ચાંદની - પાર્ટ 21 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 21

ચાંદની પાર્ટ 21

અનુરાગ ચાંદનીને તેની બાઈક પર બેસાડી કોલેજ જતા પહેલા એક નવી જગ્યાએ લઈ જઈ રહ્યો હતો હવે આગળ...
અને કોઈ બે વ્યક્તિ તે ચોરી થી જોઇ રહ્યા હતા હવે આગળ...

આજે સવારથી જ વાતાવરણ વાદળ છાયું હતું...સૂરજ દાદા તો જાણે ગરમીથી કંટાળી ઠંડક મેળવવા વાદળોની વચ્ચે ક્યાંય છુપાઈ ગયા હતા...અને સૂરજ દાદાને શીતળતા આપવા જાણે હવા હિલોળે ચડી હતી..ઠંડી ઠંડી પવનની લહેરખીઓ વાતાવરણને આહલાદક બનાવી રહી હતી...

પ્રેમનો નશો દુનિયાનો સૌથી મોટો નશો છે..જ્યારે વ્યક્તિ કોઈને દિલો જાનથી ચાહવા લાગે ત્યારે જાણે દુનિયાને ભૂલી પોતાની એક અલગ પ્રેમની દુનિયામાં વિહરવા લાગે છે..આસપાસની વસ્તુ કે વ્યક્તિની કશી ખબર રહેતી નથી..

અનુરાગ અને ચાંદની પણ આજે પ્રેમની દુનિયામાં મસ્ત બની મુક્ત ગગનમાં વિહરી રહ્યા હતા..બે માંથી કોઈએ પોતાની લાગણીઓ એકબીજા સમક્ષ વ્યક્ત નહોતી કરી..પણ છતાં જાણે બંને આ મીઠા અહેસાસમાં મ્હાલી રહ્યા હતા..

મંદ મંદ પવનની લહેરો ચાંદનીના સુંદર કેશ પર અથડાઈ અનુરાગના ગાલ પર જઈ ફરકી રહી હતી... ચાંદનીના શરીરની મીઠી ખુશ્બુ અનુરાગને પાગલ બનાવી રહી હતી..ગાડી કોલેજના રસ્તેથી ઘણી આગળ નીકળી ગઈ હતી..વારંવાર અનુરાગ ગાડીના સાઇડ મિરારમાંથી ચાંદનીનો ચાંદ જેવો ચહેરો નિહાળી જાણે જિંદગીની તમામ ખુશીઓ મળી ગઈ હોય તેમ તૃપ્તતાનો અહેસાસ કરી રહ્યો હતો...

અચાનક અનુરાગે બ્રેક મારી અને ચાંદની તેના પર ઢળી પડી...અનુરાગે ચાંદની અને ગાડીનું બેલેન્સ કરી લેતા તે પડી નહિ... અનુરાગે ગાડી ઉભી રાખી.. એક રોમાંચ બંનેના તન મનમાંથી પસાર થયો..એટલે ચાંદની સહેજ શરમાઈ....

ગાડી ઉભી રહી તો પણ હજુ ચાંદની બાઇક પર જ બેઠી હતી એટલે અનુરાગ બોલ્યો..

"ચાંદની લાગે છે મારી જોડે બેસવાની બહુ મજા આવી..જોને ઉતરવાનું નામ જ નથી લેતી...આપડું સ્થળ આવી ગયું..."

ચાંદની જવાબમાં ફક્ત મુસ્કુરાઈ .. તેણે જોયું તો શહેરથી થોડે દૂર એક અનાથાશ્રમ પાસે અનુરાગે ગાડી ઉભી રાખી હતી...

"ચાંદની આ એ જ જગ્યા છે જ્યાં મારે તને મારી સાથે લાવવી હતી..અંદર આવીશ ને..?"

"હા ..અનુરાગ..જરૂર.."

અનુરાગે જોયુ કે બે બાઇક વાળા જે ક્યારનો તેનો પીછો કરી રહ્યા હતા.. તેણે બાઈક સાઇડ માં ઉભા રહી કોઈને ફોન લગાવ્યો...કઈક વાત કરી તે પરત જતા રહ્યા...

