...ને
આવરણ ખોટા બધા તુ તોડ ને,
જિંદગી ને આ તરફ તુ મોડ ને.
ભાવ સાથે શબ્દ ને ક્યા ભેદ છે,
જોડાણી ના દોશ જોવા છોડ ને.
જિંદગી ના વ્યાકરણ મા ભૂલ છે,
જોડાણી તું જિંદગી ની જોડ ને.
ખાળવી પડશે ફરી આ રાહ ને,
ચાલતા ના ચાલશે તુ દોડ ને.
એ ફગાવે છે ભરોશા ને ‘અખંડ’,
આ અરીશાને હવે તુ ફોડ ને.
તો કહું.
આંખ માં જો નીર આવે તો કહું,
હા, પ્રશ્વ ગંભીર આવે તો કહું.
હું કહું કે તુ કહે જો એક છે,
જો હ્ય્દયમાં ધીર રાખે તો કહું.
મૌન તો ધરવું પડે છે આંખને,
તોડવા ‘કો’ વીર આવે તો કહું.
સ્વાદ લીધાને જમાનો છે થયો,
ચાખવા એ ખીર આપે તો કહું.
હું ‘અખંડ’ ચાયુ હ્યદયને હાથમાં,
જો કને એ હીર આવે તો કહું.
વીધવાની આંખમા
ખોબા સરીખી છે તરશ, વીધવાની આંખમા,
આંશું ભરેલો છે કળશ, વીધવાની આંખમાં.
એ લાકડે ચીતા બળી પીયતમ તારી છતા,
તુ સ્વેત સાડી એ બળશ, વીધવાની આંખમા.
ખાલી ખુણાઓ જોવછું, યાદ જ્યારે આવતી,
તુ આંખને ડોળે ફરશ, વીધવાની આંખમાં.
તારા અને મારા લગન, કાલ ની બશ વાત છે,
તુ આજ આશું થઇ પડશ, વીધવાની આંખમાં.
તારી હતી પ્યારી મને, પ્રેમની એ પળ બધી,
તુ તારલો થઇને ખરશ, વીધવાની આંખમાં.
સંસાર મારો તુ હતો, દેવતા પણ એક તુ,
તુ લાગણી એેવી ધરશ, વીધવાની આંખમાં.
મારી ‘અખંડ’ આ જિંદગી એક તારા સાથથી,
ખંડીત થઇ પળપળ તરશ, વીધવાની આંખમાં.
તરશ
એક ખોબા ની તરશ,
હોઠ પર વરશો વરશ.
એ ફકત છે ઝાંજવા,
હાથ પર તું જે ધરશ.
મે ગુમાવી જિંદગી,
સૌ કહે કેવું સરશ.
જો કરમ ના ખેલ આ,
લાંકડે લીલે બળશ.
દાન મારા પીંડ નુ,
એ કરે આપી કળશ.
મોહ ને માયા થકી,
તુ ફરી પાછો વળશ.
આ ‘અખંડ’ છે જિંદગી,
ભાગતો જેથી ફરશ.
સફર
મારી સફર તારી સફર,
આ જિંદગી જાણી સફર.
હેતુ હતો ના કોઇ પણ,
એમજ હતી માણી સફર.
વાંતે કરી વાંતો ધણી,
કેવી હતી માણી સફર.
મજધાર મા આવી ગયો,
ચારે તરફ પાણી સફર.
રાહે કરી રાહો ધણી,
તો એ ગઇ તાણી સફર.
ખોટા ‘અખંડ’ આજે પડ્યા,
તે ક્યાં હતી જાણી સફર.
સાચી છે
તમારી વાત સાચી છે, અમારી વાત સાચી છે,
ડરો છો કેમ આ રીતે, તમારી જાત સાચી છે.
જગત ને તો બહાના જોઇ છે પંચાત કરવાના,
કરી જે આપણે બશ એજ મુલાકાત સાચી છે.
ગગન જે જોઇ ને ધરતી વધારે હેત પામે છએ,
પ્રણણયમાં પ્રીયતમ તારી મને સૌગાત સાચી.
હતી મારીજ માટે તુ પ્રણય ની પ્રેરણા એવી,
સવારોમાં ઢળી છે તુ, અને તુ રાત સાચી છે.
‘અખંડ’ ની છાપમાં એનો પ્રણય પામી ગયો તો હું,
અમારા પ્રમ ની આજે કરી તે વાંત સાચી છે.
