''આપણો હિસાબ તો બરાબર''
માનસી અમીર મા–બાપની એકની એક દિકરી અને નરેશ સામાન્ય ઘરનો એકનો એક અનાથ સંતાન હતો. બન્ને એક બીહ્મને કોલેજ સમયથી ઓળખતા હતાં. કોલેજ પુરી થતાં સુધીમાં તો બન્નેએ સાથે હૃવવાનો વિચાર કરી લીધો. નરેશની ઈચ્છા હતી કે નોકરી મળ્યા પછી જ આ વાત પર આગળ વિચારવું. માનસી માટે રૂપીયાની કોઈ કિંમત ન હતી. તેના માટે તો રૂપીયા એટલે હાથનો મેલ સમહ્મે ને ? તે રૂપીયાને ખર્ચવામાં કયારે આગળ પાછળનો વિચાર કરતી નહિ. તેમના ઘરની પરિસ્થિતિ હ્મેતા તેને વિચાર કરવાની કોઈ જરૂર પણ ન હતી.
જયારે નરેશ માટે એક એક પાઈની બહુ મોટી કિંમત હતી. માનસી રૂપીયા વાપરવા માટે કોઈ વિચાર શુધ્ધા કરતી નહિ, જયારે નરેશ એક એક રૂપિયો વિચારને જ ખર્ચ કરતો. બંન્નેના વિચારમાં જમીન આસમાનનું અંતર હતું. છતાં એકબીહ્મને પસંદ કરતાં હતાં. નરેશને એક કંપનીમાં કલાર્કની નોકરી મળી ગઈ. સૌથી વધારે ખુશ તો માનસી હતી. તેની ઈચ્છા ઝડપથી નરેશની ઘરે આવવાની હતી. પરંતું નરેશ ઈચ્છતો હતો. એક વર્ષ પછી, જેથી તે મહેનત કરીને કલાર્કમાંથી મેનેજરની પોસ્ટ મેળવી લે.
નરેશ પાસે ઘરનું નાનું એવુું એટલે કે તેમની બેની જરૂરીયાત માટે પુરતુ મકાન હતું. પરંતુ તે માનસીના આરામદાયક હૃવનથી પરિચિત હતો. તેમના પગારમાં માનસીની જરૂરીયાત પુરી કરવી શકય ન હતી. તેથી તેમણે એક વર્ષ વાત પાછળ ઠેલાવી દીધી.
નરેશની મહેનત લેખે લાગી ગઈ. તેમને કલાર્કમાંથી મેનેજરની પોસ્ટ તો છ મહિનાનું કામ હ્મેઈને જ આપવામાં આવી. નરેશ ખુશ હતો. હવે તેનો પગાર પણ વીસ હહ્મર થઈ ગયો હતો. ઘરનું મકાન હતું. તેમજ થોડી ઘણી બચત હોવાથી હવે કોઈ ફરીયાદ ન હતી.
માનસીએ તેમના પિતાને વાત કરતાં તેમણે નયન વિશેની બધી હ્મણકારી મેળવી લીધી, મનમાં વિચાર તો કરી લીધો કે, માનસી આટલી સામાન્ય આવકમાં રહી શકશે નહિ. પે્રમનું ભુત સવાર છે, ના કહીશ તો ન કરવાનું કરી બેસશે. પરંતુ હા કહીશ તો પરિસ્થિતિથી કંટાળીને કદાચ પંદર– વીસ દિવસમાં તો ઉલ્ટા પગે પાછી આવી જશે. માનસીએ તેમના પિતાહૃને હાથ પકડીને પુછયું, શું વિચારો છો ? કહીં નહીં બેટા તું કાલ જ નરેશને સાંજે જમવા માટે અહીં આમંત્રણ આપી દે.
