અમીનો પપ્પાને પત્ર ︎︎αʍί.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમીનો પપ્પાને પત્ર

         વ્હાલા પપ્પા..          

             શું લખું ✍️📝પપ્પા તમને કંઈ પણ લખતા  📝 જ આંખ 👁️👁️ભરાઈ જશે.. 😔 મારા જીવનની સૌથી અનમોલ ભેટ🎁 તમે પપ્પા..🧔   

             જીવનમાં ફરીવાર જો મને મોકો મળી જાય તો મારે નાનું બાળક 👶 થઈ જવું છે.. જેથી કરીને હું ફરી તમારી પાસે રહી શકુ પપ્પા...🤗       

           તમને યાદ છે પપ્પા નાનપણમાં તમારા હાથનો કોળિયો ખાધા 🍝વગર મારું પેટ ભરાતું ન હતું. અને કોળિયો ખાઈને તમારા જ ખોળામાં માથુ મુકી સુઈ 😴 જતી હતી. એકવાર ફરી કોળિયો 🍝ખવડાવીને તમારા ખોળામાં માથું મૂકીને થોડીક વાર એ રીતે જ વ્હાલથી માથે હાથ ફેરવી સુવડાવોને 😴 પપ્પા. 🧔            

               મારી ખુબ ચીસો પાડીને રડવાની 😭આદતના કારણે તમે મને પીપુડી કહીને બોલાવતા હતા.. તો હું ચીડાઈ જતી અને આજે હું તરસુ છું કે ફરી મને એકવાર પીપૂડી કહીને બોલાવોને પપ્પા..🧔                

                  મારું ગીતો ગાવું 🎤તમને ગમતું , મારું સાયોનારા ગીત પર ડાન્સ 💃કરવું તમને પસંદ હતું ને ! આજે ફરી એકવાર હું ગીત ગાઈશ 🎤અને ડાન્સ 💃પણ કરીશ. તમે મારા માટે તાલી વગાડજોને પપ્પા 🧔         

               તમને મારા હાથની ચા ☕ખૂબ જ પસંદ હતીને ! તમે એક વાર મારા હુલામણા નામથી બોલાવી કહોને કે " એ `મોદી´ ચા ☕ બનાવી લાવ... "

              તમને મારા હાથની માથામાં તેલ માલિશ 💆‍♂️ ખુબ પસંદ હતી ને ! તો તમારા અર્ધાટકલા માથા પર હું 💆‍♂️કરી આપીશ.. તમારો દિવસભરનો 🧖‍♂️થાક ઉતરી જશે. પણ શરત મારી એ જ જૂની રહેશે કે.. મારી ગીફ્ટ.. 🎁 હા ઇચ્છો તો હંમેશાની જેમ જ Surprisingly મને books and craft material આપી શકો છો.. હું ફરી તેવી જ રીતે કુદીને 😃😃 ખુશ થઇ જઇશ પપ્પા.. 🧔         

              ક્યાંય પણ જઈએ તો મારો કેવો હાથ 🚸 પકડીને તમે ચાલતા આજે તમારો હાથ 🚸 પકડીને ચાલવું છે.. આપણા સુવર્ણ રથ સમાન ઓટો રીક્ષામાં ફરી એકવાર મારે ફરવું છે. મને આટો મારવા લઈ જાઓ ને પપ્પા.. 🧔           

             હું ક્યારેક બીમાર 🤒થતી કે ખૂબ રમી રમીને⛹️‍♀️  મારા પગ દુ:ખતા હોયને તો તમારા સિવાય મારા પગને   કોઈને અડવા પણ ન દેતી હવે તમારા પગ  દબાવવા છે પપ્પા ..🧔       

              મને તમારા સિવાય કોઈની વાત માનવી ગમતી પણ ન હતી. 🤨 કારણ કે જયારે બીમાર થતી 🤒 તો વધારે જિદ્દી થઈ જતી હતી😏 હું ... આજે ફરીવાર જિદ્દી થઈ જવું છે મારે.. મને મનાવોને પપ્પા.. 🧔       

             નાનપણમાં રવિવારના દિવસે જ્યારે સવારે તમે લાકડાની આરામ ખુરશી🛋️ પર બેસીને રંગોલી, મહાભારત, રામાયણ જેવા ટીવી 📺 પ્રોગ્રામ્સ જોતા 👁️👁️ હતાને તો તો હું કેવી તમારા ખોળામાં આવીને બેસી જતી હતી! એક હાથમાં મારી સ્કેચબુક 📓 અને કલર્સને🖌️✏️🖍️લપાઈને પકડેલા હોય અને બીજા હાથે તમારા દાઢીવાળા 🧔ગાલે હલકા ફુલકા ચુટલા ભરતી 😊આજે ફરી એકવાર તો ચૂટલા ભરવા છે પપ્પા.. 🧔           

