ચાંદની - પાર્ટ 27 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 27

ચાંદનીની  આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. અનુરાગનો ચહેરો નજર સમક્ષ આવતા જ ચાંદની જાણે ચેતના વિહીન થઈ ગઈ હોય તેમ ફર્શ પર ઢળી પડી.

ચાંદનીની હાલત જોઈ રાજ ખૂબ  ડરી ગયો. તેણે તરત જ ચાંદનીના મોઢા પર ઠંડા પાણીની છાલક મારી ચાંદનીને બેઠી કરી.

સવારના મગજમાં ભમતા પ્રશ્નોની વણઝાર, અનાથાશ્રમની ગુથ્થી અને અત્યારે અચાનક રાજનો પ્રેમ પ્રપોઝલ ..એક જ દિવસમાં આટલી બધી ઘટનાઓ બનવાથી , ચાંદની અંદરથી હચમચી ઊઠીહતી .તેને કંઈ જ સમજાતું ન હતું કે, શું કરવું?
ચાંદનીની હાલત જોઇ રાજે તરત જ લીંબુ પાણી મંગાવી ચાંદનીને પીવડાવ્યું. ચાંદનીને થોડી રાહત થઈ. તે થોડી સ્વસ્થ થઇ એટલે રાજ બોલ્યો,

"ચાંદની આર યુ ઓલ  રાઈટ ..? નાવ ફીલીંગ બેટર..? ડોન્ટ ટેક એની ટેન્શન .આઈ એમ ઓલ્વેઝ વિથ યુ."

"ચાંદની  કદાચ ખોટા સમયે તને પ્રપોઝ કર્યું .મારી વાતોથી તારા દિલને ઠેસ પહોંચી હોય તો પ્લીઝ મને માફ કરજે.. "

રાજે ચાંદનીનો હાથ પોતાના હાથમાં લીધો.. રાજની વાત સાંભળી ચાંદની કંઈક કહેવા જતી હતી ત્યાં જ રાજે તેના મોં પર પોતાનો હાથ રાખી દીધો અને કહ્યું,

"ચાંદની    તારી ડાયરીનો અમુક ભાગ વાંચ્યા પછી મને એટલી તો ખાતરી થઈ ગઈ છે કે તારા દિલમાં અનુરાગ હતો.. અને કદાચ આજે પણ છે .અને જો ખરેખર એવું હોય તો તારો દોસ્ત જમીન આસમાન એક કરીને પણ તને અને  અનુરાગને એક કરશે.એકવાર તારા  દોસ્ત પર વિશ્વાસ કર.."

"તું તારું બધું દર્દ મને આપી દે અને મારી બધી ખુશીઓ તુ લઈલે..!"

આટલું સાંભળતા ચાંદની ગદગદ થઈ રાજને ભેટી પડી.
એક સાચા મિત્રની હૂંફ  ચાંદનીના ગમને ઓગાળી રહી હતી.

જીવનમાં જ્યારે બે ખાસ મિત્રોમાંથી એક વ્યક્તિ બીજા માટે મિત્રતાથી આગળ વધી, તેના માટે અનહદ પ્રેમની લાગણીથી તરબોળ થવા માંડે. અને બીજો વ્યક્તિ,  તેને નહીં પણ કોઈ અન્યને ચાહતી હોય ,આવા સમયે પોતાના મિત્રની લાગણીને માન આપી, પોતાની લાગણીઓને પોતાનામાં જ ધરબી, સીમિત રાખવી આસન નથી હોતી. પરંતુ પ્રેમની કસોટીના આ સમયને જે જીરવી જાય અને   પોતાના પ્રેમની ગરિમાને જાળવી રાખે ,ત્યારે એ પ્રેમ હંમેશ માટે શાશ્વત બની જાય છે.
ત્યારે એ લાગણીઓ.. પ્રેમ ,ચાહત અને  પ્યારના દાયરામાંથી બહાર નીકળી ખૂબ ઉચ્ચ કોટીએ બિરાજે છે.

કોઈ વ્યક્તિની લાગણી જ્યારે પોતાના પ્રિય વ્યક્તિ માટે ચરમસીમાએ પહોંચે છે ,ત્યારે તેને પોતાના કરતાં વધુ પોતાની પ્રિય વ્યક્તિની ખુશી , તેની ખ્વાઈશઅને તેના સપના જ અગત્યના બની જાય. તેને સામેવાળી વ્યક્તિની ખુશીમાં જ પોતાની ખુશી દેખાય છે.

રાજનો ચાંનંદની માટેનો પ્રેમ પણ કંઈક આવો જ રંગ લાવ્યો હતો. તેની ચાંદની માટેની અનહદ ચાહત બસ ચાંદનીની ખુશી ચાહતી હતી .પછી તે ખુશીનું કારણ ભલે પોતે નહીં પણ અન્ય કોઈ વ્યક્તિ હોય.