જોઇલે
આંખના આશું હવે તુ જોઇલે,
જેટલુ ચાહે હવે તું રોઇલે.
હું નથી પછો ફરી ને આવતો,
જેટલો જોવો ગમે તું જોઇલે.
આ ઘટા લાવ્યા અહીં તારી કને,
લે, ઘટા સાથે હવે તું રોઇલે.
હું હતો તારા પ્રણયનો ચાંદતો,
ચાંદના આ દાગને પણ જોઇલે.
આ ‘અખંડ’ પૂરી નથી થઇ વારત,
એક પણ આંશુ વગર તું રોઇલે.
રહે
આમ તો આવી ઘરા પર મૂંજવણ થાતી રહે
હા, સદા મારા હ્યદયની એ વ્યથા ગાતી રહે
આમતો એ પણ મળે છે રાતભરના ખ્વાબમાં
તે પઠી સૂર્ય ઉદય સાથે જ તો જાતી રહે
જિંદગી મારી આહ તેની અમાનત હી ભલે
તે છતા આવી જ પીડા કેમ દેવાતી રહે
ઓ ખુદા તારી કસોટી આકરી પણ એટલી
કે સદા મારી અહી આ જાત વેચાતી રહે
કોણ જાણે સું લખ્યુ કે હાથ ની રેયા મટી
જિંદગી પળપળ હર્વતી આજ વેરાતી રહે
જામ આજે હોઠથી સટકી પડ્યો છે એ કહી
આ સુરાતો આંખથી ડર સામ ઢોળાતી રહે
આ અમારી જિંદગી એ રાહમાં આજે ઘટી
રાહમાં તારી ‘અખંડ’ આ યાદ વેરાતી રહે
હું શું કરૂં ?
આવશે તે આંગણે એ આશ લઇ બેઠા રહ્યો,
એ ન આવી આંગણે બેસીરહી હું શું કરું ?
આવકારો ના મળ્યો તેની હ્ય્દયના દવાર પર,
તો પછી તેના હદયમા સ્વાશ થઇ હું શું કરું ?
તુ ભલે ભુલી એ મારા પ્રેમ ના ઉપકાર ને,
પ્રેમની વાતો બધી ભૂલ્યા પછી હું શું કરું ?
ક્યા સુધી જાશે હવે આ લાગણીના વાયરા,
લાગણી ના વાયરે વા’તો રહી હું શું કરું ?
જિંદગી માની હતી એ જિંદગી તો ના રહી,
તો પછી આ જિંદગી માણી હવે હું શું કરું ?
આંખમાથી વાદળી કાળી હવે વષીં જશે,
તો પછી એ આંખ નુ કાજળ બની હું શું કરુ ?
ગાલગાગા છંદમાં તેણે ભલે આપી ગઝલ,
પણ ‘અખંડ’ ના શે’રને માણી હવે હું શું કરું ?
ફાવે તો કહું
આ હ્ય્દયને પ્રેમ ફાવે તો કહું
છે સહેલી વાત ફાવે તો કહું
તુ કહે કે ના કહે તારી ઇચ્છા
આપવી છે માત ફાવે તો કહું
કામથાળી કાય ગુલામી વે સહે
હા, મળ્યો આઘાત ફાવેતો કહું
સાવ ખાલી રાહમા જાશો નહી
આપવો છે સાથ ફાવે તો કહું
આપવું છે નામ તારા નામને
તુ બનાવે નાથ ફાવે તો કહું
તુ ભરોશાને હપે જો જાળવે
આપવો છે હાથ ફાવે તો કહું
ક્યા ‘અખંડ’ છે જિંદગીના ખ્વાબ પણ
ત્યા નડી છે રાહી ફાવે તો કહું
રાખી
સમંદર ને લાવ્યો છું અમારી આખ મા રાખી,
તમે માનો હવે લ્યો માંછલી ને શાંખમાં રાખી.
અમારા પ્રેમની ભાશા સમજ મા ના ભળી તારી,
અમે પાગલ હતા સાંચે તને જો લાખ મા રાખી.
અમે આઝાદ પંછી થઇ ગગન માહે કરી યાત્રા,
અમારી તો વફા તુ જો તને ત્યાં પાંખ મા રાખી.
અધૂરા ખ્વાબની ખાતર અમે તો આંખ ના ખોલી,
અમારી એક ઇચ્છા ને અમે તો કાંખ મા રાખી.
