ઝરણું
ઃ લેખક :
ભરત વાઘેલા
{Big - 1}
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
મહોબતકી ગલીસે ગુજરા,તો દર્દ કા બસેરા દેખા;
દીલોમે ઉઠતી ખ્વાઈસકા ,તૂટના વો સવેરા દેખાઃઃ
પહલે થોડીસી મહોબત ઔર તમન્નાથી જ્યાદા,;
અબ મહોબત હૈ જ્યાદા ઔર તમન્ના કુછ નહિ હૈઃ
હર કદમ પે નાકામિયોસે,કમ ન હુઈ દિલકી આરજુઃ
જબ જબ લગી ઠોકર તો,બઢ ગઈ મંજિલકી આરજુઃ
પાને કી મેરી આરજુ બહુત હૈ,તેરા ઇન્તજાર કમ હૈ ;
મગર યે વો હાદસા હૈ જીસ્પે,મેરા અખિતાર કમ હૈ :
તમન્નાઓ કો કરલું જિન્દા,આરજુઓ કો જવાં કર લું;
યે શર્મિલી નઝર કહ્દે તો , કુછ ગુસ્તાખીયા કર લું :
મુઝકો ઇન ચાંદ સિતારો સે ભલા લેના ક્યાં,
જો ન જલતે હૈ ન બુજ્તે હૈ મેરી મરજી પર :
જલાતા રહા સારી જિંદગી મૈ તેરી યાદો મેં ;
તેરી યે દુરીયા સે મુહબ્બત નહિ કમ હોગીઃ
ચુરાલી નીંદ રાતો કી, હુવા સવેરા તો ક્યાં ?
ગુલદસ્તોકી સેજ સે, તડપ કૈસે કમ હોગીઃ
મુહબ્બત મેં મિલા મુજે , કિતના હસીન દર્દ ;
ઉમ્રભર સોચતા રહા, તસલ્લી કૈસે કમ હોગીઃ
લોગોને પ્યારકો સતાયા,અનજાન બનકર;
ખુશી નહિ સાથમે ફિર મંઝીલ કૈસે કમ હોગીઃ
તારી નઝરના કામણથી, અમે ઘાયલ થયા,
એથી તારી એક ઝલકના, અમે મરીજ થયા .
સંજોગો હતા બધાયે ,અમે સમયના ન થયા,
આશ ભરીને બેઠાતા , લોકો બધા વેરી થયા .
મંઝીલ હતી પ્રેમપથની,સાથી પંથના ન થયા,
પ્રેમ બન્યો મુકામ તો,નગર સારા વિરાન થયા.
વાદળ આવ્યા વૈશાખમાં,વા વાયો ને દુર થયા,
માંગી છાયડી જીવનની,કિસ્મતે સાવ જુદા થયા.
પાણીમાં લીટી તાણી, યાદો તેમની લેતા થયા,
આ દેહના કફન પર, તે ફૂલ મૂકી ચાલતા થયા.
ચુંટણીલક્ષી ’’ ગુજરાતમાં’’
મારા વ્હાલા મતદારો જરા એક નજર આ ગીત પર નાખજો...
રાગ :- ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડાના ........
ચુંટણીના પડઘમ વાગ્યા, ગુજરાતમાં, ચુંટણીના પડઘમ વાગ્યાઃ
શાસક વિપક્ષ સૌ જાગ્યાં, ગુજરાતમાં, ચુંટણીના પડઘમ વાગ્યાઃ
ગામ ને શહેર સૌ ભાગ્યા , (૨ ) ગામ ને શહેર.....
હે..નાના-મોટા સૌ જાગ્યાં ગુજરાતમાં, ચુંટણીના પડઘમ વાગ્યાઃ
વાણી વચ્નુંના મેહુલા વરસ્યાં,( ૨ ) વાણી વચ્નુંના .....
હે..મંત્રી તંત્રી ને સંત્રી જાગ્યાં, ગુજરાતમાં, ચુંટણીના પડઘમ વાગ્યાઃ
માઈક ને ટીવી મોટા હરદમ વાગે, ( ૨ ) માઈક ને......
હે..સભાઓ ગજવવા લાગ્યા, ગુજરાતમાં ચુંટણીના પડઘમ વાગ્યાઃ
સઘળે મતદાર જાગતા ભાળ્યા, ( ૨ ) સઘળે મતદાર..
હે..ખોટા વચનોથી સૌ થાક્યા, ગુજરાતમાં, ચુંટણીના પડઘમ વાગ્યાઃ
ખોટા નેતાને મતદાર તમે ભગાડો, ( ૨ ) ખોટા નેતાને..
હે...ભરતે શાંતિને વિકાસ માગ્યા, ગુજરાતમાં, ચુંટણીના પડઘમ વાગ્યાઃ
તેરી ઝીલસી આંખોમે,ખામોશીયા કયું હૈ ,!
ફૂલો સા યે ચેહરા , બેઝુબાન સા કયું હૈ,!!
ગુલાબ સા હોઠ તેરા,યું ચુપ ચાપ કયું હૈ ,!
તસ્વીરમે હૈ ગુમાન , ખામોશીયા કયું હૈ ,!!
દિલ ઔર આઈના,ઇતના નાઝૂક કયું હૈ,!
યે નિગાહે હૈ બયાન,ખામોશીયા કયું હૈ ,!!
ઇશ્ક હૈ મેરા જિન્દા,સુની જિંદગી કયું હૈ,!
કરદું સાંસે કુરબાન , ખામોશીયા કયું હૈ ,!!
મરકર ભી યે ઇશ્ક કા,સિલસિલા કયું હૈ, !
સારા જહાઁ હૈ હેરાન , ખામોશીયા કયું હૈ ,!!
મૃત્યુનો અણસાર નિત્ય રહે માનવીને,
પલપલ મરીને પણ આનંદ લુટે હમેશા,!!
મુદતનો કોલ બધા કેવા આપે કાયમ,
ડગલે પગલે કાળ ભમતો માથે હમેશા.!!
હતો છે અને રહેશે ગુલામ તું સમયનો,
નિત શેઠ મનમાં જ બનતો તું હમેશા, !!
