અનુરાગ અને ચાંદની કોલેજમાં આવતા જ ખુશીથી ઉછળી પડ્યા..કેમ કે બે દિવસ પછી કોલેજની વન ડે પિકનિકનું આયોજન થયું હતું... અનુરાગ અને ચાંદની બંને એકબીજાના પ્રેમના ઈઝહાર બાદ એમ પણ થોડો સમય સાથે વિતાવવા માંગતા હતા.
.એવામાં આ પીકનીકના સમાચાર જાણે બે ધડકતા હૈયાને વધારે પ્રેમાંતુર બનાવી દીધા..બંને પ્રેમની સપ્તરંગી દુનિયામાં વિહરવા લાગ્યા એ વાતથી બેખબર કે એક ખૂબ મોટું તોફાન બંનેની પ્રેમની આ દુનિયાનું નામોનિશાન મિટાવી દેશે...
ફ્રી લેક્ચર હોવાથી બંને કોલેજના ગાર્ડનમાં થોડે દૂર એકાંતમાં એકબીજાના હાથમાં હાથ નાખી બેઠા હતા..
સુંદર ફૂલોથી મહેકતો ગાર્ડન અનુરાગ અને ચાંદનીના પ્રેમથી વધુ મઘમઘતો હતો..અંજલી આજકાલ એ પ્રેમીપંખીડાને મુક્ત રીતે પ્રેમ ગગનમાં વિહરવા માટે પૂરો અવકાશ આપતી..અત્યારે પણ લેક્ચર ફ્રી થતાં જ તે લાઇબ્રેરી માં જતી રહી..
ચાંદનીને આજે જાણે અનુરાગની ફિરકી લેવાનું મન થયું હતું..તે અનુરાગ સાથે મસ્તીએ ચડી હતી..
"અનુરાગ તું મને કેટલો પ્રેમ કરે..?"
"ઓહ..ચાંદની લાગે છે આજે મારી પરીક્ષા થઈ રહી છે.."
"અનુ આ મારા સવાલનો જવાબ નથી..મને ખબર પડી ગઈ તું મને પ્રેમ જ નથી કરતો. જા હું તારી સાથે નહિ બોલું..!"
આટલું બોલી ચાંદની ત્યાંથી ઉભી થઈ જૂઠ મુઠનો ગુસ્સો કરતી ચાલવા લાગી..
અનુરાગ તરત જ ઉભો થયો અને ચંદનની નો હાથ પકડી ચૂમી લીધો. અને તેને પોતાની પાસે ખેંચતા બોલ્યો..
"ચાંદની આજ પછી કદી આમ મને છોડીને જવાની કોશિશ ન કરતી..તું મારી જિંદગી છે..તું મારો પ્રેમ જ નહિ મારો શ્વાસ છે..હું ખુદથી પણ વધુ તને ચાહું છું..તને મળ્યા પછી તો હું જિંદગી જીવતા શીખ્યો..પ્રેમનો પ્રથમ અહેસાસ તે જ કરાવ્યો..બાકી અનુરાગ તો એક ચાવી વાળા પૂતળાની માફક જીવતો હતો..સાચો પ્રાણ તો તે પૂર્યો..!!"
"સાચું કહું છું મને કદી છોડીને જતી નહિ..જો જઈશ તું હું મરી જઈશ..! "
આટલું બોલતા જ અનુરાગની આંખોમાં અસંખ્ય વેદના તરવરવા લાગી..
ચાંદનીએ તરતજ અનુરાગના હોઠ પર પોતાનો કોમળ હાથ રાખી તેને ચૂપ કરી દીધો..અને બોલી..
"અરે અનુ હું તો મજાક કરતી હતી..હું પણ તને અનહદ ચાહું છું.કદી તારાથી દૂર નહિ જાવ.."
"હા મારો સાથ એટલો જ ગમતો હોય તો મારા પપ્પા પાસે આવી આપણા પ્રેમની વાત કર..અને તેની પાસેથી જિંદગીભર માટે મારો હાથ માંગી લે .."
"ચાંદની તારા માટે તો તારા પપ્પા તો શું..! હું ભગવાન પાસેથી પણ તને માંગી લવ.. બહુ જલ્દી હું તારા ઘરે આવી તારા પપ્પા પાસેથી હંમેશ માટે તને લઈ જઈશ..!"
ફિલ્મી અંદાજમાં ફરી બોલ્યો..
મહેંદી લગાકે રખના..
ડોલી સજકે રખના..
