ચાંદની - પાર્ટ 35 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 35

માસી પ્લીઝ મને જણાવો અનુરાગ ક્યાં છે?  તમે મારાથી શું છુપાવો છો? તમને મારી કસમ..

પોતાના માથા પર હાથ રખાવતા ચાંદની અનુરાગની માસીને વિનવી રહી.

તેના માસી ચાંદનીને બેસાડતા બોલ્યા, "બેટા, હું  ઈચ્છતી હતી કે તું સચ્ચાઈ જાણ , પણ અનુરાગના મોઢે.પણ હવે હાલાત બરોબર નથી. એટલે મારે જ તેને બધું જણાવવું પડશે.પણ તું મને પ્રોમિસ કર બધું જાણ્યા પછી તું અનુનો સાથ નહી છોડે."

રેણુકાના આવા શબ્દો સાંભળી ચાંદનીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું.

હવે આગળ...

રેણુકાએ ખૂબ ગભરાતા મને અનુરાગ વિશે વાત શરૂ કરી અને આર.કે,તેની મા તેમજ અનુરાગના બાળપણ વિશે બધી હકીકત કહી.અનુરાગની અસલ જિંદગીની કહાની સાંભળતા ચાંદનીના પગ નીચેથી જમીન સરકી ગઈ.તેનું મન અને મગજ જાણે કેટલાય પથરોના ઘા થી કણસતું હોય તેવું લાગ્યું. પોતે જેને અનહદ ચાહે છે તેની જિંદગીનું આ તરડાયેલ પાનું ક્યાંક બધું તહસ નહસ ન કરી નાખે તેવું તેને ચારેકોર ભાસવા લાગ્યું..તેના મગજમાં જાણે અસંખ્ય તમરા એક સાથે ગુંજન કરી રહ્યા હોય તેવું લાગ્યું. ચાંદની ત્યાંથી ઊભા થઈ ઘરે જવા માંગતી હતી પણ ત્યાં જ ફસડાઈ પડી.

સનમ તારી બેવફાઈને હું શું કહુ ?
દિલમાં રાઝ રાખી અનેક છોડી મુજને ..
તુજ કહે હું આ બધું કેમ સહુ..?

***********

અનુરાગ તક્ષવીની મનની વાત સાંભળી શોકડ થઈ ગયો. શું કહેવું ?શું કરવું? તે કંઈ તેને સમજાતું ના હતું. તે  તક્ષવીના સ્વભાવથી થોડો ઘણો પરિચિત હતો.નાનપણથી અમીર બાપની એકની એક પુત્રી હોવાથી ખૂબ લાડકી હતી.તેના પપ્પા તેના પડ્યા બોલ જીલતા હતા.તક્ષવીની જીદ સાચી હોય કે ખોટી તેની પરવાહ કર્યા વગર તેના પપ્પા તે પૂરી કરતા અને એટલે જ તે વધુ પડતી જિદ્દી અને સ્વતંત્ર મિજાજની થઈ ગઈ હતી.તે એક વાર ધારે તે કોઈ પણ કિંમતે મેળવીને જ જંપે એવો તેનો સ્વભાવ હતો.આ બધી આદતો તક્ષવીમાં નાનપણથી હતી. જેનાથી અનુરાગ વાકેફ હતો.અને એટલે જ તે હંમેશ તક્ષવીથી દુર રહેવાનું પસંદ કરતો.

પણ આજે આટલા વર્ષો પછી પણ તક્ષવી તેવી જ છે કે બદલાઈ તે અનુરાગ પુરે પુરૂ જાણતો ન હતો.અને એટલે જ અનુરાગ ઉતાવળમાં કંઈ રીએક્ટ કરીને તક્ષવી સામે કમજોર પડવા નહોતો માંગતો.તે આસપાસ અચાનક રચાયેલ ચક્રવ્યૂહમાં ફસડાઈ પડ્યો હોય તેવું અનુભવતો હોય તેવું લાગ્યું.તક્ષવીને સંભાળવી કે આર.કે. ને?

આખરે અનુરાગે હમણાં ચાંદની વિશે કશું ન કહેતા ચૂપ રહેવાનું યોગ્ય સમજ્યું. તક્ષવી પણ અનુરાગ પોતાની સાથે છે એ વાતથી જ એટલી ખુશ હતી કે તે બીજું કશું વિચારવા નહોતી માંગતી.

બે દિવસમાં અનુરાગે આખા ફાર્મ હાઉસ અને ત્યાંના  ગાર્ડ તેમની સુરક્ષા બધું જ જોઈ લીધું. અનુરાગ જાણે કશું ન થયું હોય તેમ બે દિવસ ત્યાં ખૂબ હળવાશથી રહ્યો. તક્ષવી અને આર.કે. તો જાણે જંગ જીતી ગયા હોય તેવી ખુશીમાં રાચી રહ્યા હતા.