જવાની ગુમાવી કામિની કંચનમાં જેમ,
ઘડપણ આવતું જોઈ ડરતો તું હમેશા,.!!
હતો તું ભાડુંવાત કેમ માલિક બની બેઠો,
આ કાયાનું કરજ કેમ ભૂલતો તું હમેશા,!!
ન ઓટલો કે ખાટલો રહ્યો તારી સાથમાં,
ખીસાં વગર આવતો ને જતો તું હમેશા,!!
રહ્યું નામ તારું ના અમર આ ઇતિહાસમાં,
મૃત્યુલોકમાં વાવ્યું તેવું લણતો તું હમેશા,!!
ઉગતી જવાનીના જોશમાં ન હરખા તું
જોને ફૂલ પણ એક દી પાછુ કરમાં તું,
ચડ્યો ગગનમાં પતંગ જો કેવો લેરમાં,
નથી ઠામ કે ઠેકાણું તેનું જો પલવારમાં.
જીવન ને જંગમાં હાર જીત હોય પાકી,
કદી ન હોય તે નામી કે અનામી બાકી.
નમે તે ગમતો સદા રાજા રંક કે ફકીર,
ધનિકો હથેળીમાં ન જોવે કદી લકીર.
નથી ભાસ ગર્ભનો,જનેતાને સમજાયો,
રાખી માયા કિરતારે,તું કેવો ભરમાયો.
વાતોમાં કેવા મશગુલ કરી ગયા
બેધ્યાન કાયાનું એ મૂલ કરી ગયા,
વહેતી હવાની જેમ બધું લઈ ગયાં,તમે
યાદોના લીસોટા એમજ કરી ગયા..!!
ઉડતી વાતોના વાયરા સમી ગયા,
શાંત ઉર્મીઓના દાયરા ને પામી ગયા,
કરી છે પહેલ પ્રેમની પ્રથમ અમે,
વિજયની માળા હરખે પહેરાવી ગયા..!!
મજહબની એરણે શું પ્રિત અને શું જીત ?
રિવાજોની ચોપાટમાં ખેલાઈ જાય રમત,...૧
આબરૂનો મહોરા પાછળ માનવ ઝંખ્યા કરે ?
પોતાની જ ભૂલો એને જીવનભર ડંખ્યા કરે ..૨ .
જીવન સરિતાના કિનારા બેય ,હું ને મારું ?
જીવનભર જાણે કે અજાણે,માને બધું મારું...૩ .
નથી દેવ ડુંગરે ને ખાવિંદ આ ખલકમાં,
જો હામ તું રાખી શકે,તો પામીશ પલકમાં..૪
સુતો સારી રેન તું ,નવ જાગી ને તમે જોયું,
અલ્પ હતું આયુષ તારું, ખ્યાલ વિના ખોયું..
શઉદહઅરદ્વ કઅરઇલઉર્ ીંજીઅનઅકબહઆ.
મજહબની એરણે શું પ્રિત અને શું જીત ?
રિવાજોની ચોપાટમાં ખેલની કેટલીય રીત ..૧
આબરૂના મહોરા પહેરી માનવ ઝંખ્યા કરે,
પોતાની જ ભૂલો એને જીવનભર ડંખ્યા કરે ..૨
જીવન સરિતાના કિનારા છે બે ,હું ને મારું ?
જીવનભર હાંકે રાખે માનવી અહંકારનું ગાડું ...૩ .
નથી દેવ કોઈ ડુંગરે ને ખાવિંદ કોઈ ખલકમાં,
જો હામ તું રાખી શકે, તો પામીશ પલકમાં..૪
સુતો સારી રેન તું, નવ જાગી ને તમે જોયું, (તમે / કે તે ?)
અલ્પ હતું આયુષ તારું, ખ્યાલ વિના તે ખોયું..૫
ઝીણા ઝીણા ઘણા ફેર કર્યા છે. બરાબર જોઈ લેજો,
છે ખબર સૌને કે કફન સફેદ કેમ હશે ?
સ્નેહીયો બધાયે આજ મૌન કેમ હશે ?
આ ગેરહાજરી તેવો સમજ્યા નહિ પછી
એમ જ જીવનના વ્યવહાર રંગીન હશે...!!
બંધ આંખો મારી બધા જોતા હશે,?
સૌ ચિંતા છોડી ચિતા ને જોડી હશે,
કાલ હતો ને આજ ‘‘સ્વ’’ થઇ ગયો,પછી
ભાર હ્રદયનો હુજ સાથમાં લઇ ગયો .!!
એકે લાલ દરવાજે : અવિનાશ વ્યાસ
એકે લાલ દરવાઝે(દરવાજે) તંબુ તોણિયા(તાણિયા) રે લોલ.
એકે લાલ દરવાઝે તંબુ તોણિયા રે લોલ. : અવિનાશ વ્યાસ
-------------------------------------------
અમદાવાદી નગરી, એની ફરતે કોટે કાંગરી,
માણેકનાથની મઢી, ગુર્ઝારી(ગુર્જરી) જોવા હાલી,
કે વઉ(વહુ) તમે નો (ના) જશો જોવાને,
ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
- એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.
સીદી સૈયદની જાળી, ગુર્જરી જોવા હાલી,
કાંકરિયાનું પાણી, ગુર્જરી જોવા હાલી,
કે વઉ(વહુ) તમે નો(ના) જશો જોવાને,
ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
- એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.
ત્રણ દરવાજા માંહી, મા બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે, ગુર્જરી જોવા હાલી
હે વઉ(વહુ) તમે નો(ના) જશો જોવાને,
ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
- એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ....- અવિનાશ વ્યાસ
હોળી-ધૂળેટીનાં રંગોત્સવમાં રંગાઈ, વળી આજે વાત કરીશું અમદાવાદની.. ! ગીત તો એ જ જૂનું અને જાણીતું ગુજરાતી ચલચિત્ર ‘સંતુ રંગીલી’માં આવેલું આ ગીત ખૂબ જ પ્રખ્યાત થયેલું અને તેનાં શબ્દોએ ગરવી ગુજરાતણ પર એવાં કામણ કીધેલાં કે કેટલાંય વરસો સુધી આ ગરબા વિના નવરાત્રિ પૂરી જ ના થતી. તો આ ગીતમાં વણી લીધેલી વાતો આવનારા સમયમાં, અમદાવાદનો ઐતિહાસિક પુરાવો પણ બની રહેશે.