રાજની બધી વાતો સાંભળી ચાંદનીને  એવું લાગતું હતું કે રાજ્ના  રૂપમાં તેને એક બેસ્ટ ફ્રેન્ડની સાથે એક સાચું સ્વજન મળ્યું.

ચાંદની રાજનો  હાથ પકડી તેને તે ડિનર ટેબલ પાસે લઈ ગઈ જે તેણે ચાંદનીમાટે સજાવ્યું હતું .ટેબલ પર મઘમઘતા ફૂલોની ચાદર પથરાયેલી હતી. અને ચાદર  આસપાસ ચાંદનીની  ફેવરિટ  કેન્ડલ મૂકેલી હતી ,સાથે સાથે એક ખૂબ સુંદર કેક  જેના પર ચાંદીના ચહેરાનું પોસ્ટર હતું અને કેકનો ફ્લેવર પણ ચાંદનીનો મનપસંદ..

ચાંદનીએ કેક કટ કરી તેનો પ્રથમ પીસ રાજને ખવડાવ્યો .અને રાજનો હાથ પોતાના હાથમાં લેતાં બોલી,
"રાજ તારા જેવો મિત્ર પામી ખરેખર હું ધન્ય બની ગઈ..! તારો ધન્યવાદ કરવા માટે આજે આખો શબ્દકોશ વામણો સાબિત થાય, એવી લાગણીના તરંગો મારા દિલમાં ઉઠી રહ્યા છે .હું તારી જિંદગીમાં આવી ત્યારથી તો અત્યાર સુધી, તે જ મને હર એક તબક્કે સંભાળીછે. હું જ તારા પર પુર્ણ વિશ્વાસ ન કરી શકી. કદી તને મારા ભૂતકાળમા ડોકયુ પણ ન કરવા દીધું."

"પણ હવે હું જાતે જ તને મારા ભૂતકાળના  યાદોના આંગણે લટાર મારવા લઈ જઈશ. પણ અત્યારે તો એક બીજી વાત કહેવી છે, મને ખૂબ ભૂખ લાગી છે. "
અને બન્ને હસી પડ્યા...

બધું  મેનુ ચાંદનીનું મનપસંદ હોવાથી ચાંદની વાનગી જોઈ ખૂબ ખુશ થઈ .અને ઝટપટ એક પછી એક ખાવા લાગી..

જમતા  જમતા ચાંદની બોલી રહી હતી, "આજની આ સરપ્રાઈઝ ,આ બધી સાઝાવટ ,આ શામ મારી જિંદગીની સૌથી યાદગાર શામ  બની રહેશે. આ બધું ડેકોરેશન બધું એટલું સુંદર છે કે તેને વર્ણવવા કોઈ શબ્દો નથી .જાણે પિક્ચરનું કોઈ રોમેન્ટિક સીન માટેનું  શૂટિંનું સ્થળ હોય તેટલું અદભુત છે .ખરેખર ખૂબ ખૂબ જ મનમોહક અને સુંદર..!"

"એ  છોકરી ખૂબ ખુશ નસીબ હશે ,જે  તારી પત્ની બનશે. પણ એ હું નથી. આ ભવ તો મેં અનુરાગના નામે કરી દીધો. પણ જો  આવતા ભવ જેવું કંઈ હોય તો ,એ તારી સાથે વિતાવવાનું જરૂર ચાહીશ.

"બસ, ચાંદની હવે કશું જ ના કહીશ.  મારા પરનો આ અતૂટ વિશ્વાસ જ મારા માટે બહુ છે." ચાંદનીને અટકાવતા રાજે કહ્યું.

થોડી વારમાં બંને ડીનર પતાવીને ઘરે જવા નીકળતા હતા, ત્યાં જ રાજના  મોબાઇલમાં ડિટેક્ટિવ વાગ્લેનો  મેસેજ આવ્યો.

*********************

અનાથ આશ્રમમાંથી આવ્યા પછી માસીબાને ક્યાંય ચેન પડતું ન હતું. તે વિચારતા હતા કે ,આજે તો પોતે ચાંદનીની નજરથી બચી ગયા. પણ જ્યારે ચાંદનીને હકીકત ખબર પડશે ત્યારે શું થશે..? આટલું વિચારી તેણે કોઈને ફોન લગાવ્યો..

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"


રેટ કરો અને રિવ્યુ આપો

narendra

narendra 6 દિવસ પહેલા

Vishwa

Vishwa 3 અઠવાડિયા પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 માસ પહેલા

Reena

Reena 3 માસ પહેલા

Tejal Vachhani

Tejal Vachhani 4 માસ પહેલા