માનસી તો હવામાં ઉડી રહી હતી. બીજે દિવસે સાંજે નરશે જમવાના ટેબલ પર હાજર હતો. જમવાનું પત્યા બાદ, માનસીના પિતાએ કત્નું, મારી દિકરીની દરેક જરૂરીયાત મે પુરી કરી છે. શું મારી દિકરી તારા ઘરમાં ખુશીથી રહી શકશે ? માફ કરશો, ખુશી હ્મે માણસની જરૂરીયાતમાં સમાયેલ હોય તો મારા માટે એ બધી જરૂરીયાત પુરી કરવી અશકય છે ? પરંતુ, હ્મે મનથી જ ખુશ રહેવા માટે કોઈ મુસીબત હોતી જ નથી, નરેશનો જવાબ સાંભળીને માનસીના પિતાહૃએ હા કહી દીધી.
બીઝનેશ મેન હોવાથી એટલું તો ઓળખી ગયા હતા કે, સિધ્ધાંત સામે મારી દિકરી વધારે સમય ટકી શકશે નહિ. એક મહિનાનો સમય નરેશે માગ્યો. એક મહિના પછી તે પણ સાદાયથી લગ્ન કરવાની તેમની શરત માનસીના પિતાએ માન્ય રાખી. સમય પસાર થતો ચાલ્યો એક મહિના પછી એ દિવસ પણ આવી ગયો, અને નરેશ અને માનસીના મંદિરમાં સાદાયથી ફકત માનસીના પરિવારની હાજરીમાં લગ્ન લેવાયા.
માનસીએ પોતાના નવા ઘરમાં પહેલી જ વાર પગ મુકયો. તેમના રૂમ જેટલી જગ્યામાં આખા ઘરનો સમાવેશ હતો. માનસીએ આખા ઘરમાં નજર ફેરવી, બધું વ્યવસ્થીત ગોઠવાયેલ હતું. માનસીએ ઘરમાં આવીને નરેશને કત્નું નરેશ મે કયારેય રસોઈ બનાવી નથી. આજથી નહિ પરંતુ અત્યારથી જ કલાસ ચાલું થઈ જશે એમાં મુહ્મવાનું શું હોય ?
નરેશે માનસીને એક એક રસોઈ પોતાની સાથે રાખીને બનાવતા શીખવી, ઘરગૃસ્થી તેમજ કરકસર, બચત એક ગૃહણીમાં રહેલ દરેક ગુણની ધીમે ધીમે માનસીને ઓળખ કરાવી, પે્રમ અને ધીરજની સાથેે માનસીને પણ સાચવી રત્નો હતો. એક વર્ષમાં તો માનસી સંપુર્ણ ગૃહણી થઈ ગઈ. હવે માનસી અને નરેશ બેમાંથી ત્રણ બન્યાં અને ધીમે ધીમે સમય પસાર થતો ગયો. ઉત્ત્યમની પુરા પાંચ વર્ષનો થયો હતાં. તેમની દરેક જરૂરીયાત માતા–પિતા બન્ને બહુ પે્રમથી પુરી કરતાં હતાં.
માનસી અને નરેશ માટે ચોપાટી એટલે પોતાના પસાર કરેલા એક એક દિવસોની મીઠી યાદોનો પીટારો અને ઉત્ત્યમ માટે ચોપાટી એટલે ભીની રેતીમાં ઘર બનાવવું અને કોલેટી ખાવી. ઉનાળાની સાંજનો સમય હતો. આવતી કાલે ઉત્ત્યમને શાળાએ રહ્મ હોવાથી માનસી અને નરેશને પણ કોઈ હ્મતની ચિંતા ન હતી. બિન્દાસ્ત બંન્ને મસ્તીના મુડમાં હતાં. ઉત્ત્યમ તેના જેવડા નાના બાળકોની મંડળીમાં રમવામાં મશગુલ હતો. કોલેટી વાળાને હ્મેતા માનસીએ ઉત્ત્યમને કોલેટી લઈ આપી. નરેશ સુધી પહોંચતા તો ઉત્ત્યમના હાથમાંથી પડી ગઈ. ઉત્ત્યમ લેવા માટે નીચે વળ્યો, પરંતુ માનસીએ રોકયો અને તેડીને નરેશ પાસે લઈ ગઈ.