શબ્દોમાં સચવાયેલ, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો એક રેખતો હાલમાં જ ગુજરાતસમાચારમાં જોરાવરસિંહ જાદવની કોલમમાં પ્રકાશિત થયેલો. જેમાં, બસો ત્રણસો વર્ષ પૂર્વેના અમદાવાદનું વર્ણન કરવામાં આવ્યું છે.
અમદાવાદ કે અંદર હૈ દરવાજા પંદર
બીચમેં માણેક કા ચોક, બાવા ગોદડકા ગોંખ
બનિયા બેકતે હૈ માલ, સાડી ધોતિયું રસાલ
વાંસે આગે જાવે, પાનકોર કા નાકા આવે.
માલ મેવા બેચે, સૂર સારંગી ખેંચે
કીસબણ ગાણાં ગાવે, સૂનકે આગે જાવે
તીન દરવાજા આવે, બીચ કારંજકા ચોક,
ભદ્રકાલીકા ગોંખ, વાં કેદિયું કા કામ
વોહી ઉનકા મુકામ, ગારદી પહેરા ભરતે
ખૂબ ચોકી કરતે, ઐસા અમદાવાદ
મૈને દેખી ગુજરાત, જાત મહાજનકી સહી
બાત જુબને કહી, થૈયા થૈ તાથૈ તાથૈ (૩)
૧૮૫૦ સુધી, ગીતમાં ગાયેલ, લાલદરવાજાનું અસ્તિત્ત્વ જ ન હતું. પણ, તે સમયે બાર મુખ્ય દરવાજા અને બે કિલ્લા — ભદ્રનો કિલ્લો અને ગાયકવાડનો કિલ્લો તે બન્નેને અનુક્રમે છ અને પાંચ દરવાજાઓ હતાં. જેમાં હાલનાં લાલ દરવાજા પાસે, કિલ્લો અને કોટ હતો પણ તેની એકેય ઈંટ હાલ મળતી નથી. આવી જ અન્ય રસપ્રદ વાતો.
સીદી સૈયદની જાળી- ભદ્રનો કિલ્લો અને દીવાલ હતી તે તોડીને મસ્જિદ બનાવવામાં આવી. ૂકાંકરિયા તળાવ- તેનું જૂનું નામ કુત્બી હોજ હતું પણ ખૂબ જ કાંકરા નીકળતાં, તે કાંકરિયા તળાવ તરીકે જાણીતું થયું. ૂદિલ્હી દરવાજા- તે દરવાજાથી દિલ્હી જવાતું આથી તે દિલ્હી દરવાજા તરીકે ઓળખાતો. ૂશાહપુર દરવાજા- હાલમાં તેનું અસ્તિત્ત્વ નથી, એન્જિનીયર ભાઈકાકાએ (લૉ-ગાર્ડનમાં ભાઈકાકા ભુવન છે તે) શાહપુર વિસ્તારનો કોટ અને દીવાલ તોડી તે રસ્તાને પહોળો કર્યો..
ઝખ્મને લીધા વિના પ્રીત નથી.!
પ્રીતને માણ્યા વિના જિંદગી નથી.!!,
ડર સાથે લાગણી પણ હોય છે
એકલું સુખ કાંઈ હોતું નથી..!!
સમયની રાહ ક્યારેય જોતું નથી
મૃત્યુ તો ભીડમાંય અટવાતું નથી
શોક સાથે રુદન જરૂર હોય છે, પણ
અંત-સફરે સાથમાં કાંઈ હોતું નથી...
વિચારોના વમળમાં અટવાતો રહી જાઉં,
સાથે જ ચાલુ તોયે અળગો રહી જાઉં,
એક મોકો આપે તો વસંતની જેમ,
પાનખર આવે તોયે હું કુમળો રહી જાઉં...
જુઠા આ જનસમુદાયમાં સત્યને શોધે છે,
અપેક્ષાની વચાળે પરમાર્થને શોધે છે,
સ્વાર્થી આ જમાનામાં હરખ શું કરીએ.??
દીકરાના વેવીશાળમાંય નાણાંને શોધે છે..!!!
ક્યાંક આભનેય અંધારું અડતું હશે,
ક્યાંક નામનેય ભૂલવું પડતું હશે,
જો મગરૂર હોય જોબન સાથમાં..તો..!!!
વનના રાજાને પણ લડવું પડતું હશે ...
દીકરી ‘‘દામિની’’ ને શ્રધાંજલી સ્વરૂપે...
જાય છે ભૂલી સમાજ અને તેના ઠેકેદારો ,
ગુનાહો કાયદાથી હમેશ જ ઢંકાઈ જાય છે,૧
છે કાયદો અને કલમો સવિધાનમાં જીવંત,.પણ !
ગુનેગારો નાણાંથી બધે જ છવાઈ જાય છે.૨
હતી રાજધાની ઘેનમાં ને જનાદેશ રેનમાં.
દામિની દરીન્દોથી આમ હણાઈ જાય છે.૩
કેમ માવતરના સ્વપન દફનાઈ જાય છે ?
કંઈક કામિની દેશમાં નિત કરમાઈ જાય છે.૪
જાગ્યો છે દેશ હવે દામિની તારી શહાદતે,
દીકરી તારા જખ્મે આંખો છલકાઈ જાય છે,૫
થાજો સાબદા હવે તંત્રી,મંત્રી અને સંત્રીઓ,
તો સલ્તનતના પાયા આમ ફેકાઈ જાય છે,૬
ઉઠ્યો છે જુવાર આજ, હર દેશવાશીયોમાં ,
છે શપથ અમારા ગુનેગારો મિટાઈ જાય છે૭
સમયનો ધબકારો :-
સમય ન કોઈનો હતો ,
ખોળો તો સૌ કોઈનો,
હોય સાથ જો તેનો .
