ડૉક્ટર અને ભિખારી Hitesh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ડૉક્ટર અને ભિખારી

આ વાત કરે છે ડો. સંજય પાટીલ

હું એક ડોક્ટર છું હું મંદિર ની બહાર સેવા આપૂ છું. હંમેશા ની જેમ જ આજે પણ ભિખારીઓ ને તપાસ તો હતો. તપાસ કરાવી લેવા માટે દવા ઓ લેવા માટે હંમેશ ની જેમ જ ભિખારીઓ ની ગરદાગરદી સહેજ પણે ધ્યાન ગયું એક ખૂણા મા ત્યાં એક પથ્થર પર બેઠેલા એક બાપા દેખાણા.
ટટ્ટાર બેસવાનું અણીદાર નાક અને સરળ માંજરી આંખો દિલ પર સાદા પણ સ્વચ્છ કપડાં ઘણા સમય થી હું ત્રાસી નજરે જોતો હતો. આ ભિખારી નક્કી લાગતા નોહતા. સહજ જોવા માં આવ્યું જમણો ગોઠણ નીચે પગ નોહતો એમને. બાજુ મા જ કાંકઘોડી ટેકે મુકેલી હતી.
સહજ થોડી વાર પછી મારુ ધ્યાન ગયું. કોઈક કૈક એમને દેતું હતું અને એ લેતા હતા. અરે મારુ અનુમાન ખોટું ઠર્યું. ઉચ્સુકતા વધી. એટલે હું એમની પાસે ગયો. એટલે કોઈકે મને રોક્યો ડોકટર ના જસો એ ગાંડો છે. ઉચ્સુકતા સ્વસ્થતા બેસવા દેય એમ નોહતી. એટલે હું એમની પાસે ગયો. મને લાગ્યું મને જોઈ ને એ હાથ ફેલાવશે. પણ એમનો હાથ આગળ આવ્યો જ નહીં. ત્યાં પણ મારું અનુમાન ખોટું પડ્યું.
મેં જ કહ્યું બાપા કાઈ તકલીફ છે.

