Featured Books
શ્રેણી
શેયર કરો

ચંદન માલ્યગિરિ અજીબ પ્રેમ કથા - ભાગ 1 ️️

નમસ્કાર મિત્રો...,🙏🙏...


આ કથા મારા પપ્પા એ મને કહેલી છે.. તેમણે મને આ કથા વિશે જણાવ્યું ,,,જેમાં રાણી મલ્યાગિરિ ના સાહસ પ્રેમ બલિદાન શોર્ય ની વાત કરેલ છે...

મે આ જ કથા પ્રાથમિક માં વાંચી હતી...કે આજ તમારા સમક્ષ રજુ કરું છું...!આમ તો આ વાર્તા હું મોડે થી લખવાની હતી ..પણ મન ખૂબ જ અજીબ હોય છે..

એટલે આજ તમારા સમક્ષ રજૂ કરું છું...કારણ કે મારા પપ્પા ની આજે યાદ ખૂબ જ આવતી હતી ...એટલે એમની આ ખૂબ જ પસંદિદા કથા તમને એમના શબ્દો માં તમારી સામે રજૂ કરું છું..

આશા રાખું છું કે..,તમને આ પૌરાણીક વાર્તા ગમશે..!!અને તમે મને સપોર્ટ કરો..એ જ આશા રાખું છું...

સારી લાગે તો મને પ્રતિભાવ જરૂરથી આપશોજી..✍️..

મહર્ષિ અને મહાદુઃખી...🦋


સાધુ જનો કદી ન લક્ષ્મી બળે જિતાએ..,
આપત્તિ માં લગીર ના ગભરાઈ જાએ..,
સંદેહ ના દુઃખદ વાદળ થી ઝઝુંમે...,
શાંતિ અને ધીરજ ને પ્રભુ માની ઝૂમે..!

એક મધરાતે નર્મદા ના કિનારે સાંકળ કે તાળા વગર ના બારણાં વાળી એક બંધ ઝુંપડી માં એક સંત મહારાજ એક પુસ્તક માં લીન હતા..

બહાર થી ઝુંપડી ના બારણાં ખખડ્યા..! મહર્ષિ ના વચન ધ્યાન માં ખલેલ થઈ ;ને તેમણે આસન છોડ્યા વગર જ બારણાં ખખડવનારી વ્યકિત ને અતિથી ગણી કહ્યું..,,

'હે અતિથિ..! બારણાં અંદર થી બંધ નથી., ઉઘાડા છે..,માટે એને ખોલી ને અંદર આવી શકો છો.

એક જુવાન બારણું ખોલીને ઝુંપડી માં મહર્ષિ સમક્ષ રજૂ થાય છે., અને નમન કરીને ઊભો રહે છે.

મહર્ષિ એ આદરભાવે તેને કહ્યું,..હે અતિથિ..! તમે બેસો...'

મહર્ષિ ના નિકટ નું આસન ખાલી હતું..! છતાં જુવાન ઊભો રહ્યો ને કહેવા લાગ્યો..!

"હે મહર્ષિ..!આપ ચમત્કાર થી દુઃખી ના દુઃખ દૂર કરો છો,...એમ મે વર્ષો થી શ્રવણ કર્યું છે.આથી હું આપની પાસે આવ્યો છું..

મહર્ષિ એ કહ્યું .., "હે જુવાન પ્રથમ તું આસન પર બેશ..!હું તને પગ ધોવા જળ આપુ છું.તે વડે તું તારા પગ સ્વચ્છ કરી ને મારી ઝુંપડી માં કઈ આરોગવા યોગ્ય ફળ છે.., તે હું તારી સામે ધરું છું.

એટલું બોલતાં માં તો મહર્ષિ એ એક પાંદડાં માં થોડા મીઠા ફળો મૂકીને એ અતિથિ જુવાન સામે મૂકી ને તેને વિનતી કરે છે કે,,. હે અતિથિ..! આ ફળાહાર કરી મને કુર્તાથ કરો..!

