ચાંદની - પાર્ટ 40 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 40


ચાંદની પાર્ટ 40

આપણે જોયું કે...

ચાંદનીના મમ્મી પપ્પાને ચાંદની પર વિશ્વાસ હતો. તેની પસંદ ખોટી ન હોય હોય. આટલા સમયમાં તેઓ પણ અનુરાગના સ્વભાવ અને વર્તનથી પ્રભાવિત થયા હતા .એટલે જ તેમણે અનુરાગ માટે ચાંદનીનું વિચારતા હતા. તેણે તરત બધી વાત ચાંદનીના પિતાને કરી. અને બંનેએ ચાંદીનીને સાંત્વના આપતા કહ્યું,

" બેટા, ચાંદની તો બિલકુલ ચિંતા ન કર .તારા અને અનુરાગના દરેક નિર્ણયમાં અમે તારી સાથે હોઈશું."

એ વાતથી બેખબર કે વિધાતાને કંઈક ઓર જ મંજૂર હતું.

પાગલ માનવ મન નિતનવા સપના સેવે હરપળ..
પણ કદી કોઈ ક્યાં જાણે શું છુપાયું ભાવિના ગર્ભ તળ..

હવે આગળ..

સાંજની પાર્ટીની ધામધૂમ ચાલુ થઈ ગઈ હતી.મહેમાનો પણ આવવા લાગ્યા હતા.આર.કે.એટલો મોટો રાજકારણી હતો.કે મોટા ભાગે બધા મિનિસ્ટર અને મંત્રીઓ જેવા વી.આઇ.પી.ગેસ્ટ હતા.આર.કે.વર્ષોથી રાજકારણમાં હતો.પણ ક્યારેય તેણે પર્સનલ કોઈ પાર્ટી નહોતી આપી.

ઘણી વાર અન્ય સાથીદારો આ બાબતે કહેતા પણ ખરા પણ આર.કે.તેમને પૈસા આપી ખુશ કરી દેતો. વ્યક્તિગત જીવનમાં મોટે ભાગે તે એકલો જ રહેતો.ઘણી વાર જે. ડી.સાથે બેસી શરાબની પાર્ટી કરતા. એથી વિશેષ કદી કોઈ પાર્ટીનું આયોજન નહોતું થતું.

એટલે આવનાર દરેક માટે આ પાર્ટી ખુશીની સાથે આશ્ચર્ય પણ એટલું જ ઉભુ કરતી હતી.દરેક વ્યક્તિ આટલી સુંદર સજાવટ જોઈ અંદરો અંદર વાતો કરતા હતા.આર કે.ના ખાસ માણસો સિવાય હર કોઈના મનમાં આ પાર્ટી માટે અનેક અટકળો અને સવાલો હતા.

આટલા મોટા રાજકારણીની આવી પ્રથમ આલ ગ્રાન્ડ પાર્ટી હોય અને મીડિયા ન હોય તે તો શક્ય જ નથી.અહીંયા પણ પત્રકારોની લાઈન થઈ હતી.જોકે સિક્યુરિટી એટલી ચુસ્ત હતી કે દરેકને અંદર આવવાની પરવાનગી પણ ન હતી.દરેક માટે એક એક પાસ ઈશ્યુ થયા હતા એ મુજબ જ ગેટ પરથી એન્ટ્રી મળતી.તેમાં બે ત્રણ નામચીન પત્રકારોને પણ આમંત્રિત કરાયા હતા.

પત્રકાર શેખાવત દરેકે દરેક બાબતનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો.જે આર.કે.ના ધ્યાન બહાર હતું. પાર્ટીમાં આવેલ દરેક લોકો ગેઈટ પર અનુરાગના હોરડિંગ્સને જોઈ રહ્યા હતા.આર.કે.નો કોઈ છોકરો છે એ વાત મોટાભાગના લોકોને આજે જ જાણ થઈ હતી.બધાની નજરો હવે અનુરાગને શોધતી હતી.