બાપા : કાકઘોડી લઈ હળવેક થી ઉઠી ને એ બોલ્યા ગુડ આફટરનૂન ડોક્ટર સાહેબ I Think I me have problems in My Right I...
હું હક્કો બક્કો રહી ગયો એમનું આવું ઇંગલિશ સાંભળીને. મેં આધાત માંથી બહાર આવી ને આંખ તપાસી. પાકી ગયેલો મોતિયો હતો. મેં કીધું મોતિયો છે બાપા ઓપરેશન કરવું પડશે.
બાપા : ઓહહ કોટ્રેટ I had Cotret Operation In 1999 for my left I in Rabi Hospital but આ પ્રકાર કૈક જુદો છે. એ વાત નક્કી છે.
મેં કહ્યું બાપા તમે અહીંયા શુ કરો છો. હું રોજજે અહીં ૨ કલાક આવું છું.
હા ...! પણ કેમ....? મને તો તમે સારા ભણેલા ગણેલા લાગો છો.....
બાપા : ભણેલો શબ્દ પર ભાર દઈ હસીને બોલ્યા. ભણેલા.....
મેં કહ્યું બાપા મારી મસ્કરી કરો છો કે શું...?
બાપા : Oh No Doctor Y good I sorry if I Hurt you.....
હર્ટ નહીં પણ મને કશું સમજાતું નથી. આ શું ચાલી રહ્યું છે. ..
બાપા : સમજી ને શુ કરશો ડોક્ટર સાહેબ....?
ઓકે ચાલો આપણે ત્યાં બેસીએ નહીં તો તમને લોકો ગાંડો કહેશે....
આમ કહીને તે હસવા લાગ્યા.
અમે બંને દૂર એક પતરા નીચે બેસ્યા અને બાપા બોલ્યા ડૉક્ટર I am mechanical Engineer....બાપા એ ઇંગલિશ માં જ શરૂવાત કરી... હું એક કંપની માં સિનિયર મશીન ઓપરેટર હતો. એક નવા સમયે શીખતાં પગ ઓપરેટિંગ મશીન માં આવી ગયો. અને હાથ માં કાકઘોડી આવી ગઈ. કંપની એ બધો ખર્ચો કરાવી ને ઉપર ના થોડા ઘણા પૈસા આપ્યા ને ઘરે બેસાડી દીધો. લંગડા બળદ ને કોણ રાખે....પછી મારૂ પોતાનું વર્ક શોપ ખોલ્યું મસ્ત ઘર લીધું. છોકરો પણ મિકેનિકલ એન્જીનીયર છે. વર્કશોપ નું કામ કાજ વધારે એક નાની કંપની બનાવી.
હું અચંબિત થઈ ગયો. મેં પૂછ્યું તો તમે અહીંયા ક્યાંથી...???
બાપા : હું હું નસીબ ના ભોગે...છોકરા એ ધંધો વધારવા ઘર અને કંપની બંને વહેંચી નાખ્યા. થયું છોકરા નું ચડતું લોહી છે. ઉત્સાહ છે. એને વૃદ્ધિ થાય છે ભલે વહેંચી નાખે. બધું વહેંચી ને એ જાપાન ગયો અને અમે અહીં વધ્યા.
જાપાન ની ઢીંગલાઓ થઈ ને એ હસી પડ્યા. હાસ્ય પણ આટલું કરુણ હોઈ શકે એ મેં અનુભવ્યું. બાપા પણ તમારી પાસે સ્કિલ છે. પાટું મારી ને પાણી કાઢી શકો તેમ છો તમે.
ભાંગેલા પગ તરફ જોઈ ને બાપા બોલ્યા ...પાટું ક્યાં અને કેવીરીતે મારુ તમે કહો.
હું ઓશિયાળો થયો. મને ખુબ જ ખરાબ લાગ્યું મેં કહ્યું બાપા તમને કોઈ પણ નોકરી આપશે. હજુ પણ......આ શેત્ર માં અનુભવ ખૂબ જ સરસ છે.
બાપા : યસ ડૉક્ટર હું એક વર્ક શોપ માં જ છું કામ કરૂં છું. ૭૦૦૦ મળે છે મને .....
મેં કહું તોય તે તમે બાપા અહીંયા શુ કામ....?
બાપા : ડૉક્ટર છોકરો જાપાન ગયા પછી એક ચાલી માં પતરા વાળો શેડ લીધો છે. ભાડા પર. હું અને મારી પત્ની રહીએ છીએ. એને પેરાલિસિસ છે. એ પોતાની જગ્યા પર થી ઉઠી શકે તેમ નથી. હું સવારે ૧૦:૦૦ થી સાંજે ૫:૦૦ ડ્યુટી કરું છું. અને ૫:૦૦ થી ૭:૦૦ અહીં બેસું છું. અને ઘરે જઈને ૩ ની રસોઈ બનાવું છું.
મેં કહ્યું બાપા તમે જ હમણાં કહ્યું કે ઘરમાં હું અને મારી પત્ની જ રહીએ છીએ. તો ૩ જણા ની રસોઈ કેમ...? ડૉક્ટર બાળપણ મા મારી માઁ ગુજરી ગઈ.મારા જીવ થી વાહલા મિત્ર ની માઁ એ જ એની સાથે સાથે મને ઉછેર્યો. ૨ વર્ષ પહેલાં એ મારો મિત્ર ગુજરી ગયો. હાર્ટ એટેક થી. ૯૨ વર્ષ ના એની માઁ ને લઈ હું મારા ઘરે આવ્યો પતરાં માં. એ ક્યાં જાય હવે.
હું સુન્ન થઈ ગયો આ બાપા ના પોતાના હાલ પત્ની અપંગ પોતાને એક પગ નહીં. ઘર ના ઠેકાણા નહીં. જે હતું એ છોકરાએ વહેંચી નાંખ્યું. એમાં વળી મિત્ર ની માઁ ને સંભાળે છે. બાપા છોકરા એ તમને રોડ પર લાવી દીધા. તમને ગુસ્સો નથી આવતો એના પર....??
