પંચતંત્ર ની વાર્તા - 1 મિથિલ ગોવાણી MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પંચતંત્ર ની વાર્તા - 1

તંત્ર -1 મિત્ર-ભેદ 


લુચ્ચા માણસો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાચા મિત્રો વચ્ચે પણ શંકા ઉભી કરી ભેદ પડાવે છે.  અંતે એક બીજા સાથે વેર કરાવી તેમનો નાશ કરાવતા પણ અચકાતા નથી. 

જેમ લુચ્ચા શિયાળે પોતાનું કામ કાઢવા સિંહ અને બળદ ને એક બીજા પર શંકા કરાવી પોતાનું કાર્ય પાર પાડયું.

 

1 બળદ અને સિંહ 

ભારત ની ઉતરે આવેલ વર્ધમાનપુરી નામનું મોટું નગર હતું. તેમાં એક શેઠ રહેતા હતા. શેઠે ઘણો પરિશ્રમ કરીને નીતિપૂર્વક ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું. તેમની ગણના નગરના ધનપતિઓમાં થતી. એક રાતે તેમને સુતા સુતા વિચાર આવ્યો. જગતમાં ધનથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એવી કોઈ વસ્તુ નથી કે જે  ધનથી મેળવી ન શકાય.જેની પાસે ધન હોય છે તેને મિત્રો સ્નેહીઓ અને સંબંધીઓ પણ મળી આવે છે. અને પારકા પણ પોતાના થઇ જાય છે. જેની પાસે ધન હોય છે. તેનું સન્માન થાય છે.તે પૂજાય છે અને તે પંડિત પણ કહેવાય છે. એવી કોઈ વિધા દાન  શિલ્પ કે કલા નથી કે જે વડે ધનવાનોના ગુણગાન ના ગવાય હોય. ભૂખ્યા માણસ ની ઇન્દ્રિયો કામ કરતી નથી.પણ ભોજન મળતા બધીજ ઇન્દ્રિયો કામ કરવા લાગે છે. સંતોષ માની મેળવેલું ધન વાપરવા બેસીએ ને નવો પુરુષાર્થ ન કરીએ તો મોટા મોટા ભંડારો પણ ખૂટી જાય.આવો વિચાર આવતા જ શેઠ ગુરુજનો અને સ્વજનો ની આજ્ઞા લઇ ભાથું સાથે લઇ ધન કમાવા માટે પરદેશ જવા નીકળ્યા


શેઠે પોતાના માટે બે બળદો જોડી રથ તૈયાર કરાવ્યો અને રથમાં સામગ્રી ભરી થોડા સેવકો સાથે તે મથુરા જવા નીકળ્યા. શેઠ નો રથ બે બળવાન બળદો ખેંચી રહ્યા છે. તે એક પછી એક ગામ વટાવતા વટાવતા માથુરને માર્ગે ચાલ્યા જાય છે. ધીમે ધીમે યમુના નદી દેખાવા લાગી.અને થોડીવારમાં રથ યમુનાના કાંઠે આવી પહોંચ્યો કાંઠે આવતા જ રથ અટકી ગયો.  શેઠ  જુએ છે તો યમુનાના કાદવમાં રથના પૈડાં ખુંપી ગયા હતા. બળદો જેમ જોર કરીને બહાર નીકળવા  કરતા તેમ તેમ તેમાં પગ ઊંડા ને ઊંડા કાદવમાં ખૂંપતા જતા હતા. શેઠે બળદ નો પગ કાદવમાં થી બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો પણ તેમાં તે નિષ્ફળ રહ્યા. બળદ એ ધમપછાડા કરતા તેનો પગ ભાંગી ગયો અને રથ ની ધુંસરી પણ ભાંગી ગઈ. પોતાના વ્હાલા બળદ નો પગ ભાંગી ગયેલો જોઈ શેઠ ને દુઃખ થયું. તેઓ દુઃખમાં પણ હિંમત હાર્યા નહિ. રથ ને છોડી ને જંગલમાંથી વનસ્પતિ અને ઓસડિયાં મંગાવી બળદ ને પાટાપિંડી કરીને ચાર દિવસ સુધી બળદ ની સેવા કરી. પણ બળદ નો પગ જલ્દી સાજો થાય તેવું લાગતું નહોતું.અને ચાર દિવસમાં સાથે  રથનું સમારકામ કરી નાખું હતું. તેઓ ને આ ગાઢ જંગલમાં ભય લાગતો હતો. તેઓ એ શેઠ ને વિનંતી કરી શેઠજી આપણે કે સુધી આ જંગલમાં એક બળદ ને માટે થૈ ને બેસી રહેશું ? સાંભળતાજ શેઠ ગુસ્સે થઇ ગયા આ બળદે આખી જિંદગી મારી સેવા કરી છે. હું  તેને  આવી હાલતમાં મૂકી ને અહીંથી ન જઈ શકું. ત્યારે ત્યારે એક સેવક કે કહ્યું શેઠજી  અમે એમ નથી કહેતા આપણે આ બળદ ને એકલા મૂકી ને ચાલ્યા જય પણ એક બળદ માટે થઇ આટલા બધા માણસો અહીં જોખમ લઇ ને રોકાય રહે એને બદલે આપણે બે જણા ને અહીં તેનું ધ્યાન રાખવા મૂકીને બાકી ના આગળ  વધીએ.શેઠ ને સેવક નો આ વિચાર પસંદ આવ્યો તેથી બે માણસો ને બળદ ની સેવામાં રાખીને એક બળદ ને સહારે નજીક ના ગામ પહોંચી જય ત્યાં થી બીજો નવો બળદ ખરીદી મથુરા પહોંચવું નું નક્કી કર્યું. અને આખો કાફલો આગળ વધ્યો. 