            { આવા તો કોણ જાણે કેટલાંય અગણિત કિસ્સાઓ આપણા પપ્પા }       

           તમે તો હમેશા કેટલા 💪 કાઠા બની રહ્યા ! મનમાં ગમે તેટલું ટેન્શન 😳હોય તે છતાં પણ હંમેશા હસતો☺😊 ચહેરો તમારો જોયો .. તમે તો પરિવારમાં બધાનો આત્મવિશ્વાસ પપ્પા.. તો મારા લગ્ન વખતે એવું શું થયું કે તમારી આંખો 😥 ભરાઈ આવી ?       

                તમે જ તો મારા માટે જીવનસાથી 💑 પસંદ કર્યો હતો ને.. તે છતાં પણ મારા લગ્ન  🤴👸 વખતે તમારાથી દૂર થવાનું જેટલું મને દુઃખ 😔 થયું હશે તેના કરતાં બમણું દુ:ખ 😔 તમને અને મમ્મીને થયું હશે..  મારા લગ્ન સમયને યાદ કરું છું તો ........ શું અજીબ લગ્ન હતા આંખ 😥ભરાઈ આવે છે તે સમયને યાદ કરતા.... લગ્નની બધી તૈયારી તમેજ તો કરી હતી તો પછી તમે પોતાના કાળજાને એટલું કઠણ કેવી રીતે કરી શક્યા...?         

                 કોઈ પોતાની બે રૂપિયાની પેન 🖊️પણ અમસ્તી કોઈને ન આપે અને તમે તમારો કાળજાનો ❤ કટકો 🤷‍♀️ કોઈને સોંપી દીધો પપ્પા..!  🧔       

                 મારા લગ્ન પછી પણ તમને તહેવારો અમારી સાથે જ કરવા ગમતા તેથી ઉતરાયણ તો ખાસ તમારી સાથે જ🎉 ઊજવતા કેટલી મજા હતી 🕺💃તે ઉતરાયણની. ફરીવાર તેવી ઉતરાયણ તમારી સાથે ઉજવવી છે પપ્પા..🧔       

                મારા લગ્ન પહેલાં તો હું માત્ર જિદ્દી🤨 જ હતી પણ લગ્ન પછી તો સ્વાર્થી 🙃 પણ થઈ ગઈ. જ્યારે મને તમારી જરૂર હોય તો હું તમારી પાસે આવતી અઠવાડિયું 15 દિવસ મહિનો રોકાતી. પણ જ્યારે તમને મારી જરૂરત હોય તો, તો હું કહેતી કે પપ્પા મેળ નથી સમય નથી.            

                  તે વખતે પણ કે તમે મને તમારી પાસે માત્ર બે દિવસ માટે બોલાવતા 🗣️રહ્યા હતા. એ ત્રણ મહિનામાં કોણ જાણે કેટલી વખત કહ્યું 🙏મને કે બધા આવે છે પણ મારી `મોદી´ જ આવતી નથી.  અને હું મારા કામ 👩‍🍳ધંધા👩‍💻 અને સાસરીમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે  સમજાયું જ નહીં તમે કેમ🙍‍♀️ બોલાવતા હતા. અને જ્યારે બે દિવસ માટે આવી ત્યારે તમારી અર્ધ બેભાન 😵અવસ્થામાં તમારા અર્ધટકલા 💆‍♂️માથા પર હાથ ફેરવતી રહી.. તે શુ કામનુ જ્યારે ...😔 .....😏     

                   હવે એકવાર મને બોલાવો હું જરૂરથી તમારી પાસે આવી જોઈશ પપ્પા.. 🧔         

                 નાનપણમાં કેવી ક્યાંય પણ જતા હોય તો સાથે  આવવાની જીદ😢 કરતી હતી અને તમે મને લઈ જતા હતાઆજે પણ તેવી જીદ કરુ.. 😢તમારી સાથે લઈ જાવને મને પપ્પા..🧔       

                હે કૃષ્ણ ભગવાન સાંભળો છો ને.. મારા પપ્પા તો તમારી પાસે જ છેને તો આ પત્ર તેમને આપીને કહેજો તમારી `મોદી´ તમને ખૂબ યાદ 🤔 કરે છે.. અને કહેજો કે ચિંતા ના કરતા હવે બધું જ કુશળ મંગળ છે અહીંયા બસ તમારી યાદ ખુબ આવતી હતી પપ્પા....🧔                     

                                   લી.. તમારી મોદી, પીપુડી,                                           હિરોઈન,અમલી, અમી, અમીતા