આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-99 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-99

આઇ હેટ યુ

પ્રકરણ-99

રાજ બધું સાંભળ્યા પછી બોલ્યો ભલે હું તારી બધીજ વાત અક્ષર અક્ષર મારાં પાપા અને માં સાથે કરીશ. તે તારું જીવન સંજોગો પ્રમાણે જીવી બધો સામનો કર્યો પણ સામાજીક રીતે તારું સ્થાન બદલાઇ ગયું છે મારે એલોકો સાથે વાત કરવી પડશે. મારું પોતાનું મન શું કહે છે એતો મને હજી નથી ખબર કે હું શું નિર્ણય લઇશ. મેં માત્ર તને ચાહી તનેજ પૂજી છે પણ...

નંદીનીએ કહ્યું તારે જે નિર્ણય લેવો હોય એ લેજે હું તને હવે કંઇ કહી શકું એમ નથી મારો અધિકાર પણ નથી રહ્યો. તું બધાને વાત કરે ના કરે તારે જોવાનું પણ વાત કરે એજ સારું છે. હું સ્ત્રી છું કુટુંબ અને સમાજ સાથે કેવું વર્તવું કેવું લડવું અને કેવી રીતે પાત્રતા જાળવવી એ મને આવડયું એવું કર્યું છે મારી એકજ ભૂલની માફી માંગુ છું કે મેં તને જાણ વિના ત્રાહીત સાથે લગ્ન કર્યા એ મારી ભૂલ હતી. ભલે મેં પાત્રતા પૂરી સાચવી છે પણ નામ કોઇ સાથે જોડાઇ ચૂક્યું હતું. એજ સચ્ચાઇ છે. ભલે હું હતી એવીજ એટલીજ પવિત્ર છું. આનાથી વિશેષ મારે કંઇ કહેવું નથી પણ દીલ-મનમાં તુંજ હતો છે અને રહેશે એટલે તને બધુજ સ્પષ્ટ જણાવ્યું પણ જરૂરી હતું મેં કંઇજ છૂપાવ્યું નથી કંઇજ નહીં. એની તને ખાત્રી આપું છું તું તારી રીતે વિચારજે હું સ્ત્રી છું એટલે આટલી તને અરજ છે કે તું સમજ જે. પછી તારી ઇચ્છા હોય તો ફોન કરજે નહીંતર હું તારો જવાબ સમજી જઇશ... લવ યુ નહીં કહું તને સારું નહીં લાગે.. બાય.. એમ કહી ફોન કટ કર્યો....

ફોન પુરો થયા પછી રાજ વિચારમાં પડી ગયો એને નંદીનીએ કીધેલી વિતેલ સમયની એની વાતોજ મનમાં ફરી રહેલી ખબર નહીં એને શું થયું એણે ફરી પાછો ફોન જોડ્યો સમય ક્યાં વીતી ગયો કેટલાં કલાક થયા એનું ભાન નહોતું સામેથી નંદીનીએ તરતજ ફોન ઉપાડ્યો.

નંદીનીએ કહ્યું એટલીવારમાં નિર્ણય પર પણ આવી ગયો ? શું કહેવું છે બોલ હું સાંભળવા તૈયાર છું.

રાજે કહ્યું નંદીની સીતામાતાએ લક્ષ્મણ રેખા ઓળંગી હતી રાવણે નહીં. ભગવાન જે અવતારી પુરુષ રામ હતાં. સીતામાતા સાક્ષાત અંબા મહાલ્ક્ષમી હતાં. છતાં ભૂલ ખાઈ ગયાં. એમનાં અવતારમાં એ બધી લીલાઓ કરી આપણાં માટે સંદેશ અને ઉપદેશ આપી ગયાં પણ આપણે સમજી ના શક્યા. તારાં રાજે અમેરીકા આવીને આપણાં ગ્રંથ અને શાસ્ત્રો ઓનલાઇન કે પુસ્તક મળ્યા એ પુસ્તક જ્યારે સમય મળ્યો વાંચ્યા છે હું સમજ્યો છું.

હું તને એ વાત કહેવા માંગુ છું તારી બધી વાતો સાંભળીને મને કહેવા મન થયું છે સાંભળીશ ?