લંગડા બળદ ની સારવારને સંભાળ માટે મુકેલા બે માણસો ને રાત્રેએ  હિંસક પ્રાણીઓ ની  ત્રાડ સાંભળી ને બીક લગાવ અમાન્ડી હતી, તેઓ પહેલેથી જ ડરતા હતા પણ શેઠ ને ના પડી શક્ય ન હતા. તેઓ હવે અહીંથી ભાગી છૂટવાનો વિચાર કરતા હતા. સવાર પડતા જ તેમણે એક યુક્તિ રચી લંગડા બળદ ને ત્યાંજ મૂકી શેઠ ની પાછળ ચાલી નીકળ્યા. ઘણે દૂર ગયા પછી તેમને તેમનો કાફલો દેખાવા લાગ્યો. એઓ દોડતા દોડતા  શેઠ પાસે પહોંચી ગયા.અને ગળગળા કંઠે કહેવા લાગ્યા શેઠજી આપનો બળદ તમારા ગયા પછી તરત જ મારાં પામ્યો  અમે નિરૂપાય બની ગયા અને તેની અંતિમવિધિ પતાવી ત્યાંથી ચાલી નીકળ્યાપોતાન વ્હાલા બળદ ના મૃત્યુન સમાચાર સાંભળી શેઠે પોતાનો પ્રવાસ થંભાવી દીધો. અને પોતાન વ્હાલસોયા બળદ ના આત્મા ની સદ્દગતિ માટે પાર્થના અને પુણ્યદાન કર્યું અને પછી મથુરા ના માર્ગે આગળ વધ્યા. અને મથુરા આવી પહોંચ્યા.મથુરામાં રહેવા માટે ઉતારા ની ગોઠવણ કરી શેઠે વેપારધંધાનો આરંભ કર્યો.તેમણે વર્ધમાનપુરીમાં ના મળતી હોય તેવી વસ્તુ લેવા લાગ્યા અને ત્યાં થી લાવેલી વસ્તુઓ વેચવા લાગ્યા. શેઠ અને વાણોતરો વેપારધંધામાં તલ્લીન થઇ ગયા. 


આ બાજુ પેલો બળદ જીવતો હતો.ધીમે ધીમે શરીર સુધરતું ગયું. તે લંગડાતો લંગડાતો યમુનાકાંઠે ઉગેલું લીલુ ઘાસ ચરવા લાગ્યો. શીતળ હવા મીઠું જળ અને તાજું લીલુ ઘાસ ચરવાથી બળદના શરીરમાં નવું ચેતન આવવા લાગ્યું.થોડા સમયમાં તે  હરતો-ફરતો થઇ ગયો. હવે તો બળદ હૃષ્ટપૃષ્ટ બની ગયો હતો. તે બરાડા પાડી તોફાન કરતો રાફડાના ઢગલા અને યમુનાતટની માટીનેઢીંક મારી શીંગડે થી ઉછાળવા લાગ્યો. તેનું નિરંકુશ શરીર વધુ ને વધુ પૃષ્ટ બનતું ગયું. હવે તો બીજું કોઈ હિંસક પ્રાણી તેની પસે આવવા ની હિંમત કરતુ નહીં.

