ભાગ 2
(અગાઉ ના ભાગ માં આપણે જોયું ,વિનય ,પ્રક્રીતિ ની મદદ કરે છે અને આશ્રમ ની સમસ્યા નો ઉકેલ લાવે છે ત્યાર બાદ પ્રક્રીતિ ,વિનય ને રવિવારે સાંજે આશ્રમ માં મળવાનું કહે છે , હવે આગલ્)
વિનય ઘરે આવે છે અને તે આખી રાત જ્ પ્રક્રીતિ ના વિચારો માં જ્ ખોવાઈ જાય છે ,મનમાં તો એ વિચારે છે કે સાચું કમળ તો કાદવ માં જ્ ઉગે પણ મને તો આ જ્ કમળ. મોહી ગયું છે , આટલી બધી મુશ્કેલીઓ સાથે ઉછરેલી આ છોકરી ના વિચારો આતિ ઉત્તમ છે સાચે જ્ એ કમળ મારું થાય તો જીવન માં એક નવી જ્ મહેક વિસ્તરી જાય ,પણ ? 🤔 એ પછી વાત , રહી પણ ની વાત
વિનય ના એજ વિચારો માં સવાર પડી ગઈ ,
રવિવાર ની સવાર હતી વિનય મોડો ઊઠ્યો સવાર ના 8:30 થઈ ગયા તે દર રવિવાર્ ની જેમ ઘર ની પાસે આવેલા ગણેશા ના મંદિરે જવા તૈયાર થયો તે ઘરે થી નીકળ્યો , મંદિર માં દર્શન કર્યા ત્યાં તેને જાણીતો ચહેરો દેખાયો , તે ચહેરો પ્રક્રીતિ નો હતો ,વિનય તેની પાસે જઈને આજે અહી ,
પ્રક્રીતિ : હા હું દરેક મહિનાની ગણેશ ચોથ્ ઉપર અહીં ગણેશા ના દર્શન કરવા આવું છું ,
વિનય: અને હું દરેક રવિવારે અહીં આવું છું ,
પ્રક્રીતિ : સરસ જય ગણેશા 😊🙏🙏, સાંજે ભૂલતો નહીં આશ્રમે આવાનું ,
વિનય : હા પણ કારણ તો કહેતિ જા
પ્રક્રીતિ : એ સાંજે ખબર પડી જશે ,
બંને જાણ એક બીજાને જય ગણેશા કહી મંદિર માથિ છૂટાં પડે છે ,સાંજે વીરેન આશ્રમ માં પહોંચ્યો તો તેણે જોયું અહીં કંઈક અલગ જ્ માહોલ હતો મોટા અક્ષરો થી બોર્ડ માં Happy Birthday લખેલું હતું , અંદર જતા જ્ પ્રક્રીતિ ,વિનય નો હાથ પકડી ને બાળકો પાસે લઇ ગઈ ત્યાં બધા જ્ બાળકો ખુશ હતા ,
વિનય : આજે તારો જન્મ દિવસ છે ?
પ્રક્રીતિ : હા, મારો અને આ બધા જ્ ભાઈ બહેનો નો પણ ,
પછલ્ થી અચાનક અવાજ આવે છે બેટા વિનય ,
વિનય પાછલ્ ફરી ને જોવે છે તો મોટા દાદા ને દાદી હોય છે
વિનય : ,બા ,દાદા તમે અહીં ,
દાદા: હા મોહને પ્રક્રીતિ ને મોકલી હતી અમને લેવા માટે ,
વિનય : સરસ ,પણ પ્રક્રીતિ તને કાર ચલાવતા આવડે છે ,?
પ્રક્રીતિ : હા આવડે છે ,
વિનય : સરસ તો તે દિવસે કેમ ના કીધું હું તને ચલાવવા જ્ આપત કાર 😁
પ્રક્રીતિ : કઈ નહીં હવે ચાલ આજે તને ઘરે મૂકી કરી દઈશ 😅
બા : ચાલો હવે બહુ મજાક થઈ , બધા જમવા બેસી જાઓ ,
બધા જ્ આશ્રમ્ ના બાળકો સાથે વીરેનની ફેમિલિ અને ,પ્રક્રીતિ અને તેના પિતા તથા માતા ભોજન ગ્રહણ કરે છે ,જમવાનું પત્યા પછી બધા પ્રાથના ખંડ માં પ્રાથના કરે , અને પ્રક્ર્રીતિ ,વિનય ને ચન્દ્ર દર્શન માટે લઇ જાય છે , પ્રાથના કર્યા પછી મોહનલાલ્ તેમ્ના મિત્ર્ વિનય્ ના દાદા પાસે એક વાત રજૂ કરતા કહે છે ,હવે માત્ર આ બધા બાળકો ની બહેન મારી મોટી દીકરી પ્રક્રીતિ ની ચિંતા છે તેના લગ્ન સારા છોકરા સાથે થઈ જાય તો અમારી ચિંતા દૂર થાય અને એ પણ શુખી રહી શકે ,
દાદા: ભગવાન ઉપર વિશ્વાસ રાખો કોઈ તો હશે જ્ એના નસીબ માં જે એને મળી જ્ જશે ,
અહીં અગાસી ઉપર ચન્દ્ર ના દર્શન પ્રક્રીતિ અને વિનય કરે છે , પ્રક્રીતિ વિનય ને કહે છે મારી એક ઇચ્છા છે ગણેશા થી 6 મહિના પછી કડવા ચોથ નો ઉપવાસ હું તારા હાથ થી ખોલવા માંગું છું , શું તું મારી સાથે લગ્ન કરીશ પ્રક્રીતિ ભરી આંખે વિનય ને કહે છે ,
વિનય : જો પ્રક્રીતિ તું મને ત્યાંથી જ્ ગમે છે જ્યારે મેં તારા માં આ નિખાલસ ભાવના જોઈ છે પણ હું જવાબ તને થોડા સમય પછી આપીશ ઘરે જાણ કર્યા પછી ,પણ હા એટલું જરૂર કહી શકું તારા જેવી છોકરિ થી લગ્ન થવા એ મારું શોભગ્ય્ હશે ,
પ્રક્રીતિ : રાહ રહેશે તારા જવાબ ની ,
આટલું કહેતા પ્રક્રીતિ અગાસી ઉપર થી નીચે ઉતરે છે અને વિનય પણ દાદા ,દાદી ને લઇ ને તેમના ઘરે છોડી ,પોતાના ઘરે પાછો ફરે છે ,
મનમાં એક જ્ વિચાર હોય છે આ વાત ઘર વાળા ને કેવી રીતે સમજાવી ,?
શું પ્રક્રીતિ અને વિનય બંને એક થઈ શકશે કે નહીં એ હજી ઘણી મુસીબતો તેમની આ મંઝિલ માં કંટક બનીને ઉભી છે તે જાણવા જોડાયેલા રહો ,
પહેલી અજાણી મુલાકાત સાથે ...........................
વધુ આગળના અંકમાં...
✍️ Vansh Prajapati ( વિશુ ,વિશેષ )