Dream - To Become A Doctor books and stories free download online pdf in Gujarati

Dream - To Become A Doctor

એક છોકરી હતી. જેનું નામ કાજલ હતું. તેના પિતા નું નામ દિપક ભાઈ હતું. અને માતા નું નામ પિનલ હતું.
કાજલ નો જન્મ એક મિડલ ક્લાસ પરીવાર માં થયો હતો. તેના પિતા નું સપનું હતું કે તે ડોક્ટર બને.તે ભણવા માં પણ હોશિયાર હતી.
કાજલ મોટી થતી ગઈ. તે ભણવામાં હોશિયાર તો હતી . પરંતુ તેનું પોતાનું કોઈ સપનું ન હતું. તેની લાઈફ માં પોતાનો કોઈ ગોલ ન હતો.એટલે કે આ દુનિયા ના ૭૦% લોકો માં તેનો સમાવેશ થતો હતો જેમને પોતાને ખબર નથી હોતી કે તે કેમ જીવે છે.દરરોજ સવારે શા માટે ઊઠે છે.અને રાત્રે સૂતી વખતે ખબર નથી હોતી કે કાલે શું કરવાનું છે.
કાજલ એ ૧૦ માંની પરીક્ષા આપી. તેને મહેનત કરી અને પરીક્ષા આપી. તેને ૯૬% મેળવ્યા . તેના માતા-પિતા ખૂબ જ ખુશ હતા. તેના પિતા તેને ડોક્ટર ના સ્વરુપ માં જોવા માંગતા હતા.
તેથી તેને સાયન્સ પસંદ કર્યું. ત્યાર થી જ શરૂ થઈ તેની કહાની....
ડોક્ટર બનવું ક્યારેય સરળ ન હોઈ શકે. કેમકે ડોક્ટર ને ભગવાન માનવા માં આવે છે.
તે ૧૧ માં ધોરણ માં પ્રવેશ કર્યો ત્યારે જ તેની માતા ને હાર્ટ એટેક આવ્યો. તેમણે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા.તેના પરિવાર માં તેમનો સાથ આપે એવું કોઈ ન હતું. તેથી તેને ખૂબ તકલીફ પડી. તેને પહેલી વખત ભગવાન પાસે કંઈક માંગયુ અને તે તેની માતા ની સલામતી હતી.ધણા સમય પછી તેની માતા ની તબિયત સારી થઈ. પરંતુ તે માનસિક રીતે ખૂબ જ ડરી જાય છે તેમને ધરમાં એકલા રહેતા પણ ડર લાગતો. ત્યારબાદ તેમને મોઢા પર લકવા ની અસર થઈ જાય છે.
આ બધું હજુ સારું થાય તે પહેલાં તેના પિતા ને પણ હાર્ટ એટેક આવ્યો. તેના ધર ની પરીસ્થિતી ખૂબ જ ખરાબ હતી તેથી તે ભણવા માં ધ્યાન ન આપી શકી.
પણ જે થાય છે તે સારા માટે જ થાય છે આ બઘા પાછળ પણ સારૂ એ હતું કે હવે તે પહેલાં જેવી ન હતી તે ને પોતાની જવાબદારી નો અહેસાસ થવા લાગે છે તેનું બાળપણાપણુ હવે પૂરું થઈ જાય છે તેને માતા-પિતા ની સાચી કિંમત સમજાય છે કે તે જ સાચા ભગવાન છે.
પરંતુ આ બધા માં તેના માકસૅ ઓછા આવવા લાગે છે.તેથી તેના બાયોલોજી ના ટીચર તેને ખૂબ જ બોલે છે. અને તે કાજલ ને પસંદ નથી કે તેને આખા ક્લાસ વચ્ચે આ રીતે કોઈ બોલે માટે તેને વિચારી લીધું કે હવે હું ખુદ ને સાબીત કરી દઈશ.તેને મહેનત શરૂ કરી દીધી....
અને તેને ફાઇનલ પરીક્ષા આપી. ત્યારે તે સમયે ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ ના લીધે તેના કલાસમાં અડધાં વિધાર્થી નપાસ થયા ત્યારે તે ટોપ 5 માં હતી.