ભાગ્ય ની વાત અકળ છે વનમાં ત્યજી દીધેલ નિરાધાર અનાથ પણ જીવે છે. અને  પ્રયત્ન પૂર્વક લાલન પાલન કરવા છતાં મનુષ્ય પણ નાશ પામે છે.


એક દિવસ વંનનો રાજા સિંહ  પોતાના અનુચરો સાથે પાણી પીવા યમુના તીરે આવ્યો સિંહ કાંઠો ઉતારી ને પાણી પીવા જાય છે. ત્યાં તો તેને હ…..ભ …હંમ……ભ …. એવો અવાજ સંભળાય છે. આ ડરામણો અવાજ બીજા કોઈ નો નહિ પણ પેલા માતેલા બળદ નો હતો. તેના એક બરાડા થી યમુનાતીરે ચરતાં પશુઓ ડરી જતા.સિંહ પણ આ બારડ થી ધ્રુજી ઉઠ્યો. અને ડરનો નો માર્યો પાણી પીધા વિના જ પાછો ફર્યો 

સિંહ જંગલમાં જઈ પોતાની સાથેના  અનુચરો જોડે બેસીને વિચારવા લાગ્યો આવી ભયાનક ગર્જના કરનાર પ્રાણી કોણ હશે ? કહેવું હશે ? 


સિંહના અનુચરો અને ટોળામાં બે લુચ્ચા શિયાળ હતા. આ બે શિયાળો નો બાપ સિંહ નો મંત્રી હતો. મંત્રીની લુચ્ચાઈ જોઈ સિંહે તેને કાઢી મુક્યો  હતો. પરન્ત તેના બે પુત્રો વિના બોલાવ્યે સિંહ ની પાછળ પાછળ ફરતા હતા.

આ બે શિયાળપુત્રો ને વિશ્વાસ હતો કે મોટા માણસોનો સહવાસ કયારેક તો ફળે જ છે.  તેમની પાછળ પાછળ ફરવાથી કોઈ દિવસ તેમના માનીતા થવાશે. 


આજે આ બે શિયાળો સિંહ ની લાચારી સમજી ગયા હતા. તેમણે મનમાં વિચાર કર્યો આજે સારો લાગ છે. વનરાજ ડરી ગયા છે. તો આપણે કોઈ યુક્તિ કરીને તેના ડર નો લાભ ઉઠાવીએ.આમ વિચારી બને સિંહ પાસે જઈ પ્રણામ કરી ઉભા રહ્યાં. અને ડરતા ડરતા પૂછ્યું. વનરાજ આજે એ ચિંતાગ્રસ્ત જણાઓ છો ? કઈ સંકટ આવી પડ્ય છે કે શું? સિંહે શિયાળો ની લાગણીનો વિચાર કરીને તેમેંસેવકો સમજી પોતાની ચિંતા ને ભય નું કારણ જણાવ્યું.સિંહ ની વાત સાંભળી શિયાળ બોલી ઉઠ્યા અરે મહારાજ તમે તો વનરાજ કહેવાઓ તમારે આવા બરાડા સાંભળીને ચિંતા ન કરવાની હોય અમે હમણાંજ નદી કાંઠે જઈ ને જોઈ આવીએ છીએ કે આ નાદ કોનો છે ? 


 આમ કહી ને બને શિયાળ નદી કાંઠે આવ્યા. નદી કાંઠે આવીને બને જોયું તો. એક માતેલો બળદ બરાડા પાડી શીંગડા મારી ને નદી ની કોતરો તોડતો હતો. બળદ ને જોઈ ને શિયાળો નવાઈ પામ્યા. તેઓ વિચારવા લાગ્ય આ બાલ્ડ ને જોયા વિનાજ તેના બરાડા સાંભળી ને સિંહ ડરી ગયો લાગે છે. માટે આપણે  આ તક નો લાભ ઉઠાવી ને સિંહ ની નજરમાં મહાન થઇ જવું જોઈએ. આમ વિચારી તેઓ બળદ પાસે ગયા. બળદે તેમને જોતા જ લાલ આંખ કરી તેમની સામે જોયું. શિયાળ ડરી ગે છતાં તેમણે  હિંમત રાખી પૂછ્યું અલ્યા અભિમાની બળદ શું જોઈ ને બરાડા પડે છે ? તને ખબર નાઠી  અહીં પાસે ના જંગલમાં વનરાજ ની સવારીએ પડાવ નાખ્યો છે. અને તેમાં આરામ  માં તું ખલેલ પહોંચાડી ને શા માટે મોતને આમન્ત્રણ આપે છે ? 

