પ્રતિ,
સંપાદકજી,
મેરી સહેલી,
મુંબઈ.
આ સાથે મોકલાવેલી અપ્રકાશિત,સ્વરચિત વાર્તા યોગ્ય લાગે તો પ્રકાશિત કરશોજી.
પ્રફુલ્લ આર. શાહ
૪0૫ બી અરપિત ઈનક્લેવ
મહાવીર નગર
દહાણુકર વાડી
કાંદિવલી વેસ્ટ
મુબઈ ૪૦૦૬૭
મોબાઈલ -9821989328
email -dpak.traders@gmail.com
છોડ એક ગુલાબનો
----------------------
આશુતોષ બસ સ્ટેંડ ઊભો રહ્યો.ચારે બાજુ નજર ફેરવી લીધી.ઉપર આભ નીચે ધરતી દૂરદૂર સુધી પથરાયેલ લીલાછમ વૃક્ષો ,અહીંતહીં ચરતી ગાય,વારેવારે ઝબકી પાછાં સૂઈ જતાં બે ચાર કૂતરાઓ સિવાય ભર બપોરે શાંતિ હતી.એ જ્યાં ઊભો હતો ત્યાં એક રીક્ષા આવીને ઊભી રહી ગઈ." સાહેબ કઈ તરફ સવારી "
" પશાભાઈની વાડી.."
"તીસ પૂરા ."
" બપોરની સાંજ થશે મારા સિવાય કોઈ નહીં ત્યાં લઈ જશે.." કહી રીક્ષા સાઈડમાં ઊભી રાખીઆશુતોષ ચૂપચાપ રીક્ષામાં બેસી ગયો.
"સાહેબ લઈ લઉં પશાભાઈની શેરીએ નક્કીને?"
"હા,નક્કી.એમાં પૂછવાનું કેમ..કંઈ કારણ છે ?"
"ના ભઈ,અમારે તો પેસેન્જર કહે ત્યાં લઈ જવાનું હોય "રીક્ષા સ્ટાર્ટ કરતાં ડ્રાઈવરે કહ્યું. "ઠીક તો..પણ તને કંઈક નવાઈ લાગી છે .."
"સાહેબ,સાચી વાત છે તમારી.એક વાત પૂછું ?"
"પૂછી લે ને.."
"આ પશા કાકા તમારા શું થાય?"
" કેમ અલ્યા તને મારા પર કંઈ ક સંદેહ લાગે છે?"
"સાહેબ માફ કરજો પણ તમે કશુ જાણો છો ?" "એટલે ?"
"એટલે કે પશાકાકા તમારા શું થાય?"
"મારા ચારપાંચ પેઢીએ કાકા થાય ".
" તમે પરદેશ રહેતાં લાગો છો.."
"સાચી વાત છે. આફ્રીકાથી આવ્યો છું મુ્બઈ મારાં મિત્રને ત્યાં ઊતર્યો છું."
"બરાબર.મારો અંદાજ સાચો નીકળ્યો."
આશુતોષ ચાલતી રીક્ષામાંથી ગામનો નજારો જોઈ રહ્યો હતો.ધૂળઢેફાંની જગ્યાએ પાકી સડકો,એકબે માળનાં નકશીદાર નાનાંબંગલા જેવાં મકાનો,વરંડામાં શોભતાં આસોપાલવ તથા રંગબેરંગોથી શોભતા ફૂલ ઝાડો.ઠેર ઠેર સ્વચ્છતા રાખોનાં બોર્ડ અને આધુનિકતાના રંગોમાં રંગાયેલી યુવાન પેઢી થી નાનું શું ગામ મીની શહેર લાગતું હતું.
"સાહેબ,પશાભાઈ વિશે કશું જાણો છો?"
"ના.છેલ્લાં પાંચ છ વરસથી સંપર્ક નથી રહ્યો. કેમ ખાસ કોઈ વાત?"
" સાહેબ, એ તો ગુજરી ગયાં ચાર વરસ અગાઉ.."
"ઓહ..માય ગોડ!"
" શું તમે અજાણ છો..."
" જરુર.જાણતો હોત તો થોડો આવત....ચાલ પાછો."
"ક્યાં? "
"બસ સ્ટેંડ...ઘર તો બંધ હશે..
" ના સાહેબ.એમની દીકરી રહે છે .ઓળખો છો.."
" હું જાણું છું.પણ તે ઓળખતી હશે કે નહીં ગૉડ નૉજ..."
"સાહેબ ,શું કરવું છે? પાછા વળવું છે? આપણે અર્ધે પહોંચિયા છીએ.."
"દોસ્ત તું જેમ ચાહે તેમ..."
" આવ્યા છો તો એમની દીકરીને મળી લો.ઓળખ થશે.સાંજ પહેલાં બસ નથી અમદાવાદ જવા."
"તને કેમ ખબર પડી કે મારે અમદાવાદ જવું છે?"
" તમે મુંબઈથી આવ્યા છો તો."
" ખરેખર હોંશિયાર છે..." બંને જણ હસી પડ્યાં.
