ચાંદની - પાર્ટ 24 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 24

..

અનુરાગના માસી.. ચાંદની અને અનુરાગના સંબંધથી ખુશ હોય છે પણ મનમાં અનેક સંશય હોય છે..

હવે આગળ..

સૂરજદાદા અવની પરથી વિદાઈ લઈ ચૂક્યા છે..શીતળ ચાંદનીનો સમીર મંદ મંદ લહેરાઈ રહ્યો છે. અનુરાગ રૂમની બાલ્કની માં હિંચકા પર બેઠો બેઠો ચાંદને નિહાળી રહ્યો છે..

અને જાણે ચાંદ સાથે વાતો કરતો હતો..

"ઓ ચાંદ લોકો કહે છે કે તને તારા રૂપનું ગુમાન છે..પણ જો ને તારામાં તો મારી ચાંદની આજે મારી સામે શરમાઈ રહી છે..તું જાણી જ ગયો હોઈશ કે તારા કરતાં મારી ચાંદનીનું રૂપ વધુ નિખરી રહ્યું છે..."

"લોકો એમ પણ કહે છે કે તું પ્રેમનો સાક્ષી બની ફરી એ જ પ્રેમને તડપાવે છે...તો ચાલ આજે હું પણ આ વાતનો જુગાડ કરી લવ..આજે તને હું મારા પ્રેમનો સાક્ષી બનાવું છું...હવે તારે જ મારી ચાંદનીને મારી જિંદગીમાં હંમેશ માટે લાવી અમારું મિલન કરાવવાનું છે.."

"અમારું મિલન અલોકિક હશે. અને તું જ તેનો સાક્ષી હોઈશ.."

ત્યાંજ ચાંદ જાણે અટ્ટહાસ્ય કરતા જવાબ આપતો હોય તેમ અનુરાગને ચાંદ માં ચાંદનીના બદલે એક બીજી રેખાકૃતી દેખાઈ..જે જોતાં જ એક પળ પહેલાની ખુશ મિજાજ અનુરાગના ચહેરા પર ચિંતા અને ક્રોધ છવાવા લાગ્યો.. તેણે ચીસ પડતા કહ્યું..

"બસ..બસ .હવે બહુ થઈ ગયું..હું તને મારી જિંદગી બરબાદ નહિ કરવા દહુ.. ચાંદની અને મારી વચ્ચે હવે હું કોઈને આવવા નહિ દહુ..હું તારાથી નથી ડરવાનો.."

અનુરાગના શરીરમાં એક દાવાનળ પ્રગટી ચૂક્યો હતો..અત્યારે ચાંદનીનો શીતળ પવન પણ તેના તન મનને શાતા નહોતો આપતો..તેની ચીસ અને બરાડા સાંભળી માસી ત્યાં આવ્યા..તે અનુરાગની હાલત જોઈ બધું સમજી ગયા..

તે અનુરાગની નજીક જઈ તેના માથે હાથ ફેરવવા લાગ્યા..અનુરાગ નાના બાળકની જેમ તેને ભેટી પડ્યો... માસી તેને સાંત્વના આપી શાંત કરતા રહ્યા..

*****************

રાજે હોટેલ બ્લું માં ચાંદની માટે એક સરપ્રાઈઝ ડિનર પ્લાન કર્યું હતું..તે આજના આ ડિનર માં કોઈ કસર
છોડવા નહોતો માંગતો.. તે નાનામાં નાની બાબતમાં ચાંદનીની પસંદનો ખ્યાલ રાખી ડેકોરેશન કરાવતો હતો.. તે આજે પોતાના બધા અરમાન જાણે પુરા કરવા માંગતો હતો.. રાજનું
દિલ બધું વિચારી જોર જોરથી ધડકી રહ્યું હતું..

રાજના દિલના સ્પંદનો ચાંદની માટે ધબકી રહ્યા હતા.. રાજ અને ચાંદની બંને બિઝનેસ કામથી કે શો માટે જતા ત્યારે અનેક વાર સાથે ડિનર કરતા..પણ આવી રીતે સરપ્રાઈઝ ડિનર નો પ્લાન આજે રાજે પ્રથમ વાર કર્યો હતો..

સાંજના ૫ થવા આવ્યા હતા..

માસીબા ઘરના દરવાજે આમથી આમ આંટા મારી રહ્યા હતા..તેને ચાંદનીની ચિંતા હતી..સવારની ગયેલ ચાંદની હજુ ઘરે પરત આવી નહોતી..

ત્યાંજ માસીબાના ફોનમાં રાજનો ફોન આવ્યો..

"હેલ્લો મમ્મી આજે મે ચાંદની માટે સરપ્રાઈઝ ડિનર પ્લાન કર્યું છે..! તમે ગમે તેમ કરી ૭ વાગ્યે ચાંદનીને હોટેલ બ્લુ મોકલી આપજો..પણ હા તેને આ સરપ્રાઈઝ નું ભનક પણ ન પડવી જોઇએ. .."

"લવ યુ મોમ.."

માસીબા ચાંદની ઘરે નથી તે વાત કરી રાજને કોઈ ચિંતામાં મૂકવા નહોતા ઈચ્છતા એટલે તેણે કશું ન કહ્યું.. રાજ ના અવાજમાં રહેલ ખુશી બરકરાર રહે તે માટે સહજતાથી બોલ્યા..

હા બેટા ..ચાંદનીને ૭ વાગ્યે હોટેલ પહોચાડવાનું કામ મારું.. યુ ડોન્ટ વરી.. લવ યુ ટુ બેટા. બાય..

માસીબા એ રાજને તો કશું ન કહ્યું પણ તેનું મન અનેક આશંકાઓ થી ઘેરાઈ ગયું.. તેણે કઈક વિચાર્યું અને તૈયાર થઈ ડ્રાઈવર લીધા વગર જાતે જ ગાડી લઈ ઘરે થી નીકળ્યા...

ક્રમશઃ
Bhumi Joshi "સ્પંદન"

આખરે માસીબા ક્યાં ગયા..?
શું ચાંદની સમય પર રાજ પાસે પહોંચશે .?
અનુરાગને કોનો ભય છે..?
જાણવા માટે વાંચતા રહો ચાંદની..


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 5 માસ પહેલા

Amritlal Patel

Amritlal Patel 6 માસ પહેલા

narendra

narendra 7 માસ પહેલા

Vishwa

Vishwa 8 માસ પહેલા

Reena

Reena 10 માસ પહેલા