Shri Hanuman Chalisa The Life Management Guide books and stories free download online pdf in Gujarati

શ્રી હનુમાન ચાલીસા ધ લાઈફ મેનેજમેન્ટ ગાઈડ

શ્રી હનુમાન ચાલીસા; લાઈફ મેનેજમેન્ટ ગાઈડ

• શ્રી હનુમાનજી એટલે રિયલ લાઈફ મેનેજમેન્ટ ગુરૂ
• બળ, બુદ્ધિ અને વિદ્યાની માસ્ટર કી એટલે હનુમાન ચાલીસા

પરમ સુખ અને સામર્થ્યની પ્રાપ્તિ માટે હનુમાનજી મહારાજની અભ્યાસ સભર ભક્તિ આવશ્યક છે એ હનુમાન ચાલીસાના અધ્યયન થી સમજાય છે; અહિયાં પઠન શબ્દ નો પ્રયોગ નથી કર્યો કેમકે સામાન્ય રીતે હનુમાન ચાલીસા કડકડાટ બોલી અને ગાઈ જવા વાળા લોકોની સંખ્યા ઓછી નથી; પરંતુ હનુમાનજી મહારાજના સાચા ભક્તો તો એ છે કે જે એમના ગુણો ને જીવનમાં ઉતારવા માટે પ્રયત્નશીલ હોય.

હનુમાનજીને કળિયુગમાં સૌથી પ્રમુખ દેવતા માનવામાં આવે છે.રામ ભક્ત હનુમાનજી માનવ સંસાધનનો સારી રીતે ઉપીયોગ કરવાનું જાણે છે. રામાયણના સુંદરકાંડ અને તુલસીદાસની હનુમાન ચાલીસામાં બજરંગબલીના ચરિત્ર વિસ્તારથી વર્ણવામાં આવ્યું છે. તેના અનુસાર બજરંગબલીની દરેક ભૂમિકા મનુષ્યો માટે અત્યંત પ્રેરણાદાયક છે.

તુલસીદાસજી લખે છે કે હનુમાનજી મહારાજમાં દરેક પ્રકારના કષ્ટને દૂર કરવાની ક્ષમતા છે. જેમાં એવી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ જણાવે છે કે તેમણે કેવી રીતે બળ અને બુદ્ધિનો ઉપીયોગ કરીને માતા સીતાને શોધી કાઢ્યા હતા. આજે આપણે હનુમાનજીના અમુક એવા ગુણ વિશે અવગત થઈ રહ્યા છીએ જેને જીવનમાં ઉતારવાથી જીવનનાં અનેક કષ્ટો દૂર થઇ શકે છે.

૧. જો લક્ષ્ય માટે નમવું પડે તો નમી જાવઃ

માતા સીતાની શોધમાં સમુદ્ર ઓળંગી રહેલા હનુમાનજીને રસ્તામાં ‘સુરસા’ નામની નાગ માતાએ રોકી લીધા અને તેને ખાવાની જીદ કરી. હનુમાનજીએ વચન આપ્યું કે તે રામનું કામ કરીને આવશે ત્યારે પોતે જ તેનો આહાર બની જાશે પણ સુરસા ના માની. એવામાં હનુમાનજી સમજી ગયા કે બાબત માત્ર મને ખાવાની નથી પણ ઘમંડની છે. તેમણે તરત જ સુરસાની સામે પોતાના કદને નાનું કરી દીધું અને તેના મોઢામાં જઇને પાછા બહાર નીકળી ગયા, તેનાથી સુરસા ખુશ થઇ ગઈ અને લંકા જાવાના રસ્તાને ખોલી નાખ્યો. હનુમાનજીના આ ઉદાહરણથી શીખ મળે છે કે જ્યા બાબત ઘમંડની આવે, ત્યાં બળ નહિ પણ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઇએ. મોટા લક્ષ્યને મેળવવા માટે જો ક્યાંય નમવું પડે તો ચોક્કસ નમી જાવ.