"એમની દીકરી એકલી જ રહે છે કે"
"હા.. સાહેબ..નસીબની ફૂટેલ છે.."
" કેમ ..."
" સાહેબ,કુદરત કેવી માથા ફરેલ હોય છે.અમદાવાદમાં ભણવા જતી હતી.ત્યાંજ હૉસ્ટેલમાં રહેતી હતી.અને રચાઈ ગઈ એક પ્રેમ કહાની.છોકરો અભ્યાસાર્થે વિદેશ ગયો.પાંચ વર્ષ પછી આવશે અને વચનથી બંધાયા કે આવીને લગ્ન કરશે.."
" પણ છોકરો ત્યાં પરણી ગયો કેમ ખરું ને.."આશુતોષે પરાણે હસતાં હસતાં કહ્યું.
" ના સાહેબ એ જ રહસ્યમય રહ્યું છે હજી સુધી! ના ફૉન લાગે,લખેલા કાગળ પાછા ફરે.."
"પણ તને આ બધું કેવી રીતે ખબર?"
"સાહેબ આ બધું મારા દ્રારા થતું હતું. પશાકાકા તો ગામનાં સરપંચ જૂનવાણી પાક્કાં.દીદીને મારાં ઉપર પાકો ભરોસો.જેમતેમ વરસ કાઢ્યું. ના છૂટકે દીદી ઝૂક્યાં.મજબૂરીથી પિતાની આજ્ઞા અનુસાર બાજુનાં ગામના સરપંચના દીકરા સાથે લગ્ન કર્યાં.
"પણ ગામનાં પોસ્ટઑફિસમાં કામકરતા રામજીકાકાની ઈચ્છા પોતાના દીકરાને પશાકાકાની છોડી સાથે સબંધ બાંધવાની પણ સરપંચને માન્ય ન હતુ્.."
" એટલે તે વિલન થયાં કેમ ખરું ને?"
"તમે તો ભારે અધીરા છો સાહેબ! ગામનાં લોકો સાવ ભોળા નથી હોતાં.ડંખીલા પણ એટલાં જ હોય છે.આપવા બેસે તો સર્વસ્વ આપી દે અને વિફર્યા તો આપણાં કપડાં પણ ઉતારી લે."
"ઑહ..પછી શું થયું "
" ધામધૂમથી લગ્ન થયાં.દીદીએ એમનું એક કામ મને સોપ્યું.."
"વાહ..ખાનગી હશે? ખરેખર તારા પર.."
"કામકાજ સાવ નાનું.દીદી દર મહીનાની દસ તારીખે મને અમદાવાદ મોકલતાં ગુલાબનો છોડ લાવવા.જે ઘરનાં પછવાડે અવારું જગા હતી ત્યાં છોડ વાવતાં હતાં અશ્રુભીની આંખે.આજે આ જગા સરસ ગુલાબની વાડી બની ગઈ છે. આ કામ મને સોંપ્યું.દીદીનાં લગ્ન પછી હું એમનું અધરું કામ આગળ ધપાવતો રહ્યો. "
"દસ તારીએ જ કેમ?"
" મેં પણ આજ પ્રશ્ન પૂછેલો. ત્યારે કહેલું કે બંનેની જન્મ તારીખ દસ છે.બીજું બંને વચ્ચે નાં પ્રેમમાં ઑટ ન આવે.તે ત્યાં અને દીદી અહીં !
થોડી ક્ષણો મૌન પથરાઈ ગયું.આશુતોષ કંઈક બોલવા જતો હતો તે જોઈને તે બાલ્યો," સાહેબ,તમે જે પૂછવા જઈ રહ્યો છો તે સાંભળો.દીદીએ એક નાની ભૂલ કરી નાખી."
" થનાર પતિને પોતાનો ભૂતકાળ જણાવ્યો હશે..."
" નન સાહેબ,તમે ફરી ગોથું ખાઈ ગયા. લગ્નનાં બે મહિના અગાઉ ફરી પત્ર લખ્યો.જે લગ્ન પછી પાછો ફર્યો .આ કાગળ પોસ્ટમાં કામ કરતાં રામજી કાકાનાં હાથમાં આવ્યો. અને બરાબર વેળ વાળ્યું.દીદીના પળભરનાં સુખી સંસારનો અંત આવ્યો!"
"ઓહ્ શીત્ રાસ્કલ.."
" સાહેબ તમે તો ઉશ્કેરાઈ ગયાં.."
"તો શું આનંદ થઈ નાચવાની અલ્યા ડોબા વાત છે?" ગુસ્સાથી આશુતોષે કહ્યું.
"સાહેબ તમારી જેમ ગામ આખું આગ આગ થઈ ગયું હતું.રામજી કાકાનાં પુત્ર પર કાળ ફરી વર્યો અને સગા બાપને ગોળીએ દઈ દીધો..."
"ઓહ્ ગૉડ.."
