લેખક વિશે। .
જીતેન્દ્ર પટેલ , એટલે આમ તો સામાન્ય પણ અસામાન્ય વાતો કરતો 19 વર્ષ નો યુવાન। અત્યાર સુધી ઘણા આન્ત્રપ્રીનોર ( નવું જોખમ લેવાની ઉદ્યોગ સાહસિકતા ) પર ઘણી વાર સ્પીચ આપેલા છે.જીવન ને પોતાના અલગ જ દ્રષ્ટિ થી નિહાળે છે અને એને ઉત્કૃષ્ટ પોતાની લેખન કળા દ્વારા સજાવવા નો પ્રયત્ન કરે છે.
બાળપણ થી જ 90 % ઉપર લાવનાર જીતેન્દ્ર પટેલ હજુ પણ પોતાના એન્જિનીયરીંગ માં પણ 8 ઉપર s.p.i લાવે છે। અથાર્થ ભણવામાં ક્યારેય રુચી ઓછી નથી કરી પણ પોતાને ભગવાને આપેલી દરેક કળા જેમ કે public speaking , writing , marketing ,acting દ્વારા બીજાને વધુ માં વધુ મદદ કરી શકાય એવી ભાવના રાખી છે.
અને કોલેજીયન હોવાથી લવસ્ટોરી ની નોવેલ ને સારા દ્રષ્ટાંતો મળી રહે છે। આથી " 21 મી સદી નો સન્યાસ " નોવેલ ને રૂપ મળ્યું છે।
આપ પોતાની દરેક ઈચ્છા અને મંતવ્યો કે મારા વિષે કંઈપણ વધુ જાણવું હોય ,કહેવું હોય તો નીચે આપેલા કોઈ પણ સરનામે કહી શકો છો।
અને હા હું આપના મંતવ્યો અને સવાલો ની કાગડોળે રાહ જોઈ રહ્યો છું।
contact : 9408690896
email :
21 મી સદી નો સન્યાસ - એક સાચી પ્રેમ કહાની
" શું ચીમન લાલ પેલા ધોરણ થી લઇ ને આજ સુધી મારો જીતું 1 થી 3 નંબર માં તો હોય જ " આછા સફેદ રંગ ના લાઈનીંગ વાળા શર્ટ અને વાદળી ટપકા વાળી લુંગી પેરી ને ખાટલા માં બેઠા બેઠા તેમના બાળપણ ના મિત્ર ચિનુ કાકા ને સામે નૈણ ઉંચી કરતા કરતા મારા પપ્પા એ કહ્યું।
" અને આ વખતે તો 10 મુ છે જોઈ લેજો તમે આખા નાકા માં આપડું નામ રોશન કરી દેશે મારો જીતું" પપ્પા ના વટ માં વટ પુરાવતા અને ચા ની રકાબી ચિનુ કાકા ના હાથ માં આપતા આપતા મમ્મી એ કહ્યું।
" હા,બલદેવ તારી વાત સો ટકા ની છે। ભગવાન કરે આપનો જીતું આખી જિંદગી આવો હોશિયાર રે હો!!" ચા નો સબડક કરતો સબડકો મારી ને ચિનુ કાકા એ મારું ભવિષ્ય ભાંખી આપ્યું।
હું ઘર માં અંદર અરીસા માં માથું ઓળતા ઓળતા સંભાળતો હતો। પપ્પા અને મમ્મી ને મારા પર આટલો ભરોસો રાખતા જોઈ ને મારે ખુશ થવું જોઈએ કે ડરવું જોઈએ એ મને સમજાતું નોતું।
" જા બેટા તારે વાંચવાનું નથી? " મમ્મી એ કહ્યું।
" હા મમ્મી હું મિત ના ત્યાં જાઉં છું વાંચવા માટે " હાથ માં ગણિત ની ચોપડી લઇ ને ઉભી લાઈનીંગ વાળો શર્ટ અને વ્હાઈટ કલર નું પેન્ટ પેહરી ને હું નીકળ્યો। નક્કી એ કપડા માં હું સુલતાન મિર્ઝા જેવો લાગતો હોઇસ। ઘરે કોને ખબર કે ગણિત માં વાંચવાનું ના હોય દાખલા ગણવાના હોય પણ ઘડીક મન ભણવાનું ભૂલી બીજું કૈક વિચારે એના માટે હું મિત ના ત્યાં જતો.
