સમય કઠિન, બુરી શક્તિ ભ્રમિત
"ના, હું જાઉં છું ને, તું ક્યાંય નહિ જાય.." નીતિની આંખોમાં અલગ જ લાગણી જોઈ શકાતી હતી.
"ના, હું જઈશ!" મેં એને કહ્યું.
"ના, પાગલ! સમજ તું, ત્યાં ખતરો છે.." એ મને સમજાવી રહી.
"હા, મને ખબર છે અને એટલે જ તો હું તને ત્યાં નહિ જવા દેવા માંગતો ને!" મેં પણ કહી જ દીધું.
"ખોટી જીદ ના કર.." એને થોડું ગુસ્સામાં કહ્યું.
"જો આપની પાસે એટલો બધો સમય પણ નહિ.. આજ રાત્રે બાર વાગી જશે તો આપને નેહાને હંમેશાં માટે ખોઈ દઈશું!" મેં એને સમજાવ્યું.
"હા, ખબર છે, પણ હું જાઉં છું ને એને આ દોરો પહેરાવવા, તું કેમ જાય છે?!" નીતુ એ કહ્યું.
"હું જ જઈશ, કારણ કે ત્યાં ખતરો છે અને હું તને ખતરામાં નહિ મૂકવા માગતો, ઓકે!" મેં એને કહ્યું અને એની આંખોમાં જોવા લાગ્યો. એની આંખ ભરાઈ આવી હોય એમ લાગ્યું.
"જો તો.." એને મારું ધ્યાન ભટકાવ્યું અને ભાગીને ચાલી ગઈ. નેહા એને અલગ જ રીતે જોઈ રહી હતી. હું પણ એની પાછળ ગયો.
મેં નેહાના હાથને પકડી રાખ્યા, અને નીતુ એ એને ફટાફટ દોરો બાંધી દીધો. નેહા બહુ જ હેરાન કરી રહી હતી. એની અંદર કોઈ આત્મા ઘૂસી આવી હતી. પંડિતજીએ કહેલું કે રાત્રે બાર વાગે એ પહેલાં એને દોરો પહેરાવવો પડશે નહીંતર એ હંમેશાં માટે બીજા લોકમાં જ રહેશે.
પણ આ કામ બહુ જ મુશ્કેલ હતું. અમે બંને ક્યારનાં એને દોરો બાંધવા મથી રહ્યાં હતાં, પણ એ ભાગી રહી હતી. બહુ જ અજીબ હરકતો કરતી હતી. દોરો ના બંધાવો પડે એમ વિરોધ દિશામાં એ ભાગી રહી હતી.
હારી, થાકીને અમે એકબાજુ આવ્યાં હતાં. કામ મુશ્કેલ હતું, પણ તો પણ નીતુ નહોતી ચાહતી કે એનાં લીધે હું પણ મુસીબતમાં ફસાવું. ખરેખર તો એને હું પસંદ જ હતો તો, એટલે જ મારું ધ્યાન ભડકાવીને એ ત્યાં નેહાને દોરો બાંધવા દોડી હતી. પણ હું પણ એની પાછળ ગયો. ગમે એ થાય, પણ હું પણ તો નીતુ ને આમ એકલી મૂકવા નહોતો માગતો.
દોરો બંધાય ગયાં પછી થોડો સમય તો નેહા ત્યાં જ ટેબલ પર જ સૂઈ ગઈ હતી, પણ એકદમ જ મારી નજર એની પર ગઈ તો ખબર પડી કે એ દોરાને કાઢી નાખવા પ્રયત્ન કરી રહી હતી, હું ફટાફટ ત્યાં ગયો અને પંડિતજીએ આપેલી રાખ એની પર નાંખવા લાગ્યો. નેહા ફરીથી બેહોશ થઈ ગઈ.
"યાર, મને તો બહુ જ ડર લાગે છે.." નીતુ અને હું નેહાની પાસે જ હતાં. નીતુ નેહા માટે બહુ જ ચિંતા કરતી હતી.
"ચિંતા ના કર, પંડિતજીએ કહ્યું છે ને કે ખાલી બાર વાગ્યા સુધી આપને એને સાચવવાની છે, બાકી તો પંડિતજી જોઈ લેશે.." મેં એને આશ્વાસન આપ્યું.
અમે બંનેએ ઘડિયાળ સામુ જોયું. બાર વાગવામાં બસ હવે પાંચ મિનિટ જ બાકી હતી. ખાસ્સા સમયથી નેહા સૂઈ ગઈ હતી અને અમે બંને એને ધ્યાનથી જોઈ રહ્યાં હતાં.
એકદમ જ નેહા એ નીતુ ને જોરથી બચકું ભર્યું, મેં નેહા ને ધક્કો મારી ને એને નીતુ થી અલગ કરી. મારા રૂમાલને નીતુ ના હાથે બાંધ્યો અને હું નેહા પાસે ગયો.
ઘડિયાળ હવે બાર વાગ્યાં ને ત્રણ મિનિટ બતાવી રહી હતી અને એને જોતાં જ મારા અને નીતુ ના જીવમાં જીવ આવ્યો.
નેહા હવે સુરક્ષિત હતી. અમે બંને થોડા રિલેક્સ થયા.