હવે તો કર અમારી પર નજર અફશોષ ની સાથે,
‘અખંડ’ મારી જ ચાહતને અમેતો રાંખ મા રાખી.
નથી પડતી
તબાહી જ્યા વધેલી ત્યા તપન ઓછી નથી પડતી,
વધારી છે તબાહી ને અગન ઓછી નથી પડતી.
પડેછે કાંઇ પણ ખપતો ફકત એ છે ભરોશાની,
હવે તો આગ ની આવી જલન ઓછી નથી પડતી.
કદર તો ના થશે તારી જવાની આ જમાના મા,
જવાની જોશની તો આ લગન ઓછી નથી પડતી.
વફાની વાત તો કોને કહ કો એ નથી સાથી,
તને સાથી અમારી પીતતો ઓછી નથી પડતી.
‘અખંડ’ આજે અમન ક્યાયે નથી ખાલી ચમન થાશે,
તબાહીની અહી બશ આ સમન ઓછી નથી પડતી.
ગઝલ
લાગણી થી તરબતર ઢાળી ગઝલ,
એટલે માનું ખુદા મારી ગઝલ.
શબ્દ જયા છલકાઇ છે મુજ ભાવ લઇ,
મે હ્ય્દયમા એટલે ખાળી ગઝલ.
ખોટના સાલી ક’દી તારી મને,
લાગતી આ પ્રેમ રુપાળી ગઝલ.
મે નિહાળી’તી અટારી મા સદ,
આંગણે એવીજ મે ભાળી ગઝલ.
એ કલંકો ને ઘરે છે ભાવ થી,
કોઇને એ લાગતી કાળી ગઝલ.
છંદ મા એ જાળવે માત્રા પછી,
વ્યાકરણમા શબ્દએ ગાળી ગઝલ.
હું ‘અખંડ’ એક ફૂલ છું આ બાગનો,
ને બને મારો પછી માળી ગઝલ.
પાંદડા
પાનખર નો ભોગ બનતા પાંદડા,
ડાળ પરથી રોજ ખરતા પાંદડા.
એ વશંતો મા મળે લીલા ધણા,
પાનખર મા રોજ મરતા પાંદડા.
જિંદગીના રંગ મા રંગાય ને,
રંગ પીળો પાન ધરતા પાંદડા.
એ ‘અખંડ’ ની છાપમાં રે’વા મથે,
એકલા એ રાહ ફરતા પાંદડા.
જિંદગી
ખેલવી છે જિંદગી જુગાર મા,
મેલવી છે જિંદગી જુગાર મા.
રોક મા આજે હવે તુ ખેલને,
તોલવી છે જિંદગી જુગાર મા.
દાવમા લાગે ભલે મુજ જાત પણ,
ખાળવી છે જિંદગી જુગાર મા.
આ ભટકતા ભાવ ને ક્યા સંઘરું,
બાળવી છે જિંદગી જુગાર મા.
ક્યા સહારો છે માળ્યો સંસાર મા,
પાળવી છે જિંદગી જુગાર મા.
રાહ સીધી હો ભલે તુજ પ્રેમ ની,
વાળવી છે જિંદગી જુગારમાં
તું ‘અખંડ’ થઇને ભલે જીવવા મથે,
તોડવી છે જિંદગી જુગાર મા.
ગઝલ ગણીત
ગઝલ ના ગણીત ને જાણજે,
પછી તું ગઝલ ને માણજે.
કરી વાહ ના વરસાદ ને,
શબ્દ ને દરીયે તાણજે.
વયન આપતા એ જણજે,
ગઝલ આપણો તો પણ છે.
થશે તો અહીંયા ઘાયલ અહી,
શબ્દો નુ ગઝલ તો બાણ છે.
ઉતરવું ‘અખંડ’ થાશે અઘરું,
ગઝલ તો શબ્દો ની ખાણ છે.
ના કરશો
જરુંરત થી વધારે કોઇ પણ ને પ્યાર ના કરશો,
સળગતી વાત નો ક્યારેય પણ વિસ્તાર ના કરશો.
વરશતી હોય જો મૌશમ પલક ને પણ પલળવાદો,
વરશતી એ પછી મૌશમ વીશે વિચાર ના કરશો.
ખરી જાયે ગગન થી એ સ્વમાની તારલો જે છે,
કરી અપમાન તેનુ નામ હાહાકાર ના કરશો.
બને છે જોગ ને સંજોગ થી સંબંધ આ મીઠા,
વધે અંતર દિલોના એ કદી વ્યવહાર ના કરશો.
