ચાંદની - પાર્ટ 20 Bhumi Joshi "સ્પંદન" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચાંદની - પાર્ટ 20

રાજ મિસ્ટર વાગલેને મળી હોટેલ બ્લુડાઈન માં એક સરપ્રાઈઝ ડિનર પ્લાન કરે છે.. અને એક ખૂબ સુંદર અને મોટો બુકે બનાવડાવે છે..હવે આગળ..

ચાંદની આજે સાવ ફ્રી હતી.. સવારમાં રાજના ગયા પછી આજે એની ઓફિસ જવાનું ન હતું રોજ તો રાજ ની સાથે ઓફિસ જતી હતી.. અને તેનો દિવસ પસાર થઈ જતો પરંતુ આજે રાજ પોતાના કામેથી ગયો હોવાથી તે સાથે ગઈ ન હતી.. હમણાં એક બે અઠવાડિયા સુધી તેના ગીત નું કોઈ ઓડિશન પણ નહોતું..લંડનથી આવ્યા પછી થોડો સમય તે બ્રેક લેવા માંગતી હતી ..એટલે જ નવા આલ્બમ કે સોંગ રેકોર્ડિંગ માટે તેને બે અઠવાડિયા પછીની તારીખો આપી હતી.. તે પોતાના રૂમ માં આવી..

તેની નજર પોતાની ડાયરી પર પડી ..અને અચાનક તેને કંઇ યાદ આવતા ફટાફટ તૈયાર થઇ તે નીચે આવી..અને બોલી..

"માસીબા હું બહાર જાવ છું ..સાંજ પહેલા આવી જઈશ.."

"હા બેટા ભલે જા ..પરંતુ તારું ધ્યાન રાખજે ..અને વહેલી આવી જજે.. એક તો રાજ પણ નથી.. અને તું પણ જઈશ તો મને બિલકુલ નહીં ગમે ..

"માસીબા હું થોડા સમયમાં જ આવું છું.."

"એવું હોય તો હું ડ્રાઈવરને સાથે લઈને જા.."

,"ના માસીબા જરૂર નથી.. જાતે જ જાઉં છું.."

ચાંદની પોતાની ગાડી લઈ એક અનાથ આશ્રમ પહોંચી..રસ્તામાંથી તેણે અનાથાશ્રમમાં રહેતા બાળકોને આપવા માટે ઘણી બધી મીઠાઇ પુસ્તકો અને રમકડાં ખરીદ્યા હતા.. આ બધું તેણે અનાથ આશ્રમમાં બાળકોને વહેંચ્યું....એવામાં એક છોકરી તેની પાસે આવીને બોલી..

" દીદી તમે ફરી ક્યારે આ બધું આપવા આવશો..?"

ચાંદનીએ તેને પાસે બોલાવી પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું..

"બેટા બવ જલ્દી પાછી આવીશ..."

"પણ દીદી તમારી જેમ એક અંકલ પણ આવીને રમકડા અને મીઠાઈ આપી ગયા..મે પૂછ્યું ત્યારે કહેતા હતા.કે જલ્દી આવીશ...પણ ૪ વર્ષ થઈ ગયાં..તે ફરી ક્યારેય આવ્યા જ નહિ..."

એમ કહી દોડતી જઈ પોતાના રૂમમાંથી એક રમકડું લાવ ને ચાંદનીને બતાવતા બોલી..

"જો દીદી આજે તમે જે રમકડું લાવ્યા તેના જેવું જ છે...મે તેની યાદમાં સાચવીને રાખ્યું છે.. જેથી તે ફરી આવે તો હું બતાવી શકું... હું રોજ રાહ જોવ છું પણ તે આવતા જ નથી..આ તો તમે તેના જેવું જ રમકડું લાવ્યા એટલે મને થયું કે તેણે તો નથી મોકલ્યાં ને..?"

ચાંદની એ જોયું તો ખરેખર તે જ રમકડું હતું ..જે ચાંદની લાવી હતી...પોતાની શંકાના સમાધાન માટે ચાંદનીએ તે છોકરીને તે વ્યક્તિના નામ વિશે પૂછ્યું....

"બેટા જે અંકલ આ રમકડું આપી ગયા તેનું નામ તને ખબર છે..?"

"દીદી તેનું નામ તો નથી ખબર પણ તેની સાથે અમે ફોટો પડાવ્યો હતો ..તે ફોટો અમારા મોટા મેડમના ફોનમા છે પણ બે દિવસ થી તે બહાર ગયા છે..હજુ ૨_૩ દિવસ પછી આવશે..."

