ચાંદની - પાર્ટ 34 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 34

પ્રથમ નજરે જોતા કોઈ પણ પાગલ થઈ જાય તેવું કાતીલ તેનું રૂપ હતું. અનુરાગ તો તેને જોતો જ રહી ગયો.અનુરાગની તંદ્રા તોડતા તે રૂપ સુંદરી બોલી, "હેય, અનું મને ઓળખી કે નહિ? હું તક્ષવી."

તેનું નામ સાંભળતા ,તેના રૂપથી અંજાયેલ અનુરાગનું દિલ એક ધડકન ચૂકી ગયું.

હવે આગળ....

"અનુ ,તું તો દસ વર્ષમાં તારા દરેક જૂના સબંધોને ભૂલી ગયો.મને હતું કે તું પૂરી દુનિયાને ભૂલીશ પણ મને નહિ.પણ મારો ભ્રમ ખોટો પડ્યો.આજ સુધી હું જે વાતને હકીકત માની દિલને સહેલાવતી હતી ,તે વાત આજે સાવ પોકળ સાબિત થઈ. અનુ તું મને ભૂલી ગયો હોઈશ પણ હું તો એક પલ પણ તને નથી ભૂલી.આજે જે તસ્વીરની સામે જોઈ તું લાગણીશીલ થાય છે ,તે હું સમજી શકું છું. કેમ કે બે વર્ષ પહેલા જ મે પણ મારી માને એક કાર એક્સિડન્ટમા ખોઈ છે.તે સદાયને માટે મને એકલી મૂકી અનંત યાત્રાએ ચાલી નીકળી."

"અનુ, તું અને હું એક જ કિનારાને ઝંખતા અલગ અલગ નાવના ખલાસી છીએ. બસ જરૂર છે કિનારાને પામવા  સાચા હમસફરની!"

તક્ષવી અનુરાગની આંખોમાં આંખો પરોવી એક શ્વાસે બધું બોલી ગઈ.અનુરાગ તો આભા બની બસ તેને જોતો રહ્યો.તેનું નામ અને તેની વાતો સાંભળતા તેના માનસ પટ પર વર્ષો પહેલાનો સમય તરવરી ઉઠ્યો.

તક્ષવી આર.કે.ના ખાસ મિત્ર જે. ડી.ની એક માત્ર પુત્રી હતી.જે. ડી પોતાના પરિવાર સાથે ઘણી વાર આ.કે.ના ઘરે આવતો.ત્યારે અનુરાગ અને તક્ષવી સાથે રમતા. બંનેની ઉંમર પણ સરખી જ . અનુરાગને તક્ષવી સાથે ઓછું ગમતું પણ તક્ષવી હંમેશ અનુરાગની આગળ - પાછળ ફરતી. જ્યારે પણ તક્ષવી આવતી ત્યારે બે- ત્રણ દિવસ ત્યાં જ રહેતી. પણ અનુરાગ પોતાના શરમાળ અને અંતર્મુખી  સ્વભાવના કારણે તે શક્ય હોય તેટલો તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરતો.
પછી તો પોતે માસીના ઘરે જતો રહ્યો અને તક્ષવી બહાર હોસ્ટેલમાં ભણવા જતી રહી એટલે બંને આજે દસ વર્ષ પછી મળી રહ્યા હતા.

અનુરાગ ભૂતકાળની વાતોને યાદ કરવા મથતો હતો ત્યાં જ જે. ડી એ આવીને અનુરાગના પીઠ થાબડતા બોલ્યા, "બેટા, મને તો ઓળખે છે ને?"

અનુરાગ વીતેલ પળોની વણઝારમાંથી બહાર નીકળ્યો અને બોલ્યો,

"હા અંકલ, તમને તો હું ઓળખું જ ને ! અને રહી વાત  તક્ષવીની તો આટલા વર્ષમાં તે ઘણી બદલાઈ ગઈ ! વિચારોમાં અને પહેરવેશમાં ! અનુરાગે જરા કટાક્ષ કરતી નજરે જવાબ આપ્યો.

"અરે ! અનુ તને ખબર છે? તક્ષવી છેલ્લા પાંચ વર્ષથી યુ.એસ.હતી.વકીલાતનું છેલ્લું વર્ષ પુરું કરી તે બે દિવસ પહેલા જ ઇન્ડિયા આવી છે. આજે તે ખૂબ મોટા વકીલની પદવી મેળવી ચૂકી છે.હવે તે અહી રહી ને જ કામ કરવા માંગે છે.તે આવી ત્યારથી બસ તારા નામની જ માળા જપતી હતી.અને એટલે જ મે તને તાત્કાલિક અહીંયા બોલાવ્યો."આર.કે. એ અનુરાગની પાસે જઈ કહ્યું.

"તારા દરેક સવાલનો જવાબ તક્ષવી છે. અનુ બે દિવસ પછી તારો જન્મ દિવસ છે. બેટા ,:એક ખૂબ મોટી પાર્ટીનું આયોજન કર્યું છે.વર્ષોથી હું જે દિવસની રાહ જોતો હતો તે  દિવસ આવી રહ્યો છે.હું પૂરી દુનિયાને મારા પુત્ર એટલે કે તને મળાવવા માંગુ છું. મારા વિરોધી,અને મારા લોકોને બતાવવા માંગુ છું કે મારી તાકાત હવે બમણી થઈ ગઈ છે.મારો અનુરાગ હવે મારી પાસે છે.આ વિશાળ સામ્રાજ્ય અને કરોડોની મિલકતનો એક માત્ર વારીસ કોણ છે તે બધાને  જણાવવા ચાહું છું.આ પાર્ટીમાં શહેરના દરેક મોટા બિઝનેસમેન અને નેતાઓ હશે.એટલી ભવ્ય પાર્ટી હશે કે તું કલ્પના પણ ન કરી શકે.અને તને તારા જન્મ દિન પર એક બીજી ખૂબ મોટી સરપ્રાઈઝ તને હું આપવાનો છું. આર.કે. એ અનુરાગને ખુશ થતા કહ્યું.

આર.કે.ની વાત સાંભળી અનુરાગ તો શોક થઈ ગયો.આ બધું શું થઈ રહ્યું છે તે કંઈ સમજી શકતો ન હતો.પોતાના બાપને કેમ ઓળખવો તે તેના માટે એક મોટો પ્રશ્ન બની ગયો હતો.તે ખૂબ અકળાઈ ગયો.તે કઈક કહેવા જતો હતો ત્યાં આર.કે. ફરી બોલ્યા,

"અનુ ,બે દિવસ તક્ષવી અહી જ રહેશે.જેથી તું બોર ન થા .અને એમ પણ મારે જે. ડી.ની જરૂર છે.મારે એક અગત્યની મીટીંગ માં જવું છે હું તને સાંજે ફરી મળું ત્યાં સુધી તું આરામ કર અને અહી આસપાસ ફર.મારા બે માણસો તારી આસપાસ જ રહેશે.કેમ કે હું કોઈ રિસ્ક લેવા નથી માંગતો."

અનુરાગ કઈ  જવાબ આપે  તે પહેલાં આર કે.અને જે. ડી. જતા રહ્યા.અનુરાગ ગુસ્સાથી સમસમી ઉઠ્યો પણ અત્યારે કાઇ કરવું વ્યર્થ સમજી પોતાના આવેગ પોતાનામાં જ સમાવી દીધા.

આર.કે.ના એક માણસે અનુરાગ અને તક્ષવીને પોતપોતાનો રૂમ બતાવ્યો. તક્ષવી અનુરાગના મૂડને પારખી ગઈ.તે બોલી,

"અનુરાગ ,નાનપણમાં હંમેશ તું મારાથી દૂર રહેવાનો પ્રયાસ કરતો.અને હું હંમેશ તારી મિત્ર બનવા ઝંખતી ! શું હજુ પણ તું મને તારી દોસ્ત નથી માનતો?  શું મારો સ્વભાવ એટલો બધો ખરાબ છે ?  તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા.

તક્ષવીની આંખો છલકાયેલ જોઈ અનુરાગ થોડો શાંત બન્યો.તે બોલ્યો,  તક્ષવી તું ખોટું વિચારે છે, તું જાણે છે નાનપણથી હું અંતર્મુખી છું.મને ખાસ કોઈ સાથે વાત કરવી નથી ગમતી બસ.બાકી તારા માટે એવું કશું નથી.

અનુરાગની વાત સાંભળતા તક્ષવી હરખાઈ ઉઠી.તે અનુરાગને ગળે મળતા બોલી, "અનુ તું નથી જાણતો તને જોઈ હું કેટલી ખુશ થઈ છું.જાણે મને મારી જિંદગી મળી!  હું તને નાનપણથી અનહદ ચાહું છું. આટલો સમય તારાથી દુર રહી પણ તને એક પળ માટે પણ ભૂલી નથી શકી.આટલા વર્ષો મે તારા વગર કેમ કાઢ્યા તે મારું મન જ જાણે છે."

*************

ચાંદની અનુરાગને સતત ફોન કરે છે પણ તેનો ફોન સતત બંધ આવે છે તે ખૂબ અકળાતી અંજલિના ઘરે આવે છે અને કરગરતા સ્વરે  તેના માસી પાસે આવી બોલી,

માસી  પ્લીઝ મને જણાવો અનુરાગ ક્યાં છે?  તમે મારાથી શું છુપાવો છો? તમને મારી કસમ..

પોતાના માથા પર હાથ રખાવતા ચાંદની અનુરાગની માસીને વિનવી રહી.

તેના માસી ચાંદનીને બેસાડતા બોલ્યા, "બેટા, હું  ઈચ્છતી હતી કે તું સચ્ચાઈ જાણ , પણ અનુરાગના મોઢે.પણ હવે હાલાત બરોબર નથી. એટલે મારે જ તેને બધું જણાવવું પડશે.પણ તું મને પ્રોમિસ કર બધું  જાણ્યા પછી તું અનુનો સાથ નહી છોડે."

રેણુકાના આવા શબ્દો સાંભળી  ચાંદનીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું.

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"
27/4/2021

શું સરપ્રાઈઝ છે અનુરાગ માટે?
આર.કે. આખરે શું કરવા  માંગે છે ?
અનુરાગ પોતાના સમાચાર ચાંદની સુધી કેમ પહોંચાડશે?
હકીકત જાણ્યા પછી ચાંદની શું કરશે?

જાણવા માટે વાંચતા રહો ચાંદની...


રેટ કરો અને રિવ્યુ આપો

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા

Nikita

Nikita 3 માસ પહેલા

Kinnari

Kinnari 3 માસ પહેલા

Neepa

Neepa 3 માસ પહેલા