ચાંદની - પાર્ટ 32 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 32

આગળ જોયું કે..

આર.કે ધીમા પગલે અનુરાગ તરફ આવી રહ્યો હતો. તે જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ અનુરાગની આંખોમાંથી અગન જવાળા વરસવા લાગી.ભયંકર ગુસ્સામાં અનુરાગે બાજુમાં ઊભેલા ગાર્ડના કમર પરથી એક પિસ્તોલ ખેંચી આર. કે. ને મારવા આગળ ધરી...

હવે આગળ..

અનુરાગને  આર કે.સામે  પિસ્તોલ રાખેલી જોઈ ગણતરીની પળોમાં આ.કે.ના માણસો મોટી રિવોલ્વર લઈ અનુરાગને ઘેરી વળ્યા. એ દરેકના નિશાના પર અનુરાગ હતો.

પણ તરત જ આર.કે. એ દરેકને ઈશારાથી ત્યાંથી દૂર હટવાનું કહ્યું.અને પોતે અટ્ટહાસ્ય કરતા બોલ્યા,

"વેલકમ ! માય સન, વેલકામ! લાગે છે દસ વર્ષના સમય ગાળામાં તું ભૂલી ગયો લાગે છે કે,આર.કે.તારો બાપ છે.અને તું મારો એક માત્ર પુત્ર અનુરાગ રણજીત કોઠારી."

અનુરાગે પોતાની પિસ્તોલ  નીચે રાખી દેતા બોલ્યો,

"આ વાતે તું હું રોજ મરી મરીને જીવું છું.અને ખુદને રોજ કોસુ છું. જુલ્મની દુનિયાને પોતાની ખોટી શાન માની  ગરીબોના નેતાના નામે તેનું જ શોષણ કરનાર એક જાલીમ માણસ મારો બાપ છે.અને મારી માતાનો કાતિલ !"

એક મોટી ત્રાડ નાખતા આર.કે.બોલ્યો,
"અનુરાગ, તું મારો પુત્ર ન હોત તો અત્યારે તારું મસ્તક જમીન પર હોત.મે તને કેટલી વાર કીધું કે હું તારી માનો કાતિલ નથી.તે દિવસે જે થયું તે માત્ર એક  હાદસો હતો."

"તું ત્યારે સાવ નાનો હતો એટલે તને કશી જ ખબર નથી."

અનુરાગ ક્રોધની જ્વાળામાં સળગતા બોલ્યો,
"એ વાતનુ જ દુઃખ છે કે હું સાવ નાનો હતો.એટલે જ મારી માંને બચાવી ન શક્યો. અને તમને..."

"પણ મારી નજરમાં દરેક દૃશ્યો આજે પણ તરવરે છે.
એ દિવસે થયેલી વાતો નહોતી સમજાઈ પણ મારા માનસપટ પર તેના ચિત્રો જરૂર અંકિત હતા અને એટલે  જ માસીને મારા સોગંધ આપીને મે બધું પૂછ્યું હતું.અને તમે હજી એ જ ભ્રમમાં છો કે મને કશું ખબર નથી.પણ સાંભળો હવે મારી માતાના આંસુઓની દાસ્તાન જે મારા તન મનમાં   સળગી રહી છે.અને એટલે જ હું તમને અનહદ નફરત કરું છું."

મારી મા ને તમે તમારી  પાપ નગરીની વાતથી અજાણ રાખી તેની સાથે  લગ્ન કર્યા .ધીમે ધીમે જ્યારે તેમને તમારા કાળા કર્મોની ખબર પડવા લાગી એટલે તમે તેને  નત નવી જૂઠી કહાની સંભળાવી તેને મનાવી લેતાં. અને મારી ભોળી,ગભરુ માં તમારા સકંજામાં સપડાઈ ગઈ.તે ક્યાં જાણતી હતી કે જે વિશ્વાસની દોરના સહારે તેણે તમારો હાથ પકડ્યો છે તે દોર તો સાવ કાચી હતી ! અને એક ઝાટકે એવી તો તૂટવાની હતી કે તેનું સર્વસ્વ  લૂંટાઈ જશે !