પરંતુ બીજી જ પળે તેને વિચાર થયો  કદાચ શિયાળની વાત સાચી હોય તો!તેથી તે નમ્રતા ધારણ કરીને બોલ્યો ‘ભાઈ-તમે વનના રાજાને ઓળખતા હોવ તો મને તેમની પાસે લઈ જાવ અને તેમને સમજાવી મને અભયદાન અપાવો ભલે !હું વનરાજને વાત કરું.' એક શિયાળે તેને આશ્વાસન આપતાં કહ્યું. તે પછી બંને શિયાળો સિંહ પાસે ગયાં અને જાણે ડરી ગયાં હોય તેમ થરથરતાં ઢીલું મોઢું કરીને કહેવા લાગ્યાં : ‘મહારાજ  આ બરાડા પાડનારું નવીન પશુ જેવું તેવું નથી, મહાબળવાન છે. અમે તેમની ઓળખાણ પૂછી ત્યારે તેણે કહ્યું કે, હું ભગવાન શંકરનો નન્દી છું. મને સદાશિવે પ્રસન્ન થઈ આ વનમાં હરવા-ફરવાની અને ચરવાની છૂટ આપી છે.’ શિયાળોની વાત સાંભળી સિંહ ચમકીને બોલ્યો : ‘હૈ. એ નન્દી છે ? ' ‘હા મહારાજ !' ‘પછી તમે શું કહ્યું ?’ અમે કહ્યું : ‘નન્દી ! ભલે તને ભગવાન શંકરે અહીં ફરવાની સંમતિ આપી હોય, પરંતુ આ વનરાજ સિંહ તો ભગવતી અંબિકાનું વાહન છે. આ વન ઉપર ભગવતી અંબિકાનો અધિકાર છે, એટલે જો તમારે અહીં રહેવું હોય તો, વિવેક અને વિનયથી મહારાજ સિંહ સાથે મિત્રાચારી રાખીને રહેવું પડશે. અમારા રાજા ઘણા ઉદાર છે. જો તમે મિત્રાચારી રાખશો, તો તેઓ પણ તમને અતિથિ સમજીને માન આપશે. હવે તમે કહો તેમ કરીએ.’

