ચાંદની - પાર્ટ 28 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 28

અનાથ આશ્રમમાંથી આવ્યા પછી માસીબાને ક્યાંય ચેન પડતું ન હતું. તે વિચારતા હતા કે ,આજે તો પોતે ચાંદનીની નજરથી બચી ગયા. પણ જ્યારે ચાંદનીને હકીકત ખબર પડશે ત્યારે શું થશે..? આટલું વિચારી તેણે કોઈને ફોન લગાવ્યો..

હવે આગળ..

ચાંદની અને રાજ ઘરે પહોંચ્યા. માસીબાને ચાંદનીનો સામનો કરવો ન પડે તે માટે,  તે પહેલેથી જ પોતાના રૂમમાં જતા રહ્યા.ચાંદની પણ ખૂબ થાકેલી હતી તેથી આવીને તરત જ રાજને ગુડ નાઈટ   કહી  પોતાના રૂમમાં જતી રહી. અને એમ પણ તે અત્યારે માસીબા સાથે કોઈ વાત કરવા ઇચ્છતી ન હતી

મિસ્ટર વાગ્લેનો મેસેજ જોયા પછી રાજને  ક્યાંય ચેન પડતું ન હતું. તેને જલ્દીથી મેસેજ વાંચ્યો હતો પણ ચાંદનીની હાજરીમાં તે કોઇ રિસ્ક લેવા માંગતો ન હતો. એટલે તેણે ઘરે પહોંચવા સુધી રાહ જોઈ. ચાંદનીના પોતાના રૂમમાં ગયા બાદ રાજે જલ્દીથી વાગ્લેનો  મેસેજ ખોલ્યો,

તેમાં અગત્યનું કામ છે,.માટે  તેને  ફોન કરવા કહ્યું હતું.

રાજને ઘરમાં વાત કરવાનું યોગ્ય ન લાગતાં તે બહાર ગાર્ડનમાં આવ્યો. તેણે વાગ્લેને ફોન લગાવ્યો.

"હેલો મિસ્ટર વાગ્લે બોલો ..,"

"હેલો રાજ, એક ખૂબ અગત્યની વાત કરવાની છે.રાજ ચાંદનીનો કેસ જેટલો સરળ હું માનતો હતો એટલો નથી. એક-બે સબૂત મને મળ્યા છે ,પણ પાકી ખાતરી માટે મને હજી સમય લાગશે. તે આપેલ એક વીક પૂર્ણ થવા આવ્યો એટલે મેસેજ કર્યો. ભૂતકાળના પટારામાં ઘણા રાઝ દફન છે. તેને ખોદી સાચા સુરાગ સુધી પહોંચવામાં મારે કદાચ તારી મદદની જરૂર પડશે ,પણ હું મારું મિશન ચાલુ કરીશ એટલે ચાંદનીનો જીવ કદાચ  જોખમમાં આવી જશે. માટે તું ચાંદનીને ક્યાંય એકલી જવા ના  દઈશ આ કાર્ડ હું  હવે ડિસ્ટ્રોય કરું છું. તું મને કોન્ટેક ના કરીશ હું સામેથી તને કોલ કરીશ બાય."

"ઓકે  મિસ્ટર વાગ્લે હું સમજી ગયો, મારે શું કરવાનું છે. મારી જે પણ મદદ જોઇએ  તે જરૂર કહેજો."

મિસ્ટર વાગ્લે સાથે વાત થયા બાદ રાજને  ખૂબ બેચેની થવા લાગી. તેને ચાંદનીની  ખૂબ ચિંતા થતી હતી. તે કોઈપણ પ્રકારે ચાંદનીને કોઈ જ મુશ્કેલી ન થાય તે બાબતે વિચારવા લાગ્યો.
તે શરીર અને મનનો થાક ઉતારવા શાવર લેવા ગયો.

************************

માસીબા ને હવે ખાતરી થઇ ગઈ હતી કે ચાંદની અને  રાજ પોતાના રૂમમાં જતા રહ્યા છે. તે ધીરેથી બહાર આવ્યા અને આસપાસ બધું જોઈ ફરી પોતાના રૂમમાં જઈ દરવાજો લોક કર્યો, અને અનાથાશ્રમની મેનેજર  મિસ શૈલજા તિવારીને  ફોન લગાવ્યો. તે તેને ક્યારના ફોન લગાવતા હતા. પણ ફોન નો રીપ્લાય થતો હતો. માસીબા આમથી  તેમ આંટા મારી રહ્યા  હતા .૧૮ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ તેના ચહેરા પર પસીનો વળી રહ્યો હતો .