" આ બાજુ પશાકાકા દીદીને જોયા કરતાં દુખી મને.દીદી આવું કરશે તેવું ધાર્યું જ ન હતું મનોમન મુંઝાતા ગયા.પોતાની ઈજ્જત પર બટ્ટો લાગ્યો છે એ સમજણ ઉધઈની માફક એમને કોરી ખાવા લાગી.એક દિવસ ઝેર પી અંત લાવ્યા."
" વૉટ્સ અ ટ્રેજેડી..નેવર બીલીવ.."
" સાહેબ એ ઝંઝવાત એવો આવી ને ગયો કે ના પૂછો વાત.કાયદાની આંટીઘૂટી,વકીલોની કાયદાબાજી અને રામજીકાકાના ડાઈંગ ડીક્લેરેશનથી એમનો છોકરો નિર્દોષ છૂટી ગયો.એનાં પ્રયાસથી ગામની મહિલાઓએ પશાકાકાની દીકરીને સરપંચ બનાવવામાં મોટો ભાગ ભજવ્યો.બે ગામ વચ્ચે દુશ્મની ખતમ કરી ગઈ ગૂજરી ભૂલી જવાનો સંકલ્પ ગામ વાસીઓને અપાવ્યો.દીદીએ ગામને સ્વચ્છ બનાવ્યું..ઘરઘર ટૉયલૅટ,ફરજિયાત પ્રાથમિક શિક્ષણ,પાયાની જરુરિયાત વીકસાવી સરકારની મદદથી.
ગામનાં ભણેલા યુવાન વર્ગોમાં વહીવટી સોંપણી કરી દીઘી."
"વંડરફુલ.જરુર તમારા મેમ સાહેબને મળવું પડશે.રીયલી સી ઇઝ બ્રેવ વુમન."
"સાહેબ સામે જે ઝાપો દેખાય છે તે પશાકાકાનો.."
" ઓહ..નાઈસ લુકીંગ..."
રીક્ષા દરવાજા પાસે ધીમેથી ઊભી રહી.
"દીદી કોઈ મહેમાન આવ્યું છે.." ધીમેથી દરવાજો ખૂલ્યો.બંને જણ એકબીજાને જોતાં રહ્યાં.માંડમાંડ શબ્દો નીકળ્યાં," આવ આશુતોષ " આશુતોષ લાગણીવીહીન તેની પાછળ ઘસડાયો." આ શું કરી નાખી છે તારી જાતને..ક્યાં હતો..."
" કશું ના પૂછ યામિની..કાળકોટડીમાં ફસાઈ ગયો ઊતરતાં જ.લૂટાઈ ગયું હતું સર્વસ્વ મારું..માંડમાંડ છૂટયો છું મિત્રની મદદથી.પાંચ વરસો અંઘારી કોટડીમાં કાઢ્યાં છે જે .."
" બેસ પાણી લઈને આવું."
આશુતોષ ઊભો ઊભો ચારેબાજુની જગ્યો નીરખી રહ્યો હતો.
"લે પાણી પી.."
"થેંક્સ " કહી પાણીનો ગ્લાસ લઈ ધીરે ધીરે પીતો ગયો.યામિની આશુતોષની દુબળી કાયા જોતાં રડી પડી.ગ્લાસ બાજુ પર મૂકી યામિનીનાં આંસૂ લૂછી વળગી પડ્યો.ક્યાંય સુધી બંને જણ એકબીજાને વળગી રડતાં રહ્યાં.દરવાજે ટકોરાં પડતાં સ્વસ્થ થઈ દરવાજો ખોલ્યો.
"દીદી સામાન ક્યાં રાખું "
"ગેસ્ટ રુમમાં?"
"હા "
આશુતોષે તીસ રુપિયા કાઢી કહ્યું," લો ભાઈ તમારું ભાડું."
" ના સાહેબ,આજે નહીં..ફરી કોક વાર..રજા લઉં દીદી કાલે કેટલા વાગે આવું..."
" કેમ?"
" કાલે દસ તારીખ છે ગુલાબનો છોડ લેવા જવાનું નથી ?"
" પ્લીઝ ,એક મિનિટ.યામિની આ મહાશય નું નામ શું?"
"જાનું.મારો જાન છે.મારો શ્વાસોશ્વાસ પપ્પાનાં મૃત્યું પછી..એક માસુમ હત્યારો.."
"એટલે '
"હા આશુતોષ..મારા ખાતર એને એનાં પિતાની હત્યા કરી..નાખી!"
"એટલે રામુકાકાની!?"
"હા "
આશુતોષ જાનુને ભેટી પડ્યો.ક્યાંય સુધી એની પીઠ થાબડતો રહ્યો.ધીમેથી યામિનીને કહ્યું,"બધી વાત કરી પણ આ વાત ન કરી.આનુ નામ કહેવાય માણસાઈ,યારી "
સ્વસ્થ થતાં જાનુએ કહ્યું," દીદી કાલે દસ તારીખ છે ને?"
" પણ ગુલાબનો છોડ તો તું આજે જ લઈ આવ્યો ,નામ એનું આશુતોષ..."..
કહી જોરથી ખડખડાટ જાનુને વળગી હસી પડી...
પ્રફુલ્લ આર. શાહ
1-02-2015.