૨. સમસ્યા નહીં સમાધાન સ્વરૂપઃ

જે સમયે લક્ષ્મણ રણભૂમિમાં મૂર્છિત થઇ ગયા, તેના પ્રાણની રક્ષા માટે હનુમાનજીએ એક પુરા પહાડને ઉઠાવી લીધો, કેમ કે તે સંજીવની જળબુટી લાવવા માગતા હતા. તેના દ્વારા હનુમાનજી એ શીખવે છે કે મનુષ્યનો અભિગમ સમસ્યા સ્વરૂપ નહિ, સમાધાન સ્વરૂપ હોવો જોઇએ.

૩. નેતૃત્વ ક્ષમતા

સમુદ્રમાં પુલ બનાવાના સમયે અપેક્ષિત કમજોર અને મોટી સંખ્યામાં વાનરસેનાથી પણ કામ કઢાવવું તેની વિશિષ્ઠ સંગઠનાત્મક યોગ્યતનાનું પરિચાયક છે. રામ રાવણ યુદ્ધના સમયે તેમણે પુરી વાનરસેવાનું નેતૃત્વ સંચાલન ખુબ સારી રીતે કર્યુ હતું. જે શ્રેષ્ઠ નેતૃત્વના ગુણો શીખવે છે.

૪. આદર્શો સાથે કોઈ સમાધાન નહિ

લંકામાં રાવણના ઉપવનમાં હનુમાનજી અને મેઘનાથ વચ્ચે થયેલા યુદ્ધમાં મેઘનાથે શસ્ત્ર નો પ્રયોગ કર્યો હતો. હનુમાનજી ઇચ્છતા તો તેને તોડી શકે તેમ હતા, પણ તેમણે આવું ન કર્યુ કેમ કે તે બ્રહ્માસ્ત્રનું મહત્વ ઓછું કરવા માગતા ન હતા. તેના માટે તેમણે મ્હાંસ્ત્રનો તીવ્ર આઘાત સહન કરી લીધો. જો કે તે પ્રાણધારક પણ થઇ શકતું હતું. તુલસીદાસજીએ તેના પર હનુમાનજીની માનસિકતાનું સૂક્ષ્મ ચિત્રણ કર્યું છે.

'ब्रह्मा अस्त्र तेंहि साधा, कपि मन कीन्ह विचार । जौ न ब्रहासर मानऊं, महिमा मिटाई अपार ।।

આ સંયમના પાઠ આજના સંદર્ભમાં જોઈએ તો રશિયા સર્વાધિક અણુ શસ્ત્રો ધરાવતું હોવા છતાં તેના પ્રયોગ માટે સંયમ રાખી રહ્યું છે; અણુ શસ્ત્રો કે જે પૌરાણિક કાળમાં બ્રહ્માસ્ત્ર તરીકે ઓળખાતા.

૫. સમયના રહેતા કામ કરવું જરૂરી

જ્યારે હનુમાનજી લંકાના દરવાજે પહોંચ્યા ત્યારે તેમને ‘લંકિની’ નામની રાક્ષસી મળી. રાતના સમયે હનુમાનજી નાનું રૂપ લઇને લંકામાં પ્રવેશ કરી રહ્યા હતા, લંકિનીએ તેમને રોકી લીધા. સમય ખુબ ઓછો હતો, હનુમાનજીએ લંકિની સાથે કોઇ વાદ-વિવાદ ના કર્યો સીધો જ તેના પર પ્રહાર કરી દીધો. લંકિનીએ રસ્તો છોડી દીધો. તેનાથી એ શીખ મળે છે કે જ્યારે લક્ષ્ય નજીક હોય, સમયનો અભાવ હોય અને પરિસ્થિતિની માંગ હોય તો બળનો પ્રયોગ કરવો અનુચિત નથી.