મિત ની વાત કરું તો અમારા કલાસ નો સૌથી નખરાળ અને રમુજી છોકરો। એના જેવી બીન્દાસ લાઈફ તો કોઈ જીવી જ ના શકે આથી અમુક સમયે તો મને મિત ની જલન પણ થતી।
" આવો સ્કોલર આવો " મને એની ગલી માં ચાલતો આવતા જોઈ ને એને ધાબ પરથી બુમ પાડી। પણ સ્કોલર કઈ ને એ મારા વખાણ કરતો એ મારી મજાક ઉડાવતો એ મને હજુ સમજાતું નથી।
મિત ના પાપા એકૌન્ટંટ ની નોકરી કરતા અને એનું બે માળ નું ઘર જોઈ ને મને લાગતું કે એના પરિવાર ની આવક સારી જ હશે પણ અમારે એવું નહોતું,
મમ્મી સિલાઈ કામ થી ઘર ચલાવતી જયારે પાપા પ્લાસ્ટિક ની ફેક્ટરી માં જોબ કરતા હતા।
"ધ્વની ! તું પણ અહિયાં ?! " ધાબા પર પહોચતા સાથે જ મારી નજર ધ્વની પર પડી।
ધ્વની એટેલ જાણે કુદરત ની ફુરસદ ની રચના : આસમાની સફેદ રંગ ના મિક્ષિન્ગ વાળો ડ્રેસ , ખુલ્લા વાળ , ચમકદાર આંખો , અને એના પર આસમાની શેડ વાળા ચશ્માં , સુડોળ કાયા અને એને ચોટી ને એની કાયા નો સ્કેચ બનાવતો એનો પેહરણ। એજ ધ્વની।
ધ્વની નો પરીવાર મિત કરતા વધુ ધનિક લાગતો। ધ્વની અને મીત એક બીજા ને સારી રીતે ઓળખતા કેમકે મિત ના રમુજી અને નખરાળ સ્વભાવ ને કારણે એને આખો ક્લાસ ઓળખતો। પણ હું હમેશા છોકરી જોડે વાત કરતા ખચકાતો। કોઈ છોકરી જોડે ભૂલથી એ વાત કરી લીધી હોય તો જાણે મેં અઘોર પાપ કર્યું હોય એમ બધા મારી સામે જુએ.કદાચ એટલે જ હું વાત કરતા ખચકાતો।
પણ ધ્વની એ મિત ની સારી ફ્રેંડ હોવાથી એની જોડે વાતો કરતો।
હાસ્તો ! નાં અવાય ?" મારી ટીખળ કરતા ધ્વની એ પૂછ્યું।
હું મૌન રહ્યો।
" અલ્યા તે કીધું કે તું આવે છે એટલે મેં કીધું લાવ ને ધ્વની ને ય બોલાવી દઉં તમે બંને મને એટલે મારે પતે "મિતે વાત મૂકી।
" જીતું તું ગણિત ની બુક લાવ્યો ? ગણિત હજુ બાકી છે? " ધ્વની એ ફરી પૂછ્યું।
"ના બસ ! એમજ રીવીસન કરવા માટે " મિત ની સામે મો રાખી ને મેં જવાબ આપ્યો।
થોડી વાર અમે ત્રણે એ વાંચન કર્યું। વાંચતા વાંચતા મિત કોઈ બાબતે ના આવડે એટલે ધ્વની ના માથે હલકી ટપલી મારતો એ જોઈ ને મને લાગતું કે આમની મિત્રતા થોડી અવનવી છે।આખરે અમે 10 માં માં આવીગયા હતા.