પણ કેમ !!
જીવનનો નજારો જુદો હતો ?
સુખ-દુઃખમાં ભાવ ન હતો,
ચેહરામાં હતો ઉજાસ,
પલકારો આંખ જેવો,
પણ કેમ.!!
મનનો ગભારો જુદો હતો ?
કુંડળીમાં ન દોષ હતો ,
ચાર આમ ને પાંચ તેમ ,
છે ગ્રહોનો ગણગણાટ,
પણ કેમ,!!
જીવતરનો સિતારો જુદો હતો ?
રસ્તો વાકોચૂકો ન હતો,
સમજ છે ખુબ નાની,
ભૂલે તો ભવમાં જાય,
પણ કેમ ..!!
આવા-ગમનનો ફેરો જુદો હતો ?
આયુષ્યમાં ભેદ ન હતો,
શ્વાસા રાખ્યા સરખા,
રોગ ને શોકે વધે ઘટે,
પણ કેમ.!!
મરણનો ધબકારો જુદો હતો
મિત્રો બહુ ધ્યાનથી વિચારશો તો સમજાશે,કેમ કે માર્મિક અને આધ્યાત્મિકતા પર લખ્યું છે...( ગભારો = ફુગ્ગો,અંગ્રેજીમાં બલુન )
સ્વાર્થથી જયારે પ્રીતનું અપમાન થઇ જશે,
તો દિલના સંબંધો ત્યારે સ્મશાન થઇ જશે,
કરવા ખુલાસો એ વાતનો આવ્યો તારે દ્વારે,
નહિ તો પ્રેમિયો જગતના,કુરબાન થઇ જશે,
હતી ક્યાં હસ્તી જો એક બીજાને મળવાની,
આમ મુલાકાત જીવનના અરમાન થઇ જશે.
પવિત્ર સ્નેહ કેરા બંધનમાં બંધાયા આપણે,
નહિ તો પાનખરની હવાયે વેરાન થઇ જશે,
રચાઈ મુઝ કલમે અજીબ એક દાસ્તાન,
ન હતી ખબર મને કે,તે ધનવાન થઇ જશે..
ઈચ્છા હકીકતમાં ભળી ગઈ,કલ્પના એવી મળી ગઈ,
સ્મરણે આવી તું મને ને , સંધ્યા મારામાં ઢાળી ગઈ,
હસ્ત લંબાયો મિલાવવા,જોને દ્રષ્ટિ પાછી વળી ગઈ,
કરુણા કેવી કિસ્મતની કે,આશાઓ બધી પીગળી ગઈ,
ક્યાં સુધી ‘‘ભરત’ ઠમકા મારીએ ?
સમજણની જ્યાં હવા જ ધીમી પડે,!
વધે નહિ સંબંધો બીજાથી છોડાવ્યે,
ખરે સમયે સંબંધ ઢીલા થઇ પડે.....
પા પા પગલી ભરતા પકડી જે દિન આંગળી,
એ જ તો મારો હતો પહેલો પાઠ પ્રયાણનો..!!!
ચાર કાંધે લઈને મને ,ચાલ્યા સ્વજનો મારા,
ભરત જિંદગીનો હતો,છેલ્લો સારાંશ નિર્વાણનો.
ખુદાની ખુદાઈ પણ છે ગજબ , !!!
જગમાં માણસમાં છે મોટી સમજણ,
પણ ! શેતાન મુક્યો છે તેની સાથમાં,
બસ ! આ જ તો મોટી છે મુજવણ..!!
મંજિલ તણો વટેમાર્ગુ હું, ભ્રમર મન તો ભટક્યા કરે,
સુખ-દુઃખની ભરી ગોઠડી,જોખો જમનો લટક્યા કરે,
વાત વાતમાં તમને કહેતા રહીશું,!
કદમ કદમ અમે મિલાવતા રહીશું,!!
લાગે એકલતા તમને મિત્રો કદી,!
તો હાથમાં હાથ મિલાવતા રહીશું..!!.
ણઠાહ ગશ ;કનસ ફનયઇસ ફઢજ ડ;કસઅ હ્યકઠયક ફન;કૈ
ઇસજહ દ્વકસ તતચરકસદકૈ ;સ બઉકઇ રદ્યઉસ ફન;ક
લહ્યકહ ઢસજ યસરસ ઉતજ રકસ દકસબૃ ફ‘કદદ્વક ઉગહઐ
ઇસજસ નનૃદકસ વકસજ ર્ચ+કદસૈ ;સ બઉકઇ રદ્યઉસ ફન;કૈ્ર
જગક ગશ બઅરતકજ રસજક ઇસજસ ફનય દસ નકઇઉ ાજૈ
ફદલહ વકસજ દક ચઉદસૈ;સ બઉકઇ રદ્યઉસ ફન;ક-્ર
ાયદસ ઉગહઅ ઇકજહ જકરહ્યકજ બઅરતકજ ઇસ ઇસઉસૈ
ક્ષઠઇઉકઇ વકગશ્વ લઠઉકદસૈ;સ બઉકઇ રદ્યઉસ ફન;ક-્ર
નકસળર ઇસજહ /કહ્મ+દઉ દહ દહઇર રદ્ય ડ;ક તકઉસૈ
ગલરક પગસજક ઇઠજતકદસૈ;સ બઉકઇ રદ્યઉસ ફન;ક-્ર
હ્યકજ ફન;ક તેકઇ ભઠદજકદસ ઇસજસ ફનયદકસ રદ્યઉસૈ
જેક ફન;ક ઇઠહ્મનક ચઉકદસૈ;સ બઉકઇ રદ્યઉસ ફન;ક-્ર
મભક ક્ષ;ક ઉદકચ રસજસ પસગજસ લસ રકસ વષણક યક્ષકૈ
દક‘ક ઇઠંસ તયકદસ તકરસૈ;સ ાશક્ષકઇ રદ્યઉસ ફન;ક-્ર
જય જય બજરંગબલી
હાથ જોડીને હરદમ વિનવું, બાય જાલોને મોરી બળવંતા,
સંકટ વખતે સહાય કરજો , અરજ સુણી અંજની સુતા ,
સાત સમંદર પલમાં ઉડી , પાર કરે પવન સુતા ,
જોઈ રહે એમ લંકા જલાવી ,હાક મારે દાદો હનુમંતા.
