ચાંદની - પાર્ટ 36 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 36

તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને ખિસ્સામાં પહેલેથી રાખેલ એક નવું સીમકાર્ડ કાઢી તેના નાખ્યું.અને ચાંદનીને ફોન કરવા હતો હતો ત્યાં તેને  બહારથી કોઈના કદમોની  આહટ સંભળાઈ.

હવે આગળ...

રેણુકાની વાતો સાંભળ્યા પછી ચાંદની મનથી ખૂબ તૂટી ગઈ હતી.તેને એવું લાગતું હતું કે જાણે બધા અરમાનો ,દરેક  ખ્વાઈશો પળવારમાં ભસ્મીભૂત થઈ ગયા.અને એ ધુમાડા સાથે સંબંધોના અવશેષો પણ લઈ ગયા.

તે કેટલી વાર સુધી મૌન બની બેઠી હતી જાણે પથ્થરની મૂર્તિ! રેણુકા ,અંજલી ચાંદનીની મનોસ્થિતિને સારી રીતે સમજી શકતા હતા.

કોઇપણ સંબંધનો પાયો વિશ્વાસ હોય છે. જ્યારે વિશ્વાસની નાવ હાલકડોલક થાય છે ,ત્યારે કિનારે પહોંચીને પણ ડૂબી જવાય છે. કોઈપણ સંબંધમાં જ્યારે જાણતા-અજાણતા કોઈ વાત છુપાવેલી હોય ,ત્યારે તે વાત નાની હોય કે મોટી સંબંધોમાં તેની જાણ, જ્યારે અન્ય વ્યક્તિને થાય તો તે સંબંધોમાં એક અણધાર્યું વાવાઝોડું બનીને આવે છે.
જે પોતાની સાથે બધું જ તહસનહસ કરી નાખે છે.

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે અમુક વાત આપણી પ્રિય વ્યક્તિને કરીશું તો તે નારાજ થઈ જશે. અથવા તો આપણે તેને ખોઈ બેસીશું. બસ આ વિચાર આપણને તેનાથી ભૂતકાળને છુપાવવા મજબૂર કરે છે. અને આપણે પણ લાગણીના આવેશમાં આવીને અંગત વાતોને દિલના કોઇ ખૂણે ધરબી દઈએ છીએ. આપણે એ નથી વિચારતા કે સત્ય કે ભૂતકાળ ને ગમે તેટલો છુપાવીએ એ  ક્યારેક ને ક્યારેક કોઇપણ રૂપે આપણને રૂબરૂ થવાનો જ છે!  અને જ્યારે તે આપણી પ્રિય વ્યક્તિ સુધી પહોંચે છે, ત્યારે તેના પ્રત્યાઘાત સંબંધોમાં સુનામી લઈને આવે છે. એવા સમયે સંબંધોની નાજુક દોરને ફરી પ્રેમ અને વિશ્વાસથી ખેંચવી પડે છે. સંબંધોનો પાયો કેટલો ઊંડો  અને મજબૂત છે, પરસ્પર કેટલો વિશ્વાસ છે એ આવા સમયે જ ખબર પડે છે.

પોતાની પ્રિય વ્યક્તિનો પાસ્ટ જ્યારે હકીકત બની સામે આવે ત્યારે તેના પર વિશ્વાસ કરી તેને અને સંબંધને ફરી ખીલવા એક તક આપવી જોઈએ.

રોહિણી અને અંજલિ પણ બસ ચાંદનીને આ જ  બધી વાતો સમજાવતા હતા. તેણે અનુરાગે નાનપણથી કેટલું સહન કર્યું છે .અને પોતે ખુદ આર.કે થી આટલાં વર્ષો કેમ દૂર રહ્યો તે બધું સમજાવ્યું.

આવા સમયે ચાંદનીએ અનુરાગની કમજોરી નહીં પણ તાકાત બનવું જોઈએ અને અનુરાગ સાથે ખભેથી ખભો મિલાવી તેનો સાચો સાથી બનવું જોઈએ અને તેને સમજવાની કોશિશ કરવી જોઈએ. અનુરાગનો પ્રેમ અને એક માત્ર સાચો સંબંધ તે ચાંદની પોતે જ છે એ વાત ચાંદનીને સમજાવી રહી હતી.

રેણુકા, અંજલીની બધી વાતો સાંભળ્યા પછી ચાંદની સ્વસ્થ થઈ.અને  અનુરાગને સાથ આપવાનું નક્કી કર્યું. કોઈપણ સંજોગોમાંથી અનુરાગનો હાથ કદી નહીં છોડે. અને અનુરાગ માટે કંઈ પણ કરવા તત્પર થઈ ગઈ. અંજલી ,ચાંદની અને રેણુકાએ અન્ય એક વ્યક્તિની  મદદથી એક પ્લાન બનાવ્યો.

💦💦💦💦💦💦💦💦💦💦

આ બાજુ અનુરાગ પણ ચાંદની સાથે વાતો કરવા બેચેન હતો. તેણે અન્ય એક સીમથી ચાંદનીને કોલ લગાવતો હતો.  ત્યાં કોઈના  કદમોની આહટ  સાંભળતા તે ફોન મૂકી દરવાજા તરફ આવ્યો. ત્યાં તો તેણે જે. ડી. અને તક્ષવીને કંઈક વાતો કરતા અન્ય રૂમ તરફ જતા જોયા. અનુરાગને તેની વાતોમાં થોડી આશંકા ગઈ, પણ અત્યારે તેને ચાંદની સાથે વાત કરવું જરૂરી લાગતું હતું. તેને પોતાના રૂમનો દરવાજો અંદરથી લોક કર્યો .અને ફરી ચાંદનીને ફોન લગાવ્યો. પણ ફોન સતત નો રીપ્લાય થતો  હતો. તેણે અંજલિને ફોન  કરવાનુ વિચારી અંજલિને ફોન કર્યો. 

