ચાંદની - પાર્ટ 33 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 33

"આજે અચાનક તમને તમારો દીકરો કેમ યાદ આવી ગયો? અને આટલા દિવસોથી મારી પાછળ તમારા માણસો કેમ ગોઠવ્યા હતા? શા માટે મને આજે અહી બોલાવ્યો? આટલા વર્ષમાં ક્યારેય બાપ તરીકે ની કોઈ ફર્ઝ નથી નિભાવી તો આજે આ હક કેમ?"


અનુરાગ ક્રોધની જ્વાળામાં તપતો તેના બાપને લલકારી રહ્યો હતો.


હવે આગળ.....


અનુરાગના એકસાથે આટલા બધા પ્રશ્નો સાંભળી આર.કે. મંદ મંદ મુસ્કુરાતો તેની પાસે આવ્યો. આસપાસ રહેલ દરેક સુરક્ષા ગાર્ડને ઈશારાથી બહાર જવા કીધું.


અને અનુરાગના ગાલ પર હાથ રાખતા બોલ્યા, "અરે! મારા દીકરા થોડી ધીરજ ધર ,આટલા લાંબા સમયે પોતાના બાપને મળ્યો છે, મને ગળે નહિ મળે?"


આટલું બોલી અનુરાગને ભેટી પડ્યા. પણ અનુરાગ તેમ જ મૂર્તિ માફક ઉભો રહ્યો. તેના દિલમાં કોઈ ઉમળકો જાગ્યો નહિ.


એકાદ પળ બાદ આર.કે. અનુરાગને હાથ પકડી દોરવતા બોલ્યા, "તારા બધા પ્રશ્નોનો જવાબ અહી છે."


તેની સાથે દોરવાતો અનુરાગ વિસ્મયતા ભરી નજરે  આર.કે ને જોઈ રહ્યો. આર .કે. અનુરાગને પોતે ઊભા હતા તે હોલથી બહાર થોડે દૂર આવેલ આલીશાન ફાર્મ હાઉસમાં લઈ ગયા.


ફાર્મ હાઉસમાં દાખલ થતાં જ અનુરાગ અવાચક રહી ગયો. કેમ કે આખા ફાર્મ હાઉસને દુનિયાની અધતન  ટેકનોલોજી અને ફર્નિચરથી સજાવવામાં આવ્યું હતું.


​ફાર્મ હાઉસની આસપાસ સુંદર ખેતર લહેરાતા હતા. શહેરથી ઘણું દૂર એવું આ ફાર્મ હાઉસ ખૂબ જ આલીશાન લાગતું હતું. બે માળના આ ફાર્મ હાઉસમાં પાંચ બેડ રૂમ, હોલ કિચન ત્રણ સર્વન્ટ ક્વાર્ટર, ખૂબ સુંદર અને વિશાળ ગાર્ડન. એક મોટો સ્વિમિંગ પુલ,


અનુરાગ બધુ જોતાં જોતાં આગળ વધી રહ્યો હતો. થોડે આગળ જતાં,  ડાબી બાજુએ એક અત્યંત સુંદર રાચર ચિલાની સજાવટની વચ્ચે,  દીવાલ પર લાગેલ એક વિશાળ ફ્રેમ પર અનુરાગની નજર પડી. જેમાં તેની માતાનો સુંદર અને વિશાળ ફોટો જોઈ અનુરાગ અત્યંત ભાવુક બનીને ત્યાં જ ઊભો રહી ગયો. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

અનુરાગની આંખો સામે તેનું બાળપણ તરવરવા લાગ્યું.
પોતાની મા સાથેની ધૂંધળી યાદો હવે સાફ દેખાવા લાગી.
જાણે તસ્વીર બોલી ઉઠી, 'અનુ બેટા તું આવી ગયો? શા માટે આવ્યો?'

અનુરાગ વિચારતો હતો કે આટલા વર્ષો બાદ તેનું અહીં આવી રીતે આગમન જરૂર કોઈ વિશેષ કારણ છે. પણ શું? મા તું મને સાચો રસ્તો બતાવજે.

કેટલીય વાર સુધી તે એમ જ ઊભા ઊભા પોતાની મા ના ફોટોને નીરખી રહ્યો. આર.કે. કઈ બોલવા જતો હતો ત્યાં જ કોઈક પાછળથી આવીને આર.કે.ને ઈશારો કરી ત્યાંથી થોડા દૂર હટવાનું કહ્યું અને પોતે અનુરાગની અડોઅડ આવીને તેના ખભા પર હાથ રાખતા કહ્યું, "અનુરાગ હું તારા દુઃખ,દર્દને સમજી શકું છું.  હું તારી સાથે જ છું .પ્લીઝ તું ખુદને સંભાળ તારી આ હાલત મારાથી નથી જોવાતી."

એક ખૂબ સુંદર પણ અપરિચિત અવાજ સંભળાતા અનુરાગ ચમક્યો. તેણે બાજુમાં નજર કરી તો લગભગ સાડા પાંચ ફૂટ ઊંચી,અત્યંત અને આકર્ષક રૂપસુંદરી બ્લુ જીન્સ અને ડાર્ક રેડ કટ શોલ્ડર ટોપમાં સજજ થઈ ઉભી હતી.

તેના ટૂંકા પણ લહેરાતા સોનેરી વાળ તેના રૂપની માફક ચમકી રહ્યા હતા. હળવા મેકઅપ અને રેડ કલરની લિપસ્ટિક તેના રૂપને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. તેની ભૂરી આંખોમાં આંજેલ કાજલ કોઈને પણ ઘાયલ કરી દે તેવું હતું. તેના ગાલોમાં પડતું ખંજન તેના મખમલી ગાલને વધુ નિખારી રહ્યું હતું.

પ્રથમ નજરે જોતા કોઈ પણ પાગલ થઈ જાય તેવું કાતીલ તેનું રૂપ હતું. અનુરાગ તો તેને જોતો જ રહી ગયો.અનુરાગની તંદ્રા તોડતા તે રૂપ સુંદરી બોલી, "હેય, અનું મને ઓળખી કે નહિ? હું તક્ષવી."

તેનું નામ સાંભળતા ,તેના રૂપથી અંજાયેલ અનુરાગનું દિલ એક ધડકન ચૂકી ગયું.

સમયના અભાવે ભાગ થોડો નાનો લખાયો તે માટે વ્હાલા વાચકો દર ગુજર કરશો.🙏

ક્રમશઃ
Bhumi Joshi  "સ્પંદન"
કોણ છે તક્ષવી ? અનુરાગને તે કેવી રીતે ઓળખે છે?
આર.કે. શું ઈચ્છે છે અનુરાગ પાસેથી?
શું તક્ષવીનું આગમન ચાંદનીની જિંદગીમાં કોઈ ભૂકંપ લાવશે?
જાણવા માટે વાંચતા રહો.


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 5 દિવસ પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા

Nikita

Nikita 3 માસ પહેલા

Neepa

Neepa 3 માસ પહેલા