લેને તુઝે ઓ ગોરી આયેંગે
તેરે સજના...!!
બંને પોતાની પ્રેમ ગોષ્ઠી માં મગ્ન એ વાત થી બે ખબર કે તે બંનેથી થોડે દૂર કોઈ છુપાઈને તેનો વીડિયો ઉતારી રહ્યું છે..
💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦
માસીબા ની ગાડી છેલ્લા ૧ કલાકથી અલગ અલગ બે સ્થળો કે જ્યાં ચાંદની અવર નવાર જતી હતી ત્યાં જઈ ફરી સેટેલાઇટ રોડથી ઘણે આગળ નીકળી ચૂકી હતી..તે સતત ચાંદનીને ફોન કરતાં હતાં..પણ ફોન નો રિપ્લે થતો હતો.. તેણે બીજા બે ફોન કરી કોઈક ને ચાંદનીની તપાસ માટે કહ્યું હતું....
અચાનક તેને કંઇક સુજતા તેણે ગાડી હાઇવે તરફ લીધી..હાઇવેથી થોડે દૂર આવેલ અનાથ આશ્રમના દ્વારા પાસે તેની ગાડી આવીને ઊભી રહી..
આશ્રમ પાસે ગાડી ઉભી રહેતા તે આશ્રમનો દરવાન આવીને માસીબાને સલામ ભરીને ઉભો રહ્યો..
અંદર પ્રવેશતા જ અંદર રહેલ તમામ સ્ટાફ માસીબાની આગતા સ્વાગતા માં ખડે પગે ઉભો રહ્યો..વેલકમ મેમ..વેલ્કમ મેમનું અભિવાદન ઝીલતા ઝીલતા માસીબા આગળ વધી રહ્યા હતા..
લીલાં રંગની સોનેરી બોર્ડર વાળી ગઝી સિલ્કની સાડી..ગળામાં મોટો મોતીનો હર..અને એક હાથમાં સાચા ડાયમંડનું કડું અને બીજા હાથમાં રોલેક્ષ ઘડિયાળ..માસીબાના રૂઆબને અનેરો ઠસ્સો આપતા હતા..તેના શોખીન અને ગૌરવવંતા મીઝઝને દાદ આપતા હતા..તેની ચાલમાં પણ એક મહારાણી જેવો ઠાઠ હતો..
આજે ૬ મહિના પછી તેણે આ આશ્રમમાં પગ મૂક્યો હતો....
પાંચ વર્ષ પહેલાં આ આશ્રમનું ઉદઘાટન તેના જ હસ્તે થયું હતું..આશ્રમનો દરેક ખૂણો તેની મહેરબાનીથી છલોછલ હતો..આશ્રમની મુખ્ય ટ્રસ્ટી તે પોતે જ હતા..પણ તેણે આખા આશ્રમમાં કોઈ તકતી પર પોતાનું નામ લખાવા દીધું ન હતું..
ત્યાંનો આખો સ્ટાફ મસિબાની આગળ પાછળ ફરવા લાગ્યો.. તેની નજર આખા આશ્રમને ફરી વળી..માસીબાનો અંદાજ સાચો પડ્યો..દુર હિંચકા પાસે ચાંદની બેઠી હતી..
ચાંદની આશ્રમના બધા અલગ અલગ પ્રસંગનો આલ્બમ જોઈ રહી હતી..સવારથી જે શોધવા તે મથતી હતી..તે સુરાગ રૂપી એક તસ્વીર તેની નજર સમક્ષ આવી...
તસ્વીર જોતાં જ તેના હાથમાંથી આલ્બમ નીચે પડી ગયો..તેની આંખો વિસ્માયતથી ફાટીને ફાટી રહી ગઈ...હજુ એટલું ઓછું હોય તેમ તેના કાને માસીબાનો અવાજ અથડાયો..ચાંદની...
તેણે પાછું વાળીને જોયું તો..માસીબા તેની પાસે આવી રહ્યા હતા...
ચાંદનીએ ઝડપથી તે તસ્વીર આલબામમાંથી કાઢી પોતાના પર્સમાં નાખી દીધી..અને આલ્બમને નીચે ફેંકી પગથી પૂરી સિફતથી મસીબાની નજરથી બચાવી પોતે બેઠેલી બેંચની નીચે જવા દીધો..
ચાંદનીના દિમાગમાં અનેક પ્રશ્નો અને રહસ્યોની હારમાળા સર્જાઈ હતી...
ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"