ચાંદની - પાર્ટ 42 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 42

અનુરાગ તો આ સમાચાર સાંભળી આઘાતમાં સરી પડ્યો. તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેણે કલ્પના પણ નહોતો કરી કે આર.કે. આવો કોઈ નિર્ણય લેશે.

રેણુકા અને અંજલી પણ આ વાત સાંભળતા જ દુઃખી થઈ ગયા.કેમ કે બંને અનુરાગનું મન જાણતી હતી.અનુરાગનું માથું ગોળ ગોળ ઘૂમવા લાગ્યું.શું કરવું શું ન કરવું તે કંઈ સમજી નહોતો શકતો.તે સાવ સુન્ન થઈ ગયો હતો. તેની નજર સમક્ષ ચાંદનીનો માસુમ ચહેરો તરવરી ઉઠ્યો.

હવે આગળ...

પ્રેમ હંમેશ પોતાના પ્રેમને પામવાની ઝંખના લઈને જ જન્મ લે છે.જો તે ઝંખના પૂર્ણ થાય તો જિંદગી આબાદ થઈ હોય તેવું લાગે. અને જો ન મળે તો જિંદગી બરબાદ થઈ હોય તેવું લાગે.માણસ હંમેશ સોનેરી સ્વપ્નોની ચાદર ઓઢીને સુવે છે.અને હાથોમાં હકીકતની ભેટ લઈને ઊઠે છે.દિલમાં તરવરતી લાગણીઓનો સાગર તો લાખ ઘુઘવાટા કરે પણ પામે એટલું જ જેટલું તેની તકદીરમાં હોય !

પાર્ટીમાં થયેલ જાહેરાત સાંભળી અનુરાગને મન તો થતું હતું કે અહી બધાની વચ્ચે જ આ સગાઈ માટે ના કહી આર.કે.ના મો પર તમાચો મારું.પણ રેણુકાના ઇશારે તે ચૂપ રહ્યો. તે તરત જ પાર્ટી છોડી અંદર ચાલ્યો ગયો.

પાર્ટીમાં આવેલ ઘણા લોકોએ આ વાતની નોંધ લીધી.અને લોકો વચ્ચે કાનાફૂસી થવા લાગી.આર.કે.ના વિરોધી ઓ તો ગેલમાં આવી ગયા.દીકરો આવતા જ બાપને ચેલેન્જ કરવા લાગ્યો તેવી વાતો પણ થવા લાગી.ધીમે ધીમે પાર્ટી પૂરી થતાં લોકો જવા લાગ્યા.રેણુકા અને અંજલી જતા પહેલા એક વાર અનુરાગને મળવા ઈચ્છતા હતા.તેને ચાંદની વિશે વાત પણ કરવી હતી.પણ જેવા તે અનુરાગને મળવા જવા અંદર જવા લાગ્યા કે આર.કે.તેને રોકતા બોલ્યો,

"તારે અત્યારે અનુને મળવાની કોઈ જરૂર નથી.આખરે તે કેવા સંસ્કાર આપ્યા મારા દીકરાને ? મારા વિરુદ્ધ કેટલું ઝેર ઓક્યું છે તેના મનમાં? મે બધું ભૂલી, અનુની ખુશી માટે તમને બંનેને અહી આમંત્રિત કર્યા. અને તે શું કર્યું ? હંમેશની જેમ વિશ્વાસ ઘાત? પણ એક વાત સાંભળી લે આર.કે. એ હારવાનું કદી શીખ્યું જ નથી ! "

" અનુ, એ જ કરશે, જે હું કહીશ.આજ પછી કદી તેને મળવાની કોશિશ ન કરતી.આજ સુધી હું તેની મા એ આપેલ કસમથી બંધાયેલ હતો.એટલે આટલા વર્ષ મે મારા દીકરાના વિરહમાં કાઢ્યા.અને તેને તારી પાસે રહેવા દીધો.પણ હવે બસ ? હવે કોઈ કસમ મને રોકી નહીં શકે! તું અને તારી છોકરી અહીથી જઈ શકો છો."

ખરેખર તો આર.કે.બધાની વચ્ચે અનુરાગ પાર્ટી છોડીને જતો રહ્યો તે જોઈ ગુસ્સાથી સમસમી ઉઠ્યો હતો. બધાની વચ્ચે આમ પોતાનું અપમાન તેનાથી સહન નહોતું થતુ. તેણે એ જ ગુસ્સો રેણુકા પર ઉતાર્યો.