" અલ્યા જીતું તું પ્રવાસ માં આવાનો છે ને?" મીતે વાત મૂકી।
" હા , મે તો ચાર દિવસ પેલા નું રજિસ્ટર કરાવેલું છે " ધ્વની એ ડબકું પૂરતા કહ્યું।
"ના ભાઈ બોર્ડ ની પરીક્ષા નથી આવતી કે?" મેં નનૈયો ભણ્યો।.
"પણ પ્રવાસ તો વેકેશન માં છે ને. "ધ્વની અને મિત બંને જોડે બોલ્યા।
"તોય શું પ્રવાસ માં નામ લખાયુ હોય તો ભણવાનું તો સાઈડ માં થઇ જાય અને પ્રવાસ માં ત્યાં જઈ ને શું કરીશું એનો પ્લાન બનવાનો શરુ થઇ જાય। " મેં ફરી મારો નકારો મક્કમ બનાવ્યો।
પણ ખરેખર તો મને જ નહોતી ખબર કે હું કેમ ના પડતો હતો , મને ભણવામાં વધારે રસ હતો એટલે કે પરિવાર ની આર્થિક સ્થિતિ મને મજબુર કરતી ?
લગભગ હું સમજણો થયો ત્યાર થી અત્યાર સુધી આવા આનંદ થી દુર જ રહ્યો છું ( ભલે ને પછી એ જાણી જોઈ ને જ કેમ ના હોય?) અને આ મારા માટે આ 21 મી સદી માં સન્યાસ જેવું લાગતું હતું।
અમે ત્રણેય 3 કલાક ના ગપાટા અને 15 મિનીટ ના સ્ટડી પછી ઉભા થયા। અને હવે સમય આવી ગયો હતો પરિક્ષા ની ફાઈનલ તૈયારી કરવાનો। એટલે મેં મિત ના ત્યાં જવાનું પણ ઓછુ કરી દીધું હતું। પંદર દિવસ પછી બોર્ડ ની પરિક્ષા હતી। મમ્મી પપ્પા ની આંખો માં હું એમની મારા પ્રત્યે ની આશા સ્પષ્ટ જોઈ શકતો હતો। પણ એ આશા મને વધુ મુંજવણ માં લાવી રઈ હતી કે જો હું એમની આશા પર ખરો ની ઉતરું તો?
બે સવાલ યાદ ના રે તો જાણે હું ચોક્કસ નાપાસ થઇસ એના જેવી લાગણી અનુભવાતી હતી.
અને એજ સમયે મિત ને જોઉં તો એ બિન્દાસ માણસ ની જેમ જાણે પરિક્ષા આવતી જ ના હોય એવી રીતે મુવી જોતો હોય છે। મન તો મારું પણ થતું કે કંટાળો આવે તો એકાદ મુવી જોઈ લઉં પણ પછી મમ્મી પાપા ની આશા ઓ યાદ આવતા મન એ બધું મૂકી વાંચવાનું કે છે.
હું જીવન ની મોજ મસ્તી અને મારા ભણતર વચે સેન્ડવીચ ની જેમ દબાઈ ગયો તો।
*******************************************************************
વાચક મિત્ર માટે ,
શું જીતું આખી લાઈફ " સેન્ડવીચ " બની ને જ ગુજારશે ?
શું ધ્વની અને મિત ની મિત્રતા નો કોઈ નવો રૂપ બનશે ?
શું મિત ની નખરાળ જીંદગી એને પરિક્ષા માં નડતર રૂપ બનશે?
તમારા અભિપ્રાય નીચે આપેલાં કોઈ પણ માધ્યમ દ્વારા મોકલજો। અને ના ફાવે તો છેવટે મોબાઈલ પર મેસેજ મોક્લી ને નોવેલ ને મદદ રૂપ થઇ શકો છો.
http//:www.facebook.com/jitendrapatel
jitendraking7@gmail.com
mo : 9408690896
matrubharti comment box.
**********************************************************************