૬. બહુમુખી ભૂમિકામાં હનુમાન

આપણે મોટાભાગે શક્તિ અને જ્ઞાનનું પ્રદર્શન કરતા રહીયે છીએ,ઘણી વાર તે જગ્યાએ પણ જ્યાં તેની બિલકુલ પણ જરૂરિયાત નથી હોતી. હનુમાન ચાલીસામાં લખ્યું છે કે, સૂક્ષ્મ રૂપ ધરી સિયંહિ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા; સીતા માતાની સામે તેમણે પોતાને લઘુ રૂપમાં રાખ્યા, કેમ કે અહીં તે એક પુત્રની ભૂમિકામાં હતા, પણ સંહારક રૂપમાં તે રાક્ષસો માટે કાળ બની ગયા. એક જ સ્થાન ઉપર આવશ્યકતા અનુસાર અને વિવેક સાથે પોતાની શક્તિનો બે અલગ અલગ રીતથી પ્રયોગ કરવો જોઈએ એ હનુમાનજી મહારાજ પાસેથી શીખી શકાય છે. શ્રી હનુમાનના વ્યક્તિત્વનું આ મહત્વ જ્ઞાનના પ્રતિ સમર્પણની શિક્ષા આપે છે. તેના જ આધાર પર હનુમાનજીને અષ્ટ સિદ્ધિઓ અને દરેક નવ નિધિઓની પ્રાપ્તિ કરી.

૭. લક્ષ્ય પ્રાપ્તી કરવા સુધી આરામ ન કરવો જોઈએ

હનુમાનજી સમુદ્ર ઓળંગવા માટે નીકળી પડે છે; તે આકાશમાં ઉડી રહ્યા હતા ત્યારે જ સમુદ્રે વિચાર્યુ કે હનુમાનજી થાકી ગયા હશે, તેણે પોતાની નજીક રહેલા મૈનાક પર્વતને કહ્યું કે તું હનુમાનજીને વિશ્રામ આપે. મૈનાક પર્વતે હનુમાનજીને કહ્યું કે તમે થાકી ગયા હશો, થોડી વાર મારા પર બેસીને આરામ કરી લો. હનુમાનજીએ નિમંત્રણનું માન રાખતા તેનો માત્ર સ્પર્શ કરી લીધો અને કહ્યું કે રામજીનું કામ કર્યા વગર હું વિશ્રામ ના કરી શકું. મૈનાકનું માન પણ રહી ગયું અને હનુમાનજી આગળ ચાલવા લાગ્યા.તે રોકાયા નહીં પોતાનું લક્ષ્ય ના ભૂલ્યા. આપણે પણ તેની આ વાત હંમેશા ધ્યાન રાખવી જોઈએ, જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પગ વાળી ને ન બેસવું જોઇએ અને એ જ સૂત્રાત્મક સત્ય સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે "ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો...!!"

શ્રી હનુમાન ચાલીસ માત્ર સાંકેતિક કે ઉપદેશક જ નહિ બલ્કે વૈજ્ઞાનિક પણ છે; જ્યાં ઉલ્લેખ છે "જૂગ સહસ્ર જોજન પર ભાનૂ" એ પૃથ્વીથી સૂર્યનું સચોટ અંતર છે જે નાસા-ફાસા એ તો પછી શોધ્યું. તો અંતમાં આજે મારુતિનંદન, મહાબલ, રામેષ્ઠ શ્રી બજરંગબલીનાં અવતરણ દીવસે આપ સૌને મારા જય શ્રી હનુમાન.શ્રી હનુમાન ચાલીસા; લાઈફ મેનેજમેન્ટ ગાઈડ

શ્રી હનુમાન ચાલીસ માત્ર સાંકેતિક કે ઉપદેશક જ નહિ બલ્કે વૈજ્ઞાનિક પણ છે; જ્યાં ઉલ્લેખ છે "જૂગ સહસ્ર જોજન પર ભાનૂ" એ પૃથ્વીથી સૂર્યનું સચોટ અંતર છે જે નાસા-ફાસા એ તો પછી શોધ્યું. તો અંતમાં આજે મારુતિનંદન, મહાબલ, રામેષ્ઠ શ્રી બજરંગબલીનાં અવતરણ દીવસે આપ સૌને મારા જય શ્રી હનુમાન.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED