લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 1 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 1

(ભાગ-૧)

તા.૧૯/૦૦૯/૨૦૨૩ :

          ઘણા સમયથી મારા ત્રણ વર્ષના બાબાની બાધા પૂરી કરવા માટે લાંભાના બળીયાદેવના મંદિરે જવાની ઇચ્છા હતી. પણ કોઇ કારણસર જઇ શકાયું ન હતું. કહેવાય છે કે, ઇશ્વરના હુકમ વગર કયાંય જઇ શકાતું નથી અને આખરે એ હુકમ થઇ ગયો. અમે લાંભાના બળીયાદેવના મંદિરે જવાનું નકકી કરી દીધું.  

          લાંભાના બળીયાદેવના મંદિરના મારા અનુભવ પહેલા તેમના ઇતિહાસમાં પર આપણે નજર કરીએ. એ પહેલા તમને જણાવી દઇએ કે લાંભા બળીયાદેવનું મંદિર અમદાવાદમાં આવેલું છે.

          કહેવાય છે કે, મંદિરનો ઇતિહાસ ૧૭૫ વર્ષ જૂનો છે. લાંભાના બળીયાદેવના મંદિર વિશે બે લોકવાયકાઓ બહુ જ ચર્ચાસ્પદ છે. જેમાં,

૧. આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલા લાંભા ગામમાં ભારે વરસાદ થયો. ત્યારે આ વરસાદી વાતાવરણમાં ગામના તમામ બાળકોને ઓરી, અછબડા, શીતળા, ઉધરસ, કફ અને ખાંસી જેવા રોગ થયા અને આ આ રોગચાળો આખા ગામમાં ફેલાયો. તે સમયે ગામના આગેવાન ખોડાભાઇ અને પુરષોત્તમભાઇ એ સંયુકત પ્રયત્નોથી એક લીમડાના ઝાડ નીચે આ બળીયા દેવનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારે આ ગામવાસીઓએ પોતાના બાળકોને રોગમુકત કરવા બળીયાદેવાની બાધા રાખી. ઘણી જ વિકટ પરિસ્થિતિ સર્જાતા ગ્રામજનોએ બળિયાદેવને પ્રસન્ન્ કરવા તેમની આરાધના શરુ કરી. લાંભા ગામના ખોડાભાઈ અને પુરુષોત્તમદાસ પટેલના વડાપણ હેઠળ ગ્રામજનોએ બળિયાદેવની આરાધના કરી, ગ્રામજનોની ભક્તિ ભાવથી બળિયાદેવ પ્રસન્ન થયા અને લાંભા ગામની સીમમાં બળિયાદેવનું મસ્તક પ્રગટ થયું, મસ્તક પ્રગટ થતાં જ મહામારીનો પ્રકોપ દુર થયો. જે જગ્યાએ બળિયાદેવનું મસ્તક પ્રગટ થયું ત્યાં ગ્રામજનોએ નાનું મંદિર બનાવી બળિયાદેવનું મસ્તક પધરાવી ભક્તિભાવથી પુજા અર્ચના શરૂ કરી. બળિયાદેવના દર્શન માત્રથી જ તમામ ભક્તોના કષ્ટો-વિપદાઓનું નિવારણ જાણે થવા લાગ્યું, બળિયાબાપા જાણે ભાવિકો દ્વારા રખાતી બાધાઓ અજરામર પુર્ણ કરવા લાગ્યા. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર બળિયાદેવની કિર્તી ગામે ગામ ફેલાવા લાગી અને ભાવિક ભક્તોના ઘોડાપુર ઉમટવા લાગ્યા. બળિયાદેવના પરચાઓના કારણે એ જ જગ્યા પર વિશાળ મંદિરનું નિર્માણ કરવાં આવ્યું. જે લાંભાના બળીયાદેવના નામે પ્રસિધ્ધ થયું.

૨. બીજી એક લોકવાયકા એ પણ છે કે, બળિયાદેવ અથવા બર્બ્રિક અથવા ખાટુશ્યામજીની દંતકથા, મહાભારત કાળના સૌથી બહાદુર ક્ષત્રિય ભગવાન બળિયાદેવ અથવા બર્બરિક મહાભારતના સમયમાં અસાધારણ યોદ્ધા હતા. તે ઘટોડકચ (ભીમ અને હિડમ્બાનો પુત્ર) અને મૌરવી (મુરુની પુત્રી, યાદવના રાજા) નો પુત્ર અને ભગવાન શિવના મહાન ભક્ત હતા. બર્બરિક જન્મથી જ અંત્યંત તેજસ્વી, શક્તિશાળી અને દિવ્ય લક્ષણોથી શોભતા હતા. બળીયાદવના કાળા ભમ્મર અને વાંકડીયા વાળ હોવાથી દાદીમા હિડમ્બાએ તેમનું નામ બર્બરિક પાડયું હતું. ઘણા શૂરવીર યોદ્દધાઓને પરાજીત કરેલ હોવાથી પાછળથી તેમનું નામ બળીયો એટલે કે બળીયા દેવ રાખવામાં આવ્યું હતું.