મહર્ષિ ની વાત સાંભળી ને જુવાન એ પાંદડા માંથી આમ્રફળ ઊંચકી તેને ધોળી તેનો રસ ચૂસી ગોટલો છોતરા બહાર ફગાવી મહર્ષિ ને કહ્યું.,, હે મહર્ષિ..! આપ હજી પુરાણા અતિથિ દેવો નું પાલન કરે છે.તેના વિશે સમજાવો તો સારું..!

મહર્ષિ કહે છે.,,હે જુવાન અતિથિ નો સત્કાર કરવાની જે રૂઢી થઈ છે,..તે અનેક નર નારી ના સ્વમાન નું રક્ષણ કરે છે.માણસ એ ભિક્ષા માંગવા ટેવાયો જ નથી.., એવો કોઈ ભૂખ્યો માણસ કોઈ પણ ઘર માં જઈ ચડે તો તેને ખાવાનું મળી રહે ,..અને એનું માન સહેજ પણ ખંડિત થવા ન પામે ..!

અતિથિ સત્કાર ની પાછળ નું મહત્વ સાંભળી જુવાન ખુશ થાય છે,,..અને કહે છે,,હે મહર્ષિ ..!હું દસેક પ્રહર થી અન્ન નો દાનો જોવા પામ્યો નથી..,ફળ નો ટુકડો જોવા પામ્યો નથી.આપને ત્યાં અતિથિ થતાં જ સાથે જ મને ફળાહાર પ્રાપ્તી થઇ છે ને મારી ભૂખ સુદ્ધાં શમી ગયી છે'..


માંગણ ના બનવું પડે, બનવું ન પડે લાચાર..,
ઈજ્જત થી ભોજન મળે,.એ છે અતિથિ સત્કાર..


મહર્ષિ એ કહ્યું ..,હે જુવાન ..!તારે જે કંઈ પૂછવું હોય તો સંકોચ રાખ્યા વિના પૂછ..!

જુવાન બોલ્યો કે,..હે મહર્ષિ..!મારી વિતક કહું..???

હા... નિસંકોચ કહે..!મહર્ષિ ભગવાન દાસ કહે છે.અને પછી પોતાની વિતાક્કથા કહેવા લાગે છે.

"હે મહર્ષિ..! હું મારા ગામ માં શીંગદાણા એટલે કે માંડવી નો સટ્ટો કરતો હતો.તેમાં મને એટલી બધી ખોટ ગઈ કે મારો ઘરબાર વેચાઈ જવા છતાં મારા માથા પરનું દેવું હું ભરી ન શક્યો..! લેણદારો ની રોજરોજ ની સખત ઉઘરાણી થી ત્રાસી હું ગુજરાત છોડીને મહારાષ્ટ્ર માં જતો રહ્યો. મહારાષ્ટ્ર માં મને ઠીક ઠીક કમાણી થવા લાગી.. મારા ગામમાં લેણદારો ને રીઝવી શકું એટલું નાણું સાથે લઈ હું ગુજરાત માં આવ્યો..


અહી આવવા અગાઉ નિર્જન વિસ્તારમાં પ્રવાસ કર્યા વિના છૂટકો ન હતો. આ કારણ થી હું સાથ શોધવા લાગ્યો... મારા મનમાં એમ હતું કે સાધુ ઓ નો સાથ સૌથી ઉત્તમ ,.. કેમ કે સાધુ ઓ નાણાં થી જીતાતા નથી...

એ સત્ય હું જાણતો હતો ...મને બે ક્ષત્રિયોનો સાથ મળતો હતો,પણ મારા મનમાં વહેમ ને લીધે મેં તેમનો સાથ જ ન લીધો....

શુદ્રો નું એક ટોળું મને તેમની સાથે મારા ગામ સુધી પહોચાડવા તૈયાર હતું ..પણ. મને આભડછેટ લાગશે..,એ ભય થી મે શુદ્રો નો સાથ ન લીધો...

વળી ગામમાં લોકો પણ શુદ્રો નો સાથ મેળવી મને આવેલો જાણશે..તો તેઓ મારા માટે હલકા મત બાંધશે...,આ ભય મને મૂંઝવી રહ્યો હતો..એ સ્થિતિ માં બે સાધુ ઓનો સાથ મને ઓચિંતો મળી ગયો....

