ચાંદની - પાર્ટ 30 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 30

"અનુરાગ, હકીકત એ હકીકત હોય છે. ખરાબ કે સારી ..અને જેનાથી તું ભાગે છે , એ હરદમ તારો પીછો કરે છે. એ વાત તું પણ સારી રીતે જાણે છે .અને અચાનક એ કોઈ દિવસ તારી અને ચાંદની સમક્ષ આવી જશે ત્યારે..?"

આટલું સાંભળતા જ અનુરાગ થરથર કાંપવા લાગ્યો..

હવે આગળ..

અનુરાગને  આવી હાલતમાં જોતા જ રેણુકા બહેન તરતજ ઉભા થઈ તેને સાંત્વના આપે છે. તેને પોતાની પાસે બેસાડી પાણી પિવરાવે છે.

અનુરાગ પોતાના માસીના ખોળામાં માથું રાખી દે છે. માસીની ગોદમાં , માં જેટલી જ  હુંફ  અને સ્નેહ મેળવી સ્વસ્થ થાય છે. એવામાં બહારથી અંજલી દોડતી હાંફળી-ફાંફળી થતી આવે છે. અને બોલી," ભાઈ , કોઈ બે પડછંદ માણસો પોતાની ગાડી લઈને તમને લેવા આવ્યા છે .અને આ ચિઠ્ઠી મમ્મીને આપવા કહ્યું છે".અંજલિએ પોતાના હાથમાં રહેલી ચિઠ્ઠી રેણુકા બહેન ને આપી.

રેણુકા બહેને ધ્રુજતા હાથે ચિઠ્ઠી ખોલી, જે આ મુજબ હતી

રેણુકા,
મેં મારા માણસોને અનુરાગને લેવા મોકલ્યા છે. તે ઘણા વર્ષોથી તારી સાથે રહે છે અને તારી સાથે રહી તે મને ભૂલી ગયો છે. પણ હું તેને કેમ ભૂલી શકું? તારી સાથે બીજી ઘણી વાતો કરવાની છે પણ પછી. અત્યારે તું અનુરાગને સમજાવ અને મારા માણસો સાથે અત્યારે જ મારી પાસે મોકલ. મને ખબર છે કે તે સરળતાથી આવવાની હા નહીં કહે એટલે જ મેં તને આ ચીઠ્ઠી મોકલી છે. બાકી મારા હુકમનો અનાદર થાય તો પરિણામ તો તું જાણે જ છે છે. વધારે કહેવાની જરૂર નથી.

રેણુકાબહેન અને અનુરાગ ચિઠ્ઠી વાંચી સમજી ગયા કે હવે તેણે જવું જ પડશે. અન્ય  કોઈ રસ્તો તેમની પાસે ન હતો.
પોતાના લીધે પોતાની માસી અને અંજલિને કંઈ તકલીફ થવી ન જોઈએ તેમ વિચારી તે બોલ્યો,

"માસી , તમે ચિંતા ન કરો. હું જરૂર જઈશ એમ પણ હવે હું બાળક નથી. એક દિવસ મારે આ હકીકતનો સામનો કરવાનો જ છે તો આજે શા માટે નહીં? એમ પણ હું ચાંદનીને અંધારામાં રાખી મારા સપનાનો મહેલ કદી નહીં શણગારું. ચાંદની ખૂબ માસુમ છે અને હું તેને અનહદ ચાહું છું અને કોઈપણ હિસાબે હું તેને ખોવા નથી માંગતો તમે ચિંતા ના કરો. હું જાવ છું અને જલ્દી સારા સમાચાર લઈ પાછો આવીશ.

જતાં પહેલા ચાંદનીને મળવાની ઈચ્છા હતી પણ અત્યારે હાલાત બરોબર નથી. અત્યારે જઇશ તો ચાંદનીનો જીવ જોખમમાં આવી જાય એવું  હું કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતો નથી.

અનુરાગે જતા પહેલા ચાંદનીને એક  ટેક્સ્ટ મેસેજ ટાઈપ કર્યો.

મારી વહાલી ચાંદની, હું થોડા દિવસ માટે એક અગત્યના કામથી બહાર જાવ છું. મારો ફોન બંધ રહેશે જ્યાં સુધી હું ન આવે ત્યાં સુધી આપણો અન્ય કોઈ કોન્ટેક થશે નહીં. તને રુબરુ મળવાની ઇચ્છા હશે પણ અત્યારે શક્ય ન હોવાથી મેસેજ કર્યો છે. મને વિશ્વાસ છે કે તું મને સમજી શકીશ. હું  જલદી પરત આવીશ અને તને મારી દુલ્હન બનાવી જીવનભર માટે મારી બનાવી સાથે લઈ જઈશ. તું તારું અને તારા પરિવારનું ધ્યાન રાખજે.