બાપા : ...ના ના ડૉક્ટર એમના માટે જ તો કમાવ્યું હતું. એણે લઈ લીધું એની ક્યાં ભૂલ છે.
મેં કહ્યું બાપા લેવાની રીત એની ખોટી હતી. મૂળ સમિત ખેંચી લીધું એણે....
બાપા : ડોક્ટર આપણા પૂર્વજો વાનરો હતા. પૂંછડી ગઈ. મૂળ ખેંચી કાઢવા ની ટેવ થોડી જશે માણસ માથી. એવું કહી ને હસતા હસતા મોઢું ફેરવ્યું. એ હાસ્ય હતું કે છુપાવેલા ડુસકા....
બાપા સમજાયું મને ૭૦૦૦ માં પૂરું થાય નહીં ૩ જણા નું એટલે તમે અહીંયા આવો છો બરાબર....
બાપા : No you are Wrong...૭૦૦૦ માં હું બધું જ મેનેજ કરું છું. પણ વૃદ્ધ માઁ છે મારા મિત્ર ની એમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર બંને ની દવા ચાલુ છે. ફક્ત એ મેનેજ કરવું અઘરું છે આ ૭૦૦૦ માં ... હું ૨ કલાક આવું છું અહીંયા. કોઈએ આપેલું અન્ન સ્વીકારતો નથી. પણ આ કોઈ પૈસા આપે તો હું લઈ લવ છું...એની મહિના ની દવા જાણીતા મેડિકલ સ્ટોર થી પહેલા જ લઈ લવ છું. એ જે ૨ કલાક ને પૈસા મળે એ રોજ ને રોજ હું મેડિકલ વાળા ને આપી દવ છું.
આ બાપા ને પોતાનો છોકરો છોડી ને ગયો છે. અને આ બેઠા છે બીજા ના માઁ ની સંભાળ રાખવા. આંખો માંથી પાણી ન આવવા દેવાના અથાક પ્રયત્ન છતાં અપોયે દગો દીધો જ.
મેં કહ્યું બાપા બીજા ની માઁ માટે તમે અહીં ભીખ માંગો છો..?
બાપા : બીજા....અરે એણે મારા બાળપણ માં કેટલી સેવા કરી છે. હવે મારો વારો છે. બસ એટલું જ . મેં બંને ને કીધું છે. કે થી કામ મળ્યું છે મને
મેં કહ્યું.... બાપા તમે અહીંયા ભીખ માંગો છો એ ખબર પડશે ત્યારે...?
બાપા : અરે કેવી રીતે ખબર પડે બંને ખાટલા પર પડી છે. મારી મદદ વગર પડખું ફરી નથી શકતી. આવી જ કઈ રીતે શકશે અહીંયા....એ બંને.....ડૂસકો છુપાવવા નો વારો મારો હતો. પણ બાપા જેવો હિંમત વાળો હું નોહતો. આ લુપાછુપી ના ખેલ માં.....
ખૂબ સમય પછી ખબર પડી કે તાળી આપવા માટે આપેલો બાપા નો હાથ મારા હાથ માં એમ ને એમ જ હતો. એ જ હાથ બન્ને મારા હાથ માં લઇ મેં બાપા ને પૂછ્યું બાપા તમારી માઁ ને હું કાયમ માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર ની ટિકડીઓ આપીશ તો તમારે ભીખ માગવી નહીં પડે...બરાબર....
બાપા : No Doctor તમે ભાખરીઓ માટે કામ કરો છો. એને તમે ટિકડીઓ આપશો...એટલે એ જ રીતે ભીખારણ જ થઈ ને...
હું હજુ સમર્થ છું એમનો છોકરો થઈ ને મને કોઈ ભિખારી કહેશે તો ચાલશે પણ એને નહીં. ઓકે ડૉક્ટર હું જાવ છું હવે ઘરે જઈ ને રસોઈ બનાવવા ની છે હજુ.
બાપા ભિખારીઓ ના ડૉક્ટર સમજી ને નહીં તમારો છોકરો સમજી ને લઈ લો ને..... બા માટે દવાઓ...
હાથ છોડાવી ને બાપા બોલ્યા ડોક્ટર હવે મને આ સંબંધો માં પરોવશો નહીં પ્લીઝ. એક ગયો જ છે છોડી ને આજે તમે મને આશા બાંધવી જતા રહ્યા તો...? સહન કરવાની શક્તિ હવે નથી રહી. આવું કહી ને કાકઘોડી લઈ ને નીકળી ગયા. જતી વખતે માથા પર ધીમેક થી હાથ મુક્યો અને બોલ્યા કાળજી લેજે બેટા તારી પોતાની.
શબ્દ થી મેં જોડેલો સબંધ નકાર્યો. પણ માથા પર મૂકેલા હાથ ના ઉસન સ્પર્સ થી અનુભવ્યું. કે આ સંબંધ એમને મનોમન સ્વીકાર્યો છે. આ ગાંડા માણસ ના પાછળ થી જ નમસ્કાર કરવા માટે મારા હાથ આપોઆપ જ જોડાઈ ગયા. હું તો વિચારમાં પડી ગયો કે કોઈક ની માઁ ની સેવા આટલી બધી હદ સુધી જવું પડે .....

પૂર્ણ

લી. હિતેશ વાઘેલા....✍️
રેટ કરો અને રિવ્યુ આપો

ayeshasiddika shaikh

ayeshasiddika shaikh 5 માસ પહેલા

Divya Patel

Divya Patel 6 માસ પહેલા

Zankhana Patel

Zankhana Patel 6 માસ પહેલા

MHP

MHP 6 માસ પહેલા

dineshpatel

dineshpatel 6 માસ પહેલા