ચાંદની - પાર્ટ 43 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 43


ચાંદની, પોતાનો મૂડ બદલવા ઉભી થઈ.બહાર પોતાની મમ્મી પાસે ગઈ. તેઓ ટી.વી. જોઈ રહ્યા હતા.અચાનક તેનું ધ્યાન બ્રેકિંગ ન્યુઝ પર પડ્યું.જેમાં આર.કે.ની પાર્ટીના ફોટો અને આર.કે.ના એકના એક પુત્ર અનુરાગની સગાઈના સમાચાર ચમકી રહ્યા હતા.

શેખાવત એક એક શબ્દોમાં મરી મસાલો ઉમેરી, સમાચારને ધમાકેદાર બનાવી પેશ કરી રહ્યો હતો.દરેક ચેનલ પર આર.કે.ની પાર્ટીના ફોટો વાયરલ હતા.ચાંદની અને તેનો પરિવાર આ સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગયા.ચાંદની તો ત્યાં જ જમીન પર ફસડાઈ પડી.

હવે આગળ..

શેખાવત આજે ખૂબ ખુશ હતો. તેનો પ્રથમ પાસો એકદમ યોગ્ય નિશાન પર પડ્યો હતો.બધા સમાચાર ફરી એક વાર જોઈ તેના મનને ટાઢક વળી. તેણે તરત મનમાં કહ્યું. 'આ તો હજુ શરૂઆત છે. આગળ તો હજુ ઘણા ધમાકા કરવાના છે. તેણે પોતાનો બધો સામાન ફરી સરખો કર્યો. તે ઘરે જવા નીકળતો હતો, ત્યાં જ વીસ વર્ષની યુવતી તેની સામે આવી ઉભી રહી.

**************

અનુરાગ પાર્ટી છોડી અંદર આવ્યો.તે ખૂબ આશ્ચર્યમાં હતો. આર.કે.આટલો મોટો નિર્ણય પોતાની મરજી જાણ્યા વગર લેશે તેવું તો તેણે કદી વિચાર્યું પણ ન હતું.

આ વિચારોથી તેને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.એકાએક તેને વિચાર આવ્યો કે આર.કે.આ નિર્ણય લેવા તૈયાર થયો છે તો જરૂર આની પાછળ કોઈ મોટો પ્લાન હોવો જોઈએ.કેમ કે ,આર.કે જેવો માણસ પોતાના ફાયદા વગર કશું ન કરે.

આ બધી બાબતોમાં જે. ડી પણ પૂરેપૂરો શામિલ છે એવું લાગે છે પણ તક્ષવી ? શું તે પણ આની પાછળ જવાબદાર છે? અને તક્ષવીને ખબર હતી કે આજે પાર્ટીમાં સગાઈની જાહેરાત થવાની છે ? અને ખબર હતી તો આખો દિવસ મારી સાથે રહેવા છતાં કશું કેમ બોલી નહિ ? અનુરાગ પોતાના મનમાં અસંખ્ય સવાલો અને તર્ક વિતર્કો કરતો હતો. સમગ્ર ઘટનાને પોતાના વિચારોથી મૂલવવાની કોશિશ કરતો હતો. તેણે આ વિશે તક્ષવીને પૂછવાનું વિચાર્યું.

તે બહાર નીકળતો હતો ત્યાં જ તક્ષવી આવી. અને આવતા જ અનુરાગને ભેટી પડી.

અનુરાગ ગુસ્સાથી લાલ ચોળ થઈ તડુક્યો, "તક્ષવી, તને શરમ જેવું કંઈ છે કે નહી ? આમ વારેવારે મને વળગી પડે છે ? તું મને સમજે છે શું ? હું કઈ તારું ચાવિવાળું રમકડું છું ? કે તું જેમ ફેરવીશ તેમ ફરશે ! તું સગાઈ વિશે જાણતી હતી તો પણ એક પણ વાર મને ના કહ્યું ! તે મારી મરજી જાણવી જરૂરી ન સમજી ? તારા માટેનો નાનપણમાં કરેલ અભિપ્રાય એક દામ સાચો પડ્યો .તું ફક્ત તારી ખુશી વિચારવાવાળી જિદ્દી અને ઘમંડી છોકરી છે. જે બસ કોઈ પણ ભોગે પોતાની જીદ પૂરી કરે છે.પછી ભલેને તેમાં કોઈના કેટલાય અરમાનો સળગતા હોય ! "

એક છેલ્લી વાત હું કોઈ પણ સંજોગોમાં તારી સાથે લગ્ન નહી કરું.મારા દિલમાં કોઈ છે.મે મારી જીવનસંગિની શોધી લીધી છે.જેને હું અનહદ ચાહું છું."

હું આર.કે. ની આ દુનિયામાં કદી નહિ રહું. હું મારી જિંદગી મારી રીતે જીવીશ. જેમાં તું કે અન્ય કોઈ દૂર દુર સુધી નથી."