આટલો મેસેજ મોકલી અનુરાગે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો અને ફોન પોતાના પોકેટમાં મૂકી દીધો. એ જાણતો હતો કે એ જ્યાં જઈ રહ્યો છે ત્યાં ફોન સ્વીચ ઓફ કરવો જરૂરી હતો. તે પોતાની માસી અંજલિને મળી ઘરની બહાર નીકળ્યો.

રેણુકા બહેન અને અંજલિ અનુરાગને જતા જોઈ રહ્યા. રેણુકા બહેન નું ચાલતું તો તે ફરી અનુરાગને એકલો ન જવા દેતા પણ તે મજબુર હતા. તેની આંખો સામે પોતાની સ્વર્ગસ્થ બહેન અને અનુરાગ ની માતા આશા નો ચહેરો તરવરવા લાગ્યો. જયારે આશાએ પોતાનો છેલ્લો શ્વાસ લીધો ત્યારે એણે ત્રણ વર્ષના અનુરાગને પોતાના હાથમાં સોંપ્યો હતો અને માંડ માંડ બોલી શક્યા હતા

" રેણુ, મારા અનુને આજે તને સોંપું છું. તેને તારાથી કદી અલગ ન કરતી. તેને હંમેશ મારા હિસ્સાનો પ્રેમ આપજે. અને તેનું ધ્યાન રાખજે."

અનુરાગને જવા તો દીધો પણ રેણુકા બહેન નું મન ખૂબ વિચલિત થઈ રહ્યું હતું. તેણે અંજલિને આ વિશે કશું જ ચાંદની ન જણાવવા કહ્યું. અંજલી પોતાની માતાની વાત સમજી ગઈ.

બંને મા-દીકરી અનુરાગ ની વાતો કરતા હતા ત્યાં ચાંદની આવી અને બોલી, માસી અનુરાગ ક્યાં? ગઈ કાલથી મને મળ્યો જ નથી અને ફોન પણ નથી કર્યો. તેની તબિયત તો સારી છે ને?

અચાનક ચાંદનીને આવેલી જોઈ રેણુકાને થોડી ગભરામણ થઈ. ચાંદનીના સવાલનો શું જવાબ આપવો તે તેને સમજાતું ન હતું. ચાંદની માસૂમિયત અને પ્રેમ જોઈએ તેની સામે ખોટું બોલવાનું મન માનતું ન હતું અને સાચું બોલી શકાય તેવું ન હતું.

પણ કંઈક તો જવાબ આપવો પડશે એવું વિચારતા હતા ત્યાં જ અંજલી બોલી,

હા ચાંદની ભાઇ ગઈકાલથી થોડા બીઝી હતા. તે તને આજે મળવાના હતા પણ તેને અચાનક બહાર જવાનું થયું. તું તારો મોબાઈલ ચેક કર જો એમણે તને કોઈ મેસેજ પણ કરેલો છે.
રેણુકાબેન પોતાની દીકરીની સમજદારી જોઈ રહ્યા,

અંજલીની વાત સાંભળીને ચાંદનીને થોડું અજીબ લાગ્યું.  તેણે તરત જ પર્સમાંથી મોબાઈલ કાઢીને  જોયું.તેમાં અનુરાગનો મેસેજ હતો. મેસેજ જોઈ ચાંદની ખૂબ વિહવળ બની ગઈ. તે વિચારતી હતી અનુરાગ એવા તે કયા કામે ગયો છે કે ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો.

************

અનુરાગ બહાર નીકળીને જોયું તો બે કદાવર માણસો એક સ્વિફ્ટ ડીઝાયર લઈ અનુરાગની રાહ જોતા હતા.
તેમને જોતાં જ અનુરાગને યાદ આવ્યું કે આ બંને એ જ વ્યક્તિ છે જે ઘણા સમયથી અનુરાગનો પીછો કરતા હતા.
કૉલેજથી લઈ અનુરાગ અને ચાંદની આશ્રમ સુધી એટલે કે જ્યાં પણ બંને  ગયા હતા  ત્યાં દરેક જગ્યાએ આ બંને માણસો અનુરાગનો પીછો કરતા.એક પળમાં અનુરાગના મનમાં દરેક ઘટના ફિલ્મની રીલની માફક અનુરાગના મસ્તિષ્કમાં ફરી વળી.અનુરાગ એ બંને સાથે બેસી તેમની ગાડીમાં રવાના થયો. જતાં જતાં પણ તેનું મન ચાંદની સાથે વાત કરવા બેતાબ હતું.ચાંદનીને ફરી મળી શકશે કે નહીં તે વિચારી તેના શરીરમાં કંપારી છુટી ગઈ.

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 6 દિવસ પહેલા

Nalini

Nalini 1 અઠવાડિયા પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા

Nikita

Nikita 3 માસ પહેલા