"હેલ્લો અંજલી, હું અનુરાગ."
અનુરાગનો અવાજ સાંભળતાં જ અંજલી હરખાઈ ઉઠી તે બોલી,"ભાઈ તું બરોબર તો છે ને? અમને તારી બહુ ચિંતા થાય છે."

"હા , અંજલી હું એકદમ બરોબર છું .તું મારી ચિંતા છોડ મને એ કહે તારી ચાંદની સાથે કંઈ વાત થઈ? તે મને કોલ કરતી હશે.મને તેની ચિંતા થાય છે હું તેને કોલ લગાવું છું પણ નો રિપ્લાય થાય છે.ખબર નહિ હકીકત જાણી તે શું  રિએકટ કરશે"
અનુરાગની વ્યાકુળતા જોઈ અંજલી તરત ફોન હોલ્ડ પર કરી રેણુકાને બહારથી બોલાવી લાવી.

રેણુકા અનુરાગનો ફોન છે તે સાંભળી ખૂબ ખુશ થતા બોલી, "બોલ બેટા ,તારો અવાજ સાંભળી હવે મને હૈયે ધરપત થઈ.તું મજામાં છો ને?"

અનુરાગ પોતાની માસીનો અવાજ સાંભળી થોડો  લાગણીશીલ થઈ ગયો.તે ભાવુક થતા બોલ્યો, "માસી ,હું બરોબર છું.તમે કશી ચિંતા ન કરશો.બસ મને ચાંદની સાથે વાત કરવી છે.તેનો ફોન નથી લાગતો એટલે તમને કર્યો. તે કેમ છે? ઘરે આવી હતી? શું કહેતી હતી? "

અનુરાગના એક સાથે આટલા પ્રશ્નો સાંભળી રેણુકા બોલી,"અરે..અરે.. અનુ ડોન્ટ વરી.હું છું ને.ચાંદની બરોબર છે.આજે જ ઘરે આવી હતી . ઇન્ફેકટ થોડી વાર પહેલા જ ઘરે ગઈ."

રેણુકાની વાત સાંભળતા જ અનુરાગ બોલ્યો,"ઓહ! શું કહેતી હતી? મારું પૂછતી હતી?"

રેણુકા બોલી,"હા અનુ તે તારું જ પૂછવા અહી આવી હતી. અને મે તેને તારું બધું સત્ય જણાવી દીધું છે."
આટલું સાંભળતા જ અનુરાગને પસીનો વળી ગયો તે અધીરાઈ પૂર્વક બોલ્ય,"શું વાત કરો છો માસી? તમે તેને બધું કહી દીધું ? તે શું વિચારતી હશે મારા માટે ? તેની નજર માં હું ગુનેગાર લાગતો હોઈશ.ખરેખર મારે ચાંદનીને પહેલા જ બધું કહી દેવું હતું પણ અફસોસ !"

અનુરાગની વિવશતા સાંભળી રેણુકા બોલી,"બેટા, તું ચિંતા ન કર મે તેની બધી ગેરસમજ દૂર કરી દીધી છે.તેને તારા પર પૂરો વિશ્વાસ  છે. અનુ તે તને દરેક પરિસ્થિતિમાં સાથ આપશે."

આટલું સાંભળતા અણુરાગના મનને થોડી શાતા વળી.
તે બોલ્યો, "માસી આ બધું તમારા કારણે જ થયું છે.તમે  ખરેખર મારી માં છો.હંમેશ તમે માં બની મને સંભાળ્યો છે." અનુરાગ બોલતા બોલતા રડી પડ્યો.

અનુરાગના આંસુઓને રેણુકા મહેસૂસ કરી રહી હતી.તે બોલી ,"બેટા, તું શાંત થઈ જા.મારા માટે તું અંજલી કરતા પણ વધુ વ્હાલો છે.અને તારે અત્યારે કમજોર નથી પડવાનું  અને આજે તો મારા દીકરાનો જન્મ દિવસ છે.હું વહેલી પરોઢે મંદિર જઈ ભગવાનને તારી ખુશીઓ માટે પ્રાર્થના કરી આવી.તું ખૂબ ખુશ રહે મારા દીકરા તને મારા અંતરના આશિષ! અને રહી વાત ચાંદનીની તો તું બિલકુલ ચિંતા ન કર."

બંને વાત કરતા હતા ત્યાં અનુરાગનો દરવાજો કોઈ નોક કરી રહ્યું હતુ. એટલે તેણે જલ્દીથી  રેણુકાને કહી ફોન મૂકી દીધો .અનુરાગે જેવો ફોન મૂક્યો કે તેણે જોયું તો ચાંદનીના  ૨  મિસ કોલ હતા.અનુરાગ વિચારતો હતો હવે શું કરવું? દરવાજો ખોલવો કે પછી ચાંદનીને ફોન કરવો?

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"
8/5/2021


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 5 દિવસ પહેલા

Neepa

Neepa 3 અઠવાડિયા પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા

Reena

Reena 3 માસ પહેલા