રામ સીતાની હરદમ સેવા, આઠે પહોર ઉઠાવંતા
સ્વાશે સ્વાશે રામ સમરતા, ઓંર બાત નહિ ઉચ્ચરતા,
રામ સેનાના કરી રખવાળા , રાવણ સામે લડનંતા.
વાનર સેનાથી વિજય મેળવ્યો રામ દુહાઈ ફીરનતા.
મૂઠ ચોટ કે જંતર મંતર , કામણ કામ નહિ કરનતા ,
ભૂત પ્રેત કે ડાકણ સાંકણ , નામ લેતા સબ ડરનતા.
રામ દૂત ને પવન સુતનું, ધ્યાન અહોર્નીશ ધરનતા,
દાસ વિઠ્ઠલ કે દો કરજોડી , હાથ જાલે એનો હનુમંતા.
ખુલાશો દુનિયાને
ખુલાશો દુનિયાને કેમ કરીશ સખી ?
જ્યાં ત્યાં ઢગ પડ્યા છે પ્રશ્નોના બધે.
જોયા છે ચેહરા હસતા દુનિયાભરમાં,
લાગે જાણે મોહરા જુદા જીવનભરના.!
મળે મને હર કોઈ કહે છે શાંતિ અમને,
રડતા દિલ કેમ દેખાય નહિ કોઈને ,
કરે છે પ્રેમ મીઠો ઝાંઝવાના જળ જેવો,
તૂટે જો દિલતો તો હળાહળ લઇ લેવો .
લુટાયા પછી કોઈને જગતમાં રસ નથી,
દુનિયાના વ્યવહારોમાં કોઈ કસ નથી.
સંજોગોને કદી અટકાવી શકતા નથી,
કરેલા પ્યાર ને ભુલાવી શકતા નથી,
ભલે સમુદ્રમાં ભળે સરિતા હરખથી,
તેની ખારાશ મિટાવી શકતા નથી
ભલે ઉતર્યો પ્રેમ કાગજ ઉપર આજે,
દિલના દસ્તક કરાવી શકતા નથી .
શબ્દો કરે મિજબાની જો મહેફિલમાં,
પણ કેમ જખમ રુજાવી શકતા નથી.
બની રહ્યા છે પથ્થર દિલ બધા કેમ?
નગર આખાને સમજાવી શકતા નથી.
સફરત।ની સીડી ચડતો ગયો પછી કેમ,?
સબંધો ને હું એમજ ભુલતો રહયો આજ..!!
હત। જે મ।ર। કેમ પ।રક। થત। ગય। ને.
પ।રક।ને પોત।ન। બન।વતો રહયો આજ.!!
સરી ગયો સમય કે ઉંમર તારી વહી ગઈ,
શ્વાસ ઉશ્વાસનો ચરખો નિત રહે છે ફરતો,
નથી કોઈ તારું ! નથી તું કોઈનો બનતો ,
સબંધોના સીમાડાને તું કેમ નક્કી કરતો.
હતો તું નાનો ખુબ ભોળપણમાં ખેલતો,
બની શેઠ,સાહેબ પછી ગુમાનમાં રહેતો.
અનંત વિશ્વ મહીં શું છે તારી હસતી જોને,
નથી નામ અમર તારું એ કેમ ભૂલતો,
કાયા તણી વાડી તારી કરમાઈ જશે જો,
પછી તસ્વીરમાં રૂડો બહુ તું કેમ લાગતો ?
પથ્થરો પૂજીને આજ કેમ પથ્થર બનતો જાય તું,?
અહી તહી કેમ શબ્દો નો વ્યવહાર કરતો જાય તું.
નથી સંતોષ નાણાંનો અબજો ભેગા કરતો જાય તું,
પછી પથારીમાં રહી નિસાસા સૌના ભરતો જાય તું.
ભૂલી દર્દ બધા હરખાતો ચાલ્યો આવ,
નજર એક નગરમાં કરી ચાલ્યો આવ,
ભરી બજારુ અહીં પ્રેમની ચાલ્યો આવ,
નથી કૃષ્ણ કે રાધા અહી ચાલ્યો આવ,
નથી લાગણી કોઈ જોતું ચાલ્યો આવ,
જોવે કાયાના કમઠાણ તું ચાલ્યો આવ,
સફેદ કપડે લાગતા સારા ચાલ્યો આવ,
પણ ભેદ ભીતરના જુદા ચાલ્યો આવ,
ભાલે જોવા ટીલા ટપકા ચાલ્યો આવ,
કરે ખુલાસા શાસ્ત્રોના તું ચાલ્યો આવ,
સફરત।ની સીડી ચડતો ગયો પછી કેમ,?
સબંધો ને હું એમજ ભુલતો રહયો આજ..!!
હત। જે મ।ર। કેમ પ।રક। થત। ગય। ને.
પ।રક।ને પોત।ન। બન।વતો રહયો આજ.!!
નથી આઝાદી મારે.......
વીતી રહી છે ઉંમર રમવાની મારી આજ,
સ્વપ્ના માવતરને સાચા કરવાની દાજ.
આ ઈંગ્લીશનું ઘેલું કેમ લાગ્યું સૌને આજ
ભૂલી રહ્યો છું માત્રુભાષા બોલવાની આજ.
ટ્યુશનના વાયરા જોને દુધના ઉભરા જેમ
નથી આઝાદી મારે હરવા ફરવાની આજ
મારા તો ખભે આ ભણતરનો ભાર નિત,
જાજા ચોપડાને હોય વાચવાની જ વાત, !
ગીલીડંડા,ભમરડો, થપ્પો રહી છે વાતમાં
બધી રમતો રહી છે બાકી રમવાની આજ.
મેદાન બન્યું મારું મોબાઈલ ને કોમ્પ્યુટર,
પછી નિત નવા નાસ્તાને જમવાની વાત.