પાર્ટી લોનમાં એક વિશાળ સ્ટેજ બનાવ્યું હતું.બોલીવુડ સ્ટાઈલમાં વિવિધ ફૂલો અને ગુલદસ્તાથી એ સ્ટેજને ડેકોરેટ કરાયુ હતુ. સ્ટેજના પાછળના ભાગમાંથી અનુરાગ અને તક્ષવી ની એન્ટ્રી કરવાની હતી.

આખરે બધાની આતુરતાનો અંત આવ્યો,એક મોટી ફોકસ લાઈટ વિશાળ સ્ટેજના એક બાજુના ભાગને કવર કરતી હતી. એ લાઇટમાં ડાર્ક બ્લુ બ્લેઝરમાં અનુરાગ ખૂબ સુંદર લાગી રહ્યો હતી.સ્ટાઇલિશ વાળ ,થોડી ટ્રીમ કરેલ દાઢી તેને મનમોહક બનાવી રહ્યા હતા.તેને આટલું બધું તૈયાર થવું ગમતું નહિ પણ આર.કે.ની ઈચ્છાને મન રાખવા તેણે આપેલ સૂટ પહેર્યો હતો.

અનુરાગને ફોકસ કરતી લાઈટ જેમજેમ આગળ વધતી ગઈ તેમ અનુરાગની લગોલગ ચાલતી તક્ષવીનો ચહેરો પણ દેખાવા લાગ્યો.

પર્પલ કલરના સ્કિન ફીટ ગાઉનમાં તે એક હિરોઈન જેવી લાગતી હતી. કાનમાં ડાયમંડના લોંગ એરિંગ્સ અને આગળથી સ્ટ્રેટ અને નીચેથી કર્લ કરેલ તેના ખુલ્લા રેશમી વાળ રાતની રોશનીમાં વધુ ચમકી તેની સુંદરતાને ચાર ચાંદ લગાવતા હતા.

હર કોઈ બસ બંનેને જોઈ રહ્યા હતા. અનુરાગના સ્ટેજ પર આવતા આર.કે.તેની પાસે ગયો અને મહેમાનોને સંબોધતા બોલ્યો,

"વેલકમ મિત્રો,આજની આ પાર્ટી જેની ખુશીમાં રાખવામાં આવી છે તે છે મારા દીકરો અનુરાગ.આજે તેનો જન્મ દિવસ છે.આજનો આ દિવસ મારા માટે ખૂબ ખુશીનો દિવસ છે.મારો દીકરો બહાર ભણતો હતો.વર્ષોથી હું તેના અહી આવવાનો ઇન્તજાર કરી રહ્યો હતો.આખરે તે દિવસ આવી ગયો. આજનો આ દિવસ ડબલ ખુશીનો છે.એક તો મારા અનુનો બર્થ ડે અને બીજી ખુશી માટે બસ થોડો ઇન્તજાર !પાર્ટીની શરૂઆત કેક કટ કરીને કરીશું.ત્યાર બાદ એક મોટું સરપ્રાઈઝ છે મારા અનુ માટે ,અને આપ સૌ માટે!"

આર.કે.ની વાત ચાલુ હતી ત્યાં જ વેઇટર એક વિશાળ અને સુંદર કેક લઈને આવી ગયો.અનુરાગને આજે સવારથી પોતાની મા ખૂબ યાદ આવતી હતી.તેના આંખના ખૂણામાં થોડી ભિનાશ ફરી વળી. તેણે કોઈને ખબર ન પડે તેમ એ ભીનાશને લૂછી લીધી.આટલા વર્ષોમાં પહેલી વાર અણુરાગનો જન્મ દિવસ ઉજવાય રહ્યો હતો.અને એ પણ આટલા લોકોની વચ્ચે ધામધૂમથી! વારંવાર તેના વિચારો ત્યાં જ અટકી જતાં કાશ કે આજે તેની મા જીવિત હોત!

માસી રેણુકા પણ દર જન્મ દિવસે અનુરાગની ભાવતી ડીશ બનાવતી.આજે આટલા લોકો છે.પણ અત્યાર સુધી સ્નેહ આપવા વાળી માસી કેમ નથી? એ વિચારે તેનું મન વ્યથિત થવા લાગ્યું.

