૨ કલાક અનાથશ્રમમાં વિતાવ્યા પછી અનુરાગ અને ચાંદની ત્યાંથી નીકળ્યા..ચાંદનીના મનમાં ઘણા સવાલ હતા.. તેણે અનુરાગને પૂછ્યું...
"અનુરાગ મને આમ અચાનક અનાથશ્રમ આવવાનું કારણ ના સમજાયું..."
અનુરાગે પોતાનું વોલેટ ખોલી એક ફોટો બતાવ્યો...
ચાંદની તો તે તસવીરને બસ જોતી જ રહી ગઈ...તેની આંખોમાં આંસુ છલકાવા લાગ્યા...
હબે આગળ..
ચાંદનીએ અનુરાગે બતાવેલ તસ્વીર જોઈ..તે અનુરાગની મમ્મીની હતી..નીચે તેના સ્વર્ગવાસની તારીખ લખેલ હતી.. એ તારીખ જોઈ ચાંદની નું મન દ્રવી ઉઠ્યું..તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી...
તે બોલી..
અનુરાગ આ તારીખ મુજબ જોતા તો..તારી મમ્મી તું ખૂબ નાનો હોઈશ ત્યારે અવસાન પામ્યા હશે..
"હા ચાંદની હું માત્ર 3 વર્ષનો હતો ત્યારે તે અનંત યાત્રાએ ચાલી નીકળી...મને સાવ નોધારો મુકીને ..!"
"ઓહ ..! પણ શું થયું હતું..?"
તેને રદયની બીમારી હતી..એટલે હાર્ટ એટેકના કારણે તે મૃત્યુ પામી..
એક નિસાસો નાખતા અનુરાગ મનમાં બોલ્યો..
"એ જીવી તેટલો સમય પણ ક્યાં શાંતિથી જીવી હતી....!"
ચાંદનીને વાત કરતા કરતા અનુરાગ સાવ ભાંગી પડ્યો..તે નાના બાળકની માફક રડવા લાગ્યો..
ચાંદનીએ તેને બેસાડી થોડું પાણી પીવડાવ્યું...
અનુરાગનો હાથ હાથમાં લેતાં ચાંદની બોલી ..
"અનુ હું તારું દર્દ સમજી શકું છું..માં વગરના જીવનની કલ્પના કરીને જ મારા રુવાડા ઉભા થઈ જાય છે...તો તું તો આ પરિસ્થિતિમાંથી પસાર થયો છે.."
"ચાંદની તે મને અનું કહ્યું..?"
"હા અનુ..."
"ચાંદની આટલા પ્રેમથી મને કોઈએ કદી નથી બોલાવ્યો..બસ તું મને હંમેશ અનુ જ કહેજે..."
"ચાંદની તને ખબર છે આજે હું તને અહિંયા કેમ લાવ્યો..?"
"મારી મમ્મી ખૂબ મોટી સમાજ સેવિકા હતી..આ આશ્રમમાં તેનું ખુબ મોટું યોગદાન છે..તે અહી વારંવાર આવતી..એક બે વાર તો મને લઈને અહી આવી હતી.."
એમ બોલતાં તેણે વોલેટમાંથી બીજી એક સાવ નાની તસ્વીર કાઢી. જે આશ્રમની હતી અને તેમાં તેની મમ્મીએ અનુરાગને ટેડેલ હતો..
ચાંદની તે જોઈ ભાવવિભોર થઈ ગઈ..
"બસ એટલે જ હું જ્યારે ખૂબ ખુશ...કે ઉદાસ હોવ ત્યારે હું અહી આવી..આ બાળકોને રમાડી..તેને ભેટ આપી મારી મમ્મીની યાદોને વાગોળવાની કોશિશ કરું છું...અને બાળકોને જે રમકડું આપ્યું તે ખૂબ ખાસ છે..આજે જે રમકડું ( એક નાનું બાળક તેની માં સાથે બસમાં બેસી ને કંઇક બતાવે છે.. એવી સેલ વળી બસ) તેવું જ રમકડું મારી મમ્મી એ આપેલ જે મારું છેલ્લું રમકડું ...કેમ કે પછીના થોડા જ દિવસોમાં તે હંમેશ માટે મને છોડી ચાલી ગઈ.. જે આજે પણ મારી પાસે છે.."
"તો તો અનુ આજે અહી આવવાનું શું કારણ..? તારી ખુશી કે ઉદાસી..?"
"ચાંદની તું મારી આસપાસ હોય ત્યાં સુધી ઉદાસી મારાથી સો કોસ દુર રહે.. !"
"તો તો જલ્દી કહે અનુ આજની ખુશીનું કારણ.."
અનુરાગે ચાંદનીનો હાથ પોતાના હાથમાં લીધો..અને તેને ઉભી કરી..તેના પગ પાસે ઘૂંટણિયે બેસીને બોલ્યો...
"ચાંદની મારી હર ખુશીનું એક અને એક માત્ર કારણ તું છે...!
તને જોઈ હું જિંદગીને ફરી જીવવા લાગ્યો..મારી પાનખર જેવી જિંદગીમાં તું વસંતની બહાર બનીને આવી..અને મારી જિંદગીને મહેંકાવી દીધી... તે મારા દિલમાં પ્રેમનું બીજ અંકુરિત કર્યું...તને પ્રથમ નજરે જોતા જ હું તારો દિવાનો થઈ ગયો...તારા મીઠા અવાજમાં મદહોંશ થઈ ગયો... હું તને અનહદ ચાહવા લાગ્યો છું..તારા વગર હું મારી જિંદગીની કલ્પના પણ નહીં કરી શકું..તું મારો પ્રેમ પ્રસ્તાવ સ્વીકારીશ..? શું તું મારી સાથે જિંદગીની આગળની સફરમા મારી હમસફર બનીશ..?"
અનુરાગ આટલું બોલ્યો ત્યાં જાણે ઈશ્વર પણ તેના પ્રેમના સાક્ષી બનવા માંગતા હોય તેમ વાદળોમાં ગડગડાટ થવા લાગ્યો..ચારે બાજુ વાદળો જાણે વરસવા થનગની રહ્યા હોય તેમ ઘનઘોર છવાવા લાગ્યું..જાણે વર્ષા રાણી ખુદ બંનેને પ્રેમરસ થી તરબોળ કરવા આવી પહોંચ્યા .
💕તારા પ્રેમમાં પાગલ બની ફરુ હું દરબદર...
આજે ભીંજવી તારા પ્રેમરસથી કર મને તરબતર...!!💕
વ્હાલા વાચક મિત્રો મારી આ નવલકથાને તમારા રેટિંગ અને રિવ્યું નું રસપાન જરૂર કરાવજો..આપના અમૂલ્ય શબ્દો લખવાની પ્રેરણા આપે છે.
ક્રમશઃ.
Bhumi Joshi "સ્પંદન"