સર,મેડમ જોને બન્યા છે ભગવાન મારા
કેમ પામવાની હૂફ મારે માવતરની જોને ?
આવો હળીમળી
ભૂલોના વાસીદા વાળીએ
ચોખ્ખા તે
મન કરીએ..
હરિ તે નામના
હાલરડાં પછી ગાઈએ
હૈયાને તે
ઊજળા કરીએ....
પ્રભુના નામની
હાટડી તે ખોલીએ
વણજુ તે
નામનું કરીએ...
નરશી મીરાને
જેવા ભક્તોના દર્શનથી,
જીવતરને
સાર્થક કરીએ ...
યાદો આજ અનરાધાર વરસે રે લોલ
કોરા કાગળ ને ભીની લાગણીયો રે લોલ,
ભીના કઈ સાજનના વાવડને આજ તરસે .
તારી યાદો આજ અનરાધાર વરસે ....
પેલી ભીતો ને યાદો એકાંતની રે લોલ,
યાદો કઈ વાલમના પગરવને નિત તરસે ,
તારી યાદો આજ અનરાધાર વરસે....
વરશોથી બંધ મનનો આ ઓરડો રે લોલ,
મનડું કઈ પ્રિયતમના મિલનને આજ તરસે .
તારી યાદો આજ અનરાધાર વરસે....
આ કાયાતણું ફૂલ ગયું છે કરમાઈ રે લોલ,
કાયા કઈ ભરથારના સ્પર્શને આજ મળશે..
તારી યાદો આજ અનરાધાર વરસે....
કેવું નભમાં ચડેલું છે કાળું વાદળું રે લોલ,
ધરતી રે થઇ વાલમના હેતને આજ ધરશે.
તારી યાદો આજ અનરાધાર વરસે....
આ ઈચ્છાઓની વાવણી આમ જોતો આવ્યો
માંગણીઓની લહાણી આમ કરતો આવ્યો,
જગત નથી માનતું હું જંગ હારતો આવ્યો,
આવેશોની આગને આમ પ્રગટાવતો આવ્યો...
શબ્દને સ્મરણની જોને તાપણી મળે,
ગુરુ ને મંત્રની કઈ વાવણી ફળે,!!
અમને શાંતિના જોને સહારા મળે,
જોને સરહદે બંદુકોનો ઢગલો મળે.!!
કોઈ ગઝલને જગજીતનો કંઠ અડે,
દિલના મારીઝોની મહેફીલો મળે.!!
એક પથ્થરને જોને શિલ્પી જોઈએ,
ને ભક્ત ભગવાનનો ઝમેલો મળે.!!
જોને થઇ વાતોમાં ને અટકવું પડે,
સભાને કઈ શ્રોતાનો કાફલો મળે .!!.
તારી આંખોમાંથી દર્દનું આંસુ વહે,
બાજુમાં દોસ્તોનો કઈ ઝમેલો મળે
વીર શહીદ ‘‘હેમરાજ સિંહ ’’ ને સમર્પિત ....
મને આ આજીજી હવે બેકાર લાગે છે,
મરતા જવાનો જોને લલકાર માંગે છે.!!
વીતી રહી બધી પળો ધિક્કાર લાગે છે,
જવાની મને હવે બહુ મક્કાર લાગે છે.!!
સરહદો હવે નક્કર ચમત્કાર માંગે છે,
દુશ્મનોના મોતના ભણકાર વાગે છે..!!
ઉઠો થાવો જિન્દા વતન જવાબ માંગે છે,
‘‘માં’’ આજ મક્કારોના પ્રતિકાર માંગે છે..!!
ખુદની જિંદગી હવે અપકાર લાગે છે,
જખમી હૃદયને વાતો ધુત્કાર લાગે છે!!
કહે ઘડનારો તું ! આજ કાયર લાગે છે,
મારે એને મારવામાં ઉપકાર લાગે છે..!!
નિરંતર દર્દો હવે ના ઈલાજ લાગે છે ?
ભૂસી નાખો નિસાન હવે અંગાર લાગે છે..!!
( અંગાર = લાય; બળતરા; અગન.)
દિશાઓ ને.......
નદીને પણ ભીતર વેદના થઇ હતી,
જયારે પત્થરોથી તે પસાર થઇ હતી.
એક ચિતારાને વેદના જો થઇ હતી,
આમ સ્ત્રીની આંખમાં પુકાર થઇ હતી.
જોને શબ્દોની લાહણી કોઈ થઇ હતી,
કૈઈ ઘાયલો પર એક નઝર થઇ હતી.
દિશાઓ ને આજ વેરવિખેર જોઈ હતી,
વાયુને જો શંખનાદની ફિકર થઇ હતી.
નથી ભલો આ માનવી કે,ભલાઈ હતી,
તે સ્વાર્થના સરોવરમાં લેર જોઈ હતી.!!
સંત શુરા ને સતીઓ, છે સૌરાષ્ટ્રની તે ઓળખ,
ભાવ,ભજન ને ભોજન, કરાવે કઈ એની પરખ..!!
પંડ પાથરે કઈ પારકા માટે,અને માતા ગૌ કાજે,
અમર છે ઇતિહાસમાં જોને ,ગાથા જીવંત આજે .!!..
દયા નથી દિલમાં મુરખને, ચિંતા નથી મનમાં,
કાવાદાવા કરી ધન કમાયા, ત્રાસ નથી તનમાં.!!
ખટપટના કરે ખેલ મોટા, આંધળો થઇ આંખોથી,
ગરજ પડે તો કરે ગુલામી, ધિક્કાર એ જીવનથી.!!
માફી પછીના ઝખ્મો કેવા નરમ રહેશે.!
ભૂલો પહેલાના સંબંધો પણ નરમ રહેશે !!
જીત પછીના વ્યવહારો કેવા રંગીન રહેશે,
હાર પહેલા તહેવારો પણ કેવા રંગીન રહેશે.!!
કદી નથી સળગ્યા હેતના દલડા આ, ગ્રીવા,!