જે રાઝ તેણે છેલ્લા પાંચ વર્ષથી દિલના કોઇ ખૂણે અકબંધ રાખ્યું હતું, ત્યાં કોઈના પગલાનો અણસાર  તેને ભીતરથી ડરાવી રહ્યો હતો. આ રાઝની ભનક તેણે આજ સુધી ચાંદની કે રાજની થવા દીધી ન હતી. મોબાઈલની રીંગ વાગતા તેની  વિચારોની શૃંખલા તૂટી.

તેણે જોયું મિસ શેલજાનો ફોન હતો.

"હેલો શૈલજા,  હું ક્યારની તને જ ફોન લગાવતી હતી." માસીબાના અવાજમાં એક કંપારી હતી. જે શૈલજાએ અનુભવી.

"હેલો વીણા મેમ , હું બે દિવસથી બહાર હતી હમણાં જ આવી .. હું  હજુ તમને ફોન કરવા જતી હતી કે ત્યાંજ એક છોકરી ગાર્ડનમાંથી આ આલ્બમ મળ્યો તેમ કહી  એક આલ્બમ મને આપી ગઈ ."

"ખોલીને જોયું તો મને આશ્ચર્ય થયું કે તેમાં પેલી તસવીર નથી બધી તપાસ કરતાં ખબર પડી કે ચાંદની અને તમે અહી ભેગા થઈ ગયા હતા.એટલે મને બધું જ સમજાઈ ગયું , ને મને લાગે છે કે તે તસવીર ચાંદનીના હાથમાં આવી ગઇ છે!"

આ વાત સાંભળતા જ માસીબાના હાથમાંથી ફોન નીચે પડી ગયો. તેણે  માંડ માંડ ખુદને સંભાળતા શૈલજાને કહ્યું..

"શૈલજા, ધ્યાનથી સાંભળ. જ્યાં સુધી હું કહું  નહિ ત્યાં સુધી, હમણાં આશ્રમની મુલાકાતે આવનાર કોઇ પણ વ્યક્તિને અંદર આવવા દેવા નહી. બહારની કોઈ વ્યક્તિ અંદર કોઈપણને  મળવા ના  આવવી જોઈએ. હું હમણાં ગાર્ડને ફોન કરી દઉ છુ."

"ઓકે મેમ તમે ચિંતા ન કરો. હું બધું સંભાળી લઈશ" શેલજાએ કહ્યું.

શૈલજા ચાંદની વિશે વધુ કશું જાણતી ન હતી.જરૂરિયાત મુજબની જ વાત માસીબા એ તેને કરી હતી.

ફોન મુકીને તરત માસીબા ધીમે પગલે ચાંદીનીના રૂમ તરફ ગયા. તેણે વિચાર્યું કે ફોટો જોયા બાદ પોતે ચાંદનીના શકના દાયરામાં આવી ગયા છે. અને એ ફોટો  ચાંદની,રાજને બતાવે તે પહેલા તેને ગમે તે રીતે તેના રૂમમાંથી  લઈ લેવો જોઈએ, કેમ કે પોતે ચાંદનીને તો કોઈ પણ જવાબ આપી સમજાવી દેશે. પણ જો રાજ ને ખબર પડશે તો, તે રાજનો સામનો નહીં કરી શકે.

તે જાણતા હતા કે ચાંદનીના રૂમનો દરવાજો  હંમેશ  ખુલ્લો જ હોય છે .તેણે અંદર આવી જોયું તો ચાંદની ભર ઊંઘમાં હોય તેવું લાગ્યું . તેણે આમતેમ નજર દોડાવી. બેડની પાસેના ટેબલ પર ચાંદનીનું આજવાળું  પર્સ પડયું હતું. માસીબાએ પર્સ ખોલ્યું, પણ તેમાં કશું ન હતું. તે વિચારતા હતા કે ચાંદનીએ ફોટો ક્યાં મુક્યો હશે?

એટલામાં પાછળથી ચાંદનીનો અવાજ સંભળાયો..

"માસીબા, આટલી રાતે તમને મારા પર્સની શું  જરૂર પડી? તમે જે શોધો છો, તે મારા પર્સમાં નહીં પણ મારા હાથમાં છે !"

ચાંદનીના આ શબ્દો સાંભળતાં જ માસીબાના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તે થર-થર કાંપવા લાગ્યા.. શું કરવું કે, શું કહેવું, તે વિચારવા તે સક્ષમ રહ્યા ના હતા.તે વિસ્મયભરી નજરે  ચાંદનના ચહેરાને અને તેના  હાથમાં રહેલ તસ્વીર જોઈ રહ્યા.

******************************

ક્રમશઃ
Bhumi joshi "સ્પંદન"

શું છે તસ્વીરનું રાઝ?

શું છુપાવે છે માસીબા ?

જાણવા માટે વાંચતા રહો.


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 6 દિવસ પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

sonal

sonal 4 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા

Neepa

Neepa 4 માસ પહેલા