આજના દિવસ માટે તેણે ચાંદની માટે પણ ઘણા સ્વપ્નો સેવ્યા હતા.આજના દિવસે જ તે ચાંદનીના ઘરે જઈ તેના માતા પિતાને મળવા માંગતો હતો.પોતાના અને ચાંદનીના સબંધને દુનિયા સામે સ્વીકારી એક બંધનમાં બાંધવા ઈચ્છતો હતો.પણ આજની આ ખુશીમાં ન તો માસી હતા ન ચાંદની.એક પછી એક વિચારો અનુરાગના માનસ પટ પર ફાસ્ટ ફોરવર્ડ પિક્ચરની રિલની માફક ફરી વળ્યા.

આવનાર સમય માટે માણસ અગાઉ થી જ ઘણા સ્વપ્ન સેવે છે.તે સ્વપ્ન બંધ આંખ કરતા ખુલી આંખોએ વધુ જોયેલ હોય છે.પણ એ ભવિષ્ય જ્યારે વર્તમાન બની દસ્તક દે છે.ત્યારે તેમનાં ઘણા સ્વપ્ન હકીકતથી કોસો દૂર રહી જાય છે.

જાણે હાથમાંની રેત સમાન સરકી જાય છે .આવા સમયે વર્તમાનની એ પળો ખુશીઓથી ભરેલ હોય તો પણ તે ખુશીઓમાં તૂટેલ સ્વપ્નની કરચ મનના કોઈ ખૂણે ખુંચ્યા કરે છે.અને આવેલી ખુશીઓ પણ મન ભરીને માણી નથી શકાતી.એટલે જ એટલો પણ ભવિષ્ય નો વિચાર ન કરવો કે વર્તમાનને જીવી જ ન શકીએ.

અનુરાગ પણ આવી જ અસમંજસમા હતો.આટલી આહલાદક સાંજ પણ તેના મનમાં અજંપો લાવવા લાગી.તે બધા મહેમાનોથી થોડે દૂર જવા જતો હતો ત્યાં તક્ષવીએ કેક કટિંગ માટે કહ્યું.

પણ આર.કે. એ અનુરાગને રોકતા કહ્યું, "અનુ, થોડી વાર થોભી જા.કોઈ ખાસ વ્યક્તિનો ઇન્તજાર છે.તેના આવ્યા બાદ કેક કટિંગ કરીશું.અને તારી સરપ્રાઈઝ પણ તેની હાજરીમાં જ આપીશ."

આજે સવારથી એક પછી એક એમ રહસ્યો અનુરાગને અચંબિત કરી રહ્યા હતા.જે ડી. પણ આર.કે.નો ઘડી ઘડી બદલાયો મૂડ જોઈ વિચારમાં હતો.તેના મનમાં શું ચાલી રહ્યું છે તે બાબતે તે પણ અજાણ હતો
તેની લાખ કોશિશ છતાં તે આજે આર.કે.ના મનને કળી નહોતો શકતો.અને આજ વાત આજ સવારથી તેને ખૂંચતી હતી આટલા વર્ષોમાં પહેલી વાર તેણે આર.કે.નો આવો અંદાજ કદી જોયો નહોતો.પણ અત્યારે પોતાને ચૂપ રહેવામાં જ ભલાઈ છે.તેમ માની તે કશું બોલતો ન હતો.

આખરે આર.કે.કોની રાહ જુએ છે?
શું સરપ્રાઈઝ છે અનુરાગ માટે?
પત્રકાર શેખાવત શું કરવા માંગે છે?
શું અનુરાગ ફરીથી ચાંદનીને મળી શકશે?

જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"
22/5/2021રેટ કરો અને રિવ્યુ આપો

Amritlal Patel

Amritlal Patel 6 માસ પહેલા

Yogesh Raval

Yogesh Raval 7 માસ પહેલા

narendra

narendra 7 માસ પહેલા

Neepa

Neepa 7 માસ પહેલા

Nikita

Nikita 8 માસ પહેલા