તેઓ મારા ગામમાં એક કોશ દૂર આવેલા એક મંદિરે જવાના હતા...આથી મે સાધુ સંગ કર્યો...

એક રાતે જંગલ માં હું અને બે સાધુ ઓ એ રાતવાસો કર્યો..,કેમ કે અમે ત્રણેય જણા ઊંઘ ની ઘેરાયા હતા..મારી પાસે થોડુક ભોજન હતું...એમની પાસે પણ હતું....અમે સંધ્યા સમયે એક ઝરણાં ની પાસે ખાવા બેઠા...!


નજીક માં એક દેવસ્થાન હતું .. દેવસ્થાન ક્યાં દેવ નું હતું....તેની અમને ખબર નહોતી...પણ મૂર્તિ અને જોઈ હતી..પણ મૂર્તિ ખૂબ જ ખરાબ રીતે ખંડિત થઈ ગઈ હતી..કે ક્યાં દેવ ની મૂર્તિ હતી ..,તે આમે પારખી ના શક્યા...!

હું ને સાધુ મહારાજ દેવસ્થાન માં રાતવાસો ગાળવાનું નક્કી કર્યું..મારી પાસે થી એક પેટી માં એક પાથરણું ને ઓઢવાની એક શાલ હતા..મે તે બિછવ્યા ને હું એક ભીંત પાસે સૂઈ રહ્યો...!

મારી પથારીથી થોડે દુર સાધુ ઓ એ તેમની પથારી ઓ કરી...!

અમે ત્રણેય ઊંધી ગયા ...!


સવાર માં દેવસ્થાન માં હું એકલો હતો.. મારા સાધુ સાથી ઓ ના મને દર્શન જ નહિ થયા...મારી પેટી મને જોવા જ ન મળી મારી શાલ પણ ગુમ થઈ ગઈ હતી...

સવાર થી સાંજ સુધી હું સાધુ ઓ ની શોધ માં રખડ્યો..પણ સાધુઓ ના ચહેરા જોવા પણ માં મળ્યાં...!

હું ખૂબ જ ભુખ્યો થયો હતો..!રત શરૂ થતાં જ હું વિશ્રાંતિ સ્થાન ની શોધ માં પડ્યો ..

જંગલ માં એક બંધ ઘર જોયું.. મે બહાર થી તે ઘર નો દરવાજો ઠોક્યો.. અંદરથી ચાર જણા લાકડીઓ અને તલવારો લઈને બહાર આવ્યા ...

એક જણે મને ગળે થી પકડી ને પૂછ્યું ..,, શું અમારા ઘર માં ચોરી કરવા ઘુસવું હતું..??...

ના ભાઈસાબ...!ચોરી કરવાની મારે શું જરૂર...????મને ચોરી કરતા આવડતુંય નથી..!

બધા ચોર જ્યારે પકડાય છે,..ત્યારે તું બોલ્યો..તેવું જ બોલતાં હોય છે.એમ કહી એક જાણે મને ધક્કો માર્યો ..બીજાએ લાત મારી..!ત્રીજા એ ઊંચકી ને મને મર મારી ફેંકી દીધો ..

હું રઝળતો ભટકતો જયારે અહી આવ્યો..,,ત્યારે આપણી ઝુંપડી નો ખ્યાલ આવ્યો..મારે સુ કરવું તે કહો...!!

જુવાને પોતાની આપવીતી સંભળાવી...એ સાંભળી ને મહર્ષિ એ કહ્યું કે હે જુવાન ! ચંદન મલ્યાગીરી નામ નું ચરિત્ર વાંચી રહ્યો છું..,તે તને કહું છું..,તેમાંથી જ તને માર્ગદર્શન ધર્મ સાહસ ઇત્યાદિ મળી રહેશે..." કહી
મહર્ષિ એ ચંદન મલયાગીરી ની કથા શરૂ કરે છે..


...🦋🦋🦋🦋....

Chandrika darji "sana" 🌺