ભગવાન શિવની તપસ્યા પછી તેને ઇસ્ટદેવ પાસેથી ત્રણ તીર મળ્યા હતા. આ ત્રણ તીર કોઈપણ યુદ્ધ જીતવા સક્ષમ હતા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ બર્બરિક શક્તિની ક્ષમતા જોઈ હતી. જેનો અનુભવ તેમને મહાભારતના યુધ્ધ પહેલા થયો હતો. જેમાં કૃષ્ણએ યુધ્ધ પહેલા અર્જુનને પૂછ્યું કે, ‘યુધ્ધ જીતવા માટે તમને કેટલો સમય લાગશે?’ અર્જુન કહે છે કે,‘મને પચીસ દિવસ લાગશે.’ યુધિષ્ઠિરે અઠ્ઠાવીસ દિવસ કહ્યું. ભીમે છવ્વીસ દિવસ કહ્યા. જયારે બર્બરિકે એમ કહ્યું કે, ‘‘તેને યુધ્ધ જીતવા માટે ફકત એક ક્ષણ જેટલી જ વાર લાગશે.’ પછી શ્રી કૃષ્ણે બર્બરિકને પૂછ્યું કે, મહાભારતના યુદ્ધમાં તે ક્યા પક્ષની તરફેણમાં રહેશે, તો બર્બરિકે જવાબ આપ્યો કે જે કોઈ નબળો હશે તેને હું સાથ આપીશ કારણ કે તેણે તેની માતાને કહ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ માતાને તેમના શબ્દનું વાસ્તવિક પરિણામ જણાવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે તેઓ જે પણ પક્ષને ટેકો આપશે તે તેની અસાધારણ શક્તિને કારણે બીજી બાજુ નબળી પડી જશે. કોઈ તેને હરાવી શકશે નહીં અને આ રીતે તેને બીજી બાજુને ટેકો આપવા માટે દબાણ કરવામાં આવશે જે તેની માતાને આપેલી વાતને કારણે નબળી પડી જશે. આમ, યુદ્ધમાં, તે બે બાજુઓ વચ્ચે ઝૂલતો રહેશે અને અંતે તે ફક્ત જીવંત રહેશે. આમ, ભગવાન શ્રી કૃષ્ણ દાનમાં બર્બરિકનું મસ્તક માંગીને મહાભારતના યુદ્ધમાં ભાગ લેવાનું ટાળી દે છે.

બર્બરિકે પરિસ્થિતિ સમજીને પોતાનું માથું ભગવાન શ્રી કૃષ્ણને આપ્યું અને મહાભારતનું યુદ્ધ જોવા વિનંતી કરી. આમ શ્રી કૃષ્ણ પોતાનું માથું ટેકરીની ટોચ પર મૂકે છે જ્યાંથી તેઓ મહાભારતનું યુદ્ધ જોઈ શકતા હતા. ઘણા વર્ષો પછી બાર્બરિકનું માથું ખાતુ ગામમાં મળ્યું જ્યાં રાજાને બાર્બરિકના માથાનું મંદિર બનાવવાનું સ્વપ્ન હતું. આ સ્થાન રાજસ્થાનમાં છે જ્યાં બારબ્રિકનું નામ ખાટુ શ્યામજી છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના પર ખૂબ જ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે કોઈપણ ભક્ત શુદ્ધ હૃદયથી બર્બરિક નામ લે છે, તે ભક્તની ઇચ્છા પૂરી કરશે. ગુજરાતમાં બારબ્રિક બળિયા દેવ તરીકે પ્રખ્યાત છે અને લગભગ તમામ ગામોમાં ભગવાન બળિયાદેવનું નાનું કે મોટું મંદિર જોવા મળે છે.

(લાંભાના બળીયાદેવાના મંદિરના ઇતિહાસની વાત તો થઇ ગઇ પરંતુ મંદિર જવાનો રસ્તો અને મંદિરની વિશેષતાઓ વિશે આગળના ભાગમાં જોઇશું.)

 -  પાયલ ચાવડા પાલોદરા