શિયાળોની વાત સાંભળી તેમની ચતુરાઈ જોઈ, તેમને ધન્યવાદ આપતાં સિંહ બોલી ઊઠ્યો : ‘વાહ ! મંત્રીપુત્રો વાહ ! તમારા કહેવા પ્રમાણે હું એ પ્રાણીને અભયદાન આપું છું. તમે ચતુર અને વિશ્વાસુ છો, માટે એ પ્રાણી પણ મને ન મારે તેવું વચન તેની પાસેથી માગી લેજો. હવે તમે જાવ અને તેને સુખેથી મારી પાસે તેડી લાવો.’ વનરાજની આજ્ઞા સાંભળી બંને શિયાળ પેલા બળદ પાસે ગયાં અને કહ્યું : ‘મિત્ર ! અમારા સ્વામીએ તમને અભયદાન આપ્યું છે. હવે તમે સુખેથી અમારી સાથે ચાલો ! પરંતુ જો જો, રાજાની કૃપા મળ્યા પછી અમને ભૂલી ન જતા. ક્યાંક ઘમંડમાં આવી, અનુચિત આચરણ ન કરી બેસતા. તમારા સહારે હું રાજમંત્રી બનીશ અને રાજમંત્રી બન્યા પછી આપણે બધા રાજવૈભવ માણીને આનંદ કરીશું.’ એમ કહી તેઓ બળદને માનપૂર્વક સિંહ પાસે તેડી ગયા. બળદને પોતાની પાસે આવેલો જોઈ વનરાજે પોતાનો વ્રજ જેવા નહોરવાળો પંજો તેની પુષ્ટ ખાંધ ઉપર મૂક્યો અને પૂછ્યું : ‘તમે કુશળ તો છો ને ? આ બિહામણાં વનમાં તમે એકલા શી રીતે આવી ચડ્યા ?' સિંહની વાણી સાંભળી બળદે પોતાની આપવીતી કહી સંભળાવી: બળદની વાત સાંભળી આશ્વાસન આપતાં સિંહે કહ્યું : ‘મિત્ર ! તમે અહીં નિર્ભય થઈને રહો. આ વિકરાળ વનમાં ભલભલાં હિંસક પશુઓ પણ ડરીને નાસી જાય છે, તો તમારા જેવા ઘાસ ખાનારાઓનું શું ગજું? પરંતુ તમે મારા પંજાના રક્ષણ  તળે છો એટલે હવે તો કોઈ પ્રકારની હાનિ નહી થાય અહીં સુખેથી રહો !! તે પછી પોતાના સાથીઓથી ઘેરાયેલા સિંહે, યમુના  નદીમાં ઊતરીને  શાંતિથી પાણી  પીધું અને આનંદપૂર્વક વનમાં પ્રવેશ કર્યો. ધીમે  ધીમે સિહ  અને બળદ  મિત્રો બની ગયા. થોડા  સમયમાં તેમની મિત્રાચારી ગાઢ બની જેમ કોઈ પંડિત ક્રોધી માણસને બોધ આપી નમ્ર બનાવી દે, તેમ આ ઘાસ ખાનારા બળદના સત્સંગથી સિંહે જંગલીપણુ  છોડી દીધું. હવે તે વિના કારણે કોઈ પશુની હિંસા કરતો નહીં, પરંતુ આનું પરિણામ જુદું આવ્યું. જે પશુઓ સિંહના શિકાર પછી વધેલું માંસ ખાઈ જીવનનિર્વાહ કરતાં હતાં, તેઓ હવે ભૂખે મરવા લાગ્યાં. ઝાડ ઊંચું હોય પણ સુકાઈ જાય, ત્યારે પંખીઓ પણ તેને છોડીને બીજા ઝાડ પર ચાલ્યાં જાય છે. સિંહના સેવકો પણ ભૂખે મરવાથી સિંહનો સંગ ત્યજી અળગા થવા લાગ્યા. તેના નિકટના વિશ્વાસુ અનુચરો જેવાં શિયાળો પણ ભૂખથી અકળાઈ ગયાં. ભૂખનું દુઃખ વિકટ છે. એક વાર શિવના આભુષણ જેવો સાપ ભૂખ્યો થયો, તેથી ભૂખના લીધે તેણે ગણેશના વાહન ઉંદર ઉપર ઝપટ મારી, તે સમયે કાર્તિકેય સ્વામીનો મોર ભૂખ્યો હતો, તેથી તેણે સાપ ઉપર પંજો ઉગામ્યો. આ વેળા પાર્વતીનું વાહન સિંહ ભૂખથી અકળાતો હતો, તેથી તેણે મોર ઉપર તરાપ મારી. ભૂખના લીધે ભગવાન શંકરના પરિવારમાં પણ આવું બન્યું, તો બીજા જીવોની શી વાત ? શિયાળો એક સ્થળે બેઠાં અને વિચાર કરવા લાગ્યાં : ‘આપણે વહાલા થવા માટે બળદને તેડી લાવ્યા, પરંતુ આપણાં પાસાં ઊલટા પડ્યાં. આપણે જ ભૂખે મરવાનો વારો આવ્યો. હવે તો સિંહ અને બળદ વચ્ચે, ગમે તે રીતે ભેદ પડાવી લડાઈ કરાવવી અને બળદનો કાંટો દૂર કરવો. તે વિના આપણે કોઈ રીતે સુખી થવાના નથી.’ આવો વિચાર કરી તેઓ જાતજાતના ઘાટ ઘડવા લાગ્યાં. છેવટે તેમને એક યુક્તિ સૂઝી આવી. બંને શિયાળ સિંહ એકલો પડે તેની વાટ જોતાં હતાં, તેવામાં બળદ યમુનાકાંઠે ચરતો ચરતો દૂર નીકળી ગયો. સિંહ એકલો વડના ઝાડ નીચે બેઠો હતો. આ તક જોઈ બંને શિયાળ સિંહ પાસે જઈને ઊભાં રહ્યાં અને જાણે ડરતાં હોય તેવો ઢોંગ કરી ગભરાતાં ગભરાતાં કહેવા લાગ્યાં : ‘મહારાજ ! આપના પ્રતાપે અમે ઘણું ખાધુંપીધું અને લહેર કરી. આપનો ઉપકાર ભૂલી શકાય તેવો નથી. આજે અમે આપને ચેતવવા આવ્યા છીએ !’ ‘કેમ શું છે? ગભરાવ છો કેમ ? જે હોય તે સુખેથી કહો !’ સિંહે પૂછ્યું. ‘મહારાજ ! આજ કાલમાં આપનું અહિત થવાનું હોયએવું અમને લાગે છે !' શિયાળે કહ્યું. ‘શાનું અહિત ?’ ‘આપના પ્રાણ સંકટમાં છે ! સીંહે પૂછ્યું  તું શા કારણે એમ કહે છે ?’ ‘અમોને આ બળદ ઉપર શંકા છે. તે આપનો સાચો મિત્ર લાગતો નથી.' ‘શા ઉપરથી તું મારા મિત્રનું ભૂંડું બોલે છે ?’ સિંહે ભવાં ચડાવી પૂછ્યું . ‘મહારાજ ! આપ તો ઉદાર અને ભોળા છો, પરંતુ આ બળદ મહાકપટી છે. તેણે પોતાના મનની વાત મને કહી છે. તે કહેતો હતો : હવે જોયો તમારો સિંહ. તેનું બળ મેં માપી લીધું છે. હું ધારું અને જો એને શિંગડે ચડાવું તો તે ઘડીમાં હતો ન હતો થઈ જાય !! ‘હૈં... તું શું કહે છે ?’ ‘સાચું કહું છું, મહારાજ !' ‘પામર બળદનું આ સાહસ !' ‘હા મહારાજ ! તે મનનો ઘણો જ મેલો છે. આપને મારી નાંખી, તે આ વનનો રાજા થવા માગે છે.’ શિયાળોની વાત સાંભળી સિંહ વિચારે ચઢ્યો. તેને શિયાળોની વાત સાચી ન લાગી, તેથી તે બોલ્યો : ‘મને તમારી વાતમાં શંકા જાય છે. મારા મિત્ર બળદ ઉપર મને વિશ્વાસ છે. તે આવો હલકો વિચાર કરે જ નહીં.'‘મહારાજ ! અમે અમારો સ્વામી પ્રત્યેનો ધર્મ બજાવ્યો, પછી આપને ઠીક લાગે તેમ કરો. આપને ચેતવવા હતા તે ચેતવી દીધા, કાં તો તમારે એને મારવો પડશે, કે કાં તો તમારે તેના હાથે મરવું પડશે. પછી તમારે જે કરવું હોય તે કરો.’ શિયાળોએ ઠાવકાઈથી કહ્યું. સિંહ બોલ્યો : ‘તમે તો એને અભયદાન અપાવ્યું છે, પછી હું એને શી રીતે મારું ?' ‘અમે એમાં ન સમજીએ. તમારે જે કરવું હોય તે કરો. આવતી કાલે સવારે એ ક્રોધપૂર્વક શિંગડાં નીચાં નમાવી, ફૂંફાડા મારતો મારતો તમારી સામે ધસી આવે, ત્યારે અમને સંભારજો.’ શિયાળોએ છેલ્લી ચેતવણી આપી દીધી. ‘હં... ઠીક છે. જો બળદ એવું કરશે તો હું જોઈ લઈશ. હું પણ કાંઈ નિર્બળ નથી કે તે મને મારી શકે.’ આમ વિચારી સિંહ મનમાં મૂંઝાતો બેસી રહ્યો. સિંહને ચેતવણી આપી, બંને શિયાળો સીધાં યમુનાકાંઠે આવ્યાં. બળદ તો પોતાની મસ્તીમાં ચરતો હતો. શિયાળ તેની પાસે ગયાં અને ગંભીરતાથી બોલ્યાં : ‘ભાઈ બળદ ! આપણે ઘણા દિવસ સાથે રહ્યા છીએ, સાથે જમ્યા છીએ અને સાથે ફર્યા છીએ એટલે આજે તારી દશા જોઈ અમને દયા આવે છે.’ ‘મિત્ર ! એવું શું છે ? જે હોય તે કહો !' ‘ભાઈ ! તારા ઉપર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે.' ‘તું શું કહે છે ! વનરાજ સિંહ જેવા મારા મિત્ર છે, ને તમારા જેવા ચતુરો મારા સાથીદાર છે, પછી મારા ઉપર સંકટ શાનું?‘ભાઈ ! એટલા માટે જ અમે તને ચેતવવા આવ્યા છી તારો મિત્ર સિંહ જ તને મારી નાખવા માગે છે.’ ‘મને મારવાનું કારણ ? ' ‘કારણ કંઈ જ નહીં. તેમણે પશુઓ માટે ઉજાણીની  ગોઠવણ કરી છે. ઉજાણીમાં તારા શરીરનો ખપ છે. તેથી તારા હૃષ્ટપુષ્ટ દેહ ઉપર તેમનો ડોળો છે.’ ‘પરંતુ વિના વાંકે મને મારશે ?’ શિયાળે કહ્યું ‘હિંસક પશુઓને વળી વાંક જોવાનો હોય ?  પશુઓને મારી ખાવાં, એ તો એમનો જાતિ-સ્વભાવ છે. એમ છે ? તો ભલે, વનરાજ પણ મારું પાણી જુએ પણ એમના બળની પરીક્ષા કરીને જ રહીશ.’ આટલું કહે બળદની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ. ‘તારી વાત સાચી છે. વિના વાંકે શા માટે મરવાનું  હોય ? કાલે જ્યારે તું સિંહ પાસે જાય ત્યારે જોજે કે, તે જો  પંજો ઉપાડતો હોય; આંખો ક્રોધથી લાલ થતી હોય, હોઠ જીભ ફેરવતો હોય અને ચહેરો વિકરાળ લાગતો હોય તો મારી વાત સાચી માની સાવધ રહેજે.' બીજા દિવસે લુચ્ચાં શિયાળોની યુક્તિ પ્રમાણે જન્મ બળદ મનમાં અભિમાન રાખી, શિંગડાં નમાવી ધૂંવાંપૂવાં થતો સિંહ પાસે ગયો. તેણે ત્રાંસી દૃષ્ટિથી જોયું તો  સિંહની આંખ લાલ થતી હતી, હોઠ ચાટતો હતો અને ચહેરો વિકરાળ લાગતો હતો. આ જોઈ બળદને શિયાળની વાતમાં કોઈ શંકા રહી નહીં.તે સાવધ થયો અને માથું નમાવી શિંગડાં ત્રાંસા કરી, ફૂંકાડા મારતો ચોટ કાઢી સિંહ સામે ધસ્યો. બળદને પોતાની સામે ધસી આવતો જોઈ સિંહને શિયાળની વાત સાચી લાગી . તેથી તે ભયંકર ગર્જનાં કરી બળદ ઉપર તૂટી પડ્યો. પોતાના વજ્ર જેવા પંજાના એક જ પ્રહારે, બળદને ભોંય ભેગો કરી તેનું પેટ ચીરી નાંખ્યું. બળદ ઘડીક વારમાં મરી ગયો. બળદને મરેલો જોઈ સિંહને પોતાની મિત્રાચારી સાંભરી આવી, મનમાં તે ઘણો જ દુઃખી થયો. તે નિઃશ્વાસ નાંખી કહેવા . લાગ્યો : ‘અરે રે ! મેં મારા મિત્રને જ મારી નાંખ્યો !' પરંતુ બંને શિયાળોના મનમાં આનંદનો પાર ન હતો. સિંહને ઉદાસ જોઈ તેઓ તેમની પાસે ગયાં અને કહ્યું : ‘મહારાજ ! ઘાસ ખાનારા એક પામર જીવ ઉપર આપે ઘણી ઉદારતા રાખી હતી, પરંતુ એ અભિમાની બળદે આપમેળે જ મોત માગી લીધું. અમે એમાં આપનો કશો જ દોષ જોતા નથી. બધો દોષ એનો જ છે. આપ વિના કારણ શોક કરશો નહીં.’ આ પ્રમાણે લુચ્ચા શિયાળોએ સિંહને ઊંધુંચત્તું સમજાવી, તેમની મિત્રાચારીમાં ભેદ પડાવી પોતાનું કામ પાર પાડ્યું. તે પછી બંને શિયાળો પોતાની ચતુરાઈના બળે તેમના પિતાએ ખોયેલું મંત્રીપદ પ્રાપ્ત કર્યું. તેઓ સિંહના વિશ્વાસુ મંત્રી બની ગયા અને સિંહ નિર્ભયપણે વનનું રાજ કરવા લાગ્યો.