કુમાઉ યાત્રા - ભાગ- 1 Dhaval Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુમાઉ યાત્રા - ભાગ- 1

કુમાઉ ટુર ભાગ - 1

મને પ્રવાસ વર્ણન લખવાની પ્રેરણા Swami Sachchidanand પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીના પુસ્તક વાંચીને મળી છે. એમને ક્યારેય મળ્યો નથી પણ આ મારો લેખ તેમને અર્પણ કરું છું.

મિત્રો, આજે હું તમને સૌને લઈ જઈશ ઉત્તરાખંડન કુમાઉ રિજિયન ની સફરે. નવા નવા સ્થળોએ ફરવું એ મારો શોખ છે. અને સાઈડ પ્રોફેશન પણ ખરો. મને ખાસ કરીને હિમાલયના પહાડોમાં ફરવું ગમે. આમ તો દરેક વ્યક્તિએ ફરતા રહેવું જોઈએ જેથી કરીને નવા નવા સ્થળોની જાણકારી મળે ઉપરાંત ત્યાંની રીતભાત, સંસ્કૃતિ અને રીત રિવાજોની વિશે કંઈક નવું જાણવા મળે. આપણા દેશ ભારતમાં કહેવાય છે ને "વિવિધતામાં એકતા સમાયેલી છે" બસ આ ઉક્તિને જાણવા અને સાર્થક કરવી હોય તો બધે ફરતું રહેવું જોઈએ જેથી કરીને સંપુર્ણ આર્યવ્રત વિશે દરેક જગ્યાની જાણકારી મળે. આ વિશે વધારે વાત ના કરતા મારી સફર ની વાત કરીએ.

ઘણા સમયથી પહાડોની સફર કરવી હતી પરંતુ કોરોનાને લીધે પ્રોગ્રામ સેટ થતો ન હતો. પરંતુ હવે બધું ગોઠવાઈ ગયુ તો બંદા નીકળી પડ્યા થેલો લઈને. આમ તો ફરવાનો મારો જૂનો શોખ છે અને ઘણા બધા સ્થળો ફરી ચુક્યો છું પરંતુ સ્ટોરી પહેલીવાર લખવા જઈ રહ્યો છું. આમાં કંઇ પણ કચાશ કે ભુલ હોય તો માફ કરશો અને કંઈપણ સજેશન હોય જરૂર જણાવજો.

મિત્રો, ઉત્તરાખંડની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરું તો તે બે અલગ અલગ વિભાગમાં વહેંચાયેલું છે. એક છે કુમાઉ અને બીજું છે ગઢવાલ. કુમાઉ એટલે નૈનીતાલ, રાનીખેત, કૌસાની, અલમોડા, જીમ કોર્બેટ અને સૌથી છેલ્લે મૂંસિયારી. અને ગઢવાલ એટલે હરિદ્વાર, મસુરી, બદ્રીનાથજી, કેદારનાથજી અને માં ગંગા અને યમુનાનું ઉદગમસ્થાન.

હું નીકળ્યો છું કુમાઉની સફરે તો એના વિશે જ વાત કરીશ. તમારે ત્યાં જવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ અથવા રામનગર અથવા તો હલ્દ્વાનીછે. તમારો ફરવાનો જે રૂટ હોય એ મુજબ સ્ટેશન તમે પસંદ કરી શકો છો. જો તમે તમારી ટૂરની શરૂઆત નૈનીતાલથી કરવા માંગતા હોય તો કાઠગોદામ બેસ્ટ છે. જો તમારું પ્રથમ લોકેશન જિમ કોર્બેટ નેશનલ પાર્ક હોય તો પછી રામનગર બેસ્ટ છે. આ ઉપરાંત તમે દિલ્હી સુધી ટ્રેન અથવા ફ્લાઈટમાં આવી ત્યાંથી ટેક્ષી કે બસ દ્વારા મુસાફરી કરીને અહીં આવી શકો છો. જો તમારે કુમાઉ માટે બસ પકડવાની હોય તે બસ તમને દિલ્હીના આનંદવિહાર બસ ડેપો થી મળશે. જો ગઢવાલ તરફ જવું હોય તો ત્યાંની બસ કાશ્મીરી ગેટ થી મળશે.

તારીખ : 27-11-2021, શનિવાર

મારી વાત કરું તો મેં અમદાવાદ થી રાજધાની એક્સપ્રેસમાં ટિકિટ બુક કરેલી હતી. રાજધાની ઉપરાંત તમે આશ્રમ એક્સપ્રેસ અથવા તો હરિદ્વાર મેલમાં પણ ટિકિટ બુક કરાવી શકો છો. મારે છેલ્લી ઘડીનું પ્લાનિંગ હતું એટલે આ બંને ટ્રેનમાં ટિકિટ ના મળી એટલે મેં રાજધાનીમાં બુક કરાવી હતી.
હું મારા વતન માંથી સાંજે પાંચ વાગ્યે અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી ગયેલો. ટ્રેન ઉપડવાની હતી પ્લેટફોર્મ નંબર પાંચ ઉપરથી, પ્લેટફોર્મ પર પહોંચી મારો કોચ ચેક કરીને મારી સીટ શોધીને બેસી ગયો.