આર.કે.ની વાત સાંભળી રેણુકા તેની પાસે ગઈ. તેની સાથે નજરથી નજર મિલાવતા બોલી, "આર.કે. આજ સુધી હું ચૂપ હતી.તેનું કારણ એક જ હતું કે અનુની રક્ષા ! તારી પાપ નગરીથી રક્ષા! અને મારી વ્હાલસોઈ બહેનની ખાતર. પણ હવે મને કોઈ ડર નથી. કેમકે હવે અનુ મોટો થઈ ગયો છે.શું સારું શું ખરાબ તે જાતે વિચારી નિર્ણય લઈ શકે છે. વાત રહી સંસ્કારો અને તારા ખિલાફ ભડકાવવાનું તો,જો ખરેખર એવું હોત તો અનુ તારો ચહેરો પણ નો જોત."

"મે કદી તેને તારા વિશે કશું નથી કહ્યું.તને જો ખરેખર અનુરાગની ચિંતા હોત તો, તું આમ તેના જીવનનો તેને જ પૂછ્યા વગર નિર્ણય ન કરત ! સગાઈ કે લગ્ન કોઈ ખેલ નથી કે ન મજા આવે તો બદલી નાખીએ"

"જો તું તારા દીકરાને ખરેખર પ્રેમ કરતો હોત તો એક વાર તેના દિલમાં ઝાંકવાની કોશિશ જરૂર કરી હોત ! પણ તારા માટે તેની ખુશીથી વધુ છે.તારું પદ,ખોટી પ્રતિષ્ઠા અને તારી જોહુકમી ! જેની સામે તને અનુ દેખાતો જ નથી !"

"તું બસ તારી આ દંભની દુનિયામાં તેને કઠપૂતળી બનાવી તેને નચાવવા ઈચ્છે છે. પણ તારી આ ઈચ્છા ક્યારેય પૂરી નહિ થાય. અનુ, તારી આ પાપની દુનિયાનો ભાગીદાર કદી નહિ બને.આ વાત તું લખી રાખજે.એક દિવસ તારી પાસે બધું સુખ હશે સિવાય તારો દીકરો!"

**********

ચાંદની એક અજાણી છોકરી સાથે અનુરાગના ફોટો જોઈ થોડી વાર તો ખૂબ દુખી થઈ. તે રડી પડી.અચાનક તેને રેણુકાની, તેના પિતા વિશેની વાતો યાદ આવતા તે ઝડપથી ઉભી થઈ.તેના મનમાં ચમકારો થયો તે વિચારવા લાગી. ક્યાંક આ બધી કરતૂત અનુરાગના પિતાના માણસોની તો નથી ને! મારું દિલ કહે છે જે આ તસવીરમાં દેખાય છે તે હકીકત નથી.હકીકત કંઇક અલગ જ છે.મારો અનુ ફક્ત મને પ્રેમ કરે છે.તે કદી મારો વિશ્વાસ ન તોડે.જો મારી આશંકા સાચી હોય તો અનુરાગ જરૂર કોઈ મુશ્કેલીમાં છે.અને મને જ યાદ કરે છે.એટલે જ કદાચ મારું દિલ આમ જોરજોરથી ધડકી રહ્યું છે. મારે તેની મદદ માટે જવું જોઈએ...હા.. મારે જવું જોઈએ.હું કોઈ પણ કિંમતે અનુરાગ સુધી જરૂર પહોંચીશ. તેને મળીશ.ચાંદની બેડ પર પડી પડી વિચારી રહી હતી.

પોતાનો મૂડ બદલવા તે ઉભી થઈ.બહાર પોતાની મમ્મી પાસે ગઈ. તેઓ ટી.વી. જોઈ રહ્યા હતા.અચાનક તેનું ધ્યાન બ્રેકિંગ ન્યુઝ પર પડ્યું.જેમાં આર.કે.ની પાર્ટીના ફોટો અને આર.કે.ના એકના એક પુત્ર અનુરાગની સગાઈના સમાચાર ચમકી રહ્યા હતા.

શેખાવત એક એક શબ્દોમાં મરી મસાલો ઉમેરી સમાચારને ધમાકેદાર બનાવી પેશ કરી રહ્યો હતો.દરેક ચેનલ પર આર.કે.ની પાર્ટીના ફોટો વાયરલ હતા.ચાંદની અને તેનો પરિવાર આ સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગયા.ચાંદની તો ત્યાં જ જમીન પર ફસડાઈ પડી.

શું ચાંદની આ સમચારને સાંભળી અનુરાગને નફરત કરશે?
અનુરાગ શું નિર્ણય લેશે?
આર.કે.ની. નવી ચાલ શું હશે?
અનુરાગ અને તક્ષવીની સગાઈ થશે કે પછી કોઈ ધમાકો થશે?

જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"

વ્હાલા મિત્રો વાર્તા પસંદ પડે તો રેટિંગ જરૂરથી આપશો.


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 1 વર્ષ પહેલા

Amritlal Patel

Amritlal Patel 1 વર્ષ પહેલા

Sunita Modi

Sunita Modi 1 વર્ષ પહેલા

Yogesh Raval

Yogesh Raval 1 વર્ષ પહેલા

narendra

narendra 1 વર્ષ પહેલા