નંદીનીએ કહ્યું તું જે કહીશ એ સાંભળીશ તારાં શબ્દો મીઠાં હશે કે કડવાં મારાં માટે એ અનમોલ છે એ જાણીને પણ આનંદ થયો કે તે આવું વાંચન કર્યું છે. હું તો જીવન સંઘર્ષમાં અટવાયેલી માત્ર સહન અને સામનો કર્યા સિવાય કઈ કરીજ નથી શકી હું સ્ત્રી છું અને સ્ત્રી તરીકે જે સામે એ સહ્યું અને નીભાવ્યું છે.

રાજે કહ્યું નંદીની આખા રામાયણનો અર્ક તને ટૂંકમાં કહું છું એનાં પરથી આપણું જીવન સમજાઇ જશે. પેલાં સોનેરી મૃગથી મોહાંધ અને લાલસામાં ફસાઇને સીતા માતાએ રામજી પાસે માંગણી કરી અને સીતાજીની જીદ પુરી કરવા રામ હરણની પાછળ ગયાં. ક્યાંય સુધી ના આવ્યા એટલે લક્ષ્મણજી સીતાજીની રક્ષા અર્થે લક્ષ્મણરેખા આંકીને ગયાં.

રાવણ સાધુ વેશમાં આવ્યો સીતાજીને ભ્રમમાં નાંખ્યા રાક્ષસરૂપ નહોતું રાખ્યું. સીતાજીને લક્ષ્મણજીનો આદેશ હતો છતાં રાવણનાં કહેવાથી એમણે લક્ષ્મણરેખા ઓળંગી અને પછી તને ખબરજ છે. લાલચ મોહ તમને ફસાવે અને તમારું કર્મ ફરજ સાવચેતી અને અગમચેતી હોવાં છતાં તમે અવગણના કરો અને પરપુરુષમાં ફસાવ જે ઇતિહાસ છે. આવાં ઘણાં દાખલાં છે. સામાન્ય ઘરોમાં પણ અવિચારી પગલાં વિનાશ નોતરે છે.

તેં તારી બધી વાત કરી પણ મને અફસોસ છે કે હું ક્યાંય તારી મદદે ના આવી શક્યો ના કાળજી રાખી શક્યો ના તને સાચવી શક્યો. એનું મને દુઃખ અને સામે એવી પરિસ્થિતિ અને હકીક્ત વાસ્તવિક્તા આવીને ઉભી છે કે હું શું કરું ? નથી સમજાતું...

નંદીનીએ કહ્યું તેં પ્રસંગ અને કથા પ્રમાણે સાચુંજ સમજાવ્યું મેં એવુંજ કર્યું. સાચું કહ્યું એમાં તારો વાંકજ નથી તને કશી ખબરજ નહોતી તું શું કરી શકે ? પણ તેં રામાયણની વાત કરી હું એજ રામાયણનો પ્રસંગ ટાંકીને કહું છું કે હું મારી પવિત્ર પાત્રતા સાચી ઠરાવવા અગ્નિપરીક્ષા આપવા પણ તૈયાર છું પણ એટલું ચોક્કસ કહીશ કે તું જે કંઇ નિર્ણય લે એ વિચારીને લેજે રામાયણમાં સીતાજીને અયોધ્યા લાવ્યાં પછી એક ધોબીનાં વાગબાણ સાંભળી સીતાજીનો રામજીએ ત્યાગ કરેલો એવું આપણાં જીવનમાં ના થાય એટલે બધાંને કહી વિચારીને કહેજે હું તારાં નામનું રટણ કરીને જીંદગી વિતાવીશ આવતા જન્મની રાહ જોઇશ ત્યારે તો તું મારોજ હશે એ મારી મને ખાત્રી છે કારણકે મને તો મારાં પ્રેમ અને પાત્રતા ઉપર પૂરો વિશ્વાસ છે. એટલે વિચારીનેજ નિર્ણય લેજે.