ઉત્ત્યમની રેતીમાં પડેલી કોલેટી સાતેક વર્ષની ભીખારણ છોકરીએ હાથેથી રેતી ખેરીને મોજની ખાતા ખાતા ઉત્ત્યમ અને માનસીને જતાં હ્મેઈ રહી. મસ્તી કરતો કરતો ઉત્ત્યમ ફરી રમવામાં એટલો મશગુલ થઈ ગયો કે, રમતો–રમતો કયારે પાણી સુધી પહોંચી ગયો. પાણીમાં છબછબીયા કરવા તેમને ભારે મહ્મ પડતી હતી. છબછબીયા કરતો... પાણીમાં આવેલ મોહ્મ સાથે પોતાની હ્મતને ખેંચાતી બચાવવા છતાં પણ પાણીમાં ડુબવા લાગ્યો. બાળકોની ટોળીએ માનસીને ઉંચા અવાજે કત્નું, આન્ટી ઉત્ત્યમ પાણીમાં... માનસીએ તો ડુબતા ઉત્ત્યમને હ્મેઈને બચાવો... બચાવો... ચીસાચીસ કરી મુકી.. બધાં જ બચાવો બચાવોની ચીસો પાડી રત્ના હતું પરંતુ કોઈ આગળ આવવા તૈયાર ન હતું. ભીખારણ છોકરીએ હાથમાં રહેલી કોલેટીને ફેકીને દોડતી....
ભીડને ચીરતી પાણીમાં છલાંગ લગાવી. એક સાથે ચારે ઘણાં બધાં અવાજ આવવા લાગ્યા અરે કોઈ છોકરીએ પાણીમાં છલાંગ લગાવી. અરે એ ડુબી ન હ્મય, માનસી તો ખુબ જ રડી રહી હતી. થોડીવારમાં તો તે ભીખારણ છોકરી પાણીના મોહ્મનો ચીરતી ઉત્ત્યમને પોતાની બાથમાં ખેંચી આવતી દેખાય. માનસી તો હેલ્પ...હેલ્પ, કોઈ ડોકટરને બોલાવોની ચીસાચીસ સાથે ચોપાટી ગુંજવી મુકી હતી... આંખમાં આસું સાથે કાન બેરા કરી નાખ્યાં.. પેલી ભીખારણ છોકરીએ ઉત્ત્યમને સુવરાવીને ઉલ્ટી કરાવી. થોડીવારમાં જ ઉત્ત્યમ ભાનમાં આવી ગયો.... માનસીએ ઉત્ત્યમને પોતાની બાથમાં અર્ધપાગલ બની ગઈ, તેમના માટે તો હ્મણે ઉત્ત્યમને નવું હૃવન જ મળ્યું હતું.
પેલી ભીખારણ છોકરીતો પોતાનો તુટેલો ચણીયો નીચવતી ચાલતી થઈ ગઈ, તરત જ ભીડ વીખરાય ગઈ. નરેશ અને માનસીએ આમ તેમ નજર ફેરવતાં તે તો આરામથી સળીમાં વધેલી કોલેટીમાંથી રેતી ખેરીને ખાવાની મહ્મ લેતી હતી. નરેશ અને માનસી તેની સામે સોની નોટ લંબાવી. કંઈ બોલી નહીં પરંતુ બંનેની સામે હ્મેતી રહી, એટલે નરેશે ખીસ્સામાંથી પાંચસોની નોટને તેના તરફ લંબાવી, તે છોકરી તો વીચારમાં ગરકાવ હોય એમ ઉભી રહી. માનસીએ કત્નું, બેટા વધારે હ્મેઈએ છે, આ ઓછા લાગતા હોય તો વધારે આપીએ, તે અમારા દીકરાને નવી હૃંદગી આપી છે, નહીં તો માનસીના મુખમાં વાકય અધુરી રહી ગયું અને આંખો ભીની થઈ ગઈ. તે ભીખારણ છોકરીએ કત્નું, હૃવન તો ભગવાન આપે છે, મે તો પાણીમાં બહાર આવવા માટે મદદ કરી છે. માનસી પે્રમથી તમને રૂપીયા આપવા માટે હાથ લંબાવ્યો એટલે તરત જ તે છોકરીએ કોલેટીની સળી બતાવતી નીચે ફેકતાં ચાલતાં ચાલતાં બોલી, આપણો હિસાબ તો બરાબર.
લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