કરો તો એટલુ કરતા જજો કો આંખ હો હસ્તી,
મરણ ને બાદ નેત્ર દાનનો ઇનકાર ના કરશો.
કોણ માનસે
કોરી હતી કીતાબ લખી જિંદગી અમે,
ટીપે બની એ સાથ જલા કોણ માનશે.
જાણે બધા એ વાત ન જાણે ભલે પછી,
આ જિંદગી છે એક બલા કોણ માનશે.
કાજળ ભરેલી આંખ હતી કે કલંક એ,
કેવી હતી એ પ્રેમ હલા કોણ માનશે.
મૂંકી કબર પર ફૂલ પછી એ રડ્યા હતા,
દેખાવની એ પ્રેમ કલા કોણ માનશે.
ઓઢી હતી જે એઢણી એ તો કફન બની,
હુ માનતો એ ને જ અલા કોણ માનશે.
ખોવાઇ ગઇ એ રાત પછી અંધકારમા,
આપી હતી અંજવાશે સલા કોણ માનશે.
આ શેર મારા સાત રજૂ જયા થયા ‘અખંડ’,
કેવી મળી તી દાદ ભલા કોણ માનશે.
મળે
જેટલું ખોયું બધું એક ક્ષણ મળે,
ઝાંઝવાનું આજ આલી રણ મળે.
એક ધારો ગોળ હું ફર તો રહું,
હાંફતું મારું મને આંગણ મળે.
એ હરણ હંફાવતો એક દોડ મા,
ક્યાં મને પાછો હવે એ જણ મળે.
છોડવા તૈયાર છું આ દેહ ને,
જિંદગી નું જો મને તારણ મળે.
ક્રોધ ને પાળી શકુ છું શિવ સમો,
દેહ ને જો આંખ એવી ત્રણ મળે.
ગણપતી જેવો મળે ખીતાબ પણ,
એ પ્રથમ એવા મને જો ગણ મળે.
આ ‘અખંડ’ જિંદગી ત્યાગી દઉ,
અવતરણ નું જો મને કારણ મળે.
ગયું !
કોણ જાણે કોણ ત્યા આવી ગયું,
આંખમા જે નીર છલકાવી ગયું.
હું ભરોશા ને છળુ મારા હવે,
હોઠ મારા કોણ મલકાવી ગયું.
સાવ લુંટાણું ચમન ફૂલો વગર,
ફૂલ ત્યાં કોઇ મહેકાવી ગયું.
સાવ કલરવ ખોઇ બેઠો બાગ ત્યા,
એક ચકલુ ત્યાં ચહેકાવી ગયું.
મે ‘અખંડ’ રાખ્યું હતું આ મન છતા,
કોણ મારું મન બહેકાવી ગયું.
છે.
સાવ ખોટી વાત છે,
ક્યા તમારો સાથે છે.
હું ભરોશા મા ગયો,
એ જ મારો વાંક છે.
તુ રડે મૃર્ગજળ સમું,
સાવ કોરી આંખ છે.
તું ગગન મારું નથી,
ત્યા કહે તું પાંખ છે.
હું થયો ત્યા જઇ ‘અખંડ’,
શાખ મા જયા ખાખ છે.
પ્રેમ
ઉઘાડે કેશ તુ તારા નશો છલકાય આખો માં,
હ્ય્દય હક પર ચડે એવું તને રાખુ હું સ્વાશોમા.
રૂપાળા દેહની જેવી રુંપાળી વાત તારી છે,
રહે છે ત્યારથી બશ તુ હવે મારા વિચારો મા.
સખીઓ મા વધારે સોભતી આ સાદગી તારી,
મને લોભાવતી એવી ક્ષણે તારી વધુ સાડી.
લટકતા કાનના લટકણ, કપાળે ચાંંદલો રાતો,
કરીને આંખમાં કાજળ લગાવી હોઠ પર લાલી.
ચડેછે કૈફ આજેતો ‘અખંડ’ એમજ લથડવાદે,
પ્રણયના કૈફને મારે સજાવો આજ અધરો મા.
ઉઘાડા કેશમા આજે હ્ય્દય મારું ફશાણું છે,
તમારી આ અદા કાજે હ્ય્દય મારું જવાનું છે.
મને તુ પ્રેમની ખાતર મળેતો જિંદગી આપું,
રગેરગમા મળે બશતુ તને રાખું હું સ્વાશોમા.