રાજ આપણી વાતને 3-4 કલાક થયાં બહાર માસા માસી રાહ જોઇને બેઠાં હશે એમને પણ આપણે શું વાત થઇ એ જાણવાની ઇંતેજારી હશે એ લોકોને મેં બધું જ શેર કરેલું છે એટલે આપણે શું વાત થઇ એ જાણવાનો હક છે. ફોન મૂકું ? તારો હવે ફોન ત્યારેજ આવશે અને તું કરીશ જ્યારે તેં કોઇ ચોક્કસ નિર્ણય લીધો હોય. જે લે એ મને સરઆંખો પર હશે હું ફોન મૂકું જયશ્રીકૃષ્ણ કહીને ફોન મૂકી દીધો.

ફોન મૂક્યો અને રાજે પણ કંઇ આગળ બોલ્યાં વિના ફોન મૂક્યો. એ વિચારોમાં પડી ગયો એનો ચહેરો ઉતરી ગયો હતો એને કંઇ સમજાતું નહોતું એણે ફરીથી વ્હીસ્કીનો આશરો લીધો. અમેરીકાની બપોર પુરી થઇ હતી સાંજ થવા આવી હતી. એણે પેગ બનાવ્યો અને સોફા પર બેઠો.

****************

નંદીનીએ ફોન મૂક્યો અને પોતાનાં રૂમની બહાર નીકળી એણે જોયું માસા માસી સાચેજ એની રાહ જોઇને ડ્રોઇગરૂમમાં બેસી રહેલાં. નંદીની સીધી માસી પાસે ગઇ. માસીએ કહ્યું વાત ખૂબ થઇ તમારે શું થયું ? નંદીની માસીને રીતસર વળગી ગઇ અને ખૂબ રડી. માસીએ આશ્વાસન આપતાં કહ્યું. તે આટલો સમય લીધો એટલે લાગે છે તે બધીજ વાત કરી દીધી છે.

નંદીનીએ સ્વસ્થ થતાં કહ્યું માસી મેં રાજ ગયા પછીની ક્ષણ ક્ષણની વાત જે કંઇ થયું બધુંજ સ્પષ્ટ નિખાલસતાથી સાચુંજ કહી દીધું છે હવે એણે નિર્ણય લેવાનો છે હું કહીને હવે જાણે હળવી થઇ ગઇ છું.

માસાએ કહ્યું સારું કર્યું તારે બધુજ સાચું કહેવાનુંજ હતું એણે તને શું કહ્યું ? એણે જવાબ સવાલ તો કર્યા હશે ને ? એનાં પ્રતિભાવ શું હતાં ?

નંદીનીએ કહ્યું પહેલાંતો એણે ફરિયાદ કરી કે તું મારાં સંપર્કમાં કેમ ના રહી અને નંબર કેમ બદલી નાંખ્યા ? પાપા મંમીનાં અવસાનની વાત કરી એને ખૂબ દુઃખ થયું એને ગુસ્સો પણ હતો અને દુઃખ પણ હતું.

માસીએ પૂછ્યું પણ વરુણ સાથેનો લગ્નની વાત કરી ? ટ્રાન્સફરની વાત ? બધુંજ સ્પષ્ટ કીધું છે ને ?

માસાએ વચ્ચે બોલતાં કહ્યું સરલા થોડી ધીરજ તો રાખ. આ છોકરીનો ચહેરો તો જો. આવો ચહેરો જોઇને બધુંજ સમજી જવાનું હોય. એને કહેતાં કહેતાં એનાં પર શું વીતી હશે એ સમજાય છે તમે ?

માસીએ કહ્યું હું સ્ત્રી છું બધુજ જાણું છું અને સ્ત્રી અંતે તો અબળાજ છે. એ જીવનમાં સહી કેટલું હૃદયમાં દાબીને જીવતી હોય છે. છતાં ચહેરો હસ્તો રાખીને બધી સ્થિતિઓનો સામનો કરે છે. મારી બહેને પણ એનાં જીવનમાં ખૂબ સહ્યું છે. આતો બનેવીની તબીયત બગડી પછી ઢીલાં થયેલાં. નંદકિશોરનો સ્વભાવ કેવો હતો. હું નથી જાણતી ? ઉગ્ર સ્વભાવનાં હતાં. કોઇની સાથે સંબંધ નહોતાં સાચવ્યા ના કદી વ્યવહારમાં રહ્યાં મારી બેને જીવનભર સહ્યું અને સેવા કરી છે. નવીનમાસાએ કહ્યું..........

વધુ આવતા અંકે ---- પ્રકરણ-100