આખરે તે દિવસ આવી પહોંચ્યો જેની આર.કે.અને જે. ડી.બંને રાહ જોઈ રહ્યા હતા.આજે અનુરગનો બર્થડે હતો. સાંજે ફાર્મ હાઉસમાં તેની ખુશીમાં શાનદાર પાર્ટી રાખી હતી. જેમાં આર.કે ના તમામ દોસ્ત અને બીજા દિગ્ગજ નેતાઓ અને તેના અન્ય ખાસ માણસો આવવાના હતા.
પાર્ટીનું સમગ્ર સંચાલન બહારની એક પાર્ટી ઓર્ગેનાઈઝ કંપનીને સોંપવામાં આવ્યું હતું.જે, જે. ડી.ની જાણીતી હતી.

સવાર પડતાં જ આર.કે.અનુરાગ પાસે આવ્યો અને બોલ્યા,

"હેલ્લો માય બોય,જન્મ દિવસની શુભકામનાઓ.આજનો દિવસ તારી જિંદગીનો સૌથી હસીન અને ખૂબસૂરત દિન છે. તું આ દિવસને કદી નહિ ભૂલી શકે! માનીલે આજથી તારી જિંદગીની નવી શરૂઆત થશે."

તે એક મોટો ફૂલોનો ગુલદસ્તો અને એક નવી મર્સિડીઝની ચાવી ભેટમાં આપતા હતા ત્યારે અનુરાગ તેના કરચલીથી ભરેલ ચહેરા પર ઉગ્રતાના બદલે સ્મિતની લકીર જોઈ રહ્યો.

અનુરાગે ઊભા થઈ આસપાસ નજર નાખી તો આખા રૂમમાં મોટા મોટા ફૂલોના ગુલદસ્તા અને બર્થડે કાર્ડ, અને ગીફ્ટથી રૂમ ખીચોખીચ ભરેલો હતો.
અનુરાગ વિસ્મયતા ભરી નજરે આર.કે.ને બોલ્યો,"આ બધું તમે કર્યું? આટલા બધા ફૂલો અને  કાર્ડ !"

આર.કે.તેના જવાબમાં મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા હતા.ત્યાં જ તેની પાછળથી અચાનક આવતાં તક્ષવી બોલી, "કોણે આપ્યું તે છોડ. તને આ બધું ડેકોરેશન કેવું લાગ્યું? ગમ્યું કે નહિ? "

ત્યાં જ આર.કે.બોલ્યા,"આ બધું તક્ષવી એ કર્યું તારા માટે!" આટલું બોલી તે બંનેને એકલા છોડી ત્યાંથી જતા રહ્યા અને જતા જતા બોલ્યા, "અનુ ,આતો કંઈ નથી સાંજની પાર્ટી તો તું જો. સાંજે મળીએ તું રેડી રહેજે . સાંજના પાર્ટીના કપડાં હમણાં તને મળી જશે."

આર.કે.ના ગયા પછી તક્ષવી અનુરાગ પાસે આવી બોલી, "અનુ ,હેપી બર્થ ડે..તુમ જીઓ હજારો સાલ માય લવ." આટલું બોલી અનુરાગને ભેટી પડી.

અનુરાગે તેને હળવેથી પોતાનાથી દુર કરી અને થોડું મુસ્કુરાત બોલ્યો, "થેંક યું. તક્ષવી. આ બધું કરવાની શું જરૂર હતી? મને આવી જાહોજલાલીની આદત નથી. અને જોને મને ખુશ કરવા તે બિચારા કેટલા ફૂલોને તેની ડાળીથી અલગ કરી દીધા.એની વે હું ફ્રેશ થઈ જાવ પછી તને મળું."

અનુરાગની વાત મજાકમાં લઈ તક્ષવી હસતા ચહેરે ત્યાંથી બહાર નીકળી.અનુરાગ વિચારતો હતો આજે કોઈ પણ સંજોગોમાં ચાંદની સાથે વાત કરવી છે.

તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને ખિસ્સામાં પહેલેથી રાખેલ એક નવું સીમકાર્ડ કાઢી તેમાં નાખ્યું.અને ચાંદનીને ફોન કરવા જતો હતો, ત્યાં તેને બહારથી કોઈના કદમોની  આહટ સંભળાઈ.

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"

કોણ છે એ જે પળ પળ અનુરાગ પર નજર રાખે છે?
અનુરાગની બર્થડે પાર્ટીમાં થાશે કોઈ મોટો ધમાકો?
શું અનુરાગ ચાંદની સાથે વાત કરી શકશે?


રેટ કરો અને રિવ્યુ આપો

Yogesh Raval

Yogesh Raval 2 દિવસ પહેલા

narendra

narendra 5 દિવસ પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા

Reena

Reena 3 માસ પહેલા