ગરબાની રાત, પ્રેમનો સાથ Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ગરબાની રાત, પ્રેમનો સાથ


"ઓય, શું મતલબ?" સુનાલી બસ એણે કંઇક કહી જ દેવા માંગતી હતી, કંઇક એવું કે જાણે કે જેના કહેવાથી એના દિલને એક સુકુન મળી જાય!

"હા, તું રોહિતની બાઈક પર આવજે, એમ પણ તો કાલે મારી બાઈક પર થોડી આવી હતી તું!" એક ખૂબસૂરત ચહેરા પર બહુ જ ચિંતા હતી! આછા ગુલાબી રંગની ચોળીમાં એ બહુ જ સુંદર લાગી રહી હતી.

"હા, આપને બંને આજે એક સાથે નહી જઈએ.." પ્રકાશે સાફ સાફ કહી જ દીધું!

સુનાલીને તો આખાય શરીરે એક કંપારી આવી ગઈ!

"સારું, તો જા એકલો ગરબા રમવા, મારે આવવું જ નહી!" સુનાલીએ ફેંસલો સંભળાવ્યો!

"ઓકે.." પ્રકાશ બોલ્યો તો, સુનાલી એની નજીક આવી ગઈ.

"હા, ચાલ મને મૂકવા આવ." સુનાલીએ સાવ રડમસ રીતે કહ્યું.

બંને બાઈક પર બેસીને ઘર તરફ જવા લાગ્યાં, હજી સુધી સુનાલી તો જાણે કે બેહોશ જ ના હોય! એના મનમાં એક સામટાં ઘણાં બધાં વિચારો આવી રહ્યાં હતા.

ઘડીમાં એણે રોહિત પર ગુસ્સો આવતો તો ઘણી વાર એણે નેહા પર ગુસ્સો આવતો, પણ એણે ખાસ તો ખુદ પર જ ગુસ્સો આવી રહ્યો હતો! આખરે એણે રોહિતની બાઈક પર જવા હા જ કેમ પાડી હતી!

એના આશ્ચર્યની વચ્ચે જ એ સામે જે દૃશ્ય જોઈ રહી હતી એના પર એણે ખુદને વિશ્વાસ નહોતો આવી રહ્યો! એ બંને કોઈ બીજા રસ્તેથી ગરબા રમવાની જગ્યાએ આવી ગયા હતા!

જગ્યા બહુ જ અલગ અલગ લાઇટની સિરીઝથી ચમકી રહી હતી. વચ્ચે જ અંબે માની મૂર્તિ એક નાના મંડપમાં બિરાજમાન હતી. મૂર્તિ સામે જોતાં જ સુનાલીએ અંબે માનો આભાર માન્યો!

"થેંકસ.." સુનાલીએ હળવેથી પ્રકાશને કહ્યું, પણ એણે કોઈ જ જવાબ ના આપ્યો! સુનાલીનાં ચહેરા પર આવેલી ખુશી કોઈ તાપ આવતા ઝાંકળ ચાલ્યું જાય એમ ચાલી ગઈ! એણે ગરબા થોડી રમવા હતા, એણે તો..

"માફ કરી દે ને.." એક સાવ ધીમા પણ રડમસ અવાજમાં સુનાલીએ પ્રકાશને કહ્યું. પ્રકાશે એની તરફ એક નજર કરીને નજર ચૂરાવી લીધી જાણે કે કહેતો ના હોય કે તું તો એ જ ને જે રોહિત સાથે બાઈક પર બેઠી હતી!

એટલી બધી ભીડમાં પણ સુનાલી તો બસ પ્રકાશને જ જોઈ રહી હતી. સિમ્પલ કપડાં અને સિમ્પલ હેર સ્ટાઇલમાં પણ એ એટલો હેન્ડસમ લાગતો હતો કે ઘણી છોકરીઓ એની સામે જોઈ રહી હતી! અને એ છોકરીઓને જોઇને સુનાલીને બહુ જ ગુસ્સો આવી રહ્યો હતો!

નેહા, રોહિત, બધાં જ આજે ગરબા રમી રહ્યાં હતાં, પણ આજે પ્રકાશનો ઈરાદો ગરબા રમવાનો બિલકુલ નહોતો! એણે તો એવું લાગી રહ્યું હતું જાણે કે કોઈ એના દિલથી જ તો નહી રમી ગયું ને!

પ્રકાશ બસ આજે બધાને ગરબા રમતા જોતો હતો, એ ના રમે તો આખરે સુનાલી પણ કેવી રીતે રમી શકે! થોડે દૂર, પણ જ્યાંથી એણે પ્રકાશ દેખાઈ શકે એવી જગ્યા પર સુનાલી પણ ઊભી રહી ગઈ.

ગરબાની રમઝટ જામી તો કેટલાય લોકો રમવા આવી ગયા.

દુનિયાભરનાં ચહેરાઓ આજે એક જ દૃશ્યમાં જાણે કે કેદ ના થયા હોય એવું લાગી રહ્યું હતું! આ બધાને જોઇને સુનાલીનાં મનમાં એક ખ્યાલ આવ્યો. આ દુનિયામાં કેટલા બધા ચહેરા છે, પણ મને તો બસ એક જ ચહેરો મારા જીવથીય વધારે વહાલો છે. એ વિચારી રહી હતી.

"નેહા, લોકો ભૂલ કરે ને તો પણ મનાવતા પણ નહી.." પાસે રહેલી નેહાને પ્રકાશે કહ્યું તો જાણે કે સુનાલી કોઈ ગાહેરાઈમાંથી બહાર ના આવી હોય!

"ઓ, એવું કઈ નહિ યાર.. સોરી, આઇ એમ સો સોરી!" સુનાલીને ખબર નહોતી પડી રહી કે શું બોલવું.