હવે જો ભરત,કરે બુઝાવવાનો ગુનો તો શું કરશો ?
ભૂલ્યો નથી ભટકવાનું, ફરે નિત ગુમાનમાં,
જોને દાવા કરે દિલના, ક્યાંથી રહે માનમાં.!!
ભટકે પણ ભણે નહિ, કરે બહુ ભેગી કિતાબો ,
પછી રડે રાતા પાણી, મળે ના કદી હિસાબો.!!
યક્ષહ વકક્ષ ફનયદહ ચઠતકબૃ ઉગહઅ તકરહૈ
લઇઊનજ દહ ક્ષગજકબૃ ઉકાહ ઉગહઅ તકરહૈ
ઉકજહ દહ ઉતજદકસ દહ્યકહર્ ા+હ ઉગહઅ તકરહૈવકશજ-્ર
ફનયલસ દહ નઠદ્વક, દહ્યકહ ેક૧યહ ઉગહઅ તકરહ---
નરાકારે નીરખાણો......
પુરાણે પુરાણો ,ચારણે ચરચાણો,
લીલાધર કેવાણો , વેદે વંચાણો,
ગીતે ગવાણો, ગોવાળ દેખાણો,
નટે નચાણો , નંદકુંવર કેવાણો.
બાજીગર જોવાણો, કેશવ કેવાણો,
સારથી સમજાણો, હૈયે હરખાણો.
રણછોડ દેખાણો,રાવણ રોળાણો,
વખે પીવાણો ,તુલશીયે તોલાણો.
ગોવર્ધન ધરાણો, વચને બંધાણો,
ભરત કહે બધે ,નિરાકારે નીરખાણો..
યક્ષહ વકક્ષ ફનયદહ ચઠતકબૃ ઉગહઅ તકરહૈ
લઇઊનજ દહ ક્ષગજકબૃ ઉકાહ ઉગહઅ તકરહૈ
ઉકજહ દહ ઉતજદકસ દહ્યકહર્ ા+હ ઉગહઅ તકરહૈવકશજ-્ર
ફનયલસ દહ નઠદ્વક, દહ્યકહ ેક૧યહ ઉગહઅ તકરહ---
આંખો સુની રે જોને કાજળ વિના,
હૃદય સૂનું પ્રિયતમ વિના ,
જ્યોત વિના જેમ મંદિર સૂનું ,
ચાંદની સુની જેમ ચંદ્ર વિના
નથી મળતો ખુદા કે ઈશ્વર.....
દિલમાં હશે દયા તેને જીવાઈ જાશે બધે,
ચક્ર આ કાળનું નિત સમજાઈ જાશે બધે.!
રૂપ,રસ છે શું એ ક્યાં જાણે છે બાગબાન,
પૂછે ભ્રમરને કદી તો પરખાઈ જાશે બધે.!
મંત્ર, ધ્યાન ને સત્સંગ શું સમજે અજ્ઞાની,
જાણે કબીરને જઈ તો કળાઈ જાશે બધે.!
નથી મળતો ખુદા કે ઈશ્વર મંદિર મસ્જીદે,
પૂછો ફકીર કે સંતને તો ભૂલાઈ જાશે બધે.!
પ્રેમ શું, વિરહ શું, વેદના શું, વચન શું છે ?
મેવાડ જઈ પૂછે મીરાને ગવાઈ જાશે બધે.
બુંદ એક સ્વાતિનું સર્પ મુખમાં ઝેર બને.
છીપ મોતી બનીને ઓળખાઈ જાશે બધે.!
બળે છે જ્યોત અખંડ દિલમાં તારી જોને,
ભરત ધૂણે ચિનગારી જોવાઈ જાશે બધે.!
રે ! તુજ રુદને મારું કાળજું અંદરથી કોતરાતું !!
સખી , દેખી મુજ હાલત ‘ભરત’ સૌ આંખો ઉભરાવી લેતું !.
સખી સાંભળને કહું તને દલડાની વાત રે,
સુરજ આજ સોનાનો દીઠો રે ,........(ટેક )
મારા સાજનનો સંદેશો આયો,
સાંભળતા લાગ્યો બહુ મીઠો રે ....સખી.
અરે સખી મનની વાતું કોને કેવી,
કાઈ પિયરમાં નવ થાય,
સાજન આવવાનો આનંદ
એતો નયનમાં રાખીએ એવી રે...સખી ..
હરખીને સાસુજીને પ્રીછવે,
પણ કુવારી કાયા શું જાણે રે ?
જે ઘરના વાસીદું પાણી કરે,
તે આજ મિલનને માણે રે ?..સખી ..
અરે સખી ઉપર જોઉં તો આકાશે રે,
નીચું તાં ભાળું હેઠો રે,
સૂઉં તાં ભાળું સખી પથારીમાં,
બેસું તો આસને બેઠાં રે........સખી ..
આજુનો દિવસ હરખામણો રે,
સાજન મળ્યા સુખ દાતા રે,
પ્રેમની હેલી ભરત ની રે
મારી લગન લાગી સાજન રે...સખી ..
ઉધારીમાં નફાની રકમને શોધે છે..!
હર ગ્રાહકમાં એ ફાયદાની તક શોધે છે
હપ્તાના વ્યવહારમાં શું રડવાનું હોયે.?
લોનમાં ફાયદાનું ગણિત ગણે છે ..!!..
કરે શબ્દોનો વપરાશ બધા મતલબે,
ખોટા સરનામે પણ નામ સાચા લખે.
કરે વાતો દયા ને દાનની સ્વાર્થમાં જો,
પાછા લીખીતન મોટા અક્ષરે લખે જો!!
શું લાવ્યો ? શું લઇ સાથે જવાનો ?
આવ્યો ખાલી ને ખાલી જાવાનો,
કર્મોના પોટલા માથે કરી જવાનો,
ના સમજે તો ચોરાસીમાં જવાનો..!!
સુખ સ્વપ્નમાં ખોટા ક્યાં સુધી જોશે,?
દુખોનો ઢગલો આમ ક્યાં સુધી રહેશે,?