મારી સાથેના સહ મુસાફરમાં એક અંકલ-આંટી અને વડીલ અંકલ હતા. સાઇટની સીટમાં એક રાજસ્થાની દંપતિ હતુ. બધાને દિલ્હી જવાનું હતું. રાજધાની એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયે 05:45 પ્લેટફોર્મ પાંચ ઉપરથી અમને સૌને લઈને દિલ્હી તરફ સફર કરવા નીકળી પડી. સૌથી પહેલાં જ સાબરમતી નદીના દર્શન થયા. મારી બાજુવાળા અંકલે સાબરમતી નદીને પ્રણામ કર્યા. મેં તેમના પહેલા જ બસમાં આવેલો ત્યારે જ કરી લીધેલા. નદીએ માઁ સમાન છે. નદીએ મનુષ્યને જીવતા શીખવાડ્યુ છે. જૂની દરેક પ્રાચીન સંસ્કૃતિઓ નો વિકાસ નદી કિનારે જ થયો છે. અત્યારે પણ તમે જોશો તો દરેક મોટા શહેરો નદી કિનારે આવેલા છે. પાલનપુર આવતા ડિનર આપવાની શરૂઆત થઈ ગઈ. પહેલા તો રાજધાનીમાં રેલવે દ્વારા ડિનર આપવામાં આવતું હતું. પરંતુ કોવિડ-19 પછી રેલવે દ્વારા આપવામાં આવતું નથી. એ સિવાય બેડરોલ પણ આપવામાં આવતો નથી. મને ખરેખર આ બાબતે રેલવે પ્રશાસનનું લોજીક સમજમાં નથી આવતું, તમે એક કોચમાં મહત્તમ 6 ફૂટ X 6 ફૂટ જગ્યા હશે, જો તમે 3AC માં મુસાફરી કરો તો આટલામાં ટોટલ આઠ મુસાફર બેઠા હોય, જો આઠ મુસાફર દ્વારા સાથે મુસાફરી કરવામાં કોરોના ફેલાતો ના હોય તો ગરમ ચાદરને બાદ કરતાં દરરોજ ધોવાતી ચાદર, પીલોકવર અને નેપકીન દ્વારા કઈ રીતે ફેલાય ?? કોઈ વિચારતું હશે કે મુસાફર તો માસ્ક પેરીને મુસાફરી કરતા હોય તો મારુ કહેવાનું છે કે પ્રેક્ટિકલી સતત કોઈ માસ્ક ના પેરી શકે અને પહેરતું પણ નથી. ખાસ કરીને સૂતી વખતે તો કાઢીજ નાખે.

હવે આવીએ મૂળ જમવાની વાત પર, અત્યારે રેલવે દ્વારા હલ્દીરામનું પેકેટ ફૂડ ગરમ કરીને આપવામાં આવે છે. એમાં દાલ-ચાવલ, પરોઠા - સબ્જી અને વેજ બીરિયાની વગેરે હોય છે. આ ઉપરાંત દહીં, રબડી વગેરે પણ મળી રહે છે. મને બહુ ભૂખ હતી નહીં એટલે મેં વેજ બિરયાની મંગાવી. ટેસ્ટમાં પહેલા છે જે ડિનર આપવામાં આવતું એના કરતાં સારી હતી. પહેલાં જે ડિનર આપવામાં આવતું એ ટેસ્ટમાં થોડું ફિકુ લાગતું. મુસાફરી કરવાની હતી એટલે લાઈટ ડિનર દ્વારા ચાલી ગયું. હવે રાજસ્થાનનું આબુ આબુ રોડ સ્ટેશન આવી રહ્યું છે. જ્યાં થી રાજસ્થાનની સીમા શરૃ થાય છે. આબુ રોડ સ્ટેશનની રબડી ખુબ જ વખણાય છે. દરેક વખતની જેમ આ વખતે પણ રબડી નો ટેસ્ટ તો લેવો જ પડે એટલે ચાર મિનિટ માટેનો ટ્રેનનો જે બ્રેક હોય છે તે ચાર મિનિટમાં રબડીનો ટેસ્ટની મજા લેવાનું કામ કર્યું. આમેય ગુજરાતીઓને તો જમ્યા પછી સ્વીટ લેવાની ટેવ હોય છે ને તો રબડી દ્વારા એ કામ ચલાવી લીધું. રબડીનો ટેસ્ટ તો સરસ હોય છે પરંતુ એમાં મને ખાસ લાગ્યું હોય તું માટીની કુલડીમાં આપે છે ને તે બહુ મસ્ત છે. તમને રબડીની સાથે દેશની માટીનો સ્વાદ પણ મળશે. સાથે સાથે માટીની કુલડી બનવવા વાળાને ધંધામાં પ્રોત્સાહન મળશે. થોડો સમય બાજુવાળા અંકલ જોડે રાજકારણ ઇતિહાસ વગેરેની ચર્ચા કરી. બીજા દિવસે બાય રોડ લાંબી મુસાફરી કરવાની હોવાથી મેં પણ મારા બર્થ પર લંબાવ્યું જેથી કરીને આરામ મળી જાય.

આપનો કિંમતી સમય વાંચનને આપવા માટે આપનો દિલથી આભાર.

- ધવલ પટેલ

હવે મુસાફરી બીજા એપિસોડમાં ચાલુ રહે છે. જુના અને નવા એપિસોડ માટે #Kumautour2021bydhaval દ્વારા મળી જશે.

ટુરને લગતી અન્ય માહિતી અને અપડેટ માટે વોટ્સએપમાં અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. બન્ને માટે નીચે લિંક આપેલી છે.

વોટ્સએપ : 09726516505

ફેસબુક પેજ : https://m.facebook.com/Enjoye.Life/

યુટ્યુબ માટે : https://youtu.be/gCT9uUka6s8