" ખરેખર જે દિવસે એ ડોર તૂટી ત્યારે તે એ આઘાતને જીરવી ન શકી અને હંમેશ માટે તમારી પાપની દુનિયા છોડી ચાલી ગઈ. એ દિવસે એણે નજરો નજર તમારા કાળા કામો એટલે કે ગેરકાનૂની હથિયારો અને તમારી ગુંડા ગર્દી જોઈ. પિસ્તોલની અણીએ તમે નેતાગીરી કરતા.અને બસ એજ દિવસ એમના જીવનનો આખરી દિવસ બની ગયો.તેનું કુમળું હદય આ આઘાત જીરવી ન શક્યું ,અને તેના ધબકારા હંમેશ માટે બંધ પડી ગયા.આજે પણ જાણે મારા કાનોમાં તેની કારમી ચીસ અને વેદના  ગુંજે છે."

એક સ્ત્રી પોતાનું બધું છોડી એક વિશ્વાસના સહારે પોતાના પતિનો હાથ છોડી ચાલી નીકળે છે.પોતાના સપના, અરમાનો ,ખુશીઓ બધું જ પોતાના પતિને સમર્પિત કરી દે છે.કોઈ પણ જાતના ઇનકાર વગર ..અને જ્યારે એ વિશ્વાસ તૂટે ત્યારે તે વાત તે સહન નથી કરી શકતી.તેને પોતાનું જ અસ્તિત્વ ખાવા દોડતું હોય તેવું ભાસે છે.

"આ બધું તમારા લીધે થયું અને તમે કહો છો કે તે તમારા લીધે નથી મરી ! ક્યાં સુધી આમ પોતાની જાત અને મને છેતરતા રહેશો? મારી મા ના તમે જ  કાતિલ છો.અને તમને જો મારી મા ના મર્યાનો  જરા પણ અફસોસ હોત તો તમે આ તમારી પાપની દુનિયા સંકેલી લીધી હોત .અને મારી સાથે એક નવી જિંદગીની શરૂઆત કરી ,મને માં - બાપ બન્નેનો પ્રેમ આપી પ્રાયશ્ચિત કર્યું હોત!"

"મરતા મરતા તે મારો હાથ માસીને સોંપતી ગઈ.  અને તમે તેની પાસેથી મને છીનવી આયા ના ભરોસે રાખી  મોટો કરવા માંગતા હતા અને હું મોટો થઈ તમારો વારસો સાંભળું .પણ મારી માની આખરી ઈચ્છાએ તમે  તેમ કરી ન  શક્યા .બસ પછી તો તમે  તમારા સામ્રાજ્યને ફેલાવવામાં વ્યસ્ત બની ગયા.ક્યારેય દરકાર પણ ન કરી કે હું કેમ છું ! "

"આજે અચાનક તમને તમારો દીકરો કેમ યાદ આવી ગયો? અને આટલા દિવસોથી મારી પાછળ તમારા માણસો કેમ ગોઠવ્યા હતા? શા માટે મને આજે અહી બોલાવ્યો? આટલા વર્ષમાં ક્યારેય બાપ તરીકે ની કોઈ ફર્ઝ નથી નિભાવ્યો તો આજે આ હક કેમ?"

અનુરાગ ક્રોધની જ્વાળામાં તપતો તેના બાપને લલકારી રહ્યો હતો.

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"
શું અનુરાગ પોતાના પિતાનો સામનો કરી શકશે?

શું ચાંદની જાણી શકશે અનુરાગનો ખરડાયેલ ભૂતકાળ?

શું અનુરાગ અને ચાંદની ફરી મળી શકશે?

જાણવા માટે વાંચતા રહો..



રેટ કરો અને રિવ્યુ આપો

Yogesh Raval

Yogesh Raval 2 દિવસ પહેલા

narendra

narendra 5 દિવસ પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Reena

Reena 3 માસ પહેલા

Nikita

Nikita 3 માસ પહેલા