સ્નેહીયો તો ઘાત નિત્ય આપે જાણીને,
પારકા હસીને દિલાશો ક્યાં સુધી દેશે,?
મળ્યા છીએ જોને એક બીજા નસીબે,
વિખુટા પડીને ફરી ક્યાં સુધી મળશે.?
આખર બધાના જ ખેલ પડ્યા રહેવાના,
ખોટું રડી રડીને તેવો ક્યાં સુધી રડશે.?
જન્મે છે મરે છે નિત્ય ખલકના જીવો,
લોકો નામ પાડીને ક્યાં સુધી પાડશે.?......
ખુટે છે શ્વાસ જીવનમાંથી જાણે ટપકતું પાણી,
ઘટતી મંજિલ કબરની કેમ ન માન તું જાણી.!!
ઘઅઝઅલ...
ભૂલી જાવો આ જાતને કે કેમ થાશે તેનું ?
મનના ઇશારે જગત ચાલે શું થાશે તેનું ?
દિલના ખોટા દિલાસા દેતા આજ હું ડરું,
જ્યાં જાતને જાળવવી તે વખા પડી રહ્યા.!
હવે શરમાવાનો સમય દોહરાય ના ફરી,
સુકાઈ ગઈ આંખો હવે આંશુ નથી રહ્યા.!
હતી હાજરી અમારી પણ મૌન રહી ગયા,
તમારી નિર્બળતાએ અમે શાંત પડી રહ્યા.!
ડરી ગયા કે તમે પણ છો કોઈનો સંસાર,
સમાજને સંબંધે આજ પણ કરગરી રહ્યા.!!
દર્દના સાથમાં મુલાકાત ભુલાઈ ગઈ,
પ્રેમના આવેશમાં ચેતના ભુલાઈ ગઈ,
સ્પર્શ,આલીગન એકતા કંઈ ના પામ્યા,
જિંદગી જીદના વ્યવહારમાં ભુલાઈ ગઈ,
જે પામ્યા જખમ સંગાથે તે જ દિશાએ,
અંતે લાગણીના એ શબ્દે ભુલાઈ ગઈ,
ક્યાં મિલનની કરી હતી કદી તમે કદર,?
નિત્ય ઈન્તજારમાં એમ જ ભુલાઈ ગઈ,
કેમ આજ એનો જ પત્ર આવ્યો હાથમાં ?
બે પળ ભાષારાગમાં આમ ભુલાઈ ગઈ,
વેદનાઓમાં પણ તડપાવવાનો અર્થ શું ?
ને પછી માનવતા મહેકાવવાનો અર્થ શું.!!
આકાશ ને ધરતીને કાઈ જાજુ છેટું નથી,
ને દુર ્રક્ષિતિજે નજર કેમ કોઈ કરતુ નથી.!!
દાંત પહેલા ખોરાકને ખુદા ભૂલ્યા નથી,
માં ના અમી ઘુંટડા કેમ કોઈ જોતું નથી.!!
રંગને પણ જોઈએ છે કોઈનો સંગ,
હવે ભાઈ અમે પણ આપની સંગ..
દુઃખમાં ચાલશું એક ડગ આગળ,
સુખમાં રહીશું કંઈ કદમ પાછળ
સાત રંગનો છે નજરો બહુ નિરાળો,
હોયે મિત્રતામાં બહુ જોને હુંફાળો,
હોય છે તે પ્રેમ મહોબતની મિશાલ ,
ભર્યું હોય હ્રદય સાગરથીયે વિશાલ.
પૂરે સાક્ષી ઇતિહાસના પાત્રો જોને,
કૃષ્ણ સુદામાની હોય સખાવત જોને.!
દોરી તારી જીવનની છે, જોને જગદીશને હાથે,
પ્રાણીમાત્રના પિંડની છે,જાણ્ય બધીએ સાથે.!!
અંગે આપણાં સ્પર્શે કોઈ,મન જટપટ કેવું જાણે,
મન સૌના શ્રી જગદીશ, પારખે એ જ પ્રમાણે.!!
નહિ બચા કોઈ કાલસે ભલા..
નહિ સાથ કોઈ આતા ભલા,
નહિ સાથ કોઈ જાતા ભલા,.!!
રેટ ફિરતા હૈ નિશદિન ભલા,
કોઈ આતા તો હસતા ભલા,!!
નહિ સાબૂત બચા કોઈ ભલા.!!
જાતા તો તું કયું રોતા ભલા,?
નહિ બાકાત શ્રી,દશરથ ભલા,
રહાં સિદ્ધાંત યે કરમ કા ભલા.!!
નહિ બચા કોઈ કાલસે ભલા,
અબ તો ભાઈ તું સમજ ભલા.!!
શું કરીશ જાણી તું ખુદની બુરાઈ,
તુય માને છે તારી એ અદેખાઈ.
લોકો પ્યાર જતાવે છે સાવ કોરો,
રહ્યો પછી જીભ ઉપર ભાવ મોરો.
ખુદાની રાખી નથી મોટી ઓળખ,
સાચાજૂઠાની નથી જો તને પરખ,
તારા માવતરને વેદના તે આપી,
તારી સમજણની સરવાણી માપી.
પુત્ર મટીને તુ બન્યો પિતા આજે,
કેમ ભૂલ્યો ?કર્યુ તેવું ભરજે આજે
નથી ચિંતા એને છેવટના પરિયાણની જોને,
શસ્ત્રોમાંથી નથી મળતા શાંતિના સંદેશાઓ.!!
નથી સ્નેહ વિના ભરેલું સગપણ તમારું જોને,
મૃત્યુમાંથી નથી મળતા પુણ્યના પુરાવાઓ,!!
નથી સંતાન વિના પૂરો પરિવાર તારો જોને,
વંશમાંથી નથી મળતા બધાને ચિરંજીવીઓ.!!
નથી જળ રે વિના માછલી જીવી શક્તી જોને,
ગગનમાં નથી મળતા અનલ જેવા પંખીઓ.!!
નથી કમળ રે વિના રહી શકતો ભ્રમર જોને,
જગતમાં નથી મળતા સારસ જેવા પક્ષીઓ.