હવે તે ૧૨ માં ધોરણ માં પ્રવેશ કરે છે. પરંતુ આ કહાની અહીં પૂરી થતી નથી. તેની સાચી પરીક્ષા હવે શરૂ થાય છે...
તે સમયે mcq સિસ્ટમ લાગુ કરવામાં આવે છે જે ૧૧ માં ધોરણ માં નીકાળી દેવામાં આવી હતી. તેના કારણે તેને ખૂબ તકલીફ પડી કેમકે તે જે રીતે તૈયારી કરતી હતી તે બદલાઈ ગઈ.
તેને મહેનત કરી પરંતુ એક ભૂલ કરી અને તે છે ડર.
તે પરીક્ષા પહેલા ખૂબ જ ડરી જાય છે અને રડે છે જે ના લીધે તે પહેલાં દિવસે પેપર માં બધું ભૂલી જાય છે પરંતુ તે પૂરી કોશિશ કરે છે પરંતુ પોતાનું ૧૦૦% આપી શકતી નથી.અને ૮૬%મેળવે છે તે ખૂબ જ દુઃખી થાય છે કેમકે તેની મહેનત પ્રમાણે ઓછા હતા. પરંતુ ડોક્ટર બનવા Neet પાસ કરવી પડે છે.
પરંતુ તેની શાળા માં નીટ ની તૈયારી ન કરાવી તેથી તે પાસ ન કરી શકી.પરંતુ જ્યારે તેને આ પરીક્ષા આપી ત્યારે તેને પ્રથમ વખત અહેસાસ થયો કે તેણે શું કરવું છે પરીક્ષા આપી ને પાછા જતી વખતે તેને પહેલી વખત એવું થાય છે કે મારે ડોક્ટર જ બનવું છે બીજું કંઈ જ નહીં. પરંતુ હવે મોળુ થઈ ગયું હોય છે તે પરીક્ષા આપી ચૂકી હોય છે અને રીઝલ્ટ તેને ખબર જ હોય છે.
તેને સમજાતું નથી કે હવે શું કરવું.પરંતુ બધા રસ્તા ક્યારેય બંધ થતાં નથી.તેની પાસે ત્રણ વિકલ્પ વધે છે 1.ડોકટર બનવા નું હંમેશા માટે ભૂલી જવું.
2.ડોનેશન ભરી ને ડોક્ટર બનવું.
3.ફરીથી નીટ ની પરીક્ષા આપવી
હવે તે કયો રસ્તો પસંદ કરશે એ સસ્પેન્સ છે . આ કહાની અહીં પૂરી થતી નથી. આ જ સ્ટોરી નો સૌથી મોટો ટ્વીસ્ટ છે.
પરંતુ અહીં તેને લાઈફ માં કરેલી કેટલીક ભૂલો છે જે કોઈ પણ માણસ ને પોતાની લાઈફ માં ન કરવી જોઈએ.
જેવી કે,
તમને ખબર હોવી જોઈએ કે તમે શું કરવા માંગો છો.
કોઈ પણ ગોલ વિના માણસ અધૂરો છે
તો તમારો ગોલ નક્કી કરો અને ત્યારબાદ ત્યાં પહોંચ્વા શું કરવું જોઈએ તેની જાણકારી મેળવો.
અને પછી તમારા આ ગોલ ને પુરો કરવા પૂરી કોશિશ કરો.
અને તમારી તૈયારી અને મહેનત પર પૂરો વિશ્વાસ રાખો તે તમને હારવા નહીં દે.આજે નહીં તો કાલે જીત તમારી થશે જ.
હું પણ એક સ્ટુડન્ટ છું અને મેં ધણા બધા એવા લોકો જોયા છે જે છેલ્લે સુધી પૂરી તૈયારી કરે છે પરંતુ કોન્ફીડનસ ના હોવા ના લીધે સારો સ્કોર મેળવવી શકતા નથી અને હું પણ આમાંથી જ એક છું માટે આવી ભૂલ ક્યારેય ન કરતા.
તમે હરણ ને તો જોયું જ હશે તે સિંહ કરતાં પણ વધુ ઝડપથી ભાગી શકે છે છતાં પણ તે સિંહ નો શિકાર બની જાય છે તેનું એક જ કારણ છે confidenceન હોવો.
તે વારંવાર પાછળ વળીને જોવે છે સિંહ નજીક તો નથીને તે મને મારી નાખશે તો....
બસ આ જ successful થવાની રીત છે.
આ કહાની અહીં પૂરી નથી પણ અહીં થી જ નક્કી થશે કે તેનું ભવિષ્ય શું હશે.

બીજા રસપ્રદ વિકલ્પો