અનુરાગ અને ચાંદની અનાથશ્રમ ની અંદર ગયા....

ત્યાં જઈને જોયું તો મીઠાઈ,રમકડા,પુસ્તકો,કપડાં.. જે પણ અનુરાગને આપવું હતું તે બધું તેના બે મિત્રો ત્યાં લઈને આવી ગયા હતા...ચાંદની તો આ બધું જોઈ જ રહી તેને કશું સમજાતું નહોતું...

ત્યાંના ટ્રસ્ટી જે રીતે અનુરાગ ની સાથે વાત કરતા હતા તે જોઈ ચાંદની ને લાગ્યું કે તે અહી ઘણી વાર આવી ચૂક્યો છે...હજુ તે વાત કરતો હતો ત્યાં તો નાના નાના છોકરા અને છોકરીઓ નું એક મોટું ટોળું આવી અનુરાગને વીંટળાઈ વળ્યું..

અનુરાગ બધાને વહાલ કરતો..રમકડા,મીઠાઇ ..આપી ..અને થોડી વાર તેમની સાથે રમવા લાગ્યો..ચાંદની તો તેનું આ અનોખું રૂપ જોઈ અચંબિત થઈ ગઈ..બધા જોડે અનુરાગ જાણે નાનો બાળક બની ગયો હતો...ચાંદની આ પલ ને પોતાના ફોનમાં કેદ કરી રહી હતી..ત્યાં જ એક નાની છોકરી આવી ચાંદની ને તેનો હાથ પકડી સાથે રમવા લઈ ગઈ..

****************************

પેલા બે બાઇક વાળા લોકો જે અનુરાગનો પીછો કરતા હતા તેમાંથી એકના ફોનમા રીંગ વાગી.. તેણે ફોન ઉપાડ્યો..સામે છેડેથી અવાજ આવ્યો..

"માહિતી પાકી છે..ને..?અનુરાગ તેની ખાસ જગ્યા એ જ છે ને..? "

"હા બોસ .. અમારી માહિતી કદી ખોટી હોય..?"

"અમે અત્યાર સુધી તેની પાછળ જ હતા..હમણાં તમે કીધું એટલે પાછા ફર્યા.."

"Ok.."

"હવે મારી વાત ધ્યાનથી સાંભળો..."

"હા બોલો બોસ.."

"અનુરાગ સાથે જે છોકરી છે તેની આખી કુંડળી મને ૨ દિવસમાં જોઈએ..તેના વિશેની નાનામાં નાની માહિતી લઈ મને રૂબરૂ મલો.."

*જી બોસ...બે દિવસમાં બધું જાણી .. તમારી સામે રિપોર્ટ લઈ હજાર થઈ જઈશું.."

સામે છેડેથી ફોન મુકાઈ ગયો..અને બંને બાઈક સવાર ત્યાંથી શહેર તરફ આવવા નીકળી ગયા..

*****************************

૨ કલાક અનાથશ્રમમાં વિતાવ્યા પછી અનુરાગ અને ચાંદની ત્યાંથી નીકળ્યા..ચાંદનીના મનમાં ઘણા સવાલ હતા.. તેણે અનુરાગને પૂછ્યું...

"અનુરાગ મને આમ અચાનક અનાથશ્રમ આવવાનું કારણ ના સમજાયું..."

અનુરાગે પોતાનું વોલેટ ખોલી એક ફોટો બતાવ્યો...
ચાંદની તો તે તસવીરને બસ જોતી જ રહી ગઈ...તેની આંખોમાં આંસુ છલકાવા લાગ્યા...

ક્રમશઃ
Bhumi Joshi.


રેટ કરો અને રિવ્યુ આપો

Reena

Reena 10 માસ પહેલા

jalpa

jalpa 1 વર્ષ પહેલા

Heena Suchak

Heena Suchak 1 વર્ષ પહેલા

Psalim Patel

Psalim Patel 1 વર્ષ પહેલા

Parash Dhulia

Parash Dhulia 1 વર્ષ પહેલા