"ઓકે બેટા હું ફરી જલ્દી આવીશ અહી .. બાય.."

આ ઘટનાક્રમે ચાંદનીના માનસ પટ પર સવાલોની વણઝાર લાવી દીધી..અને ચાંદનીને તેના ભૂતકાળમાં ગરકાવ કરી દીધી...ચાંદનીની આંખો સામે તેનો ભૂતકાળ તરવરવા લાગ્યો..

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

કોલેજના ગાર્ડનમાં થયેલી અનુરાગ અને ચાંદનીની પ્રથમ મુલાકાત બાદ ચાંદની સતત અનુરાગના વિચારોમાં ખોવાયેલી રહેતી...તેના કાનમાં હર પળ અનુરાગના શબ્દો ગૂંજતા.."તું મારી પ્રથમ ગર્લફ્રેન્ડ છે.."

અનુરાગ તો પહેલી નજરથી જ ચાંદનીને બેપાનાહ ચાહવા લાગ્યો હતો..પણ તેણે પોતાના સબંધ ની શરૂઆત દોસ્તી થી કરી...તેને માનવામાં નહોતું આવતું કે આટલી જલ્દી ચાંદની તેની દોસ્ત બની ગઈ...

હવે તો દરરોજ ચાંદની ,અંજલી અને અનુરાગ ત્રણેય સાથે જ કોલેજમાં જતા...આમને આમ ઘણા દિવસ વીતી ગયા... અનુરાગની જેમ ચાંદનીના દિલમાં પણ અનુરાગ માટે પ્રેમ પાંગરી રહ્યો હતો..પણ અનુરાગ તે વાતથી અજાણ હતો..પણ અંજલીને બંનેના દિલના હાલ સમજાઈ ગયા હતા...બંને એક બીજાને પૂરતો સમય અને મોકળાશ આપી શકે તે માટે અંજલી એ એક દિવસ કોલેજ જવા સમયે તાવનું ખોટું નાટક કર્યું..કોલેજ જવા સમયે તે બોલી ..

"અનુ,ચાંદની તમે બંને આજે કોલેજ જાઓ.. મને થોડું તાવ જેવું લાગે છે ..એટલે હું આજે ઘરે જ આરામ કરીશ.."

એટલે તરત ચાંદની બોલી ..

"અરે અંજલી તારી તબિયત સારી ન હોય તો હું આજે તારી જોડે રહું ."

"ના ચાંદની ..હું ફક્ત આરામ કરવા માંગુ છું..તું ચિંતા ના કર."

આખરે બંને એકલા જ ગાડીમાં કોલેજ જવા નીકળતા હતા.. ત્યાં જોયું તો કાર મા પંકચર હતું..એટલે બંને બાઇક લઈ કોલેજ જવા નીકળ્યા...

આજે અનુરાગની બાઈક પાછળ પહેલી વાર કોઈ છોકરી બેઠી હતી..અને એ પણ તેની જીંદગી..તેની સ્વપ્ન સુંદર..તેનો પહેલો પ્રેમ...

ચાંદની માટે પણ આ પલ જિંદગીમાં પહેલી વાર આવ્યો હતો..જેની પાછળ તે પાગલ થઈ હતી તેની સંગાથે બેસવાનો રોમાંચ તેને સ્વપ્નની રંગીન દુનિયામાં લઇ જઈ રહ્યો હતો..

ઘરેથી થોડે દૂર પહોંચતા જ અનુરાગ બોલ્યો..
"ચાંદની એક વાત પૂછું..?"

"બોલ.."
"આજે કોલેજ જતા પહેલા મારી સાથે એક જગ્યાએ આવીશ..? તુ મારા પર વિશ્વાસ કરીશ..?"

"હા અનુરાગ ..તું જ્યાં લઈ જઇશ ત્યાં હું આવીશ...જો તારા પર ભરોસો ન હોત તો આમ એકલા તારી સાથે ના આવતી.."

અને અનુરાગે ગાડી દોડાવી...

તેની આ બધી હરકતો કોઈ બે જણા નિહાળી રહ્યા હતા.. અને તેની બાઈકનો પીછો કરી રહ્યા હતા..

ક્રમશઃ
Bhumi Joshi.

.


રેટ કરો અને રિવ્યુ આપો

Pinkal Shah

Pinkal Shah 1 વર્ષ પહેલા

Yogesh Raval

Yogesh Raval 1 વર્ષ પહેલા

Vishwa

Vishwa 1 વર્ષ પહેલા

jinal parekh

jinal parekh 2 વર્ષ પહેલા

Reena

Reena 2 વર્ષ પહેલા