પ્રકાશે ફરી એની તરફ નજર કરીને નારાજગીથી નજર ચુરાવી લીધી!

"અરે બાબા, સોરી!" એ બોલી રહી હતી. આજુ બાજુનાં અમુક લોકો પણ એમને જોવા લાગ્યા તો આખરે પ્રકાશે એને ચૂપ રહવા ઈશારો કર્યો. પણ જાણે કે આજે સુનાલી અલગ જ ખુમારીમાં હતી!

"માફ કરી દે ને પણ,.." એ વધારે મોટા અવાજમાં બોલવા લાગી!

આખરે "હા, બાબા!" કહીને પ્રકાશ એણે ગરબા રમવા લઈ ગયો. બંને સાથે સાથે ગરબા રમવા લાગ્યાં!

બંને સાથે સાથે ગરબા રમતા હતા, વચ્ચે અચાનક જ સુનાલીને હસવું આવી ગયું, એ પ્રકાશની સામે જોઈ હસી પડી.

પ્રકાશે પણ એની તરફ જોયું અને બીજી નજર કોઈ તરફ કરી, સુનાલી જેવી એ તરફ જોવા ગઈ કે એણે હળવો ગુસ્સો આવી ગયો! ત્યાં રોહિત હતો! સુનાલીને બહુ જ ગિલ્ટી ફીલ થવા લાગ્યું, એની માટે હવે ગરબા રમવા મુશ્કેલ હતા, એ બહાર આવી ગઈ.

એણે લાગ્યું કે પોતે ગરબા નહિ રમતી તો પ્રકાશ પણ બહાર આવી જશે પણ, પ્રકાશ તો નેહા સાથે ગરબા રમતો હતો! સુનાલીને વધારે ગુસ્સો આવવા લાગ્યો. એણે હવે અફસોસ થઈ રહ્યો હતો કે પોતે કેમ બહાર આવી!

વધારે વિચારો અને ગરબાને લીધે એણે થોડા ચક્કર જેવું લાગતું હતું, એનો એક હાથ એના માથે જોઈ પ્રકાશ તુરંત જ એની પાસે આવી ગયો.

સુનાલીને થોડા ચક્કર આવ્યા તો એ પ્રકાશને વળગી પડી. આખરે મુસીબત હોય ત્યારે આ જાણીતા ચહેરાઓ જ તો કામ લાગતા હોય છે!

પ્રકાશ એણે બાઈક તરફ લઈ આવ્યો. બંને બાઈકને ડબલ સ્ટેન્ડ કરીને બેસી ગયા. સુનાલી ખુદ પ્રકાશને પાછળથી વળગીને જાણે કે કયા ખયાલોમાં હતી!

થોડી વાર બંને આમ જ રહ્યાં.

થોડીવાર પછી પ્રકાશ બસ થોડો પાછળ ફરવા જ જતો હતો કે પાછળથી જ સુનાલીએ એણે, "અમમ..." કહેવા લાગી.

"અરે, હા બાબા! હું અહી જ છું, બસ એટલું કહી દે કે વધારે ચક્કર તો નહી આવતા ને!" પ્રકાશનાં શબ્દોમાં બહુ જ ચિંતા હતી.

સુનાલી વિચારી રહી કે જો એણે એમ કહી દીધું કે એણે ચક્કર નહી આવતા તો, તો તો એ એણે છોડીને નેહા વગેરે સાથે ચાલ્યો જશે. એ કઈ જ નહી બોલતી.

"ઓ, બોલ ને, પ્લીઝ યાર.." પ્રકાશનાં શબ્દોમાં એટલી ભીનાશ હતી કે સુનાલીથી રહેવાયું જ નહિ.

"ચિંતા ના કર, હું બિલકુલ ઠીક છું.." આખરે સુનાલીએ કહી જ દીધું!

"હા, તો આટલા સમયથી મને ચિંતા કેમ કરાવે છે.. તારો રોહિત નહી હું?!" પ્રકાશે કહ્યું તો સુનાલી જાણે કે અવાક જ બની ગઈ! પણ એ પછી જે એણે કહ્યું એ તો એના માટે અસહનીય હતું!

"હું તો નેહાનો છું! તારે મારી સાથે આવું નહી કરવાનું!" એ બોલ્યો!

"ઓ મિસ્ટર, વૉટ નેહા? એક ઝાપટ મારીશને તો બધી અક્કલ આવી જશે!" સુનાલી હવે ગુસ્સામાં હતી!

"અને આ રોહિત રોહિત શું લગાવી રાખ્યું છે, એ તો એ દિવસે તો મારે એની સાથે બેસવું જ પડ્યું." એ બોલતી હતી.

"હું જાણી જોઈને થોડી તારી બાઈક પર નહોતી બેઠી, એ તો તું નેહાથી થોડો વધારે નજીક હતો તો એ ત્યાં બેસી ગઈ તો મારે પણ બેસવું જ પડેલું.." એણે કહ્યું.

"હું અને નેહા નજીક જ છીએ.. હું એણે પ્રપોઝ કરવાનો છું!" પ્રકાશે ખુશ થતા કહ્યું.

"આટલી ભૂલની આટલી મોટી સજા અપાતી હશે.." આખરે સુનાલી રડતાં રડતાં બોલી.

"રડીશ ના પાગલ! હું તારો જ છું અને હંમેસાં તારો જ રહીશ!" બંને એકમેકને ભેટી પડ્યા!

રેટ કરો અને રિવ્યુ આપો

Chetna Bhatt

Chetna Bhatt 3 માસ પહેલા

r patel

r patel 3 માસ પહેલા

Tapan Joshi

Tapan Joshi 3 માસ પહેલા