અનુરાગ ક્રોધથી સળગતો હોય તેમ મોઢામાંથી આગ વરસાવી રહ્યો હતો.તક્ષવી તો તેનો ગુસ્સો અને તેના શબ્દો સાંભળી થર થર કાંપવા લાગી.તેની આંખો આંસુઓથી છલકાઈ ઉઠી હતી.

તક્ષવી કંઈ બોલે તે પહેલાં આર.કે.ત્યાં આવ્યો અને ખડખડાટ હાસ્ય સાથે તાળીઓ પાડવા લાગ્યો અને બોલ્યો, "વાહ ! અનુ, વાહ ! મે તારી બધી જ વાતો સાંભળી.તું મને આટલી બધી નફરત કરે છે ? તને એવું કેમ લાગ્યું કે હું ફક્ત મારા ફાયદાનું વિચારીશ ? તક્ષવી સાથેની તારી સગાઈ પણ તને એક ષડયંત્ર લાગ્યું ! તારા દિલમાં એક પિતા તરીકેનો મારા માટે કોઈ સ્નેહ નથી ? તું એવું વિચારે છે કે હું તારા માટે કશું નથી વિચારતો. મે તારી મરજી જાણવાની કોશિશ ન કરી.પણ એ તારો ભ્રમ છે."

"ચાલ, હું તને કંઇક બતાવું " આટલું બોલી આર .કે. અનુરાગનો હાથ પકડી તેને નીચેના વિશાળ હોલમાં લઈ ગયો. તેણે નીચે આવી ત્યાં ઉભેલા માણસોને કંઇક ઈશારો કર્યો.તેનો ઈશારો સમજી તે વ્યક્તિ બહાર ગયો અને બે મિનિટમાં બે કદાવર માણસોને લઈ અંદર આવ્યો.

અનુરાગ તો તેને જોઈ આભા બની ગયો.કેમ કે એ બંને માણસો એ જ હતા જે હંમેશ અનુરાગનો પીછો કરતા.જ્યારે અનુરાગ ,ચાંદનીને લઈ અનાથાશ્રમ ગયો હતો ત્યારે તેની પાછળ પીછો કરનાર બે બાઈક સવાર તે જ હતા. જેણે અંત સુધી પીછો કરી પછી પોતાનો રિપોર્ટ કરવા માટે પોતાના બોસને ફોન કર્યો હતો.તેમજ ઘણી વાર કોલેજના ગાર્ડનમાં પણ પીછો કરેલ હતો.અનુરાગના માનસ પટ પર તે સમયના એક પછી એક દૃશ્યો તરવરવા લાગ્યા.

અનુરાગ તેમને જોઈ બોલ્યો, "તમે..તમે..અહીંયા ? તો તમારો બોસ અન્ય કોઈ નહિ પણ આર.કે.છે ! અને તેના કહેવાથી રાત દિવસ તમે મારો પીછો કરતા હતા."

આ સાંભળી આર.કે.મૂછમાં લુચ્ચું હસ્યો અને પોતાની આગવી અદાથી, હીરા જડિત વિંટીઓથી ભરેલ આંગળીઓને ટેબલ પર ટહેલાવતો બોલ્યો, " હરજીત અને સોમો, આ બંને મારા જ માણસો છે.જે મારા ઈશારે કામ કરતા હતા.આફટર ઓલ મારો દીકરો ક્યારે શું કરે છે તેની મને જાણ તો હોવી જોઈએને ! આટલું બોલી,ખંધુ હસતા ફરી હરજીતને આંખોથી કંઈક ઈશારો કર્યો.

હરજીતે તે જોઈ તરત જ હોલમાં રહેલ વિશાળ સ્ક્રીન પર એક વીડિયો કેસેટ ચાલુ કરી.

કેસેટમાં જોવા મળેલ વિડિયો જોઈ અનુરાગના પગ તળેથી જમીન સરકી ગઈ.તે અનહદ આશ્ચર્ય સાથે પૂતળું બની ગયો.તેની મોટી મોટી આંખો અચરજથી પહોળી થઈ ગઈ. તેને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન "

ચાંદનીનો નિર્ણય શું હશે ?
અનુરાગે વિડિયોમાં એવું તો શું જોયું ?
શેખાવત શું ધમાકો કરવા માંગે છે ?
શેખાવતને મળવા આવેલ છોકરી કોણ છે ?
આખરે તક્ષવીનો મનસૂબો શું છે ?

જાણવા માટે વાંચતા રહો..


રેટ કરો અને રિવ્યુ આપો

Amritlal Patel

Amritlal Patel 6 માસ પહેલા

narendra

narendra 7 માસ પહેલા

Neepa

Neepa 7 માસ પહેલા

Vishwa

Vishwa 8 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 8 માસ પહેલા